સૌરાષ્ટ્ર તળાજાઃ તબીબ પર બે શખ્સોનાં હુમલાનો રોષભેર વિરોધ
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
ભાવનગર,તા.૨
તળાજા શહેર મા સરતાનપર રોડ અને મેઈન પોલીસ સ્ટેશન સામે આવેલ અમરદીપ કોપલેકસ મા આવેલ ચિરંજીવી હોસ્પિટલ ના ડો.અગ્રાવત પર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી ડોક્ટર ને સરકારી દવાખાના મા સારવાર માટે લઈ જવામા આવ્યા હતા. ઘટના ની જાણ થતા તળાજા શહેર ના તમામ ડોક્ટરોે ઉપસ્થિત રહ્યા હતા..આ બનાવ ને લઈને ડોકટરો દ્વારા તળાજા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને તળાજા શહેર ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ની ઓફીસે હિરેનભાઈ ને આવેદનપત્ર આપ્યુ હતું. તેમજ તળાજા શહેર ના તમામ ડોક્ટર બપોર થીજ ઓપીડી બંધ રાખ્યા હતા.અને જરુર પડે તો કાલે પણ ઓપીડી બંધ રાખવામાં આવશે .અને રાત્રે ડોક્ટરોની મીટીંગ તેમજ આવતીકાલે ડોક્ટર દ્વારા રેલી નુ આયોજન કરી આરોપી જલદી પકડાય તે માટે આયોજન કરવામાં આવ્યું..