~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૫
મૂળ બિહાર અને હાલ પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોતાનું ગેસ્ટહાઉસ ચાલવતા મૃત્યુંજય શ્રીરામઓઘ તિવારીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ગેસ્ટહાઉસમના ખુલ્લા શટરમાંથી ગત તા.૧૭-૫-૨૦૧૯ ના રોજ કોઈ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી ગેસ્ટહાઉસમાં ખૂણામાં બેગ તથા બેગમાં રાખેલ સોનાનો સેટ ત...
મોરબી, તા. ૫
મૂળ બિહાર અને હાલ પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોતાનું ગેસ્ટહાઉસ ચાલવતા મૃત્યુંજય શ્રીરામઓઘ તિવારીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ગેસ્ટહાઉસમના ખુલ્લા શટરમાંથી ગત તા.૧૭-૫-૨૦૧૯ ના રોજ કોઈ અજાણ્યા ઇસમે પ્રવેશ કરી ગેસ્ટહાઉસમાં ખૂણામાં બેગ તથા બેગમાં રાખેલ સોનાનો સેટ ત્રણ તોલા કીમત રુ.૯૦,૦૦૦ તેમજ સોનાની બંગડી બે તોલા કીમત રુ.૬૦,૦૦૦, સોનાની વીટી નંગ-૪ કીમત રુ.૧૫૦૦૦, સોનાની નાકની નથડી અધડો તોલા કીમત રુ.૧૫૦૦૦, સોનાનો માથામાં નાખવાનો ટીકાનંગ-૧ અધડો તોલાનું કીમત રુ.૧૫૦૦૦, સોનાની ચેન એક તોલાની કીમત રુ.૩૦૦૦૦, સોનાનું પેન્ડલ અધડો તોલા કીમત રુ.૧૫૦૦૦ એમ સોનાના દાગીનાની કુલ કીમત રુ.૨,૪૦,૦૦૦ તથા એપ્પલ કંપનીનો મોબાઈલ કીમત રુ.૮૦૦૦, ખીતીએ ટીંગાડેલ પેન્ટના ખિસ્સામાંથી પર્સમાં રાખેલ રોકડા રુપિયા ૧૦૦૦૦ અને આઈ.સી.આઈ.સી. બેન્કનું એટીએમ કીમત રુ.૦૦ એમ કુલ મુદામાલ કીમત રુ.૨,૫૮,૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી, તા. ૫
ઉપલેટામાં આવેલા મેટ્રોફાર્મમાંથી જુગાર રમતા ૬ શખ્સોને રાજકોટ આર.આર.સેલે પકડી પાડયો હતો. બાદ ફાર્મ હાઉસના માલીકના પુત્ર પાસે ૫ લાખ રૂપીયાની માંગ કરી ટોર્ચર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સીઆઈડીના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસના અંતે ૧૧ મહિના બાદ આર.આર. સેલમાં ફરજ બજાવી...
ધોરાજી, તા. ૫
ઉપલેટામાં આવેલા મેટ્રોફાર્મમાંથી જુગાર રમતા ૬ શખ્સોને રાજકોટ આર.આર.સેલે પકડી પાડયો હતો. બાદ ફાર્મ હાઉસના માલીકના પુત્ર પાસે ૫ લાખ રૂપીયાની માંગ કરી ટોર્ચર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સીઆઈડીના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસના અંતે ૧૧ મહિના બાદ આર.આર. સેલમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ ભરૂચ ફરજ બજાવતા પીએસઆઈ કુણાલ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ, તા. ૫
નેશનલ હાઈવેનું કામ કરતી એગ્રો ઈન્ફ્રા. એજન્સી દ્વારા સુત્રાપાડાના સરા ગામે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ખાણ ખનીજ વિભાગે ૧ હિટાચી, ૧ જેસીબી અને ૫ ડમ્પર સહિત રૂા. ૯૫ લાખનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી સમગ્ર ...
વેરાવળ, તા. ૫
નેશનલ હાઈવેનું કામ કરતી એગ્રો ઈન્ફ્રા. એજન્સી દ્વારા સુત્રાપાડાના સરા ગામે ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ખાણ ખનીજ વિભાગે ૧ હિટાચી, ૧ જેસીબી અને ૫ ડમ્પર સહિત રૂા. ૯૫ લાખનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી સમગ્ર પંથકના ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોટડાસાંગાણી, તા. ૫
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ શાપર-વેરાવળ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે શાંતિધામ પાટીયા પાસે આવેલ ધરતી એગ્રોના ગેટ પાસે રહેતો જયેશ પ્રવિણ માંડલીક નામનો શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.૩૬૦૦૦ની કિંમતનો ૧૨૦ બોટલ દારૂ સાથે જયેશ મ...
કોટડાસાંગાણી, તા. ૫
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફ શાપર-વેરાવળ પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે શાંતિધામ પાટીયા પાસે આવેલ ધરતી એગ્રોના ગેટ પાસે રહેતો જયેશ પ્રવિણ માંડલીક નામનો શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા.૩૬૦૦૦ની કિંમતનો ૧૨૦ બોટલ દારૂ સાથે જયેશ માંડલીકની ધરપકડ કરી દારૂ, મોબાઈલ મળી રૂા.૩૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો ભરત કોળી પાસેથી લાવ્યાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૫
ધ્રાગધ્રા તાલુકાના કોપરણી ગામે રહી મજુરી કામ કરતા ૩૦ વષિઁય યુવાન રણછોડ કઁણાભાઇ કોળી દ્વારા સોમવારે પોતાના રહેણાંક મકાનમા ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરેલ હતી જ્યારે ખેતરમા રહેતા મરણજનાર રણછોડમાઇના પરીવારજનો સવારે પોતાના ઘરે આવતા માલુમ પડેલ કે રણછોડભાઇ દ્વારા ગળેફાસો ખાઇ આત્મહત્યા ...
સુરેન્દ્રનગર, તા. ૫
ધ્રાગધ્રા તાલુકાના કોપરણી ગામે રહી મજુરી કામ કરતા ૩૦ વષિઁય યુવાન રણછોડ કઁણાભાઇ કોળી દ્વારા સોમવારે પોતાના રહેણાંક મકાનમા ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરેલ હતી જ્યારે ખેતરમા રહેતા મરણજનાર રણછોડમાઇના પરીવારજનો સવારે પોતાના ઘરે આવતા માલુમ પડેલ કે રણછોડભાઇ દ્વારા ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી છે જેથી મરણજનારના ભાઇ ઇશ્વરભાઇ દ્વારા તુરંત ધ્રાગધ્રા તાલુકા પોલીસનો સંપકઁ કરતા ધ્રાગધ્રા તાલુકા પીએસઆઇ ડી.બી.ચૌહાણ, હેડકોન્સ્ટેલ મગનલાલ સોલંકી લલીતભાઇ સહિતનાઓ ઘટના સ્થળે દોડી જઇ લાશને નીચે ઉતારી ત્યાર બાદ સોમવારે બપોરના સમયે સરકારી હોસ્પીટલ ખાતે પીએમમા મોકલાઇ હતી. આ તરફ મરણજનારના સગાભાઇ દ્વારા વ્યાજખોરના આતંકથી પોતાના ભાઇ રણછોડભાઇએ આ પગલુ ભયુઁ હોવાનો ગંભીર આક્ષેપ કયોઁ હતો બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા કોપરણી ગામના લોકો સાથે વાતચીત કરી પ્રાથમિક તપાસમા પોતાના અંગત પારીવારીક ઝગડા હેતુ અગમ્ય કારણોસર આત્મહત્યા કયાઁ હોવાનુ પોલીસસુત્રો દ્વારા જણાવાયુ છે. ત્યારે બીજી તરફ મરણજનારના પરીવારજનો દ્વારા વ્યાજખોરો પર ગંભીર આક્ષેપ સાથે કાયઁવાહીની માંગથી હવે સ્થાનિક પોલીસ પણ મુંઝવણમા મુકાઇ છે. જોકે હાલ ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા એક્સીડેન્ટલ ડેથની નોંધ કરી મરણજનારના પરીવારજનોનુ વિશેષ નિવેદનના આધારા પર ફરીયાદ કરી આગળની તપાસ કરાશે તેમ જણાવ્યુ હતુ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
હુમલા બાદ ઈજાગ્રસ્તને અમદાવાદ સારવારમાં ખસેડાતા સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યાનાં પલ્ટાયો
બોટાદ, તા. ૫
બોટાદમાં ખોજા સમાજની વાડી પાસે રહેતા સુનીલ બુધાભાઇ બથવાર (ઉ.વ.રર) નામના યુવાને ચાર દિવસ પહેલા તેના કૌટુબિકભાઇ લાલજી ગોવિંદભાઇ બથવાર સામે સરકારી હાઇસ્કુલના ગ્રાઉન્ડ પાસે હતા ત્યારે બોટાદના ...
હુમલા બાદ ઈજાગ્રસ્તને અમદાવાદ સારવારમાં ખસેડાતા સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યાનાં પલ્ટાયો
બોટાદ, તા. ૫
બોટાદમાં ખોજા સમાજની વાડી પાસે રહેતા સુનીલ બુધાભાઇ બથવાર (ઉ.વ.રર) નામના યુવાને ચાર દિવસ પહેલા તેના કૌટુબિકભાઇ લાલજી ગોવિંદભાઇ બથવાર સામે સરકારી હાઇસ્કુલના ગ્રાઉન્ડ પાસે હતા ત્યારે બોટાદના સાળંગપુર રોડ પર રહેતા હિતુ મકવાણા, દિપક ઉર્ફે દીલુ છતાં મકવાણા, પ્રદીપ ઉર્ફે પડો શંકર ચૌહાણ સહીતના ત્રણ શખ્સોએ અગાઉ લાલજીભાઇના પિતા ગોવિંદભાઇએ પિન્ટુ મકવાણાની હત્યા કરી હોય જે બાબતનો ખાર રાખી લાલજી ઉપર બેટ વડે જીવલેણ હુમલો કરી નાસી જતા લાલજીને ગંભીર હાઇતમાં પ્રથમ બોટાદ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. બનાવની ફરીયાદ બોટા પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણેય શખ્સોને સંકજામાં લઇ વધુ તપાી હાથ ધરી હતી.તે દરમ્યાન ગઇકાલે લાલજીભાઇનું સારવાર દરમ્યાન હોસ્પિટલના બીછાને મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો પીએસઆઇ ડી.વી.ડાંગર અને રાઇટર રાજુભાઇએ વધુ તપાસ હાથ ધરી હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. આ બનાવમાં બોટાદમાં ખુક કા બદલા ખુન જેવી ધટના સર્જાતા બોટાદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૫
વાંકાનેરના ચંકરપુર ગામે રહેતા અને વાંકાનેરમાં આવેલ મુળીના ઓટો શોરુમમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મહમદભાઇ સાજીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધ ગઇકાલે મોડી રાત્રીના શો રુમની બહાર નોકી પર હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો હિન્દી ભાષી બુકાનીધારી શખ્સો ત્થા આવી વૃઘ્ધને ઢીકાપાટુનો માર મારી હાથ પગ બ...
