~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧
મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સૂચનાથી જિલ્લામાં જુગાર ની બદી સદંતર નાબુદ કરવા હોવાથી એલ.સી.બી પી.આઈ વી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના સંજયભાઈ મૈયડ ને મળેલી બાતમની આધારે નવા સાદુરકા ગામે વર્લ્ડ કપના વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનના મેચ પર સ્ટો રમતો હોવાની માહિતી મળતા ત્યાં ર...
મોરબી, તા.૧
મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા સૂચનાથી જિલ્લામાં જુગાર ની બદી સદંતર નાબુદ કરવા હોવાથી એલ.સી.બી પી.આઈ વી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના સંજયભાઈ મૈયડ ને મળેલી બાતમની આધારે નવા સાદુરકા ગામે વર્લ્ડ કપના વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનના મેચ પર સ્ટો રમતો હોવાની માહિતી મળતા ત્યાં રેડ કરતા ઇકબાલ આદમભાઈ સધી રહે નવા સાદુરકા અને ગોપાલ ખેગરભાઈ ભરવાડ રહે વિશિપરા વાળા બને ૧૪,૦૦૦ રોકડા અને ૫ મોબાઈલ કિંમત રુપીસ ૧૧,૫૦૦ આમ કુલ મળીને રુપિયા ૨૫,૫૦૦ ના મુદમાલ સાથે ઝડપી લેવમાં આવ્યા હતા અનય બે શખ્સ રાજુભાઇ પટેલ અને દિલીપ પટેલ ના નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
રાજુલા, તા. ૧
રાજુલા શહેર મા સાવરકુંડલા તરફ જવા ના માર્ગે ગઈ કાલે સાંજે એચ.ડી.એફ.સી.બેન્ક ના કર્મચારી પરેશભાઈ ભીખાભાઇ ટાંક ના ઘર પાસે કેટલાક યુવાનો આંટા મારતા હતા તે આંટા મારવા ની ના પાડતા ૪ જેટલા ઈસમો એ બેન્ક ની સામે બહાર પરેશભાઈ ને ઢીકા પાટુ થી મૂંઢ મારમારી જાન થી મારી નાખવા ની ધમકી આપતા શહેત ભર મા ચકચાર...
રાજુલા, તા. ૧
રાજુલા શહેર મા સાવરકુંડલા તરફ જવા ના માર્ગે ગઈ કાલે સાંજે એચ.ડી.એફ.સી.બેન્ક ના કર્મચારી પરેશભાઈ ભીખાભાઇ ટાંક ના ઘર પાસે કેટલાક યુવાનો આંટા મારતા હતા તે આંટા મારવા ની ના પાડતા ૪ જેટલા ઈસમો એ બેન્ક ની સામે બહાર પરેશભાઈ ને ઢીકા પાટુ થી મૂંઢ મારમારી જાન થી મારી નાખવા ની ધમકી આપતા શહેત ભર મા ચકચાર મચી ગઇ હતી ખુલ્લેઆમ દાદાગીરી કરી માર મારતા સમગ્ર ઘટના ક્રમ સીસીટીવી મા કેદ થયો હતો જોકે ઘટના ની જાણ થતાં રાજુલા પોલીસ દોડી ગઈ અને અસમાજિક તત્વો માર મારી નાચી છૂટ્યા હતા અને પરેશભાઈ ટાંક એ રાજુલા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસ સ્ટેશન ના ઇન્ચાજર્ પી.આઈ.દીપસિંહ તુવર,ધનસુખભાઈ,છગનભાઈ સહિત પોલીસ સ્ટાફ એ તપાસ હાથ ધરી છે જેમા આરોપી અમીન મધરા, સાહિલ ઉર્ફે ટીટો,જુનેદ કાજી,ફરીદ ઉર્ફે બાબા,સહિત રાજુલા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાય હતી ભોગ બનનાર પરેશભાઈ ટાંક ને માર મારવા ની ઘટના બાદ કુંભાર સમાજ મા પણ ભારે રોષ ફાટી જોવા મળ્યો હતો અને આરોપી સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૧
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી અકસ્માતો ની સંખ્યા માં વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ગોઝારા બન્યા છે. ત્યારે રાજકોટ થી અમદાવાદ રોજ ની હજારો ખાનગી ટ્રાવેલ્સ લીમડી હાઇવે પર થી પસાર થાય છે .ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી હાઇવે પર અકસ્માત...
સુરેન્દ્રનગર, તા.૧
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી અકસ્માતો ની સંખ્યા માં વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ગોઝારા બન્યા છે. ત્યારે રાજકોટ થી અમદાવાદ રોજ ની હજારો ખાનગી ટ્રાવેલ્સ લીમડી હાઇવે પર થી પસાર થાય છે .ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે લીમડી હાઇવે પર ખાનગી નાની લકઝરી સર્કલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ત્યારે બસ ફુલ સ્પીડ માં આવતી હતી અને બસ દ્રાઈવર એ બસ ના સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ત્યાં આવેલ સર્કલ પર થડાકા ભેર અથડાઈ હતી.નત્યારે આ નાની બસ જેતપુર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા લીંબડી હાઇવે સર્કલ પાસે ટેમ્પો ટ્રાવેલ્સના ડ્રાઈવરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ૬ થી વધુ લોકો ને નાની મોટી ઇઝા પહોંચી હતી.ત્યારે હાલ ઇજા ગરસ્ત ને લીમડી સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવીયા છે. પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા. ૧
જૂનાગઢ ફેમિલી કોટર્ે એક પરણીતાએ ભરણ પોષણ માટે કોટર્ ના દ્વાર ખટખટાવતા પતિ જવાબદારી નીભાવવા સક્ષમ ન હોવાનું કોટર્ને જણાવતા કોટર્ે બન્ને પક્ષોની દલીલો ધ્યાનમાં લઈ બે રોજગાર હોવા છતા ભરણ પોષણ આપવુ નૈતીક જવાબદારી ગણાવી પરણીતાને ભરણ પોષણ ચુકવવા આદેશ કર્યો હતો. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જ...
જુનાગઢ, તા. ૧
જૂનાગઢ ફેમિલી કોટર્ે એક પરણીતાએ ભરણ પોષણ માટે કોટર્ ના દ્વાર ખટખટાવતા પતિ જવાબદારી નીભાવવા સક્ષમ ન હોવાનું કોટર્ને જણાવતા કોટર્ે બન્ને પક્ષોની દલીલો ધ્યાનમાં લઈ બે રોજગાર હોવા છતા ભરણ પોષણ આપવુ નૈતીક જવાબદારી ગણાવી પરણીતાને ભરણ પોષણ ચુકવવા આદેશ કર્યો હતો. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ ના વતની અને રાજકોટ સાસરે એવા માધુરીબેન જયકિશન ભાય સોલંકી ના લગ્ન રાજકોટ નોકરી કરતા જયકિશન પ્રવિણભાઈ સોલંકી સાથે લગ્ન બાદ માધુરીબેન લગ્ન જીવનના થોડા દિવસો સારી રીતે વિત્યા બાદ માધુરી બેન ધરેલુ હિંસા નો ભોગ બની પીતાના ઘરે આવ્યા બાદ પોતાના ભરણ પોષણ માટે જૂનાગઢ ફેમિલી કોટર્ેમાં અરજી કરેલી જ્યારે પતિ બેરોજગાર હોય ભરણ પોષણ ચુકવવા સક્ષમ ના હોય અને પત્ની કમાય શકવા સક્ષમ હોય તેવો બચાવ કરેલો હતો. પરંતુ ફેમીલી કોટર્ના પ્રિન્સિપાલ જજે કાયદાના સ્થાપીત નિયમોનો ઉલ્લેખ કરી પતિની શારીરિક ક્ષમતા, નોકરી ધંધો કરવાની ક્ષમતા, તેઓ અગાવ ખાનગી નોકરી કરતા હોય નોકરી કરવા અને કમાય શકવા સક્ષમ હોય તેવા મૂદ્દા સાથે હાલ પોતાની આવકમાટે કોય સ્ત્રોત રજુ ના કરતા હોય તેવુ ના માની શકાય કે તે કમાય શકવા સક્ષમ નથી વિગેરે સહિતની દલીલોને ધ્યાને લઈ પતિ જયકિશન પ્રવિણભાઈ સોલંકીને અરજીની તારીખથી માસીક રુપીયા ૧૦હજાર ભરણ પોષણ ચુકવવા હુકમ કર્યો હતો. આ કેશમાં અરજદાર માધુરી બેન તરફે જૂનાગઢના ધારા શાસ્ત્રી ઉદય રુપારેલીયા પંકજ ગેવરીયા અને ડી. ડી. રુપારેલીયા કામગીરી કરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ , તા. ૧
ગોંડલના ભગવતપરા વાછરા રોડ પર માનસિક બીમાર પતિએ રસોઈ બનાવતી પત્નીના માથામાં ધોકો ફટકારી હત્યા નિપજાવતા શહેર પોલીસ દોડી જઈ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. વાછરા રોડ પર રહેતા હંસાબેન જયંતીભાઈ ચૌહાણ રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે માનસીક બિમાર તેમના પતિ જયંતીભાઈ એ માથાના ભાગે પાવડાનો ઘા મારતા હં...
ગોંડલ , તા. ૧
ગોંડલના ભગવતપરા વાછરા રોડ પર માનસિક બીમાર પતિએ રસોઈ બનાવતી પત્નીના માથામાં ધોકો ફટકારી હત્યા નિપજાવતા શહેર પોલીસ દોડી જઈ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. વાછરા રોડ પર રહેતા હંસાબેન જયંતીભાઈ ચૌહાણ રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે માનસીક બિમાર તેમના પતિ જયંતીભાઈ એ માથાના ભાગે પાવડાનો ઘા મારતા હંસાબેનનું રસોડામાં જ ઢળી જવા પામ્યું હતુ ઘટનાની જાણ શહેર પોલીસ ઈન્સ્પેકટર કે.એન. રામાનુજ, રાઈટર હરૂભા સહિતનાઓને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મહિલા ના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયો હતો. મૃતક હંસાબેનને સંતાનમાં સાગર અને કિશન બે પુત્રો છે બપોરે પતિ પત્ની ઘરે એકલા જ હતા. ત્યાર ઘટના બનવા પામી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘરેથી નાસી જતા પોલીસ ગણતરીના કલાકમાં ઝડપી લીધો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
રાજકોટ, તા. ૧
કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામે રહેતા લખધીરસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.૨૮)મના યુવો કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ ોંધાવી છે કે, તેના કાકા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા વખતસિંહ જાડેજા (ઉ.૫૦) નામના પ્રૌઢ પોતાનું બાઈક નંબર જીજે૩સીજી-૯૩૩૩ નંબરનું લઈ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે દાદાર ગામના પાટી...
રાજકોટ, તા. ૧
કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામે રહેતા લખધીરસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.૨૮)મના યુવો કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ ોંધાવી છે કે, તેના કાકા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા વખતસિંહ જાડેજા (ઉ.૫૦) નામના પ્રૌઢ પોતાનું બાઈક નંબર જીજે૩સીજી-૯૩૩૩ નંબરનું લઈ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે દાદાર ગામના પાટીયા પાસે અલ્ટો કાર નંબર.જીજે૫સીએફ-૫૩૮૭ના ચાલકે બાઈકે ઠોકરે ચડાવતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભાને શરીરે ગંભીર ઈજા થતા સારવારમાં કાલાવડી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયા તેું મોત પિજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, ૧
મોરબીના લાયન્સનગરમાં રહેતા યુવાનને મોબાઈલમાં ગાળો બોલવા બબાતે થયેલ ઝધડાનો ખાર રાખી ચાર શખ્સોએ મારામારી કરીને ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબીના લાયન્સનગરમાં રહેતા ઇલાબેન સંજયભાઈ જોષીના રહેણાંક મકાને તેનો દીકરા રવિને આરોપી સુરજ ઉર્ફે પપ્પુ ગઢવી સા...
