માણાવદરમાં વાવાઝોડામાં પણ શહેરમાં વીજ પુરવઠો અવિરત ચાલુ રહ્યો

તાલુકામાં પીજીવીસીએલના ૪૦થી વધુ પોલ તૂટ્યા

માણાવદર તા. ૧૮ 

માણાવદર તાલુકામાં વાવાઝોડામાં નુકસાની થઈ છે શહેરમાં ત્રણ કેબીનો ભારે પવન વાવાઝોડામાં ઉખેડી ફેંકી દીધી હતી તો અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે છતાં પણ શહેરમાં આ વાવાઝોડામાં વીજપુરવઠો અવિરત ચાલુ રહ્યો તે કાબિલે દાદ કામગીરી રહી છે પી.જી.વી.સી.એલ.ના ઇજનેર રુપારેલીયા એ વિગતો આપતાં જણાવેલ કે વાવાઝોડામાં અમારા માટે વીજ પુરવઠો ચાલુ રાખવાનો મહત્વનું હતું ૧૫ પોલ તૂટયા તથા ૩૫૦ થી વધુ લાઇટિંગ ફોલ્ટ થયા છે વિવિધ ટીમ તાત્કાલિક કામગીરી કરી રહ્યા છે ગ્રામ્ય પીજીવીસીએલ બેમા ૨૫ પોલ તૂટ્યા જેમાં ખેતીવાડી પુરવઠો ખોરવાયો છે તથા સર્વિસ તૂટી છે કામગીરી ચાલુ છે તંત્ર એ આગોતરા આયોજનથી કામ પાર પાડ્યું વાવાઝોડા સમયે પીજીવીસીએલ  સ્ટાફે કામગીરી ફૂંકાતા પવનમાં કરી અડીખમ સ્ટાફ ઊભો રહ્યો અને આમ જનતાને ઓછી તકલીફ થઇ છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449