~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પ્રશાસક પ્રફુલ પટેલની પ્રશંસનીય કામગીરીનાં કારણે દીવમાં દેશી-વિદેશી પર્યટકોનો થશે વધારો
દીવ, તા.૧૪
દીવ-દમણ-દાદરાનગર હવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શનનાં કારણે પ્રદેશનો ખુબજ વિકાસ થયો છે. જેમાં પર્યટન ક્ષેત્રે તો દીવને વિશ્વ સ્તરે લઈ જવાનાં પ્રયાસ સ્વરૂપે આજે એક નવી સોગાદ ...
પ્રશાસક પ્રફુલ પટેલની પ્રશંસનીય કામગીરીનાં કારણે દીવમાં દેશી-વિદેશી પર્યટકોનો થશે વધારો
દીવ, તા.૧૪
દીવ-દમણ-દાદરાનગર હવેલીનાં પ્રશાસક પ્રફુલ પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શનનાં કારણે પ્રદેશનો ખુબજ વિકાસ થયો છે. જેમાં પર્યટન ક્ષેત્રે તો દીવને વિશ્વ સ્તરે લઈ જવાનાં પ્રયાસ સ્વરૂપે આજે એક નવી સોગાદ આપવામાં આવી. જેમાં મુંબઈથી દીવ માટે જલેશ ક્રુઝ શીપની સુવિધા ઉપલબ્ધ કરાવી જે આજરોજ સવારે ૮ કલાકે દીવનાં દરીયે પહોંચી અને તેમાં બેસેલા પેસેન્જરોને બોટ દ્વારા દીવ બંદરે લાવી અને પર્યટન વિભાગ દ્વારા દરેક પેસેન્જરોનું સ્વાગત કરાયું ત્યારબાદ આ પેસેન્જરોએ દીવનાં પર્યટન સ્થળોની મુલાકાત લીધી આ પ્રસંગે ડે.કલેકટર હરમીન્દરસિંહ, સીઈઓ વૈભવ રીખારી ટુરીઝમ અધિકારી સુકર આંજણી હોટેલ એશો. પ્રમુખ યતિનભાઈ ઉપસ્થિત રહેલ. દીવ કલેકટર સલોની રાય તેમજ પ્રશાસનનાં અધિકારીઓએ જલેશ ક્રુઝ શીપની મુલાકાત લીધી હતી. મેસર્સ કણીકા કાું. દ્વારા આ સુવિધા ઉપલબ્ધ રહેશે. જે મહિનામાં ત્રણવાર દીવની મુલાકાત કરશે. જેમાં ૧૬૮૦ પેસેન્જરોની ક્ષમતા છે. આ લકઝરીયસ સેવાનું ભાડું ૧૩ હજારથી ૫૦ હજાર સુધી રહેશે. જેની ટીકીટ ઓનલાઈન મળી શકશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૪
તળાજા પોલીસ મથકમાં પીપરલાનાં બે સંતાનનાં પિતા વિરુદ્ધ દીકરી જેવડી ઉંમરની સગીરાને વાલીપણામાંથી ભગાડી જવાની ફરીયાદ નોંધાઈ છે. સગીરાનાં ભાઈની નજર સામે જ ઢગા દ્વારા ભગાડી જવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ખેતમજુરી સાથે કરતા યુવક યુવતીઓ પ્રેમાંધ બની ભાગીભગાડી કે અપહરણ...
ભાવનગર, તા.૧૪
તળાજા પોલીસ મથકમાં પીપરલાનાં બે સંતાનનાં પિતા વિરુદ્ધ દીકરી જેવડી ઉંમરની સગીરાને વાલીપણામાંથી ભગાડી જવાની ફરીયાદ નોંધાઈ છે. સગીરાનાં ભાઈની નજર સામે જ ઢગા દ્વારા ભગાડી જવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ખેતમજુરી સાથે કરતા યુવક યુવતીઓ પ્રેમાંધ બની ભાગીભગાડી કે અપહરણ કરી જવાની ઘટના તળાજા પંથકમાં જિલ્લામાં સૌથી વધુ બનવા પામે છે પણ આજે નોંધાયેલ ફરીયાદમાં કલિયુગની એંધાણી અને સગીર દીકરીના માવતરને ચેતવણી આપે છે કે દીકરીને પિતા જેવડી ઉંમરનો વ્યકિત લલચાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી લઈ જઈ શકે છે.
આવાજ એક ચોંકાવનારા બનાવની તળાજા પોલીસ પાસેથી મળતી વિગતોમાં પીપરલાનાં મુળ રહેવાસી અને દેવળીયા ગામે પોતાની પત્ની, બે સંતાનો સાથે ખેતમજુરી કરતા પ્રવીણ માધાભાઈ સોલંકી વિરુદ્ધ દેવળીયા ગામની ૧૫ વર્ષની સગીરાને ગઈકાલે સાંજનાં સમયે વાલીપણામાંથી અપહરણ કરવાનો ગુન્હો નોંધાયો છે.
સગીર દિકરીને સાથે બાજુની વાડીમાં ખેત મજુરી કરતો ઢગો હવસનો શિકાર બનાવવા માંગે છે. તે વાતની જાણ થોડા સમય પહેલા દીકરીના પરીવાર જનોને થઈ હતી. જેને લઈ ઢગો પ્રવીણ સુરકા ગામે રહેવા ચાલ્યો ગયો હતો. ગઈકાલે સગીરા પોતાની વાડી એજ હતી ત્યારે સગીરાનાં ભાઈની નજર સામે જ વાલીપણામાંથી લઈ ગયો હતો. જેને લઈ ચકચાર મચી જવા પામેલ હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા. ૧૪
ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા અને અલંગ ખાતે શિપીંગનો વ્યવસાય કરતા વેપારી તેના ભાઇ અને બે ડ્રાઇવર પર બુધેલ ચોકડી પાસે નવ જેટલા શખ્સોએ આંતરી ધોકાથી હુમલો કરી રુ.૨૫૦૦ની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરથી જી.જે.૪સીએ. ૭૦૦૯ નંબરની મર્...
ભાવનગર, તા. ૧૪
ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા અને અલંગ ખાતે શિપીંગનો વ્યવસાય કરતા વેપારી તેના ભાઇ અને બે ડ્રાઇવર પર બુધેલ ચોકડી પાસે નવ જેટલા શખ્સોએ આંતરી ધોકાથી હુમલો કરી રુ.૨૫૦૦ની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરથી જી.જે.૪સીએ. ૭૦૦૯ નંબરની મર્સીડીઝમાં બટુકભાઇ બાલાભાઇ પટેલ તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઇ જોષી અને બબલુ અલંગ જઇ રહ્યા હતા જ્યારે તેમના ભાઇ મુકેશભાઇ બીજી કારમાં પાછળ અલંગ આવી રહ્યા હતા ત્યારે બુધેલ ચોકડી પાસે દાનસંગ મોરી, ભવાનીસંગ મોરી, હઠીસંગ, જશપાલ, ભીખાભાઇ, રઘુભાઇ, ગોપાલભાઇ, મહેશ જેતાણી અને બીજા ત્રણ અજાણ્યા શખ્સોએ સ્કોડા અને ઇનોવા કારમાં ઘસી આવ્યા હતા અને લાકડાના ધોકાથી માર મારી રુ.૨૫૦૦ રોકડાની લૂંટ ચલાવ્યાની બટુકભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બુધેલાના શખ્સોએ ડ્રાઇવરને માર મારી તેની પાસેથી કારની ચાપી પડાવવા પ્રયાસ કર્યાની અને ભાવનગરથી અલંગ જવા બુધેલથી જ નીકળવુ પડે તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. લૂંટની ઘટના બાદ બટુકભાઇ પટેલ કલેકટર પાસે રજૂઆત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.સી.ચુડાસમાએ બુધેલના શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૪
મોરબીમાં ઉમીયા સર્કલ પાસેથી કારમાંથી રૂા.૨.૬૦ લાખની રોકડની ચોરી કરનાર અમદાવાદની છારા ગેંગના વધુ એક શખસને એ. ડીવીઝન પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પર મયુર પાર્ક સોસા.મા નિધી પેલેસમાં રહેતા વેપારી ભૂમિતભાઈ જગજીવનભાઈ રૈયાણીએ જીજે ૩ એફકે ૬૦૦૦નંબર...
મોરબી, તા. ૧૪
મોરબીમાં ઉમીયા સર્કલ પાસેથી કારમાંથી રૂા.૨.૬૦ લાખની રોકડની ચોરી કરનાર અમદાવાદની છારા ગેંગના વધુ એક શખસને એ. ડીવીઝન પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ મોરબીના કેનાલ રોડ પર મયુર પાર્ક સોસા.મા નિધી પેલેસમાં રહેતા વેપારી ભૂમિતભાઈ જગજીવનભાઈ રૈયાણીએ જીજે ૩ એફકે ૬૦૦૦નંબરની કાર ઉમીયા સર્કલ પાસે કૈલાશ પાનની બાજુમાં પાર્ક કરેલી હતી એ દરમ્યા બાઈકમાં આવેલ બે શખ્સોએ કારનો પાછળનો દરવાજાનો કાચ તોડી રૂા૨.૬૦ લાખ રૂપીયા ભરેલા થેલાની ચોરી કરી નાસી છૂટયા હતા છારા ગેંગના મુકેશ લાલીયા ની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી રૂા.૧.૫ લાખ રૂપીયાની રોકડ રકમ એ ડીવી. પોલીસે રીકવરરી હતી. જયારે બીજો આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ચતુર ગામને ઉ.૪૭ હોવાનું સ્પષ્ટ થતા પોલીસે તેની ધરપકડ કરી બાકી રહેલી રકમ રીકવર કરવા તજવીજ આદરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૧૪
સુરેન્દ્રનગર જીલ્લાંના ચુડા તાલુકાના ભેંસજાળ ગામે રહેતા પરાગજી સુરાભાઇ મીઠાપરા નામના કોળી પ્રૌઢ પોતાનું જીજે ૦૭ એ.જે. ૫૨૦૭ નંબરનું બાઇક લઇ સુદાડમાં ખાતે પુત્ર પરેશ મીઠાપરાએ ભાગીયુ રાખેલી જમીનમાં આંટો દેવા જતી વેળાએ સુદામડાથી નાગડકા ગામ તરફના રસ્તા પર પહોચ્યા તયારે સામેથી પુર...
સુરેન્દ્રનગર, તા. ૧૪
સુરેન્દ્રનગર જીલ્લાંના ચુડા તાલુકાના ભેંસજાળ ગામે રહેતા પરાગજી સુરાભાઇ મીઠાપરા નામના કોળી પ્રૌઢ પોતાનું જીજે ૦૭ એ.જે. ૫૨૦૭ નંબરનું બાઇક લઇ સુદાડમાં ખાતે પુત્ર પરેશ મીઠાપરાએ ભાગીયુ રાખેલી જમીનમાં આંટો દેવા જતી વેળાએ સુદામડાથી નાગડકા ગામ તરફના રસ્તા પર પહોચ્યા તયારે સામેથી પુરપાટ ઝડપી આવતી અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા પરાગજી મીઠાપરાને ગંભીર ઇજા પહોચતા પ્રથમ સુરેન્દ્રનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવતા જયાં પરાગજી મીઠાપરાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. આ બનાવમાં પોલીસે મૃતકના પુત્ર પરેશની ફરીયાદ પરથી અજાણ્યા વાહન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા. ૧૪
ભાવનગર જીલ્લાંના ઉમરાળા નજીક ચોગઠ ગામ નજીક કાર પલ્ટી જતાં ચાલકનું મોત નિપજતાં મુસ્લિમ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉમરાળાની અમન સોસાયટીમાં રહેતો શબ્બીર ફિરોજભાઇ સૈયદ નામના યુવાન પરિવારના સભ્ય રોશનબેન રજાકભાઇને કારમાં વલ્લ ભીપુર ખાતે દવાખાને મુકી ...
ભાવનગર, તા. ૧૪
ભાવનગર જીલ્લાંના ઉમરાળા નજીક ચોગઠ ગામ નજીક કાર પલ્ટી જતાં ચાલકનું મોત નિપજતાં મુસ્લિમ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉમરાળાની અમન સોસાયટીમાં રહેતો શબ્બીર ફિરોજભાઇ સૈયદ નામના યુવાન પરિવારના સભ્ય રોશનબેન રજાકભાઇને કારમાં વલ્લ ભીપુર ખાતે દવાખાને મુકી પરત ફરતી વેળાએ ચોગઠ ગામ નજીક પહોચ્યા ત્યારેનું સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારપલ્ટી ખાઇ જતાં ગંભીર રીતે ઘવાયેલા શબ્બીરભાઇનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા. ૧૪
જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં મકાનની લે વેચ જેવી બાબતમાં બે પરિવારો બાખળી પડતા અને મહિલાઓએ એકબીજાને ફડાકા વાળી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષોની ફરિયાદ લય ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે કડીયાવાડ વિસ્તારમાં ચકચારનો માહોલ ઉઠવા પામ્યો હતો આ અંગ...
જુનાગઢ, તા. ૧૪
જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં મકાનની લે વેચ જેવી બાબતમાં બે પરિવારો બાખળી પડતા અને મહિલાઓએ એકબીજાને ફડાકા વાળી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષોની ફરિયાદ લય ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે કડીયાવાડ વિસ્તારમાં ચકચારનો માહોલ ઉઠવા પામ્યો હતો આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં બેલદાર શેરીમાં આવેલ શિવધારા એપાટર્મેન્ટ માં રહેતા બે પરિવારો મકાન ની લે વેચ બાબતે બાખળી પડતા એકબીજા પરિવારની મહિલાઓએ સામસામી ફડાકા વાળી કર્યાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં ફરિયાદી માધવીબેન મનોજકુમાર વ્યાસ ઉ.વ.૫૧ રહે. શીવ ધારા એપા. કડીયાવાડ બેલદાર શેરી જુનાગઢ વાળાએ પોલીસને એવા મતલબની ફરિયાદ આપી હતી કે આરોપી મેઘલબેન ભરતભાઇ સંધવી રહે. શીવ ધારા એપા. જુનાગઢ આ કામના ફરીયાદીને તહોમતદાર સાથે મકાન વેચવા બાબતે ઝઘડો કરી ફરી ને હાથમાં વીખોળીયા ભરી થપ્પડ મારી ફરી ની દીકરીને નેહા બેન ને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી જ્યારે સામાપક્ષે મેઘલ બેન સંઘવીએ પણ માધવીબેન તેમજ તેમના પતિ મનોજભાઈ દયાશંકર વ્યાસ સામે મકાનની લે વેચ બાબતે થપ્પળો માર્યાની ફરિયાદ પોલીસ મથકે આપતા પોલીસે બંને પક્ષોની આપેલા છે ફરિયાદ લઇ ધોરણ સાત ની કાર્યવાહી હાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૧૪
બામણબોર તાલુકાના નવાપરા ગામે રહેતા પ્રોઢએ ગળાફાંસો ખાઇ આપઘાત કરીલેતા પરિવારમાં કરુણ કલ્પાંત સજાર્યો છે. બનાવ અંગેની વિગત મુજબ બામણબોરના નવાપરા ગામે રહેતા ધીરુભાઇ હમીરભાઇ ધલવાણીયા (ઉ.વ.ન) નામના પ્રોઢએ કોઇ અગમ્ય કારણોસર ગઇકાલે સાંજના પોતાના ઘરે ગળાફાસો ખાઇ લેતા બેભાન હાલતમાં સાર...
સુરેન્દ્રનગર, તા. ૧૪
બામણબોર તાલુકાના નવાપરા ગામે રહેતા પ્રોઢએ ગળાફાંસો ખાઇ આપઘાત કરીલેતા પરિવારમાં કરુણ કલ્પાંત સજાર્યો છે. બનાવ અંગેની વિગત મુજબ બામણબોરના નવાપરા ગામે રહેતા ધીરુભાઇ હમીરભાઇ ધલવાણીયા (ઉ.વ.ન) નામના પ્રોઢએ કોઇ અગમ્ય કારણોસર ગઇકાલે સાંજના પોતાના ઘરે ગળાફાસો ખાઇ લેતા બેભાન હાલતમાં સારવારમાં કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં લાવતા ફરજ પરના તબીબોએ જોઇ તપાસી મૃતક જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ કુવાડવા પોલીસમાંથી કરવામાં આવતા એએસઆઇ આર.કે.ડાંગર અને રાઇટર જેન્તીભાઇ સહીતનો કાફલો દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ, તા. ૧૪
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બહારના તેમજ ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણના પ્રવાહમાં જોડવા તેમજ શિક્ષણની ગુણવત્તા વધારવા બી.આર.સી. ભવન વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લ માં કાર્ય કરતા બાળમિત્રોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. તાલીમમાં જિલ્લ પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એસ.કૈલા ખૂબ સરસ શિક્ષણન...