મોરબી, ૧
મોરબીના લાયન્સનગરમાં રહેતા યુવાનને મોબાઈલમાં ગાળો બોલવા બબાતે થયેલ ઝધડાનો ખાર રાખી ચાર શખ્સોએ મારામારી કરીને ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબીના લાયન્સનગરમાં રહેતા ઇલાબેન સંજયભાઈ જોષીના રહેણાંક મકાને તેનો દીકરા રવિને આરોપી સુરજ ઉર્ફે પપ્પુ ગઢવી સાથે મોબાઈલમાં ગાળો બોલવા બાબતે ઝધડો થતા મારામારી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી ઇકબાલ મીયાણો, અબુ પારકર, રાજ્યો અને સુરજ ઉર્ફે પપ્પુ ગઢવીએ લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો સાથે ઇલાબેનના ઘરના ફળિયામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સાહેદ રવિ તથા ફરિયાદી ઇલાબેનને લાકડાના ધોકા તથા પાઈપથી માર મારી ઈજા કરી ઘરના બારી-બારણા, ફળિયામાં રહેલ ગેંડીમાં તેમજ શેરમાં પડેલ વાહનોમાં તોડફોડ કરીને નુકશાન કરી હોવાની ફરિયાદ ઈલાબેને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧
મોરબી રાજકોટ રોડ પર આવેલ ઇક્વિટી હુન્ડાઈના શોરુમમાં ફરજ બજાવતા કર્મચારીએ અલગ અલગ ગ્રાહકો પાસેથી વીમા પોલીસે પેટે ૧૦ લાખ જેટલી રકમની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી રાજકોટ રોડ પર આવેલ ઇક્વિટી હુન્ડાઈ કંપનીમાં ફરજ બજાવતો તેજસ ભરતભાઈ ઠકરાર રહે-પોરબ...
મોરબી, તા. ૧
મોરબી રાજકોટ રોડ પર આવેલ ઇક્વિટી હુન્ડાઈના શોરુમમાં ફરજ બજાવતા કર્મચારીએ અલગ અલગ ગ્રાહકો પાસેથી વીમા પોલીસે પેટે ૧૦ લાખ જેટલી રકમની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મોરબી રાજકોટ રોડ પર આવેલ ઇક્વિટી હુન્ડાઈ કંપનીમાં ફરજ બજાવતો તેજસ ભરતભાઈ ઠકરાર રહે-પોરબંદર કડિયા પ્લોટવાળાએ પોતાની ફરજ દરમિયાન અલગ અગલ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી ફોરવ્હીલ કારના વીમા પોલીસી પેટે અંદાજીત ૧૦ લાખની રકમ મેળવી લઇ કંપનીમાં જમા ન કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ઇક્વિટી હુન્ડાઈ કંપનીમાં ફરજ બજાવતા ભાવિનભાઈ કિશોરભાઈ તલસાણીયાએ નોંધાવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા. ૧
બરવાડા તાલુકાના બેલા ગામે વાડીના શેઢા તકરારમાં ગામના પાંચ શખ્સોએ પિતા-પુત્ર પર વડે ખુની હુમલો કરી માામાં ગંભીર ઈજા કરતા પોલીસમાં હત્યાની કોશીષનો અને રાયોટીંગનો ગુનો નોંધાવા પામ્યો છે. બનાવના પગલે પીએસઆઈ સાગઠીયાએ પ્રામિક તપાસ હા ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની ...
ભાવનગર, તા. ૧
બરવાડા તાલુકાના બેલા ગામે વાડીના શેઢા તકરારમાં ગામના પાંચ શખ્સોએ પિતા-પુત્ર પર વડે ખુની હુમલો કરી માામાં ગંભીર ઈજા કરતા પોલીસમાં હત્યાની કોશીષનો અને રાયોટીંગનો ગુનો નોંધાવા પામ્યો છે. બનાવના પગલે પીએસઆઈ સાગઠીયાએ પ્રામિક તપાસ હા ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગેની પોલીસમાં મળતી માહિતી મુજબ બરવાડાના બેલા ગામે રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ ભુપતભાઈ કોળી નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે બેલા ગામે રહેતા પ્રભાત કેશુ, સુરેશ પરસોતમ, દિનેશ પરસોતમ, વિપુલ કેશુ, પરસોતમ મોહન સહિત પાંચ શખ્સોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે બપોરે હરેશ અને તેનો ભાઈ તા તેના પિતા વાડીએ ખેતીકામ કરતા હતા ત્યારે તેનો ભાઈ કુવા ઉપર ન્હાવા ગયો હતો તે દરમિયાન વાડીના શેઢાની તકરાર ચાલતી હોય જે બાબતનો ખાર રાખી ઉપરોકત પાંચેય શખ્સો ત્યાં ધસી આવી કુહાડી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. છોડાવવા વચ્ચે પડેલા તેના પિતા અને ભાઈને પણ માામાં ગંભીર ઈજા પહોંચાડી પાંચેય શખ્સો નાસી ગયા હતા. બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પીએસઆઈ એમ.જે.સાગઠીયા સહિતના સ્ટાફે તપાસ હા ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી તા.૩૧
અમરેલી એલ.સી.બી.ના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ખડખંભાળીયા ગામની સીમમાં આવેલ વાડીએ જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને પકડી પાડેલ છે, બે ઈસમો રેઈડ દરમ્યાન નાસી છૂટેલ હતા.ભીખુભાઈ મનુભાઈ પરમાર, દિલીપભાઈ નાનજીભાઈ પરમાર, ચિરાગ કનુભાઈ ભાડ, ફીરોઝ જમાલભાઈ કાલવા, સાગર ઉર્ફે લાલો ...
અમરેલી તા.૩૧
અમરેલી એલ.સી.બી.ના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ખડખંભાળીયા ગામની સીમમાં આવેલ વાડીએ જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને પકડી પાડેલ છે, બે ઈસમો રેઈડ દરમ્યાન નાસી છૂટેલ હતા.ભીખુભાઈ મનુભાઈ પરમાર, દિલીપભાઈ નાનજીભાઈ પરમાર, ચિરાગ કનુભાઈ ભાડ, ફીરોઝ જમાલભાઈ કાલવા, સાગર ઉર્ફે લાલો રમેશભાઈ અજાણી, જયસુખભાઈ કરશનભાઈ ધાનાણી, લાલજી વિઠ્ઠલભાઈ મકવાણા નાસી ગયેલ આરોપીઓ : (૮) ઉમેશભાઈ વાળા, રહે. ખડખંભાળીયા, (૯) જયંતિ ઉર્ફે જયસૂર્યા પરબતભાઈ મકવાણા, રહે. અમરેલી. રોકડા રુા.૬૦,રર૦/- તથા મોબાઈલ ફોન નંગ-૭, કિં.રુા.૧૭,૦૦૦/- તથા મો.સા. નંગ-ર, કિં.રુા.૭૦,૦૦૦/- તથા એક મારુતિ સ્વીફટ કાર રજી.નં. જી.જે.૧૪. એ.કે.૦૦૧૩, કિં. રુા. પ,૦૦,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર મળી કુલ કિં. રુા. ૬,૪૭,રર૦/- નો મુદ્યામાલ કબ્જે કરવામાં આવેલ છે.
વેપારીનો આપઘાત
અમરેલીના સ્ટેશન રોડ ઉપર આવેલ અજમેરા સ્કૂલ સામે અકબરી હાર્ડવેરની દુકાન ધરાવતા દિનેશભાઈ લાલજીભાઈ અકબરી નામના ૪૭ વર્ષીય વેપારીએ આર્થિક ભીંસ વધી જવાના કારણે પોતાની મેળેદુકાનના ગોડાઉનમાં બીજા માળે દાદરા ઉપર લાકડાના વાલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું અમરેલી સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા. ૩૧
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે બીજી વખત પરસોત્તમ રૂપાલા મંત્રી બનતા અમરેલી જિલ્લામાં તેમના ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી છે. એક શિક્ષક તરીકે રૂપાલાએ પોતાના જીવનની શરૂઆત કરી હતી અને બાદમાં તેઓ અમરેલી નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવેલ.
આ સમય દરમિય...
અમરેલી, તા. ૩૧
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે બીજી વખત પરસોત્તમ રૂપાલા મંત્રી બનતા અમરેલી જિલ્લામાં તેમના ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી છે. એક શિક્ષક તરીકે રૂપાલાએ પોતાના જીવનની શરૂઆત કરી હતી અને બાદમાં તેઓ અમરેલી નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવેલ.
આ સમય દરમિયાન તેઓએ મ્યુનિ. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ તરીકે નિયુક્ત થતાં તેઓ ચીફ ઓફિસર તરીકે રાજીનામું આપ્યું હતું.
અમરેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સને ૧૯૯૧માં પ્રથમ વખત તેઓ ધારાસભ્ય બન્યા હતા અને સતત તેઓ ત્રણ ટર્મ એટલે કે સને ૧૯૯૧, ૯૫ તથા સને ૧૯૯૮માં અમરેલી વિધાનસભામાં ચૂંટાયા હતા.
તેઓએ ગુજરાત રાજ્યમાં કેશુભાઈ પટેલ તથા નરેન્દ્ર મોદીની સરકારમાં તેઓ મંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી હતી.
સને ૨૦૦૨માં પ્રથમ વખતે તેઓ હાલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. તેઓ અત્યાર સુધીમાં ત્રણ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેઓ ગત વખતે પણ નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા. ૩૧
દીવ કોલેજમાં એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતી છ વિદ્યાર્થિનીઓએ સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત રાજકોટ ખાતે સંસ્કૃત સંભાષણની શિબિરમાં ભાગ લીધો હતેા. ૧૮ મેથી ૨૮ મે સુધી આમ દસ દિવસની આ શિબિરમાં સંસ્કૃત ભાષાને સરળ રીતે વાચતા, બોલતા તથા લખતા શિખવવામાં આવ્યું. જેનાથી વિદ્યાર્થિનીઓને ઘણો લાભ થયો. તેઓનો મુ...
દીવ, તા. ૩૧
દીવ કોલેજમાં એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતી છ વિદ્યાર્થિનીઓએ સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત રાજકોટ ખાતે સંસ્કૃત સંભાષણની શિબિરમાં ભાગ લીધો હતેા. ૧૮ મેથી ૨૮ મે સુધી આમ દસ દિવસની આ શિબિરમાં સંસ્કૃત ભાષાને સરળ રીતે વાચતા, બોલતા તથા લખતા શિખવવામાં આવ્યું. જેનાથી વિદ્યાર્થિનીઓને ઘણો લાભ થયો. તેઓનો મુખ્ય વિષય પણ સંસ્કૃત હોવાથી ટીવાય બી.એ.માં પણ સહાયક બનશે. આમ, તેઓના વેકેશનનો સદુપયોગ સંસ્કૃત શીખવામાં થયો.