મોરબી, તા. ૫
વાંકાનેરના ચંકરપુર ગામે રહેતા અને વાંકાનેરમાં આવેલ મુળીના ઓટો શોરુમમાં ચોકીદાર તરીકે નોકરી કરતા મહમદભાઇ સાજીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધ ગઇકાલે મોડી રાત્રીના શો રુમની બહાર નોકી પર હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો હિન્દી ભાષી બુકાનીધારી શખ્સો ત્થા આવી વૃઘ્ધને ઢીકાપાટુનો માર મારી હાથ પગ બાંધી દઇ તેના ખિસ્સામાંથી રોકડ રૂા ૧૦ હજાર અને મોબાઇલ ફોન તથા બાઇકની ચાવી સહીતના મુદામાલની લુંટ કરી નાશી ગયા હતા. બનાવ બાદ વાંકાનેર સીટી પોલીસ મથકે જાણ કરવામાં આવતા મહીલા પીએસઆઇ પી.સી. મોલીયા અને રાઇટર વિરેન્દ્રસિંહ સહીતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. પોલીસે શોરુમના સીસી ટીવી ચેક કરતા અગાઉ કામ કરતો યુ.પી.નો શખ્સ લુંટને અંજામ આપવામાં સામેલ હોવાની હકિકત મળતા પોલીસે સીસી ટીવી કુટેજના આધારે તપાસ આદરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૫
સોમવારે સળગાવી દીધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો છે. સોમવારે સાંજના સુમારે મોરબીના સકર્ીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દ...
મોરબી, તા. ૫
સોમવારે સળગાવી દીધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી લીધો છે. સોમવારે સાંજના સુમારે મોરબીના સકર્ીટ હાઉસ પાછળ નવા બની રહેલા મકાનમાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો સ્થળ પર દોડી ગઈ હતી ગંભીર ઘટનાને પગલે પોલીસે તપાસ ચલાવીને આરોપી રવિભાઈ બચુભાઈ હડીયલ (ઉ.વ.૨૨) રહે ગોકુલનગર શનાળા રોડ મોરબી વાળાને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.નચકચારી મહિલા દુષ્કર્મ હત્યા કેસના આરોપી રવિ હડીયલ નામના શખ્શ સામે મૃતક પરિણીતા કડિયા કામે ગઈ હોય અને બપોરના સાડા ચારેક વાગ્યે મરણ જનારની દીકરીને ફરિયાદી પાસે મુકવા ગયો હતો જોકે કેપા અંગે પૂછતાં ગલ્લાતલ્લા કર્યા હતા બીજી તરફ ઓળખ મેળવવા કાર્યરત પોલીસની ટીમેં ફરિયાદીનો સંપર્ક કરતા ઓળખ થવા પામી હતી અને આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો હતો.
પોલીકાનાં ચેરમેનનાં ભાઈની હત્યામાં વધુ એક આરોપી ઝડપાયો
મોરબીના રફાળેશ્વર ગામે નોનવેજની લારી નજીક થયેલ મારામારીમાં મોરબી નગરપાલિકાના ચેરમેનના ભાઈની હત્યા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી જોકે હજુ કેટલાક શખ્શો નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા કવાયત ચાલતી હોય દરમિયાન તાલુકા પોલીસે હત્યામાં સંડોવાયેલ આરોપી જુમા અલીભાઈ જામ (ઉ.વ.૪૮) રહે સચાણા જામનગર વાળાની અટકાયત કરવામાં આવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા.૫
રાપરના મોટા ટીંડલવા ગામે ૬ સંતાનોની માતા ઉપર ૪ સંતાનોના પિતાએ ગુજરેલા બળાત્કારના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ભોગ બનેલી ૫૦ વર્ષીય આધેડ મહિલાએ ટીંડલવા ગામના ૬૦ વર્ષીય પટેલ આગેવાન હરજી ગોવાભાઈ વાવીયા વિરુદૃઘ ફરિયાદ લખાવી છે.
આ આધેડ પટેલ આગેવાન હરજીભાઈએ સખ...
ભુજ, તા.૫
રાપરના મોટા ટીંડલવા ગામે ૬ સંતાનોની માતા ઉપર ૪ સંતાનોના પિતાએ ગુજરેલા બળાત્કારના બનાવે ચકચાર સર્જી છે. આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ભોગ બનેલી ૫૦ વર્ષીય આધેડ મહિલાએ ટીંડલવા ગામના ૬૦ વર્ષીય પટેલ આગેવાન હરજી ગોવાભાઈ વાવીયા વિરુદૃઘ ફરિયાદ લખાવી છે.
આ આધેડ પટેલ આગેવાન હરજીભાઈએ સખત ગરમીના કારણે ફરિયાદી મહિલાને પોતાની વાડીએ આરામ કરવા અને કેરી ખાવા માટે કહ્યું હતું. જેના કારણે ફરિયાદી મહિલા તેમની સાથે વાડીએ ગઈ હતી. પણ, વાડીએ પહોંચ્યા બાદ તેણીને વરંડામાં લઈ જઈ આધેડ પટેલ શખ્સએ બળજબરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવથી ડઘાઈ ગયેલી મહિલાએ ગામમાં પોતાના સંબંધીઓને વાત કરતા સૌએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેણીએ હરજી ગોવાભાઈ વાવીયા વિરુદૃઘ બળાત્કારની ફરિયાદ કરી છે. આ કિસ્સામા ભોગ બનનાર મહિલા ૬ સંતાનોની માતા છે, જયારે આરોપી ૪ સંતાનોનો પિતા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મેટોડાઃ શ્રમિકનો મોબાઈલ ચોરાયો
મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં.૨ પાસે શ્રીનાથજી પાર્કમાં ભાડાની ઓરડીમાં રહેતો અજય પરસોતમભાઇ પરમાર ગત તા.૧ ના રાત્રે ગરમીથી રાહત મેળવવા ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુતો હતો. દરમિયાન કોઇ અજાણ્યો શખ્સ ઓરડીમાં પ્રવેશ કરી ઓશીકા નીચે રાખેલો શ્રમિક અજય પરમારનો મોબાઇલ (કિ.૮ હજાર)ની ચોરી કરી ગયો હતો. આ અંગે લોધીકા પોલીસે અજય પરમારની ફરીયાદ પરથી અજાણ્યા તસ્કર વિરુધ્ધ ગુનો નોંધી પીએસઆઇ જે.યુ.ગોહીલે વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી, તા.૫
ધોરાજીના બહાદુરપુરા વિસ્તારમાં રહેતી કંચનબેન વસંતભાઇ ચૌહાણ નામની ૩૫ વર્ષની વણકર પરિણીતા પ્રાઇમસ ઉપર રસોઇ બનાવતી હતી ત્યારે પતિ વસંત કરશનભાઇ ચૌહાણે પત્ની સાથે દારુના નશામાં ઝઘડો કરી સળગતો પ્રાઇમસ પત્ની કંચનબેન ઉપર ફેકયો હતો. કંચનબેન ગંભીર રીતે દાઝી જતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટ...
ધોરાજી, તા.૫
ધોરાજીના બહાદુરપુરા વિસ્તારમાં રહેતી કંચનબેન વસંતભાઇ ચૌહાણ નામની ૩૫ વર્ષની વણકર પરિણીતા પ્રાઇમસ ઉપર રસોઇ બનાવતી હતી ત્યારે પતિ વસંત કરશનભાઇ ચૌહાણે પત્ની સાથે દારુના નશામાં ઝઘડો કરી સળગતો પ્રાઇમસ પત્ની કંચનબેન ઉપર ફેકયો હતો. કંચનબેન ગંભીર રીતે દાઝી જતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે ધોરાજી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેણીનું મોત નિપજતા પરીવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછતાછમાં મૃતક કંચનબેન ચૌહાણ પ્રાઇમસ ઉપર રસોઇ બનાવતી હતી ત્યારે પતિ વસંત ચૌહાણ પીધેલ હાલતમાં ઘરે આવ્યો હતો. પત્ની કંચનબેન સાથે ઝઘડો કરી સળગતો પ્રાઇમસ માથે ફેકી જીવતી સળગાવી હત્યા કરી હોવાનો મૃતકના માવતર પાસે આક્ષેપ કર્યો છે. મૃતક પરીણીતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૫
ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે કચ્છનો માલધારી પરિવાર પોતાના વતનની વાટે નીકળતા રાણાગઢ ખારી વિસ્તારમાં પહોંચતા ૪૪ ડીગ્રી ધોમધખતા તાપમાં પાણી નહી મળતા પ્રથમ દિવસે ૮૦ ઘેટા બકરાના મોત નિપજયા હતા.
જેમાં બીજા દિવસે સારવાર દરમીયાન વધુ ૨૦ ઘેટા બકરાના મોત નિપજતા પશુઓનો ...
સુરેન્દ્રનગર, તા.૫
ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે કચ્છનો માલધારી પરિવાર પોતાના વતનની વાટે નીકળતા રાણાગઢ ખારી વિસ્તારમાં પહોંચતા ૪૪ ડીગ્રી ધોમધખતા તાપમાં પાણી નહી મળતા પ્રથમ દિવસે ૮૦ ઘેટા બકરાના મોત નિપજયા હતા.
જેમાં બીજા દિવસે સારવાર દરમીયાન વધુ ૨૦ ઘેટા બકરાના મોત નિપજતા પશુઓનો મૃત્યુ આંકદ ૧૦૦ પહોંચી જવા પામ્યો છે. માલધારી પરીવારના છેલ્લા બે દિવસમાં ૧૦૦ પશુઓના મોતથી ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
લીંબડી તાલુકાના રાણાગઢ ખારી વિસ્તારમાંથી પસાર થતો માલધારી પરવિારના ૨૫૦૦ થી વધુ ઘેટાબકરાને ૪૪ ડીગી તાપમાનમાં સમયાંતરે પીવાનું પાણી નહીં મળતા ધોમધખતા તાપમાં ટપો ટપ મોત નિપજતા પ્રથમ દિવસે મૃત્યુઆંક ૮૦એ પહોંચ્યો હતો.
અબોલ પશુઓના મોતને લઇને રાણાગઢ સરપંચે લીંબડી પશુ ડોક્ટરને જાણ કરતા તાત્કાલીક ટીમ આવીને પશુઓની સારવાર ચાલુ કરી દીધી હતી જેમાં આજે બીજા દિવસે ૨૦ ઘેટા બકરાના મોત નિપજતા માલધારી પરીવારની દયનીય હાલત જોવા મળી રહી છે. પશુ ડોક્ટર સુનીલ પટેલ દ્વારા મૃતક પશુઓના પીએમ કરીને સેમ્પલ અમદાવાદ ખાતે મોકલી આપ્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૫
વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામના શખ્સે અન્ય ત્રણ જણાની મદદ લઈ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુધ્ધ તેણીની સાથે - બળાત્કાર કર્યાની ફરીયાદમાં મુખ્ય આરોપી સામે અદાલતે ગુનો સાબીત માની આરોપીને ૧૦ વર્ષની શખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ...
