રાણાવાવ : બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી લેનાર વૃઘ્ધાનું સારવારમાં મોત

પોરબંદર, તા.૨૨

રાણાવાવના એક વૃઘ્ધાએ આઠ દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અગ્નિસ્નાન કરનાર આ વૃઘ્ધાનું જામનગર ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાણાવાવના ગોપાલપરા ખાતે રહેતા જમનાબેન નારણજીભાઈ કુછડીયા નામના વૃઘ્ધાએ તા.૧૨ જુલાઈના રોજ પોતાની બિમારીના કારણોસર પોતાના જ ઘરે કેરોસીન છાંટી સળગીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે તેમના પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ આ વૃઘ્ધાની હાલત વધુ ગંભીર બનતા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડયા હતા. પરંતુ વૃઘ્ધાની હાલત વધુ ગંભીર બનતા ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આ વૃઘ્ધાનું મોત નિપજ્યું છે.

પોરબંદર : પત્નિ રિસામણે ગયા બાદ પરત ન ફરતા યુવાનનો આપઘાત

પોરબંદરમાં એક પિડિત પતિએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેની પત્ની રિસામણે ગયા બાદ મનાવવા છતા પરત ન આવતી હોવાથી આ યુવાને ઝેરી દવા પી લીધી હતી. પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા વિજય દિલીપ જેઠવા નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે આ યુવાનના માતાના જણાવ્યા અનુસાર વિજયની પત્ની બે માસથી તેના માવતરે જામજોધપુર ગામ ખાતે ચાલી ગઈ છે. વિજય તેની પત્નીને મનાવવા પણ ગયો હતો. જેમાં જ્ઞાતિના પ્રમુખને પણ સાથે લઈ જવાયા હતા, તેમ છતા વિજયની પત્ની પરત આવવા માટે માની ન હતી. જે વાતનું લાગી આવતા વિજયે ગઈ મોડી રાત્રે ઝેરી દવા પી લીધી હતી. જે અંગે તેના માતા-પિતાને જાણ થતા વિજયને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો. વિજય નામના આ યુવાનને સંતાનમાં એક દીકરો પણ છે અને તે પોતે પત્ની સાથે સુખેથી રહેવા પણ ઈચ્છે છે. પરંતુ પત્ની પિયરથી પરત ન ફરતી હોવાથી વિજયે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449