EROS NOWએ નવરાત્રિ પર અશ્લિલ કોમેન્ટ કરતા હોબાળો, બાદમાં માફી માંગી

0
24
Share
Share

મુંબઇ,તા.૨૨

ફિલ્મ પ્રોડક્શન કંપની EROS NOW દ્વારા નવરાત્રી પર્વ પર કરવામાં આવેલી અશ્લિલ પોસ્ટના કારણે સોશ્યલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યા બાદ કંપનીએ નીચી મૂંડી કરીને માફી માંગવી પડી છે.

હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે  EROS NOWદ્વારા સાવ અશ્લિલ અને દ્વીઅર્થી લખાણો સાથે નવરાત્રિની શુભેચ્છા પાઠવવાનુ નાટક કરાયુ હતુ.જોકે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ જોયા બાદ લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો.

યુઝર્સે  EROS NOWની ફિલ્મોના બહિષ્કારની ધમકી પણ આપી હતી.જેના પગલે સીધાદોર થઈ ગયેલા કંપનીના સત્તાધીશોએ આ પોસ્ટ ડિલિટ કરીને માફી માંગી હતી.કંપનીએ કહ્યુ હતુ કે, અમે દરેક ધર્મની ઈજ્જત કરીએ છે.કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો ઈરાદો નહોતો.અમે આ પોસ્ટ ડિલિટ કરી દીધી છે અને અમે માફી માંગીએ છે.

EROS NOWએ જે પોસ્ટ કરી હતી તેમાં રણવીર સિંહ અને સલમાનખાનની તસવીરોનો ઉપયોગ કરીને બેહદ અશ્લિલ કોમેન્ટ મુકી હતી.જેના કારણે લોકોનો રોષ ભડકી ઉઠ્યો હતો.લોકોએ કંપની પર નવરાત્રિ પર્વનુ અપમાન કરવાનો આરોપ મુક્યો હતો.લોકોએ સવાલ કર્યો હતો કે, માત્ર હિન્દુઓના તહેવારોને જ કેમ નિશાન બનાવાય છે અને આવી અશ્લિલ હરકત કરવાનુ કારણ શું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here