ભાવનગર, તા.૫
વલ્લભીપુર તાલુકાના દાત્રેટીયા ગામના શખ્સે અન્ય ત્રણ જણાની મદદ લઈ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુધ્ધ તેણીની સાથે - બળાત્કાર કર્યાની ફરીયાદમાં મુખ્ય આરોપી સામે અદાલતે ગુનો સાબીત માની આરોપીને ૧૦ વર્ષની શખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપીઓ નં. વિજય નરશી માથાસુરીયા (ઉ.વ.૨૭) (રહે. દાત્રેટીયા તા.વલ્લભીપુર) પ્રવિણ ઉર્ફે પરેશભાઈ નરશીભાઈ માથાસુરીયા (ઉ.વ.૨૩) (રહે. દાત્રેટીયા તા.વલ્લભીપુર) દેવા ભુરા ચોહલા (ઉ.વ.૫૫) (રહે. આમલાટ ગામ તા. તલોદા, જિ. નંદુરબાર મહારાષ્ટ્ર), અરવિંદ ઉર્ફે શેટી નરશી મથાસુરીયા (ઉ.વ.૨૪) (રહે. દાત્રેટીયા તા.વલ્લભીપુર) સહિતના ચારેય શખ્સોએ એક બીજાને મદદગારી કરી મુખ્ય આરોપી પ્રવિણ ઉર્ફે પરેશ નરશીભાઈ માથાસુરીયા એ ગત તા.૩૧/૩/૨૦૧૫નાં રોજ સગીરા તેમની દાદી મા ને ભાત-ટીફીન આપવા માટે નીકળેલી, તે સમયે અપહરણ કરી જઈ નં.૨ તથા ૪ નાઓ મોટર સાઈલ લઈને મુળઘરાઈ ગામે ગયેલા અને તળાવની પાસે ભોગ બનનાર જતી હતી ત્યારે આરોપી નં.૨ના તેણીને જણાવેલ કે ‘‘તુ મોટર સાઈકલ ઉપર બેસી જા, નહીતર હું દવા પી જઈશ આરોપી નં.૨ના એ આમ કહી તેણીને મો.સા. ઉપર બેસાડી દીધેલ અને આરોપી નં.૪ મો.સા. ચલાવતા હતા અને તેણીને વચ્ચે બેસાડી બરવાળા લઈ ગયેલા ત્યાં બરવાળા મુકામે આરોપી નં.૧ના એ આવીને આરોપી પ્રવિણને પૈસા આપેલા ત્યારબાદ આરોપી વિજય મો.સા. લઈને પરત જતા રહેલા અને આરોપી પ્રવિણ તથા આરોપી અરવિંદ તેણીને લકઝરી બસમાં તમારી સાથે બેસાડી દીધેલ તલોદા તાલુકા આમલાટ ગામે દેવા ભૂરાની ઘરે અઢી મહિનાં સુધી રાખેલી અને આરોપી નં.૨ તથા ૩ તેણીને કયાય જવા પણ દેતા ન હતા, તેમજ પ્રવિણ તેણી સગીર હોવાનું જાણવા છતાં તેણી ઈચ્છા વિરુધ્ધ વારંવાર સંભોગ કરતા હતો.
આ અંગેના કેસ ભાવનગરના સ્પે. જજ અને બીજા એડીશ્નલ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે લઈ આ મુખ્ય આરોપી પ્રવિણ ઉર્ફે પરેશભાઈ નરશીભાઈ માથાસુરીયાના તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની શખ્ત કેદની સજા અને રોકડા રુા.૧૦ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા.૫
તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા તથા મહામંત્રી હાદિર્કભાઈ તળાવીયાએ તાલાલા પંથકના કિસાનો વતી એસબીઆઈની વેરાવળ ખાતે આવેલ રીજીયન બિઝનેશ ઓફિસના આસી.જનરલ મેનેજરને પાઠવેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે રુા.ત્રણ લાખ સુધીનું કૃષિ ધિરાણ ૦ ...
ગીરગઢડા, તા.૫
તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા તથા મહામંત્રી હાદિર્કભાઈ તળાવીયાએ તાલાલા પંથકના કિસાનો વતી એસબીઆઈની વેરાવળ ખાતે આવેલ રીજીયન બિઝનેશ ઓફિસના આસી.જનરલ મેનેજરને પાઠવેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે રુા.ત્રણ લાખ સુધીનું કૃષિ ધિરાણ ૦ ટકા વ્યાજથી આપવામાં આવે છે. પરંતુ બેંકો દ્વારા કિસાનોને યોગ્ય જાણકારી આપવામાં આવતી નથી પરિણામે કિસાનોને સરકારની વ્યાજ સહાય યોજનાનો લાભ મળતો નથી કિસાનોને રુા.ત્રણ લાખ સુધીના કૃષિ ધિરાણો ઉપર બેંકો દ્વારા કોઈ પણ જાતનો ચાજર્ લેવાનો નથી છતા પણ બેંકો દ્વારા જુદા જુદા ચાજર્ લેવામાં આવે છે.
પત્રમાં ઉમેર્યુ છે કે સાસણગીર ખાતેની એસબીઆઈની બેંક દ્વારા ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારના જે ખેડુતોને ધિરાણ આપે છે આવા ખેડુતો પાસેથી પ્રથમ વર્ષ સરકારી નોકરીયાત અને બીજા વર્ષે રેવન્યુ જમીન ધરાવતા ખેડુતોને જામીન તરીકે આપવા આગ્રહ રાખવામાં આવે છે.
પત્રમાં ઉમેર્યુ છે કે સાસણગીર ખાતેની એસબીઆઈની બેંક દ્વારા ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારના જે ખેડુતોને ધિરાણ આપે છે. આવા ખેડુતો પાસેથી પ્રથમ વર્ષ સરકારી નોકરીયાત અને બીજા વર્ષે રેવન્યુ જમીન ધરાવતા ખેડુતોને જામીન તરીકે આપવા આગ્રહ રાખવામાં આવે છે.
સેટલમેન્ટ વિસ્તારના ખેડુતોને પણ કેન્દ્ર સરકારની નિતી નિયમો પ્રમાણે રુા.ત્રણ લાખનુ ધિરાણ અને તે પણ વ્યાજ માફી યોજના હેઠળ મળે માટે સાસણગીર ખાતેની એસબીઆઈ શાખાને યોગ્ય આદેશ કરવા પત્રના અંતમાં તાલાલા તાલુકા ભારતીન કિસાન સંઘે માંગણી કરી છે.
તાલાલા આઈસીઆઈસીઆઈ બેંક નાના ખેડુતોને ધિરાણ આપતી નથી
ગીરના પાટનગર તાલાલા શહેરમાં આઈસીઆઈસીઆઈ બેંક બે એકરથી ઓછી જમીન વાળા ખેડુતોને ધિરાણ આપતી નથી પરિણામે નાના ખેડુતોને મુશ્કેલી પડતી હોય તુરંત યોગ્ય કરવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે બેંકના ઉચ્ચ સતાવાળા સમક્ષ માંગણી કરી છે.
તેમજ આઈસીઆઈસી બેંક ૦ ટકા વ્યાજ યોજના હેઠળ ખેડુતોને રુા.૩ લાખને બદલે બે લાખનુ ધિરાણ આપે છે. ચાર લાખનુ ધિરાણ લીધુ હોય તેમની પાસેથી ૧૨ ટકા લેખે વ્યાજ વસુલ કરે છે. તુરત તપાસ કરી તાલાલા પંથકના ખેડુતોને યોગ્ય ન્યાય આપવા માંગણી કરવામાં આવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ, તા.૫
આ કામની વિગતો મુજબ ગોંડલના એડવોકેટ અભિષેક તુલશી વોરાના લગ્ન ચાર્મીબેન અભિષેક વોરાએ જસદણ સાથે થયેલા ઘર સંસાર દરમ્યાન વકિલ અભિષેક વોરાએ પોતાના પત્ની ચાર્મીબેન ઊપર એક આદર્શ સ્ત્રીને માટે પ્રાણઘાતક થઇ શકે તેવો પ્રકારના અને સાબિત ન થઇ શકે તેવા આક્ષેપો નામદાર કોટર્માં કરેલા.
આ કામમાં ચાર્મ...
ગોંડલ, તા.૫
આ કામની વિગતો મુજબ ગોંડલના એડવોકેટ અભિષેક તુલશી વોરાના લગ્ન ચાર્મીબેન અભિષેક વોરાએ જસદણ સાથે થયેલા ઘર સંસાર દરમ્યાન વકિલ અભિષેક વોરાએ પોતાના પત્ની ચાર્મીબેન ઊપર એક આદર્શ સ્ત્રીને માટે પ્રાણઘાતક થઇ શકે તેવો પ્રકારના અને સાબિત ન થઇ શકે તેવા આક્ષેપો નામદાર કોટર્માં કરેલા.
આ કામમાં ચાર્મીબેન પક્ષે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ ચુકાદા સાથે રજુઆત કરેલ કે અભિષેક વોરાએ પોતાના પત્નીને ત્યાગી, ત્યજી અને તરછોડી દિધી છે. અરજદારના કપડાલતા, દવાદારુ, ભરણપોષણ તથા પોતાના મોભારુપ કોઇપણ જાતની વ્યવસ્થા કરેલ નથી અને આ રીતે અરજદાર બહેન ઓશીયાળુ જીવન જીવે છે અને નામદાર ઉચ્ચ ન્યાયલયે સ્થાપિત કરેલ સિધ્ધાંત મુજબ અરજદાર તથા તેમના પુત્ર વકિલ અભિષેક વોરા પાસેથી કાયદેસર રીતે હકકદદાર છે.
અરજદાર પક્ષે રજુ થયેલ આપવીતી અને સંજોગો ધ્યાને લઇ વિધાન ન્યાયમુર્તિની જાની સાહેબે અરજદાર ચાર્મીબેન અને તેના પુત્રનું માસીક રુા. ૫૦૦૦/- ભરણ પોષણની રકમ મંજુર કરેલ છે. અને રુા.૧૦,૦૦૦ ખર્ચના ચુકવવાનો હુકમ કરેલ છે.
આ કામમાં ચાર્મીબેનના પક્ષે જસદણના ધારાશાસ્ત્રી વિનેશભાઇ વાબાણી અને મોહિતભાઇ રવૈયા રોકાયેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
રાજકોટ, તા.૫
જેતપુરના થોરાળામાં રહેતા જીવરાજભાઇ ભીખુભાઇ મકવાણા (ઉ.વ.૫૦) અને હંસાબેન જીવરાજભાઇ મકવાણા (..વ.૪૯) ઉપર નંદાભાઇ તેમની પત્ની ગીતાબેન અને તેમના બે પુત્રોએ તલવાર અને પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલાખોરો સામે વયોવૃધ્ધ દંપતી વિરપુર પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવવા જઇ રહ્યા હતા ત્યારે આર...
રાજકોટ, તા.૫
જેતપુરના થોરાળામાં રહેતા જીવરાજભાઇ ભીખુભાઇ મકવાણા (ઉ.વ.૫૦) અને હંસાબેન જીવરાજભાઇ મકવાણા (..વ.૪૯) ઉપર નંદાભાઇ તેમની પત્ની ગીતાબેન અને તેમના બે પુત્રોએ તલવાર અને પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલાખોરો સામે વયોવૃધ્ધ દંપતી વિરપુર પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવવા જઇ રહ્યા હતા ત્યારે આરોપીઓએ બોલેરો કાર લઇ દંપતીનો પીછો કર્યો હતો અને દંપતીના
બાઈકને બોલેરો હડફેટે લઇ અકસ્માત સજર્યો હતો.
