MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

0
86
Share
Share

બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સમાં રૂ.૧૬૦ કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું

કોટનના વાયદાઓમાં ૧,૨૨,૭૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૯૦,૨૭૫ ગાંસડીના સ્તરેઃ સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયોઃ ક્રૂડ તેલમાં પણ વૃદ્ધિઃ સીપીઓ, કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ પ્રથમ સત્રમાં રૂ. ૧૫૬૨૮ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્‌યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૮૨૫૯૭ સોદામાં રૂ. ૧૫૬૨૮.૯૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૬૫ વધીને ટ્રેડ થઈ રહૃાા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ૧,૨૨,૭૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૯૦,૨૭૫ ગાંસડીના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો.

દરમિયાન, બિનલોહ ધાતુઓના સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૧૯ ફેબ્રુઆરીને શુક્રવારે રૂ.૧૬૦.૪૦ કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું, જે ટ્રેડરોની ઈન્ડેક્સ ફ્‌યુચર્સનાં કામકાજમાં વધતા રસને પ્રદર્શિત કરે છે.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ ૯૧૮૮૨ સોદાઓમાં રૂ. ૬૧૬૪.૬૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૩૩૫ ખૂલી, ઊપરમાં રૂ. ૪૬૬૪૨ અને નીચામાં રૂ. ૪૬૨૩૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૭૮ વધીને રૂ. ૪૬૫૭૫ બંધ રહૃાો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૭૦૬૮ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૫૯૦ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૩૪ વધીને બંધમાં રૂ. ૪૬૪૨૯ ના ભાવ રહૃાા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૯૩૩૭ ખૂલી, ઊપરમાં રૂ. ૬૯૬૮૮ અને નીચામાં રૂ. ૬૮૯૮૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૬૫ વધીને રૂ. ૬૯૪૭૭ બંધ રહૃાો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૪૧૬ વધીને રૂ. ૬૯૩૪૪ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ. ૪૧૭ વધીને રૂ. ૬૯૩૧૭ બંધ રહૃાા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૧૪૮૫ સોદાઓમાં રૂ. ૨૪૮૩.૮૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૪૩૪૬ ખૂલી, ઊપરમાં રૂ. ૪૩૭૨ અને નીચામાં રૂ. ૪૩૨૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૬ વધીને રૂ. ૪૩૪૦ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૩૬૩ સોદાઓમાં કુલ રૂ. ૪૬૦.૦૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ. ૨૧૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૧૭૨૦ અને નીચામાં રૂ. ૨૧૬૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૦ વધીને રૂ. ૨૧૬૫૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦૪૪.૯ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮.૨ વધીને બંધમાં રૂ. ૧૦૪૮.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૬૩ ખૂલી, ઊપરમાં રૂ. ૯૮૨.૫ અને નીચામાં રૂ. ૯૫૦ રહી, અંતે રૂ. ૯૭૩.૪ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૨૪૭.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૫૩.૫ અને નીચામાં રૂ. ૧૨૪૨.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪.૫૦ વધીને રૂ. ૧૨૪૮ ના સ્તરે બંધ રહૃાો હતો.

વાયદાઓમાં કામકાજની દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૨૪૫૧ સોદાઓમાં કુલ રૂ. ૩૬૮૬.૨૨ કરોડ ની કીમતનાં ૭૯૩૭.૭૪૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૯૪૩૧ સોદાઓમાં કુલ રૂ. ૨૪૭૮.૪૨ કરોડ ની કીમતનાં ૩૫૪.૮૬ ટન, ક્રૂડ તેલમાં ૧૫૬૮૩ સોદાઓમાં રૂ. ૧૦૦૧.૬૬ કરોડનાં ૨૩૦૪૮૦૦ બેરલ્સ, કોટનમાં ૧૮૬૨ સોદાઓમાં રૂ. ૨૬૮.૬૭ કરોડનાં ૧૨૨૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૩૫૯ સોદાઓમાં રૂ. ૧૮૪.૩૮ કરોડનાં ૧૭૭૪૦ ટન, મેન્થા તેલમાં ૪૩ સોદાઓમાં રૂ. ૫.૦૦ કરોડનાં ૫૧.૮૪ ટન, કપાસમાં ૧૨ સોદાઓમાં રૂ. ૩૨.૪૫ લાખનાં ૫૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૫૮૫.૧૮૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૯.૨૪૯ ટન, ક્રૂડ તેલમાં ૪૭૩૨ બેરલ્સ, કોટનમાં ૨૯૦૨૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૭૦૩૦ ટન, મેન્થા તેલમાં ૮૨.૦૮ ટન અને કપાસમાં ૨૪૦ ટનના સ્તરે રહૃાો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૫ ખૂલી, ઊપરમાં રૂ. ૭૦૨.૫ અને નીચામાં રૂ. ૫૮૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૮૯.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮૭ ખૂલી, ઊપરમાં રૂ. ૭૮૭ અને નીચામાં રૂ. ૫૯૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૧૪.૫ બંધ રહૃાો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૩૦ ખૂલી, ઊપરમાં રૂ. ૭૩૭.૫ અને નીચામાં રૂ. ૩૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૮૭.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૯ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૦ અને નીચામાં રૂ. ૪૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૦.૫ બંધ રહૃાો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૪૭.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૭.૫ અને નીચામાં રૂ. ૧૨૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૦.૪ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૫૯ ખૂલી, ઊપરમાં રૂ. ૧૫૯ અને નીચામાં રૂ. ૧૨૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૨ બંધ રહૃાો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here