આ શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થિનીઓના નામ આ પ્રમાણે છે. બામણીયા પ્રિયા, આંજણી જિજ્ઞાલી, બામણીયા પ્રભા, ડાલકી મોહિની, મકવાણા સીમા તથા બામણીયા વંદના.આ શિબિરમાં વિદ્યાર્થિનીઓને મોકલવામાં દીવ જિલ્લાના સમાહર્તા હેમંતકુમાર તથા દીવ કોલેજના પ્રાચાર્ય ડો. અપૂર્વ શર્માનો સારો સહકાર મળ્યો. શિબિરમાં જવા માટે પ્રેરક તરીકે દીવ કોલેજના સંસ્કૃત વિષયના સહપ્રાધ્યાપક બાબુભાઈ એ. વરુ તથા સમર્થ ઓઝાએ ભાગ ભજવેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કેશોદ, તા. ૩૧
કેશોદ આઝાદ કલબ ૭૩મા વર્ષમાં પ્રારંભ થતાં આઝાદ કલબની પરંપરા મુજબ ટ્રસ્ટી મંડળે નવાં પ્રમુખ તરીકે હરસુખભાઈ સિદધપરા તથા સેક્રેટરી તરીકે હસમુખભાઈ લશ્કરીની ફરીથી નિમણૂંક કરવામાં આવી છે. અન્ય હોદ્દેદારો તથા કારોબારીની નિમણૂક કરવા માટે જનરલ બોર્ડની બેઠક મળી હતી, જે કાર્યક્રમ અંતર્ગત ભોજન સમ...
કેશોદ, તા. ૩૧
કેશોદ આઝાદ કલબ ૭૩મા વર્ષમાં પ્રારંભ થતાં આઝાદ કલબની પરંપરા મુજબ ટ્રસ્ટી મંડળે નવાં પ્રમુખ તરીકે હરસુખભાઈ સિદધપરા તથા સેક્રેટરી તરીકે હસમુખભાઈ લશ્કરીની ફરીથી નિમણૂંક કરવામાં આવી છે. અન્ય હોદ્દેદારો તથા કારોબારીની નિમણૂક કરવા માટે જનરલ બોર્ડની બેઠક મળી હતી, જે કાર્યક્રમ અંતર્ગત ભોજન સમારંભ તથા સરગમ કલબ દ્વારા કરા ઓકે પર ગીતનો કાર્યક્રમ યોજાયો હતો.
આઝાદ કલબ મુકામે યોજાયેલ કાર્યક્રમમાં આઝાદ કલબના મેનેજીંગ ટ્રસ્ટી ડો.નરેશ કાનાબાર સેક્રેટરી એડવોકેટ જયેશભાઈ પટેલ કૌશિક ટ્રસ્ટી મંડળનાં હોદ્દેદારો હદવાણી, ઉકાભાઈ સોલંકી હરીશભાઈ ચાંદરાણી, ડો. પ્રેમાગ ધનેશા, દિનેશભાઈ કાનાબાર તેમજ કેશોદ એસબીઆઈ બ્રાંચ મેનેજર, દિનેશભાઈ ચૌહાણ, પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, એલઆઈસી એજન્ટ હિતેષ ચનિયારા મહાવિરસિંહ જાડેજા, ડો. સ્નેહલ તન્ના, આર.પી.સોલંકી, જગમાલભાઈ નંદાણિયા તેમજ શહેરનાં આગેવાનો આમંત્રિત મહેમાનોએ હાજર રહી નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા. ૩૧
ઉનાની મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં આધુનિક સિમેન્સ કંપનીનું ૩૨ સ્લાઈઝનું સી.ટી. સ્ક્રેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ ગઈકાલથી થયેલ છે. ફૂલટાઈમ રેડીયોલોજીસ્ટ દ્વારા તમામ પ્રકારના રિપોર્ટ કરાશે. આ રિપોર્ટ રાહતદરે કરી આપવામાં આવશે. દરેક દદર્ીઓ જેવા કે ઉના તાલુકાના ગામો ત...
દીવ, તા. ૩૧
ઉનાની મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં આધુનિક સિમેન્સ કંપનીનું ૩૨ સ્લાઈઝનું સી.ટી. સ્ક્રેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનો પ્રારંભ ગઈકાલથી થયેલ છે. ફૂલટાઈમ રેડીયોલોજીસ્ટ દ્વારા તમામ પ્રકારના રિપોર્ટ કરાશે. આ રિપોર્ટ રાહતદરે કરી આપવામાં આવશે. દરેક દદર્ીઓ જેવા કે ઉના તાલુકાના ગામો તેમજ દીવ જિલ્લાના દદર્ીઓને સી.ટી. સ્કેનની સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
હરીફાઈના યુગમાં સતત જાગૃત રહી વિદ્યાર્થીઓ જાતે જ રસ્તો શોધી લે
પોરબંદર, તા. ૩૧
પોરબંદર કોળી સમાજના છાત્રો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. પ્રારંભમાં સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના મૃ...
હરીફાઈના યુગમાં સતત જાગૃત રહી વિદ્યાર્થીઓ જાતે જ રસ્તો શોધી લે
પોરબંદર, તા. ૩૧
પોરબંદર કોળી સમાજના છાત્રો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા. પ્રારંભમાં સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં આત્માની શાંતિ અર્થે તાલુકા કોળી સમાજ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
ધો. ૧૦-૧૨ની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ ઘણાં ખરા ઉત્તિર્ણ થયેલા અને અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનિઓના વાલીઓ ભાવિ દિશા નક્કી કરવા મુંઝવણ અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં મૂંઝવણ અનુભવી રહેલા વિદ્યાર્થીઓને ઉપયોગી થવા પોરબંદર ખાતે તાલુકા સમસ્ત કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ અને ઝુરીબાગ કોળી સેવા સમાજના સંયુકત ઉપક્રમે કોળી જ્ઞાતિના ધો. ૧૦-૧૨ સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઈ પૂંજાભાઈ બામણીયાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં પોરબંદરના ઈન્દિરાનગર, ધીંગેશ્વર રોડ સ્થિત ઓમ સાંઈ ટેકા પરબ ખાતે કોળી સમાજના છાત્રોનો અનેરા ઉત્સાહ સાથે કારકિદર્ી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સ્ટડી સર્કલ સેન્ટરના ચેરમેન અને ઓમ સાંઈ ટેકા પરબના સંચાલક રામસીભાઈ બામણીયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેમજ તાલુકા કોળી સમાજના કર્મચારી મંડળના પ્રમુખ નારભાઈ બામણીયાએ અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું હતું.
જિલ્લા કોળી સમાજના સંગઠન મંત્રી અને જાણીતા સમાજરત્ન ડો. ઈશ્વરલાલ ભરડાએ જણાવ્યું કે, ફતેહનો સમય નહીં પણ કસોટીનો સમય વ્યકિતને મહાન બનાવે છે. ઓછા ટકા આવે તો નિરાશ થવાની જરૂર નથી પાસ કે નાપાસ વિદ્યાર્થીઓ માટે પણ આગળના અભ્યાસક્રમની સુવિધા છે. તેમણે હરિફાઈના યુગમાં સતત જાગૃત રહી વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા પ્રમાણે જાતે રસ્તો શોધી લે તે જરૂરી છે. આ તકે સમાજશ્રેષ્ઠી અને દેશના વિવિધ રાજ્યોમાં મોટા બંધો બાંધનાર નિવૃત એન્જિનિયર કાન્તિલાલ લક્ષ્મણભાઈ સોલંકી, કોળી સમાજના સેવા કર્મી પ્રમુખ દેવાયતભાઈ ઠેબાભાઈ વાઢીયા અને ઈન્દિરાનગરના આર્મી સંગઠનના ટ્રેનર હસમુખભાઈ સરવૈયાનું સમાજ-શ્રેષ્ઠીઓના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.
સેમિનારમાં સમાજના અગ્રણી ભૂપતભાઈ ડાભી, દુદાભાઈ બારૈયા, નટવરલાલ સોલંકી, શ્રીમતિ લાખીબેન બામણીયા સહિત સમાજશ્રેષ્ઠીઓ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા. ૩૧
ગીર સોમનાથ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ અહીં ખાતે અચાનક આવી વિવિધ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈ કાર્યવાહી કર્યાનો તેમજ નોટિસો પાઠવીને સંતોષ માન્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા થોડાવખતથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભેળસેળીયા તત્ત્વો સક્રિય બન્યા છે અ...
ગીરગઢડા, તા. ૩૧
ગીર સોમનાથ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ અહીં ખાતે અચાનક આવી વિવિધ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈ કાર્યવાહી કર્યાનો તેમજ નોટિસો પાઠવીને સંતોષ માન્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા થોડાવખતથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભેળસેળીયા તત્ત્વો સક્રિય બન્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઘોરનિંદ્રામાં પોઢ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ અધિકારી પી.બી. સાવલીયાએ ગઈકાલે ગીરગઢડાની મુલાકાત લઈ તીખા ગાંઠીયા, નિલમ ચા, ચોખા, કેરીનો રસ અને સોડાના સેમ્પલ લીધા હતા. જ્યારે ખાદ્યપદાર્થોનો વેપાર કરતા ૧૪ દુકાનદારોને લાયસન્સ લેવા માટે નોટિસ પાઠવી હતી ત્યારે લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવાઈ છે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી!
વિશેષમાં કોડીનાર, ઉના, તાલાળા સહિતના કેટલાક વિસ્તારોમાં નકલી દૂધ, ઘીનો કારોબાર બેફામપણે ચાલી રહ્યો હોવા છતાં આવા અસામાજિક તત્ત્વો સામે ઉપરોકત જવાબદાર તંત્ર માત્ર દેખાવ પૂરતા તાબોટા પાડી રહ્યું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે કરોડો લીટર કહેવાતો કેરીનો રસ ખુલ્લેઆમ વેચાઈ છે, જે જનઆરોગ્ય માટે જોખમકારક હોય જવાબદાર તંત્રવાહકો કડક કાર્યવાહી કરવામાં શું કામ શરમ અનુભવે છે? તેવો પ્રશ્ન બુદ્ધિજીવી વર્ગમાં ઉઠી રહ્યો છે.
વાત અહીં જ નથી અટકતી કોડીનારમાં અતિ હાનીકારક પાણીપુરીની ૫૦ જેટલી રેંકડીઓ પરપ્રાંતિયો દ્વારા શરૂ કરવામાં આવી છે અને લોકો પણ આંખો બંધ કરીને આરોગ્યે જાય છે ત્યારે સરકારના સક્ષમ વિભાગે આ સંદર્ભે તો આંખ મિંચામણા કરી લીધા હોય તેવું જણાય રહ્યું છે. ગીરગઢડામાં માત્ર ૫થી ૭ સેમ્પલ લઈને સંતોષ માનતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ નજર દોડાવે તેવંડ જાગૃત લોકો કહી રહ્યાં છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા. ૩૧
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં વિરપુર રોડ પર આવેલ રબારીવાડો તેમજ ધારેશ્વર સોસાયટીમાં રહેતા લોકોની કઠણાઈનો પાર નથી. પાણી-રસ્તા અને ગંદકીની સમસ્યાએ માઝા મૂકી છે.મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિત વારંવારની રજૂઆત પછીયે પ્રશ્નની નિવેડો નહીં આવતા ઉપરોકત વિસ્તારના રહેવાસીઓ...
