IDBIના લોકરમાંથી ચોરીની ફરિયાદ ૧૧ માસ બાદ નોંધાઈ

0
19
Share
Share

આઈડીબીઆઈ બેન્કના લોકરમાંથી કર્મચારીએ ૧૬.૧૧ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી

અમદાવાદ,તા.૧૩

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જે જોઈ કદાચ બેન્કના લોકર પરનો તમારો અતૂટ વિશ્વાસ તૂટી જશે. સાયન્સ સીટીમાં રહેતી મહિલાના નવરંગપુરામાં આવેલ આઈડીબીઆઈ બેન્કના લોકરમાંથી કોઈ કર્મચારીએ ૧૬.૧૧ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની અગિયાર મહિના પહેલાં ચોરી કરી હતી, જેની તેણે જે તે સમયે જાણવા જોગ અરજી કરી હતી, જોકે કોરોનાની પરિસ્થિતિના લીધે તેમજ મહિલાનાં વૃદ્ધ સાસુ-સસરા અને ૧૧ વર્ષની પુત્રીને એકલાં મૂકી આવી શકે તેમ ન હોવાથી ગઈ કાલે નવરાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયન્સ સીટી રોડ પર આવેલા ફ્લોરેન્સ રેસિડન્સીમાં રહેતાં પ્રીતિબેન ઉપાધ્યાયે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર પ્રીતિબહેન બોપલ ખાતેની એલપી ઇન્ટ પ્રોપ્રાલી નામની કંપનીમાં પીઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે. પ્રીતિબેનએ ૨૦૦૮ની સાલમાં નવરંગપુરા સીજીરોડ પરની આઈડીબીઆઈ  બેન્કમાં ૫૨૦ નંબરથી લોકર ખોલાવ્યું હતું, જેનો કેબિનેટ નંબર એસ-૧૨ અને ચાવી નંબર પ૩૮ હતો. ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ પ્રીતિબેન તેમની પ્રહલાદનગર કોમર્સ હાઉસ-૪ ખાતે આવેલી મેટ્રિકા મોડ્યુલર સોલ્યુશનની ઓફિસે હાજર હતાં. તે સમયે તેમના ફોન પર આઈડીબીઆઈ  બેન્કમાંથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે બેન્કમાં અઘટિત બન્યાનું જણાવી કહ્યું કે કોઈ બહેન તમારી સાથે વાત કરવા માગે છે. અજાણી મહિલાએ પ્રીતિબહેન સાથે વાતચીત દરમિયાન પોતાનું નામ દેવાંશી દોશી જણાવ્યું હતું. હું સારા ઘરની અને એનઆરઆઇ છું. તમારા લોકરમાં ચોરી થઈ છે. આ  લોકરમાં ભગવાનની છબી અને ૧૦૧ રૂપિયા છે. આ અંગે પ્રીતિબહેને બેન્ક મેનેજર સાથે વાત કરતાં તેમણે રૂબરૂ આવો તો વાત કરીએ તેવો જવાબ આપ્યો હતો. આથી ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ પ્રીતિબેન બેન્કમાં જઇ લોકર ઇન્ચાર્જ નીતાબહેનને મળ્યાં હતાં. લોકરમાં જોયું તો માતાજીનો ફોટો અને રૂ.૧૦૧ રોકડા હતા. લોકરમાંથી સોનાના દાગીના-બંગડીઓ, ચેઇન, લકી બ્રેસ્લેટ, વીંટી, પેન્ડલ, લગડી, બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના ઝુડા અને ચાંદીના સિક્કા મળી રૂ.૧૬ લાખની મતાની ચોરી થઈ હતી. બેન્ક મેનેજર અને લોકર ઇન્ચાર્જ સાથે વાત કરી પ્રી?તિબહેને લોકરને સીલ મરાવ્યું અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ નોંધ આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here