પોરબંદર રબારી સમાજના પ્રમુખ સહિત ૨૦૦ કાર્યકરોનો ભાજપમાંથી રાજીનામા

પોરબંદર,તા.૨૪

ચૂંટણી નજીક આવે એમ ગુજરાતમાં જ્ઞાતિવાદ વેગ પકડી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદને વેગ આપવાનો શ્રેય ભાજપને જાય છે. ભાજપે જ વિવિધ જ્ઞાતિઓને નોખી નોખી કરી મત મેળવવાનો વ્યૂહ અપનાવ્યો હતો. ભાજપે વિકસાવેલો જ્ઞાતિવાદ હવે તેને જ ભારે પડી રહ્યો છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પણ જ્ઞાતિવાદને કારણે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં ભીંસ પડી ગઈ હતી.

પોરબંદર રબારી સમાજના પ્રમુખ ભીમાભાઈ દાનાભાઈ મકવાણા સહિત ૨૦૦ આગેવાનો-કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યાની જાહેરાત કરતા ભારે ચકચાર જાગી છે.

પોરબંદર રબારી સમાજના પ્રમુખ ભીમાભાઈ દાનાભાઈ મકવાણાએ એવું જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભાજપના પાયાના પથૃથર તરીકે છે અને રબારી સમાજના અસંખ્ય લોકો, આગેવાનો ભાજપ પક્ષને વફાદાર રહીને કામ કરી રહ્યા છે પરંતુ ગીર, બરડા અને આલેચના જંગલ નેશ વિસ્તારના અને સૃથળાંતરીત રબારી, ભરવાડ અને ચારણ સમાજને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. અનુસુચિત જનજાતિના દરજ્જામાંથી બાકાત કરવાની હીલચાલ સહિત અનેક મુશ્કેલીઓ વધારી રહી છે ત્યારે તેનાથી માલધારી સમાજને અન્યાય થયો છે તેમ જણાવીને પોતે ર૦૦ આગેવાનો-કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામા આપ્યા છે તેવી જાહેરાત કરી હતી. વર્ષ ર૦રર ની ચુંટણીમાં માલધારીઓ ભાજપને ભારે પડી જશે તેમ પણ જણાવાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449