સુરતમાં હાથમાં બ્લેડ લઇ યુવક પોતાનું જ ગળુ કાપતા લોકોમાં આશ્ચર્ય

સુરત,તા.૨૯

સુરત શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક વિભાગના એક ન્ઇએ નમ્ જવાનો સાથે દોડી જઇ યુવાનને બચાવી લીધો હતો. એટલું જ નહીં, તાત્કાલિક ૧૦૮ને જાણ કરી ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. ટ્રાફિક વિભાગની જાગૃતિને લઈ લોકોએ આભાર વ્યક્ત કરી તમામ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

અનિરુદ્ધસિંહ રાઠોડ (ટ્રાફિક વિભાગમાં ન્ઇ)એ જણાવ્યું હતું કે આજે બાટલી બોય પોઇન્ટ ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. ત્યારે એક એક્ટિવાચાલક દોડીને આવ્યો હતો અને કહેવા લાગ્યો એક ઈસમ રોડ બાજુએ બ્લેડ વડે પોતાનું જ ગળું કાપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાંભળી કંપારી આવી ગઈ હતી. તાત્કાલિક નમ્ જવાન સાથે ૫૦ મીટર દૂર દોડીને ગયા તો એક ઈસમ લોહીલુહાણ હાલતમાં વારંવાર બ્લેડ વડે ગળું કાપી રહ્યો હતો. લોકોની ભીડ તમાશો જોઈ રહી હતી. અમે અજાણ્યા ઇસમના હાથ પકડી તેને બચાવવાના પ્રયાસમાં પડી જતાં લોકો પણ મદદે આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ૧૦૮માં ફોન કરી એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ત્યાર બાદ ૧૦૮ના ઈસ્‌એ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે અજાણ્યા ઇસમના હાથ છોડતાંની સાથે જ તે ફરી ગળું કાપવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જેથી દોરીથી હાથપગ બાંધી તેને પ્રાથમિક સારવાર આપી ૧૦૮ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટનાને જોઈ ખૂબ જ દુઃખ થયું હતું, પણ આવું કરવા પાછળનું કોઈ કારણ જાણી શક્યા ન હતા.

સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે અજાણ્યો ઈસમ માનસિક બીમાર લાગી રહ્યો છે. જોકે તેના ગળા પર ઊંડો ઘા હોવાથી પ્રથમ તેની સારવાર જરૂરી છે, જેથી તેને તાત્કાલિક ઓપરેશનમાં લેવો પડે એમ છે. લોહી ઘણું વહી રહ્યું છે. લોહી વહેતું બંધ કરી ઓપરેશન કરવું પડશે, પછી આગળની તપાસ હાથ ધરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449