~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૧૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયાનાં હર્ષદપુર વિસ્તારમાં આવેલી બોમ્બે મિનરલ કંપની જે બોકસાઈટનો કેલ્શીનેશન પ્લાન નાનો હતો જે આગળ જતાં વિશાળ બનેલો અને આ કંપની વિસ્તારમાં લાખો ટન બોકસાઈટના ઢગલા પથ્થરોને ક્રશ કરવા, પાઉડર બનાવવાને કારણે સતત પ્રદૂષણયુક્ત વાતાવરણ રહેતુ અને ધૂળની ડમરી ભ...
મીઠાપુર, તા.૧૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયાનાં હર્ષદપુર વિસ્તારમાં આવેલી બોમ્બે મિનરલ કંપની જે બોકસાઈટનો કેલ્શીનેશન પ્લાન નાનો હતો જે આગળ જતાં વિશાળ બનેલો અને આ કંપની વિસ્તારમાં લાખો ટન બોકસાઈટના ઢગલા પથ્થરોને ક્રશ કરવા, પાઉડર બનાવવાને કારણે સતત પ્રદૂષણયુક્ત વાતાવરણ રહેતુ અને ધૂળની ડમરી ભયંકર દુર્ગંધ તથા ખુબ જ પ્રદુષણ રહેતા દુર્ગંધને કારણે તથા સતત ઉડતી ધૂળથી લોકો પોતાના ઘરની બહાર ના નીકળી શકતા તથા અનેક પરિવારોને બારી દરવાજા પણ બંધ રાખવા પડતા હતા.
સતત ઉડતી ધુળ અને પ્રદુષણને કારણે આ વિસ્તારમાં અસ્થમા, કેન્સર, શ્વાસની બીમારી તથા આસપાસનાં વિસ્તારની શાળાઓના વિદ્યાથીઓ, રહીશો, ગ્રામજનો તથા મોટી સરકારી હોસ્પિટલનાં દદર્ીઓ પણ સતત પરેશાન થતા હતા અને મોટી માંદગીઓ ફેલાઈ હતી.
કંપનીના સતત પ્રદૂષણ સામે ખંભાળિયાનાં જાગૃત નાગરિક ઘેલુભાઈ ગઢવી દ્વારા ખુબ જ લાંબી લડત ચલાવવામાં આવી હતી તથા જાગૃત નાગરિકો, ખેડૂતો, લોકો તથા શાળાઓ દ્વારા પણ ફરિયાદો કરાઈ હતી. પ્રદૂષણની પણ ગંભીર ફરિયાદો તથા હાઈકોટર્નાં આદેશ પછી ખંભાળિયા ડેપ્યુટી કલેક્ટર તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ અને પંચનામું કરાયું હતું. જેમાં પ્રદૂષણ, ધૂળ દેખાઈ હતી.
આમ તંત્રના રિપોટર્ ફરિયાદી તથા સત્તાવાલાઓનાં પગલા પછી કંપનીઓએ કંપની બંધ કરવા નક્કી કરી પ્લોટ બંધ કરી દેતા ભયંકર પ્રદૂષણ બંધ થયું છે. તથા લોકોને ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનો મૂળભૂત અધિકાર મળ્યો છે.
કંપની બંધ થવાથી પ્રદૂષણ બંધ થતા ભયંકર દુર્ગંધ તથા ધૂળ બંધ થતાં શાળાના વિદ્યાથીઓ, હોસ્પિટલના દર્દીઓ, ગ્રામજનો તથા આશપાસનાં રહીશોમાં ખુબ જ રાહતની લાગણી ફેલાઈ હતી.
ગ્રામજનો, રહીશોએ પ્રદૂષણની આ સફળ લડાઈ લડવા બદલ આગેવાન ઘેલુભાઈ ગઢવીને ખુબ ખુબ અબિનંદન આપેલા છે તથા બંધ પડેલ આ કંપની જે પ્રદૂષણ ફેલાવતી તે ભવિષ્યમાં ચારેય ચાલુ ન થાય તેવી માંગ કરાઈ હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જેતપુર, તા.૧૫
જેતપુરમાં નવાગઢમાં રહેતી મહીલાનો પાડોશી શખ્સે પીછો કરી હેરાન કરતો હોવાની અને બાથરૂમમાં ન્હાવા જતા ત્યાં પણ ડોકીયુ કરી જોતો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં નવાગઢમાં રહેતી મહિલાએ પાડોશમાં રહેતા સંજય ધનજ...
જેતપુર, તા.૧૫
જેતપુરમાં નવાગઢમાં રહેતી મહીલાનો પાડોશી શખ્સે પીછો કરી હેરાન કરતો હોવાની અને બાથરૂમમાં ન્હાવા જતા ત્યાં પણ ડોકીયુ કરી જોતો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં નવાગઢમાં રહેતી મહિલાએ પાડોશમાં રહેતા સંજય ધનજી દેવધરીયા વિરુધ્ધ પોલીસમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી ઘર બહાર ખરીદી કરવા ગયા હતા ત્યારે આરોપી તેનો પીછો કરી ઘર સુધી પાછળ - પાછળ ગયો હતો અને છેલ્લા ચાર દિવસથી આરોપી પીછો કરી હેરાન કરતો હતો. આ ઉપરાંત મહીલા જયારે તેના ઘરની બહાર કંતાનના બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે પણ આરોપી બાથરૂમમાં ડોકા કાઢી અવાર - નવાર છુપી રીતે જોયા કરતો હોય જે અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવતા જેતપુર સીટી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૧૫
વાંકાનેરની શિક્ષિકા એ અમદાવાદની સંસ્થા મારફત અમરેલીના શખ્સ સાથે લગ્ન કર્યા બાદ અમરેલીના શખ્સે શિક્ષિકાને વારંવાર ધરાર શરીર સુખ માણવા ધમકાવી ગાળો આપી દાગીના લઇ શિક્ષિકાના એટીએમ માંથી ૨૦ હજાર ઉપાડી લઇ ઘરેથી કાઢી મુક્ત શિક્ષિકાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચેલ છે.
આ...
અમરેલી, તા.૧૫
વાંકાનેરની શિક્ષિકા એ અમદાવાદની સંસ્થા મારફત અમરેલીના શખ્સ સાથે લગ્ન કર્યા બાદ અમરેલીના શખ્સે શિક્ષિકાને વારંવાર ધરાર શરીર સુખ માણવા ધમકાવી ગાળો આપી દાગીના લઇ શિક્ષિકાના એટીએમ માંથી ૨૦ હજાર ઉપાડી લઇ ઘરેથી કાઢી મુક્ત શિક્ષિકાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર વાંકાનેર રહેતી અને શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાએ અમરેલી સીટી પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેવો વાંકાનેર ગામે રહેતી હતી અને
ગત તા.૨૫/૧૦/૧૯ ના રોજ અમદાવાદની અનુબંધ સંસ્થા ના સંચાલક નટુભાઈ પટેલના મારફત અમરેલીના કમલેશ ભાદાભાઈ ટાંક સાથે લગ્ન કરેલ હતા અને શરૂઆતમાં આ શખ્સે શિક્ષિકા ને ભોળવી કાગળોમાં સહીઓ લઇ લીધેલ હતી જે કાગળો લગ્નના હોવાનું બાદમાં જાણવા મળેલ હતું અને લગ્ન બાદ મહિલા સાથે અમરેલી માં રહેવા આવેલ તે દરમ્યાન કમલેશ ભાદાભાઈ ટાંક દ્વારા ચંદ્રિકાબેન સાથે ધરાર શરીર સુખ માણવા ધમકાવતો અને તેનો વિરોધ કરે તેઓ ગાળો આપતો હતો શરૂઆતમાં શિક્ષીકાના આગલા ઘરના બે બાળકો જે આગલા પતિ પાસે રહે છે
તેનો કેસ ધોરાજી કોટર્મ ચાલતો હોઈ તે કેસમાં તેના બાળકોનો કબ્જો મળે તો તેને પણ સાચવશે તેવી મીઠી મીઠી વાતો કરેલ અને બાદમાં તેને વારંવાર શરીર સુખ માણવા કહેતો પરંત શિક્ષકા તબિયત સારી ના હોવાથી પછીનું કહેતા કમલેશ ટાંક ગાળો દેવા લાગેલ અને તેમજ એટીએમ માંથી ૨૦ હજાર ઉપાડી લઇ અને કહેલ કે હું ડોન છું અને મારા રાજકીય છેડા છે તારું કઈ નહિ આવે તેમ કહી છરી વડે આંગળી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી પહેરેલ કપડે કાઢી મુકતા ચંદ્રિકાબેન કમલેશ ભાદાભાઈ સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી આ બનાવથી સમગ્ર શહેરમાં ચર્ચા જગાવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ તા.૧૫
સંસ્કૃતમાં ખૂબ જ જાણીતો શ્લોક છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’. જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. લોકો પાસે ઘણા વર્ષોથી આ જ્ઞાન છે પણ તેને સંપૂર્ણ અમલ થતો નથી.
છેલ્લાં કેટલાક વર્ષોથી આ દિશામાં સતત પ્રય...
જુનાગઢ તા.૧૫
સંસ્કૃતમાં ખૂબ જ જાણીતો શ્લોક છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’. જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. લોકો પાસે ઘણા વર્ષોથી આ જ્ઞાન છે પણ તેને સંપૂર્ણ અમલ થતો નથી.
છેલ્લાં કેટલાક વર્ષોથી આ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને દીકરીઓને દરેક તબક્કે શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢનાં મહિલા અને બાળ ક્લ્યાણ વિભાગની કચેરી દ્વારા એન.સી.સી. હેડક્વાટર્ર ખાતે તાલીમાર્થી કેડેટ્સની ઉપસ્થિતીમાં બેટી બચાવો-બેટી પઢાવવો વીષયે સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં એન.સી.સી.નાં કર્નલ પાઠક ઉપસ્થિત રહી સમાજમાં દિનપ્રતિદિન કન્યા જન્મદરને લગતી બાબતો પર સમાજમાં પ્રવર્તતી વાતો પર ચિંતા સેવી જણાવ્યુ હતુ કે દીકરીનાં જન્મને વધાવવાની સાથે સાથે બેટીને ભણાવી ગણાવીને આત્મનિર્ભર બનાવવી જોઇએ. શિક્ષતી દીકરી પોતાના અંગત પ્રશ્નો સાથે પરિવારની મુશ્કેલીઓને આસાનીથી ઉકેલી શકે છે.