વેરાવળ, તા. ૧૪
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળા બહારના તેમજ ડ્રોપઆઉટ બાળકોને શિક્ષણના પ્રવાહમાં જોડવા તેમજ શિક્ષણની ગુણવત્તા વધારવા બી.આર.સી. ભવન વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લ માં કાર્ય કરતા બાળમિત્રોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. તાલીમમાં જિલ્લ પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એસ.કૈલા ખૂબ સરસ શિક્ષણના ઉદાહરણો આપી બાળમિત્રોને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરૂ પાડેલ છે. તેમજ જિલ્લ ા કો.ઓ. નરેશ ભાઈ, બાબુભાઈ હાજર રહેલ હતા. સંપૂર્ણ તાલીમનું સુંદર આયોજન બી.આર.સી.કો.ઓ. ટપુભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે. અને બાળમિત્રોને ઉમદા શિક્ષણ આપવાનું કાર્ય તજજ્ઞ ડો. પરેશભાઈ પંડયા અને રામ દેવસીભાઈએ કરેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા. ૧૪
બાંટવાની પરીશ્રમ સ્કુલના પાછળના ગેઇટ પાસે જયોતિ સ્ટુડીયો સામે રમણીકભાઇ જગુભાઇ ભરડા જાતે કોળી ઉ.વ ૩૮ ધંધો ઓટો ગેરેજ રહે.બાંટવા ઠે. ઇન્દીરાનગર વાળા જતા હતા ત્યારે આરોપી ભાવિન રાઠોડ રહે.માણાવદર તેમજ તેમની સાથે ભરતભાઇ લખમણભાઇ પરમાર રહે. બાંટવા આ કામના બંન્ને આરોપીઓએ આ કામના ફરીયાદીને તુ ભા...
જુનાગઢ, તા. ૧૪
બાંટવાની પરીશ્રમ સ્કુલના પાછળના ગેઇટ પાસે જયોતિ સ્ટુડીયો સામે રમણીકભાઇ જગુભાઇ ભરડા જાતે કોળી ઉ.વ ૩૮ ધંધો ઓટો ગેરેજ રહે.બાંટવા ઠે. ઇન્દીરાનગર વાળા જતા હતા ત્યારે આરોપી ભાવિન રાઠોડ રહે.માણાવદર તેમજ તેમની સાથે ભરતભાઇ લખમણભાઇ પરમાર રહે. બાંટવા આ કામના બંન્ને આરોપીઓએ આ કામના ફરીયાદીને તુ ભાજપનુ કામ કેમ કરે છે. અને વાવડો લઇને કેમ ફરે છે. તેમ કહી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી ભાવિન રાઠોળએ ફરી.ને ભુંડી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(ર), ૧૧૪ અન્વયે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની તપાસ બાગમાં પોલીસ સ્ટેશન પીએસઆઇ પરમાર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૪
મોરબીના લખધીરપૂર રોડ પર સિરામીક ફેકટરીના લેબર કવાટર્રનાં ધાબા પરથી વિજય ખીમજીભાઈ ગણાવા નામના યુવાનની હત્યા થયાનું ખૂલ્યા બાદ તેની પત્ની વજાબેન ઉ.૧૯ અને તેના પ્રેમી સુખરામની સંડોવણી સામે આવી હતી. તાલુકા પોલીસે વજાબેનની ધરપકડ કરી હતી. જયારે સુખારામ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
...
મોરબી, તા. ૧૪
મોરબીના લખધીરપૂર રોડ પર સિરામીક ફેકટરીના લેબર કવાટર્રનાં ધાબા પરથી વિજય ખીમજીભાઈ ગણાવા નામના યુવાનની હત્યા થયાનું ખૂલ્યા બાદ તેની પત્ની વજાબેન ઉ.૧૯ અને તેના પ્રેમી સુખરામની સંડોવણી સામે આવી હતી. તાલુકા પોલીસે વજાબેનની ધરપકડ કરી હતી. જયારે સુખારામ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગત મુજબ વિજય અને વજાબેન મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લ ાના વતની છે. એકાદ વર્ષ પહેલા જ એમના લગ્ન થયા હતા. તેમને કોઈ સંતાન નથી. કેટલાક સમય પહેલા બંને અહી મજુરી કામ માટે આવ્યા હતા. દરમ્યાન અંદાજે પખવાડીયા પહેલા વજા અને સુકારામ વચ્ચે આંખ મળી ગઈ હતી પતિ સારી રીતે રાખતો ન હોવાથી પ્રેમ સંબંધ બંધાયાની યુવતીએ કબુલાત આપી છે. વધુમાં તેની કબુલાત મુજબ સુખારામ સાથે જીવન જીવવું હોવાથી એની સાથે મળીને માથામાં પાઈપ જેવા લોખંડના સાધન વડે મારમારીને વિજયને ખાટલામાં નિદ્રાધીન હાલતમાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. સવારે લાશ મળી આવી હતી. પોલીસે વજાને ગિરફતાર કરી એમપીના વતની સુખરામ મેડાને પકડવા તપાસ આગળ વધારી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૪
વાંકાનેરના કણકોટ ગામે વાડીએ રહેતી કોળી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગે ની વિગત મુજબ વાંકાનેરના કણકોટ ગામની સીમમાં વાડીએ રહેતી ધનીબેન રમેશભાઈ કોરડીયા (ઉ.વ.૪૩) નામની કોળી મહિલાએ આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટ...
મોરબી, તા. ૧૪
વાંકાનેરના કણકોટ ગામે વાડીએ રહેતી કોળી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગે ની વિગત મુજબ વાંકાનેરના કણકોટ ગામની સીમમાં વાડીએ રહેતી ધનીબેન રમેશભાઈ કોરડીયા (ઉ.વ.૪૩) નામની કોળી મહિલાએ આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બનાવ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસમાં કરવામાં આવતા જમાદાર વિજયભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસમાં હાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ, તા. ૧૪
ગોંડલ શહેરમાં ગુનાખોરીનો અડ્ડો બનેલા ગોંડલી નદીના ખાડામાં સીટી પોલીસના નવનિયુક્ત પી.આઈ જે જે જાડેજા, પીએસઆઇ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઓડેદરા, એન બી રાણા તેમજ ભગીરથસિંહ જાડેજા એ બાતમીના આધારે દરોડો પાડી ચોરી કરેલા પાંચ નંગ મોબાઇલ કિંમત રુ ૨૬૦૦૦ સાથે ભીખા કનુભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ ને પકડી પાડી...
ગોંડલ, તા. ૧૪
ગોંડલ શહેરમાં ગુનાખોરીનો અડ્ડો બનેલા ગોંડલી નદીના ખાડામાં સીટી પોલીસના નવનિયુક્ત પી.આઈ જે જે જાડેજા, પીએસઆઇ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઓડેદરા, એન બી રાણા તેમજ ભગીરથસિંહ જાડેજા એ બાતમીના આધારે દરોડો પાડી ચોરી કરેલા પાંચ નંગ મોબાઇલ કિંમત રુ ૨૬૦૦૦ સાથે ભીખા કનુભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૦ ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૪
ભાવનગર જિલ્લાના બગદાણા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.સી.એચ.મકવાણા તથા પો.સ્ટે નાં એએસઆઇ એ.ટી.સંગાથ, પો.કોન્સ.ભરતસિંહ રાણાભાઇ, પો.કોન્સ.ભરતભાઇ રામુભાઇ, પો.કોન્સ. મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયા ,પો.કોન્સ.વનરાજસિંહ હઠીસિંહ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતાં.
દર...
ભાવનગર, તા.૧૪
ભાવનગર જિલ્લાના બગદાણા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.સી.એચ.મકવાણા તથા પો.સ્ટે નાં એએસઆઇ એ.ટી.સંગાથ, પો.કોન્સ.ભરતસિંહ રાણાભાઇ, પો.કોન્સ.ભરતભાઇ રામુભાઇ, પો.કોન્સ. મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયા ,પો.કોન્સ.વનરાજસિંહ હઠીસિંહ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતાં.
દરમ્યાન પો.સબ.ઇન્સ. સી.એચ.મકવાણાને બાતમી રાહે હકીકત મુજબ વાધવદરડા ગામે પ્રોહી. અંગે વોચમાં હતાં એ દરમ્યાન એક સફેદ કલરનો બોલેરો નં.જીજે ૦૪ એટી ૭૨૧૬ નો શંકાસ્પદ રીતે આવતાં તેને રોકવાની કોશીશ કરતા તે ઉભો રહેલ નહી. જેથી તેનો પીછો કરી ખારી ગામ પાસે તેને રોકી તપાસ કરતાં ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ.૧૧૨૮ કી.રૂ.૩,૩૮,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ એક તેની કિ.રૂ.૩૦,૦૦/- તથા બોલેરો કી.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી જીણકુભાઇ મોતીભાઇ ગોહિલ રહે.વિજાનાનેસ,
તા.જેસરવાળા ને પકડી તથા આરોપી અજીતભાઇ જોધાભાઇ ગોહિલ નાસી ગયેલ હોય તે બંને વિરૂધ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૧૪
અમરેલી નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડાવી પાંજરાપોળમાં મોકલી આપેલાના મનદુઃખને લીધે અમરેલીના જીવાપરા વિસ્તારમાં ગત તા.૧૦ ની રાત્રે ભરવાડ સમાજના બે જુથ વચ્ચે થયેલ અથડામણમાં ડબલ મર્ડરનો બનાવ બનવા પામતાં જે અંગે કુલ ૧૩ આરોપીઓ વિરૂધ્ધમ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.
આ ...
અમરેલી, તા.૧૪
અમરેલી નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડાવી પાંજરાપોળમાં મોકલી આપેલાના મનદુઃખને લીધે અમરેલીના જીવાપરા વિસ્તારમાં ગત તા.૧૦ ની રાત્રે ભરવાડ સમાજના બે જુથ વચ્ચે થયેલ અથડામણમાં ડબલ મર્ડરનો બનાવ બનવા પામતાં જે અંગે કુલ ૧૩ આરોપીઓ વિરૂધ્ધમ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.
આ બનાવમાં પોલીસે અગાઉ અટક કરેલ આરોપીઓ સુરાભાઇ વાઘાભાઇ રાતડીયા, કરશનભાઇ વાઘાભાઇ રાતડીયા, હાજાભાઇ વાધાભાઇ રાતડીયા, સંગ્રામભાઇ નારૂભાઇ રાતડીયા, રાજુભાઇ ભીખુભાઇ રાતડીયા, જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ ભગુભાઇ રાતડીયા, ધર્મેન્દ્રઇભાઇ જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ રાતડીયા રહે.તમામ અમરેલી વાળાઓને અટક કરી, અમરેલી સીટી પોલીસ ઇન્સજપેકટર વી. આર. ખેરએ કોટર્માં રજુ કરી, જરૂરી મુદ્દાઓની તપાસ માટે પોલીસ રીમાન્ડા મળવા રજુઆત કરતા આરોપીઓ તા.૧૬/૧૧ સુધીનાં પોલીસ રીમાન્ડા કોટર્ દ્રારા મંજુર કરવામાં આવેલ છે.
આ બનાવ બાદ નાસી જનાર કાળુભાઇ ભીખાભાઇ રાતડીયા, પાંચાભાઇ ભીખાભાઇ રાતડીયા, નારણભાઇ ભગવાનભાઇ રાતડીયા, ગોપાલભાઇ નારણભાઇ રાતડીયા, ભીમાભાઇ ભગવાનભાઇ રાતડીયા, રહે. તમામ અમરેલીને અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડી અમરેલી સીટી પોલીસ હવાલે કરવામાં આવેલ હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ, તા.૧૪
સરકાર દ્વારા વરસાદના આંકડાના આધારે સમગ્ર ગુજરાતમાં રાજયની ખેતીને અસરગ્રસ્ત જાહેર કરવા અને ખેડુતોને પાક વિમો મંજૂર કરવાની માંગ કરતું આવેદન પત્ર ગીર-સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિ આપવામાં આવેલ છે.
ગીર-સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ ભગવાનભાઇ બારડ, તાલુકા પ્રમુખ કરશનભાઇ બારડ, હીર...
વેરાવળ, તા.૧૪
સરકાર દ્વારા વરસાદના આંકડાના આધારે સમગ્ર ગુજરાતમાં રાજયની ખેતીને અસરગ્રસ્ત જાહેર કરવા અને ખેડુતોને પાક વિમો મંજૂર કરવાની માંગ કરતું આવેદન પત્ર ગીર-સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિ આપવામાં આવેલ છે.
ગીર-સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ ભગવાનભાઇ બારડ, તાલુકા પ્રમુખ કરશનભાઇ બારડ, હીરાભાઇ રામ, જયકરભાઇ ચોટાઇ, અનવરભાઇ ચૌહાણ, તાલાલા પ્રમુખ દેવશીભાઇ સોલંકી, શહેર પ્રમુખ દીનેશભાઇ રાયઠઠા, સગીતાબેન ચાંડપા, દેવાતભાઇ વાઢેર, નારણભાઇ મેર, દિપકભાઇ દોરીયા, લલીતભાઇ ફોફંડી, ફારૂકભાઇ પેરેડાઇઝ સહીતના દ્વારા રાજયના મુખ્યમંત્રીને પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, સમગ્ર ગુજરાતમાં હાલ ૩૦ જેટલા જીલ્લામાં ૧૪પ જેટલા તાલુકામાં અતિવૃષ્ટી અને કમોસમી વરસાદ નોંધાયેલ હોય તેના કારણે રાજયભરમાં ખેતી કરતા ખેડુતો બેહાલ થયા છે. આર્થીક રીતે બરબાદ થઇ ગયા હોય ત્યારે ગીર-સોમનાથ જીલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને લગતી વળગતી વિમા કંપનીમાંથી તાત્કાલીક અસરથી વિમો ચુકવવામાં આવે તેમજ બીન વિમા વાળા ખેડુતોને સરકારના પેકેજ દ્વારા થઇ આવેલ નુકશાનનું તાત્કાલીક ધોરણે વળતર ચુકવવામાં આવે અને આ કામે ખોટા સર્વે કરવાને બદલે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી કીસાન સન્માન નિધી યોજનાની સંપૂર્ણ વિગતો સરકાર પાસે આવેલ હોય તેમ છતાં પણ ખેડુતોના ખરા દુઃખના સમયે ખેડુતોને અરજ અહેવાલ કરવા માટે દર-દર ભટકવું પડે તે દુઃખદ બાબત હોવાનું જણાવી આ પ્રશ્ને ખેડુતોના વિશાળ હીતમાં યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને ભાજપ્ સરકારની ખેડુત વિરોધી નીતીના કારણે દેશનો ખેડુત બેહાલ થયેલ હોય ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ રજૂઆતના અંતમાં જણાવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧૪
મોરબીની રઘુવીર સોસાયટીમાં રહેતા ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રાએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૂળ મોતાભેલાના રહેવાસી અને હાલમાં કોચીનમાં રહેતા રોહિત ચતુરભાઈ કાવર (ઉ.૩૫), માયાબેન રોહિતભાઈ કાવર (ઉ.૩૩) અને રોહિતના પિતા ચતુરભાઈ રણછોડભાઈ કાવર (ઉ.૬૦) રહે.મોરબી વાળાની સામે ૮૨ લાખ રૂપિયાનું...
મોરબી, તા.૧૪
મોરબીની રઘુવીર સોસાયટીમાં રહેતા ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રાએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશને મૂળ મોતાભેલાના રહેવાસી અને હાલમાં કોચીનમાં રહેતા રોહિત ચતુરભાઈ કાવર (ઉ.૩૫), માયાબેન રોહિતભાઈ કાવર (ઉ.૩૩) અને રોહિતના પિતા ચતુરભાઈ રણછોડભાઈ કાવર (ઉ.૬૦) રહે.મોરબી વાળાની સામે ૮૨ લાખ રૂપિયાનું ચીટીંગ કર્યું હોવાની લેખિત ફરિયાદ અરજી તેના વકીલ મારફતે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે ઉપેન્દ્રભાઈએ કહ્યું હતું કે તેઓની લાલપર પાસે નેશનલ હાઇવે ૮-એ પાસે કે-માર્ક-બિઝ નામની કંપની છે જેમાં તે સ્લીપિંગ ડિરેક્ટર છેે. રોહિતભાઈ કાવર વર્કિંગ ડિરેકટર છે. આ કંપનીને તેમના ૧.૪૦ કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતા. જેમાંથી ૫૮ લાખ પરત મળી ગયા છે જો કે, બાકીના ૮૨ લાખ હજુ પણ આપવામાં આવ્યા નથી અને અનેક વખત હિસાબ માંગ્યા છતાં કોઈએ તેમને હિસાબ આપ્યા નથી આટલું ઓછુ હોય તેની કંપનીમાં ખોટ બતાવીને હાલમાં રોહિતભાઈ અને તેની પત્ની માયાબેન દ્વારા કોચીન ખાતે એમ.કે. બ્રાન્ડથી નવી પેઢી ઉભી કરવામાં આવી છે અને તેઓની કંપનીના ગ્રાહકોને રોહિતભાઈ એવું કહે છે હું કંપનીમાંથી નીકળી ગયો છું. જો કે વાસ્તવિકતાએ છે કે તેમને ફરિયાદીની સાથે ૮૨ લાખ રૂપિયાનું ચીટીંગ કર્યું છે અને તેની સાથે વિશ્વાસઘાત પણ કરવામાં આવ્યો છે.
