MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

0
48
Share
Share

ક્રૂડ પામતેલમાં ૪૧,૦૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૨૧,૭૩૦ ટનના સ્તરે

સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ચાંદીમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુંઃ કપાસ, કોટન, સીપીઓ, રબરમાં સુધારાની આગેકૂચઃ પ્રથમ સત્રમાં રૂ.૧૫૯૫૩ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્‌યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૯૧૦૬૫ સોદામાં રૂ.૧૫૯૫૩.૭૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં નરમાઈનો માહોલ હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલમાં ૪૧,૦૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૧,૨૧,૭૩૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા, જ્યારે મેન્થા તેલ ઢીલું હતું.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૦૬૩૨ સોદાઓમાં રૂ.૫૯૫૨.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૯૭૩ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૯૮૫ અને નીચામાં રૂ.૪૬૭૫૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને રૂ.૪૬૮૮૧ બંધ રહૃાો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૬૪૧ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૬૨ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૬ ઘટીને બંધમાં રૂ.૪૬૭૧૬ ના ભાવ રહૃાા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૬૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૬૯૯ અને નીચામાં રૂ.૬૯૮૫૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૧૮ ઘટીને રૂ.૭૦૦૧૪ બંધ રહૃાો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૨૫૭ ઘટીને રૂ.૭૦૦૨૩ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૩૧૦ ઘટીને રૂ.૭૦૦૩૯ બંધ રહૃાા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૯૮૧૬ સોદાઓમાં રૂ.૨૯૧૦.૮૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૬૬ અને નીચામાં રૂ.૪૪૬૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૪ વધીને રૂ.૪૫૨૯ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૪૫૫ સોદાઓમાં કુલ રૂ.૫૪૬.૭૮ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૭૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૭૭૦ અને નીચામાં રૂ.૨૧૭૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ વધીને રૂ.૨૧૭૧૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૦૫૫.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૩ વધીને બંધમાં રૂ.૧૦૬૨.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૫.૫ અને નીચામાં રૂ.૯૫૦.૧ રહી, અંતે રૂ.૯૫૨.૬ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૫૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫૮ અને નીચામાં રૂ.૧૨૪૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૫૦ વધીને રૂ.૧૨૫૩ ના સ્તરે બંધ રહૃાો હતો.

વાયદાઓમાં કામકાજની દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૪૪૪ સોદાઓમાં કુલ રૂ.૨૪૯૯.૩૪ કરોડ ની કીમતનાં ૫૩૩૪.૦૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૬૯૧૮૮ સોદાઓમાં કુલ રૂ.૩૪૫૨.૮૮ કરોડ ની કીમતનાં ૪૮૭.૧૪૯ ટન, ક્રૂડ તેલમાં ૧૯૬૯૮ સોદાઓમાં રૂ.૧૨૭૦.૩૪ કરોડનાં ૨૮૦૦૦૦૦ બેરલ્સ, કોટનમાં ૮૦૭ સોદાઓમાં રૂ.૧૦૯.૯૩ કરોડનાં ૪૯૭૭૫ ગાંસડી, સીપીઓમાં ૨૫૨૮ સોદાઓમાં રૂ.૪૩૨.૦૨ કરોડનાં ૪૧૦૩૦ ટન, મેન્થા તેલમાં ૨૪ સોદાઓમાં રૂ.૨.૭૯ કરોડનાં ૨૯.૧૬ ટન, કપાસમાં ૧૨ સોદાઓમાં રૂ.૩૨.૫૮ લાખનાં ૫૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૫૫૩.૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૭૩.૦૦૩ ટન, ક્રૂડ તેલમાં ૫૭૦૪ બેરલ્સ, કોટનમાં ૨૭૭૧૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૧૭૩૦ ટન, મેન્થા તેલમાં ૪૫.૩૬ ટન અને કપાસમાં ૨૨૮ ટનના સ્તરે રહૃાો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦ અને નીચામાં રૂ.૯૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૩ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૮ અને નીચામાં રૂ.૪૨૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૭૭.૫ બંધ રહૃાો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦૦ અને નીચામાં રૂ.૫૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૯૭.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૪ અને નીચામાં રૂ.૪૦૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૭૮ બંધ રહૃાો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૬.૩ અને નીચામાં રૂ.૧૮૪.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૭ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૮ અને નીચામાં રૂ.૮૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૦ બંધ રહૃાો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here