Google Pay પર પ્રતિબંધ નથી ટિ્‌વટર પર ‘GPayBannedByRBI’ ટ્રેન્ડ થતા એનપીસીઆઈએ થોડા સમયમાં જ સ્પષ્ટતા કરવી પડી

0
28
Share
Share

નવી દિલ્હી, તા. ૨૭

શું ગૂગલ પે ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ સવાલ એટલા માટે કારણે કે ટિ્‌વટર પર ‘GPayBannedByRBI’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. એવામાં તમારા માટે એ જણાવું જરૂરી છે કે શું સત્ય છે. NPCI એ ક્લિયર કહ્યું છે કે ગૂગલ પે પર કોઈ પ્રતિબંધ નથી. NPCI એ તે સંસ્થા છે જે ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સંચાલન કરે છે.

ટ્‌વીટર પર ‘GPayBannedByRBI’ ટ્રેન્ડ કરી રહ્યું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે રિઝર્વ બેન્કના મતે, ગૂગલ પે પેમેન્ટ ઓપરેટર નથી. NPCI તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ પે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને તે સંપૂર્ણ રીતે કાયદાકિય છે. આ એક થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર છે જે ફ્રેમવર્ક અંતર્ગત કામ કરે છે. આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પહેલા જ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે ગૂગલ પે ના પેમેન્ટ સિસ્ટમ અંગે સવાલ નથી. ત્યાર બાદ ગૂગલ પે એ કહ્યું કે અમે કાયદામાં રહીને કામ કરીએ છીએ. ગૂગલ પે નું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી મની ટ્રાન્સફર સુરક્ષિત નથી, કેમ કે આ એપ ગેર-કાયદેસર છે. તેની પાછળનું સત્ય NPCI ની વેબસાઈટ પર મેળવી શકાય છે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here