COVAXIN કોરોના વાઇરસ વૅક્સિન : ભારતમાં રસીનું જુલાઈમાં માનવ પરીક્ષણ

0
7
Share
Share

હૈદરાબાદ,તા.૩૦

ભારતની અગ્રણી વેક્સીન નિર્માતા કંપની ભારત બાયોટેકે સોમવારે જાહેરાત કરી તેણે સફળતાપૂર્વક કોરોના વાયરસની રસી COVAXIN વિકસાવી લીધી છે. કંપનીએ જણાવ્યું કે આઇસીએમઆર અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વિરોલોજી સાથે મળીને તેમણે કોવિડ-૧૯ માટે ભારતની પહેલી વેક્સીન સફળતાપૂર્વક વિકસાવી લીધી છે.

કંપનીએ કહ્યું કે આગામી મહિને વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરું કરવામાં આવશે. કંપની તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાર્સ સીઓવી-૨ સ્ટ્રેનને પુણે સ્થિત NIVcex   અલગ કરવામાં આવ્યો અને તેને ભારત બાયોટેકને સોંપવામાં આવ્યો. જે બાદ સ્વદેશી ઇનએક્ટિવેટેડ વેક્સીનને હૈદરાબાદના જીનોમ વેલીમાં સ્થિત ભારત બાયોટેકના BSL-3 હાઈ કન્ટેન્મેન્ટ ફેસેલિટીમાં તૈયાર કરવામાં આવી.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફેઝ-૧ અને ફેઝ-૨ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા કંપનીએ પ્રીક્લીનિકલ સ્ટડીઝના પરિણામ સોંપ્યા હતા. આગામી જુલાઈ મહિનાથી આખા દેશમાં આ રસીની હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે.

ભારત બાયોટેકના ચેરમેન ડો. કૃષ્ણા એલાએ કહ્યું કે, ‘અમે કોવિડ-૧૯ વિરુદ્ધ ભારતની પહેલી સ્વદેશી સ્તરે વિકસિત કરવામાં આવેલ રસી COVAXIN ની જાહેરાત કરતા ગૌરવાન્વિત થઈએ છીએ. આ વેક્સિનના વિકાસમાં આઇસીએમઆર અને NIVએ ખૂબ જ મોટાપાયે સહયોગ આપ્યો છે. તેમજ CDSCO ના સક્રિય સમર્થન અને માર્ગદર્શનથી આ યોજનાને સ્વીકૃતિ મળી છે.’

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પ્રોટોકોલ આધારે કંપનીએ ખૂબ જ મોટા પાયે પ્રી ક્લીનિકલ સ્ટડીઝ પૂરી કરવામાં ઝડપ કરી હતી. આ અભ્યાસના પરિણામ ખૂબ જ આશાસ્પદ રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here