નારોલ પિરાણા રોડ પર હિટ એન્ડ રનઃ બોલેરોનું ટાયર યુવક પર ફરી વળતા કમાકમાટીભર્યું મોત

અમદાવાદ,તા.૨૯

શહેરના નારોલ પિરાણા વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલા રાહદારી યુવકને બોલેરો કારે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. યુવકને કચડીને કાર ચાલક નાશી ગયો છે. ટ્રાફિક કે ડિવિઝન ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાર ચાલકની શોધ શરૂ કરી છે. ય્ત્ન-૨૭-્‌્‌-૫૩૮૫ નંબરની કારે રાહદારીને ટક્કર મારી હતી. બોલેરો કાર હાર્દિક શાહના નામે આરટીઓમાં રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ રજીસ્ટરમાં હાર્દિકનુ સરનામુ ખોખરાના સુરીકેષનગર ભાયપુરા રોડનું સામે આવ્યું છે. જોકે, લાશ કોની છે અને મરનાર કોણ છે તેની કોઈ પુષ્ટી નથી થઈ.

અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો હતો. બીજી તરફ કાર અકસ્માતમાં રાહદારની લાશના ચિથરા ઉડી ગયા હતા. બોલેરો કારનું પાછળનું ટાયર યુવક પર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

અકસ્માત કરીને ફરાર થતી વખતે બોલેરોએ એક બાઇકને પણ અડફેટે લીધું હતું. જેમાં બાઇકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449