ઉપેન્દ્રભાઈ કાસુન્દ્રાના વકીલ મહમદઅલી યાકુબ ચાનિયા મારફત લેખિત ફરિયાદ અને નોટિસ આપવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે, કે- માર્ક બિઝ સોલ પ્રા.લી.એ નામે ચાલતી કંપનીના ઉપેન્દ્રભાઈ ડિરેક્ટર છે. અન્ય ડિરેક્ટરો સાથે રોહિત ચતુરભાઈ કાવર રહે. આલાપ રોડ, પટેલનગર, મોરબી પણ ડિરેક્ટર છે. અને કંપનીનો તમામ વહીવટ તેઓ સંભાળે છે. રોહિત તેમના પત્ની માયાબેન અંદરોઅંદર મળી જઈને રોહિતભાઈના પિતા ચતુરભાઈ રણછોડભાઈની મદદ લઈને ઉપેન્દ્રભાઈની જાણ બહાર અને સંમતિ વગર વ્યવહારો કરી લાખોની છેતરપીંડી કરી છે. ૮૨ લાખ રૂપિયા ઓળવી ગયા છે જેથી ગત તા ૨૨/૧૦ ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કોડ કલમ ૪૨૦, ૪૦૬ રોહિત ચતુરભાઈ, માયાબેન રોહિતભાઈ તથા ચતુરભાઈ રણછોડભાઈ સામે ફરિયાદ દાખલ કરવા અરજી આપેલ છે. જેની તપાસ ચાલુ છે. રોહિત ચતુરભાઈ કાવર તથા તેમના પત્ની માયાબેન રોહિતભાઈ તથા તેમના પિતા ચતુરભાઈ રણછોડભાઈ કાવર સાથે ફરિયાદી ઉપેન્દ્રભાઈ વતી કે કંપનીના નામે કોઈ વ્યવહારો કરવા નહીં. કે લેતીદેતી કરવી નહિ. તેમ છતાં જો કોઈ વ્યવહાર કરશે તો તેમાં અસીલ ઉપેન્દ્રભાઈ કે કંપનીની જવાબદારી થશે નહીં તેમ પણ જણાવ્યું છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧૪
માળિયાના સુરજબારી પુલ નજીક બાઈક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કાનજીભાઈ મેઘાભાઈ ભંખોડીયા ગત તા.૧૧ના રોજ ભચાઉથી લક્ષ્મીનગર આવતા હોય દરમિયાન સુરજબારીના પુલ નજીક પ...
મોરબી, તા.૧૪
માળિયાના સુરજબારી પુલ નજીક બાઈક અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કાનજીભાઈ મેઘાભાઈ ભંખોડીયા ગત તા.૧૧ના રોજ ભચાઉથી લક્ષ્મીનગર આવતા હોય દરમિયાન સુરજબારીના પુલ નજીક પહોંચતા કોઈ કારણોસર અકસ્માત થતાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧૪
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ થી ૧૫ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગત સાંજના સુમારે ઓચિંતા હવામાનમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
મોરબી જીલ્લામાં ગત સાંજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને કરા પડા હત...
મોરબી, તા.૧૪
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ થી ૧૫ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગત સાંજના સુમારે ઓચિંતા હવામાનમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
મોરબી જીલ્લામાં ગત સાંજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને કરા પડા હતા તો માળિયામાં પણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડા હતા જયારે મોરબી શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ શરુ થયો હતો અને મોરબીમાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા પાણીના ખાબોચિયા ઠેર ઠેર ભરાયા હતા. મોરબી જીલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોના ઉભા પાકને નુકશાની પહોચે તેવી શક્યતા જોવાઈ રહી છે
વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો અને થોડા જ સમયમાં મોરબીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો મોરબી પંથકમાં વીજળી પાડવાનો બનાવ પણ સામે આવ્યો છે જેમાં મોરબીના રેલ્વે સ્ટેશન નજીક વીજળી પડી હોય દરમિયાન મોરબીના મહેન્દ્રનગરના રહેવાસી રસીદાબેન મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેનમાં જતા હોય દરમિયાન નજીકમાં જ વીજળી પડતા ગંભીર ઈજા પહોચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે રેલ્વે પોલીસના રતિલાલ પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ટંકારાના વીરપર ગામે કરા સાથે માવઠુંઃ ખેડૂતોને નુકસાન
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ટંકારા તાલુકાના વિરપર માં સાંજના સુમારે હવામાનમાં ઓચિંતો વરસાદ વરસવાનું શરુ થયો હતો અને ગ્રામ્ય પંથકમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂતો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે ચાલુ વર્ષે અતિ ભારે અને લાંબા ચોમાસાએ હજુ તો વિદાય લીધી ના લીધી ત્યારે ફરીથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ થી ૧૫ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી જે સાચી પડી છે અને ટંકારા તાલુકાના વિરપર ગામે સાંજે વરસાદ શરુ થયો હતો એટલું જ નહિ વરસાદ સાથે કરા પણ પડા હતાતો અગાઉ માવઠા અને કમોસમી વરસાદથી આમેય ખેડૂત પરેશાન હતો અને ઉભા પાકોને ભારે નુકશાન થયું છે તો ફરીથી વરસાદ અને વરસાદ સાથે કરા પડતા હવે ખેડૂતો માથે દુખના ડુંગર ખડકાયા છ ગામોમાં પણ વરસાદી ઝાપટા પડા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
હળવદ, તા.૧૪
મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા નિલેશભાઈ શીવાભાઈ કોળીના પત્ની રેખાબેન (ઉ. વ. ૨૫)એ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના ભાઈ સુખદેવભાઈ સોનેચા (ઉ. વ. ૩૨)એ તેના બનેવી શીવાભાઈ કોળી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ આપઘાત કરી મૃત્...
હળવદ, તા.૧૪
મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા નિલેશભાઈ શીવાભાઈ કોળીના પત્ની રેખાબેન (ઉ. વ. ૨૫)એ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના ભાઈ સુખદેવભાઈ સોનેચા (ઉ. વ. ૩૨)એ તેના બનેવી શીવાભાઈ કોળી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ આપઘાત કરી મૃત્યુ પામેલા તેના બહેન રેખાબેન ઉપર ચારિત્ર્યની બાબતે શંકા-કુશંકા રાખીને વગર વાંકે અવારનવાર તેને શારરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો અને માર મારવામાં આવતો હતો. જેથી, અસહનીય જિંદગીથી કંટાળીને તેને અંતિમ પગલું ભરી લીધું હતું. હળવદ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સગીરાનું અપહરણ
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામમાં રહેતા દેવીપૂજક પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને યુવાન ભગાડી ગયો હતો. જેથી, સગીરાના પિતાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ બેચરભાઇ દેવીપુજક રહે. માટેલની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
સુરત,તા.૧૪
સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ નજીક કેન્ર રોડ પર એક સ્કૂલ બસ દ્વારા એક ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર માર્યા બાદ બસને ત્યાં લોકોએ અટકાવી હતી. લોકોએ ડ્રાઇવરને બસમાંથી બહાર લાવતા ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં.
રેડિયન્ટ સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી તે ગાડીના માલિકે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, પહેલા પણ એક એક્સિડન્ટ થતાં તેમની બસ બચી ગઈ હતી. જે બાદ આ જાગૃત નાગરિકે બસમાં સવાર બાળકો માટે ૧૦૦ નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ વધુ તપાસ શરુ કરી છે.
અડાલજ,તા.૧૪
અડાલજમાં આવેલા સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી. પોલીસે રેડ કરી ત્યારે સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં પહેલા તો ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ મેચ જોઇ રહી હતી. ત્યાં ખૂણામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા. પોલીસે રેડ કરી આ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે રેડ બાદ સ્થલ પરથી દારૂ ભરેલી ૯ બોટલ અને સાત ખાલી બોટલ તથા વાહનો મળી આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઘાટલોડિયામાં રહેતા કેવિન સુનિલભાઇ પટેલની બહેનના લગ્ન હોવાથી તેણે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સાથે દારૂની પાર્ટી રાખી હતી.
નબીરાં ઝડપાયાપોલીસે ગાંધીનગરના સોહમ પ્રજાપતિ, આંબાવાડીમાં સુક્રુતિ ફ્લેટમાં રહેતા રૂમિત પટેલ અને અંકિત શાહ, બોપલ પારસ બંગલોમાં રહેતા મિલન પટેલ, નારણપુરામાં નંદેગ્રામમાં રહેતા પાર્થ પટેલ, સોલા રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતા સૌમિલ પટેલ, વસ્ત્રાપુરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંકેત પટેલ, થલતેજના આનંદ બંગલોમાં રહેતા ધ્રુવ પટેલ, થલતેજના સનસાઇન ફ્લેટમાં રહેતા વિશ્વજીતસિંહ રાણા, એસજી હાઇવે પરના પ્રેમચંદ બંગલોમાં રહેતા નિકુલ પટેલ, ઘાટલોડિયામાં ટી.બી.ન્યુમાં રહેતા કેવિન પટેલ, ઘાટલોડિયા વિશ્વનિકેતન ફ્લેટમાં રહેતા ચિરાગ પટેલ, ઉસ્માનપુરાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જીગર પટેલ તથા નવરંગપુરાની સંધ્યા સોસાયટીમાં રહેતા વંદિત પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન ૬૬(૧)(બી), ૮૫,૮૪,૬૮,૬૫(એ)(ઇ), ૧૧૬ બી, ૮૧ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ગાંધીનગર,તા.૧૪
એલઆરડી પરીક્ષામાં ભરતી દરમિયાન માલધારી સમાજને અન્યાય કરાયો હોવાને લઈ હાલમાં જ લાંબી રેલી, ઉપવાસ સહિતની લડાઈઓ સમાજ દ્વારા લડાઈ રહી છે. આ દરમિયાનમાં ગીતા રબારીએ એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાયના આક્ષેપ સાથે આગામી ૧૬મી ડિસેમ્બરે મહારેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. ગીતા રબારીએ આ સ્થિતિમાં સમાજે એક થઈ જવું જોઈએ તેવી અપીલ કરી છે.
ગીતા રબારીએ આ ઉપરાંત ૧૬મીએ શાંતિપૂર્ણ રેલીમાં પોતે જોડાશે તેવું પણ કહ્યું છે અને સહુ યુવાનોને પણ તેમાં જોડાઈને સરકારને પોતાની સાથે થયેલા અન્યાય સંદર્ભે રજૂઆત કરવા કહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમાજને ન્યાય મળે તેવી માગણી કરી છે. તથા જે શખ્સો દ્વારા આ ખોટી પ્રવૃત્તિ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી થાય તેવી માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રબારી, ભરવાડ, ચારુલ સમાજને એલઆરડી પરીક્ષાની ભરતીમાં ગુણ ઊંચા હોવા છતાં ભરતીમાં શામેલ કરાયા નહીં તે બાબતનો રોષ ફેલાયો છે. કારણ તેમના સર્ટીફીકેટ માન્ય ગણવામાં આવ્યા ન હતા. સમાજ દ્વારા વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સંદર્ભે હાલમાં જ જુનાગઢમાં પણ મોટી રેલી કરવામાં આવી હતી.
અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી. પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.
રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર ૭ કલાકે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. સરકારી ચોપડે ૧ જુલાઇ ૨૦૧૪થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન કુલ ૬,૧૧૬ બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદમાં મહિલાઓ પર દર બે દિવસે એક બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૮૬૦ રેપની ફરિયાદ થઈ છે.
અમદાવાદ,તા.૧૪
રાષ્ટ્રપતિના ‘નિશાન’ એવૉર્ડ એ પોલીસદળની શ્રેષ્ઠતા અને ગૌરવના પ્રતીકરૂપે અપાય છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરાયેલા કામ અને રાષ્ટ્રની સેવામાં આપેલ યોગદાન માટે આપવામાં આવે છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસદળ આ સન્માનથી સન્માનિત થનાર ૭મું રાજ્ય બનશે. અગાઉ આ સન્માન મેળવનાર છ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરીમોનિયલ પરેડમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ એનાયત કરશે.આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ સ્મૃતિચિહ્ન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ માટેની દરખાસ્ત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં સી.આર.પી.એફ, બી.એસ.એફ, સી.બી.આઈ, આર.એન્ડ એ.ડબ્લ્યુ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે અને તેમના દ્વારા આ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેને વડા પ્રધાનની કચેરીમાં મોકલવામાં આવ્યો હતો. ૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો નિશાન એવોર્ડ એનાયત કરાશે એ અંગે જાણ કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને ૨૫ વર્ષ થઈ ગયાં હોય, તેઓ પ્રેસિડેન્ટ્સ કલર્સ (નિશાન) માટે અરજી કરી શકે છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન એ બાબતનું પ્રતીક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તાભરી સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે.
રાજકોટ,તા.૧૪
રાજકોટમાં હવે સ્થિતિ એવી થવા લાગી છે કે દર ગલી-નુક્કડ પર એક દાદા-ભાઈ ઊભા થવા લાગ્યા છે. અહીં સુધી કે પ્રજાના પ્રતિનિધીઓ અને તેમના પરિવારજનોનો પણ લોકોને ઘણીવાર ત્રાસ સહન કરવો પડતો હોય છે. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજાએ તલવારથી એક ગેરેજ સંચાલક પર હુમલો કર્યો હતો. કાર રિપેરિંગના રૂપિયા છેલ્લા બે વર્ષથી આપ્યા તો ન હતા ઉપરથી તે મુદ્દા પર નેતાના ભત્રીજાએ દાદાગીરી કરતાં બંને વચ્ચે ચકમક થઈ હતી જેમાં આખરે તલવારથી નેતાના ભત્રીજાએ હુમલો કરી દીધો હતો.
ગોંડલ રોડ પર એક જે કે મોટર્સ નામનું ગેરેજ છે. જે ગેરેજ મયુરદ્વજસિંહ ભરતસિંબ બારડ (૩૦) ચલાવે છે. તે ગુરુવારે રાત્રીના સમયે ઘર પાસે નવલનગરમાં એ ટૂ ઝેડ નામના ગલ્લા પર મિત્રો સાથે ઊભા હતા. દરમિયાનમાં કોર્પોરેટર વિજય વાંકનો ભત્રીજો સાગર ત્યાં આવી ચઢ્યો અને તેણે પોતાના હાથમાં તલવાર રાખી હતી. તે આંખમાં જનુન અને હાથમાં તલવાર સાથે સામેથી આવતો દેખાયો એટલે મયુરદ્વજસિંહે ત્યાંથી ઘર બાજુ દોટ મુકી. તે ભાગતા હતા ત્યાં સાગર ખુલ્લી તલવાર લઈ તેમની પાછળ ભાગ્યો અને દોડતા દોડતા મયુરદ્વજસિંહ નીચે પડી ગયા અને સાગર નજીક આવી ગયો. સાગરે તલવાર વીંઝી દીધી અને તેમના હાથ અને પગ પર ઘા કર્યા હતા.
બાબત અંગે ઈજાગ્રસ્ત મયુરધ્વજસિંહને સારવાર માટે ખસેડાયા હતા, તેમણે પોલીસને જણાવ્યું કે, વિજય વાંકે પોતાની માઈક્રો કારનું બોડીનું કામ મારી પાસે કરાવ્યું હતું જેના ૧૧ હજાર રૂપિયા લેવાના નિકળતા હતા, થોડા દિવસોમાં તે આપી દેશે તેવી વાત વિજય વાંકે કરી હતી પણ એક મહિનો થયો પણ પૈસા આવ્યા નહીં તેથી મેં ફોન કર્યા હતા પણ વિજયભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી તે પૈસાની ઉઘરાણી બાબતે માથાકુટ ચાલતી હતી જેનો ખાર રાખીને સાગરે મારા પર હુમલો કર્યો છે. જોકે પોલીસે તપાસની વધુ તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર,તા.૧૪
રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે ૫૫% અને ક્લાર્કમાં એની સ્નાતક માટે ૫૫ ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કમ્પની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે
સરકારી કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
08:20 PM | December 14
મુંબઈ,તા.૧૪
દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મએ રૂ.૫,૨૫,૭૧૪ કરોડ મૂલ્યના કુલ ૧૦.૧૯ કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦૦૯માં જ્યારે આ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ૨૮૬૫ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા ત્યાંથી સતત પ્રગતિ આ પ્લેટફોર્મ કરી રહ્યું છે.
પ્લેટફોર્મ પર સતત નવાં રજિસ્ટ્રેશન અને એસઆઈપીઝમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈ સ્ટાર એમએફએ વર્તમાન વર્ષના ઈક્વિટી રોકાણના ૨૬ ટકા ચોખ્ખા પ્રવાહને પ્રાપ્ત કર્યો છે. આ પ્લેટફોર્મ પર ૫૫,૦૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સના નવા ટ્રાન્ઝેક્શનના ૪૨ ટકા ટ્રાન્ઝેક્શન્સ બીએસઈ સ્ટાર એમએફ પર થાય છે.
સિદ્ધિ તેમ જ ૧૦ જૂન, ૨૦૧૯ના રોજ એક જ દિવસમાં ૭.૬૨ લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ બીએસઈ સ્ટાર એમએફ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
ખાણીપીણીનો સામાન બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ ૨૧ જરૂરી દવાઓના ભાવ વધારાની પરવાનગી આપી દીધી છે. આ ભાવ ૫૦ ટકા સુધી વધારવામાં આવશે. માર્કેટમાં મહત્વપૂર્ણ દવાઓની સપ્લાઇને ધ્યાનમાં રાખવાનાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના ડ્રગ્સ પ્રાઈસ રેગ્યુલેટર હેઠળ ૨૧ દવાઓની મહત્તમ છૂટક ભાવમાં ૫૦ ટકાના વધારાની પરવાનગી આપી છે. આ પહેલીવાર છે જ્યારે એનપીપીએ આમ કરી રહ્યા છે.
એનપીપીએ જરૂરી અને જીવનરક્ષક દવાઓની ભાવને ઘટાડા માટે ઓળખવામાં આવે છે. એનપીપીએ આ દવાઓ ઉણપના લીધે મોંઘો વિકલ્પ સિલેક્ટ કરનાર રોગીઓને રોકવા માટે સાર્વજનિક હિતમાં ભાવ વધી રહ્યા છે. મોંઘી થનાર મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારને એપહેલી પંક્તિના રૂપમાં કરવામાં આવે છે અને સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે અભિન્ન અંગ છે.
