પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રાણાવાવ નજીક રસ્તા પરના ધરાશયી વૃક્ષોને તાત્કાલિક દૂર કરતું તંત્ર

પોરબંદર તા.૧૮

પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની અસર રુપે રાણાવાવ થી ભાણવડ જતા રસ્તા પર તેમજ કુતીયાણા થી બાટવા જતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં રસ્તો બંધ થઈ ગયો હતો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનના ભાગરુપે વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ સ્ટેટ સહિતની વિવિધ ૧૫ ટીમો આ પ્રકારની કામગીરી માટે રસ્તો શરુ થઈ જાય તે માટે નિયુક્ત કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લાના આ બે સ્થળોએ વન વિભાગ તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો. પવનને લીધે અમુક વિસ્તારમાં વીજ લાઈન ને અસર થઈ હતી પીજીવીસીએલની ટીમ દ્વારા છુટા છવાયા વિસ્તારોમાં પણ કામગીરી કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449