અન્ય રાજ્યો અમારો પરિવાર ભગવાન રામના પુત્ર કુશનો વંશજ છેઃ દીયા કુમારી
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
જયપુર,તા.૧૧
સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની ચાલી રહેલી સુનાવણી દરમિયાન તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજે સવાલ પૂછ્યો હતો કે, શું ભગવાન રામના વંશજ દુનિયામાં છે કે નહી? જેના જવાબમાં વકીલે કહ્યુ હતુ કે, ખબર નથી.
જોકે, હવે જયપુરના રાજ પરિવારના રાજકુમારી અને રાજસમંદના સાંસદ દીયા કુમારીએ દાવો કર્યો છે કે, અમારો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના વશંજ છે.
તેમણે પોતાના સમર્થનમાં એક પેઢીનામુ પણ રજૂ કર્યુ છે. જેમાં ભગવાન રામના તમામ પૂર્વજોના નામ ક્રમવાર લખેલા છે. જેમાં ૨૮૯મા વંશજ તરીકે સવાઈ જયસિંહ અને ૩૦૭મા વંશજ તરીકે મહારાજા ભવાની સિંહનુ નામ છે.
તેમણે એક ટ્વીટ કરીને કહ્યુ છે કે, ભગવાન રામના વશંજ પૂરી દુનિયામાં છે. અમારો પરિવાર પણ તેમના પુત્ર કુશનો જ વંશજ છે.
આ પહેલા જયપુરના પૂર્વ રાણી પદમિની દેવીએ પણ પોતાના પરિવારને ભગવાન રામનુ વંશજ ગણાવ્યુ હતુ. તેમનુ કહેવુ હતુ કે, જયપૂરના પૂર્વ રાજા અને મારા પતિ ભવાની સિંહ કુશની ૩૦૭મી પેઢીમાંથી આવે છે. હવે જ્યારે અદાલતે પૂછ્યુ છે ત્યારે અમે સામે આવીને કહી રહ્યા છે કે, હા અમે ભગવાન રામના વશંજ છે. તેના દસ્તાવેજ પણ અમારી પાસે છે. રામ મંદિરનુ વહેલી તકે સમાધાન થવુ જોઈએ. ભગવાન રામ તમામની આસ્થાનુ પ્રતિક છે.