૯ ડિસેમ્બરના આયોજિત ઓથોરિટીની બેઠકમાં કહેવામાં આવ્યું કે ઓથોરિટીએ ઉલ્લેખ કર્યો કે ડીપીસીઓ ૨૦૧૩ના ફકરા નંબર ૧૯ હેઠળ ભાવ માટે જે એકવીસ સુનિશ્ચિત ફોર્મ્યુલેશન પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તે ઓછા ભાવવાળી દવાઓ છે અને તેમને વારંવાર ભાવ નિયંત્રણના આધિન કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારની પહેલી પંક્તિના રૂપમાં કહેવામાં આવે છે અને દેશના સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. ઘણી કંપનીઓને અસ્થિરતાના કારણે ઉત્પાદનને બંધ કરવા માટે અરજી કરી છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
જનતા દળ યુના નેતા પ્રશાંત કિશોર દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલના આપ પક્ગેષ માટે ચૂંટણી પ્રચાર કરશે એવી જાણકારી મળી હતી. મોદી સરકારે નાગરિકતા સુધારા ખરડો રચીને તેનો કાયદો બનાવ્યો અને એ કાર્યમાં જનતા દળ યુના નેતાઓએ સાથ આપ્યો તેથી પ્રશાંત કિશોર ખૂબ નારાજ છે અને શુક્રવારે ત્રીજીવાર તેમણે ટ્વીટર પર આ મુદ્દે પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી હતી.
શુક્રવારે સાંજે જનતા દળ યુના મહામંત્રી એસસીઆર સિંઘે ખુલ્લંખુલ્લા કહ્યું હતું કે પ્રશાંત કિશોરને પક્ષ છોડવો હોય તો ખુશીથી છોડી શકે છે. પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહ ઘડવાના ચાણક્ય ગણાય છે. ૨૦૧૭માં તેમણે ઉત્તર પ્રદેશમાં જેમને માટે ચૂંટણી વ્યૂહ ઘડ્યો હતો તે પક્ષની સરકાર બનીહતી.
અત્યારે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાથે કામ કરી રહ્યા છે. મમતાની જેમ પ્રશાંતે પણ નાગરિકતા સુધારા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ માહિતી મુજબ હવે પ્રશાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અરવિંદ કેજરીવાલ સાથે કામ કરશે. એ જોવાનું રસપ્રદ બની રહેશે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રશાંત આપને જીતાડી આપે છે કે કેમ.
પતિએ મેટ્રો ટ્રેન સામે કૂદકો મારતા પત્નીએ પણ આપઘાત કર્યો
ન્યુ દિલ્હી,તા.૧૪
પાટનગર નવી દિલ્હીમાં રહેતા એક પરિવારે આર્થિક સંકડામણના પગલે સામૂહિક આપઘાત કર્યો હતો. મૂળ આ પરિવાર ચેન્નાઇ (તામિલનાડુ)નો રહેવાસી હતી.
મરનાર ભરત ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જનરલ મેનેજરના હોદ્દા પર કામ કરતો હતો. શુક્રવારે સવારે એણે જવાહરલાલ નહેરુ મેટ્રો રોલવે સ્ટેશન પર ટ્રેન આવી રહી હતી ત્યારે કૂદકો મારીને જાન ગુમાવ્યો હતો.
સાંજે એની પત્નીએ પહેલાં પાંચ વર્ષની નાની પુત્રીને ફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ પોતાના ગળામાં ફાંસો લઇને જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચાર મળતાં પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આપઘાતનું કારણ તપાસવા માટે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી હતી.
ભરત આ પહેલાં પોસ્ટિંગ કાઠમાંડુ (નેપાળ)માં હતો. ત્યાં એ બીગ માર્ટ શોપિંગ મોલમાં કામ કરતો હતો. ત્યાંથી હજુ તો આ વર્ષના સપ્ટેંબરમાં દિલ્હી આવીને ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જોડાયો હતો. એની પત્ની શિવરંજની હાઉસવાઇફ હતી અને પુત્રી કેજીમાં ભણતી હતી.
ભરતનો નાનો ભાઇ દિલ્હીના સાકેત વિસ્તારમાં કોઇ કોચિંગ ક્લાસમાં પાઇલટની તાલીમ લઇ રહ્યો હતો.
ઔરંગાબાદ,તા.૧૪
વિશ્વવિખ્યાત સંત સાંઇબાબાના શિરડીમાં અકળ રીતે એક પછી એક વ્યક્તિ ગૂમ થઇ રહી હોવાના મુદ્દે ઔરંગાબાદ હાઇકોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં ૮૦થી વધુ વ્યક્તિ ગૂમ થઇ હતી જેનો અતોપતો લાગ્યો નહોતો. શિરડીના નિવાસીઓ એક પછી એક ગૂમ થઇ રહ્યા હોવાના મિડિયા અહેવાલની મુંબઇ હાઇકોર્ટે સુઓ મોટ્ટો અરજી દાખલ કરી હતી અને મુંબઇ હાઇકોર્ટની ઔરંગાબાદ શાખાએ આ મુદ્દે તપાસ કરીને હાઇકોર્ટને રિપોર્ટ આપવાની પોલીસને તાકીદ કરી હતી.
મનોજ કુમાર નામની એક વ્યક્તિએ પોતાની પત્ની ગૂમ થવા અંગે હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે માનવ તસ્કરીનું આ વ્યવસ્થિત કાવતરું નથી ને એની તપાસ કરીને રિપોર્ટ આપો.
ચાલુ વર્ષમાં ઓક્ટોબરની ૩૧મી સુધીમાં શિરડીના ૮૮ જણ ગૂમ થયા હતા જેમાં થોડીક મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. ઔરંગાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ ટીવી નવાડે અને જસ્ટિસ એસએમ ગવાન્હેએ કહ્યુ ંહતું કે મંદિરમાં દર્શન કરવા આવેલી વ્યક્તિ ક્યાં કેવી રીતે ગૂમ થઇ શકે એ સમજાતું નથી. પોલીસે આ બાબતે સઘન તપાસ કરવી જોઇએ કે મહિલાઓ ગૂમ થાય તેની પાછળ માનવ તસ્કરી કરનારી ટોળીનો હાથ નથી ને.
ચાલુ વર્ષમાં ગૂમ થયેલા લોકોમાં મહિલાઓ વધુ હતી એટલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ૧૩૦૦ કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં ૧૦૦ કરોડનું હેરોઇન ભારતમાં અને ૧૨૦૦ કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું.
આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિક્યોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ કૌભાંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલંબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી.
ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક અમેરિકી, બે નાઇજિરિયન અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
દેશના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યને કહ્યું હતું કે સરકારે તત્કાળ સાવધ થઇ જવાની જરૂર છે. દેશનું અર્થતંત્ર આઇસીયુ તરફ ધસી રહ્યું છે. ગમે ત્યારે ગંભીર મંદીનો સામનો કરવો પડી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એક ડ્રાફ્ટ પેપરમાં અરવિંદે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર અત્યારે ટ્વીન બેલેન્સ શીટ્સ જેવા સંકટનો બીજો તબક્કો અનુભવી રહ્યું છે. એના પરિણામે ગંભીર મંદી આવી શકે છે. સરકારે સાવધ રહેવાની ખાસ જરૂર છે.
તેમણે કહ્યું હતું કે આ સામાન્ય મંદી નથી, બહુ ગંભીર મંદી છે અને સરકારે આ તરફ તત્કાળ ધ્યાન આપવાની તાકીદે જરૂર ઊભી થઇ છે.
આ ડ્રાફ્ટ પેપરના સહલેખક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય કચેરીના વડા જોશ ફૈલમેન છે. હાલ હાર્વર્ડ કેનેડી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અધ્યાપન કરી રહેલા અરવિંદે પોતે અગાઉ વર્ણવેલા ટીબીએસ (ટ્વીન બેલેન્સ શીટ્સ) અને હાલની ટીબીએસ-ટુ વચ્ચે બહુ મોટો ફરક હોવાનું આ પેપરમાં નોંધ્યું હતું.
આસામમાં ઇન્ટરનેટ ૧૬મી સુધી પ્રતિબંધ લંબાવાયો, ભારતીય સેનાએ કરી અપીલ
ગુવાહાટી,તા.૧૪
નાગરિક સુધારણા બિલ કે જે હવે કાયદો બની ગયો છે તેની સામે પૂર્વોત્તરના કેટલાક રાજ્યોની સાથે હવે પ.બંગાળમાં પણ વિરોધ શરૂ થયો છે અને હિંસાના બનાવો બનતા સીએમ મમતા બેનર્જીએ લોકોને લોકશાહી માર્ગે વિરોધ કરવાની અપીલ કરી છે. ભાજપ શાસિત આસામમાં પરિસ્થિતિ હજુ થાળે નહીં પડતાં ૧૬ ડિસે. સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે બિહારમાં આરજેડી પક્ષે આ કાયદાના વિરોધમાં ૨૧મીએ બિહાર બંધનું એલાન આપતાં બિહારમાં પણ સુરક્ષાના કડક પગલા લેવા પડે તેમ છે.
શનિવારે પશ્ચિમ બંગાળમાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમના વિરોધમાં વિરોધીઓએ ઘણા સ્થળોએ રસ્તાઓ અને રેલ માર્ગોને અવરોધિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તર ૨૪ પરગના જિલ્લાઓ અને હાવડા (ગ્રામીણ) માંથી હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં જિલ્લાના નેશનલ હાઇવે નં.૩૪ અને અન્ય રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતાં.
પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પૂર્વી રેલ્વેના સીલદાહ-હસનાબાદ વચ્ચે રેલ સેવા પણ ખોરવાઈ છે.
દરમ્યાનમાં નાગરિકત્વ કાયદા સામે બંગાળમાં હિંસક વિરોધ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક રીતે વિરોધ કરો અને કાયદો હાથમાં ન લો. તેમણે તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
અસરગ્રસ્ત નાગાલેન્ડમાં નાગા સ્ટુડન્ટ્સ યુનિયન (એનએસએફ) દ્વારા આ કાયદાના વિરોધમાં છ કલાકના બંધ વચ્ચે શનિવારે સ્કૂલ, કોલેજ અને બજારો નાગાલેન્ડના ઘણા ભાગોમાં બંધ રહી હતી અને વાહનો રસ્તા ઉપરથી બંધ હતા. જો કે, સવારના ૬ વાગ્યાથી બંધનો આરંભ થયો છે ત્યાં સુધી હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી.
વિરોધ કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં ભાગ લેવા, ફરજ પરના તબીબી કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ અને શેરીઓમાંથી લગ્નમાં ભાગ લેવા જતા લોકોને મંજૂરી આપી રહ્યા છે.
ભારતીય સૈન્યએ ઉત્તર-પૂર્વના લોકોને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કેટલાક શંકાસ્પદ લોકો દ્વારા ઉત્તરપૂર્વમાં કરવામાં આવેલી તેમની કાર્યવાહી અંગેના નકલી સમાચારો ફેલાવવામાં આવી રહ્યાં હોવાથી તેનાથી સાવધ રહેવા જણાવ્યું છે.
બાવડેબાજ પુરુષો સ્ત્રીની હમેશાં પહેલી પસંદ રહ્યા છે.લૈંગિક આકર્ષણ બહુ રહસ્યમય ચીજ છે. એના જાદુઈ સમીકરણ ઉકેલવાનો વૈજ્ઞાનિકો અને કલાકારો કાયમ પ્રયત્ન કરતા હોય છે. લૈંગિક આકર્ષણ વિષે એક સરસ ચિત્ર ઉપસાવવા વૈજ્ઞાનિકો અને કલાકારો ખૂબ સંશોધન કરતા રહેતા હોય છે. એટલે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ મેસ્કયુલિન પુરુષો પ્રત્યે અસહાય બનીને ખેંચાઈ જતી હોય છે. જોહ્ન અબ્રાહમ કે સલમાનખાન, મૅલ ગિબ્સન, સ્ટેલોન, ઋત્વિક રોશન કે અર્નૉલ્ડ પડદા ઉપર આવતા કેટલીય સ્ત્રીઓના મોઢામાંથી છુપા સિસકારા અને નિસાસા નીકળી જતા હશે? એનું સાદું સ્વાભાવિક કારણ એ છે કે આવા પુરુષો હેલ્થી હોય છે, અને ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સારી તંદુરસ્તીની કિંમત મેટિંગ માર્કેટમાં ખૂબ ઊંચી હોય છે કારણ કે એનાથી રીપ્રૉડક્ટિવ સફળતા વધી જતી હોઈ શકે.અગાઉના સંશોધન બતાવે છે કે મેસ્ક્યુલિન ફીચર અમુક વિશિષ્ટતાઓ સાથે જોડાયેલા હોય છે જેવા કે આવા વ્યક્તિઓ તંદુરસ્તીથી ભરપૂર, અપર બોડીની મજબૂતાઈ ધરાવતાં, નુકસાનકારક સ્ટ્રેસ વગરના, સામાન્ય બીમારીઓનો સમયકાળ બહુ ઓછો, ટેસ્ટેરોન લેવલ હાઈ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવતા હોય છે. આવા માચો ફેસિયલ ફીચર ધરાવતા લોકો તંદુરસ્ત વધુ જણાતા હોય છે. પણ આવા સુંદર પૌરુષવાળું વ્યક્તિત્વ થોડી કિંમત ચૂકવીને મળતું હોય છે. હેલ્થી અને સ્ટ્રોંગ હોવા છતાં સ્ત્રીઓ ઇચ્છતી હોય છે તેવી લૉંગ ટર્મ રોમૅન્ટિક પાર્ટનરશિપ માટેની ક્વૉલિટી બાબતે થોડા ઉણા ઊતરતા હોય છે.ઓછાં મેસ્કયુલિન ફીચર ધરાવતા લોકોની સરખામણીએ માચો મેન શૉર્ટ ટર્મ સંબંધ માટે રુચિ ધરાવતાં, ઓછા વફાદાર જણાતા હોય છે. હાયર લેવલ ટેસ્ટેરોન ધરાવતા લોકો એમના પાર્ટનર અને બાળકોમાં સમય અને સંપદા ઓછી ફાળવતા જણાયા છે, ઈમોશનલી ઠંડા, અવિશ્વાસુ અને ક્યારેક બેડ ફાધર જણાતા હોય છે. ટૂંકમાં એમને બીજારોપણમાં રસ વધુ પછીની જવાબદારીઓ નિભાવવી બહુ ગમે નહિ. સ્ત્રીને લોંગ ટર્મ રીલેશનશીપમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે. કારણ બાળક પેદા કરી એને ઉછેરવાની મહત્તમ જવાબદારી કુદરતે એને સોંપી છે. એક તો ગર્ભવતી થયા પછી તરત જ નવ મહિનાનો લાંબો ગાળો થોડી અસહાયતા અનુભવાય. એટલીસ્ટ નવ મહિના તો બીજ રોપનારનો સહારો, ટેકો અને હૂંફ તો જોઈએ જ.બાળક જન્મ પછી પણ બહુ લાંબો ગાળો એને પગભર થવા જોઈતો હોય છે. એટલે લાંબો સમય પુરુષ એની મદદમાં ટકી રહે તો કામનું. સાથે સાથે લગ્નવ્યવસ્થા હાજર છે તો અહીં પશ્ચિમના સ્વતંત્ર સમાજમાં સ્ત્રીઓ માટે સિરિઅલ મનોગમી શરુ થઈ છે. લગ્ન કરો, ડિવોર્સ લઇ લો અને ફરી બીજા પુરુષ સાથે લગ્ન કરો આ સિરિઅલ મનૉગમી એક જાતની પૉલીગમી જ કહેવાય.