બગવદર : નાગકા ગામ નજીક કાર હડફેટે બાઈક ચડતા યુવાનનું મોત

પોરબંદર, તા.૨૬

પોરબંદરના બરડા પંથકમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નાગકા ગામ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક ચાલક પરપ્રાંતિય યુવાનનું મોત નિપજ્યું હતું.

 બગવદર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે કાર પૂરઝડપે જઈ રહી હતી. તેવા સમયે નાગકા ગામ નજીક પોતાના બાઈક પર જઈ રહેલા ગેદરામ રતન ભીલ નામના યુવાનને કારે હડફેટે લીધો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો ત્યારે નાગકા ગામના નવઘણભાઈ સહિતનાઓએ તુરંત જ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડયો હતો પરંતુ તેની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે જામનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જેમાં રાણાવાવ નજીક પહોંચતા જ આ યુવાનનું મોત નિપજ્યું હતુ. આ યુવાન એમ.પી.ના ખરગોન જિલ્લાના ટીમલા ગામનો હોવાનું જાણવા મળે છે તેમજ નાગકા ગામ ખાતે રામ અરજન રાણવાયાના ખેતરમાં મજુરીકામ કરતો હોવાનું માલુમ પડેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449