હુમલામાં અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીને સારવાર માટે વિરપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમની તબીયત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૫
માળીયા તાલુકાના વીર વિદરકા ગામે રહેતી શારદાબેન રમેશભાઈ સુરેલા નામની મહિલા ગત તા.૬ માર્ચના રોજ પોતાના ગામથી ભીમસર જતા રસ્તે પગપાળા ચાલીને જી.કે.હોટલે કામ પર જઈ રહી હતી.તે સમયે અજાણ્યો શખ્સ આ મહિલાને એકલી જોઈને તેમની સામે આવીને ઉભો રહી ગયો હતો.
આથી ચોકી ઉઠેલી મહિલાએ આ શખ્સને મારી સામે કેમ આ...
મોરબી, તા.૫
માળીયા તાલુકાના વીર વિદરકા ગામે રહેતી શારદાબેન રમેશભાઈ સુરેલા નામની મહિલા ગત તા.૬ માર્ચના રોજ પોતાના ગામથી ભીમસર જતા રસ્તે પગપાળા ચાલીને જી.કે.હોટલે કામ પર જઈ રહી હતી.તે સમયે અજાણ્યો શખ્સ આ મહિલાને એકલી જોઈને તેમની સામે આવીને ઉભો રહી ગયો હતો.
આથી ચોકી ઉઠેલી મહિલાએ આ શખ્સને મારી સામે કેમ આવીને ઉભો રહ્યો તેમ કહીને ટપાર્યો હતો.આથી ઉશ્કેરાયેલા આ શખ્સે મહિલાના વાળ પકડીને તેનું માથું લીમડાના ઝાડ સાથે ભટકાડ્યું હતું.જેમાં આ મહિલાને મોઢાના ભાગે ઇજા થઇ હતી.ગત માર્ચ માસમાં બનેલા આ બનાવની મહિલાએ આજે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પરિણીતાને ધમકી
મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકર હોલની સામે રહેતી શાંતાબેન અમરશીભાઈ જાદવ નામની પરણીતાએ તે જ વિસ્તારમાં રહેતા સાગરભાઈ દેવજીભાઈ, સુરેશભાઈ દેવજીભાઈ, ચંપાબેન દેવજીભાઈ, વનીતાબેન દેવજીભાઈ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આગાઉની કોઈ બાબતની માથાકૂટનો ખાર રાખીને ચારેય આરોપીઓએ ફરિયાદી તથા તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિઓને ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ઘર બહાર રહેલી તેમની કારમાં તોડફોડ કરી હતી.
તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દંપતિ પર ત્રણ શખ્સે હુમલો
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ચકમપર (જી)ગામે રહેતા ત્રિભોવનભાઈ વલજીભાઈ ચૌહાણ ઉ.વ.૨૯ નામના યુવાને પ્રકાશભાઈ કાંતિભાઈ ચૌહાણ, દિનેશભાઇ ઉર્ફે ભીમાભાઈ કાંતિભાઈ ચૌહાણ, કાંતિભાઈ હરિભાઈ ચૌહાણ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૨ના રોજ તેમના પત્ની ચકમપર ગામે નવા પ્લોટમાં પાણી ભરીને આવતા હતા.
ત્યારે આરોપીઓ બીભત્સ ગાળો બોલતા હોવાથી તેમના પત્નીએ ફરિયાદીને આ બાબતની વાત કરી હતી .આ બાબતથી ઉશ્કેરાયેલા આરોપીએ દંપતીને લાકડી અને ધોકા વતી માર માર્યો હતો.બાદમાં યુવાને આ બાબતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૫
બાંટવાના માહી કંપનીના નામ ડુપ્લીકેટ ઘીનું વેંચાણ કરતા બે સીંધી વેપારીઓ સામે માહી કંપની દ્વારા બાંટવા પોલીસમાં ફરીયાદ નોંધતાં નામાંકીત કંપનીના નામે ડુપ્લીકેટ ઘી ધાબેડવાનો ભાંડો ફુટવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બાંટવાના નરેશ તથા સંતોષ કેવલરામ દોદવાલીએ મારી કંપનીના ડુપ્લીક...
જૂનાગઢ, તા.૫
બાંટવાના માહી કંપનીના નામ ડુપ્લીકેટ ઘીનું વેંચાણ કરતા બે સીંધી વેપારીઓ સામે માહી કંપની દ્વારા બાંટવા પોલીસમાં ફરીયાદ નોંધતાં નામાંકીત કંપનીના નામે ડુપ્લીકેટ ઘી ધાબેડવાનો ભાંડો ફુટવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બાંટવાના નરેશ તથા સંતોષ કેવલરામ દોદવાલીએ મારી કંપનીના ડુપ્લીકેટ લોગો તેમજ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી, ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરી નાખી મિલ્ક પ્રોડયુસર કંપની લીમીટેડના રજીસ્ટર ટ્રેેડમાર્કનો રજા વગર એકટનો પણ ભંગ કર્યાની માહી મીલ્ક પ્રોડકટ કંપનીના લીગલ ઓફીસર નિતીનભાઇ રમણીકભાઇ લાધણોજે બાંટવા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જુના મન દુઃખમાં મારામારી
જુનાગઢના દોલતપરા યાર્ડ પાછળ રહેતા હરદાસભાઇ કારાભાઇ જાડેજાને જુના મન દુઃખે રાજન રામભાઇએ પથ્થરને છુટો ઘા મારી રામભાઇ ગોરણીયાએ મકાન ખાલી ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
છરી વડે હુમલો
શહેરના ફુલયા હનુમાન રોડ કચરો નાખવા જેવી નજીવી બાબતે રમેશ વીરજી બાવળીયાએ છરી વડે હુમલો કરી ઇજા કરી, રમેશભાઇના દીકરાએ ધોકા વડે મારમારી તથા રમેશભાઇની પત્ની અને દીકરીએ ઢીકાપાટેનો મારમાર્યો દેવગીરી પ્રેમગીરી ગોસ્વામીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
૧૦ મુસાફરોને ઇજા
ચારેવાડથી ૯ કીમી દૂર ઝડકા ગામ નજીક પાવન ટ્રાવેલ્સની લકઝરી બસનં જીજે ૧૧ ટીટી ૯૫૪૦ના ચાલકે પોતાની બસ બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી બસને આગળ જતાં ટ્રકનાં પાછળના ભાગે અથડાવી દેતાં બસમાં બેઠેલાં ૧૦ જેટલાં મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી
વિદેશી દારુનો જથ્થો ઝડપાયો
જુનાગઢ તાલુકા પોલીસે ગત રાત્રીના ધોરાજી રોડ ઉપરથી ટાટા ટ્રકનં જીજે ૧૧ ઝેડ ૩૬૯૯માંથી રુા. ૫૫,૫૨૦નો વિદેશી દારુ તથા બીયરનો ઝથ્થો પકડી પાડી. ટ્રક અને દારુ મળી કુલ રુા. ૫,૫૫,૫૨૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૫
વિસાવદરના મોટા કોટડા ગામે રહેતા એક પરીવારની સગીર વયની દીકરી ઉપર ગામના જ બે શખ્સોએ બળજબરીથી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે અને દુષ્કર્મ આચરનાર શખસો સામે ફીટકાર વરસી રહ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતા એક પ...
જૂનાગઢ, તા.૫
વિસાવદરના મોટા કોટડા ગામે રહેતા એક પરીવારની સગીર વયની દીકરી ઉપર ગામના જ બે શખ્સોએ બળજબરીથી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે અને દુષ્કર્મ આચરનાર શખસો સામે ફીટકાર વરસી રહ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે રહેતા એક પરીવારની સગીર વયની દીકરી રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં ઘેર એકલી હતી ત્યારે મુસ્તાક હયાતખાન પઠાણ તથા પરેશ ચકુભાઇ સાવલીયા નામના શખ્સોએ ઘરમાં ઘુસી જઇ સગીરાની ઈચ્છા વિરુધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરી, સગીરાને તથા સગીરાના ભાઇને મારી નાખવાની ધમકી આપી હોવાની સગીરાએ વિસાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
સગીરાનું અપહરણ
માળીયા હાટીના ગામની ૧૫ વર્ષીય સગીરાનું ગત તા.૩/૬ના રોજ રાત્રીના સાડા સાત વાગ્યાના અરસામાં અવાણીયા ગામેથી અવાણીયા ગામના પરેશ જીકા ધાના નામના શખ્સે બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી લલચાવી, ફોસલાવી, ભગાડી ગયાની માળીયા હાટીના પોલીસમાં ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે.
પઠાણી ઉઘરાણીની ફરિયાદ
જૂનાગઢમાં વ્યાજે લીધેલ રુા. ૫.૪૫ લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હતા ૩ શખ્સો દ્વારા વધુ રકમ મેળવવા પઠાણી ઉઘરાણી કરી દબાવી ધાકધમકી અપાતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
જૂનાગઢની કડીયાવાડ શાક માર્કેટ પાસે રહેતા ચીંતનભાઇ હરેશકુમાર મણીયારે શહેરના હમીરભાઇ મુળશીયાને બેન્કના કોરા ચેક તથા રુા.૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપી ૧૫ ટકા વ્યાજે રુા.૫ લાખ લીધા હતા તથા આ રકમ વ્યાજે અપાવનાર પ્રકાશભાઇ દંતાણી ઉર્ફે લાલભાઇ પાસેથી રુા.૪૫ હજાર વ્યાજે લીધેલ જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધેલ હોવા છતાં વધુ રકમની માંગણી કરતી પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતી હોવાની એ ડીવીઝન પોલીસમાં ફીરયાદ નોંધાય છે.
વ્યાજે પૈસા લેનારને ધાક ધમકી
બાંટવા ગામે રહેતા કિશોરકુમાર ઉર્ફે ભોલી કુબચંદભાઇ પોપટ નરેન્દ્રભાઇ અમૃતભાઇ ભટ્ટ પાસેથી કટકે કટકે રુા.૪.૫૦ લાખ વ્યાજે આપ્યા બાદ બીજા રુા.૩ લાખ વ્યાજે આપી તે રકમનું વધુ વ્યાજ લઇ ધીરધારનું લાયસન્સ ન હોવા છતા ઘરે જઇ બળજબરી પૂર્વક ઉઘરાણી કરી નરેન્દ્રભાઇ ભટ્ટ ધાક-ધમકી આપતા હોવાની બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
બોટાદ,તા.૫
સુરત શહેર જેવા ડાયમંડ સીટીમાં હીરાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થતા હોવાની ઘટનાઓ છાસવારે બને છે. જોકે, આવી જ એક ઘટના બોટાદ જિલ્લાના ગઢડામાં બની છે. જ્યાં કારમાં આવેલા ચાર લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી હીરાની લૂંટ ચલાવીને ચાર લૂંટારૂઓ ફરાર થયા હતા. આ અંગે પોલીસને જાણ પોલીસની ટીમ ઘટન...
