સુરેન્દ્રનગર-મોરબીમાં અનેક જગ્યાએ વૃક્ષો અને વિજપોલ ધરાશાયી

સુરેન્દ્રનગર,તા. ૧૮

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં ભારે વરસાદ બાદ રણ મિની સમુદ્રમાં ફેરવાતા અગરિયાઓને રણની મધ્યમાં આવેલા ઐતિહાસીક વાછડાદાદા મંદિરમાં આશરો આપવામાં આવ્યો હતો. જ્યારે તાઉતે વાવાઝોડા બાદ સુરેન્દ્રનગરના ખારાઘોડા, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રા કૂડા રણમાં પવનના સૂસવાટા અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદના ખાબક્યો હતો. સદભાગ્યે તંત્ર દ્વારા રણમાં મીઠું પકવતા તમામ અગરિયા પરિવારોને સમયસર સલામત સ્થળે ખસેડી લેવામાં આવતા સદભાગ્યે જાનહાની ટળવા પામી હતી. જ્યારે પાટડી તાલુકા સેવા સદનમાં મોડી રાત્રે વાવાઝોડા બાદ ભડાકો થતાં વિજળી ડુલ થવા પામી હતી.ચુડા-છત્રીયાળા રોડ પાસે ઝૂપડાંમાં રહેતા લોકોએ અંધશ્રદ્ધાને માની સ્થળાંતર ન કયર્ ુંવાવાઝોડાની આગાહીને ધ્યાન રાખીને ચુડા-છત્રીયાળા રોડ પાસે ઝૂપડાં બાંધીને રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા ચુડા મામલતદાર, ટીડીઓ, ઙજઈં સહિત ટીમો પહોંચી હતી. અધિકારીઓએ લોકોને સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટે સમજાવ્યાં હતા. પરંતુ માતા અમારી રક્ષા કરશે. દેવીમાતા અમને આંચ પણ નહીં આવવાં દે, વાવાઝોડું અમારું કશું બગાડી ન શકે સહિતની અંધશ્રદ્ધાની વાત કરી સ્થળાંતર કર્યું નહોતું. સુરેન્દ્રનગરમાં આરએસએસના સ્વયંસેવકો દ્વારા ફસાયેલા લોકો માટે ફુડ પેકેટ્‌સ બનાવવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જ્યારે મોરબી વાંકાનેર હાઇવે પર ભારે પવનને પગલે અનેક હોડર્ીંગ નમી ગયા હતા.થ

મોરબી જિલ્લાના ૯૦ ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પમોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની અસર રુપે તેજ પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનથી પીજીવીસીએલને ખાસ્સું નુકશાન થયું છે. જેમાં જિલ્લામાં ૨૦થી વધુ વિજપોલ ધારાશાયી થયા હતા. જેના પગલે ૨૩૦ વિસ્તારોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો. આથી, વીજ તંત્રની ટીમે ગતરાત્રીથી વીજ પુરવઠો પૂર્વવર્ત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દીધી હતી. જેમાંથી ૧૩૧ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થયો છે હજુ ૯૦ ગામોમાં વીજળી પુરવઠો શરુ કરવાની કામગીરી ચાલુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449