તિબેટમાં સ્ત્રીઓ પૉલીગમી આચરે તેને પૉલીએન્ડ્રી કહેતા હોય છે. અહી તિબેટ્માં સિરિઅલ મનૉગમી જેવું છે નહિ. અહી ઘરમાં બે-ચાર ભાઈઓ હોય તો ચારે ભાઈઓ વચ્ચે એક જ પત્ની હોય છે. ઘરે રહેતા કામ પર બહુ ના જતા નાના ભાઈઓ દિવસે સંસર્ગ કરી લેતા હોય છે. ક્યારેક વિધુર બનેલા પિતા પણ આમાં જોડાઈ જતા હોય છે. આમ મેસ્કયુલિન પાર્ટનર પસંદ કરવામાં સ્ત્રીને વેપારમાં ખોટ જતી હોય છે. પણ પાછો આવો પુરુષ ભવિષ્યમાં મજબૂત બાળકો આપી શકે છે તે પણ અગત્યનું છે.આમ માચોમેન પસંદગીનાં ફાયદા ગેરફાયદા હોય છે. અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ શા માટે આવી પસંદગી કરવા મજબૂર થઈ જતી હશે? જે સ્ત્રીઓ પોતે તંદુરસ્તી બાબતે નબળી હોય તે તો ખાસ આવા પુરુષોને પસંદ કરતી જોવા મળી છે. અને ખાસ તો આવા પુરુષો દ્વારા પેદા થતા બાળકો મજબૂત રોગપ્રતિકારક શક્તિઓ લઈને પેદા થતા હોય છે. એટલે આમ તો લૉન્ગ ટર્મ રીલેશનશીપ માટે પ્રેમાળ અને કાળજી રાખનાર પુરુષ સ્ત્રીની પહેલી પસંદગી હોવી જોઈએ અને હોય છે પણ ખરી.આમ છતાં આવા મસ્ક્યુલિન પુરુષો અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ એમને પસંદ કરવા મજબૂર થઈ જતી હોય છે અથવા એમના પ્રતિ આકર્ષાઈ જતી હોય છે એનું પગેરું કીટાણુ પ્રત્યેની સૂગ કે નફરતમાં જોવા મળે છે તેવું ગ્લાસગો યુનીવર્સીટીની ટીમને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. કીટાણું પ્રત્યેની સૂગ સ્ત્રીઓને મસ્ક્યુંલિન વૉઇસ, ફેસ અને શરીર પ્રત્યે આકર્ષી શકે તેવી શક્યતા રહેલી છે.આ ટીમે ત્રણ અભ્યાસ કર્યા હતા. અમુક સ્ત્રીઓને પ્રશ્નપત્રો અપાયા. એમને એમની ત્રણ પ્રકારની સૂગ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવવાની હતી. ૧) નૈતિક સૂગ જેવી કે કોઈ મિત્ર છેતરતો હોય ૨)સેકસુઅલ સૂગ જેવી કે બે સાવ અજાણ્યા સેક્સમાં ઊતરે ૩) કીટાણું પ્રત્યેની સૂગ જેવી કે કૂતરાના મળ ઉપર પગ પડી જાય. કોઈને છેતરવા જેવું અનૈતિક આચરણ કોઈ મિત્ર કરે તો આપણને નફરત થતી હોય છે. કોઈ સાધુ મહારાજ કામલીલા કરતા પકડાય ત્યારે પણ નફરત થતી હોય છે અને કોઈના મળ ઉપર પગ પડી જાય ત્યારે જબરી સૂગ ચડતી હોય છે. આ અભ્યાસમાં સ્ત્રીઓએ જરાય સૂગ ના ચડે ત્યાં ૦ માર્ક્સ આપવાનો હતો અને ભયંકર સૂગ ચડે ત્યાં ૬ માર્ક્સ આપવાનાં હતા. આમ જુદી જુદી સૂગ પ્રત્યે સ્ત્રીઓની સંવેદનશીલતા કેટલી છે તે મપાઈ જવાનું હતું.હવે આજ સ્ત્રીઓને પહેલા અભ્યાસમાં ૬ પુરુષ જોડીઓના અવાજ કેટલા અને કયા અટ્રૅક્ટિવ લાગે છે બતાવવાનું હતું. એક જ રેકૉર્ડિંગને મેસ્કયુલિન અને ફેમિનાઇનમાં તબદીલ કરેલું હતું. બીજા અભ્યાસમાં જુદી જુદી સૂગ માચો ફેશલ ફીચર અને મસ્ક્યુલર બૉડી પસંદગીમાં જવાબદાર હોય છે કે નહિ તે તપાસવાનું હતું. અહીં પુરુષોની “હાઇ મસ્કયુલિનિટી એન્ડ લો મસ્કયુલિનિટી ઇમેજ ઉપર રેટિંગ આપવાનું હતું.અહીં ચાર ઑપ્શન અપાયા હતા. “મચ મોર એટ્રેકટીવ, મોર એકટ્રેકટીવ, સમવોટ મોર એટ્રેક્ટીવ એન્ડ સ્લાઇટલી મોર એટ્રેકટીવ.” ત્રીજા અભ્યાસમાં જે સ્ત્રીઓ કોઈ પુરુષ સાથે જોડાયેલી નહોતી તેઓએ એમના આઇડિઅલ પાર્ટનરની મસ્કયુલિનિટીને રેટ આપવાનો હતો અને જે સ્ત્રીઓ ઑલરેડિ પાર્ટનર ધરાવતી હતી તેઓએ એમના આઇડિઅલ અને ઍક્ચુઅલ પાર્ટનરની મસ્કયુલિનિટીને રેટ આપવાનો હતો.આટલી બધી જધામણ પછી સંશોધકોને જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ કીટાણું પ્રત્યે સૂગ વધુ ધરાવતી હતી, વધુ સંવેદનશીલ હતી તેઓએ ઍક્ચુઅલ અને આઇડિઅલ બંને પાર્ટનરમાં માચો ફેશલ ફીચર, લો-પિચ વૉઇસ અને સ્નાયુબદ્ધ શરીરને વધુ પસંદગી આપી હતી. મૉરલ અને સેકસુઅલ સૂગ માચો ફીચર અને રોમૅન્ટિક પાર્ટનર પસંદગી માટે અર્થપૂર્ણ ધારણા બાંધી શકાય તેવી જણાઈ નહોતી. આમ એવું કહી શકાય કે જે સ્ત્રીઓને બીમારી ફેલાવે તેવા જીવજંતુઓ પ્રત્યે ભયંકર સૂગ ચડતી હોય તેવી સ્ત્રીઓ મજબૂત સ્નાયુબદ્ધ શરીર ધરાવતા પુરુષો પ્રત્યે વહેલી આકર્ષાઈ જતી હોવી જોઈએ. જેથી ભવિષ્યમાં એના દ્વારા પેદા થતા બાળકો મજબૂત અને સારી ઇમ્યૂન સિસ્ટમ ધરાવતા જલદી બીમાર નાં થાય તેવા પેદા થવાની શક્યતાઓ વધી જાય.કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી પુરુષોના અવાજ, મુખારવિંદ અને સ્નાયુબદ્ધ શરીરની મસ્કયુલિનિટી તરફ આકર્ષાય છે જાણતાં કે અજાણતાં એની પાછળનો મૂળ હેતુ એના ભવિષ્યમાં મળનારા બાળકો મજબૂત અને જલદી બીમાર નાં પડે તેવી એને આશા હોય છે. સ્ત્રીને ઓછી મસ્કયુલિનિટી ધરાવતા પુરુષો લાંબા સહવાસ માટે ગમતા હોય છે કારણ એના બાળકોને એક પ્રેમાળ પિતા મળે જે કાયમ માટે એમને સાચવે. બસ આ વિરોધાભાસમાં સ્ત્રી કાયમ જીવતી હોય છે.પક્ષીઓ મનૉગમી માટે પ્રખ્યાત હોય છે. મોટાભાગના પક્ષીઓ મનૉગમસ હોય છે, કાયમ જોડી બનાવીને જીવતા હોય છે. પણ વૈજ્ઞાનિકોએ ત્યાં પણ ખણખોદ કરી જોઈએ. ૪૦ ટકા પક્ષીઓના બચ્ચા એમની માતા કાયમ જોડી બનાવીને રહેતી હતી તેમના દ્વારા પેદા થયેલા નહોતા. મતલબ આ માદા પક્ષી ગુપ્ત રીતે બીજા નર પક્ષી સાથે સંસર્ગ કરાવી ઈંડા મૂકતી હતી. અને સચ્ચાઈ એ છે કે પેલો કહેવાતો પરણ્યો પોતાના બચ્ચા છે તેવું માની પારકા જેનિસની સારસંભાળ રાખ્યા કરતો હતો.પુરુષને આપણે ભમરાની ઉપમા આપીએ છીએ તેમાં કોઈ શક જ નથી. સ્ત્રી લગભગ એક પુરુષ સાથે ટકી રહેવા આતુર હોય છે. એની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે, સ્ત્રી મસ્કયુલિનિટી તરફ આકર્ષાઈ જાય છે તેની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે. સ્ત્રી ‘મૈ તુલસી તેરે આંગનકી’ કહી આખી જિંદગી દુખ વેઠવા તૈયાર હોય છે એની પાછળ એનું માતૃત્વ જવાબદાર હોય છે. સ્ત્રી ક્યારેક બેવફાઈ આચરે છે એની પાછળ પણ એનું માતૃત્વ છુપાયેલું છે જો સમજાય તો?પણ આપણા પુરુષ પ્રધાન સમાજમાં તમામ બંધનો સ્ત્રીઓ માટે હોય છે. ૮૦ વર્ષનો ડોસો પણ ‘કચ્ચી કલી કચનાર કી’ ગાતો ગાતો ૧૬ વર્ષની સુંદરીની પાછળ વૃક્ષની આજુબાજુ હાંફતો હાંફતો ફરતો હોય છે. પણ સ્ત્રીએ તો સતિ સાવિત્રીબેન જ બનીને રહેવાનું. નહી તો પછી અગ્નિપરીક્ષા માટે તૈયાર હો જાઓપ.જોહ્ન અબ્રાહમ અને સલમાનખાન કોને નથી ગમતા? પણ ભારતીય નારી થી બોલાય ખરું? એમના ખોંપખોંપખોં કરતા પતિદેવની વેધક નજર અગ્ન્યાસ્ત્ર જેવી જલદ હોય છે, જીવતા બાળી નાખે.પુરુષપ્રધાન સમાજની માનસિકતાએ તો આપણા સાઇકાયટ્રિસ્ટ પણ એમની કૉલમમાં સફેદ જૂઠ જાણતા કે અજાણતાં લખશે કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ માટે મિત્રો ચિંતા નાં કરો તમારી પત્નિઓ બીજે જવાની નથી તમ તમારે જેટલા ફૂલના રસ ચૂસવા હોય તેટલા ચૂસો. કારણ આવું લખેલો આર્ટિકલ ટેબલ ઉપર આવે તો તંત્રીને પણ નિરાંત થઈ જાય કે ભલે ઑફિસમાં મોડી રાત સુધી કામ ચાલે ઘેર કાઈ ચિંતા જેવું નથી કેમકે એક ઍક્સ્પર્ટ ડૉકટરે કહી દીધું ઑથેન્ટિક થઈ ગયું. પુરુષ પ્રધાન માનસિકતા છે એવું કહેવું કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ. કુદરત પાગલ નથી. એક જ પ્રજાતિમાં નર પૉલીગમસ હોય અને માદા મનૉગમસ હોય તેવો ભેદભાવ કુદરત શું કામ કરે? એણે કર્યો પણ નથી.. હોય તો બંને પૉલીગમસ હોય અથવા બંને મનૉગમસ હોય. એક જાણીતા સાઇકાયટ્રીસ્ટ મહાશયે એમનાં નિયમિત આવતા સ્તંભ લેખમાં લખેલું કે સ્ત્રી મનૉગમસ હોય છે અને પુરુષ પૉલીગમસ હોય છે.પૉલીગમી નેચરલ છે અને મનૉગમી સામાજિક જરૂરિયાત છે.તો મિત્રો આમાંથી શું સાર લીધો? અરે! બુદ્ધિના સાગરો ઉઠાવો ડમ્બેલ્સ કરો કસરત અને બનો સંતાનોની કાળજી રાખનાર પ્રેમાળ પિતા. સવા અબજ થઈ ગયા છો હવે ભમરા બનવાની ક્યાં જરૂર છે? તમને એક ડાળે વળગી રહેલા ફૂલની કદર કરો. મિત્રો આ એક વાક્ય લખવા માટે મારે કેટલી બધી જહેમત કરવી પડી? સીધે સીધું લખી દઉં તો માનો ખરા?મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે ગોરી ચલોના હંસકી ચાલ, જમાના દુશ્મન હૈ કે મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે, આવા ફિલ્મી ગીતો સાંભળીયે તો આશાપારેખ, નંદા કે સ્નેહલતા જેવી વિશાલ નિતંબ ધરાવતી અભિનેત્રીઓની હીંડછા એટલે કે ચાલવાની ઢબ શિકારને લલચાવવા પાંજરામાં મૂકતાં ખાજ જેવી લાગે.સ્ત્રીને ગમતું હોય કે ના ગમતું હોય પણ જ્યારે તે અંડ મોચન() અવસ્થામાં હોય ત્યારે એના હાવભાવ બદલાઈ જતા હોય છે. બીજા મૅમલ્સની જેમ હ્યુમન માદા પણ જબરદસ્ત કામજ્વર અનુભવતી હોય છે. આપણાં પ્રાચીન પૂર્વજો ચિમ્પૅન્ઝી કે એવા બીજાની જેમ હ્યુમનમાં ઑવુલ્યેશન પ્રગટ જાહેરાત કરતું નથી હોતું. આ પ્રાણીઓના જેનિટલ ભાગ સૂજીને ગુલાબી થઈ ગયા હોય છે. સ્ત્રીમાં સમજ પડે નહિ કે તે આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. સ્ત્રીને તો ખબર હોય પણ પુરુષને ખબર પડે નહિ.સ્ત્રીઓ માટે ઈવૉલ્વ થયેલી છે. પ્રછન્ન અંડ મોચન અવસ્થા ધરાવતી સ્ત્રી, પુરુષ માટે કાયમ ધારણા બાંધવા પ્રેરતી હોય છે કે તેને ગર્ભવતી બનાવવાનો ઉત્તમ સમય કયો? આ એક એનામાં લાંબા સમય સુધી સેકસુઅલ ઇંટરેસ્ટ જાળવી રખાવાની યુક્તિ છે. પ્રાણીઓમાં તરત ખબર પડી જાય કે બહેનબા હીટમાં છે. જબરો નર સ્પર્મદાન કરી રવાના થઈ જાય. જવાબદારી પૂરી.માનવમાં લાંબા સમયની રિલેશનશીપ જરૂરી છે. એકલાં હાથે જેનિસ ઉછેરવા મુશ્કેલ હોય છે. કારણ માનવબાળ બહુ લાંબો સમય મોટા થવા માબાપ પર આધારિત રહેતું હોય છે. બીજા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભા થઈ જતા હોય છે. એકબે વર્ષમાં તો પુખ્ત જેવા બની જતા હોય છે. એટલે માનવ નર જાણતો ના હોય કે માદા સૌથી વધુ ફળદ્રુપ ક્યારે છે ત્યારે તે હંમેશા એને ગર્ભવતી બનાવવા પાછળ પાછળ ફરતો હોય છે એને તરછોડીને જતા રહેવાને બદલે.આમ લગભગ ગુપ્ત અંડમોચન અવસ્થા પુરુષને સ્ર્ત્રી સાથે લાંબો સમય ચોટાડી રાખવાની ઉત્ક્રાંતિની યુક્તિ કામ લાગી જાય છે. છતાં આ કામજ્વર સાવ છૂપો પણ હોતો નથી. તે સમયના એના ઠાઠમાઠ એની ચાડી ખાતા હોય છે. ઑવ્યુલેશન વખતે જે હૉર્મોનલ કૉકટેલ સેવામાં ઊતરતા હોય છે તેને સ્ત્રી વશ થઈ જતી હોય છે. તેનું બોલવાનું હાઈ પીચમાં થઈ જતું હોય છે, એની સૂંઘવાની શક્તિ બેટર બની જતી હોય છે. બ્લડ વૅસલ ઍક્ટિવિટિ વધી જવાથી મુખ પર લાલી છવાઈ જતી હોય છે. સેક્સી દેખાય તેવા કપડા પહેરતી હોય છે. બાલ સવારવા, સ્ટાઇલથી બાલ ઉછાળવા, ઝૂકી ઝૂકીને બોલવું વગેરે અચેતનરૂપે થતું હોય છે.નામના વૈજ્ઞાનીકે ૧૦૩ સ્ત્રીઓ ઉપર પ્રયોગ કરેલો. આ સ્ત્રીઓને ખબર નહોતી કે તેમની ઉપર આવો પ્રયોગ થઈ રહ્યો છે. ઍક્ટર જેવા દેખાતા હૅન્ડસમ પુરુષો આ પ્રયોગમાં સામેલ કરેલા. પ્રયોગનો મૂળ હેતુ હતો ઑવુલ્યેશન સમયે સ્ત્રીઓની ચાલવાની સ્ટાઇલ બદલાય છે કે નહિ તે જોવાનું હતું. હિડન કૅમરા અને કમ્પ્યૂટર પણ આમાં વપરાયેલા. સ્ત્રીઓના જે લાળમાં હોય છે તેના લેવલ પણ ચેક કરવામાં આવેલા. આ સમયે સ્ત્રીની ચાલ ધીમી અને ખૂબ સેક્સી જણાઈ હતી. આ સમયે સ્ત્રીનું વર્તન અટ્રૅક્ટિવ અને સેક્સી બની જતું હોય છે.મૂળ તો માનવ બે પગે ઊભો થઈ ગયો એટલે જેનિટલ અંગો પ્રાણીઓની સરખામણીએ જરા ગુપ્ત થઈ ગયા. વળી એમાં કપડા પહેરવાનું શરુ થઈ ગયું. એટલે લાલ રંગનું ઑવુલ્યેશન હિડન થઈ ગયું, કંસીલ્ડ થઈ ગયું.
કુદરતના ખોળે જન્મતા મનુષ્યેત્તર સજીવોની ભરમાર અગણિત છે. એમાંય વળી પક્ષીજગતની વાત આવે એટલે ચિત્રવિચિત્ર પક્ષીઓનાં કંઈકેટલાંય વિલક્ષણ તથ્યો જાણીને નવાઈ પામી ઉઠીયે.
અમુક પક્ષીનું વર્તન યા તમુક પક્ષીની જીવન નિર્વાહની રીતભાત વગેરે જાણીને પ્રકૃતિ તરફ માન થઈ આવે. સાથે જ આશ્ચર્ય એ વાતનું થાય કે દરેક જાતની પરિસ્થિતિને અનુકુળ રહેવાનું જાણે કુદરતે તેમને શીખવ્યું હોય એમ તેઓ એ દરેક વિષમ પરિસ્થિતિમાંથી પોતાનો યોગ્ય માર્ગ કાઢી લે છે.અહીં પક્ષીજગતની જ વાત માંડી છે, પરંતુ વિષય તેમની વર્તણૂક કે જીવન નિર્વાહની રીતોને બદલે ‘ઝડપનો છે.