આ તકે બાળસુરક્ષા અધિકારી જીગર જસાણીએ મહિલા સશક્તીકરણના આ યુગમાં બેટી ભણશે તો જાહેર જીવનમાં આવનારી આફતોનો સામનો કરીશ કશે તેમ જણાવી કહ્યુ કે કોઇને આધિન રહીને લાચાર તેમજ દયામણુ જીવન જીવવન ત્યજીને શિક્ષણ પ્રાપ્ત કરનારી બેટી કુશળતાપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે. બેટી માત્ર ઘરનાં કામ કરવા પુરતી સીમિત ના રહેતા તેનુ કાર્યક્ષેત્ર વિશાળ ગગનોમાં પાંખો પ્રસરાવીને નિખારી શકે તેવુ હોય છે.
સેમિનારમાં ડો. દિશા મહેતાએ મેન્સયોરન્સ પીરીયડ હાઈજીન્સ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. તો સખી વન સ્ટોપ વિશે વાઘેલા કુસુમબેને જાણકારી આપી હતી. વૃંદાબેન જોષીએ પોલીસ બેઈઝ સપોટર્ સીસ્ટમ વિશે વિગતો આપી હતી.
અરુણાબેન કોલડીયાએ ૧૮૧ની કામગીરી અંગે જાણકારી આપી હતી. ડો. મુલતાનીએ તરુણાવ્સથા વેળાએ દીકરીઓની મનોસ્થિતીમાં માર્ગદર્શન અને કન્યાકેળવણી વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા એનસીસીનાં ઓફીસર વધેરાએ જહેમત ઉઠાવી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
નયી સોચ નયી ઉડાનનો સમય આવી ગયો છે, બાળક શું બનવા માગે છે તે બનવા દો...’
દીવ, તા. ૧૫
અત્રે મલાલા ઓડિટેરિયમમાં ડીસીપીયુ દ્વારા આયોજીત ‘હેપી ચિલ્ડ્રન્સ ડે’ની કલેક્ટર સલોની રાયની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાયક્રમમાં દિપ પ્રાગટ્ય બાદ કોલેજ અને બાલભવન બોડર્ દીવ દ્વારા વિવિધ કૃતિઓ રજુ ક...
નયી સોચ નયી ઉડાનનો સમય આવી ગયો છે, બાળક શું બનવા માગે છે તે બનવા દો...’
દીવ, તા. ૧૫
અત્રે મલાલા ઓડિટેરિયમમાં ડીસીપીયુ દ્વારા આયોજીત ‘હેપી ચિલ્ડ્રન્સ ડે’ની કલેક્ટર સલોની રાયની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાયક્રમમાં દિપ પ્રાગટ્ય બાદ કોલેજ અને બાલભવન બોડર્ દીવ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી. જેમાં ખાસ કરીને બેટી બચાવોબેટી પઢાઓની કૃતિની ખુબજ પ્રશંસા થઇ. જેમાં બેટીને વધુ ને વધુ શિક્ષા આપી અગ્રેસર બનાવો. આ કાર્યક્રમમાં વાત્સલ્ય સંસ્થા દીવ દ્વારા એક ઉત્કૃષ્ટ કૃતિ રજુ થઇ જેમાં સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ કૃતિ રજુ કરી. આ કૃતિમાં સંસ્થામાં શિખવાડવામાં આવતી દરેક પ્રવૃતિનું વર્ણન થયું. કૃતિ પૂર્ણ થયા બાદ કલેક્ટર સલોની રાય અને દરેક અધિકારીઓ અને શ્રોતાગણ ઉભા થઇ અને તાળીઓના ગડગડાટથી આ કૃતિને વધાવી લીધી.
આ પ્રસંગે ડી. સી. પી. યુ. વિભાગ દ્વારા યોજાયેલ દરેક સ્પર્ધાઓના વિજેતાઓને કલેકટર અને ઉપસ્થિત મહેમાનો દ્વારા ઇનામ, સટર્ી. આપી સન્માનિત કરેલ. કલેક્ટર સલોની રાયએ ચિલ્ડ્રન્સ ડે નિમિતે શુભકામના પાઠવી અને જણાવ્યુ કે ‘નયી સોચ નયી ઉડાન’ નો સમય આવી ગયો છે. ‘પુરાની સોચ બંધ કરો બેટી બચાવ બેટી પઢાવ’ અંગે જણાવ્યું કે છોકરા કે છોકરીઓ ભેદભાવ ન કરો, કોઇપણ બાળક શું બનવા માંગે છે તે બનવા દો. આ બાળકો ભારત દેશનું ભવિષ્ય છે. માબાપની જવાબદારી છે કે બાળકોની સોચની રિસ્પેકટ કરે અને તેના જીવનમાં સાચું માર્ગદર્શન આપે અને બાળકસો સાથે બાળક બનીને ઉજવણી કરે અને આનંદ ઉઠાવે. આ ઉપરાંત દરેક કૃતિઓની પ્રશંસા કરી અને આ કૃતિઓથી ઘરે-ઘરે મેસેજ પહોંચે છે અને અંતે બાળકોને શીખ આપી કે દરેકથી બેસ્ટ બનો, આજનો સમય સ્પર્ધાનો છે. અંતે જણાવ્યું કે દીવ સ્માર્ટ સીટીમાં ઈન્ફ્રાસ્ટ્રેકચર તરીકે આગળ વધે છે. સાથે સાથે આવા સામાજિક કાર્યક્રમોથી દીવની સુંદરતામાં વધારો થાય છે.
કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ‘બેટી બચાવ બેટી પઢાવ’ બેનર ઉપર કલેકટર સલોની રાય અને એસ.પી. હરેશ્વર સ્વામીએ સ્લોગન લખી દરેક સાથે ગૃપ તસવીર ખેંચાવી અને દરેકનો હાેંશલો વધાર્યો હતો.
આ પ્રસંગે એસ.પી. હરેશ્વર સ્વામી ડે. કલેકટર હરમીન્દર સિંઘ, સીઈઓ વૈભવ રીખારી, મામલતદાર ચંદ્રહાસ વાજા, એજ્યુકેટીવ ઈજનેર ગોપાલ જાદવ, મ્યુ. પ્રમુખ હિતેષભાઈ સોલંકી, આસિ. ડાયરેકટર ઓફ એજ્યુકેશન દિલાવર મનસુરી, હરિલાલ વાળા, સુપ્રિ. રાણેશ બારીયા, ડો. અજય શર્મા, અંતરયામી પરદા, સુનિલ તિવારી, રામજી પારસમણી, ભીખાભાઈ વૈશ્ય, યતિનભાઈ, પુંજાભાઈ બામણીયા, ડો. હરેશ વિ. હાજર રહ્યાં હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા. ૧૫
વણકર સમાજ એજ્યુ. સોસાયટી મુંબઇ તથા વણકર સમાજ સર્વોદય ફાઉન્ડેશનઉનાના સંયુક્ત ઉપક્રમે આયોજીત અનુજાતી વિદ્યાર્થી પ્રતિભા સન્માન તથા સ્નેહ સ્નેહ મિલન સમારોહ તા.૧૦૧૧૨૦૧૯ના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી શુભમબાગઉના ખાતે યોજાયેલ. સમારોહનો પ્રારંભ પુનાભાઇ જાદવ(બૌધ) દ્વારા બુધ્ધ વંદનાથી થયેલ. ડો. આં...
ઉના, તા. ૧૫
વણકર સમાજ એજ્યુ. સોસાયટી મુંબઇ તથા વણકર સમાજ સર્વોદય ફાઉન્ડેશનઉનાના સંયુક્ત ઉપક્રમે આયોજીત અનુજાતી વિદ્યાર્થી પ્રતિભા સન્માન તથા સ્નેહ સ્નેહ મિલન સમારોહ તા.૧૦૧૧૨૦૧૯ના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી શુભમબાગઉના ખાતે યોજાયેલ. સમારોહનો પ્રારંભ પુનાભાઇ જાદવ(બૌધ) દ્વારા બુધ્ધ વંદનાથી થયેલ. ડો. આંબેડકરની તસ્વીરને મંચસ્થ તમામ આગેવાનો સાથે સભાધ્યક્ષ સામતભાઇ પરમાર ડો. એન. કે. જાદવ તથા ડો. પ્રો. ખ્યાતિબેન વાઢેર દ્વારા મીણબતી પ્રગટાવી અને ડો. એચ. કે. ગોહિલ, મંગળભાઇ વી. જાદવ દ્વારા પુષ્પમાળા અર્પણ કરેલ. સ્વાગત હરેશભાઇ સાંખટે કરેલ તથા સંસ્થાનો પરિચય તથા કાર્ય અંગે ડો. હમીરભાઇ ગોહીલે માહીતી આપેલ.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો ડો. આંબેડકરની વિચારધારા ઉપર અને બૌધ્ધ ધમ્મ રાહે ચાલવા સમાજને અપીલ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓએ ધ્યેય નક્કી કરી ધ્યેય પ્રાપ્તિ સુધી પ્રયત્નશીલ રહેવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦, ૧૨ અને સ્નાતક-અનુસ્નાતક તથા ખાસ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓને શિલ્ડ તથા બેગફાઇલનો પુરસ્કાર આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને સંસ્થાના અગ્રણી, કાર્યકર્તાઓ રાજાભાઇ બાંભણીયા, લુભાભાઇ ચારણીયા, અરવિંદભાઇ પરમાર, શિવાભાઇ સાંખટ, ગોવિંદભાઇ વાંઝા, કાનજીભાઇ વાળા, અરજણભાઇ ચૌહાણ, શામજીભાઇ વાળા, ગિરીશભાઇ પરમાર, બળવંતભાઇ પરમાર, બળવંતભાઇ બાબરીયા વિગેરે જહેમત ઉઠાવેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ તા.૧૫
સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ તથા શ્રી ભગવાન મહાવિર સહાયતા સમિતી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ક્રાન્તી સુરજી મહારાજની પુણ્યતીથી નિમિત્તે સુલોચના શ્રીજી મહારાજ અને સુલક્ષણા શ્રીજી મહારજની પ્રેરણાથી તા. ૧૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ કચ્છી ભવન ભવનાથ ખાતે વિનામુલ્યે શ્રવણયંત્...
