પોરબંદર : ચોટીલાની યુવતિ સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો શખ્સ

પોરબંદર તા. ૧૬

ચોટીલા પંથકની એક યુવતિ ઉપર પોરબંદરમાં અવાર-નવાર દુષ્કર્મ  થયાનો ગુન્હો  થયો છે જેમાં માલિક- નોકર વચ્ચેનો કરાર કરીને સાથે રાખ્યા બાદ આવું થયું છે  જેમાં યુવાને નોકરાણી ઉપર જ નજર બગાડી છે. ચોટીલાના ડોસલીધુના ગામની ર૦  વર્ષની યુવતિએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, પોરબંદરના વિરડીપ્લોટમાં  બ્રાન્ચ સ્કુલ પાસે રહેતા વિજય રવજી સોલંકી સાથે માલિક-નોકર વચ્ચેનો કરાર  કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવતિ ઉપર વિજય સોલંકીએ નજર બગાડી  હતી અને યુવતિની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કરીને મારકુટ કરતોહતો એટલું જ નહીં પરંતુ વિજયની માતા મંજુબેન રવજી સોલંકી પણ તેને પુત્રને સાથ આપીને મારકુટ  કરતી હોવાનું જણાવાયું છે. માલિક-નોકર વચ્ચેનો કરાર કરી પોતાના ઘરે રાખ્યા બાદ  યુવાને જ નોકરાણી ઉપર નજર બગાડતા ભારે ચર્ચાઓ જાગી છે. આ બનાવ તા.  ૧૪/૩ થી દોઢ માસ દરમિયાન અવાર-નવાર બન્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449