MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

0
65
Share
Share

સોના-ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

કપાસ, કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ મેન્થા તેલ, રબરમાં ઘટાડોઃ પ્રથમ સત્રમાં રૂ.૧૧૯૮૮ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્‌યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૯૪૨૬૬ સોદામાં રૂ.૧૧૯૮૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિ સામે મેન્થા તેલ, રબરમાં ઘટાડો હતો. સીપીઓનો વાયદો આગલા સ્તર પર જળવાયેલો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૬૬૬૫ સોદાઓમાં રૂ.૫૮૯૬.૫૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૬૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૭૬૫ અને નીચામાં રૂ.૪૯૫૫૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૩ વધીને રૂ.૪૯૬૧૭ બંધ રહૃાો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૯૬૭૭ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૯૦૮ થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮ વધીને બંધમાં રૂ.૪૯૫૬૬ ના ભાવ રહૃાા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૮૪૮ અને નીચામાં રૂ.૬૭૨૦૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩૦ વધીને રૂ.૬૭૫૨૦ બંધ રહૃાો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૪૮૪ વધીને રૂ.૬૭૪૬૩ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૪૭૯ વધીને રૂ.૬૭૪૪૫ બંધ રહૃાા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૩૧૯૯ સોદાઓમાં રૂ.૨૧૫૪.૮૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૮૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૯૬ અને નીચામાં રૂ.૩૮૬૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩ ઘટીને રૂ.૩૮૭૭ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૪૩૪૬ સોદાઓમાં કુલ રૂ.૫૧૫.૭૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન જાન્યુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૨૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૩૨૦ અને નીચામાં રૂ.૨૧૨૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૦ વધીને રૂ.૨૧૨૬૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૩૫.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર બંધમાં રૂ.૯૩૩.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.૯૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૫.૭ અને નીચામાં રૂ.૯૫૮ રહી, અંતે રૂ.૯૬૦.૯ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૦૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૩ અને નીચામાં રૂ.૧૨૦૪.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૫૦ વધીને રૂ.૧૨૧૦ ના સ્તરે બંધ રહૃાો હતો.

વાયદાઓમાં કામકાજની દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૪૦૦૯૩ સોદાઓમાં કુલ રૂ.૩૨૮૫.૮૦ કરોડ ની કીમતનાં ૬૬૧૪.૯૮૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૬૫૭૨ સોદાઓમાં કુલ રૂ.૨૬૧૦.૭૧ કરોડ ની કીમતનાં ૩૮૬.૬૯૯ ટન, ક્રૂડ તેલમાં ૩૪૫૧ સોદાઓમાં રૂ.૨૨૦.૧૮ કરોડનાં ૫૬૭૭૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૭૨ સોદાઓમાં રૂ.૧૩૬.૨૭ કરોડનાં ૬૩૭૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૯૯૦ સોદાઓમાં રૂ.૩૬૭.૪૮ કરોડનાં ૩૯૪૭૦ ટન, મેન્થા તેલમાં ૮૬ સોદાઓમાં રૂ.૧૦.૨૩ કરોડનાં ૧૦૫.૮૪ ટન, કપાસમાં ૨૪ સોદાઓમાં રૂ.૬૦.૪૨ લાખનાં ૧૦૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૯૦૮.૦૫૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૫૬.૫૪૬ ટન, ક્રૂડ તેલમાં ૨૨૫૩ બેરલ્સ, કોટનમાં ૧૬૩૨૨૫ ગાંસડી, સીપીઓમાં ૯૦૩૭૦ ટન, મેન્થા તેલમાં ૧૧૧.૨૪ ટન અને કપાસમાં ૨૭૬ ટનના સ્તરે રહૃાો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૯ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૦ અને નીચામાં રૂ.૨૪૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૬ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૨ અને નીચામાં રૂ.૧૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૯ બંધ રહૃાો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૯૦.૫ અને નીચામાં રૂ.૪૪૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬૮૪ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૩૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૧૪ અને નીચામાં રૂ.૧૨૧૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૫૩ બંધ રહૃાો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૫.૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૮.૭ અને નીચામાં રૂ.૧૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૧.૬ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૯.૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૦.૬ અને નીચામાં રૂ.૧૭૪.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૬ બંધ રહૃાો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here