જૂનાગઢ તા.૧૫
સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ તથા શ્રી ભગવાન મહાવિર સહાયતા સમિતી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ક્રાન્તી સુરજી મહારાજની પુણ્યતીથી નિમિત્તે સુલોચના શ્રીજી મહારાજ અને સુલક્ષણા શ્રીજી મહારજની પ્રેરણાથી તા. ૧૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ કચ્છી ભવન ભવનાથ ખાતે વિનામુલ્યે શ્રવણયંત્રનું વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પનાં ઉદઘાટન પ્રસંગે જૂનાગઢનાં મેયર ધીરુ ગોહિલ, નગરસેવક એભાભાઇ કટારા, મોહનભાઇ પરમાર, ચેતનાબેન ચુડાસમા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ તા.૧૫
જૂનાગઢ શહેરનાં આઝાદ ચોક ખાતે કાર્યરત સરકારી ગ્રંથાલય વાંચકો માટે પુસ્તક પરબનૂં તથા અભ્યાસ કે અન્ય પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા યુવકો વિદ્યાર્થીઓ માટે શાંત આશરાનું આ પુસ્તકાલય એક કામ કરી રહ્યુ છે. આ ગ્રંથાલયમાં વાંચકોનાં વાંચનની માંગ પ્રમાણે પુસ્તકો ઉપલબ્ધ છે. તાજેતરમાં ગ્રંથાલયનાં મ...
જૂનાગઢ તા.૧૫
જૂનાગઢ શહેરનાં આઝાદ ચોક ખાતે કાર્યરત સરકારી ગ્રંથાલય વાંચકો માટે પુસ્તક પરબનૂં તથા અભ્યાસ કે અન્ય પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા યુવકો વિદ્યાર્થીઓ માટે શાંત આશરાનું આ પુસ્તકાલય એક કામ કરી રહ્યુ છે. આ ગ્રંથાલયમાં વાંચકોનાં વાંચનની માંગ પ્રમાણે પુસ્તકો ઉપલબ્ધ છે. તાજેતરમાં ગ્રંથાલયનાં મધ્યસ્થ ખંડનાં રુમમાં અને અન્ય વીભાગોને વધુ વરસાદનાં કારણે નુકશાન થયુ હોય તેમાં પણ છતનો અમુક ભાગ લાકડાથી વિખુટો પડી ગયો છે. આથી કોઇપણ સમયે છત નીચે પડી શકે તેવી પરિસ્થિતિ ઉદભવી શકે તેમ હતી અને અહીં વાંચવા આવતા લોકોને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો હોવાથી માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી રીનોવેશનની માંગ કરવામાં આવી હતી.
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રંથાલય ઉપયોગમાં ન લેવી તેવી સુચના આપવામાં આવી હતી જેના ભાગ રુપે ગ્રંથાલય નિયામક ગાંધીનગર દ્વારા જ્યાં સુધી ગ્રંથાલયનું સંપુર્ણ કામગીરી પુરી ના થાય ત્યાં સુધી ગ્રંથાલય બંધ રાખવાની સુચના આપવામાં આવતા હાલમાં જુનાગઢના આઝાદ ચોકમાં આવેલ પુસ્તકાલય રિપેરિંગ માટે આવતીકાલ તા. ૧૫ નવેમ્બરથી બંધ કરવામાં આવશે. જો કે, માર્ગ અને મકાન વીભાગને બીજુ કોઇ બિલડીંગ કામચલાવ આપવા કહેવામાં આવેલ છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ સરકારી બીલડીંગ ફાળવવામાં હજુ આવ્યુ ના હોય જ્યારે બિલ્ડીંગની ફાળવણી કરવામાં આવશે ત્યારે ત્યાં ગ્રંથાલય ફરીથી સેવાઓ આપવામાં આવશે, તેમ જાણવા મળેલ છે.
આ ઉપરાંત ગ્રંથાલય નિયામક ગાંધીનગરની સુચનાનુસાર ગ્રંથાલય ભવન આજ તા. ૧૫ નવેમ્બર ૨૦૧૯થી સંપુૃણ બંધ થયું છે ત્યારે જે વાંચકો પુસ્તકો લઇ ગયા હોય તેઓ સરકારી જિલ્લા પુસ્તકાલયમાં જમા કરી દેવા મદદનીશ ગ્રંથપાલ સરકારી પુસ્તકાલય આઝાદ ચોક જૂનાગઢ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી, તા. ૧૫
ગઈકાલે ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાદળો આકાશમાં છવાતા ખેડૂતોના હૈયૈ ચિંતાના વાદળો ઘેરાયા હતા અને બપોર બાદ સવા ત્રણ કલાકે તોફાની પવન સાથે માવઠાનો વરસાદ ગાજવીજ સાથે તુટી પડ્યો હતો.
ભયંકર પવનના સુસવાટા અને ગજર્ના સાથે વિજળીના ચમકારા સાથે માવઠાના વરસાદે નગરજનો અને કિશ...
ધોરાજી, તા. ૧૫
ગઈકાલે ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાદળો આકાશમાં છવાતા ખેડૂતોના હૈયૈ ચિંતાના વાદળો ઘેરાયા હતા અને બપોર બાદ સવા ત્રણ કલાકે તોફાની પવન સાથે માવઠાનો વરસાદ ગાજવીજ સાથે તુટી પડ્યો હતો.
ભયંકર પવનના સુસવાટા અને ગજર્ના સાથે વિજળીના ચમકારા સાથે માવઠાના વરસાદે નગરજનો અને કિશાનોમાં ભય ફેલાવ્યો હતો. ગઈકાલે એક કલાક જેટલા સમયથી તોફાની પવન સાથે થયેલા વરસાદે ખેડૂતોના તૈયાર પાક પર મહેનત અને પૈસા પર પાણી ફેરવી દેતા ભારે નુકશાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભારે તોફાની પવનથી શહેરના જમનાવડ રોડ પાસે આવેલ પીપરના ઝાડની તોતીંગ ડાળ ધરાશય થતા રોડ બંધ થયો હતો અને ધોરાજી વન વિભાગ ને જાણ થતા તાત્કાલિક વન વીભાગના ઘનશ્યામભાઈ મેરની હાજરીમાં જેસીબી દ્વારા ધરાશાય થયેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને રોડપરનો ટ્રાફીક પૂર્વવત કરાયો હતો અને મોટીમારડ તરફ જતા આ રોડ પર અનેક વ્રુક્ષો ધરાશય થયાના અહેવાલો મળી રહ્યા છે. માવઠાના વરસાદે ખેડૂતોની દશા માઠી કરી છે નુકસાન મોટેપાયે થયાનુ ખેડૂતો કહી રહ્યા છે નુકશાનીના આંકડા આગળના દિવસોમાં બહાર આવશે ધોરાજી મામલતદાર કચેરીમાં થી ફોન પર મળતી વિગતો મુજબ ૪૫ મીમી વરસાદ નોંધાયાનુ જણાવાયુ છે. ખેદજનક બાબત એ છે કે, ધોરાજી મામલતદાર કચેરીના કંન્ટ્રોલ રુમમાં વરસાદના આંકડા લેતી વખતે પત્રકારો સાથે પણ અસભ્ય રીતે વર્તન થતું હોવાની રાવ ઉઠી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ તા.૧૫
તાજેતરમાં ગીરીનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ગિરનાર અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલ ગંદકી દૂર કરવા માટે આજે જિલ્લા સમહર્તા, અધિકારીઓ, પદાધિકારીઓ અને સંતોએ હાથમાં સાવરણા લઇ સ્વચ્છતા માટે પહેલ કરી હતી. જો કે, ગણતરીની મિનિટો માટે યોજાયેલ આ સ્વચ્છતા કાર્યક્રમ લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી...
જૂનાગઢ તા.૧૫
તાજેતરમાં ગીરીનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ગિરનાર અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલ ગંદકી દૂર કરવા માટે આજે જિલ્લા સમહર્તા, અધિકારીઓ, પદાધિકારીઓ અને સંતોએ હાથમાં સાવરણા લઇ સ્વચ્છતા માટે પહેલ કરી હતી. જો કે, ગણતરીની મિનિટો માટે યોજાયેલ આ સ્વચ્છતા કાર્યક્રમ લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યો હતો.
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના જૂનાગઢ જિલલનાં ગીરનાર તિર્થક્ષેત્રમાં ઉષાબ્રેકો કંપની અને સ્વયંસેવી સંસ્થાઓનાં સહયોગ સાથે પરિક્રમાર્થીઓ દ્વારા કોઇ કોઇ જગ્યાએ છુટી ગયેલા પ્લાસ્ટીકનાં કચરાને નીકાલ કરવા સફાઇ કરી હતી.
આ તકે મોટા પીરબાવા તનસુખગીરીબાપુએ સ્વચ્છતાનો મહિમા વર્ણવતા જણાવ્યુ કે આપણા જનસમાજમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાત સર્વ સ્વીકૃત છે ત્યારે ગંદકી કરે તે મોટો અને ગાંદકી સાફ કરે તે નાનો તેની નાની સમજ દુર કરવાનો સમય આવી ગયો છે.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા સમાહર્તા ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, કુદરતે આપણને સ્વચ્છ પહાડો અને ડુંગરો સહિત નદીઓ, સમુદ્ર અને જંગલો આપ્યા છે પણ આપણે સૌએ ગંદકી ફેલાવીને કુદરતી સંપદાને દુષિત કરીને પ્રકૃતિના રોષનો આપણે ભોગ બની રહ્યા છીએ ગામની શેરીઓમાં જાતે જ ઝાડું પકડીને સફાઇ કરવી એ જાગૃતિનાં સંદેશ બરાબર છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
રાજુલા તા.૧૪
રાજુલા તાલુકાના તમામ હેલ્થ વેલનેસ સેન્ટરો,પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલા ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની દ્રષ્ટિ ડાયાબિટીસ વિનાની દુનિયામા રહેવુ અને મિશન ડાયાબિટીઝની સંભાળ, નિવારણ અને ઇલાજ માટે પ્રોત્સાહન આપવુ તેમજ ડાયાબિટીસ વ્યક્તિના કુટુંબ પર જે પ્ર...
