વિદેશી રોકાણકારોની અવિરત લેવાલી થકી શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

0
88
Share
Share

રોકાણકાર મિત્રોઆનંદ ને…!! તા.૨૮.૧૨.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૯૭૩.૫૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૭૧૫૩.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૧૪૮.૨૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૮.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૦.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૭૩૫૩.૭૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૭૬૩.૭૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૮૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૮૦૨.૧૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૮૯૭.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. ફોરેન ફંડોની આજે ભારતીય શેરબજારમાં સતત ખરીદીએ સેન્સેક્સે ફરી ૪૭૪૦૬ પોઈન્ટની  સપાટી અને નિફટીએ ૧૩૯૦૩ પોઈન્ટની સપાટી બનાવી નવો રેકોર્ડ સર્જયો હતો. આગામી દિવસોમાં ફંડોએ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે ફરી તેજીની પકડ મજબૂત કરી હતી.

કોરોના સંક્રમણમાં ફરી વિશ્વભરમાં વધારો થઈ રહ્યાના અને યુ.કે. સહિતના દેશો સાથે વિમાન વ્યવહાર અનેક દેશોએ અટકાવ્યા સામે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ ફંડો આગામી દિવસોમાં અમેરિકા સહિત બીજા દેશોમાં વધુ સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ અને ભારતમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આ વખતે ભારતમાં અકલ્પનિય કેન્દ્રિય બજેટ રજૂ કરવાનો સંકેત આપી દેતાં પોઝિટીવ જોગવાઈઓની અપેક્ષા વચ્ચે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટી, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૧ અને વધનારની સંખ્યા ૨૦૨૭ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારત આર્થિક મોરચે ઘણા બધા સુધારા સાથે અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં રોકાણનો મોટો હિસ્સો આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. અમેરિકામાં ચૂંટણી પછી એફપીઆઈના પ્રવાહમાં સતત વધારો થયો છે.વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં સ્થાનિક બજારમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૬૦,૦૯૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIએ ૧ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધીમાં શેરમાં અંદાજીત રૂ.૫૬,૬૪૩ કરોડ અને બોન્ડમાં રૂ.૩૪૫૧ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. નવેમ્બર માસમાં એફપીઆઈનું કુલ ચોખ્ખું રોકાણ રૂ.૬૨,૯૫૧ કરોડ રૂપિયા હતું.

સમગ્ર વિશ્વ અને ભારત માટે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ ભારે અફડાતફડી સાથે પૂર્ણ થવાને આરે છે જેની શરૂઆત ખૂબજ ચિંતા અને ભય સાથે થઇ હતી. ભારત અને સમગ્ર વિશ્વના શેરબજારોએ નોંધપાત્ર કડાકા બાદ ઝડપી સુધારો હાંસલ કર્યો છે અને એવું લાગી રહ્યું છે કે બજારના ખેલાડીઓએ રસીના સફ્ળ પરિણામ અને આગામી દિવસોમાં વૈશ્વિક સમુદાયમાં તેના ઝડપી વિતરણના અહેવાલોને પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી લીધું છે.

એપ્રિલ ૨૦૨૦ની શરૂઆતથી વિશ્વભરની સરકારોએ લોકડાઉનને કારણે ઊભી થયેલા નાણાકીય તણાવથી વેપાર અને નાગરિકોને ટેકો આપવા માટે રાહત પેકેજોની જાહેરાત કરી છે તેના પરિણામે તરલતાનો જંગી પ્રવાહ શેરબજાર તરફ વળ્યો છે. યુએસ અને અન્ય વિકસિત દેશો વર્ષ ૨૦૨૧માં વધુ રાહત પેકેજોની જાહેરાત કરે તેવી સંભાવના છે. જો આમ થશે તો લિકવીડીટીના કારણે ઇક્વિટી બજારોને વધુ લાભ થશે અને તે નવા વિક્રમજનક સ્તરે સ્પર્શી શકે છે.

તા.૨૯.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૧૨.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૮૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૩૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૯૧૯ પોઈન્ટ થી ૧૩૯૩૩ પોઈન્ટ, ૧૩૯૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૯૧૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૧૨.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૦૯૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૮૮૮ પોઈન્ટ થી ૩૦૮૦૮ પોઈન્ટ, ૩૦૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી લિમિટેડ ( ૨૪૮૨ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૦૩ થી રૂ.૨૫૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૨૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • પિરામલ એન્ટરપ્રાઈઝીસ ( ૧૪૪૪ ) :- રૂ.૧૪૨૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૮ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સિયલ સર્વિસીસ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૭૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૯૧૦ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ થી રૂ.૯૨૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૦૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૧૨ થી રૂ.૫૧૯ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો લિમિટેડ ( ૧૬૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૧૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૪૧૬ ) :- રૂ.૧૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૨૪૦ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૮૧૭) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૩ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૭૮૧ ) :- રૂ.૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૭૪ થી રૂ.૭૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર પોલીસી શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here