બોટાદ,તા.૫
સુરત શહેર જેવા ડાયમંડ સીટીમાં હીરાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થતા હોવાની ઘટનાઓ છાસવારે બને છે. જોકે, આવી જ એક ઘટના બોટાદ જિલ્લાના ગઢડામાં બની છે. જ્યાં કારમાં આવેલા ચાર લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી હીરાની લૂંટ ચલાવીને ચાર લૂંટારૂઓ ફરાર થયા હતા. આ અંગે પોલીસને જાણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે બોટાદ જિલાના ગઢડા તાલુકાના ગઢડા-ઉગામેડી રોડ પર આજે બુધવારે ગઢડાના પી વિજય આંગડિયા પેઢીનો કર્મચારી ઉગામેડી તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે બ્લેક કલરની કાર લઈ ચાર અજાણ્યા શખ્સો આવેલા અને આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા હીરાના પેકેટ આચકી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આંગડિયા પેઢીના કર્મચારીએ રાડો પાડતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અન્ય લોકો દ્વારા કારનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ લૂંટરોઓ ને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. લૂંટની ઘટના અંગેની જાણ ગઢડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આજુબાજુના સીસીટીવી કેમેરા જોઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધી લૂંટનો આંકડો કેટલો છે તે સામે આવ્યો નથી અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી. તો બીજી તરફ લૂંટમાં જે કાર વપરાય હતી તે કાર ગઢડાના ભીમદાડ પાસેથી બિનવારસી મળી આવેલી હોય તેવું સૂત્રો માંથી માહિતી મળી રહી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ, તા. ૪
ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૦ જુનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસ અંગે જિલ્લા કલેકટર કચેરી ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આગામી ૧૦ જુનના રોજ મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ મંદિર ખાતે પુજા અર્ચના કરશે. નગરપાલીકા દ્વારા તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ કરશે. અને...
વેરાવળ, તા. ૪
ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૦ જુનના રોજ મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસ અંગે જિલ્લા કલેકટર કચેરી ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આગામી ૧૦ જુનના રોજ મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ મંદિર ખાતે પુજા અર્ચના કરશે. નગરપાલીકા દ્વારા તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલનું લોકાર્પણ કરશે. અને ખારવા સમાજના સમુહલગ્નમાં હાજરી આપશે.
કલેકટર અજય પ્રકાશે સલામતી ટ્ર્રાફિક વ્યવસ્થા જાળવવા, મુખ્યમંત્રી રાત્રી રોકાણ વ્યવસ્થા-દર્શન વ્યવસ્થા ભોજન વ્યવસ્થા, અંગે સંબંધીત અધિકારીઓને સુચના આપી હતી.
વલસાડ,તા.૧૪
વલસાડના તિથલ બીચ ખાતે સહેલાણીઓની અવરજવર વધારે થતી હોવાથી અને કોસ્ટલ સુરક્ષાને ધ્યાને રાખીને તિથલ બીચ પાસે એક નવી પોલીસ ચોકી સીટી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેનું શનિવારે રેન્જ આઇજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વલસાડના તિથલ બીચ ખાતે દુરદુરથી સહેલાણીઓ બીચની મુલાકાત લેવા આવે છે. સહેલાણીઓની સુરક્ષા માટે અને વલસાડ સીટી પોલીસ મથકમાં આવતું તિથલ દરિયાની સુરક્ષા માટે તિથલ બીચ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી છે. વન વિભાગની જમીનમાં તિથલ ચોકી બનાવવામાં આવી છે. તિથલ બીચ ખાતે ક્રાઇમ ઘટાડવા માટે તિથલ પોલીસ ચોકીની ખાસ જરૂરી હતી. તિથલ બીચ ખાતે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન સુરત રેન્જ આઇજી એસ પાંડ્યા રાજકુમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા,તા.૧૪
ફાગવેલ પગપાળા ગયેલા યુવાને પરત ફરતી વખતે પાદરા નજીક કેનાલમાં ઝંપલાવ્યું હતું. કેનાલમાં લાપતા થયેલા યુવાનને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે રહસ્ય અકબંધ છે.
કરજણ તાલુકાના કરખડી ગામમાંથી લોકો દર વર્ષ ફાગવેલ પગપાળા સંઘ જાય છે. ગામમાં રહેતો શૈલેષ રમેશભાઇ વસાવા પણ સંઘમાં ગયો હતો. ફાગવેલથી પરત ફરતા શૈલેષ વસાવાએ પાદરા નજીક કેનાલમાં પડતું મૂક્યું હતું. શૈલેષે કેનાલમાં પડતું મુકતા જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ યુવાન મળી આવ્યો ન હતો. સવારથી પુનઃ યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ બનાવ અંગે પાદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
10:08 PM | December 14
વડોદરા,તા.૧૪
વડોદરાના છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશનનું રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે, હવે વડોદરાના વિશ્વામિત્રી અને પ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે.
રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીએ વધુમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદમાં દુષ્કર્મ કાંડ દરમિયાન રેલવે ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. જે બાબતે તેમણે કહ્યું કે, દેશની સંપત્તીને નુકસાન પહોંચાડનાર તત્વોને જેલ ભેગા કરવા જોઇએ. અને તેઓને દેશદ્રોહી ગણવા જોઇએ. દેશની સંપત્તીને નુકસાન કરવાનો કોઇને અધિકાર નથી. વધુમાં ઉમેર્યું કે, મોદી સરકારમાં કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવાનો નિર્ણય હોય કે, પછી નાગરિત્વ બીલ જેવા જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તે દેશની પ્રજા હિતમાં લેવામાં આવ રહ્યા છે. જે રીતે સરદાર વલ્લભભાઇ પટેલ દેશના હિતમાં ઝડપી નિર્ણયો લેતા હતા. તે રીતે ગૃહમંત્રી અમિત શાહ નિર્ણયો લઇ રહ્યા છે. કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવામાં આવતા કાશ્મીરના વિકાસનો માર્ગ મોકળો થઇ ગયો છે.
છાયાપુરી સેટેલાઇટ રેલવે સ્ટેશન શરૂ થતાં ૧૭ ડિસેમ્બરથી ૧૩ ટ્રેનો ઉભી રહેશે. જેથી વડોદરા રેલવે સ્ટેશન ઉપર ભારણ ઓછું થશે. આ પ્રસંગે મેયર ડો. જિગીશાબહેન શેઠ, સાંસદ રંજનબહેન ભટ્ટ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો અને રેલવેના અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત,તા.૧૪
સુરતના હરિયાલ જી.આઈ.ડી.સી.માં મોડી રાત્રે યાર્ન બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ હતી કે સુરત સહિત જિલ્લામાંથી પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. જોકે આગ ત્રીજા માળે હોવાથી ફાયર અધિકારીઓને આગ પર કાબૂ મેળવવામાં ભારે તકલીફ પડી રહી હતી. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવા ફાયર અધિકારી પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.
આ આગના કારણે કંપની માલિકને બહુ વધારે નુકસાન થયું છે. નોંધનીય છે કે છેલ્લા એક વરસમાં માંગરોળ-માંડવી તાલુકામાં આવેલી જી.આઈ.ડી.સી.માં સાતથી વધુ કંપનીમાં આગ લાગી ચુકી છે અને આ આગમાં કંપની માલિકોને અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આ વિસ્તારમાં વારંવાર આ પ્રકારની ઘટનાનો સામનો કરતા સ્થાનિકો વર્ષોથી અહીં કાયમી ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે પરંતુ આ માંગ પૂરી નથી થઈ. આ કારણે જયારે પણ આ વિસ્તારમાં આગ લાગે છે ત્યારે કંપની માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે.
10:04 PM | December 14
મોડાસા,તા.૧૪
ગ્રામપંચાયતોમાં કેટલીકવાર સદસ્યો કે સરપંચ દ્વારા નિયમોના વિરૂધ્ધમાં જઈને કામો કરવામાં આવતા હોય છે. વહીવટને જાણે પોતાના ખિસ્સામાં રાખતા હોય તેમ મનસ્વી નિર્ણયો લઈ મનસ્વી રીતે કામો કરતા હોય છે. ત્યારે મોડાસા તાલુકાના ડુગરવાડા ગામની ગ્રામપંચાયતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ગ્રામપંચાયતના સરપંચ તેમજ સદસ્યો દ્વારા વહીવટીય પૂર્વ મંજૂરી વગર જ કામો કરાવી દીધા હોવાની સાથે નાણાકીય ગેરરિતી અંગે પણ ડીડીઓ સમક્ષ આવ્યું હતું. તાંત્રિક મંજૂરી લીધા પહેલાં સાગવા ગામે કૂવો ઉંડો કરવાનું કામ પુરુ કર્યા પછી તાંત્રિક મંજૂરી લીધી હતી. બાદમાં વહીવટી મંજૂરી માટે તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી મળી ગયેલ છે તેવું ખોટી રીતે દર્શાવી ઉપલી કચેરીને ગેરમાર્ગે દોરી પૂર્વ મંજૂરી વગર કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ગુજરાત પંચાયત બાંધકામો અને વિકાસ યોજનાના નિયમો મુજબ સક્ષમ સત્તાધિકારીની જે સત્તા મર્યાદામાં તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મેળવીને જ પછી કામગીરી હાથ ધરવાની હોવાના નિયમો હોવા છતાં આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને મનસ્વીપણે કામ કરાવી ૧,૪૨,૦૦૦નો ખર્ચ કરી દેવામાં આવ્યો હતો સહિતના કેટલાય કામોમાં મનસ્વીપણે કામ કરાવવા, તંત્રની મંજૂરી ન લેવી તેમજ નાણાંકીય ગેરરિતી પણ ડુંગરવાડા ગ્રામ પંચાયતમાં થઈ હોવાનું તંત્રને ધ્યાને આવતાં ડુંગરવાડા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
ગાંધીનગર,તા.૧૪
કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ’રેપ ઈન ઇન્ડિયા’નાં નિવેદન બાદ ભાજપની મહિલા સાંસદોએ લોકસભામાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. જે બાદ મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું. જ્યારે બીજી બાજુ ગુજરાત સરકારે કબૂલ્યું છે કે, રાજ્યમાં દર સાત કલાકે એક બળાત્કાર થાય છે.
ગુજરાતમાં ૧ જુલાઇ ૨૦૧૪થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન કુલ ૬,૧૧૬ બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. આ સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારનાં ગૃહવિભાગે ગુજરાત વિધાનસભાનાં રેકોર્ડ પર મૂકી છે. વિધાનસભાના હમણાં જ પૂર્ણ થયેલાં શિયાળુ સત્રમાં બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગૃહ વિભાગનો હવાલો સંભાળતાં મુખ્યમંત્રી પાસેથી માંગેલી વિગતોના પ્રત્યુત્તરમાંથી આ આંકડા જાહેર થયાં છે. આ આંકડામાં એવી પણ માહિતી સામે આવી છે કે, અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ત્યાર બાદ સુરતમાં ૭૫૯ ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં ૪૨૦ ફરિયાદ નોંધાઇ છે.
આ સામે વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, યુવાન છોકરા-છોકરીઓ પ્રેમલગ્ન માટે ઘરેથી નીકળી જાય ત્યારે બળાત્કારની કલમ નોંધાતી હોવાથી આ આંકડો વધારે આવે છે, પણ રાજ્ય સરકાર બળાત્કારનાં કિસ્સામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે માટે પ્રતિબદ્ધ છે.