રાજુલા તા.૧૪
રાજુલા તાલુકાના તમામ હેલ્થ વેલનેસ સેન્ટરો,પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલા ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની દ્રષ્ટિ ડાયાબિટીસ વિનાની દુનિયામા રહેવુ અને મિશન ડાયાબિટીઝની સંભાળ, નિવારણ અને ઇલાજ માટે પ્રોત્સાહન આપવુ તેમજ ડાયાબિટીસ વ્યક્તિના કુટુંબ પર જે પ્રભાવ પડે છે તેના વિશે જાગૃતિ લાવવા અને પરિસ્થિતિના સંચાલન, સંભાળ, નિવારણ અને શિક્ષણમાં પરિવારની ભૂમિકાને પ્રોત્સાહન આપવાના ઉદેશને સાકાર કરવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ,ડો.આર.કે.જાટ અને ડો.એ.કે.સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયાના અધ્યક્ષ સ્થાને વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામા આવી.જેમા ત્રીસ વર્ષથી ઉપરના દદર્ીઓની બ્લડ સુગરની લેબોરેટરી તપાસ કરવામા આવી અને શંકાસ્પદ મળેલ દદર્ીઓની સારવાર કરવામા આવેલ તેમજ જાગૃતતા લાવવા પરેજી માટે જરુરી આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ.જેમા ડો.કલસરિયા,ડો.નિકુંજ વ્યાસ,ડો.મયુર ટાંક,ડો.ડી.સી. મકવાણા, ડો.અજુર્ન માઢક,ડો.જયકાંત પરમાર અને સંજયભાઇ દવે સહીતના આરોગ્યના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી સારી કામગીરી કરવામા આવેલ જે યાદીમાં જણાવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધારી, તા.૧૪
ધારીમાં નાડી પરીક્ષણ તા.૧૬/૧૧ ને શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણ કેમ્પનો સમય બપોરનાં ૧૨ વાગ્યાથી ૪ વાગ્યાનો સુધીનો સમય રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણ કેમ્પમાં નીદાન માટે નાના બાળકોથી વૃઘ્ધ ઉંમર સુધીનાં નાડી પરીક્ષણ તપાસ નિદાન કેમ્પમાં નિદાન માટે આવી શકે છે. આ નાડી પરીક્ષણ ...
ધારી, તા.૧૪
ધારીમાં નાડી પરીક્ષણ તા.૧૬/૧૧ ને શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણ કેમ્પનો સમય બપોરનાં ૧૨ વાગ્યાથી ૪ વાગ્યાનો સુધીનો સમય રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણ કેમ્પમાં નીદાન માટે નાના બાળકોથી વૃઘ્ધ ઉંમર સુધીનાં નાડી પરીક્ષણ તપાસ નિદાન કેમ્પમાં નિદાન માટે આવી શકે છે. આ નાડી પરીક્ષણ કરાવવાથી સંભવિત શરીરમાં રોગ થવાની સંભાવનાં અગાઉથી જાણ થાય છે. આ નાડી પરીક્ષણ કેમ્પમાં શરીરનાં કોઈ પણ રોગ જેવા કે અનિદ્રા, તાવ, શરદી, માથાનો દુઃખાવો, ગેસ, એસીડીડી, કબજીયાત, સ્ત્રી રોગ, માસીક ધર્મ, વાય, બીપી, હદયરોગ, હરસ, મસા, કમરનો દુઃખાવો જેવા તમામ રોગનું નિદાન પઘ્ધતિ મુજબ છે ત્યારે આ નાડી પરીક્ષણ તપાસમાં આવનારી સ્વાસ્થ્ય સમસ્યા દુર કરવા માટે આર્ટ ઓફ લિવિંગ બેંગલોર આશ્રમનાં ટ્રેનીંગ લીધેલા. ડો.કાનનબેન શર્મા દ્વારા નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણ કેમ્પમાં અગાઉથી નામ લખાવવું જરૂરી છે. આ નાડી પરીક્ષણ કેમ્પમાં નામ લખાવવા ધારીનાં પત્રકાર કાંતીભાઈ જોષી મહાદેવ પરફયુમ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ધારી મો.નં.૯૯૭૯૭૧૬૯૧૫ આ નંબર પર નામ લખાવવું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર,તા.૧૪
અલંગના વેપારી પર થયેલા હુમલાની ઘટના હવે રાજકીય રંગ પકડી રહી હોય તેવું જણાય રહ્યું છે. મોડી રાત સુધી વેપારીઓના કલેકટર કચેરીમાં ધામા નાખ્યા હતા અને આરોપીઓને ઝડપથી ઝડપી લેવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
આ ઘટનાક્રમ આગળ વધતા ભાવનગરના જુદા-જુદા વેપારી સંગઠનો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી ...
ભાવનગર,તા.૧૪
અલંગના વેપારી પર થયેલા હુમલાની ઘટના હવે રાજકીય રંગ પકડી રહી હોય તેવું જણાય રહ્યું છે. મોડી રાત સુધી વેપારીઓના કલેકટર કચેરીમાં ધામા નાખ્યા હતા અને આરોપીઓને ઝડપથી ઝડપી લેવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
આ ઘટનાક્રમ આગળ વધતા ભાવનગરના જુદા-જુદા વેપારી સંગઠનો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી આવી ઘટનાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી રજુઆત કરવામાં આવી.
વેપારીઓ દ્વારા આ મુદ્દે રીતસરની હૈયાવરાળ નીકળી હતી. વેપારીઓનું કહેવું છે કે, શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ઘણીવાર હેરાનગતિ થઈ રહી છે. ખોટી રીતે ગાડીઓ ઠોકીને તોડ કરવામાં આવે છે, ખંડણીઓ વસૂલવામાં આવે છે અને આ રીતે રહ્યું તો શહેર માંથી હિજરત કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થશે.
વેપારીઓનું કહેવું છે કે, આવી સ્થિતિ ને કારણે જ ભાવનગર ના વેપારીઓ સુરત તેમજ ગુજરાત ના અન્ય સ્થળે હિજરત કરે છે. જેમાં મોટાભાગે હીરાનાં વેપારીઓ હોય છે ત્યારે આવી સ્થિતિમાં ભાવનગરના ઉદ્યોગ ધંધાને બચાવી રાખવા અને ધમધમતા રાખવા આવા અસામાજિક તત્વો પર કાબૂ રાખવો જરૂરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મહુવા,તા.૧૪
મહુવા તાલુકાની મહુવા સુગર ફેકટરીની ૪૪મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની રહી હતી. ગત વર્ષની સભાના કામો અંગે પહેલા ચર્ચા કરવાની માગ સાથે સભાસદોએ હંગામો મચાવ્યો હતો. સુગર ફેક્ટરીના સંચાલકો સામે સભાસદોએ એજન્ડાના કામો પર ચર્ચા બાદ સભા પૂરી કરવાની માગ કરી છે.
મહુવા તાલુકાની મહુવા સુગર ફેકટરી...
મહુવા,તા.૧૪
મહુવા તાલુકાની મહુવા સુગર ફેકટરીની ૪૪મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની રહી હતી. ગત વર્ષની સભાના કામો અંગે પહેલા ચર્ચા કરવાની માગ સાથે સભાસદોએ હંગામો મચાવ્યો હતો. સુગર ફેક્ટરીના સંચાલકો સામે સભાસદોએ એજન્ડાના કામો પર ચર્ચા બાદ સભા પૂરી કરવાની માગ કરી છે.
મહુવા તાલુકાની મહુવા સુગર ફેકટરીની ૪૪મી વાર્ષિક સાધારણ સભા તોફાની બની રહી હતી. ગત વર્ષની સભાના કામો અંગે પહેલા ચર્ચા કરવાની માગ સાથે સભાસદોએ હંગામો મચાવ્યો હતો.
સુગર ફેક્ટરીના સંચાલકો સામે સભાસદોએ એજન્ડાના કામો પર ચર્ચા બાદ સભા પૂરી કરવાની માગ કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ,તા.૧૪
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે જોવા મળી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. કચ્છના કચ્છના મંજલ રેલડીયા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસી પડ્યો. બરફના કરા પડતા લોકો પણ ચોંક્યા હતા. ખાવડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો ...
ભુજ,તા.૧૪
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે જોવા મળી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. કચ્છના કચ્છના મંજલ રેલડીયા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસી પડ્યો. બરફના કરા પડતા લોકો પણ ચોંક્યા હતા. ખાવડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં આશરે ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. અબડાસાના કનકપરથી સુખપર સુધી વરસાદ પડ્યો છે. વરસાદ બાદ સમગ્ર કચ્છ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જેમા કુરન ખાવડા (પશ્ચિમ) વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ ચાલુ ક્યાંકને ક્યાંક કરાનો પણ વરસાદ વરસ્યો છે. ભુજ માધાપરમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.
રાજકોટના જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ખંભાળિયાનાં સલાયામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સલાયામાં બપોરે ૩થી ૩.૩૦. વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. એક કલાક વરસેલા વરસાદથી તમામ જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું.
આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય પંથકમાં મોટી ખાવડીમાં વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત ધોરાજી, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
રીવોલ્વરની અણીએ લુંટ ચલાવનાર મુંબઈનાં સિવિલ એન્જિનિયરે બોટાદમાં દોઢ વર્ષ પૂર્વે ગુનો આચર્યો હતો
ભાવનગર, તા.૧૪
ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી રીવોલ્વરની અણીએ લુંટ ચલાવવાનાં ગુનામાં સંડોવાયેલા રીઢો શખ્સ પોલીસ જાપ્તાને હાથતાળી આપી નાસી છુટતા પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્ય...