પેરેગ્રિન ફાલ્કન : ‘ઉડને મેં તો હમ સબકે બાપ લગતે હૈ, નામ હૈ પેરેગ્રિન ફાલ્કન ’ એવો સહેજે ઉદ્દગાર નીકળી પડે એવું આ પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજ વિશ્વનું સૌથી ઝડપી પક્ષી હોવાનું પ્રમાણ મેળવી ચૂક્યું છે. ચાલો ત્યારે, અનુમાન લગાવો. પેરેગ્રિનની હવાઈ ઝડપ કેટલા કિલોમીટરની ધારો છો ? ૭૦...? ૧૦૦...? ૧૫૦...? જી નહીં ! આંચકો અપાવે એવો અંક છે - ૨૫૦ થી ૩૫૦ કિ.મી. પ્રતિ કલાક ! ચીનના શાંઘાઈમાં ૨૬૭ કિ.મી. પ્રતિ કલાકની ધમધમાટ ઝડપે દોડતી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન ‘શાંઘાઈ મેગ્લેવ’ કરતાં પણ વધુ. પેરેગ્રિનની મહત્તમ ઝડપ ૩૮૯ કિલોમીટર પ્રતિ કલાક છે. વિચારો કે આટલી જંગી ઝડપ ધરાવતા પેરેગ્રિન ફાલ્કનમાં કુદરતે કેવી કરામત ફીટ કરી હશે.પેરેગ્રિન ફાલ્કન એટલે કે પરદેશી બાજ શિકારી પક્ષી છે. તેનો મહત્તમ ખોરાક તે શિકાર કરીને ઝડપે છે. અંગ્રેજી ભાષામાં તેના માટે એટલે જ પ્રીડેટર બર્ડ શબ્દ વપરાય છે. પ્રીડેટર એટલે શિકારી. તે અન્ય પક્ષીઓ અને ચામાચીડિયાંને પોતાની મધ્યમ ઊંચાઈએ ઘેરો ઘાલીને ઝડપી લે છે. તેની મુખ્ય પ્રજાતિનું નામ ફાલ્કન પેરેગ્રિન છે. પુખ્ત વયનાં ફાલ્કનની ૩.૫ ફીટનો વ્યાપ ધરાવતી પાંખો અને પીઠ ઘેરા ભૂખરા રંગનાં, ખોપરીનો ભાગ કાળાશ પડતા ભૂખરા રંગનો અને આગળનો ભાગ ફિક્કા સફેદ રંગનો હોય છે. અંદરના સમગ્ર ફિક્કા સફેદ ભાગ પર કાળા ચટાપટા આવેલા છે જે પાંખોના સંપૂર્ણ ફેલાવાથી જ નજરે ચડે છે. સમગ્ર વિશ્વમાં તેની અનેક પેટા-જાતિઓ જોવા મળે છે.
એન્ટાર્કટિકા સિવાયના લગભગ દરેક ખંડમાં તેની હાજરી જોવા મળે છે. ચીલઝડપે શિકાર કરવાની તેની પદ્ધતિ અફલાતૂન હોય છે. ઊંચી સપાટી પર ઊડતું પેરેગ્રિન જેવું નીચલી સપાટીએ તેના શિકારને જુએ કે તરત ત્યાંથી લગભગ ૨૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે તીરની જેમ પડતું મૂકે, મધ્યાકાશે શિકારને ઝડપે અને ફરી પાછું પોતાની મુખ્ય સપાટીએ ચાલ્યું જાય.
માળો બાંધવા મુખ્યત્વે તે ઊંચા બિલ્ડિંગમાં રહેલી છાજલીઓનો ઉપયોગ કરે છે. મેટિંગ સીઝન માર્ચના ઉત્તરાર્ધથી મે મહિના સુધીની હોય છે. માદા પેરેગ્રિન એક મહિના પછી ૩ થી ૪ ઈંડાં મૂકે છે. એક રસપ્રદ વાત એ છે કે પેરેગ્રિન પ્રજાતિમાં માદા પેરેગ્રિન નર પેરેગ્રિન કરતાં કદમાં મોટી હોય છે.
ગોલ્ડન ઇગલ : શિકારી પક્ષીઓમાં દબદબાપૂર્વક લેવાતું બીજું નામ ગોલ્ડન ઇગલ એટલે કે સોનેરી ગરુડનું છે. ઉત્તર ગોળાર્ધનાં શિકારી પક્ષીઓમાં ગોલ્ડન ઇગલ આગવું સ્થાન ધરાવે છે. જો કે ગરુડની આ પ્રજાતિ સૌથી વધુ ફેલાયેલી પ્રજાતિ છે. તેઓ લગભગ આખા ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે છે.
ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા ઉત્તર ગોળાર્ધના પ્રદેશો સિવાય એશિયામાં પણ ગોલ્ડન ઇગલનો વસવાટ છે.ગોલ્ડન ઇગલની મહત્તમ હવાઈ ઝડપ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. પેરેગ્રિન ફાલ્કનથી થોડી જ દૂરીએ રહેલું ઇગલ તે રીતે લિસ્ટમાં બીજા નંબરે આવે એમાં કશી નવાઈ નથી. પેરેગ્રિનની જેમ ગોલ્ડન ઇગલની જાતિઓમાં પણ માદા ગરુડ કદમાં મોટાં હોય છે. આ આકાશી શિકારીઓ નાનાં અને મધ્યમ કદનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓનો શિકાર કરે છે જેમાં સસલાં, જેક-સસલાં, પ્રેઇરી કૂતરા, ખિસકોલી જેવાં પ્રાણીઓ આવે છે.
ઉપરાંત તેમના મેન્યુ કાર્ડમાં કેટલાંક પક્ષીઓ અને સરીસૃપ વર્ગનાં જીવ-જંતુઓ પણ છે.ગોલ્ડન ઇગલ તેનો માળો ભેખડની કરાડોમાં કે જંગલપ્રદેશમાં ઊંચા વૃક્ષો પર તૈયાર કરે છે. ઊંચાઈ પર માળો તૈયાર કરવાનું સામાન્ય કારણ એ કે ઊંચાઈ પર કોઈ પણ જાતનો અવરોધ હોય નહીં એટલે તેની વસ્તીવાળા વિસ્તારમાં તેની નજર ચોતરફ રહી શકે. આજુ-બાજુ અવરોધદાયક એક પણ ચીજ હોય નહીં એટલે તેને એક રીતે શિકાર કરવા માટે મોકળી જગ્યા પણ મળી રહે.
માળો બનાવવા તે સળેખડીઓનો ઉપયોગ કરે છે. સળેખડીને યોગ્ય આકારમાં વાળીને તે રકાબી આકારનો, સમતલ માળો બાંધે છે. માદા એક વર્ષે સરેરાશ બે ઈંડાં મૂકે છે. આ સંખ્યામાં નાની-મોટી વધઘટ પણ થતી રહે છે.ગોલ્ડન ઇગલ તેના ‘ગોલ્ડન’ નામને ખરેખર સાર્થક કરી આપે છે. ફોટોમાં દેખાય છે તેમ માથાનો ઉપલો ભાગ સહેજ સોનેરી છે. પૂરું શરીર ભલે ઘેરા કથ્થઈ રંગનું, પણ જ્યારે પાંખો ફેલાવે ત્યારે સમગ્ર શરીર પર છૂટક છૂટક સંખ્યામાં આવેલાં અસંખ્ય સોનેરી પીછાં સૂર્યપ્રકાશમાં અદ્દલ સોના જેવા જ લાગે.
શિકાર કરવાની તેની સ્ટાઈલ મહદઅંશે પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજને મળતી આવે છે. તેનાથી મધ્યમ કદની ઊંચાઈ પર રહેલાં પક્ષીઓ, પ્રાણીઓને કલાકની ૧૫૦ માઈલ્સ કરતાં પણ વધુ ઝડપે આંતરે છે અને તેનાં તિક્ષ્ણ નહોર વડે તેમને દબોચીને વળી હવામાં ઊંચે ચડી જાય છે.
ગેઅર-ફાલ્કન : ફાલ્કન/બાજની બધી જ પ્રજાતિઓમાં આ ગેઅરફાલ્કન/ગેઅરબાજ મોટામાં મોટું બાજ ગણાય છે. શિકારી પ્રકારનું પક્ષી છે અને પેરેગ્રિન ફાલ્કનનું જાતબંધુ છે એટલે તેની શિકાર કરવાની રીતમાં પણ ખાસ કશું જ ‘નવું’ નથી. તેને ઘણી વાર તેના શરૂઆતના ટૂંકા નામ ‘ગેઅર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મહત્તમ હવાઈ ઝડપ ૨૦૯ કિલોમીટર પ્રતિ કલાકની છે.ગેઅરફાલ્કન તેમની ઝડપી ડાઇવ અને લાંબી, અણીદાર પાંખો માટે જાણીતાં છે. દેખાવ મહદઅંશે તેમના જાતબંધુ પેરેગ્રિન જેવો જ છે, પણ મુખ્ય ફરક પીઠના રંગનો છે. પીઠ પર રાખોડી અને સફેદ રંગના ચટાપટા/ધાબાં લાગે એવી રીતે પીછાંની ગોઠવણ છે. આંખો ફરતે પીળાં કુંડાળાં અને ખોપરીનો ભાગ સફેદ રંગનો. દરેક શિકારી પક્ષીને હોય છે એવા ધારદાર, અણીદાર નહોર તો આપણા સૌનું આકર્ષણ ખરા જ. આ ફાલ્કનના મુખ્ય આવાસો આર્કટીક સાગરકિનારાના વિસ્તારો, ઉત્તર અમેરિકા, યુરોપના દેશો તથા એશિયાના દેશો છે. સંવર્ધનકાળ દરમિયાન જો કે તેમનું સ્થળાંતર ખાસ્સી હદ સુધી વધી જતું હોય છે.પરંપરાગત ઇમેજ મુજબ ગેઅરફાલ્કન કાળા ગોળાકાર ધાબાં ધરાવતું સફેદ રંગનું પક્ષી છે, પરંતુ ઘણી પેટાપ્રજાતિમાં તે મૂળ સફેદ રંગને બદલે સફેદ, રાખોડી અને ઘેરા કથ્થઈ રંગના શેડ્સમાં જોવા મળે છે. દરેકમાં કાળા ધાબાં તો એકસરખાં જ. વળી તરુણ અવસ્થાનાં બાજની પીઠનો ભાગ કથ્થઈ રંગનો જોવા મળે છે જ્યારે પુખ્ત વયનાંની પીઠ ઉપર જણાવ્યા મુજબ સફેદના શેડ્સમાં હોય છે.ગેઅર શબ્દ જોઈને નવાઈ લાગતી હશે કે આવો અડધો શબ્દ શું કામ ? તો એનો ખુલાસો આમ છે. ગેઅર એ જૂનો જર્મન શબ્દ છે. ગેઅર એટલે ગીધ. (જો કે ગેઅર ફાલ્કન એ બાજ પક્ષી છે. ગીધ અને બાજમાં ફરક હોય છે.) અને લેટિન શબ્દ ફાલ્ક એટલે અણીદાર વક્રાકાર દાંતાવાળું ખેતરનું ઓજાર. આ સાધનનો સંદર્ભ કદાચ ફાલ્કનના હુક જેવા અણીદાર નહોર સૂચવતું હોઈ શકે.ગોલ્ડન ઇગલની જેમ જ ગેઅર ફાલ્કન પણ પોતાનો માળો બાંધવા માટે ભેખડ-કરાડવાળા વિસ્તારો પસંદ કરે છે. ઘણી વખત જંગલી કાગડા દ્વારા ત્યજી દેવાયેલા માળાનો પણ તેઓ ઉપયોગ કરી લે છે. એપ્રિલના અંતમાં માદા મહત્તમ પાંચ ઈંડાં મૂકે છે જેને નર-માદા બંને ૩૫ દિવસ સુધી સેવે છે. ૬ થી ૮ અઠવાડિયા પછી યુવાન ફાલ્કન પોતાની રીતે દાણોપાણી મેળવવા માળો છોડી શકે છે.
વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ :પક્ષીજગતની મેરેથોનમાં ‘વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ’નો ક્રમ ચોથો આવે છે. તેની જાત ઉપલાં ત્રણેય કરતાં જુદી છે. તે જંતુભક્ષી પક્ષી છે અને ગરુડ કે બાજની સરખામણીએ તદ્દન જુદું પક્ષી છે. તેની લાંબી, નાજૂક ને પાતળી પાંખ અને તેના અબાબીલ પંખી સાથેના ઉપરછલ્લા મળતાવડાપણાને કારણે તે સ્વીફ્ટ પક્ષી છે. આ પ્રકારનાં પક્ષીઓ હવાની સપાટી પર ઉડવામાં ત્વરિત હોય છે અને એકદમ તણખલાંની જેમ તેઓ ઊડી શકતાં હોવાથી આ નામ પડ્યું છે. તે નિડલટેઇલ સ્વીફ્ટ કે સ્પાઇન ટેઇલ્ડ સ્વીફ્ટ તરીકે પણ ઓળખાય છે. ‘સ્વીફ્ટ’ની જાતિનું તે મોટું સ્વીફ્ટ છે.લાકડાનાં પીપ આકારનું ધડ ધરાવતાં નિડલટેઇલ ૧૬૯ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ હવાઈ ઝડપ લઈ શકે છે. અગાઉ જોઈ ગયાં એ ત્રણેય પક્ષીઓ ભારતમાં વત્તા-ઓછા અંશે નજરે પડી જતાં હોય છે, પરંતુ નિડલટેઇલ તો એશિયા અને સાઈબિરીયાનું જ પક્ષી, એટલે વળી ભારતનું તો કાયમી મહેમાન. તે મોટાભાગે સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ સંવર્ધન અને ઉછેરકાળ મધ્ય એશિયાના પ્રદેશોમાં અને દક્ષિણ સાઈબિરીયામાં વિતાવે છે અને જેવો શિયાળો શરૂ થાય કે તરત આખો જુમલો વધુ દક્ષિણ ભણી સ્થળાંતર કરી જાય છે. શિયાળા દરમિયાન ઉત્તર તરફના સાઈબિરીયામાં ઠંડીનું પ્રમાણ ખાસ્સી હદ સુધી વધી જતાં તેઓ દક્ષિણ તરફ ગતિ કરતાં ભારત, ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝિલેન્ડ, જાપાન બાજુનો હંગામી વસવાટ આદરે છે. તેની આજુ-બાજુની અને પૂંછની એમ ત્રણેય પાંખનાં પીછાંના છેડા સોય જેવા અણીદાર હોવાથી જ તેનું નામ નિડલટેઇલ પડ્યું છે. લાકડાનાં લંબગોળ પીપની બંને તરફ સઢ જેવી પાંખ અને છેડે સૂપડા જેવી પુંછડી એ તેની ઓળખ છે. દેખાવ થોડો ઘણી રીતે પેંગ્વિન સાથે પણ મળતો આવે છે. પેટનો ભાગ કાળાશ પડતા કથ્થાઈ રંગનો અને સફેદ રંગનો છે. બાકીનું શરીર આછા ભૂખરા-કાળા રંગનું. તે મોટા ભાગનો સમય હવામાં જ વિતાવે. તેના કારણો આઃ પહેલું, તેના પગ અન્ય જાતિનાં પક્ષીઓની સરખામણીએ અને તેના શરીરના પ્રમાણમાં ઘણાં નાના હોય છે એટલે તે ઝાઝા વખત સુધી જમીન પર ઊભા રહેવું તેને ફાવે નહીં. આથી મોટા ભાગનો સમય તે હવામાં જ વિતાવે. બીજું કારણ એ, કે પગ નાના અને પાંખ લાંબી એટલે સંવર્ધનકાર્ય અથવા અન્ય કાર્ય વખતે ઉત્તરાણ બાદ ફરી આકાશમાં ચડવા માટે તેને તકલીફ પડે. એટલે જમીન પર બિનજરૂરી ઉત્તરાણ તે કરતાં નથી.ભારતમાં નિડલટેઇલની પેટા-પ્રજાતિ હિમાલયની ટેકરીઓ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડમાં મોટે ભાગે જોવા મળે છે.મોટાં જીવજંતુઓ તેનો ખોરાક છે. ખડમાકડી, તીડ, સીકેડા (એક જાતનું તીડ), ઉધઈ, ભમરા, વંદા જેવા સેંકડો જીવજંતુઓ તે આરોગે છે. પ્રજનનકાળ બાદ માદા વૃક્ષની બખોલમાં ૨ થી ૭ ની સંખ્યામાં ઈંડાં મૂકે છે.
