DGCAને વિન્ટર સિઝનમાં ૧૨,૯૮૩ ડોમેસ્ટીક ફ્લાઈટ માટે મંજૂરી આપી

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ વિન્ટર શિડ્યુઅલ માટે એવિએશન કંપનીઓને ૧૨,૯૮૩ સાપ્તાહિક ઘરેલુ ઉડ્ડયન માટે મંજૂરી આપી છે. આ માટેનો શિડ્યુઅલ ૨૫ ઓક્ટોબરથી આગામી વર્ષ ૨૭ માર્ચ સુધી રહેશે. ડીજીસીએએ રવિવારે કહ્યું કે દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ ૬,૦૦૬ ઉડ્ડાનો માટે મંજૂરી મેળવી છે. જ્યારે સ્પાઈસ જેટને ૧,૯૫૭ અને ગો એરને ૧,૨૦૩ ફ્લાઈટ માટે મંજૂરી મળી છે. સરકારી વિમાની કંપની એર ઈન્ડિયાને ૧,૧૨૬ તથા પ્રાદેશિક એરલાઈન એલાયન્સ એરને ૬૧૦ ફ્લાઈટ માટે મંજૂરી મળી છે.

આ ઉડ્ડયન સેવા દેશના ૯૫ એરપોર્ટથી ઓપરેટ થશે. કોરોનાવાયરસ સંકટની સ્થિતિને જોતા વર્તમાન સમયમાં દેશમાં એરલાઈન્સ કંપનીઓને મહત્તમ ૬૦ ટકા ફ્લાઈટ ઓપરેશન માટે મંજૂરી છે. ભારતમાં કોરોનાને લીધે ૨ મહિના સુધી વિમાની સેવા પર પ્રતિબંધ હતો. ૨૫ મેના રોજ કેટલીક સ્થાનિક ઉડાનો ફરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે એરલાયન્સ કંપનીઓને ફક્ત ૩૩ ટકા ફ્લાઈટ ઓપરેટ કરવા મંજૂરી મળી હતી. ત્યારબાદ ધીમે ધીમે આ સંખ્યાને વધારવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here