રાજકોટ : રૈયા ગામે ખેતરમાં દાટેલો ૧૧૪ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ તા. ૧૬

પોલીસથી બચવા માટે બુટલેગર અવનવી ટેકનીક અપનાવતા હોય છે ત્યારે  રાજકોટમાં રૈયા પાસે ખેતરમાં ખાડો ખોદી જમીનમાં દાટેલો શરાબનો જથ્થો પોલીસે   ઝડપી પાડયો છે.પોલીસે અહીંથી દારુની ૧૧૪ બોટલ સાથે એક શખસને ઝડપી  લીધો હતો. જ્યારે દારુ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખસની શોધખોળ શરુ  કરી છે. પોલીસે દારુ અને બે બાઇક સહિત રુપિયા ૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દારુના આ દરોડાની જાણવા મળશે વિગતો મુજબ  યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ એ.એસ.ચાવડાની રાહબરી હેઠળ  પી.એસ.આઇ અરવિંદસિંહ જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જેન્તીગિરી ગોસ્વામીને એવી બાતમી મળી હતી કે રૈયા ગામથી આગળ રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પાછળ આવેલા  ખેતરમાં વાવણી કરનાર જયરાજ રોજાસરા અને વિજય વાણિયાએ અહીં દારુનો જથ્થો  છુપાવી રાખ્યો છે. પોલીસે આ બાતમીના આધારે અહીં દરોડો પાડી ખેતરમાં ખાડો  ખોદી તેમાં દાટી દીધેલ અલગ અલગ બ્રાન્ડની દારુની ૧૧૪ બોટલ શોધી કાઢી હતી. પોલીસે દારુના જથ્થા સાથે રૈયા ગામમાં પરમાર નિવાસમાં રહેતા વિજય અનિલભાઈ  વાણિયા(ઉ.વ ૨૧)ને ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી રુપિયા ૩૭,૮૦૦ ની  કિંમતનો દારુનો જથ્થો તથા બે બાઇક સહિત રુ.૧,૦૭,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, દારુ પ્રકરણમાં સંડોવાયેલા જયરાજ વિરજીભાઈ રોજાસરા સામે અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં દારુ અંગેનો ગુનો  નોંધાઈ ચૂક્યો છે. જે હાલ પોલીસના હાથમાં ન આવતાં પોલીસે તેને ઝડપી લેવા  શોધખોળ શરુ કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449