રીવોલ્વરની અણીએ લુંટ ચલાવનાર મુંબઈનાં સિવિલ એન્જિનિયરે બોટાદમાં દોઢ વર્ષ પૂર્વે ગુનો આચર્યો હતો
ભાવનગર, તા.૧૪
ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી રીવોલ્વરની અણીએ લુંટ ચલાવવાનાં ગુનામાં સંડોવાયેલા રીઢો શખ્સ પોલીસ જાપ્તાને હાથતાળી આપી નાસી છુટતા પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વિગત મુજબ બોટાદ પોલીસ મથકનાં વિસ્તારમાં દોઢક વર્ષ પૂર્વે મકાનમાં ઘુસી રીવોલ્વરની અણીએ લુંટ ચલાવવાનાં ગુનામાં સંડોવાયેલો મુંબઈનો ધર્મેન્દ્રસિંહ પપ્પુસિંહ નામનો સિવિલ એન્જિનીયર સુધી અભ્યાસ કરેલા શખ્સની ધરપકડ કરી ભાવનગરની જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
હાલ ભાવનગર જેલમાં રહેલા ધર્મેન્દ્રસિંહ જાટ નામનાં શખ્સને પોલીસ જાપ્તા સાથે સર ટી હોસ્પિટલમાં આંખ વિભાગમાં સારવાર લઈ જવામાં આવ્યો હતો ત્યારે પોલીસની નજર ચુકવી ધર્મેન્દ્ર જાટ નામનો શખ્સ નાસી છુટતા પોલીસે નાકાબંધી કરી ઝડપી લેવા જીલ્લાભરની પોલીસને જાણ કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
૩૦૮ પેટી શરાબ અને ત્રણ વાહનો મળી રૂા.૨૨ લાખનો મુદામાલ કબ્જે
અમરેલી, તા.૧૪
અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં શાપર ગામની વાડીમાં સ્થાનીક પોલીસે દરોડો પાડી રૂા.૧૧.૦૮ લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસનાં દરોડાની ગંધ આવી જતા વાડી માલીક બુટલેગર ભુગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે દાર...
૩૦૮ પેટી શરાબ અને ત્રણ વાહનો મળી રૂા.૨૨ લાખનો મુદામાલ કબ્જે
અમરેલી, તા.૧૪
અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં શાપર ગામની વાડીમાં સ્થાનીક પોલીસે દરોડો પાડી રૂા.૧૧.૦૮ લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. પોલીસનાં દરોડાની ગંધ આવી જતા વાડી માલીક બુટલેગર ભુગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે દારૂ અને ત્રણ વાહનો મળી રૂા.૨૨.૦૮ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ બગસરા નજીક શાપર ગામે રહેતા રોહીત વિનુ વેકરીયા નામનાં ખેડુતની વાડીનાં ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની પી.આઈ. એચ.કે.મકવાણા અને કોન્સ્ટેબલ એમ.એન.પોપટને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી વાડીનાં ગોડાઉનમાંથી રૂા.૧૧.૦૮ લાખની કિંમતની ૩૦૮ પેટી વિદેશી દારૂ અને બે કાર, ટ્રેકટર મળી રૂા.૨૨.૦૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ દારૂનાં દરોડાની ગંધ આવી જતા વાડી માલીક રોહીત વેકરીયા અને બગસરાનો બુટલેગર કરણ નાજભાઈ વાળા નામનાં શખ્સો ભુગર્ભમાં ઉતરી જતા પોલીસે બંનેની શોધખોળ આદરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
બાબરા તા.૧૪
બાબરા રાજકોટ રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસા.પાછળ આવેલા ઈટો ના ભથ્ઠા માં કામ કરતા પરપ્રાંત ના શ્રમિક પરિવાર નો ચાર વર્ષીય પુત્ર ભઠ્ઠા કામ માટે બનાવેલ પાણી ની કુંડી માં રમતા રમતા પડી જવાથી મોત થતા પરિવાર માં શોક છવાયો હતો.
મળતી વિગત મુજબ મધ્ય પ્રદેશ ના જાંબવા જીલ્લા માંથી પેટીયું રળવા આવેલા આ...
બાબરા તા.૧૪
બાબરા રાજકોટ રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસા.પાછળ આવેલા ઈટો ના ભથ્ઠા માં કામ કરતા પરપ્રાંત ના શ્રમિક પરિવાર નો ચાર વર્ષીય પુત્ર ભઠ્ઠા કામ માટે બનાવેલ પાણી ની કુંડી માં રમતા રમતા પડી જવાથી મોત થતા પરિવાર માં શોક છવાયો હતો.
મળતી વિગત મુજબ મધ્ય પ્રદેશ ના જાંબવા જીલ્લા માંથી પેટીયું રળવા આવેલા આદીવાસી બહાદુરભાઈ બુચાભાઈ મેડા નો પુત્ર પિયુષ ઉવ.૪ રમતા રમતા પાણી ની કુંડી માં પડી ડૂબી જતા પરિવારે બાળક ને બહાર કાઢી બાબરા સરકારી દવાખાને ખસેડેલ હતો જ્યાં તબીબો દ્વારા બાળક નું મૃત્યુ થયા નું જાહેર કરતા પરિવાર કલ્પાંત સાથે શોક માં ડૂબ્યો હતો બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૧૪
ઉના શહેરમાંથી પસાર થતો સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે બાયપાસ ન હોવાથી ૨૪ કલાક ટ્રક કન્ટેન્ટરો, વાહનોથી ધમધમતો રહે છે. મછુન્દ્રી નદીનો પુલ સાંકડો ત્થા જજર્રીત થઈ ગયેલ છે ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે પુલ પડે તેવી ભીતી રહે છે.
આજરોજ સાંજનાં સમયે પુલ ઉપર એક ટ્રક ત્થા ખાનગી બસ સામસામે આવી જતા બંને ...
ઉના, તા.૧૪
ઉના શહેરમાંથી પસાર થતો સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે બાયપાસ ન હોવાથી ૨૪ કલાક ટ્રક કન્ટેન્ટરો, વાહનોથી ધમધમતો રહે છે. મછુન્દ્રી નદીનો પુલ સાંકડો ત્થા જજર્રીત થઈ ગયેલ છે ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે પુલ પડે તેવી ભીતી રહે છે.
આજરોજ સાંજનાં સમયે પુલ ઉપર એક ટ્રક ત્થા ખાનગી બસ સામસામે આવી જતા બંને બાજુ ટ્રાફીક જામ થઈ ગયો હતો. વાહનોની બંને બાજુ ૧ કિ.મી. લાઈનો લાગી ગઈ હતી. વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. પોલીસ સ્ટાફ ત્થા હોમગાર્ડઝ જવાનોએ ટ્રક અને બસવાળાને આગળ પાછળ લેવડાવી ૩૦ મીનીટ સુધી ટ્રાફીક ખુલ્લો કરવામાં નાકે દમ આવી ગયો હતો.
ઉનામાં આવેલ નવા પોલીસ ઈન્સ્પેકટર ચૌધરી ત્રીકોણ બાગ, બસ સ્ટેશન, વડલી ચોક, પુલ, ભાવનગર રોડ સુધી સવારથી રાત્રી સુધી ખાનગી લકઝરી બસનાં થપ્પા લાગતા હોય છાશવારે ટ્રાફીક જામ થતો હોય ખાનગી ટ્રાવેલ્વવાળાને હટાવી પીકઅપ અને ઉતારવા માટે રાવણાવાડી, ત્રિકોણબાગ સામે વ્યવસ્થા કરે તેવી લોક માંગણી છે. ટ્રાફીકની કામગીરી માથાનાં દુઃખાવા સમાન સમસ્યા હલ કરશે ખરી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૧૪
ઉના તાલુકાનાં પાલડી ગામનાં કાનાભાઈ રણશીભાઈ સોલંકી ઉ.વ.૪૫ બે દિવસ પહેલા તડ ગામનાં ખારામાં આવેલ દરીયાની ખાડીમાં કરચલા પકડવા ગયો હતો. ખાડીમાં પાણી ઉંડુ હોય અને ભરતી પણ હોય પાણીમાં ડુબવા લાગેલ હતો અને ગરકાવ થઈ ગયેલ. સવારનાં લોકો ખાડી નજીક મચ્છીમારી કરવા જતા માનવદેહ પાણીમાં તરતો જોવા મળતા પાડલી ...
ઉના, તા.૧૪
ઉના તાલુકાનાં પાલડી ગામનાં કાનાભાઈ રણશીભાઈ સોલંકી ઉ.વ.૪૫ બે દિવસ પહેલા તડ ગામનાં ખારામાં આવેલ દરીયાની ખાડીમાં કરચલા પકડવા ગયો હતો. ખાડીમાં પાણી ઉંડુ હોય અને ભરતી પણ હોય પાણીમાં ડુબવા લાગેલ હતો અને ગરકાવ થઈ ગયેલ. સવારનાં લોકો ખાડી નજીક મચ્છીમારી કરવા જતા માનવદેહ પાણીમાં તરતો જોવા મળતા પાડલી ગામનાં સરપંચ કમલેશભાઈ સોલંકીને જાણ કરતા લોકો ત્થા સરપંચ સ્થળ ઉપર આવી લાશ બહાર કાઢતા કાનાભાઈ રણશીભાઈની લાશ તેના પરીવારે ઓળખી બતાવતા લાશ પી.એમ. માટે ખસેડેલ છે અને નવાબંદર મરીન પોલીસને જાણ થતા એ.ડી. નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાંત કચેરીમાં પેટ્રોલ ચોર શખ્સ ઝડપાયો
ઉનાની પ્રાંત કચેરી ગીરગઢડા રોડ ઉપર આવેલ છે ત્યાં કચેરીનાં મેદાનમાં પાકર્ીંગ સ્થળ ઉપર કર્મચારીઓ ત્થા અરજદારો વાહન પાર્ક કરે છે. છેલ્લા ઘણા સમયથી વાહનમાંથી પેટ્રોલ ચોરાયું હોય સી.સી.ટીવી ફુટેજ જોતા યુવાન દેખાયો હતો અને કર્મચારીએ વાહનમાંથી પેટ્રોલ ચોરતા જોઈ જતા બાઈક મુકી શખ્સ નાસી ગયો હતો. બાઈક લેવા થોડા સમય પછી પાછો આવતા કર્મચારીએ પકડી પુછપરછ કરતા તેમનું નામ અક્ષય ધીરૂભાઈ મોચી મુળ ઉનાનો હાલ સુરત રહે છે. પ્રાંત અધિકારી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ઉના પોલીસને બોલાવી આ શખ્સને સોંપેલ છે. તેની સાથે તેની ટોળકીનો બીજો શખ્સ કોણ અને અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વી.એમ.ચૌધરી ત્થા સ્ટાફ ચલાવી રહયા છે.
