MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

0
76
Share
Share

સપ્તાહ દરમિયાન કપાસ, કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો માહોલ

સોનાના વાયદાના ભાવમાં રૂ.૬૦૮ અને ચાંદીમાં રૂ.૧,૨૨૯નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ નિકલ સિવાયની બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ ક્રૂડ તેલ, મેન્થા તેલના ભાવમાં નરમાઈ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૩થી ૧૯ નવેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૨૨૯ ઘટ્યો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ એકંદરે વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો માહોલ રહૃાો હતો, જ્યારે મેન્થા તેલ ઘટીને બંધ થયું હતું.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૬૬૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૧૩૯ અને નીચામાં રૂ.૪૯,૭૨૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૬૦૮ (૧.૨૦ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૯,૯૯૪ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો નવેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૫૫૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૦૬ (૧ ટકા)ના ઘટાડા સાથે રૂ.૪૦,૧૭૨ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો નવેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૯૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૫ (૦.૮૮ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૦૫૧ના ભાવ થયા હતા.

સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૬૩૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૧૬૧ અને નીચામાં રૂ.૪૯,૮૩૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૫૮૯ (૧.૧૬ ટકા) ઘટી બંધમાં રૂ.૫૦,૦૬૩ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૨,૫૩૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૪,૧૫૨ અને નીચામાં રૂ.૬૦,૭૧૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૨૨૯ (૧.૯૬ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૬૧,૫૧૦ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૨,૭૪૨ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૨૧૫ (૧.૯૪ ટકા)ના ઘટાડા સાથે રૂ.૬૧,૫૨૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૨,૫૫૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૨૨૯ (૧.૯૬ ટકા) ઘટી બંધમાં રૂ.૬૧,૫૧૯ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૩૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮.૫૫ (૧.૬૦ ટકા) વધી રૂ.૫૪૪.૪૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૮૬.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૧૦ (૦.૫૧ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૧૯૦.૮૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૫૮.૪૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૯૫ (૩.૭૬ ટકા) સુધરી રૂ.૧૬૪.૩૦ના સ્તરે રહૃાો હતો. સીસું નવેમ્બર વાયદો રૂ.૧૫૩.૧૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૪૫ (૧.૬૦ ટકા) વધી રૂ.૧૫૫.૪૫ અને જસતનો નવેમ્બર વાયદો રૂ.૨૦૯.૧૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧.૯૫ (૫.૬૯ ટકા) વધી રૂ.૨૨૧.૮૫ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૦૩૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૧૭૪ અને નીચામાં રૂ.૩,૦૨૮ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૫૮ (૧.૮૪ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૩,૦૯૩ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૨૨.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૦.૬૦ (૧૩.૫૬ ટકા) ઘટી રૂ.૧૯૫.૧૦ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૧૬૯ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૨૦૦ અને નીચામાં રૂ.૧,૧૬૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૨૯.૫૦ (૨.૫૩ ટકા) વધી રૂ.૧,૧૯૬ના સ્તરે બંધ થયો હતો.

રૂ (કોટન)નો નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૯,૭૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૦,૦૯૦ સુધી અને નીચામાં રૂ.૧૯,૬૨૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૨૫૦ (૧.૨૬ ટકા)ના ઉછાળા સાથે રૂ.૨૦,૦૨૦ના જ સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો નવેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૯૦૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૭.૫૦ (૩.૦૪ ટકા) વધી રૂ.૯૩૨.૩૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૬૦.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭ (૧.૭૬ ટકા) ઘટી રૂ.૯૪૬.૮૦ના ભાવે બંધ થયો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here