ઉપલેટાઃ ડુમીયાણીમાં અંદાજીત ૪૦૦ થી ૫૦૦ વીઘામાં નુકસાનીનું અનુમાન

ધોધમાર વરસાદથી ડુમીયાણીના ખેડૂતોના ખેતરો ધોવાતા ઉભો પાક બળી જતા લાખોનું નુકશાન

ઉપલેટા તા.૨૮

    તાજેતરમાં જ જે રીતે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીને પગલે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે વાત છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ ધોધમાર અને સારો એવો વરસાદ પડ્યો છે જેથી ઉપલેટા પંથકમાં પણ જળબંબાકાર નોંધાયો અને ડેમોમાં પણ નવા નીર આવ્યા છે તો ડેમ પણ છલકાયો ત્યારે આ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થતા નુકશાની થવા પામી છે.ઉપલેટાના ડુમીયાણી ગામના ખેડૂતોના ખેતરોમાં ભારે વરસાદ અને પાણીના વેણ અને ધોધમાર વરસાદને કારણે નુકશાની થવા પામી છે જેમાં ખેતરોમાં ધોવાણ થયું છે ને ઉભો પાક બળી ગયો છે જેથી નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે ત્યારે ઉપલેટા ડુમીયાણીમાં વધુ વરસાદ પડતા ઘણા ખેડૂતોના ખેતરો ધોવાણ થતા તેમને લાખો રુપિયાનુ નુકસાન થયું છે. ભાદર કાંઠે આવેલ ખેતરોમા વરસાદી પાણી ભરાતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવી પડે છે અને હાલ કપાસ, એરંડા અમે મગફળીના પાકને નુકસાન થયું છે.આ ડુમીયાણી પંથકના ખેડૂતો જણાવે છે કે ભારે વરસાદને કારણે તેમની જમીન ધોવાઇ છે અને ઉભેલો પાક પણ નિષ્ફળ અને બળી ગયો છે જેથી તેમની મુશ્કેલીઓ વધી છે સાથે એવું પણ જણાવે છે કે સરકાર ગત વર્ષ જે નુકશાન થયું હતું તેનું સર્વે કરાવ્યું હતું પણ ગત વર્ષ કરેલ સર્વેની કોઈ સહાય નથી મળી ત્યારે ખેડૂતો જણાવે છે જેથી ખેડૂતો સરકાર પ્રત્યે પણ નારાજ છે.અહિયાં ડુમીયાણી ગામના ખેડૂતો જણાવે છે કે અહીંયા અંદાજિત ૧૪૦૦ થી ૧૫૦૦ વીઘાની અંદર મગફળી, એરંડા અને કપાસનું મુખ્યત્વે વાવેતર થયું છે ત્યારે ગત દિવસે પસેલા આ ભારે વરસાદને કારણે અત્યારે ડુમીયાણીના અંદાજીત ૪૦૦ થી ૫૦૦ વીઘાના ખેતરોમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સાથે ખેડૂતો જણાવે છે કે જો સરકારને સહાય ચૂકવવાનો ઈરાદો ન હોય તો શા માટે સર્વે કરાવી ખોટો ખર્ચ અને ખેડૂતોને લલચાવે છે અને ખોટી જાહેરાત કરી અને સહાય નથી આપતી તેવું ખેડૂતો જણાવે છે. ખેડૂતોના ખેતરોમાં થયેલ નુકશાન બાદ ધોવાયેલ ખેતરો માંથી બળેલા પાકને ઉપાડી લીધેલ અને ખેડૂતોએ બળેલા પાકને એકત્ર કરી અને તેમના અંતિમ દર્શન કરી બળેલા પાકને વિદાય પણ આપી હતી અને જણાવ્યું હતું કે વરસાદને કારણે આજે તેમના ખેતરમાં ઉભો મોલના ધોવાઈ જવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે સરકાર દ્વારા જો ખરેખર સહાય ચૂકવી હોય તો વહેલાસર ચૂકવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449