ધારી, તા.૧૪
ધારી તાલુકાના રાજસ્થળીથી ગઢીયા ચાવંડની વચ્ચેનો પાંચથી છ કિલોમીટર રોડ અતિ બીસ્માર, રાજસ્થળી તરસીંગડા, ગઢીયા ચાવંડના વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વાહનોમાં નુકશાની પણ આવે છે. આ ત્રણ ગામનાં લોકોને દુધાળા અને ધારી તરફ જવા માટે તેમજ દવાખાનાનાં કામકાજ માટે અવાર નવાર જવાનુ થતુ હોય જેથી આ રસ્તાનું વહેલાસર સમારકામ થાય તેવું જીલ્લા વહીવટ તંત્ર દ્વારા આ માર્ગનુ સમારકામ વહેલી તકે થાય તેવું ગામ લોકો તેમજ વાહન ચાલકોની માંગ છે.
તાલુકા હેલ્થ અધિકારીને પત્ર પાઠવતા જીલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન જાલોંધરા
ગીરગઢડા, તા.૧૪
ગીરગઢડા તાલુકાનાં દરેક ગામમાં એકવાર માં અમૃતમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે તો વંચીત લાભાર્થી તેમનો લાભ લઈ શકે આથી આ બાબતે યોગ્ય કાળજી કરી યોગ્ય થવા તાલુકા હેલ્થ ઓફીસરને ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન ડાયાભાઈ જાલોંધરાએ લેખીત પત્ર પાઠવી માંગ ઉઠાવી છે.
મીઠાપુર, તા.૧૪
દેવભૂમી દ્વારકા જીલ્લાનાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા મુકામે હર્ષદ રોડ પર આવેલી બીનખેતીની જગ્યામાં કોટેચા જયેશ ગુલાબરાઈએ પ્લોટનાં આગળનાં ભાગે દુકાન ઉભી કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલુ છે. વારંવાર નોટીસો આપવાના નાટક પછી ઉચ્ચાધીકારીના આદેશથી તલાટી મંત્રીને આખરી નોટીસ આપવાની ફરજ પડી હતી જે નોટીસ મુજબ ૮ દિવસમાં દબાણ દુર કરવાનુ હતુ અન્યથા પંચાયત દબાણ દુર કરશે તેવું સ્પષ્ટ નોટીસમાં જણાવાયું છે જે મુદત પુર્ણ થઈ ગયા છતા બાંધકામ હજુ યથાવત રહેતા અનેક ચર્ચા થાય છે. ઉચ્ચાધીકારીઓ પણ આ અંગે કેમ મૌન છે ?
અમદાવાદ,તા.૧૪
નરોડા નિકોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં માતા સાથે હેતી ૨૭ વર્ષીય યુવતીના ધોળકા વર્ષ ૨૦૧૪માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો પહેલા પરિણીતા સીડી પરછથી પડી ગઇ હોવાથી તેને પગમાં ઇજાઓ પહોંચી હતી. સારવાર બાદ તેને પગમાંખોડ રહી ગઇ હતી. જેથી તેનો પતિ આરામ કરવા માટે પિયરમાં મૂકી ગયો હતો. પણ બાદમાં ખોડ થઇ ગઇ હોવાથી તેને સાથે બોલતો ન હતો.
બાદમાં સાસુ, સસરા, નણંદ અને પતિ સહિતના લોકોએ તેને મહેણા મારવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન જીવન ન ભાંગે તે માટે પરિણીતા આ ત્રાસ સહન કરતી ગઇ. પણ આખરે સાસરિયાઓએ ત્રાસ ગુજારવાની સાથે સાથે દહેજની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ કંટાળીને પોલીસને અરજી આપી હતી. કૃષ્ણનગર પોલીસે આ બાબતે પરિણીતાની ફરિયાદ લઇ આરોપીઓ સામે આઇપીસી ૪૯૮-ક, ૨૯૪ ખ, ૫૦૬(૧), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ,તા.૧૪
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આણંદ-વિદ્યાનગરમાં જુદા-જુદા કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય મુલાકાતે આવ્યા છે. આ સમયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આણંદ ખાતે ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના ૪૦માં સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમા ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઉપરાષ્ટ્રપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. તેમજ એન.ડી.ડી.બી., ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગામડાંઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાંઓમાં પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્તા, સ્વચ્છતા અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે. ભારતમાં ખાદ્ય, કૃષિ અને ગ્રામિણ ક્ષેત્રે ૧૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે.ઇરમા આગામી બે વર્ષમાં પોતાના કૌશલ્ય અને અનુભવના આધારે ગ્રામીણ ક્ષેત્રે નવા ૧૦૦૦ સ્ટાર્ટ અપ શરૂ કરવામાં અહમ ભૂમિકા નિભાવી શકે તેમ છે.
તેની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિએ દેશના ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે આજથી ૪૦ વર્ષ અગાઉ ઇરમાની સ્થાપના કરવા બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનના યોગદાનને બિરદાવ્યું હતું.
આણંદની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું, આણંદમાં આવીને આનંદ મહેસુસ કરૂં છુ. મારા જીવનમાં સૌથી વધુ ગમતું કૃષિ, ગ્રામીણ વિકાસ, પશુપાલન છે. બાજપેયી સરકારમાં મેં સામેથી કૃષિ મંત્રાલય માંગ્યું હતું. પરંતુ તેમણે બાજપેયીજીએ કહ્યું કે કૃષિ ખાતુ બીજાને ફાળવી દીધું હતું. એટલે તમારે બીજો કોઈ વિભાગ જોઈતો હોય તો કહો. એટલે મેં ના પાડી હતી. કારણ કે, ભારતના ૬૮.૮ ટકા લોકો ગ્રામ્યમાં જીવે છે. ગાંધીજીએ આઝાદી પછી બે સલાહી આપી હતી. કે આઝાદીની ચળવળ મેળવવા માટે કોંગ્રેસ એક પ્લેટફોર્મ હતું. હવે, આઝાદી મળી ગઈ છે એ પછી કોંગ્રેસના પ્લેટફોર્મને બંધ કરો.
સુરત,તા.૧૪
સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ નજીક કેન્ર રોડ પર એક સ્કૂલ બસ દ્વારા એક ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર માર્યા બાદ બસને ત્યાં લોકોએ અટકાવી હતી. લોકોએ ડ્રાઇવરને બસમાંથી બહાર લાવતા ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં.
રેડિયન્ટ સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી તે ગાડીના માલિકે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, પહેલા પણ એક એક્સિડન્ટ થતાં તેમની બસ બચી ગઈ હતી. જે બાદ આ જાગૃત નાગરિકે બસમાં સવાર બાળકો માટે ૧૦૦ નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ વધુ તપાસ શરુ કરી છે.
અડાલજ,તા.૧૪
અડાલજમાં આવેલા સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી. પોલીસે રેડ કરી ત્યારે સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં પહેલા તો ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ મેચ જોઇ રહી હતી. ત્યાં ખૂણામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા. પોલીસે રેડ કરી આ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે રેડ બાદ સ્થલ પરથી દારૂ ભરેલી ૯ બોટલ અને સાત ખાલી બોટલ તથા વાહનો મળી આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઘાટલોડિયામાં રહેતા કેવિન સુનિલભાઇ પટેલની બહેનના લગ્ન હોવાથી તેણે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સાથે દારૂની પાર્ટી રાખી હતી.
નબીરાં ઝડપાયાપોલીસે ગાંધીનગરના સોહમ પ્રજાપતિ, આંબાવાડીમાં સુક્રુતિ ફ્લેટમાં રહેતા રૂમિત પટેલ અને અંકિત શાહ, બોપલ પારસ બંગલોમાં રહેતા મિલન પટેલ, નારણપુરામાં નંદેગ્રામમાં રહેતા પાર્થ પટેલ, સોલા રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતા સૌમિલ પટેલ, વસ્ત્રાપુરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંકેત પટેલ, થલતેજના આનંદ બંગલોમાં રહેતા ધ્રુવ પટેલ, થલતેજના સનસાઇન ફ્લેટમાં રહેતા વિશ્વજીતસિંહ રાણા, એસજી હાઇવે પરના પ્રેમચંદ બંગલોમાં રહેતા નિકુલ પટેલ, ઘાટલોડિયામાં ટી.બી.ન્યુમાં રહેતા કેવિન પટેલ, ઘાટલોડિયા વિશ્વનિકેતન ફ્લેટમાં રહેતા ચિરાગ પટેલ, ઉસ્માનપુરાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જીગર પટેલ તથા નવરંગપુરાની સંધ્યા સોસાયટીમાં રહેતા વંદિત પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન ૬૬(૧)(બી), ૮૫,૮૪,૬૮,૬૫(એ)(ઇ), ૧૧૬ બી, ૮૧ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ગાંધીનગર,તા.૧૪
એલઆરડી પરીક્ષામાં ભરતી દરમિયાન માલધારી સમાજને અન્યાય કરાયો હોવાને લઈ હાલમાં જ લાંબી રેલી, ઉપવાસ સહિતની લડાઈઓ સમાજ દ્વારા લડાઈ રહી છે. આ દરમિયાનમાં ગીતા રબારીએ એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાયના આક્ષેપ સાથે આગામી ૧૬મી ડિસેમ્બરે મહારેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. ગીતા રબારીએ આ સ્થિતિમાં સમાજે એક થઈ જવું જોઈએ તેવી અપીલ કરી છે.
