પોરબંદર : કારખાનામાં સુપરવાઈઝર યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

પોરબંદર, તા.૨૩

પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ધવલ લીલાભાઈ ભૂંડીયા (ઉ.વ.૨૫) નામનો યુવાન ઓરિએન્ટ એબ્રેસીવ્ઝ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. આજે સવારે તેની નોકરી પુરી થતા તેણે સ્ટાફને જવાનું કહી અને સવારે પાંચ વાગ્યે ફેકટરીના પ્રોસેસ વિભાગમાં મશીનના કાળા પટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. બાદમાં અન્ય એક કર્મચારીએ આ રૂમનો દરવાજો ખોલતા જ ધવલ ફાંસો ખાધેલી હાલતમાં નજરે ચડયો હતો ત્યારે તેણે અન્ય કર્મચારીઓને બોલાવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફત ધવલને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ ધવલનું મોત નિપજ્યું હતુ. આ યુવાનની સગાઈ પાંચ માસ પહેલા જ મીઠાપુર ગામની એક યુવતી સાથે થઈ હતી. આ ઘટના બનતા ધવલનો પરિવાર શોકમાં ગેરકાવ થઈ ગયો છે, તેમજ કર્મચારીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449