જેતપુર મામલતદાર કચેરીએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રદુષણનો મુદ્દો મુખ્ય રહ્યો

  જેતપુર તા.૨૮

જેતપુર મામલતદાર કચેરીએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમા સૌથી મુખત્વે પ્રશ્ન પ્રદુષણ રહ્યો હતો જેમા જેતલસર ગામના લોકોએ પ્રદુષણની ફરિયાદોના નિવારણ ન આવતા હોવાંના આક્ષેપ કર્યા હતા.જેતપુરમાં પ્રદુષણનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકટ બનતો જઇ રહ્યો છે ભાદર નદી બાદ હવે ગ્રામ્ય પંથકમાં પણ પ્રદુષિત પાણી પોહચતા ખેડૂતો લાચાર બન્યા છે જગતના તાત પ્રદુષણના પાણીથી મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે જેતપુર મામલતદાર કચેરીએ યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કર્યક્રમમાં પ્રદુષણ મુદ્દે કોઈપણ ફરિયાદનું નિવારણ ન આવતું હોવાની રાવ થઈ હતી ખેડૂતો દ્વારા પ્રદુષણ બોર્ડમાં પણ અનેક અરજીઓ કરવમાં આવી છે છતાં પ્રદુષણ બોર્ડ આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગે છે.જેતલસર ગામના ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે કારણ કે સાડી જેટલ્સરના સિમ વિસ્તારમાં આવેલા સાડીના કરાખનાઓનું પ્રદુષિત પાણી હવે ખેતરોના પાણીના બોર,અને કુવા સુધી પોહચ્યું છે જેના કારણે ખેડૂતો પોતાના પાકમાં પણ કુવા અને બોરનું પાણી પીવડાવી શકે તેમ નથી કારણ કે પ્રદુષણ માફિયાઓના પાપે ખેડૂતોના કૂવામાં પણ હવે કલર વારુ પ્રદુષિત પાણી ભળી ગયું છે જે હવે ખેતીમાં પણ ઉપયોગ થઈ શકે તેમ નથી જેના કારણે પાણી હોવા છતાં ખેતીમાં પાણી નો ઉપયોગ કરી શકતા નથી અને ખેડૂત લાચાર બન્યો છે.પ્રદુષણ એ જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારો માટે નો સૌથી મોટો પ્રશ્ન બનતો જઈ રહ્યો છે ભાદર નદી બાદ હવે પ્રદુષણ માફિયાઓનું પાપ ખેડૂતો ના ખેતરો સુધી પોહચ્યું છે આવનાર દિવસોમાં જેતલસર વિસ્તારમાં ચાલતા આ કારખાનાઓ સામે તંત્ર હવે આંખ ખોલી પગલાં લે તે પણ જરુરી બન્યું છે માત્ર આવા કર્યક્રમો યોજી સમય બગડવાને બદલે સ્થળ પર જઈ કાર્યવાહી થાય તેવી ખેડૂતો દ્વારા મંગ થઈ રહી છે.જેતપુર મામલતદાર કચેરીએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેતપુર તાલુકાના જેતલસર ગામ ના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતીકે જેતલસર સીમ વિસ્તારમાં આવેલ વેસ્ટર્નર્સ ઓવરસિસ પ્રોસેસ દ્વારા આજુબાજુના ખેતરોમાં પ્રોસેસ નું પાણી છોડવામાં આવતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છેતે બાબતે જેતલસર ગામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈના રોજગાર ધંધા સામે અમને કોઈ વાંધો નથી પરંતુ આ કારખાના ના માલિક દ્વારા જેતપુર ડાઇંગ એસોસિએશનમાં જોડાઈ જવું જોઈએ અને આ પાણી જે નીકળે છે તે  તેના ફિલ્ટર પ્લાન માં મોકલવું જોઈએ જેને લઇને અમારા ખેડૂતોની જમીનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તેવી રજૂઆત કરવામાં આવી હતીજેતપુર મામલતદાર દ્વારા આ બાબતે જીપીસીબીના અધિકારીઓ ને તાકીદે સુચના આપવામાં આવી

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449