ગીતા રબારીએ આ ઉપરાંત ૧૬મીએ શાંતિપૂર્ણ રેલીમાં પોતે જોડાશે તેવું પણ કહ્યું છે અને સહુ યુવાનોને પણ તેમાં જોડાઈને સરકારને પોતાની સાથે થયેલા અન્યાય સંદર્ભે રજૂઆત કરવા કહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમાજને ન્યાય મળે તેવી માગણી કરી છે. તથા જે શખ્સો દ્વારા આ ખોટી પ્રવૃત્તિ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી થાય તેવી માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રબારી, ભરવાડ, ચારુલ સમાજને એલઆરડી પરીક્ષાની ભરતીમાં ગુણ ઊંચા હોવા છતાં ભરતીમાં શામેલ કરાયા નહીં તે બાબતનો રોષ ફેલાયો છે. કારણ તેમના સર્ટીફીકેટ માન્ય ગણવામાં આવ્યા ન હતા. સમાજ દ્વારા વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સંદર્ભે હાલમાં જ જુનાગઢમાં પણ મોટી રેલી કરવામાં આવી હતી.
અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી. પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.
રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર ૭ કલાકે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. સરકારી ચોપડે ૧ જુલાઇ ૨૦૧૪થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન કુલ ૬,૧૧૬ બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદમાં મહિલાઓ પર દર બે દિવસે એક બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૮૬૦ રેપની ફરિયાદ થઈ છે.
અમદાવાદ,તા.૧૪
રાષ્ટ્રપતિના ‘નિશાન’ એવૉર્ડ એ પોલીસદળની શ્રેષ્ઠતા અને ગૌરવના પ્રતીકરૂપે અપાય છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરાયેલા કામ અને રાષ્ટ્રની સેવામાં આપેલ યોગદાન માટે આપવામાં આવે છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસદળ આ સન્માનથી સન્માનિત થનાર ૭મું રાજ્ય બનશે. અગાઉ આ સન્માન મેળવનાર છ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરીમોનિયલ પરેડમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ એનાયત કરશે.આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ સ્મૃતિચિહ્ન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ માટેની દરખાસ્ત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં સી.આર.પી.એફ, બી.એસ.એફ, સી.બી.આઈ, આર.એન્ડ એ.ડબ્લ્યુ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે અને તેમના દ્વારા આ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેને વડા પ્રધાનની કચેરીમાં મોકલવામાં આવ્યો હતો. ૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો નિશાન એવોર્ડ એનાયત કરાશે એ અંગે જાણ કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને ૨૫ વર્ષ થઈ ગયાં હોય, તેઓ પ્રેસિડેન્ટ્સ કલર્સ (નિશાન) માટે અરજી કરી શકે છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન એ બાબતનું પ્રતીક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તાભરી સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે.
રાજકોટ,તા.૧૪
રાજકોટમાં હવે સ્થિતિ એવી થવા લાગી છે કે દર ગલી-નુક્કડ પર એક દાદા-ભાઈ ઊભા થવા લાગ્યા છે. અહીં સુધી કે પ્રજાના પ્રતિનિધીઓ અને તેમના પરિવારજનોનો પણ લોકોને ઘણીવાર ત્રાસ સહન કરવો પડતો હોય છે. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજાએ તલવારથી એક ગેરેજ સંચાલક પર હુમલો કર્યો હતો. કાર રિપેરિંગના રૂપિયા છેલ્લા બે વર્ષથી આપ્યા તો ન હતા ઉપરથી તે મુદ્દા પર નેતાના ભત્રીજાએ દાદાગીરી કરતાં બંને વચ્ચે ચકમક થઈ હતી જેમાં આખરે તલવારથી નેતાના ભત્રીજાએ હુમલો કરી દીધો હતો.
ગોંડલ રોડ પર એક જે કે મોટર્સ નામનું ગેરેજ છે. જે ગેરેજ મયુરદ્વજસિંહ ભરતસિંબ બારડ (૩૦) ચલાવે છે. તે ગુરુવારે રાત્રીના સમયે ઘર પાસે નવલનગરમાં એ ટૂ ઝેડ નામના ગલ્લા પર મિત્રો સાથે ઊભા હતા. દરમિયાનમાં કોર્પોરેટર વિજય વાંકનો ભત્રીજો સાગર ત્યાં આવી ચઢ્યો અને તેણે પોતાના હાથમાં તલવાર રાખી હતી. તે આંખમાં જનુન અને હાથમાં તલવાર સાથે સામેથી આવતો દેખાયો એટલે મયુરદ્વજસિંહે ત્યાંથી ઘર બાજુ દોટ મુકી. તે ભાગતા હતા ત્યાં સાગર ખુલ્લી તલવાર લઈ તેમની પાછળ ભાગ્યો અને દોડતા દોડતા મયુરદ્વજસિંહ નીચે પડી ગયા અને સાગર નજીક આવી ગયો. સાગરે તલવાર વીંઝી દીધી અને તેમના હાથ અને પગ પર ઘા કર્યા હતા.
બાબત અંગે ઈજાગ્રસ્ત મયુરધ્વજસિંહને સારવાર માટે ખસેડાયા હતા, તેમણે પોલીસને જણાવ્યું કે, વિજય વાંકે પોતાની માઈક્રો કારનું બોડીનું કામ મારી પાસે કરાવ્યું હતું જેના ૧૧ હજાર રૂપિયા લેવાના નિકળતા હતા, થોડા દિવસોમાં તે આપી દેશે તેવી વાત વિજય વાંકે કરી હતી પણ એક મહિનો થયો પણ પૈસા આવ્યા નહીં તેથી મેં ફોન કર્યા હતા પણ વિજયભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી તે પૈસાની ઉઘરાણી બાબતે માથાકુટ ચાલતી હતી જેનો ખાર રાખીને સાગરે મારા પર હુમલો કર્યો છે. જોકે પોલીસે તપાસની વધુ તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર,તા.૧૪
રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે ૫૫% અને ક્લાર્કમાં એની સ્નાતક માટે ૫૫ ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કમ્પની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે
સરકારી કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
08:20 PM | December 14
મુંબઈ,તા.૧૪
દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મએ રૂ.૫,૨૫,૭૧૪ કરોડ મૂલ્યના કુલ ૧૦.૧૯ કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦૦૯માં જ્યારે આ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ૨૮૬૫ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા ત્યાંથી સતત પ્રગતિ આ પ્લેટફોર્મ કરી રહ્યું છે.
પ્લેટફોર્મ પર સતત નવાં રજિસ્ટ્રેશન અને એસઆઈપીઝમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈ સ્ટાર એમએફએ વર્તમાન વર્ષના ઈક્વિટી રોકાણના ૨૬ ટકા ચોખ્ખા પ્રવાહને પ્રાપ્ત કર્યો છે. આ પ્લેટફોર્મ પર ૫૫,૦૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સના નવા ટ્રાન્ઝેક્શનના ૪૨ ટકા ટ્રાન્ઝેક્શન્સ બીએસઈ સ્ટાર એમએફ પર થાય છે.
સિદ્ધિ તેમ જ ૧૦ જૂન, ૨૦૧૯ના રોજ એક જ દિવસમાં ૭.૬૨ લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ બીએસઈ સ્ટાર એમએફ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
ખાણીપીણીનો સામાન બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ ૨૧ જરૂરી દવાઓના ભાવ વધારાની પરવાનગી આપી દીધી છે. આ ભાવ ૫૦ ટકા સુધી વધારવામાં આવશે. માર્કેટમાં મહત્વપૂર્ણ દવાઓની સપ્લાઇને ધ્યાનમાં રાખવાનાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના ડ્રગ્સ પ્રાઈસ રેગ્યુલેટર હેઠળ ૨૧ દવાઓની મહત્તમ છૂટક ભાવમાં ૫૦ ટકાના વધારાની પરવાનગી આપી છે. આ પહેલીવાર છે જ્યારે એનપીપીએ આમ કરી રહ્યા છે.
એનપીપીએ જરૂરી અને જીવનરક્ષક દવાઓની ભાવને ઘટાડા માટે ઓળખવામાં આવે છે. એનપીપીએ આ દવાઓ ઉણપના લીધે મોંઘો વિકલ્પ સિલેક્ટ કરનાર રોગીઓને રોકવા માટે સાર્વજનિક હિતમાં ભાવ વધી રહ્યા છે. મોંઘી થનાર મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારને એપહેલી પંક્તિના રૂપમાં કરવામાં આવે છે અને સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે અભિન્ન અંગ છે.
૯ ડિસેમ્બરના આયોજિત ઓથોરિટીની બેઠકમાં કહેવામાં આવ્યું કે ઓથોરિટીએ ઉલ્લેખ કર્યો કે ડીપીસીઓ ૨૦૧૩ના ફકરા નંબર ૧૯ હેઠળ ભાવ માટે જે એકવીસ સુનિશ્ચિત ફોર્મ્યુલેશન પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તે ઓછા ભાવવાળી દવાઓ છે અને તેમને વારંવાર ભાવ નિયંત્રણના આધિન કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારની પહેલી પંક્તિના રૂપમાં કહેવામાં આવે છે અને દેશના સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. ઘણી કંપનીઓને અસ્થિરતાના કારણે ઉત્પાદનને બંધ કરવા માટે અરજી કરી છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
જનતા દળ યુના નેતા પ્રશાંત કિશોર દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલના આપ પક્ગેષ માટે ચૂંટણી પ્રચાર કરશે એવી જાણકારી મળી હતી. મોદી સરકારે નાગરિકતા સુધારા ખરડો રચીને તેનો કાયદો બનાવ્યો અને એ કાર્યમાં જનતા દળ યુના નેતાઓએ સાથ આપ્યો તેથી પ્રશાંત કિશોર ખૂબ નારાજ છે અને શુક્રવારે ત્રીજીવાર તેમણે ટ્વીટર પર આ મુદ્દે પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી હતી.