ગીરગઢડા, તા. ૩૧
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં વિરપુર રોડ પર આવેલ રબારીવાડો તેમજ ધારેશ્વર સોસાયટીમાં રહેતા લોકોની કઠણાઈનો પાર નથી. પાણી-રસ્તા અને ગંદકીની સમસ્યાએ માઝા મૂકી છે.મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિત વારંવારની રજૂઆત પછીયે પ્રશ્નની નિવેડો નહીં આવતા ઉપરોકત વિસ્તારના રહેવાસીઓએ તાલાલા (ગીર) નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને વધુ એક પત્ર પાઠવી નીચે મુજબ સવિસ્તારપૂર્વક રજૂઆત કરી છે.
પત્રમાં જણાવ્યાનુસાર તાલાલા (ગીર)માં વિરપુર રોડ પર આવેલ ધારેશ્વર સોસાયટી તેમજ રબારી વાડોમાં પાયાની ગણાતી સુવિધામાં પણ સારાવાટ નથી. અહીંના રહેણાંક લોકોને પીવાના પાણી માટે બોર બનાવવામાં આવેલ છે તેમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે જે પાણી ખરેખર પીવાલાયક નથી તેવું ‘મા તાપ્તી માનવ સેવા સંસ્થાન’માં કરવામાં આવેલા પાણી માટેનું એનાલીસી રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે. આ અંગે ત્યાંના રહેવાસીઓએ બોરની બદલે ગામનું પાણી પીવા માટે આપવામાં આવે તેવી માગણી કરી છે.
વધુમાં પત્રમાં જણાવાયેલ કે, આજથી પાંચ વર્ષ પહેલાં ઉપરોકત પાણીના બોરની પાઈન લાઈન નાખવામાં આવેલ ત્યારે જે રસ્તાઓ ખોદી નાખેલ છે તે પાછા રીપેર થયા નથી, જે બિસ્માર હાલતમાં છે. વાહનચાલકોને અકસ્માતે પડવા-આડખવાના બનાવો રોજીંદા બનતા રહે છે. જેથી આ રસ્તાની સુવિધાની પણ તાતી જરૂરિયાત છે.
પત્રમાં મહત્ત્વની વાત એ પણ જણાવાયેલ કે, ઉપરોકત સોસાયટી-વિસ્તારમાં આવેલ ખુલ્લી જમીનમાં તાલાલા ગામ આખાનો કચરો તેમજ અન્ય હોટલનો એઠવાડ અહીં નાખવામાં આવે છે. જે અનાજ તથા ગંદવાડની વાસ અતિ ખરાબ આવતી હોય છે જે જનઆરોગ્ય માટે નુકસાનકર્તા હોય તેમજ ચોમાસાની સિઝન માથે હોય આ એઠવાડ-ગંદકીથી લોકોનું આરોગ્ય પણ જોખમાય તેવી પૂરેપૂરી શકયતા નકારી શકાય તેમ નથી. તેમજ બોરના પાણીથી પણ લોકોના શરીરને-ચામડીને હાની પહોંચી શકે તેવી દહેશત પત્રના અંતમાં વ્યકત કરવામાં આવી છે. આ બાબતે ત્વરિત ગતિએ ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માગણી થઈ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમદાવાદ,તા.૩૧
ગુજરાતના સુરેન્દ્રનગરમાં આજે પારો ૪૫ની આસપાસ પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. યલો એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. બીન જરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ લોકોને તંત્ર દ્વારા આપવામાં આવી છે. બીજી બાજુ ગુરુવારની સરખામણીમાં આજે શુક્રવારે અમદાવાદ શહેરમાં પારો આંશિક રીતે ઘટ્યો હતો. પરંત...
અમદાવાદ,તા.૩૧
ગુજરાતના સુરેન્દ્રનગરમાં આજે પારો ૪૫ની આસપાસ પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. યલો એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. બીન જરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ લોકોને તંત્ર દ્વારા આપવામાં આવી છે. બીજી બાજુ ગુરુવારની સરખામણીમાં આજે શુક્રવારે અમદાવાદ શહેરમાં પારો આંશિક રીતે ઘટ્યો હતો. પરંતુ પારો હજુ પણ ૪૩થી ઉપર રહ્યો છે. હીટ વેવ માટેની કોઈ ચેતાવણી તંત્ર તરફથી જારી કરવામાં ન આવતા લોકોનો આંશિક રીતે રાહત થઈ છે પરંતુ લોકો સાવચેત બનેલા છે. આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળનાર નથી. પરંતુ ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન હથાવત રહેશે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૩થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૩.૨, ગાંધીનગરમાં ૪૩.૫, રાજકોટમાં ૪૩.૭નો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ૪૪.૮ સુધી પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીના કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં
આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે. દક્ષિણ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે વિશેષ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૨ રહી શકે છે.
સુરેન્દ્રનગર તેમજ બોટાદ વિસ્તારમાં વરસાદ પડ્યો
ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે આજે પારો ૪૪.૮ સુધી રહ્યો હતો ત્યારે સાંજે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગરમાં લીંમડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો હતો. જ્યારે બીજી બાજુ બોટાદમાં પણ હવામાનમાં એકાએક પલટો આવ્યા બાદ ધીમા ગતિએ વરસાદ થયો હતો. કમોસમી વરસાદથી લોકો આશ્વર્યચકિત થયા હતા.
ક્યાં કેટલું તાપમાન.....
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જોરદારરીતે વધી રહ્યું છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.
સ્થળ મહત્તમ તાપમાન
અમદાવાદ ૪૩.૨
ડિસા ૪૧.૨
ગાંધીનગર ૪૩.૫
વીવીનગર ૪૨.૧
વડોદરા ૪૨
સુરત ૩૪.૨
વલસાડ -
અમરેલી -
ભાવનગર ૩૯.૯
રાજકોટ ૪૩.૭
સુરેન્દ્રનગર ૪૪.૮
ભુજ ૩૯.૪
કંડલા એરપોર્ટ ૪૦.૮
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા.૩૧
નખત્રાણા જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ વર્ષ પૂર્વે મહિલા પર નિર્લજ હુમલો કરી વિકલાંગ બાળકીની કરપીણ હત્યા ગુનાનો કેસ ભુજની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને તસ્વીર વાન ઠેરવી જન્મટીપની સજાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ નખત્રાણા જીઆઈડીસી વિસ્તારમાં રહેતી મહિલા પર નીર્લજ હુમલો કરી અને તેની ૩ ...
ભુજ, તા.૩૧
નખત્રાણા જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ વર્ષ પૂર્વે મહિલા પર નિર્લજ હુમલો કરી વિકલાંગ બાળકીની કરપીણ હત્યા ગુનાનો કેસ ભુજની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને તસ્વીર વાન ઠેરવી જન્મટીપની સજાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ નખત્રાણા જીઆઈડીસી વિસ્તારમાં રહેતી મહિલા પર નીર્લજ હુમલો કરી અને તેની ૩ વર્ષની પુત્રીનુ અપહરણ કરી પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાનાં ગુનામાં પોલીસે પશ્ચિમ બંગાળનો વતની ભોલા ગોપાલ જાગુલીયા નામના શખ્સની ધરપકડ કરી ખુનની અને અપહરણ તેમજ બળાત્કારના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ પુર્ણ કરી જેલહવાલે કર્યો હતો.
તપાસનીશ દ્વારા ભુજની કોર્ટમાં ચાજર્શીટ રજુ કરાતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં બંન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરાયેલી દલીલો અને ૩૩ સાક્ષી તેમજ ૫૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓને લઈ અધિ.સેન્સ.જજ મમતાબેન પટેલે આરોપી ભોલો જાગૃલીયાને તકસવીર ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જ્યારે ભોગ બનનાર મહિલાને કોર્ટે રૂા.૨૫ હજારનુ વળતર ચુકવવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે સુરેશ મહેશ્વરી ઉપસ્થિત રહયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૩૧
ઉનાનાં ગીરગઢડા તાલુકાના કોઠીયા ગામ પાસે મછુન્દ્રી ડેમ આવેલ છે. ત્યાં કિનારે એક સિંહનો મૃતદેહ પડેલ હોય વન વિભાગને જાણ કરતા ગીરપૂર્વ વન વિભાગ જશાધાર રેન્જનાં અધિકારી આર.એફ.ઓ. પંડયા ત્થા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સિંહનો મૃતદેહ જોતા અંદાજીત ૪ વર્ષનો હોવાનુ ત્થા શરીર ઉપર કોઈ ઈજાના ચિહ્નો જોવા મળે...
ઉના, તા.૩૧
ઉનાનાં ગીરગઢડા તાલુકાના કોઠીયા ગામ પાસે મછુન્દ્રી ડેમ આવેલ છે. ત્યાં કિનારે એક સિંહનો મૃતદેહ પડેલ હોય વન વિભાગને જાણ કરતા ગીરપૂર્વ વન વિભાગ જશાધાર રેન્જનાં અધિકારી આર.એફ.ઓ. પંડયા ત્થા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સિંહનો મૃતદેહ જોતા અંદાજીત ૪ વર્ષનો હોવાનુ ત્થા શરીર ઉપર કોઈ ઈજાના ચિહ્નો જોવા મળેલ નથી તેમના મૃતદેહને જશાધાર એનીમલ કેસર સેન્ટરમાં પી.એમ. કરવા લઈ જવાયો છે. મોતનું કારણ પી.એમ. થયા બાદ જાણવા મળશે.