અમદાવાદ,તા.૧૪
૩૧જં આડે હવે ૧૫ દિવસ જ બાકી રહ્યા હોવાથી શહેરમાં દારૂની હેરાફેરી વધવા લાગી છે. એસપી રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ સર્કલ વચ્ચે લાંભા કટ નજીકથી રૂ. ૩૨ લાખ ૮૩ હજાર ૨૦૦ની કિંમતનો ૬૮૪ પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો છે. પોલીસે કન્ટેનર સહિત રૂ. રૂ.૪૭ લાખ ૮૩ હજાર ૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
એલસીબી લાંભા ગામની સીમ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ફોર વ્હીલ ગાડી તથા લોડીંગ ટેમ્પો ચેક કરતા હતા ત્યારે અસલાલી સર્કલ તરફથી એક કન્ટેનર ટેમ્પાની પાછળ આવીને ઉભું રહ્યું અને પોલીસ ચેકિંગની જાણ થતા ડ્રાઈવર કન્ટેનર છોડીને ભાગવા લાગ્યો હતો. જેથી એલસીબીએ તેનો પીછો કર્યો પણ તે હાથમાં આવ્યો નહોતો. ત્યાર બાદ એલસીબીએ કન્ટેનરનો લોક તોડી તપાસ કરતા કન્ટેનરમાંથી પાર્ટી સ્પેશિયલ માર્કાની ૭૫૦ મિ.લી.ની ૮૨૦૮ બોટલ સાથે ૬૮૪ પેટી ઝડપી લીધી હતી. જેની કિંમત રૂ. ૩૨ લાખ ૮૨ હજાર ૨૦૦ જેટલી આંકવામાં આવી હતી. જ્યારે કન્ટેનરની કિંમત રૂ.૧૫ લાખ અને રૂ.૫૦૦નો મોબાઈલ મળી કુલ રૂ.૪૭ લાખ ૮૩ હજાર ૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ કન્ટેનરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
વાવ,તા.૧૪
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદે આવેલા મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પહેલા અસારા, લોદ્રાણી, બુકણા તથા સુઇગામના માધપુરા જેવા ગામોમાં તીડનું આક્રમણ થયું હતું.
પરંતુ ફરીથી રાજસ્થાન તરફથી વાવના મીઠાવીચારણ અને દૈયપ ગામની સીમમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોના શિયાળુ પાકો પર જોખમ ઉભું થયું છે. જેને પગલે વહીવટીતંત્ર સત્વરે તીડના ટોળાને નિયંત્રણમાં લે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ તીડે હુમલો કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે.
શામળાજી,તા.૧૪
શામળાજીનાં ખોડંબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ટેન્કરનું ટાયર ફાટતા શૌચક્રિયા કરવા ઉભેલા હઠીપુરા દૂધમંડળીનાં સેક્રેટરી અરવિંદભાઇ પગીનું મોત નીપજ્યું છે. આ સાથે ટેન્કર ચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, શામળાજીનાં ખોડંબા પાસે ટેન્કરનું ટાયર ફાટતા દૂધ મંડળીનાં સેક્રેટરી, અરવિંદ પગીનું અવસાન નીપજ્યું છે. અરવિંદ ભાઇ રસ્તા પર બાઇક બાજુમાં પાર્ક કરીને શૌચક્રિયા કરી રહ્યાં હતાં. ત્યારે જ આ ટેન્કરનું ટાયર ફાટી જતા ટેન્કરની ટક્કર અરવિંદભાઇને વાગી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતને કારણે સ્થાનિક લોકો અને મૃતકનાં પરિવારજનો આવી પહોંચ્યા હતાં. ટેન્કર ચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. હાલ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
હૈદરાબાદ તા.૧૪
ભારતીની ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ ત્રણ લાખ રૂપિયા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર મોહમ્મદ અસદુદ્દીનનો રસ્તો રોક્યો હતો. સાનિયા મિર્ઝાએ કહ્યું કે, જ્યા સુધી ત્રણ લાખ રૂપિયા નહીં મળે ત્યાં સુધી અસદને ઘરમાં પ્રવેશવા નહીં દે. આ ઘટના સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને મોહમ્મદ અઝરુદ્દીનના પુત્ર મોહમ્મદ અસદુદ્દીનના લગ્ની છે.જાન અઝહરના ઘરેથી સાનિયાના ઘરે પહોંચી હતી. નિકાહની રસમ સાનિયા મિર્ઝાના ઘરે આયોજીત કરવામાં આવી હતી.
અઝહરના પુત્ર અસદ દુલ્હાની પોષાકમાં સજ્જ થઈને ગાડીમાંથી ઉતરીને ઘરની અંદર દાખલ થવા લાગ્યો હતો. સાનિયા મિર્ઝાએ દુલ્હાનો રસ્તો રોક્યો હતો. લગ્ન પ્રસંગમાં દ્વાર રોકવા અથવા છેકાઈની રસમ કહેવામાં આવે છે. આ રસમમાં દુલ્હનની બહેન દુલ્હાને દરવાજા ઉપર રોકે છે. અને તેની પાસે નેગ માંગે છે. બહેન અનમના લગ્નમાં સાનિયા મિર્ઝાને આ તક મળી હતી.
વીડિયોમાં અવાજ આવી રહી છે કે, સાનિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને શું જોઈએ ત્યારે તેણે કહ્યું કે ત્રણ લાખ રૂપિયા જોઈએ. તો અંદરથી કોઈનો અવાજ આવ્યો કે, એક ઝીરો ઓછો કરી લો. એલે કે ૩ લાખ રૂપિયાની જગ્યાએ ૩૦ હજાર રૂપિયા લઈ લો. જોકે, સાનિયા આ માટે સહેજ પણ રાજી ન્હોતી. હશી મજાકમાં વરપક્ષ અને દુલ્હનની બહેન વચ્ચે મોલતોલ શરૂ થયો હતો.ધિંગાનાની રસ્મમાં દુલ્હે અને તેમના દોસ્તો દુલ્હનની બહેન વચ્ચે એક પ્રકારની સ્પર્ધા હોય છે. જેમાં દુલ્હનની બહેન અને તેની સહેલીઓ વધારેમાં વધારે રકમ માંગે છે.
જોકે, દુલ્હા અને તેમના સાથીઓ ઓછામાં ઓછી રકમ આપવા ઈચ્છે છે.છેવટે દોઢ લાખ રૂપિયામા આ સમજૂતી થઈ હતી. મજાક વચ્ચે પૂરી થયેલી આ રસ્મના અંતે ત્રણ લાખ રૂપિયાના બદલે દોઢ લાખ રૂપિયામાં રસમ નક્કી થઈ હતી.
મુંબઇ તા.૧૪
૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલા કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા બે સનદી અધિકારીઓએ મુંબઈ વડી અદાલતમાં લેખિત નિવેદન કર્યું નહીં હોવાથી અદાલતે તેમને છેલ્લી તાકીદ કરીને ચાર સપ્તાહની અંદર નિવેદન નોંધાવવાનો આદેશ આપ્યો છે.પી. ચિદમ્બરમ તથા ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેક અને નાણાં ખાતાના ભૂતપૂર્વ અધિકારી કે. પી. કૃષ્ણને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કિસ્સામાં ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસની સામે કિન્નાખોરી રાખીને નિર્ણયો લીધા તેનાથી કંપનીને તથા તેના શેરધારકોને નુકસાન થયું એવો આક્ષેપ કરીને કંપનીએ તેમની પાસેથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નુકસાની માગી છે.
મુંબઈ વડી અદાલતમાં કરાયેલા આ કેસ સંબંધે ન્યાયમૂર્તિ એ. કે. મેનને ત્રણેને છેલ્લી ચેતવણી આપતાં કહ્યું છે કે જો તેઓ ચાર સપ્તાહની અંદર નિવેદન નહીં કરે તો આ કેસમાં એકપક્ષી નિર્ણય લેવામાં આવશે.અદાલતે ગત ૨૨મી ઑક્ટોબરે ચિદમ્બરમ, અભિષેક અને કે. પી. કૃષ્ણનને આઠ સપ્તાહની અંદર લેખિત નિવેદનો નોંધાવવાનો હુકમ કર્યો હતો, પરંતુ તેમણે તેનું પાલન કર્યું નહીં હોવાથી હવે છેલ્લી તાકીદ કરવામાં આવી છે.અહીં જણાવવું રહ્યું કે વર્ષ ૨૦૧૩માં એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી. ૬૩ મૂન્સે નુકસાનીના ખટલામાં કહ્યું છે કે આ ત્રણે વ્યક્તિઓએ તેની વિરુદ્ધ ષડ્યંત્ર રચીને સતત બદઇરાદાપૂર્વક અનેક પગલાં ભર્યાં, જેને કારણે કંપનીને તથા તેના શેરધારકોને પારાવાર નુકસાન થયું છે. એનએસઈએલ, ૬૩ મૂન્સ કે તેના સ્થાપકોમાંથી કોઈએ નાણાં લીધાં નહીં હોવાનું અનેક તપાસ સંસ્થાઓની તપાસમાં ફલિત થયું હોવા છતાં તેની વિરુદ્ધ આડેધડ પગલાં લેવામાં આવ્યાં હતાં.૬૩ મૂન્સે રમેશ અભિષેક વિરુદ્ધ કેન્દ્રીય દક્ષતા પંચ પાસે તપાસ કરાવવા માટે મદ્રાસ વડી અદાલતમાં અરજી કરી છે. અભિષેકે કરેલા કથિત ભ્રષ્ટાચાર સંબંધે લોકપાલ સંસ્થા પણ તપાસ કરી રહી છે. આઠ સભ્યોની લોકપાલની બેન્ચે ઉક્ત પંચને આદેશ આપ્યો છે કે અભિષેક વિરુદ્ધની ફરિયાદો સંબંધે તેણે સ્ટેટસ રિપોર્ટ નોંધાવવો.
નવીદિલ્હી તા.૧૪
ભારતનો અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતા તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન ડે ઈન્ટરનેશનલ સીરીઝમાંથી બહાર થવું પડ્યું છે. તેના સ્થાન પર મુંબઈના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટર પર આ અંગેની જાણકારી આપી છે.
બીસીસીઆઈએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ‘ભુવનેશ્વર કુમારને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝની અંતિમ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ કે જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી તેમાં તેની કમરમાં જમણી બાજુ દુઃખાવો શરૂ થવાની ફરિયાદ કરી હતી.
બીસીસીઆઈની મેડિકલ ટીમને તપાસ કરતા સારણગાઠના લક્ષણ જોવા મળ્યા. ટીમમાં ઈજાગ્રસ્ત ભુવનેશ્વરના સ્થાન પર શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.’
અમદાવાદ, તા.૧૪
નામ ઓછોભાવ વધુભાવ
ચાંદી ચોરસા ૪૪૧૦૦ ૪૪૬૦૦
રૂપુ ૪૩૯૦૦ ૪૪૪૦૦
સિક્કાજૂના(નંગ) ૫૭૫ ૭૭૫
સોનું (૯૯.૯) ૩૮૮૦૦ ૩૯૧૦૦
સોનું (૯૯.૫) ૩૮૬૫૦ ૩૮૯૫૦
નવા દાગીના - -
હોલમાર્ક ૩૮૩૨૦ -
અમદાવાદ, તા.૧૪
નામ ઓછોભાવ વધુભાવ
અમદાવાદ મધ્યમ ૩૫૦૦ ૩૬૦૦
અમદાવાદ ઝીણી ૩૪૫૦ ૩૫૦૦
ગુજરાત મધ્યમ ૩૨૮૦ ૩૩૪૦
ગુજરાત ઝીણી ૩૧૮૦ ૩૨૩૦
કોલ્હા. મધ્યમ ૩૨૫૦ ૩૩૦૦
કોલ્હા. ઝીણી ૩૧૦૦ ૩૧૭૦
બેલારપુર મધ્યમ ૩૨૫૦ ૩૩૫૦
બેલારપુર ઝીણી ૩૧૦૦ ૩૧૮૦
વીજ કંપનીઓમાં ભરતી માટેની પરીક્ષા એકાએક રદ, મેસેજ કર્યો- ના આવતાં.!, સરકારને મન પરીક્ષા રદ કરવી જાણે કે હંસી-મજાકનું સાધન બની ગયું.!
