DRDOને મોટી સફળતા, લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ

0
22
Share
Share

બાલાસોર,તા.૨૩

ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાનિક પૂર્જા દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસ ફાઇટર ડ્રોનના ટેસ્ટિંગને સફળતા મળી હતી. ઓરિસાના બાલાસોર વિસ્તારમાં અભ્યાસનું સફળ ટેસ્ટિંગ થયું હતું. એ સાથે ભારતીય લશ્કરને નવી તાકાત મળી હતી એમ કહી શકાય.

DRDO દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસ-હાઇસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટનો ફ્લાઇટ ટેસ્ટ મંગળવારે કરાયો હતો. દેશના સંરક્ષણ પ્રધાને DRDOને અભિનંદન આપતાં ટ્‌વીટ કરી હતી કે ડ્ઢઇર્ડ્ઢંએ બાલાસોરમાં અભ્યાસ-હાઇસ્પીડ એક્સપેન્ડેબેલ એરિયલ ટાર્ગેટ ફાઇટર ડ્રોનનું સફળ ટેસ્ટિંગ કરીને એક નવો સીમાસ્તંભ સ્થાપિત કર્યો હતો. એનો ઉપયોગ વિવિધ મિસાઇલ્સના મૂલ્યાંકન માટે એક ટાર્ગેટર રૂપે કરી શકાશે.

DRDOના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ દ્વારા આ ડ્રોન તૈયાર કરાયા હતા. ટ્‌વીન અન્ડરસ્લેન્ગ બૂસ્ટર દ્વારા એને લોંચ કરી શકાય છે. આ સાધન સંપૂર્ણપણે સ્વદેશી કાચી માલસામગ્રી દ્વારા તૈયાર કરાયું હતું. માઇક્રો-ઇલેક્ટ્રો-મિકેનીકલ સિસ્ટમ દ્વારા એ સંચાલિત થાય છે. એની ઊર્જા એક ઇનલાઇન નાનકડા ગેસ ટર્બાઇન એંજિન દ્વારા મળતી રહે છે. આ ડ્રોનનો ઉપયોગ જામર પ્લેટફોર્મ અને ડિકોય તરીકે પણ કરી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here