સૌરાષ્ટ્ર જૂનાગઢ : ઝાડ ધરાશાયી થતા યુવકનું મોત
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર
જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી નજીક એક વૃક્ષ ટ્રેકટર ઉપર પડતા એક યુવાનનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગે જાણવા મળેલ વિગતો મુજબ આજે સાંજનાં સાત વાગ્યાના અરસામાં જયદેવ ભીમશીભાઈ ચંડેરા નામનો યુવક ટ્રેકટર લઈને આવતો હતો ત્યારે નાંદરખી નજીક ઝાંઝરડા રોડ ઉપર એક વૃક્ષ અચાનક ધરાશયી થતા જયદેવને ગંભીર ઈજાઓ થતા જુનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ હતો જ્યાં તેમનું મૃત્યુ નીપજતા ચંડેરા પરીવાર આક્રંદમાં ડુબ્યો હતો અને આ ઘટનાને લઈને નાંદરખી ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.