MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

0
74
Share
Share

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં સુધારા સાથે થયો

રબર, કપાસ, કોટનના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલઃ સીપીઓ, મેન્થા તેલ વધ્યાઃ ક્રૂડ તેલ, બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ પ્રથમ સત્રમાં રૂ.૧૧,૭૪૭ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્‌યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૦૧,૯૫૦ સોદામાં રૂ.૧૧,૭૪૭.૮૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં સુધારા સાથે થયો હતો. બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલના વાયદામાં એકંદરે વૃદ્ધિ રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં ૨૮ ડિસેમ્બરને સોમવાર (આજ)થી શરૂ થયેલા રબરના નવા વાયદાના ભાવમાં ઘટાડો થયો હતો. કપાસ અને કોટન પણ નરમ રહૃાા હતા, જ્યારે સીપીઓ અને મેન્થા તેલ વધી આવ્યા હતા.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૪૨૨૭૭ સોદાઓમાં રૂ.૭૮૪૪.૭૩ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૨૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૫૮૦ અને નીચામાં રૂ.૫૦૦૬૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬ વધીને રૂ.૫૦૧૦૯ બંધ રહૃાો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૫૧૦ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૦૪ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૬ વધીને બંધમાં રૂ.૪૯૮૯૩ ના ભાવ રહૃાા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૯૮૦૦ અને નીચામાં રૂ.૬૮૩૭૯ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૫૮ વધીને રૂ.૬૮૮૬૭ બંધ રહૃાો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૧૩૫૫ વધીને રૂ.૬૮૮૩૩ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૧૩૫૭ વધીને રૂ.૬૮૮૩૪ બંધ રહૃાા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૫૦૪૫ સોદાઓમાં રૂ.૧૬૮૭.૩૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૪૮ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૦૮ અને નીચામાં રૂ.૩૫૩૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૯ વધીને રૂ.૩૫૮૩ બંધ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૦૫૦ સોદાઓમાં કુલ રૂ.૪૦૫.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. રબરનો જાન્યુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૦૦૦ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૨૭૩ અને નીચામાં રૂ.૧૫,૯૦૧ના મથાળે અથડાઈ અંતે રૂ.૧૭ ઘટી રૂ.૧૬,૦૬૯ના સ્તરે બંધ થયો હતો. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૨૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૨૧૦ અને નીચામાં રૂ.૨૦૧૩૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦ ઘટીને રૂ.૨૦૧૮૦ ના સ્તરે બંધ રહૃાો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૫૯.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૯ વધીને બંધમાં રૂ.૯૬૭.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૦૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૦૧ અને નીચામાં રૂ.૧૦૦૧ રહી, અંતે રૂ.૧૦૦૧ બંધ રહૃાો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮૦ અને નીચામાં રૂ.૧૧૬૬.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૧૧૬૯ ના સ્તરે બંધ રહૃાો હતો.

વાયદાઓમાં કામકાજની દષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૫૦૩૧ સોદાઓમાં કુલ રૂ.૩૩૩૩.૩૬ કરોડ ની કીમતનાં ૬૬૨૯.૧૨૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૧૭૨૪૬ સોદાઓમાં કુલ રૂ.૪૫૧૧.૩૭ કરોડ ની કીમતનાં ૬૫૨.૫૯૫ ટન, ક્રૂડ તેલમાં ૫૨૪૯ સોદાઓમાં રૂ.૨૯૬.૪૮ કરોડનાં ૮૩૦૨૦૦ બેરલ્સ, કોટનમાં ૩૪૧ સોદાઓમાં રૂ.૨૫.૫૯ કરોડનાં ૧૨૫૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૫૩૬ સોદાઓમાં રૂ.૩૭૧.૧૧ કરોડનાં ૩૮૫૧૦ ટન, મેન્થા તેલમાં ૬૦ સોદાઓમાં રૂ.૬.૭૮ કરોડનાં ૬૬.૯૬ ટન, કપાસમાં ૩૦ સોદાઓમાં રૂ.૮૯.૦૬ લાખનાં ૧૫૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૮૩૫.૨૧૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૭૧.૯૨૮ ટન, ક્રૂડ તેલમાં ૧૫૩૫ બેરલ્સ, કોટનમાં ૯૩૦૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૧૫૮૦ ટન, મેન્થા તેલમાં ૧૫૧.૨ ટન અને કપાસમાં ૪૩૨ ટનના સ્તરે રહૃાો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૭ અને નીચામાં રૂ.૧૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૦.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૪ અને નીચામાં રૂ.૧૯૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૫ બંધ રહૃાો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૨૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૮૨.૫ અને નીચામાં રૂ.૩૦૧૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૦૩.૫ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૩૭ અને નીચામાં રૂ.૧૮૪૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૦૬.૫ બંધ રહૃાો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૩.૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૬ અને નીચામાં રૂ.૧૧૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૨.૭ બંધ રહૃાો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૯.૭ અને નીચામાં રૂ.૧૦૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૨.૭ બંધ રહૃાો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here