વિદેશી દારૂની ૭ બોટલ સાથે બાઈક ચાલક ઝડપાયો
ઉનાનાં એહમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસ જમાદાર જગદીશભાઈ ગોવિંદભાઈ ડોડીયાએ ઘોઘલા તરફથી આવતુ મોટર સાયકલ જીજે૧૧બીસી ૧૫૭૫ ઉપર આવતા હરેશભાઈ હમીરભાઈને રોકાવી તપાસ કરતા પરપ્રાંતની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭ ત્થા મોટર સાયકલ મળી કુલ રૂા.૨૦૭૫૦ ના મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
સૌને ખબર હતી, પણ શરદ પવારે કબૂલાત કરીને પાકું કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એનસીપી અને બીજેડીના વખાણ કર્યા એટલે એનસીપીના નેતા શરદ પવાર તેમને મળવા પહોંચી ગયા હતા. ખેડૂતોની સમસ્યા માટે મળવા જાવ છું એમ કહ્યું. મહામુરખ પણ શરદ પવારની વાત પર ભરોસો ના કરે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સમસ્યા ચાલી રહી હોય અને પવાર વડા પ્રધાનને મળવા પહોંચી જાય ત્યારે દાળમાં કાળું લાગ્યા વિના રહે નહિ.શા માટે મળવા ગયા હતા અને શું વાત થઈ હતી તેનો ખુલાસો એક મહિના પછી, મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ ગયા પછી હવે કરી છે. પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવા માટેની ઓફર કરી હતી. દીકરી સુપ્રીયા સુલે સંસદમાં સારી કામગીરી કરે છે તેના વખાણ પણ કર્યા હતા અને સુપ્રીયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવાની ઓફર પણ કરી હતી. સુપ્રીયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવાના બદલામાં મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર રચવામાં સાથ આપવાની વાત હતી.વાત કંઈ અસ્થાને નહોતી. ૨૦૧૪માં શરદ પવારે સામે ચાલીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બને અને ચાલે તે માટે તેમનો પક્ષ મતદાન વખતે ગૃહમાં ગેરહાજર રહેશે. તેના કારણે જ ફડણવીસની સરકાર બની શકી હતી. બાદમાં મહિનાઓ સુધી શિવસેના સાથે સોદાબાજી ચાલતી રહી અને શિવસેનાને ગરજ જાગી ત્યારે જ તેને સરકારમાં લેવામાં આવી હતી. આ વખતે પણ સોદાબાજી કરીને શિવસેનાને ગરજ જાગશે ત્યારે સરકારમાં લઈ લેશું તેવી ભાજપની ગણતરી હતી, તે સેનાને ઊંધી પાડી.પરંતુ તે યોજનામાં સૌથી અગત્યની ભૂમિકા શરદ પવારની રહી. શરદ પવારે મામલો હાથમાં લીધો અને પાર પાડ્યો. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને કારણે સૌને પવાર પર પાકી શંકા ગઈ હતી. સૌને હતું કે પવાર છેવડે ભાજપ સાથે જ બેસી જશે. ૨૦૧૪માં ટેકો આપ્યો જ હતો; ૨૦૧૬માં એક સહકારી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું; મોદીએ શરદ પવારના ભરપુર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વાર શરદ પવારે આંગળી ઝાલી હતી; પવાર પોતાના રાજકીય ગુરુ છે એવું પણ કહ્યું હતું અને છેલ્લે દિલ્હીમાં મુલાકાત થઈ.પરંતુ આ વખતે શરદ પવારની ગેમ કદાચ જુદી અને લાંબી છે. એલ. કે. અડવાણીની જેમ તેમનીય કાયમી મહત્ત્વાકાંક્ષા ભારતના વડા પ્રધાન બનવાની છે. એક વાર તો વડા પ્રધાન બનવું જ. એવી ઈચ્છા બધા નેતાની હોય, પણ ઈચ્છા હોવી અને મહત્ત્વાકાંક્ષા હોવી તેમાં ફેર છે. નીતિશ અને ચંદ્રબાબુનો પણ થનગનાટ તેના માટે છે, પણ તેઓ રાજ્યમાં સત્તા મળતી હોય ત્યારે એ મહત્ત્વાકાંક્ષાને થોડી વાર પડતી મૂકે છે એટલે તે મહત્ત્વાકાંક્ષામાંથી ઈચ્છામાં પરિવર્તિત થઈ જાય છે.શરદ પવાર માત્ર ૩૮ વર્ષની ઉંમરે પોતાના ગુરુને દગો કરીને મુખ્યપ્રધાન બન્યા હતા. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ તોડી ત્યારે તેઓ સંસ્થા કોંગ્રેસમાં રહ્યા હતા. ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસની સંયુક્ત સરકાર બની તેને જનતા દળના ટેકાથી તોડી હતી. ૧૯૭૮ની આ વાત છે. ૧૯૮૦માં ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા તે પછી તેમણે પવારની સરકારને બરખાસ્ત કરી દીધી હતી. થોડા વર્ષો રાહ જોયા પછી ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધી સત્તામાં આવ્યા ત્યારથી જ પવાર દિલ્હીમાં તેમની સાથે જોડાઈ ગયા હતા. કદાચ તે વખતથી જ તેમના મનમાં મહત્ત્વાકાંક્ષાએ આકાર લીધો હશે કે બિનઅનુભવી રાજીવ લાંબું ટકી શકશે નહિ. તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના - મોરારજી દેસાઈ, વાયબી ચવ્હાણ સહિત - બહુ પાકટ નેતાઓને જોયા હતા. તેમની વચ્ચે તેમણે પોતાનો માર્ગ કાઢ્યો હતો પવારની ગણતરી સાચી પડી હતી, કેમ કે ૧૯૮૯ આવતા સુધીમાં રાજીવ ગાંધી લોકપ્રિયતા અને કોંગ્રેસ પરની પકડ ગુમાવી ચૂક્યા હતા. વી. પી. સિંહે સામો મોરચો માંડી દીધો હતો અને સત્તા જતી પણ રહી. જોકે પરિસ્થિતિ પલટાઈ અને રાજીવની પણ હત્યા થઈ ત્યારે પવાર સહિતના નેતાઓ વચ્ચે ખેંચતામના કારણે નરસિંહરાવ ફાવી ગયા હતા અને વડા પ્રધાન બની ગયા હતા. પવાર ત્યાં સુધીમાં ઉંમર અને અનુભવમાં પાકટ થઈ ગયા હતા, પણ ભારતીય રાજકારણમાં તે ઉંમર યુવાની ગણાય. તેથી તેમણે રાહ જોવાનું નક્કી કર્યું હશે. નરસિંહરાવ પછી કોંગ્રેસનું સુકાન કોના હાથમાં જાય તેની ખેંચતાણ વખતે પવાર ફાવ્યા નહોતા અને તેમણે કોંગ્રેસ છોડવી પડી હતી.પણ કદાચ તેમણે મહત્ત્વાકાંક્ષા છોડી નહોતી. તેમણે છત્તીસગઢમાં એનસીપીને ચૂંટણી લડાવીને કોંગ્રેસને સત્તામાંથી કાઢી હતી અને ભાજપને સત્તામાં આવવામાં પ્રથમવાર મદદ કરી હતી. તે પછી મહારાષ્ટ્રમાં જોકે કોંગ્રેસ સાથે ભાગીદારી કરીને સત્તામાં આવ્યા હતા. તેમની ફ્લેક્સિબિલિટી અહીં જ દેખાઈ આવી હતી. કોંગ્રેસ છોડ્યા પછીય કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદારી કરી હતી. ફરી એકવાર પવાર ફાવ્યા નહિ અને તેમની એનસીપી પણ મહારાષ્ટ્ર સિવાય બીજા રાજ્યોમાં ફાવી નહિ. વચ્ચે વાજપેયી સરકાર પછી ફરી કોંગ્રેસને ૧૦ વર્ષ કેન્દ્રમાં મળી ગયા ત્યારે શરદ પવારે રાહ જોયા સિવાય છૂટકો નહોતો.૨૦૧૪થી સ્થિતિ ફરી પલટાઈ છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઇચ્છા કે અનિચ્છાએ નેતા બન્યા છે. પ્રિયંકા ગાંધી પણ પોતાને રાજકારણમાં રસ છે તે સ્પષ્ટ કરી ચૂક્યા છે. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ કબજે કરવા માટેની શરદ પવારની ઈચ્છા ફળીભૂત થાય તેમ નથી. ૨૦૧૯ના પરિણામો પછી થોડી હલચલ થઈ હતી. રાહુલ ગાંધી એકલા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા. પવારને કોંગ્રેસના પ્રમુખ બનાવાય તેવી વાતો બહુ ચાલી હતી. પરંતુ શરદ પવાર હવે ઢળતી ઉંમરે રિમોટથી કામ કરવા તૈયાર નથી. તેઓ પોતે જ રિમોટ ચલાવવા માગે છે.
કોંગ્રેસ પર કબજો કરવાનું ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી રાહુલ અને પ્રિયંકા સક્રિય હોય. તેથી તે સિવાયના માર્ગની કલ્પના શરદ પવારે કરી હોય તેવું શક્ય છે. તે માર્ગ મહારાષ્ટ્રમાંથી નીકળ્યો છે એમ તેમને લાગી શકે છે, કેમ કે તેમણે ભાજપના સૌથી જૂના અને સૌથી ગાઢ સાથીને તેનાથી છુટ્ટો પાડ્યો છે. એટલું જ નહિ, તેને પોતાની સાથે એવી રીતે જોડ્યો છે કે તેના પર નિર્ભર રહે.નરેન્દ્ર મોદીએ સાથે કામ કરવાની ઓફર કરી હતી, પણ મેં ના પાડી - આવું કહેવા સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી કે અમારા સંબંધો હજીય સારા છે. અર્થાત હજીય તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ શકે છે. આ ચેતવણી શિવસેના અને કોંગ્રેસ બંનેને છે. સરકારની રચનાની વાટાઘાટ ચાલતી હતી ત્યારે કોંગ્રેસ ઢીલ કરી રહી હતી. તેથી તે વખતની મુલાકાત કોંગ્રેસને ચેતવણી માટે હતી. અત્યારની ચેતવણી બંને સાથી પક્ષોને એ રીતે છે કે સરકાર પવારની ઇચ્છા મુજબ ચલાવવાની છે. સરકાર તૂટી પડે તેવું કશું કરશો, તો સરકાર નહિ તૂટે, તમે બંને તૂટી જશો. સરકારમાં એનસીપી તો હશે, ભાજપની સાથે હશે, પણ હશે.શરદ પવારને શાણા કહેવામાં આવે છે કે કેમ કે તેઓ એક કાંકરે મિનિમમ ત્રણ પક્ષી મારે છે. મરાઠી ચેનલ એબીપી માઝા સાથે અને બાદમાં એનડીટીવી સાથેની મુલાકાતમાં તેમણે આ ખુલાસો કરીને ત્રણ પક્ષી માર્યા છે. એનડીટીવી સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે અજિત પવાર ફડણવીસ સાથે સંપર્કમાં છે તેની પોતાને જાણ હતી. આ શંકા સૌને હતી જ. તેમણે કહ્યું કે સંપર્કમાં છે તેની ખબર હતી, પણ બહુ ચિંતા નહોતા, કેમ કે આટલી હદે અજિત પવાર જશે તેવી ધારણા નહોતી.પ્રથમ પક્ષી તેમણે માર્યું છે શિવસેના અને કોંગ્રેસનું - બંને જણાવી દીધું છે કે આ સરકારનું અસલી રિમોટ મારી પાસે છે. બીજું પક્ષી તેમણે ઘરમાં, એનસીપીમાં માર્યું છે - અજિત પવારની ગતિવિધિની મને જાણ હતી એમ કહીને સૌને ચેતવણી આપી છે કે પોતાનાથી કશું અજાણ્યું હોતું નથી. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કોઈએ કરવી નહિ. સાથે જ પવાર હવે રાજકીય વારસદાર નથી તે પણ સ્પષ્ટ કરી દીધું. તે પણ કુટુંબમાં ભાગલા પાડ્યા વિના અને અજિતને કુટુંબમાં પાછો લઈને. ભાજપના ઘણા નેતાએ મને કહેલું કે સુપ્રિયા સુલે સંસદમાં સારી કામગીરી કરે છે - આવી રીતે દીકરીના વખાણ કરીને, સુપ્રિયાની નેતાગીરી તેમણે વધારે સ્પષ્ટ કરી છે.ત્રીજું પક્ષી જે માર્યું છે તે છે રાષ્ટ્રીય રાજકારણમાં તેમના આગામી મહાગઠબંધનની. આ વિશે હજી તેમણે મગનું નામ મરી પાડ્યું નથી, પણ એ તો પાડશે, સમય આવશે ત્યારે. નીતિશ, મમતા, માયાવતી, ચંદ્રબાબુ અને કંઈક અંશે ચંદ્રશેખર જે ના કરી શક્યા તે કામ શરદ પવાર કરી શકે છે. ભાજપ વિરોધી મોરચો માંડવા માટે કર્ણાટકમાં જેડી(એસ) સાથે સરકાર રચીને કોંગ્રેસ કોશિશ કરી હતી. તે વખતની હાથમાં હાથ મિલાવીને વિપક્ષના નેતાઓએ પડાવેલી તસવીર પ્રસિદ્ધ બની હતી. તે તસવીર બહુ ઝડપથી વિખેરાઈ ગઈ અને ૨૦૧૯માં ખરા અર્થમાં ભાજપ વિરોધી કોઈ મોરચો બન્યો નહોતો. યુપીમાં એસપી-બીએસપી વગેરે પ્રાદેશિક મોરચા જ હતા, કોઈ રાષ્ટ્રીય મોરચો બન્યો નહોતો. પવાર આવો રાષ્ટ્રીય મોરચો બનાવી શકે છે - હું બનાવી શકું છું એવો ઇશારો તેમણે મહારાષ્ટ્રનો ખેલ દેખાડીને કર્યો છે.