31 જુલાઈથી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફયુનો સમય ૧૧થી૬નો રહેશે

ગણેશ મહોત્સવ યોજવા પણ મંજુરી, લગ્નમાં હવે ૪૦૦ લોકો માટે છુટ

ગાંધીનગર તા.૨૮

મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧ જૂલાઈ થી ૧ કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધીનો છે તે ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીનો રહેશે.

આ ૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ ૩૧ જૂલાઈથી વધારીને ૪૦૦ વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449