IPLમાં ૮૦ લાખમાં ખરીદાયેલ રીંકુ સિંહ ક્યારેક મારતો હતો ઝાડું

0
16
Share
Share

નવી દિલ્હી,તા.૨૯

ક્રિકેટ જગતમાં ઘણા એવા ક્રિકેટર્સ છે જેમણે પોતાના જીવનમાં એક સમયે જબરદસ્ત આર્થિક તંગીનો સામનો કર્યો હોય. ગરીબી જોઈ હોય અને પછી પોતાની સખત મહેનત અને દૃઢ વિશ્વાસથી સફળતા મેળવી હોય. એવી જ કહાની છે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતા ડાબોડી બેટ્‌સમેન રિંકુ સિંહની. જે યુપી માટે રણજી ટ્રોફી પણ રમે છે. મીડિયા રિપોર્ટ મુજબ રિંકુ સિંહનો જન્મ અલીગઢમાં ૧૯૯૭માં થયો હતો. તેના પિતા ઘરે-ઘરે જઈ સિલિન્ડરની ડિલિવરી કરે છે. તેના ૫ ભાઈ-બહેન છે. જેમાં રિંકુ ત્રીજા નંબરે છે. રિંકુ સિંહના મોટા ભાઈ ઓટો રિક્શા ચલાવે છે. જ્યારે બીજા એક ભાઈ એક કોચિંગ સેન્ટરમાં નોકરી કરે છે.

રિંકુ સિંહને ક્રિકેટનો ખૂબ શોખ હતો. પરંતુ તેની સામે આર્થિક તંગી હતી. તેથી રિંકુએ તેના ભાઈને નોકરી અપાવવાની વાત કરી. તો તેનો ભાઈ જ્યાં નોકરી કરતો હતો ત્યાં રિંકુને ઝાડુ મારવાની નોકરી મળી. ત્યાર બાદ રિંકુએ દિલ્હીમાં એક ટુર્નામેન્ટ રમી જ્યાં તે મેન ઓફ ધ સીરીઝ રહી બાઇક જીત્યો હતો. રિંકુએ ૨૦૧૪માં લિસ્ટ એમાં વિદર્ભ વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ અને તેના પછી ૨૦૧૫માં રણજી ટ્રોફી પણ રમી. જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. રિંકુ સિંહને યુપી અંડર ૧૯ ટીમથી રમતા જે પણ પૈસા મળતા તે પોતીના ઘર ખર્ચ માટે આપતો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૮માં રિંકુનું જીવન ત્યારે બદલાઈ ગયું. જ્યારે ૨૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ વાળા રિંકુને શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ કેકેઆરે ૮૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પૈસાથી રિંકુ સિંહે તેના પરિવારને આર્થિક મદદ કરી. જો કે, રિંકુ સિંહનું હાલ એટલું મોટું નામ નથી થયું પરંતુ તે ખૂબ જ પ્રતિભાશાળી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની સરેરાશ ૬૦થી વધુ છે. તેથી આગામી સમયમાં તે ભારતીય ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે એવી તેના પરિવાર અને સાથી ખેલાડીઓને આશા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here