અન્ય રાજ્યો બેંગ્લુરુમાં એક મહિલા અને બે સગીર વયની પુત્રીઓએ આપઘાત કર્યો
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
બેંગ્લુરુ,તા.૧૩
સાઉથ બેંગાલુરુમાં રહેતી ૪૩ વર્ષની એક મહિલા અને એની બે સગીર વયની પુત્રીઓએ સોમવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. મરતાં પહેલાં એક પુત્રીએ વ્હૉટ્સ એપ પર એવો સંદેશો મૂક્યો હતો કે આવા પિતા ભગવાન કોઇને ન આપે.
મરનાર મહિલા રાજેશ્વરીના ભાઇ પુટ્ટુ સ્વામીએ સોમવારે રાત્રે દસેક વાગ્યે આ વ્હૉટ્સ એપ મેસેજ જોયો કે તરત મનસાને ફોન લગાડ્યો હતો. પરંતુ ફોન લાગ્યો નહોતો એટલે એ બહેનને ઘેર દોડી ગયા હતા પરંતુ કોઇએ દરવાજો ખોલ્યો નહોતો. વારંવારના પ્રયાસો પછી પુટ્ટુ સ્વામીએ પાડોશીઓની મદદતી દરવાજો તોડી નાખ્યો હતો. ઘરમાં જઇને જોયું તો માતા અને બંને પુત્રીઓના મૃતદેહ છત પરના પંખા સાથે લટકતા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાઇ હતી.
રાજેશ્વરીનાં માતાપિતાના નિવેદન પરથી પોલીસે મરનારના પતિ સિદ્ધૈયા સામે કેસ નોંધ્યો હતો.
રાજેશ્વરીની મોટી પુત્રી ૧૭ વર્ષની મનસા બારમા ધોરણમાં અને નાની પુત્રી પંદર વર્ષની ભૂમિકા દસમા ધોરણની વિદ્યાર્થિની હતી.