UNમાં ચીનને હરાવી ભારત સંયુક્ત રાષ્ટ્રનાં ECOSOCનું સભ્ય બન્યું

0
39
Share
Share

ચીનને સજ્જડ હારનો સામનો કરવો પડ્યો,અડધા વોટ પણ ન મળ્યા, ૨૦૨૧થી ૨૦૨૫ સુધી ભારત યુનાઇટેડ નેશનના કમિશન ઓન સ્ટેટ્‌સ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે

સંયુક્ત રાષ્ટ્રસંઘ,તા.૧૫

ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનની પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી છે.

ટીએસ મૂર્તિએ કહ્યું કે, પ્રતિષ્ઠિત ECOSOC શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે. અમે સભ્ય દેશોનો તેમના સમર્થન માટે આભાર માનીએ છીએ.

ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. જેમાં ભારત અને અફઘાનિસ્તાને ૫૪ સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી. જ્યારે ચીને સજ્જડ હારનો સામનો કરવાનો આવ્યો. ચીનને અડધા વોટ પણ મળ્યા ન હતા બેઈજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (૧૯૯૫)ની આ વર્ષે ૨૫મી વર્ષગાઠ છે. આ અવસરે ચીને ભારતના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો.

આ સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે. વર્ષ ૨૦૨૧થી લઈને ૨૦૨૫ સુધી ભારત યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here