સે.૨૧ માર્કેટમાંથી ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોરને દબોચી લીધો

ગાંધીનગર,તા.૨૮

ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી તેમજ રાજસ્થાનમાં ચોરીના વિવિધ ગુના આચરતા અમદાવાદ નવા નરોડાનો રીઢો ચોર દાગીના વેચવા માટે ગાંધીનગર આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાંચનાં સકંજામાં આવી ગયો છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે મંદિરમાંથી ૭ છત્તરની ચોરી કર્યા પછી તેને વેચવા માટે રીઢો ચોર સેકટર-૨૧ માર્કેટમાં આવી પહોંચતા આબાદ રીતે ઝડપાઈ ગયો હતો.

પોલીસે સેકટર-૨૧ માર્કેટમાં દાગીના વેચવા માટે બાઈક લઇને ફરતા ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. ચોરની ઊંડાણ પૂર્વકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઈ પરમાર (રહે. સ્વામીનારાયણ પાર્ક, નવા નરોડા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. જેની પાસેથી પોલીસને ચાંદીના ૭ નંગ છત્તર મળી આવ્યા હતા. જેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં તેણે ગત. તા. ૦૩/૦૭/૨૦૨૧ના રોજ પોતાની પત્ની ગિરા સાથે બાઇક લઈને મહેસાણાના કડી ગયો હતો. જ્યાં સેફડા ગામે આવેલા ચામુંડા માતાના મંદિરથી છત્તર ચોરી લીધાની કબૂલાત કરી હતી.

આ અંગે લોકલ ક્રાઇમ બ્રાંચનાં ઈન્સ્પેક્ટર જે. જી. વાઘેલાએ જણાવ્યું હતું કે, ચંદ્રકાંત પરમાર રીઢો ચોર છે. જેણે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી તેમજ રાજસ્થાન, દિલ્હી અને મહારાષ્ટ્રમાં વિવિધ ગુના આચરેલા છે. જેનાં વિરુદ્ધ વર્ષ ૨૦૨૦ દરમિયાન ગાંધીનગરનાં ઈન્ફોસિટી, ચીલોડા, પેથાપુર, અરવલ્લીનાં મોડાસા, મહેસાણાનાં સાથલ પોલીસ મથકમાં ચોરી અને પ્રોહીબીશનાં ગુના દાખલ થયેલા છે.

આ ઉપરાંત અમદાવાદ સીટી ઉપરાંત રાજસ્થાન કોટા, મુંબઈ ઝવેરી બજાર તથા દિલ્હી કારોલ બાગ તેમજ આંધ્ર પ્રદેશમાં સોના ચાંદીના શો રૂમમાં જઈ નજર ચુકવીને દાગીનાની ચોરીના ગુના પણ તેના સાગરિતો સાથે મળીને આચરવામાં આવ્યા છે. હાલમાં તેની પાસેથી મંદિરમાંથી ચોરેલા ચાંદીના છત્તર તેમજ બાઈક મળી રૂ. ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449