ગાંધીનગર, તા.૧૪
બિનસચિવાલય કલાર્ક ભરતીની લેખિત પરીક્ષામાં ભારે ગેરરીતિની તપાસ માટે સરકારે જાહેર કરેલી સીટ દ્વારા હજુ તો તપાસ પૂરી થાય તે પહેલાં સરકાર તરફથી વધુ એક ભરતી પરીક્ષા રદ કરાતા રૂપાણી સરકારની વિશ્વસનિયતા જોખમમાં મૂકાય તો નવાઇ નહીં. કેમ કે આ રીતે પરીક્ષા રદ કરાઇ હોય એવું પહેલીવાર બન્યું નથી અને આજે જીઈબીમાં ઙરતી માટેની પરીક્ષ રદ કરા તે છેલ્લીવારનું હશે એવું પણ નથી. સરકારી નોકરીની મોટી આશા સાથે પરીક્ષાની તડામાર તૈયારીઓ કરનારા આશાસ્પદ યુવાનો એમ વિચારી રહ્યાં છે કે સરકારને મન જાહેર કરેલી પરીક્ષા રદ કરવી જાણે કે હંસી મજાક બની ગયું છેપ.? બેરોજગારોના જીવન સાથે અને તેમની કારકીર્દી ની સાથે આ રીતે વારંવાર ચેડાં કરવાનું રૂપાણી સરકારને જાણે કે કોઠે પડી ગયું છેપ.?
લોકરક્ષક દળ-એલઆરડીની પરીક્ષામાં તો લાખો ઉમેદવારો પરીક્ષા આપવા માટે જે તે પરીક્ષા કેન્દ્રોમાં જઇને કલાસરૂમમાં બેસી પણ ગયા અને પ્રશ્નપત્રો આપવામાં આવે તે પહેલાં તો સરકારનો હુક્મ આવ્યો-પેપર ફૂટી ગયુ છે, પરીક્ષા રદપ.!
એક બીજી પરીક્ષા શરૂ થાય તે પહેલા નવો ફતવો બહાર પડ્યો- શૈક્ષણિક લાયકાતના ધોરણમાં ફેરફાર, હવે ધો.,૧૨ નહીં પણ સ્નાતક આપી શકશે પરીક્ષાપ.! લાખો ઉમેદવારોમાં અજંપો સર્જાયો અને ભારે વિરોધ થયો ત્યારે સરકારને ડહાપણ સૂઝ્યું કે સારૂ આ વખતે જુની લાયકાતથી પરીક્ષા. હવે પછી નવી લાયકાતથી.
બિન સચિવાલયમાં ભરતી માટે ૮ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી અને ગેરરીતિઓ બહાર આવી ત્યારે સરકારનું કાન પકડીને સીટની રચના કરાવી. તેની તપાસ ૧૦ દિવસમાં પૂરી કરીને સરકારને અહેવાલ આપે તે પહેલા ઉર્જા વિભાગમાં એટલે કે વિવિધ સરકારી વીજ કંપનીઓમાં ૭૫૦ કારકૂન અને ૧૫૦ વિદ્યુત ઇજનેરોની ભરતી માટે લેવાય તે પહેલા એક મેસેજ આપીને સરકારે કહી દીધુ- છોકરાઓપ ઘરે જાઓપપરીક્ષા રદપ.!! કારણપ.? પેલું ગીત છે ને-કારણ નહીં જ આપુંપ..કારણ મને ગમે છેપ.એમ સરકારે કારણ જાાહેર ના કર્યું અને પરીક્ષા રદ કરી નાંખીને એવો સંદેશો ગુજરાતના લાખો બેકારો અને પરીક્ષા આપનાર અને પરીક્ષા આપવા માંગતા સૂચિત ઉમેદવારોને આપ્યો કે-રૂપાણી હૈ તો મુમકિન હૈપ.કુછ ભી કભી ભી કહીં ભી હો સકતા હૈપ.!
આ તે કંઇ રીત છે સરકારની. સરકારમાં બેઠા એટલે બેકારોના જીવન સાથે ભદ્દી મજાક કરવીપ? પહેલા ભરતીની જાહેરાત કરવી, પથી ફોર્મ ભરાવવા અને પરીક્ષા યોજાય તે પહેલા મેસેજ મોકલવો- પરીક્ષા રદપ.! સાહેબ, આવું ને આવું કરશો તો ચૂંટણીમાં લોકો અને યુવા મતદારો ક્યાંક ભાજપને જ રદ ના કરી દેપ.!
સરકારી નોકરીની પરીક્ષામાં જાણે કે યુવાનોને તો હવે ભાજપ સરકાર પર વિશ્વાસ જ રહ્યો નથી એવંદ રૂપાણી સરકારે એક પછી એક પરીક્ષાઓમાં કર્યું છે. સરકાર બેકારોને બેકારી ભથ્થુ આપે તે માંગણી તો ભાજપ સ્વીકારતું નથી અને બેકારો બિચ્ચારા જેમ તેમ કરીને ૫૦૦-૫૦૦ રૂપિયા ભેગા કરીને પરીક્ષાનું ફોર્મ ભરે કે ક્યાંક નંબર લાગે તો દળદર ફિટે. તેના બદલે તેમને પરીક્ષા રદના મેસેજ જ મળ્યા કરશેપ.? સરકારની સેવા કરવાની તક ખ્યારે મળશેપ?
જે માહિતી બહાર આવી છે તે મુજબ તો ઉર્જા મંત્રી સૌરભ પટેલ વિદેશ પ્રવાસે છે અને તેમના વિભાગની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.!
સરકારે એવું કારણ આપ્યું કે આ હોદ્દા માટેની પરક્ષાના લાયકાતના ધોરણોમાં ફેરફારો કરાશે. જેમ કે ડિપ્લોમા હોલ્ડરને બદલે ડીગ્રી હોલ્ડરને માન્ય રખાશે. તો પછી ડિપ્લોમા હોલ્ડરવાળા ક્યાં જશેપ.?
ભાજપ સરકારની શાખ સરકારી પરીક્ષાના મામલે જીડીપીની જેમ ઘટી રહી છે. કુછ કરો રૂપાણીજીપ.એવું ને એવું ચાલશે તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને પછી ભાજપ વિજય વિશ્વાસ રેલીઓ કઇ રીતે યોજશેપ.?!
મુંબઈ,તા.૧૪
વેતરન એક્ટર દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોડ્ર્સ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સમ્માન સિનેમામાં તેમને આપેલ યોગદાન બદલ આપવામાં આવ્યું છે. તેમના ભાઈ અસલમ ખાન, પત્ની સાયરા બાનો, બહેન સાઈદા અને ફરીદા ખાન હાજર હતાં.
દિલીપ સાહેબને આ અવોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોડ્ર્સ લંડન દ્વારા તેમના જન્મદિવસ પર આપવામાં આવ્યો. જોકે ખરાબ હેલ્થને કારણે એક્ટર ખુદ અવોર્ડ લેવા પહોંચી શક્યા ન હતા. તેમને બદલે તેમના ભાઈ અસલમ ખાને અવોર્ડ સ્વીકાર્યો હતો. ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સમ્માનિત થયેલ દિલીપ કુમાર છેલ્લે ૧૯૯૮માં ‘કિલા’ ફિલ્મમાં દેખાયા હતા. ૨૦૧૫માં તેમને પદ્મ શ્રી અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
હાલમાં જ ૯૭મો જન્મદિવસ મનાવી ચૂકેલ દિલીપ સાહેબને દુનિયાભરના તેમના ફેન્સે વધામણી આપી હતી. તેમણે ટિ્વટર પર બધાને આભાર માનીને લખ્યું હતું કે ૯૭મા જન્મદિવસ પર કાલ રાતથી કોલ અને મેસેજ આવી રહ્યા છે. તેના માટે આભાર. ઉજવણી મહત્ત્વની નથી, તમારો અસીમ પ્રેમ, સ્નેહ અને દુઆ જોઈને હંમેશાં મારી આંખમાં કૃતજ્ઞતાના આંસુ આવી જાય છે.
રાજકોટ,તા.૧૪
રાજકોટ ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. રાજકોટ ગોંડલ યાર્ડમાં ડુંગળીના મણ ના ભાવ ૬૦૦ થી લઈને ૧૧૦૦ રૂપિયા હતા જેમાં વધારો જોવા મળ્યો છે. એક અઠવાડિયા પહેલા ડુંગળીના ભાવ એક મણના ૨૦૦૦ થી ૨૨૦૦ હતા જેમાં પચાસ ટકા ઘટીને ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા થયા હતા જ્યારે હવે ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. ગઈકાલે ડુંગળી ના ભાવ માં ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ખેડૂતોને ૧૨૦૦ થી૧૫૦૦ રૂપિયા મળ્યા.
જોકે ડુંગળીના ભાવમાં મોટાભાગે ઘટાડો જોવા મળી રહ્યો છે.ભાવ ઘટાડા માટે અનેક કારણો જવાબદાર છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીની આવકો શરૂ થઈ છેખેડૂતો કાચી ડુંગળી લઈને યાર્ડમાં વેચવા માટે આવે છે.
સરકાર દ્વારા બીજા દેશમાંથી ડુંગળીની આયાતના નિર્ણયને લઈને પણ ભાવ ઘટ્યા છે. તુર્કી ,ઇજિપ્ત જેવા દેશોમાંથી સરકારે ૩૦ હજાર ટન ડુંગળીનો આયાતનો ઓર્ડર આપ્યો છે. આ ડુંગળી પણ વહેલી તકે બજાર સુધી પહોંચશે.
અત્યાર સુધી રાજકોટ ગોંડલ સહિતના યાર્ડમાં દેશના ૧૫ રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવતા હતા. હવે અન્ય રાજ્યોમાં ડુંગળી આવકો થઈ જતા અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવ ઘટ્યા છે.
