તંત્રીલેખ…લોકડાઉન હકીકતે સુવર્ણ અવસર

0
22
Share
Share

ભારતીય કોર્પોરેટ જગતમાં એક રીતે પ્રતિભાઓની અછત છે અને બીજી રીતે પ્રતિભાઓને પછાડવાનું અુત વ્યવસ્થાતંત્ર છે. આખો દેશ બીજા તેજસ્વી આગળ ન આવી જાય એના કાવતરાઓથી ભરપુર છે. દરેક કોર્પોરેટ કંપનીમાં મહેનતુ અને દ્રષ્ટિસંપન્ન લોકો ઓછા છે પણ ઈર્ષ્યાની આગમાં જલનારા આળસુઓની એક મોટી ફોઝ છે. એ ફોઝ હવે કોર્પોરેટ જગતમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ભારતીય કોર્પોરેટ જગત આંટીઘૂંટીઓથી ભરેલું છે. બહારથી દેખાતી ચમકદમક તો માત્ર નામની જ છે. જે યુવાનોએ આ વીતેલા લોકડાઉનમાં કંઈક પણ સ્વકલ્યાણ કર્યું હશે તે તેમને અને દેશને કામ આવશે. મનોરંજનની મહેફિલ માણનારાઓ માટે હવે શહેરોમાંથી વિદાય લેવાનો કાર્યક્રમ નિશ્ચિત છે. ભારતની મોટી જવાબદારી આ યુવાવર્ગે ઉપાડવાની છે. કારણ કે તેમને કામ કરવું નથી એટલે કામ આવડવાનું નથી.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન ફ્રેન્ક નામની કિશોરીને બે વર્ષ જેટલો સમય એક ભંડકિયામાં પસાર કરવો પડયો હતો. દસ બાય દસની અંધારી ઓરડીમાં રહીને તેણે પત્રોના સ્વરૂપમાં જે ડાયરી લખી તેનું અંગ્રેજીમાં રૂપાંતરણ થયું, જેણે દુનિયાને આનંદ વિભોર ને પાગલ કરી દીધી.કોરોનાને કારણે લાગુ પાડવામાં આવેલા સરકારી લોકડાઉનનો અર્થ એ હતો કે ઘડિયાળ અને કેલેન્ડર સિવાય બધે જ સમય સ્થિર થઈ ગયો છે. આખી દુનિયા જ્યારે તમારી સાથે સ્થગિત થઈ ગઈ હોય એવો મોકો ઇતિહાસમાં જવલ્લે જ આવતો હોય છે. આવા સમયે નર્યા આશાવાદ કે ઘોર નિરાશાવાદમાં સરી જવા કરતા શરીર અને મગજને સતત વ્યસ્ત રાખવાનું કામ કરવાની જરૂર હોય.મોબાઈલ અને ઈન્ટરનેટ દરેક વ્યક્તિ પાસે છે, પરંતુ લોકડાઉન દરમિયાન તેનો સદુપયોગ થયો નહીં. જુદી જુદી ભાષા શીખવાથી લઈને મગજને શાર્પ કરતી અનેક એપ્લિકેશન કે કોર્સ ઉપલબ્ધ હોય છે. પરંતુ એક ડેટા મુજબ યુવાવર્ગનો નેવું ટકાથી વધુ ટ્રાફિક મીડિયા, સોશ્યલ મીડિયા અને મનોરંજન આપનારી વેબસાઈટ તરફ હતો. નવો વિષય શીખનારા યુવાનોની સંખ્યા નગણ્ય છે અને આ હકીકત ખરેખર ચિંતાજનક છે.લોકડાઉન હકીકતે આ સુવર્ણ અવસર હતો, જેમાં યુવાનો પોતાની મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરી શકે. વર્ષો પહેલા બનાવેલું બકેટ લિસ્ટ હાથ પર લઈ શકે. અનેક અભિનવ કળાઓમાંથી કોઈ ગમતી કળામાં પ્રવેશી શકે. વાંચન, લેખન, રમતોમાં નિપુણતા કેળવી શકે. અનિશ્ચિત ભવિષ્ય માટે પ્લાન એ, પ્લાન બી અને પ્લાન સી કે ડી તૈયાર કરી શકે. દરેક પ્લાન માટે કરવા પડતા ગૃહકાર્યનો પ્રારંભ કરી શકે.પોતાની અંદર રહેલી જુદી જુદી પ્રતિભાને બહાર લાવવા માટેના પુરુષાર્થનો રોડમેપ તૈયાર કરી શકે. એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર ઉપર આવતી વેબસિરીઝ અને ફિલ્મો સિવાય દુનિયામાં ઘણું બધું છે. ઈન્ટરનેટ વિશાળ સમુદ્ર છે અને એમાં ફિલ્મો અને સિરિયલો માત્ર બે બિંદુ છે. વિદેશના ઘણા મહાવિદ્યાલયો ઓનલાઇન કોર્સ વિનામૂલ્યે શીખવે છે. તેમાં એનરોલ થઈને એ પસંદગીનો અભ્યાસક્રમ કરી શકાય.પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર જઈને તદ્દન નવી વિદ્યાશાખાનો પરિચય મેળવીએ તો એ જિંદગીમાં અચૂક કામ આવે. દેશનું ભવિષ્ય યુવાધનના હાથમાં છે. અત્યારે કોવીડ-૧૯ની દવાઓના દાવા કરનારા અમુક લેભાગુઓની ભવિષ્યમાં આ દેશને જરૂર નહિ પડે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here