પોરબંદર ખાતે ઇદ ઉલ અદહા ની વિશેષ નમાઝ પડીને સંપૂર્ણપણે સાદગીથી ઉજવણી

પોરબંદર તા.૨૧

પોરબંદર ખાતે ઇદ ઉલ અદહા ની વિશેષ નમાઝ પડીને સંપૂર્ણપણે સાદગીથી ઉજવણી કરવામાં આવી- કોરોના ગાઇડ લાઇનને કારણે ઈદ મિલનનો કાર્યક્રમ અને અન્ય કોઈપણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા પોરબંદર ખાતે આજે ઇદ ઉલ અઝહાની કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપૂર્ણપણે સાદગીથી શાંતિમય રીતે દરેક મસ્જિદોમાં માત્ર ઇદની વિશેષ નમાજ પઢીને ઉજવણી કરવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇન અંતર્ગત દર વર્ષે યોજાતા ઇદગાહ પર ઈદ મિલનનો કાર્યક્રમ અને અન્ય કોઈપણ કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા શહેરની મધ્યમાં આવેલ ઇદગાહ ઉપર ઇદની વિશેષ નમાજ પઢવામાં આવી હતી જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ત્યારબાદ શહેરની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમન ઇસ્લામ દ્વારા ઇદગાહ ઉપર નમાજ પઢાવનાર ખલીફા એ તાજુ શરિયા, હજરત સૈયદ સઆદત અલીબાપુ નું શાલ ઓઢાડી ફૂલહારથી સુન્ની અંજુમન ઇસ્લામ ના વહીવટદાર હાજી શબ્બીરભાઈ હામદાણી એ સન્માન કરેલ તેઓની સાથે સુર્યા વાળ મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ પુંજાણી (નુરી) ,સુન્ની અંજુમને ઇસ્લામ ના પૂર્વઉપપ્રમુખ હાજી ઈબ્રાહીમ ભાઈ સંઘાર, આરીફભાઈ સુર્યા ,યુનુસભાઇ મતવા, યુનુસ ખાન પઠાણ અને અન્ય સુન્ની મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહેલ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449