કોંગ્રેસ સાથે એનસીપીને ભેળવીને પ્રમુખ બનવાનું અને ગાંધી પરિવારની ઇચ્છા પ્રમાણે કામ કરવાનું પવારને હવે ફાવે નહિ, શોભે નહિ. કોંગ્રેસને ગઠબંધનમાં સાથે રાખવો પણ જરૂરી છે, પણ તેને જૂનિયર પાર્ટનર તરીકે જ રાખવો પડે. કોંગ્રેસ બીજા સાથે ગઠબંધન કરે ત્યારે તેનો રાષ્ટ્રીય મુખ્ય પક્ષ તરીકેનો અહમ્ સમજૂતિને તોડી પાડે છે. મહારાષ્ટ્રમાં ક્યાંય કોંગ્રેસનું કશું મહત્ત્વ દેખાયું નથી અને છતાં તે સાથી પક્ષ બન્યો છે. આ જ પ્રયોગ બીજા રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે કરવો પડે. એ કામ માત્ર શરદ પવાર કરી શકે તેમ છે એવું જણાવીને શરદ પવારે ત્રીજું પક્ષી માર્યું છે.પરંતુ ૧૯૭૮થી શરૂઆત કરીને ૭૮ વર્ષની ઉંમર સુધી પવારે રાહ જોઈ છે, તેથી તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા માટે હજીય થોડા મહિના કે થોડા વર્ષો રાહ જોઈ શકે છે. પ્રથમ તેમણે કર્ણાટકની પેટાચૂંટણી, ઝારખંડની અને દિલ્હીની વિધાનસભાની ચૂંટણીની રાહ જોવાની છે. દરમિયાન માર્ચમાં કેન્દ્રનું બજેટ આવશે. અર્થતંત્રમાં ભાજપ સરકાર શું કરી શકે છે તેની આખરી કસોટી કદાચ તે બજેટમાં થઈ જશે. તેથી રાજકીય સ્થિતિ સાથેસાથે આર્થિક સ્થિતિમાં કેવી લડત આપી શકાય છે તે વિપક્ષ માટે સ્પષ્ટ બનશે. ત્રણેય ચૂંટણીઓના પરિણામો વિપરિત આવ્યો તો બિહારમાં હલચલ થશે. નીતિશ ભાજપ સાથે છેડો ફાડવાનું બહાનું અને તક શોધી રહ્યા છે. પવારે નીતિશને એવી રીતે મજબૂર કરવા પડે કે કોંગ્રેસ-આરજેડી સાથે ફરી જોડાણ કરે, પણ જૂનિયર પાર્ટનર બને. તેમાં સફળતા મળે તે પછી મમતાને સમજાવવું પડે કે તમારે રાજ્યમાં ભાજપનો સામનો કરવો હોય તો પવાર પેટર્ન અપનાવવી પડે. તે વાત છે ૨૦૨૧ની એટલે ત્યાં સુધી રાહ જોવી પડશે, કે મહારાષ્ટ્રમાં મહાહલચલ કર્યા પછી મરાઠી મહારાજકારણી શરદ પવાર રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન ક્યારે અને કેવી રીતે બનાવે છે.
હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોલીસે ૪ આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું છે. ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.આ વાતની પુષ્ટિ તેલંગાણાના લૉ એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી જિતેન્દ્રએ કરી છે.બુધવારે મહેબૂબ નગર જિલ્લાની શાદનગર કોર્ટે આરોપીઓની કસ્ટડી પોલીસને સોંપી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા.ઘટનાસ્થળે જ્યારે પોલીસ ઘટનાને રિ-કન્સ્ટ્રક્ટ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઍન્કાઉન્ટર થતાં ચારેય આરોપીઓનાં મૃત્યુ થયાં છે.હૈદરાબાદમાં આરોપીઓના થયેલા ઍન્કાઉન્ટર મામલે ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ડી.જી.વણઝારાએ પણ પ્રતિક્રિયા આપી હતી.સ્થાનિક મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું, પોલીસે દુષ્કર્મની ઘટના કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું, પકડાયેલાં તહોમતદારો જો ભાગવાના પ્રયત્નો કરે અથવા પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો કરે તો ગુજરાતમાં તેમની સામે પણ ઍન્કાઉન્ટર થવાં જોઈએ અને તેમને પણ એ જ સ્થાન બતાવવું જોઈએ, જે સ્થાન હૈદરાબાદની પોલીસે ત્યાં દેખાડ્યું છે.પીડિતનાં માતાએ કહ્યું, જેમણે દુઃખ અનુભવ્યું છે તે લોકો જ દુઃખ અનુભવશે. મને લાગે છે કે ન્યાય થયો છે.હાલ સુધી નિર્ભયાના કેસમાં પણ કાંઈ થયું નહોતું. રોજ, હું કહેતી હતી કે કશું થતું નથી. પરંતુ તેમણે ઍક્શન કરી દેખાડ્યું છે.મારી દીકરી ખૂબ સારી હતી. હું હાલ પણ વિચારું છું કે મારી દીકરી ઘરે પાછી આવશે. તે ઘરેથી જમ્યા વિના ગઈ હતી.કાયદામાં ફેરફાર થવો જોઈએ અને જો કોઈ ભૂલ કરે તો તરત જ સજા મળવી જોઈએ.પીડિતાના પિતાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, અમારી દીકરીના મૃત્યુને આજે દસ દિવસ થઈ ગયા છે અને આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ બદલ હું પોલીસને અભિનંદન આપું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે.પીડિતાનાં બહેને એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, આ એક ઉદાહરણ બનશે અને બજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર કરવાથી પણ હવે ડરશે.ઘટના પછી અમારી પડખે રહેવા બદલ હું તમામનો આભાર માનું છું.માનવાધિકાર અને લીગલ ઍક્ટિવિસ્ટ રેબેકા જોહ્ને ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે ઍન્કાઉન્ટર પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે :આપણે આ ન્યાયની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસે વિશ્વાસ ન આવે એ રીતે ૪ લોકોને અડધી રાત્રે મારી નાખ્યા.શા માટે? કેમ કે તેમની જરૂર ન હતી. આ તો એવું થયું કે દિલ્હી પોલીસે એ લોકોને મારી નાખ્યા જેમના જોર બાગ અને મહારાણી બાગમાં રહેતા લોકો સાથે સંબંધ હતા.શું આપણી પાસે એટલા પુરાવા હતા કે જેનાથી એ સાબિત થઈ શકે કે તેમણે કોઈ ગુનો કર્યો હતો કે નહીં?શું કોઈ કોર્ટે એ પુરાવા જોયા હતા? શું તેમને કોઈ કોર્ટે આરોપી સાબિત કર્યા હતા? અને જો એવી ધારણા છે કે તેમણે કોઈ ગુનો કર્યો છે, તો તેના માટે પણ એક પ્રક્રિયા છે કે જેનું પાલન કરવું જરૂરી છે.જો એ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું, તો હવે આગળ તમારો વારો પણ હોઈ શકે છે. બધા ધારાસભ્યો, રાજકીય પાર્ટીઓ અને કાર્યકર્તાઓ ન્યાય માટે નારા લગાવે છે... એ ન્યાય હવે તમને મળી ગયો છે. તમારું મિશન પૂર્ણ થયું. હવે તમે ઘરે જાઓ, જ્યુસ પીવો. તમારી ભૂખ હડતાળ પૂર્ણ થઈ ગઈ છે.તમને ક્યારેય કોઈની ચિંતા ન હતી. જો તમને ચિંતા હોત, તો મહિલાઓ પર જે પ્રકારના હુમલા થાય છે તે થતા જ નહીં. ઉદાહરણ ગઈકાલે ઉન્નાવમાં બનેલી ઘટના જ છે.બળાત્કાર પીડિતાને સપૉર્ટ આપવો એ લાંબી અને અઘરી પ્રક્રિયા છે. તમે તેમને ક્યારેય મળ્યા નથી, તેમની સાથે ક્યારેય વાત કરી હોતી નથી. તમને જરા પણ ખબર હોતી નથી કે તેમણે કેવી વસ્તુનો સામનો કર્યો છે અને તેઓ શું ઇચ્છે છે.તમારા માથા શરમથી લટકાવી દો. થોડો ડર રાખો. એ યાદ રાખો કે તમે એ નથી આપી રહ્યા જે ખરેખર મહિલા ઇચ્છે છે. અમારા નામે તો જરા પણ નહીં.૨૮ નવેમ્બરના રોજ હૈદરાબાદમાં એક ટૉલ પ્લાઝા પાસે ૨૬ વર્ષીય એક ડૉક્ટરનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા પર બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેમની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.આ ઘટના બાદ દેશભરમાં આરોપીઓને મૃત્યુદંડની માગ ઊછી હતી અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા હતા.ઘટના બાદ પત્રકારપરિષદમાં પોલીસે કહ્યું, ટ્રકડ્રાઇવર અને ક્લીનર ટોલપ્લાઝાની પાસે દારૂ પી રહ્યા હતા.આ દરમિયાન સ્કૂટરમાં પંચર થવાને કારણે એકલી ઊભેલી યુવતી પર તેમની નજર પડી. તેઓ પંક્ચર કરાવી આપવાના બહાને તેમને પોતાની સાથે લઈ ગયા.આરોપીઓએ બુધવારની રાતના ૯.૩૦ વાગ્યાથી ગુરુવારની સવારના ૪ વાગ્યા સુધી ડૉક્ટર યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને પછી હત્યા કરી દીધી.હત્યા કર્યા પછી આરોપીઓ મૃતદેહને આશરે ૩૦ કિલોમિટર દૂર એક પુલની નીચે લઈ ગયા અને મૃતદેહને ચાદરમાં લપેટીને કેરોસીન છાંટીને સળગાવી દીધો.સળગાવી દીધા પછી શબ સરખું સળગી ગયું છે કે નહીં તેની પણ તેમણે તપાસ કરી અને પછી તેઓ ઔરંગાબાદ નીકળી ગયા.આ ઘટનામાં ફરિયાદ લેવામાં મોડું કરવા બદલ ૩ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.યુવતીનાં પરિવારજનોએ સાયબરાબાદ પોલીસ કમિશનરને કહ્યું કે પોલીસે સ્ટેશનની હદની અવઢવમાં ત્વરિત પગલાં ન લીધાં.હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર, રાંચીમાં ૨૫ વર્ષની વિદ્યાર્થિની પર ૧૨ લોકોનો સામૂહિક બળાત્કાર અને હત્યા, તામિલનાડુમાં એક બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા,ચંદીગઢમાં રિક્ષા ડ્રાઇવરનો મહિલા પર બળાત્કાર, ભારતમાં આ રોજબરોજના સમાચારો થઈ પડ્યા છે.બળાત્કાર જેવા જઘન્ય અપરાધના સમાચારો આવે ત્યારે ઇન્ટરનેટ પર લોકોને પોતાનો આક્રોશ ઠાલવવા માટે વધારે એક હેશટેગ મળી જાય છે.હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ખબર આવી ત્યારે પણ આવું જ થયું.આ સમાચાર ફેલાયા તે પછી ટિ્વટર પર આ અંગેના ઘણા હેશટેગ વાઇરલ થવા લાગ્યા હતા.હજારો યૂઝર્સે આવા હેશટેગ સાથે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.ભારતમાં બળાત્કારની દરેક ઘટના દર વર્ષે કેટલા ગુના થાય છે તેના આંકડા સાથે માત્ર પાનાંઓમાં નોંધાતી જાય છે.નિર્દોષ પીડિતા પર થયેલો અત્યાચાર માત્ર આંકડા અને હેશટેગમાં સીમિત થઈને રહી જાય છે.આવી સ્થિતિમાં આપણે ધીમેધીમે એવા સમાજમાં પરિવર્તિત થઈ રહ્યા છીએ, જે વિકાસની દિશામાં આગળ વધવાને બદલે પછાત બનવા તરફ જઈ રહ્યો હોય.આપણે દીકરીઓએ ગૂડ ટચ વિશે સમજાવ્યું, તેમ છતાંય તેમને સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયા છીએ.મને લાગે છે કે આપણે આપણા સમાજના પુરુષોને મહિલાઓની શારીરિક રચના વિશે સમજાવવાની જરૂર છે.આપણે પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા માત્ર એક મા, બહેન કે પત્ની નથી. તે એક પોતે એક જીવતીજાગતી વ્યક્તિ છે, અને તેને એવી રીતે જ જોવાની જરૂર છે.પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા એ ભોગની વસ્તુ નથી.મારું મન એ માનવા માટે તૈયાર નથી કે જે દેશમાં લક્ષ્મી, દુર્ગા અને પૌરાણિક નારી સ્વરૂપોની દેવી તરીકે પૂજા કરવામાં આવતી હોય, એમને પુરુષ દેવતાઓની બરાબરીમાં સ્થાન આપવામાં આવે છે કે પછી મંદિરમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે અને પુરુષો પણ પૂરા શ્રદ્ધાભાવ સાથે આ દેવીઓની પૂજા કરતા હોય છે તે છતાં આવું કેમ છે?આવી દેવીઓનાં માનવીય સ્વરૂપોને ચાર દીવાલોની અંદર, પોતાના જ બિસ્તર પર આ જ પુરુષ સમાજમાં આટલા જુલમ અને અત્યાચાર કેમ સહન કરવા પડે છે?હૈદરાબાદમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા શિક્ષિત હતી, ડૉક્ટર હતી અને રોજની જેમ પોતાના કામસર બહાર નીકળી હતી.તે વખતે જ તેના પર બર્બરતાપૂર્વક સામૂહિક બળાત્કાર કરાયો અને અને હત્યા કરી દેવાઈ.લગભગ એ જ સમયગાળામાં અન્ય એક શહેરમાં એક કિશોરી જન્મદિને મંદિરે દર્શન માટે ગઈ હતી. તે વખતે તેના સહાધ્યાયીએ તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી.આપણે સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોને કારણે કે પછી તે ઘરેથી મોડે સુધી બહાર નીકળે છે તે બાબતમાં દોષ દઈ શકીએ નહીં.
