શેરબજાર કન્સોલિડેશન તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!

0
74
Share
Share

રોકાણકાર મિત્રોઆનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૩૯૮.૨૯ સામે ૪૯૫૦૮.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૩૭૩.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૦૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૩.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૯૨.૧૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૭૦.૦૦ સામે ૧૪૫૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૫૨૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૬.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૩.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૩૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો પાછળ સપ્તાહના ત્રીજા દિવસે ગેપ-અપ ઓપનિંગ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે શેરોમાં થોડું ઓફલોડિંગ કરીને સેન્સેક્સમાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટનું કરેકશન આપ્યા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની એકાએક શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કરીને આજે બીએસઇ સેન્સેક્સે ૪૯૮૭૪ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૪૬૭૦ પોઈન્ટની વધુ એક નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે લડવા વેક્સિનેશન પ્રોગ્રામમાં એક તરફ સફળતા મળી રહી છે, ત્યારે બીજી તરફ કોરોના વાઈરસના નવા સ્વરૂપના યુ.કે.સહિતના દેશોમાં ચિંતાનજક પરિસ્થિતિ સાથે ભારતમાં પણ કેસો વધી રહ્યાની ચિંતા છે છતાં ફોરેન ફંડો દ્વારા ભારતમાં આગામી દિવસોમાં વધુ સ્ટીમ્યુલસ પગલાંની અપેક્ષા અને કેન્દ્રિય બજેટમાં મોટી રાહતોની અપેક્ષાએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને વિક્રમી તેજીને આગળ વધારી હતી.

વૈશ્વિક સ્તર પર કોરોના વાઈરસના સંક્રમણમાં ચિંતાજનક વધારા સામે કોરોનાની વેક્સિનેશનના પ્રોગ્રામ વચ્ચે વૈશ્વિક બજારોમાં બે તરફી અફડાતફડીની પરિસ્થિતિ સામે ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈ દ્વારા સતત થઈ રહેલા રોકાણ પ્રવાહથી સેન્સેક્સ – નિફટી ફ્યુચર સતત નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ડિસેમ્બર માસમાં સતત ત્રીજા મહિને ભારતીય શેરબજારના ઇક્વિટી સેગમેન્ટમાં જંગી રોકાણ થતાં અને જાન્યુઆરી માસમાં પણ આગામી કેન્દ્રિય બજેટની તડામાર તૈયારી વચ્ચે આ વખતે ઉદ્યોગ જગતને પ્રોત્સાહનોની અપેક્ષા વચ્ચે ફોરેન ફંડોની સતત ખરીદી ચાલુ રહેતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૩ અને વધનારની સંખ્યા ૧૫૪૧ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ ચાલુ રહી છે. એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. નીચા વ્યાજ દર ઉપરાંત ક્રૂડના ભાવમાં ઘટાડાના કારણે ભારતનું ઈમ્પોર્ટ બિલ ઘટયું છે જે અર્થતંત્ર માટે આશીર્વાદ સમાન છે. સારા ચોમાસાને કારણે બમ્પર કૃષિ ઉત્પાદનની પણ આશા છે અને તેના કારણે રોકાણકારોનો સેન્ટિમેન્ટ સુધર્યો છે. ભારત સરકારે પણ રૂપિયા ૨૦ લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે અને ભારતીય કંપનીઓને વૈશ્વિક સ્તરે નામના મળે તે માટે આહવાન કર્યું છે. તેથી ભારતના સ્થાનિક ઉત્પાદનોને વેગ મળશે અને બજાર આ બાબતને ઘણી મહત્વની માને છે તેથી ભારતીય ઇક્વિટી બજારમાં સતત નવું રોકાણ આવી રહ્યું છે. ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામમાં મળેલી સફળતાને કારણે બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

કોરોનાની મહામારીની અસર વચ્ચે આવતા મહિને કેન્દ્ર દ્વારા રજુ થનારા નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં દેશનો ઉદ્યોગજગત અનેક અપેક્ષા રાખી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રોકાણ પ્રવાહ પર નજર સાથે વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપ અને તેની અસર પર નજર સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પર નજર રહેશે, ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોરચે બ્રેક્ઝિટ ડિલની આસપાસ થઈ રહેલા ડેવલપમેન્ટસ સાથે સ્થાનિક સ્તરે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૧.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૨૦.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૫૭૫ પોઈન્ટ ૧૪૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૫૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૩૨૦ પોઈન્ટના પ્રથમ અને ૩૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૩૬ પોઈન્ટ થી ૩૨૭૦૭ પોઈન્ટ, ૩૨૭૭૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૭૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૦૫૪ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૭૩ થી રૂ.૨૦૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૪૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૬૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૧૦ ) :- રૂ.૧૨૯૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૦ ના બીજા સપોર્ટથી કમર્શિયલ વિહિકલ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૯૯૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૧૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ & સિમેન્ટ પ્રોડકટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૩૪ થી રૂ.૮૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૭૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૦૭ થી રૂ.૨૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૭૧૫ ) :- રૂ.૧૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૦૨ થી રૂ.૧૬૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૩૨ ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૧૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચરફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૬૮૮ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૬ થી રૂ.૬૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર પોલીસી શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here