ICCના નવા નિયમ પ્રમાણે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના ક્રિકેટરો નહિ રમી શકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૦

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ -આઇસીસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂને લઇને નવો નિયમ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ખેલાડીઓને હવે કમ સે કમ ૧૫ વર્ષના થવુ પડશે. એટલે કે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમી શકે. જોકે, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ પોતાના દેશો માટે ઘરેલુ ક્રિકેટ રમી શકે છે. અસામાન્ય પરિસ્થિતિઓમાં કોઇપણ દેશ નાની ઉંમરના ખેલાડીને આંતરરાષ્ટ્રીય મેચ રમવા દેવા માટે આઇસીસીમાં અરજી કરી શકે છે.

આઇસીસીનો આ નિયમ દ્વીપક્ષીય સીરીઝ, આઇસીસી ટૂર્નામેન્ટ્‌સ અને અંડર-૧૯ ક્રિકેટમાં પણ લાગુ પડશે. મહિલા ખેલાડીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે. આ પહેલા કોઇપણ ક્રિકેટરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની ઉંમર પર કોઇ રોક નહતી. પુરુષ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડી કુવૈતનો મીત ભાવસાર છે. મીત ભાવસારે ૧૪ વર્ષ ૨૧૧ દિવસની ઉંમરમાં માલદીવ સામે પોતાની ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

આ પછી પાકિસ્તાનના હસન રજાના નામે સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરવાન રેકોર્ડ છે, તેને ૧૪ વર્ષ ૨૨૭ દિવસની ઉંમરમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ. જો ભારતની વાત કરીએ તો સૌથી પહેલા સચિન તેંદુલકરનુ નામ આવે છે, ૨૪ વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા સચિને ૧૬ વર્ષ ૨૦૫ દિવસની ઉંમરમાં પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, અને ભારત તરફથી સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરનારો ક્રિકેટર બની ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here