ભારતમાં ગાયની હત્યા કરનારને મારી મારીને ખતમ કરી દેવામાં આવે છે.પરંતુ એક મહિલા પર બર્બર બળાત્કાર અને હત્યાની ખબર આવે ત્યારે લાંબીલાંબી ચર્ચાઓ શરૂ થઈ જાય છે.નિર્ભયા કેસ પછી આજ સુધી એક પણ બળાત્કારીને યોગ્ય રીતે સજા મળી નથી.પુરુષોના મનમાં એવી કોઈ સજાનો ડર નથી કે તે આવા અપરાધ કરતાં અટકે.આપણી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો માટે ઝુંબેશ ચલાવે છે, પરંતુ સરકાર નોકરી-વ્યવસાય કરતી નારીઓ માટે સુરક્ષિત માહોલ ઊભો કરવામાં અસમર્થ હોય તેમ લાગે છે.આવા સંજોગોમાં સારું શિક્ષણ મેળવ્યા પછી મહિલાઓ શું કરે?શું તે ઘરમાં જ બેઠી રહે કે પછી બહાર નીકળીને બળાત્કાર અને હત્યા થવાનાં જોખમનો સામનો કરે?ભારતીય સમાજમાં છોકરાઓને સેક્સ વિશે સમજાવવું કે તેની સમજ કેળવવી તે વાતને નિષેધ ગણવામાં આવે છે.ભારતમાં મહિલાઓનું સ્થાન સમાજમાં સૌથી નીચે માનવામાં આવે છે, પણ સંસ્કૃતિના નામે તેનાં બહુ ગુણગાન કરવામાં આવે છે.આપણે પિતૃસત્તાક સમાજ ઊભો કર્યો છે અને ભોગ બનનારાને જ દોષ દેવામાં આવે છે, તે બહુ ખરાબ રીત છે.પુરુષો પોતે જ સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ નહીં ઉઠાવે, ત્યાં સુધી આવી ઘટનાઓ હેશટેગ અને વધુ એક લેખમાં સીમિત થઈને જ રહી જશે.હવે એ સમય આવી ગયો છે કે પિતા, ભાઈ અને પુરુષ સગાંઓ આ કડવા સત્યને સ્વીકારે અને વિચારે કે આગળનો ભોગ બનનારી સ્ત્રી કદાચ તેમના પરિવારની પણ હોઈ શકે છે.આપણા પુરુષ સમાજે આ અંગે જાગૃત થઇને શાસકોને જગાડવા પડશે.
તંત્રીલેખ
રિઝર્વ બૅંકે ૨૦૧૯માં વ્યાજદર સતત પાંચ વાર ઘટાડ્યા હતા. ડિસેમ્બરમાં છઠ્ઠી વાર વ્યાજદર ઘટશે એવી તમામને ધારણા હતી, પરંતુ પ્રતિકૂળ પરિબળોના કારણે વ્યાજદર નહીં ઘટાડવા રિઝર્વ બૅંકને ફરજ પડી છે. અગાઉ પાંચ વાર વ્યાજદર ઘટાડાયા છતાં આર્થિક વૃદ્ધિ થઇ નથી. જો કે, સેન્ટિમેન્ટ સુધર્યું છે, પરંતુ જ્યાં સુધી લોકલ-નિકાસ માંગ વધશે નહીં અને વિદેશી રોકાણનો પ્રવાહ વધે નહીં ત્યાં સુધી વિકાસદરમાં વૃદ્ધિ શક્ય નથી.બીજું રિટેલ ફુગાવાનો દર વધી રહ્યો છે જે ચિંતાજનક છે. કાંદા-ટામેટા અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવ વધી રહ્યા છે તે જોતાં ફુગાવો નીચે આવવાની શક્યતા નથી.રિઝર્વ બૅંકે ફુગાવાનો અંદાજ વધારીને ૪.૭ થી ૫.૧ ટકા મુક્યો છે જે અગાઉ ૩.૫ થી ૩.૭ ટકા હતો. ઑક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર ૪.૬૧ ટકા હતો જે આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ હતો. રિટેલ ફુગાવો વધી શકે છે.ટેલિકોમ કંપનીએ ટેરિફમાં ભારે વૃદ્ધિ કરી છે તેની ફુગાવા પર અસર પડશે એમ આર.બી.આઈ.ના ગવર્નર શક્તિકાંત દાસે મત દર્શાવ્યો હતો. મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રણ દિવસ અનેક પાસાનો અભ્યાસ કર્યા બાદ તમામ છ સભ્યોએ એકમતે નિર્ણય લીધો હતો કે પ્રવર્તમાન સંજોગ અને સ્થિતિ જોતા રેપો રેટ કે રિવર્સ રેપો રેટ ઘટાડી શકાય નહીં.લોકલ માંગ ઘટતી રહી છે તેથી ઉત્પાદન સેક્ટરને અસર થઇ છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉત્પાદન ઘટ્યું છે. ચાવીરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ઘટાડાનું વલણ જોવાયું છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્લોડાઉનની અસર છે તેથી નિકાસ માંગ ઘટી છે. બીજી બાજુ ક્રૂડ ઓઈલના કારણે આયાત બિલ વધી રહ્યું છે. રિઝર્વ બૅંકના અંદાજ પ્રમાણે આગામી દિવસોમાં ફુગાવાનો દર વધશે. જો કે, વધારો ટૂંકાગાળાનો હશે. નવા પાકની આવક વધ્યા બાદ ચીજવસ્તુના ભાવ નીચા જવાની અને ફુગાવો નિયંત્રણમાં રહેવાની સંભાવના છે.અમેરિકા-ચીન ટ્રેડ વૉરનું ચિત્ર હજુ અનિશ્ચિત છે. ક્યારેક એવા નિવેદન આવે છે કે બંને દેશ સમાધાનના મૂડમાં છે. ફરી પાછું અડગ વલણ અપનાવાય છે. તે જોતાં ટ્રેડ-ટેરિફ વૉરનો હાલ તુરંત અંત આવે એમ લાગતું નથી. આ બે દેશના ટ્રેડ વૉરથી ભારતને અસર થઇ રહી છે. આરબીઆઈના ગવર્નર જણાવે છે કે વ્યાજદર ઘટાડાની સાઇકલનો આ કામચલાઉ તબક્કો છે. દરેક વખતે વ્યાજદર ઘટાડી શકાય નહીં. સરકારે છેલ્લા બે-ત્રણ મહિનામાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા પગલાં લીધાં છે. આગામી દિવસોમાં વધુ પગલાં કેવા લેવાય છે તેના પર મીટ છે.રિઝર્વ બૅંકની એમપીસીની હવે પછીની બેઠક ૨૦૨૦ના ફેબ્રુઆરીના પ્રારંભમાં મળનાર છે તે અગાઉ ફુગાવાના અને ઉત્પાદન-સર્વિસ સેક્ટરના આંકડા કેવા આવે છે તેના આધારે રિઝર્વ બૅંક વ્યાજદર ઘટાડવા વિશે નિર્ણય લેશે.મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂર્વે કેન્દ્રનું બજેટ ૧ ફેબ્રુઆરીએ જાહેર થશે તેના પછી એટલે કે ફેબ્રુઆરીની ૪ થી ૬ દરમિયાન બેઠક મળશે. બજેટમાં કેવી જાહેરાત થાય છે અને તેની અસર બે-ત્રણ દિવસમાં દેખાશે એ પ્રમાણે રિઝર્વ બૅંક ફુગાવો, આર્થિક વિકાસદર અને વ્યાજદર વિશે નિર્ણય લેશે. હાલ લોકલ-નિકાસ માંગ ઓછી છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમી છે કે નબળી છે તે વિશે રિઝર્વ બૅંક સહમત છે. ફુગાવાની સ્થિતિ અને આર્થિક સ્લોડાઉન માંગનું ચિત્ર અને અન્ય પરિબળો ધ્યાનમાં લઈને ગુરુવારે છઠ્ઠીવાર વ્યાજદર ઘટાડવાનો જોખમી નિર્ણય લેવાનું ટાળ્યું હતું.રિઝર્વ બૅંક રાજકોષીય ખાધની સ્થિતિથી ચિંતિત નથી, પરંતુ આ બાબતમાં સરકારના પગલાં વિશે સ્પષ્ટતા ઇચ્છે છે. રિઝર્વ બૅંકે ફુગાવાનો દર વધવા વિશે અને આર્થિક વિકાસદર ઘટવા વિશે અંદાજ મૂક્યો છે.