અમદાવાદ, તા.૧૪
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ બોજ પડે તેવો નિર્ણય આજે અમુલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દુધના ભાવમાં ઉલ્લેખનીય રીતે વધારો કરવામાં આવ્યો છે. અમુલ દુધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોના બજેટ ઉપર ખર્ચ વધવાની સંભાવના છે. દુધના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યા બાદ અમુલ ગોલ્ડની કિંમત વધીને હવે હાલમાં ૫૪ બદલે ૫૬ રૂપિયા થશે. આવી જ રીતે અમુલ તાજાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારાને લઈને લોકોમાં રોષ ફેલાય તેમ પણ દેખાઈ રહ્યું છે. જીસીએમએમએફ(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)- અમૂલ દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો છે. જેને પગલે ગુજરાતભરમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. કારણ કે, છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા આ બીજીવાર દૂધના ભાવોમાં આકરો વધારો ઝીંકવામાં આવ્યો છે. સામાન્ય જનતામાં અમૂલના છાશવારે ભાવવધારા અને નફાખોરીની વ્યાપારી નીતિને લઇ હવે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં દૂધના ભાવ વધારાને લઇ ગ્રાહ્ક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિરોધદર્શક કાર્યક્રમો અપાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.૨નો વધારો કર્યો હતો. કંપનીના અધિકારી જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે. અમૂલના ભાવમાં પ્રતિલિટરે રૂ.બે નો ભાવવધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે દૂધનો સ્વાદ બગડયો છે. ખાસ કરીને ગરીબ માણસને તો હવે દૂધ પીવુ પોષાય તેમ જ નહી રહે. દૂધના ભાવો વધતાં હવે ચા, કોફી સહિતની આનુષંગિક ચીજવસ્તુઓમાં પણ ભાવધારો નોંધાશે તે નક્કી છે, જેના કારણે મોંઘવારી વધુ આકરી બનશે. અમૂલ દ્વારા પ્રતિ લિટરે ઝીંકાયેલા બે રૂપિયાના ભાવવધારાને લઇ લોકોમાં આજે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો, ખાસ કરીને મહિલાઓ, ગૃહિણીઓએ આકરો બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, દૂધ એ મોટેભાગે નાના બાળકો, બિમાર અને અશકત લોકો માટે પીવાતુ હોય છે ત્યારે રોજબરોજના જીવનમાં દૂધની મહત્વતા વધુ હોઇ એક રીતે અમૂલ કંપની તેનો ગેરલાભ ઉઠાવી રહી છે અને પોતાની આર્થિક નફાખોરી અને રૂપિયા કમાવાની લાલસામાં અમૂલ હવે લોકોને લૂંટવા પર ઉતરી આવી છે.
એટલે જ કંપની ગરીબ અને મધ્યમવર્ગ પર પડનારા આર્થિક બોજાની વાત વિચારી શકતી નથી. જે બહુ ગંભીર અને કમનસીબ બાબત કહી શકાય. છેલ્લા છ મહિનામાં અમૂલ દ્વારા આ બીજીવાર ભાવવધારો ઝીંકાયો છે, હવે આટલુ મોંઘા દૂધ પીવુ કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે.
દુધના નવા-જુના ભાવ
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને વધુ બોજ પડે તેવો નિર્ણય આજે અમુલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દુધના ભાવમાં ઉલ્લેખનીય રીતે વધારો કરવામાં આવ્યો છે. અમુલ દુધના ભાવમાં લીટર દીઠ બે રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોના બજેટ ઉપર ખર્ચ વધવાની સંભાવના છે. દુધના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યા બાદ અમુલ ગોલ્ડની કિંમત વધીને હવે હાલમાં ૫૪ બદલે ૫૬ રૂપિયા થશે. આવી જ રીતે અમુલ તાજાની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારાને લઈને લોકોમાં રોષ ફેલાય તેમ પણ દેખાઈ રહ્યું છે. નવા-જુના ભાવ નીચે મુજબ છે.
પ્રકાર હાલનો ભાવ નવો ભાવ
ભેંસનું દૂધ ૫૬ ૫૮
અમૂલ ગોલ્ડ ૫૪ ૫૬
શક્તિ ૫૦ ૫૦
ટી-સ્પેશિયલ ૫૦ ૫૧
ગાયનું દૂધ ૪૪ ૪૬
અમૂલ તાજા ૪૧ ૪૩
અમૂલ ચા મઝા ૪૨ ૪૪
નોંધ : તમામ ભાવ લીટર રૂપિયાના છે.
અમદાવાદ, તા.૧૪
પવિત્ર ધનુર્માસ દરમ્યાન રાષ્ટ્રના ઉધ્ધાર, સમાજ કલ્યાણ અને વિશ્વ શાંતિના ઉમદા હેતુ સાથે શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક સ્થિત સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી એક મહિના સુધી ભીડભંજન હનુમાનજી મંદિર પ્રાંગણમાં ગાયત્રી યજ્ઞની ધૂણી ધખાવાશે, જેમાં સેંકડો શ્રધ્ધાળુ ભકતો ઉમટશે અને યજ્ઞમાં આહુતિ આપી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે એમ ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન ભીડભંજન હનુમાનજી દાદાના આશીર્વાદથી વિવિધ યજ્ઞ, ઉત્સવ સહિતના ભકિતસભર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. પવિત્ર ધનુર્માસ દરમ્યાન સતત એક મહિના સુધી ભવ્ય ગાયત્રી યજ્ઞનું ગાયત્રી પરિવાર અને ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગે લેવા આવનાર દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુ ભકતોને યજ્ઞમાં આહુતિ આપવાની અને દર્શનની તક મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે તા.૧૫-૧૨-૨૦૧૯થી તા.૧૩-૧-૨૦૨૦ સુધી એક મહિના સુધી દરરોજ સવારે ૮-૦૦થી ૧૦-૩૦ દરમ્યાન પવિત્ર ગાયત્રી યજ્ઞ ચાલશે. જેમાં સેંકડો શ્રધ્ધાળુઓ ભાગ લે તેવી શકયતા છે. મંદિર ટ્રસ્ટ તરફથી યજ્ઞમાં ભાગ લેવા આવનાર કે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓને કોઇ તકલીફ ના પડે તે માટેની પણ ખાસ તકેદારી લેવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે, ધનુર્માસ અતિ પવિત્ર અને ચમત્કારિક માસ હોવાથી શાસ્ત્રોમાં પણ તેનું અનોખુ મહાત્મ્ય વર્ણવાયેલું છે ત્યારે આ ભવ્ય ગાયત્રી યજ્ઞ નિશુલ્ક રાખવામાં આવ્યો છે, તેથી શ્રધ્ધાળુ ભકતોને તેનો મહત્તમ લાભ લેવા ભીડભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે અનુરોધ કર્યો હતો. સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ સાથે આયોજિત આ ભવ્ય ગાયત્રી યજ્ઞનો લાભ લઇ પવિત્ર ધનુર્માસમાં દુર્લભ પુણ્યફળ પ્રાપ્ત કરવાનો આ ધાર્મિક અવસર છે., તેથી મહત્તમ શ્રધ્ધાળુઓએ તેનો લાભ લેવો જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ, તા.૧૪
૨૦૧૮માં પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટની સફળતા બાદ આ વખતે આગામી તા.૩થી પ જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ખાતે ગત વખત કરતાં સાત ગણી મોટી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન પ્રસંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જો કે તેમના સમય અને કાર્યક્રમોમાંથી સમયને અનુરૂપ તેમની હાજરીની અપેક્ષા છે. અલબત્ત, આ પાટીદાર ગ્લોબલ સમીટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહેશે. આગામી તા.૩થી પમી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગર હેલીપેડ ખાતે આ સમીટમાં આશરે એક લાખ ચો.મી જગ્યામાં ૧૪ વિશાળ ડોમમાં જુદા જુદા સેકટરના પ્રદર્શનને રજૂ કરવામાં આવશે એમ અત્રે સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને મહામંત્રી જશવંત પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમીટ પહેલા પ્રમોશનલ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે તા.૧૫મી ડિસેમ્બરે સાંજે ૪-૩૦ વાગ્યે એસજી હાઇવે પર રાજપથ કલબ ખાતે એક શામ અપનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમીટને સ્પોન્સર કરનારા સ્પોન્સરર્સ, ૭૦૦થી વધુ સ્ટોલ્સના ધારકો,ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટના હોદ્દેદારો, સરદાર ધામ અને ભગિની સંસ્થાના ટ્રસ્ટીઓ, આગેવાનો સહિતના મહાનુભાવો હાજરી આપશે અને આગામી સમીટને લઇ મહત્વની ચર્ચા વિચારણા અને તેને સફળ બનાવવાની રૂપરેખા નક્કી કરશે. આવતીકાલે ઉપસ્થિત રહેનારા મહાનુભાવોમાં શ્રી ઉમિયાધામ ગોરેગાંવ, મુંબઇના પ્રમુખ નારણભાઇ જી.પટેલ, ગણપત યુનિવર્સિટી, ખેરવાના ચેરમેન પદ્મશ્રી ગણપતભાઇ પટેલ, કનુભાઇ એમ.પટેલ, પી.એસ.પટેલ, અડાલજ અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઇ પી.વસાણી અને રમેશભાઇ મેશીયાનો સમાવેશ થાય છે. સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને મહામંત્રી જશવંત પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી તા.૩થી પમી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગર હેલીપેડ ખાતે યોજાઇ રહેલા આ સમીટને લઇ અત્યારસુધીમાં ૧૧ પ્રમોશનલ કાર્યક્રમો યોજાઇ ગયા છે. સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ સમાજને સાથે રાખીને આ વિશાળ ગ્લોબલ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત ૧૦૫૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરાશે. આ સમીટમાં સાત લાખથી વધુ મુલાકાતીઓ આ સમીટની મુલાકાત લેશે. શૈક્ષણિક જાગૃતિ દ્વારા શિક્ષિત યુવાનોનો જે સ્લોટ તૈયાર થઇ રહ્યો છે, તેમને તાલીમ અને માર્ગદર્શન આપી કંપનીઓમાં તેઓને સન્માનપૂર્વક નોકરી-રોજગારી મળે તે હેતુથી પણ આયોજન કરાયું છે. જયારે સામાજિક પાટીદાર ગ્લોબલ સમીટની વિશેષતા એ છે કે, સામાજિક સમરસતાના ભાગરૂપે તેમાં તમામ ઔદ્યોગિક એકમો અને બિઝનેસમેનોને આમંત્રિત કરાયા છે. માતૃશકિત સશકિતકરણના ભાગરૂપે જે બહેનો ખાદ્ય પદાર્થથી લઇ જવેલરી તેમ જ ડેરી પ્રોડેકટ સુધી પોતાની પ્રોડકટનું વેચાણ કરવા માંગતી હશે તો તેઓને સ્ટોલ્સના ભાવમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે. આ ગ્લોબલ સમીટમાં ૨૨થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. બિઝનેસમેન અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા બી ટુ બીની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. સમીટ દરમ્યાન પ્રોફેશનલ અને પ્રેકટીકલ નોલેજ ધરાવતાં નિષ્ણાત તજજ્ઞોનો સેમીનાર પણ રાખવામાં આવ્યો છે, જેમાં ઇન્ફોસીસીના નારાયણ મૂર્તિ સહિત ગુગલના સીઇઓ અને રતન ટાટાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સમીટનો ઉદ્દેશ નેટવર્કીંગ દ્વારા દેશ અને દુનિયાના ઔદ્યોગિક વેપારી મિત્રો પરસ્પર ઉપયોગી અને પોતાની પ્રોડકટ અથવા તો કંપનીનું બ્રાન્ડીંગ માર્કેટીંગ કરીને બિઝનેસ ધંધાનું વિસ્તરણ કરી શકે તેનો છે.
જયારે નવા ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે તૈેયાર કરવા અને તેના માટે શું કરવું તેના માટે પ્રેકટીકલ અને પ્રોફેશનલ સ્પીકરો બોલાવવામાં આવ્યા છે. સરદાર ધામ અને પાટીદાર ગ્લોબલ સમીટ એ માત્ર પાટીદારો માટે જ નથી પરંતુ તેમાં અન્ય સમાજના લોકોને પણ આમંત્રણ અપાયું છે.