શુક્રવારે સાંજે જનતા દળ યુના મહામંત્રી એસસીઆર સિંઘે ખુલ્લંખુલ્લા કહ્યું હતું કે પ્રશાંત કિશોરને પક્ષ છોડવો હોય તો ખુશીથી છોડી શકે છે. પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહ ઘડવાના ચાણક્ય ગણાય છે. ૨૦૧૭માં તેમણે ઉત્તર પ્રદેશમાં જેમને માટે ચૂંટણી વ્યૂહ ઘડ્યો હતો તે પક્ષની સરકાર બનીહતી.
અત્યારે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાથે કામ કરી રહ્યા છે. મમતાની જેમ પ્રશાંતે પણ નાગરિકતા સુધારા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ માહિતી મુજબ હવે પ્રશાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અરવિંદ કેજરીવાલ સાથે કામ કરશે. એ જોવાનું રસપ્રદ બની રહેશે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રશાંત આપને જીતાડી આપે છે કે કેમ.
પતિએ મેટ્રો ટ્રેન સામે કૂદકો મારતા પત્નીએ પણ આપઘાત કર્યો
ન્યુ દિલ્હી,તા.૧૪
પાટનગર નવી દિલ્હીમાં રહેતા એક પરિવારે આર્થિક સંકડામણના પગલે સામૂહિક આપઘાત કર્યો હતો. મૂળ આ પરિવાર ચેન્નાઇ (તામિલનાડુ)નો રહેવાસી હતી.
મરનાર ભરત ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જનરલ મેનેજરના હોદ્દા પર કામ કરતો હતો. શુક્રવારે સવારે એણે જવાહરલાલ નહેરુ મેટ્રો રોલવે સ્ટેશન પર ટ્રેન આવી રહી હતી ત્યારે કૂદકો મારીને જાન ગુમાવ્યો હતો.
સાંજે એની પત્નીએ પહેલાં પાંચ વર્ષની નાની પુત્રીને ફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ પોતાના ગળામાં ફાંસો લઇને જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચાર મળતાં પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આપઘાતનું કારણ તપાસવા માટે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી હતી.
ભરત આ પહેલાં પોસ્ટિંગ કાઠમાંડુ (નેપાળ)માં હતો. ત્યાં એ બીગ માર્ટ શોપિંગ મોલમાં કામ કરતો હતો. ત્યાંથી હજુ તો આ વર્ષના સપ્ટેંબરમાં દિલ્હી આવીને ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જોડાયો હતો. એની પત્ની શિવરંજની હાઉસવાઇફ હતી અને પુત્રી કેજીમાં ભણતી હતી.
ભરતનો નાનો ભાઇ દિલ્હીના સાકેત વિસ્તારમાં કોઇ કોચિંગ ક્લાસમાં પાઇલટની તાલીમ લઇ રહ્યો હતો.
ઔરંગાબાદ,તા.૧૪
વિશ્વવિખ્યાત સંત સાંઇબાબાના શિરડીમાં અકળ રીતે એક પછી એક વ્યક્તિ ગૂમ થઇ રહી હોવાના મુદ્દે ઔરંગાબાદ હાઇકોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં ૮૦થી વધુ વ્યક્તિ ગૂમ થઇ હતી જેનો અતોપતો લાગ્યો નહોતો. શિરડીના નિવાસીઓ એક પછી એક ગૂમ થઇ રહ્યા હોવાના મિડિયા અહેવાલની મુંબઇ હાઇકોર્ટે સુઓ મોટ્ટો અરજી દાખલ કરી હતી અને મુંબઇ હાઇકોર્ટની ઔરંગાબાદ શાખાએ આ મુદ્દે તપાસ કરીને હાઇકોર્ટને રિપોર્ટ આપવાની પોલીસને તાકીદ કરી હતી.
મનોજ કુમાર નામની એક વ્યક્તિએ પોતાની પત્ની ગૂમ થવા અંગે હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે માનવ તસ્કરીનું આ વ્યવસ્થિત કાવતરું નથી ને એની તપાસ કરીને રિપોર્ટ આપો.
ચાલુ વર્ષમાં ઓક્ટોબરની ૩૧મી સુધીમાં શિરડીના ૮૮ જણ ગૂમ થયા હતા જેમાં થોડીક મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. ઔરંગાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ ટીવી નવાડે અને જસ્ટિસ એસએમ ગવાન્હેએ કહ્યુ ંહતું કે મંદિરમાં દર્શન કરવા આવેલી વ્યક્તિ ક્યાં કેવી રીતે ગૂમ થઇ શકે એ સમજાતું નથી. પોલીસે આ બાબતે સઘન તપાસ કરવી જોઇએ કે મહિલાઓ ગૂમ થાય તેની પાછળ માનવ તસ્કરી કરનારી ટોળીનો હાથ નથી ને.
ચાલુ વર્ષમાં ગૂમ થયેલા લોકોમાં મહિલાઓ વધુ હતી એટલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ૧૩૦૦ કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં ૧૦૦ કરોડનું હેરોઇન ભારતમાં અને ૧૨૦૦ કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું.
આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિક્યોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ કૌભાંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલંબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી.
ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક અમેરિકી, બે નાઇજિરિયન અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
દેશના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યને કહ્યું હતું કે સરકારે તત્કાળ સાવધ થઇ જવાની જરૂર છે. દેશનું અર્થતંત્ર આઇસીયુ તરફ ધસી રહ્યું છે. ગમે ત્યારે ગંભીર મંદીનો સામનો કરવો પડી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એક ડ્રાફ્ટ પેપરમાં અરવિંદે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર અત્યારે ટ્વીન બેલેન્સ શીટ્સ જેવા સંકટનો બીજો તબક્કો અનુભવી રહ્યું છે. એના પરિણામે ગંભીર મંદી આવી શકે છે. સરકારે સાવધ રહેવાની ખાસ જરૂર છે.
તેમણે કહ્યું હતું કે આ સામાન્ય મંદી નથી, બહુ ગંભીર મંદી છે અને સરકારે આ તરફ તત્કાળ ધ્યાન આપવાની તાકીદે જરૂર ઊભી થઇ છે.
આ ડ્રાફ્ટ પેપરના સહલેખક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય કચેરીના વડા જોશ ફૈલમેન છે. હાલ હાર્વર્ડ કેનેડી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અધ્યાપન કરી રહેલા અરવિંદે પોતે અગાઉ વર્ણવેલા ટીબીએસ (ટ્વીન બેલેન્સ શીટ્સ) અને હાલની ટીબીએસ-ટુ વચ્ચે બહુ મોટો ફરક હોવાનું આ પેપરમાં નોંધ્યું હતું.
આસામમાં ઇન્ટરનેટ ૧૬મી સુધી પ્રતિબંધ લંબાવાયો, ભારતીય સેનાએ કરી અપીલ
ગુવાહાટી,તા.૧૪
નાગરિક સુધારણા બિલ કે જે હવે કાયદો બની ગયો છે તેની સામે પૂર્વોત્તરના કેટલાક રાજ્યોની સાથે હવે પ.બંગાળમાં પણ વિરોધ શરૂ થયો છે અને હિંસાના બનાવો બનતા સીએમ મમતા બેનર્જીએ લોકોને લોકશાહી માર્ગે વિરોધ કરવાની અપીલ કરી છે. ભાજપ શાસિત આસામમાં પરિસ્થિતિ હજુ થાળે નહીં પડતાં ૧૬ ડિસે. સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે બિહારમાં આરજેડી પક્ષે આ કાયદાના વિરોધમાં ૨૧મીએ બિહાર બંધનું એલાન આપતાં બિહારમાં પણ સુરક્ષાના કડક પગલા લેવા પડે તેમ છે.
શનિવારે પશ્ચિમ બંગાળમાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમના વિરોધમાં વિરોધીઓએ ઘણા સ્થળોએ રસ્તાઓ અને રેલ માર્ગોને અવરોધિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તર ૨૪ પરગના જિલ્લાઓ અને હાવડા (ગ્રામીણ) માંથી હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં જિલ્લાના નેશનલ હાઇવે નં.૩૪ અને અન્ય રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતાં.
પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પૂર્વી રેલ્વેના સીલદાહ-હસનાબાદ વચ્ચે રેલ સેવા પણ ખોરવાઈ છે.
દરમ્યાનમાં નાગરિકત્વ કાયદા સામે બંગાળમાં હિંસક વિરોધ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક રીતે વિરોધ કરો અને કાયદો હાથમાં ન લો. તેમણે તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
અસરગ્રસ્ત નાગાલેન્ડમાં નાગા સ્ટુડન્ટ્સ યુનિયન (એનએસએફ) દ્વારા આ કાયદાના વિરોધમાં છ કલાકના બંધ વચ્ચે શનિવારે સ્કૂલ, કોલેજ અને બજારો નાગાલેન્ડના ઘણા ભાગોમાં બંધ રહી હતી અને વાહનો રસ્તા ઉપરથી બંધ હતા. જો કે, સવારના ૬ વાગ્યાથી બંધનો આરંભ થયો છે ત્યાં સુધી હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી.
વિરોધ કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં ભાગ લેવા, ફરજ પરના તબીબી કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ અને શેરીઓમાંથી લગ્નમાં ભાગ લેવા જતા લોકોને મંજૂરી આપી રહ્યા છે.
ભારતીય સૈન્યએ ઉત્તર-પૂર્વના લોકોને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કેટલાક શંકાસ્પદ લોકો દ્વારા ઉત્તરપૂર્વમાં કરવામાં આવેલી તેમની કાર્યવાહી અંગેના નકલી સમાચારો ફેલાવવામાં આવી રહ્યાં હોવાથી તેનાથી સાવધ રહેવા જણાવ્યું છે.