લોકતંત્ર એટલે લોકોનું તંત્ર. લોક જ સર્વોપરી ને સર્વસ્વ. બધા લોકો સાથે મળીને તંત્ર કે રાજ કરી ન શકે માટે પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને મોકલે. આ સંસદસભ્ય. વિધાનસભ્ય અને નગરસેવક સહિતના પ્રતિનિધિઓ પાસેથી સહજપણે અપેક્ષા રહે કે તેઓ બંધારણ સમજે. એનું રક્ષણ કરે અને એને માન આપે, પરંતુ સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૧૯ની બાબતમાં ભળતી જ લાગણી અનુભવાય છે.બંધારણીય જોગવાઈ અને સંસદીય પ્રણાલી મુજબની સર્વ પ્રક્રિયા આ નાગરિકતા સુધારા ધારામાં અપનાવાઈ. સૌ પ્રથમ લોકસભામાં અને પછી રાજ્યસભામાં બહુમતીથી ખરડો પસાર થયો, ને પછી રાષ્ટ્રપતિએ એના પર મતું માર્યું. કોઈની વિચારસરણી, મહત્ત્વતા કે પૂર્વગ્રહ ભલે ભિન્ન હોય પણ ભાજપની જનતાએ ચૂંટેલા સાંસદોની જરૂરી બહુમતીએ એને સ્વીકાર્યો છે. આ સુધારો સૌએ માથે ચડાવવો રહ્યો કે નહિ?પરંતુ નાગરિકતા સુધારા ધારાએ નક્કર સ્વરૂપ કર્યા બાદ બિન-ભાજપ રાજ્ય સરકારમાંથી આવેલા પ્રતિભાવ મૂઢ કરી નાખનારા છે. કેરળ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબના મુખ્ય પ્રધાનોએ બહુ બહાદુરી બતાવતા હોય એમ જાહેર કરી દીધું કે અમારા રાજ્યમાં નાગરિકતા સુધારા ધારાનો અમલ નહિ થવા દઈએ. મહારાષ્ટ્રમાં નવી સવી સરકારના કૉંગ્રેસી પ્રધાને ય એવો સૂર કાઢ્યો.આ જનસેવકોએ જનતાને બંધારણના મહત્ત્વ, અર્થ અને મર્મ સમજાવવાના હોય પણ આ બધા પોતે બંધારણને સમજે - સ્વીકારે છે? હકીકતમાં તો નાગરિકતા રાજ્યનો વિષય જ નથી. આ બધાના ઊહાપોહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના પ્રવક્તાએ ફોડ પાડ્યો કે બંધારણના સાતમા શિડ્યુલમાં કેન્દ્રની કામગીરીની યાદીમાં આ નાગરિકતા સુધારાધારો આવી જાય અને એને નકારવાનો રાજ્ય સરકારોને હક જ નથી.સંરક્ષણ, રેલવે અને વિદેશી બાબતો સહિતની ૯૭ ચીજોની યાદીમાંનો નાગરિકતાનો મામલો કેન્દ્ર હસ્તક છે. આમાં સંસદના બંને ગૃહ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કંઈ પણ સુધારાવધારા, ફેરફાર કરવાનો હક માત્રને માત્ર કેન્દ્ર સરકારને જ છે.વિચિત્ર લાગે છતાં માની લઈએ કેન્દ્રના વિરોધ પક્ષો સરકારનો વિરોધ કરવાના જ, પરંતુ સચ્ચાઈ, તર્ક, બંધારણ, સંસદ અને જનાદેશને નેવે મૂકીને? નાગરિકતા સુધારા ધારાનો અમલ ન થવા દેવાની પીપુડી ફૂંકનારા એટલું ય જાણતા નહિ હોય કે આ મામલો કેન્દ્ર હસ્તકની બાબત છે. ધારો કે કોઈ નિરાશ્રિતને કેન્દ્ર સરકારે ભારતની નાગરિકતા આપી. પછી તો કોઈ પણ રાજ્યમાં હરવા ફરવા, રહેવા, કમાવા અને ભણવાનો મૂળભૂત બંધારણીય હક એને મળી જ જાય? કોઈ રાજ્ય એને રોકી કંઈ રીતે શકે?આમ છતાં બિન-ભાજપ પક્ષોને લાગી શકે કે બહુમતીના જોરે કંઈક ખોટું થયું છે તો બે વિકલ્પ બચે છે. એક અદાલતના દરવાજા ખટખટાવો. અત્યાર સુધી આ કાયદાના વિરોધમાં એક ડઝન અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. બીજો લોકતાંત્રિક માર્ગ છે. આગામી ચૂંટણીમાં બહુમતી મેળવીને કાયદાને નાબૂદ કરવાનો કે એમાં સુધારો કરવાનો.પ્રજા બાળક જેવી હોય. એને ભરમાવવા માટે રાજકારણીઓ ભળતા નિવેદન કરે તે શોભાસ્પદ નથી. તેઓ સંસદમાં અને વિધાનસભામાં જ્યારે ચુંટાય છે ત્યારે તેમની જવાબદારી બંધારણનાં રક્ષણની હોય છે તેના કરતા ઉપર કોઇ હોઇ શકે નહી પણ આપણે ત્યાં જ્યાં ચુંટણીઓ જ સત્તાલક્ષી બની રહી છે ત્યાં બીજુ કશું કહેવા જેવું રહ્યું જ નથી.
નાગરિકતા સુધારા ખરડો પસાર થઈ ગયો તે પછી ઈશાન ભારતમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એક જૂનો વીડિયો, ૨૦૧૫નો વીડિયો ફરીથી ફરતો થયો છે અને તેમાં એવી ઉશ્કેરણી થઈ રહી છે કે નવો કાયદો બનતા જ બાંગલાદેશમાંથી હિન્દુઓના ધાડાં ઈશાન ભારતમાં આવી રહ્યા છે. આસામ, ત્રિપુરા રાજ્યના મૂળ નિવાસીઓ દાયકાથી લડાઈ લડી રહ્યા છે કે બધા પ્રકારના ગેરકાયદે વસાહતીઓને દૂર કરવામાં આવે; પણ નવા કાયદાથી માત્ર મુસ્લિમ ગેરકાયદે વસાહતી હટાવી શકાશે, હિન્દુ-બંગાળી વસાહતીઓ કાયમી નાગરિકો બની જશે એવો ભય મૂળ નિવાસીઓમાં જાગ્યો છે.
આસામમાં નાગરિકોની નોંધણી કરાઈ તેમાં ૧૯ લાખ જેટલા નામો બાકાત છે. તેમાંથી પાંચ લાખથી વધુ હિન્દુઓ પણ છે. એવી પણ વાતો ફેલાવામાં આવી રહી છે કે આ હિન્દુઓ હવે એવો દાવો કરે કે પોતે બાંગ્લાદેશથી મૂળ આવેલા, તો તેમને નાગરિકતા આપી દેવાશે. આવી જાતભાતની વાતો વચ્ચે આસામથી માંડીથી ત્રિપુરા સુધીના વિસ્તારોમાં તોફાનો ફેલાયા છે.
નાગરિકતા કાયદામાં સુધારો કરીને મૂળ તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મુંબઈ અને દિલ્હીમાં રહેતા નિરાશ્રીતોને નાગરિકતા આપવાનો છે, પણ તેના પડઘા ઈશાન ભારતમાં પડી રહ્યા છે.તેના કારણે ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહમાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભામાં તથા સોશ્યલ મીડિયામાં ભારપૂર્વક મેસેજ મૂક્યા છે કે ઈશાન ભારતના સ્થાનિક લોકોને, આદિવાસીઓની, મૂળ નિવાસીઓને નુકસાન થાય તેવું કશું કરાશે નહિ. તેમની ભાષા, સંસ્કૃતિ, રહેણીકરણી, ખેતી, વેપાર, રોજગાર બચાવી રાખવા માટે ત્યાં કોઈ બહારના લોકોને અધિકારો અપાશે નહિ. કાશ્મીર માટે કલમ ૩૭૦ હતી, તે પ્રમાણે કલમ ૩૭૧ હેઠળ ઈશાન ભારતના કેટલાક રાજ્યોને, તે રાજ્યોના કેટલાક વિસ્તારોને, કેટલાક પહાડી પ્રદેશોને વિશેષ દરજ્જો આપીને રક્ષણ અપાયેલું જ છે. અહીં બહારની વ્યક્તિ આવીને જમીન કે મિલકત ખરીદી શકતી નથી.આવી એક વ્યવસ્થાને ઇનર લાઇન પરમીટ કહેવામાં આવે છે. તેનું કાચુંપાકું ભાષાંતર કરી શકાય - અંતરિયાળ વિસ્તાર પરવાનો.
ઈશાન ભારતના પહાડી પ્રદેશોમાં, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં, વન પ્રદેશોમાં બહારની વ્યક્તિ પરવાના વિના પ્રવેશ કરી શકતી નથી. પ્રવાસીઓ પણ નહિ. પ્રવાસી તરીકે કે મુલાકાતી તરીકે કે અભ્યાસી તરીકે પણ અંતરિયાળ જઈને આદિવાસીઓનો સંપર્ક કરવો હોય તો પ્રથમ પરમીટ લેવી પડે.આ વ્યવસ્થા આઝાદી મળી તે પછી તરત અમલી બનાવાઈ હતી અને તેનો બહુ લાંબો અને રસપ્રદ ઇતિહાસ છે. તે સમગ્ર ઇતિહાસમાં ના પડીએ, પણ તેમાં રસપ્રદ વાત એ છે કે તે જમાનામાં જનસંઘ અને તેના યુવાન અને પ્રતિભાવાન નેતા અટલ બિહારી વાજપેયીએ ઇનર લાઇન પરમીટનો વિરોધ કર્યો હતો. જનસંઘનું કહેવું હતું કે ભારતના લોકોને ત્યાં પ્રવેશતા રોકીને, ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ચાલતી વટાળ પ્રવૃત્તિઓને બેરોકટોક ચાલવા દેવાનું આ કાવતરું છે.
જનસંઘની અને સંસદમાં યુવાન અને જોશીલા વાજપેયીની જોરશોરથી માગણી હતી કે આ વિસ્તારોમાં અંતરિયાળ ભારતના લોકોને જવા દેવા જોઈએ. અહીં અંદર પ્રવેશ મળવો જોઈએ, એટલું જ નહિ, સરહદના વિસ્તારોમાં કે જ્યાં ચીનની ઘૂસણખોરીનો ભય છે ત્યાં ભારતના લડાયક સૈનિકોને, લડાયક પ્રજાને વસાવવી જોઈએ.આજે પરિસ્થિતિ એ છે કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બંને ભારપૂર્વક કહી રહ્યા છે કે આ વિસ્તારોમાં ભારતમાંથી કોઈને આવીને વસવા દેવામાં આવશે નહિ. અહીં બહારની વ્યક્તિઓને પ્રવેશવા દેવામાં આવશે નહિ અને ઇનર લાઇન પરમીટમાં ફેરફાર નહિ થાય. તેનાથી પણ આગળ વધીને, આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશીપ અને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલ વખતે મણીપુરને પણ ઇનર લાઇન પરમીટ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. અર્થાત જનસંઘ અને વાજપેયી જે ઇનર લાઇન પરમીટ હટાવવાની માગણી કરીને કોંગ્રેસને પરેશાન કરી રહ્યા હતા, તેની જગ્યાએ હવે ભાજપના નેતાઓએ ઇનર લાઇન પરમીટનો વ્યાપ વધાર્યો છે.
રાજકારણ કેવી રીતે કરવટ બદલતું હોય છે તેનો જ આ એક વધુ દાખલો છે, અને તેમાં ખાસ કંઈ ચોંકવા જેવું નથી. ઇનર લાઇન પરમીટનો મામલો રસપ્રદ એટલા માટે પણ હતો કે તેમાં કોંગ્રેસ અને જનસંઘની ટક્કર ઉપરાંત ભારતમાં જેનો દાખલો અપાતો હોય છે, તે મહત્ત્વના પાત્રોના જુદા જુદા ધર્મો પણ હતા. જનસંઘ અને વાજપેયી નહેરુ સરકારને વારંવાર આ મુદ્દે ભીંસમાં લેતા હતા અને તેઓ કહેતા હતા કે નેફામાં (ત્યારે ઈશાન ભારત નેફા તરીકે વધારે ઓળખાતું હતું, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી) અત્યારે મહત્ત્વના અધિકારીઓમાં મુખ્ય સચિવ મુસ્લિમ છે, સલાહકાર પારસી છે અને ઈશાન ભારતના આદિવાસીઓ માટે નૃવંશશાસ્ત્રી ખ્રિસ્તી છે. ચીને ઘૂસણખોરી કરી હોય તે વિસ્તારમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહિ એવી ટીકા જનસંઘના નેતાઓ કરતા હતા.સલાહકાર પારસી એટલે નરી રુસ્તમજી. તેઓ મૂળ આઈસીએસ અધિકારી હતા, પણ તેમને નેફા માટે ઊભી કરવામાં આવેલી ઇન્ડિયન ફ્રન્ટિયર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં મૂકવામાં આવ્યા હતા. તેઓ સિક્કિમ સહિત ઈશાન ભારતમાં મહત્ત્વના હોદ્દે કામ કરતા રહ્યા હતા. તેમણે પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે તે વખતે નહેરુએ આ વિસ્તારમાં સંભાળપૂર્વક અને ધીરે ધીરે આગળ વધવાનું નક્કી કર્યું હતું.આ વિસ્તારોમાં બહારના એટલે કે ભારતભરમાંથી લોકો એકાએક આવી પડશે કે પ્રવાસીઓની સંખ્યા વધશે અને પરિવર્તન ઝડપી હશે તો સ્થાનિક લોકો માટે આંચકારૂપ હશે. તેથી ધીમે ધીમે ત્યાં પરિવર્તન લાવવું અને તે માટે બહારના સંપર્કોને ધીમે ધીમે ખોલવા. તેમને આવી સલાહ આપનારમાં મુખ્ય એક અંગ્રેજ મનાતા હતા.
આ અંગ્રેજ એટલે આઝાદ ભારતમાં ભારતની નાગરિકતા લેનારા પ્રથમ અંગ્રેજ વેરિયર એલ્વીન. વેરિયર એલ્વિને વર્ષો સુધી ઈશાન ભારતના આદિવાસીઓ વચ્ચે કામ કર્યું હતું અને તેમની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો. તેમના માટે કામ સહેલું હતું, કેમ કે લાંબો સમયથી ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ વટલાવાનું કામ કરતા જ હતા. જોકે વેરિયર વિશે લોકો એ ઓછું જાણે છે કે આખરે તેમણે ખ્રિસ્તી ધર્મ ત્યજી દીધો હતો. તેઓ બૌદ્ધ બન્યા હતા અને બૌદ્ધ તરીકે જ ભારતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.પરંતુ આવી વિગતો ઘણી વાર મોટા વિવાદમાં દબાઈ જતી હોય છે. એવું મનાય છે કે વેરિયરની સલાહથી ઇનર લાઇન પરમીટ આવી અને ભારતના બાકીના પ્રદેશોમાંથી લોકોએ ત્યાં જવું મુશ્કેલ બન્યું આરએસએસ દ્વારા તે વખતથી જ ખ્રિસ્તી મિશનરીઓની સામે આદિવાસીઓ વચ્ચે જવાનું શરૂ કરી દીધું હતું. તેથી જનસંઘે આ બાબતનો આકરો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તમે સંઘના સ્વંયસેવકોને ત્યાં જવા દેવા નથી માગતા, કેમ કે ખ્રિસ્તી મિશનરીઓ ત્યાં વટાળપ્રવૃત્તિઓ કરી રહ્યા છે.પ્રારંભના દાયકામાં જનસંઘનો વિરોધ અસરકર્તા ના રહ્યો, પરંતુ ચીને ૧૯૬૨ આક્રમણ કર્યું, પછી નહેરુની સ્થિતિ બહુ નબળી પડી ગઈ હતી. ચીન વિશે ચેતવણી છતાં નહેરુ સરકારે અને નહેરુના માનીતા મેનને બેદરકારી દાખવી હતી. તેના કારણે ભારતે ભોગવવું પડ્યું હતું. જનસંઘની સાથે હવે લોહિયા જેવા સમાજવાદીઓ પણ નહેરુ સરકાર પર દબાણ કરી રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ ફરી માગણી કરી હતી કે ચીન જેવા દુશ્મનનો સામનો કરવો અને સરહદની સુરક્ષા માટે સરહદે એક લાખ લડાયક પંજાબીઓ વગેરેને વસાવવા જોઈએ. નેફાના સરહદી વિસ્તારોમાં નિવૃત્ત સૈનિક પરિવારોને વસાવવા જોઈએ અને ઇનર લાઇન પરમીટની વાત પડતી મૂકવી જોઈએ.જાણકારો કહે છે કે નહેરુ વાજપેયી-લોહિયા જેવા નેતાઓના દબાણમાં આવ્યા હતા અને સરહદે વસાહતો કે એવી કોઈ યોજના માટે ૧૯૬૪માં વિચારવા પણ લાગ્યા હતા, પણ તે પછી તેઓ લાંબુ જીવ્યા નહોતા. વેરિયર એલ્વીને આ વાતની જાણ થઈ ત્યારે નહેરુને એવું કરતાં રોકવા માટે તેઓ પહોંચ્યા હતા. સરકારમાં ઈશાન ભારતની બાબત સંભાળતા અમલદાર યુસુફ અલીએ વેરિયર એલ્વીને જણાવ્યું કે સરહદે નિવૃત્ત સૈનિકોને વસાવવાની ફાઇલ તૈયાર છે અને ઈશાન ભારતમાં પ્રવેશ અને વસવાટના બધા જ પ્રતિબંધો પણ દૂર કરવાની તૈયારી થઈ ગઈ છે.એલ્વીન નહેરુને પણ મળ્યા હતા, પણ આ મુલાકાત પછી તરત જ તેમનું અવસાન થયું હતું. નહેરુ પણ તે પછી ત્રણેક મહિનામાં અવસાન પામ્યા. સરહદે મોટા પાયે વસાહતો કરવાની યોજના પણ અટકી પડી, પરંતુ દાયકાઓ વીતતા ગયા, તેમ તેમ ઈશાન ભારતમાં ધીમે ધીમે મોકળાશ વધતી ગઈ. તટપ્રદેશ અને શહેરોમાં બંગાળીઓ સહિતના ભારતીયોની વસતિ પણ ધીમે ધીમે થતી રહી. વસવાટ માટેની મંજૂરીઓ પણ મળતી રહી. આંદોલનો ઉગ્ર બન્યા ત્યારે કેટલાક જિલ્લા કે પહાડી પ્રદેશ, જેમ કે બોડો પહાડીઓ વગેરેમાં પ્રતિબંધો રહ્યા પણ બીજે ઓછા થતા ગયા.તેના કારણે ઈશાન ભારતના રાજ્યોની વસતિમાં ઘણો મોટો ફેર પડી ગયો છે. ત્રિપુરાના માજી રાજવીએ હાલમાં જ બળાપો વ્યક્ત કર્યો કે અમારા દાદી મહારાણીએ ૩૦૦ ચોરસ માઇલ વિસ્તાર બાંગ્લાદેશના બંગાળી હિન્દુઓને વસવા માટે ઉદારતાથી આપ્યો હતો. આજે ત્રિપુરાના આદિવાસીઓ ૩૦ ટકા છે, બાકીની વસતિ ૭૦ ટકા થઈ ગઈ છે. આસામની મૂળ અહોમ પ્રજા પણ લઘુમતીમાં આવી ગઈ છે. આસામી બોલનારાની સંખ્યા છેલ્લા બે દાયકામાં ઘટી છે અને બંગાળી બોલનારાની સંખ્યા વધી છે. આ બધી એવી વિકટ સ્થિતિ હોય છે કે તેમાંથી માર્ગ કાઢવો કોઈ પણ માટે મુશ્કેલ બને. તેના કારણે જ સંભાળપૂર્વકની નીતિ જ અપનાવવી રહી.
આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે.તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે.કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની બેઠકમાં સુષમા સ્વરાજે તે સમયના પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની તરફ જોઈને પૂછ્યું, "છેવટે ક્યાં સુધી આપણે અમિત શાહને ખેચીશું?બેઠકમાં હાજર રહેલા નરેન્દ્ર મોદીનું ધૈર્ય તૂટી ગયું. તેમણે કહ્યું, શું વાત કરી રહ્યાં છો. પાર્ટી માટે અમિત શાહનું યોગદાન કેવી રીતે ભૂલી શકાય.અરુણ જેટલીની તરફ જોઈને તેમણે કહ્યું, અરુણજી તમે જેલમાં જાવો અને અમિત શાહને મળો. તેમને લાગવું જોઈએ કે પક્ષ તેમની સાથે છે. આ પછી આ મુદ્દા પર બેઠકમાં કોઈ કાંઈ બોલ્યું નહીં.અરુણ જેટલી જેલમાં ગયા અને અમિત શાહને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી જ્યારે અદાલતે ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો પછી તેઓ દિલ્હી આવી ગયા.દિલ્હીમાં અમિત શાહને વધારે લોકો ઓળખતાં ન હતા. રાજકારણ સિવાય તેમને કોઈ વાતમાં રસ નથી.
અરુણ જેટલીએ પાર્ટીના સાત-આઠ યુવાન નેતાઓને જવાબદારી સોંપી કે તેમનામાંથી દરરોજ ઓછામાં ઓછા બે લોકો દિવસભર અમિત શાહની સાથે રહેશે.શાહ જેટલા દિવસ દિલ્હીમાં રહ્યા તેટલા દિવસ બપોરે દિલ્હીમાં જેટલીના ઘરે જમવાનું નક્કી રહેતું. તે સમયે રાજનાથની જગ્યાએ નીતિન ગડકરી પાર્ટીના અધ્યક્ષ બની ગયા હતા.અમિત શાહ તેમને મળવા માટે જતા તો તેમને બે-બે, ત્રણ-ત્રણ કલાક બહાર રાહ જોવી પડતી હતી પરંતુ અમિત શાહે ક્યારેય કોઈને ફરિયાદ કરી ન હતી.દિલ્હીમાં રહ્યા પછી પણ અમિત શાહ દિલ્હીના રાજકીય પ્રવાહોથી અજાણ હતા.વર્ષ ૨૦૧૩ આવતાં-આવતાં રાજનાથ સિંહ એક વાર ફરીથી પાર્ટીના અધ્યક્ષ બની ગયા.મોદીના કહેવાથી રાજનાથ સિંહે તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી બનાવી દીધા.જ્યારે તેમને ઉત્તર પ્રદેશનો પ્રભાર સોપવામાં આવ્યો તો પાર્ટીમાં સવાલ ઉઠ્યા કે શાહ ઉત્તર પ્રદેશ વિશે કેટલું જાણે છે?જોકે, ઉત્તર પ્રદેશના ભાજપ નેતાઓને પહેલી જ મિટિંગમાં સમજાઈ ગયું કે અમિત શાહ કોણ છે.બેઠક શરૂ થઈ તો નેતાઓએ કહેવાનું શરૂ કર્યું કે કઈ કઈ લોકસભાની બેઠક જીતી શકાય છે.અમિત શાહે કહ્યું કે તમારે લોકોએ કોઈ બેઠક જિતાડવાની જરૂર નથી, એ કહો કે કયાં બૂથ જિતાડી શકો છો. મને બૂથ જિતાડનાર જોઈએ. બેઠક જિતાડનાર નહીં.
આ પછી લોકસભા ચૂંટણીના પરિણામે અમિત શાહને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત કરી દીધા. આ સફળતા પછી તેમનો અધ્યક્ષ બનવાનો રસ્તો સાફ થઈ ગયો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી તેમણે ભાજપની કાર્ય સંસ્કૃતિ જ બદલી નાખી. પાર્ટીમાં પદાધિકારીઓ કરતાં બૂથ કાર્યકર્તાઓને મહત્ત્વ આપવામાં આવ્યું.
રાજ્યોમાં પ્રભારી રાષ્ટ્રીય મહામંત્રી સામાન્ય રીતે રાજ્યની રાજધાની અથવા કેટલાંક પ્રમુખ શહેરો સુધી જતા હતા.અચાનક જ લોકોએ જોયું કે રાષ્ટ્રીય અધ્યક્ષ બૂથ લેવલે કાર્યકર્તાઓને જ ન મળ્યા પરંતુ તેમના ઘરે જમવા પણ જવા લાગ્યા.
હૈદરાબાદના એક પ્રવાસ પરથી પરત ફર્યા પછી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે ફરિયાદ કરી કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું બૂથ સ્તરના કાર્યકર્તાઓના ત્યાં જવું યોગ્ય છે?અમિત શાહનો જવાબ હતો, પાર્ટીના બંધારણમાં એવું લખ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તાઓના ઘરે નહીં જઈ શકે? આ પદાધિકારીઓ માટે જે સંદેશ હતો તે પહોંચી ગયો.શાહ જે રાજ્યની બેઠક પર જાય ત્યાં પદાધિકારીઓનો પરસેવો છૂટી જાય છે. કારણ કે તેમને તે મત વિસ્તારની, તેમના મુખ્ય કાર્યકર્તાઓની અને મુદ્દાની તેમના કરતાં પણ વધારે જાણકારી હોય છે.
એટલા માટે તેમણે લૅપટોપ અથવા નોટબુક જોવાની જરૂર પડતી નથી. ચૂંટણી દરમિયાન તે પાર્ટીના તંત્રથી પોતાનું એક અલગ તંત્ર ઊભું કરે છે. આમાં બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને કૉલ સેન્ટર સુધીની તમામ બાબત હોય છે.
આ કામ માટે લોકોની પસંદગીમાં બે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પહેલું, વધારેમાં વધારે યુવાનોને જોડવામાં આવે અને બીજું, તમામની વૈચારિક પ્રતિબદ્ધતા શંકાથી પર હોવી જોઈએ.વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન થયા પછી લોકોએ માન્યું કે રાજ્યમાંથી ભાજપનો સફાયો નક્કી છે.પાર્ટીની અંદર એક વર્ગ હતો જેનું કહેવું હતું કે આ ગઠબંધનને કોઈ પણ ભોગે તોડવાના પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ શાહે કહ્યું કે લડાઈ અને પ્રયત્નોનું સ્તર વધારી દો. વધારે નુકસાન નહીં થાય. બેઠક વિશે વિચારવાનું છોડી દો. પચાસ ટકા મતનું લક્ષ્ય રાખો.
તેમણે તમામ રાજકીય પંડિતોને ખોટા સાબિત કરી દીધા. લોકસભા ચૂંટણીની સફળતાએ તેમને ગૃહમંત્રી તરીકે સ્થાપિત કરી દીધા.સામાન્ય રીતે ગૃહમંત્રીને સરકારમાં નંબર ટુ માનવામાં આવે છે. સવાલ હતો કે શું રાજનાથ સિંહને આ ભૂમિકામાંથી હઠાવી દેવામાં આવશે? મોદી અને શાહ બંનેએ નક્કી કર્યું કે ના, તેની જરૂરિયાત નથી.૫ ઑગસ્ટે જ્યારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ કરવાનો અને બે કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો કાયદો પસાર થયો, ત્યારે વડા પ્રધાને આખા દેશને કહ્યું કે તેમના રાજકીય ઉત્તરાધિકારી કોણ છે?
આ કાયદો લોકસભા ચૂંટણી પહેલાં જ લાવવાની તૈયારીઓ થઈ ગઈ હતી.
કાયદાનો ખરડો બનાવવાથી લઈને પીડીપી સાથે ક્યારે અને કેવી રીતે ગઠબંધન તોડવું છે તેની આખી રણનીતિ અરુણ જેટલી, અમિત શાહ અને મોદીએ તૈયાર કરી હતી.જેટલીએ તે સમયના ગૃહમંત્રી રાજનાથ સિંહને ત્રણ વખત બોલાવીને આખા કાયદાના ખરડાને ત્રણ વખત સમજાવ્યો અને એ પણ કહ્યું કે સંસદમાં તેમણે શું બોલવાનું છે.પરંતુ આ દરમિયાન પુલવામા હુમલો થયો અને સરકારે બાલાકોટ ઍરસ્ટ્રાઇકનો નિર્ણય કર્યો એટલા માટે કાયદાને ટાળી દેવામાં આવ્યો.વડા પ્રધાને નાગરિક્તા સંશોધન વિધેયકની કમાન અમિત શાહને સોંપી હતી અને પોતે પડદા પાછળ રહ્યા હતા.નાગરિકતા સંશોધન વિધેયક સંસદમાં રજૂ થયું અને પાસ થયું તો વડા પ્રધાન સંસદમાં નથી આવ્યા. અમિત શાહ પરોક્ષ રૂપે સંસદમાં પાર્ટીના નેતાની ભૂમિકામાં હતા.બંને સમયે અમિત શાહે પાર્ટી અને દેશના લોકોને પોતાના સંસદીય કૌશલ્યથી ચોંકાવ્યા. સંસદનાં બંને સદનોમાં તેમના પ્રદર્શનોથી દેશને પહેલી વખત તેમનો પરિચય થયો.મોદી શાહના સંબંધને સામાન્ય રાજકીય રીતે સમજવો મુશ્કેલ છે. એક અર્થમાં કહી શકીએ છીએ કે શાહ મોદીના ઑલ્ટર ઇગો છે.
મોદીનો શાહ પર ભરોસો અટલ છે તો શાહ મોદીનો ઇશારો સમજે છે. રાજકારણમાં આવી જટિલ જોડી મળવી મુશ્કેલ છે.ગત ૬ મહિનામાં અમિત શાહ જે પ્રકારે રાષ્ટ્રીય ફલક પર ઊભરીને સામે આવ્યા છે, તેને જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે મોદીના પડછાયા સિવાય તેમણે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે.નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ ૨૦૧૪ ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો હતો.ત્યારબાદ આ બંન્ને નેતાઓની પકડ દેશનાં રાજકારણ પર મજબૂત થઈ ગઈ છે. જેની અનુભૂતિ દિનપ્રતિદિન થતી રહે છે. જો તમે નરેન્દ્ર મોદીને મગજ ગણતા હોવ, તો અમિત શાહની ભૂમિકા તે સ્નાયુઓની છે. જે સપાટી પરના તેમના વિચારોને જમીની હકીકતમાં બદલી નાખે છે.મગજ અને શક્તિની આ જોડીએ આરએસએસના કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને મહદઅંશે પૂર્ણ કરી બતાવ્યું છે. દેશને ભગવા રંગમાં રંગી નાખ્યો છે. બાવન વર્ષના અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ મહિને ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ સફરમાં તેમની પાસે થવા માટે ઘણાં કારણો છે.
૧૩ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જ્યારે પાંચ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોની સરકાર સત્તામાં છે. આ દ્રષ્ટિએ અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના સૌથી સફળ પ્રમુખ છે. ઉપરાંત પક્ષે ઉત્તરપૂર્વ રાજ્યોમાં તેના મૂળિયાં મજબૂત બનાવ્યાં છે.શાહની રાજકીય વ્યૂહરચનાને કારણે ભારતીય જનતા પાર્ટીએ આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં જીત હાંસલ કરી. જ્યારે ગોવામાં સૌથી મોટી પાર્ટી કૉંગ્રેસને પછાડી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળતા મળી. તદુપરાંત પક્ષ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બાદ ભાજપે શિવસેના સાથે ગઠબંધન સરકારની રચના કરી હતી.એટલું જ નહીં, જમ્મુ કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધનમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તામાં આવી. ત્યાર બાદ અમિત શાહે ઉત્તરપ્રદેશમાં પક્ષને ભવ્ય વિજય અપાવ્યો. જો કે દિલ્હી અને બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામોન કરવો પડ્યો. પરંતુ પાછળથી નીતીશ કુમારને પોતાના પક્ષે લઈને અમિત શાહે બિહારના પરાજય ને વિજયમાં બદલી નાખ્યો.તેમની સફળતાઓમાં, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનવું પણ સામેલ છે. પાંચ વખત ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ રાજ્યસભામાં પહોંચ્યા છે.દેખીતી રીતે જોવા જઈએ તો, અમિત શાહે નરેન્દ્ર મોદી પાસેથી જે તાકાત મેળવી છે, તે પણ મોદીના ભરોસા પર ખરી ઉતારી છે. જે કંઈ મોદી પોતાના મનમાં વિચારે છે, અમિત શાહ તેને અમલમાં લાવે છે. ધ્યેયને હાંસલ કરવા માટે, બંન્ને નેતાઓ કોઈપણ પ્રકારની પદ્ધતિને અપનાવવામાં અચકાતાં નથી. બંન્ને નેતાઓનો હેતુ માત્ર ધ્યેય હાંસલ કરવાનો છે.ઉદાહરણ તરીકે, અરુણાચલ પ્રદેશમાં ૪૩ ધારાસભ્યોમાંથી ૩૩ ધારાસભ્યોને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી. અગાઉ ઉત્તરાખંડમાં, કોંગ્રેસના મુખ્યમંત્રી હરીશ રાવતની સરકારને અસ્થિર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. બિહાર રાજ્યની વિધાનસભામાં જેડીયુ-ભાજપ સરકારને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પક્ષમાં ભંગાણ પાડવાી યોજના પર પણ કાર્યરત છે.વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અને ભારતીય જનતા પાર્ટી માટે એક બહુ મોટા ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. ભારતીય જનતા પક્ષ મોદીની આગેવાનીમાં પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સરકાર રચવામાં સફળ રહ્યો હતો.
દશકા પહેલાં, નરેન્દ્ર મોદી એક સામાન્ય આરએસએસ કાર્યકર તરીકે જોડાયા અને એલ. કે. અડવાણીના શિષ્ય બન્યા હતા. ૨૦૦૧માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧૩ વર્ષ માટે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આ બ્રાન્ડિંગનું પરિણામ મોદીને વડાપ્રધાન સ્વરૂપે મળ્યું. આ એ જ હોદ્દો હતો જેના પર તેમના તેમના માર્ગદર્શક અને ગુરુ અડવાણી વર્ષોથી નજર માંડી બેઠા હતા અને રાહ જોઈ રહ્યા હતા.શાહના મોદી સાથેના સુદ્રઢ સંબંધોનું કારણ લાંબા સમયથી એકબીજા સાથે લાંબા કામથી કામ કરવું છે. શાહ જાણે છે કે મોદી શું ઇચ્છે છે અને બાકીનું કામ તેમનાચૂંટણી દરમિયાનના અથાગ પરિશ્રમ અને ચૂંટણીલક્ષી જબરદસ્ત વ્યૂહરચનાઓ કરી આપે છે.શાહ એક મહાન વ્યૂહરચનાકાર અને કાર્યક્ષમ આયોજક છે. કાબેલિયતના દમ પર તેઓ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવતા દરેક લક્ષ્યાંકને સફળતાપૂર્વક પ્રાપ્ત કરે છે.જ્યારે ૨૦૦૧ માં મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે શાહનો સુવર્ણકાળ શરૂ થયો. ખાસ કરીને ૨૦૦૨માં ગોધરા ટ્રેન હત્યાકાંડ, ત્યારબાદ ભડકેલી સાંપ્રદાયિક હિંસા પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની ધમાકેદાર જીત થઇ, ત્યારબાદ શાહનો સુવર્ણકાળ શરૂ થયો હતો.શાહની રાજકીય સફળતા જે રીતે શાનદાર છે તો એમનું પડવું અને પડયા પછી બેઠું થવું પણ એટલુંજ રસપ્રદ છે. સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં તેમનું નામ આવ્યું હતું અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ૨૦૧૦માં તેમની ધરપકડ પણ કરી હતી. ત્યારબાદ તેમને ત્રણ મહિના જેલમાં વિતાવવા પડયા હતા.
ઓક્ટોબર ૨૦૧૦માં તેમને જામીન મળ્યા. કોર્ટે તેમને ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યા પછી, તેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. શાહની વિરુદ્ધના કેટલાય કાયદાકીય કેસ દાખલ થયા. પરંતુ આ કેસો રાજકીય કારકિર્દી ના ચડતા ગ્રાફના આડે આવ્યા નહીં.
૨૦૧૪ માટેની વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત થયા પછી, મોદીએ પાર્ટીના વડા તત્કાલીન રાજનાથસિંહને કહીને અમિત શાહને ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવા રાજી કર્યા હતા. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને ૮૦ લોકસભાની બેઠકોમાંથી ૭૧ બેઠકો અપાવી શાહે પોતાની પ્રભારી તરીકેની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી.મોદીના વડા પ્રધાન બન્યા બાદ, રાજનાથસિંહ કેબિનેટમાં જોડાયા અને શાહે પાર્ટી પ્રમુખનું પદ સંભાળ્યું અને ત્યારબાદ તેઓએ પાછું વળીને નથી જોયું.