ભારતીય શેરબજારની ઐતિહાસિક સપાટી તરફી આગેકૂચ…!!!

0
102
Share
Share

રોકાણકાર મિત્રોઆનંદ ને…!! તા.૦૨.૦૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૬૦૦.૬૧ સામે ૪૯૧૯૩.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૧૯૩.૨૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬૧.૨૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૯૭.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૯૭.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૫૧.૨૫ સામે ૧૪૫૧૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૮૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૭.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૦.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૧૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં બજેટ બાદ ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે. આજે સપ્તાહના સતત બીજા દિવસે શેરબજારમાં ભારે ખરીદીથી બીએસઇ સેન્સેકસે ફરી એક વખત ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી. અંદાજીત ૧૧ વર્ષમાં પહેલી વખત બજેટ બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરી માસના અંતે રોજબરોજ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવાયા બાદ નાણાપ્રધા દ્વારા આ વખતે ઐતિહાસિક બજેટ માં મોટાભાગની ઈન્ડસ્ટ્રી માટે રાહતો આપવામાં આવતા ભારતીય શેરબજારમાં ફરી વિક્રમી તેજી તરફી દોટ આગળ વધી છે.

કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટ માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે આ મહામારીનો અંત નજીક આવવાની આશાએ વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં સાથે કોરોના મહામારીના કારણે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટમાં વધુ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવતા, વેક્સિનની સફળતા અને એફઆઇઆઇ તેમજ સ્થાનિક ફંડોની લેવાલીને કારણે ભારતીય શેરબજાર વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૬ અને વધનારની સંખ્યા ૧૭૧૪ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે જેને કારણે બજારમાં તેજી જળવાઈ રહી છે. કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે નવા સંક્રમણને લઈ થઈ રહેલી ચિંતા સામે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ હવે વિશ્વભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી અમલી બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતમાં શરૂ થયેલા આ વેક્સિનેશન પ્રોગ્રામની સાથે સાથે હવે કેન્દ્રિય બજેટ બાદ કેન્દ્ર સરકારનું ફોક્સ આર્થિક વિકાસને પટરી પર લાવવાની તૈયારી પર છે. બજારની આગામી તેજીનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. આગામી દિવસોમાં તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય.

આવતીકાલે ૩, ફેબ્રુઆરી ૨૦૨૧થી શરૂ થનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસીની કમિટી મીટિંગ અને ૫, ફેબ્રુઆરી ૨૦૨૧ના એનો નિર્ણય તેમજ ૫, ફેબ્રુઆરીના બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના રજૂ થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે, ઉપરાંત વૈશ્વિક સ્તરે ચાઈનાના મેન્યુફેકચરીંગ પીએમઆઈ અને અમેરિકા તેમજ યુરો એરિયાના જાહેર થનારા મેન્યુફેકચરીંગ પીએમઆઈ પર નજર વૈશ્વિક શેરબજારો સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૩.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૦૨.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૧૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૫૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૮૭ પોઈન્ટ થી ૧૪૮૦૮ પોઈન્ટ ૧૪૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૨.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૪૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૬૦૬ પોઈન્ટ થી ૩૪૮૭૮ પોઈન્ટ, ૩૫૦૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી લિમિટેડ ( ૨૬૬૭ ) :- ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૮૮ થી રૂ.૨૭૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૮૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૨૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮૮ થી રૂ.૧૯૦૯ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૭૭૭ ) :- રૂ.૧૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૭૩૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડકટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૪૮ ) :- કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૨૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૩૮ થી રૂ.૮૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એપોલો હોસ્પિટલ ( ૨૭૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હેલ્થકેર ફેસિલિટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૯૬ થી રૂ.૨૬૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૪૭ ) :- રૂ.૧૯૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૯૨૯ થી રૂ.૧૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૦૮ રિયલ્ટી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૮૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડકટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૭૦ થી રૂ.૮૫૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૨૩ ) :-૭૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છ

ેખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here