મુંબઇ,તા. ૬
નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં જોરદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે અભિષેક બચ્ચન ફરી એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. નવી ફિલ્મમાં અભિષેક બચ્ચન ઇલિયાના ડી ક્રુઝ સાથે નજરે પડનાર છે. અભિષેક બચ્ચન લાંબા સમય બાદ કોઇ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ વખતે અભિષેક નિર્દેશક કુકી ગુલાટીની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેની ભૂમિકાને લઇને અભિષેક બચ્ચન ભારે ખુશ દેખાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે સારી ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. ફિલ્મી દુનિયાથી થોડાક સમય સુધી બહાર રહ્યા બાદ ફરી તે નજરે પડનાર છે. ઇલિયાના ફરી એકવાર ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. તેની પાસે અનેક ફિલ્મો રહેલી છે. પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધ તુટી ગયા બાદ તે ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે અજય દેવગન પણ કામ કરી રહ્યો છે. અભિષેકે પોતે ફિલ્મના સંબંધમાં માહિતી આપી છે. આ ફિલ્મને અજય દેવગનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મારફતે ફરી વાર રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચન પછી અભિષેક અને અજય દેવગન સાથે નજરે પડનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૦થી લઇને ૨૦૦૦ વચ્ચે ભારતની ફાયનાન્સિયલ સ્થિતી પર આધારિત છે. અજય દેવગનને ફિલ્મની પટકથા પસંદ પડી ગયા બાદ આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ઇલિયાના ફિલ્મમાં ખુબ મોટી ભૂમિકા અદા કરી રહી છે. જો કે તે અભિષેકની સાથે ફિલ્મમાં કામ કરી રહી નથી. અભિષેક માટે અભિનેત્રીની શોધ ચાલી રહી છે.ઇલિયાના ફિલ્મને લઇને આશાવાદી છે.
મુંબઇ,તા. ૬
બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તાને હવે હેરાફેરી સિરિઝની ફિલ્મ હાથ લાગતા તેની કેરિયરમાં તેજી આવી શકે છે. તેને હેરાફેરી-૩ ફિલ્મમાં લેવામાં આવી છે. તેની પાસે ગણતરીની ફિલ્મો હાથમાં હોવા છતાં તે સોશિયલ મિડિયા પર સતત ચર્ચામાં રહે છે.૩૨ વર્ષીય ઇશા ગુપ્તાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત જન્નત-૨ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મીએ ભૂમિકા અદા કરી હતી. જાણકાર લોકો એમ પણ કહે છે કે ઇશા કોપિકર અને લારા દત્તા વચ્ચે મિશ્ર ચહેરા તરીકે ઇશા ગુપ્તા છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે ઇશા ગુપ્તા હોલિવુડની બ્યુટીક્વીન એન્જેલિના જોલી જેવી નજરે પડે છે. તેની જેવી જ ખુબસુરતી તેની પાસે રહેલી છે. જો કે આ કુશળ અભિનેત્રીને હજુ સુધી બોલિવુડમાં એટલી સફળતા મળી નથી .હાલમાં બે મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં હેરાફેરી સિરિઝની ફિલ્મ હેરાફેરી-૩નો સમાવેશ થાય છે. અગાઉની બંને ફિલ્મને સફળતા મળ્યા બાદ આ ફિલ્મ પણ સફળ રહી શકે છે. ઉપરાંત તેની પાસે દેશી મેજિક નામની પણ ફિલ્મ છે. મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જોવા માટે જ વધારે ઇચ્છુક રહે છે. ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં ટકી રહેવા માટે ઇચ્છુક છે.
જ્યુસ, સુપ, સોફ્ટ ડ્રિક્સમાં ઓઆરએસ અયોગ્ય
બદલાતી સિઝનમાં પેટની કેટલીક તકલીફ થઇ શકે છે. એક સમય દુનિયામાં ડિહાઇડ્રેશન મોતનુ મુખ્ય કારણ બની ગયુ હતુ પરંતુ સમયની સાથે નવી નવી દવા અને ટેકનોલોજીના કારણે આ બિમારી હવે જોખમી રહી નથી. હાલના સમયમાં ઓઆરએસ ઘોળ આપવાના કારણે ડિહાઇડ્રેશનના કારણે થતા મોતનો ગ્રાફ ઝડપથી નીચે ગયો છે. અલબત્ત હજુ સુધી આનાથી સંપૂર્ણ મુક્તિ મળી નથી પરંતુ ડિહાઇડ્રેશનની તકલીફ અને પિડાનો અંત લાવવા માટે કેટલાક સ્તર પર કામ થઇ રહ્યુ છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ છે, ડબલ્યુએચઓ દ્વારા ૧૯૭૮માં આની શરૂઆત કરવામાં આવી હતી. બે વર્ષથી ઓછી વયના બાળકોનેને વધારે ઝાડા થવાની સ્થિતીમાં ૭૫થી ૧૨૫ મીમી ઘોળ આપવામાં આવે તેવુ સુચન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. બે વર્ષથી ઉપરના બાળકોને ૧૨૫થી ૨૫૦ મીમી સુધી ઘોળ આપવામાં આવે તે જરૂરી છે. બાળકને ત્રણ વખતથી વધારે વખત ઝાડા થાય તો ે સપ્તાહ સુધી ઓઆરએસ ઘોળ આપી શકાય છે. જાણકાર નિષ્ણાંતો અને તબીબો કહે છે કે સ્વચ્છ વાસણમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છ પાણીમાં ઓઆરએસ ઘોળ બનાવવાની જરૂર હોય છે. પાણીનુ યોગ્ય પ્રમાણ ન લેવાથી ડાયરિંગનુ પ્રભાવ વધી શકે છે. ઓઆરએસ ઘોળને દુધ, ફળ, અને રસની સાથે બનાવવાની બાબત યોગ્ય નથી. સોફ્ટ ડ્રિક્સની સાથે પણ તેને પિવાની સલાહ નિષ્ણાંતો આપતા નથી. તેમાં વધારે પ્રમાણમાં ખાંડ પણ ભેળવી જોઇએ નહીં. એક લીટર પણીમાં ઓઆરએસના પેકેટ નાંખી દેવા જોઇએ. એક વર્ષના બાળકને ૨૪ કલાક આપવા જોઇએ. એક વર્ષથી મોટા બાળકને આઠથી ૨૪ કલાક આપવા જોઇએ. જાણકાર નેફ્રોલોજિસ્ટ કહે છે કે આ સંબંધમાં સાવધાની રાખવાની બાબત ખુબ જરૂરી બને છે.
પુરતા પ્રમાણમાં ફળફળાદી, શાકભાજીનુ સુચન
અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં જ અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેન્સરના દર્દીઓને કેટલાક સૂચનો કરીને નવી માર્ગદર્શિકા જારી કરી હતી. વધુ લાંબા સમય સુધી કેન્સરના દર્દીઓ સારી લાઇફ ગાળી શકે અને આરોગ્યને પણ સાચવી શકે તે બાબતોનો આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકન કેન્સર સોસાયટીએ જે માર્ગદર્શિકા જારી કરી છે તેમાં કેન્સરના દર્દીઓને ફળફળાદી, શાકભાજી અને અનાજ પૂરતા પ્રમાણમાં ભોજનમાં લેવા માટેની સલાહ આપી છે. સાથે સાથે આરોગ્ય જાળવી શકે તેવા વજનની જાળવણી કરવા તથા નિયમિત રીતે કસરત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. ઉપરાંત કેન્સરના દર્દીઓ પોતાના આયુષ્યને લંબાવી શકે તે માટે આ દર્દીઓને શરાબને ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. શરાબના શોખીન કેન્સર દર્દીઓને જો શરાબ ન ટાળીશકતા હોય તો ઓછા પ્રમાણમાં આનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. હેલ્થી લાઇફ સ્ટાઇલ હમેશા ચોક્કસ પ્રકારના કેન્સરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકન કેન્સર સોસાયટીએ નવી માર્ગદર્શિકામાં ઘણી બાબતો રજૂ કરી છે. આમા કિડની, સ્તન કેન્સર, પેનક્રિયાસ કેન્સર અને કોલોન કેન્સર સહિત ચોક્કસપ્રકારના કેન્સરને હેલ્થી લાઇફ સ્ટાઇલ રોકી શકે છે પરંતુ પહેલાથી જ કેન્સરથી ગ્રસ્ત થઈ ગયેલા લોકોને કેન્સરથી બચવા માટે મહત્વપૂર્ણ સલાહ તબીબના આધાર ઉપર લેવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૧૦૦થી વધુ અભ્યાસ કરવામાં આવ્યા બાદ સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં જણાવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ, નિયમિત કસરત અને વજનને અંકુશમાં રાખીને કેન્સર ફરી થવાના ખતરાને ઘટાડી શકાય છે. સાથે સાથે મોતના જોખમને પણ ઘટાડી શકાય છે. કેન્સરની સારવાર દરમિયાન હળવા પ્રમાણમાં કસરત હતાશા અને થાકને દૂર કરવામાં ભૂમિકા ભજવે છે. હાર્ટની સ્થિતિને પણ સુધારે છે. સાથે સાથે સ્નાયુઓને મજબૂત બનાવે છે. માર્ગદર્શિકામાં પૂરક તત્ત્વો કરતા ખાદ્યાન ચીજવસ્તુઓમાંથી જરૂરી ચીજવસ્તુ વધુ પ્રમાણમાં લેવાની સલાહ પણ આપી છે. કારણ કે ચોક્કસ પૂરક તત્ત્વો ચોક્કસ પ્રકારના કેન્સરની સારવારમાં ઉપયોગી બને છે.
સ્કીમને અસરકારક બનાવી મોટા પાયે રોજગારી ઉભી કરી શકાય
સામાન્ય લોકોની બેરોજગારીને લઇને ફરિયાદ મેક ઇન ઇન્ડિયા મારફતે પણ દુર કરી શકાય છે : બેરોજગારી મોદી માટે પડકારરૂપ છે
રોજગારીની સમસ્યા સહિત કેટલીક યોજનાને લઇને અને કેટલાક મુદ્દાને લઇને મોદી સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. જેમાં સૌથી વધારે ટિકા બેરોજગારી અને મોંઘવારીને લઇને છે. બેરોજગારીને દુર કરવા માટે સરકાર મજબુત ઇચ્છાશક્તિ સાથે આગળ વધે તે જરૂરી છે. વિપક્ષની ટિકા વચ્ચે મેક ઇન ઇન્ડિયાને વધારે અસરકારક બનાવીને રોજગારીની વ્યાપક તક ઉભી કરી શકાય છે. મેક ઇન ઇન્ડિયા યોજનાને લઇને હાલમાં ચારેબાજુ ટિકા ટિપ્પણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાને વધારે પારદર્શક અને અસરકારક બનાવે તે જરૂરી છે. આને લઇને કંપનીઓ વધારે સક્રિય થાય અને આના મારફતે જંગી રોકાણ આવે તે પણ જરૂરી છે. ટિકા ટિપ્પણીના દોર વચ્ચે સરકાર હવે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી ચુકી છે. જેના ભાગરૂપે ટુંક સમયમાં જ એક નીતિ લાગુ કરવામાં આવનાર છે. સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ નીતિ હેઠળ સરકાર પોતાના અને ભારતીય રેલવેના ઉપયોગ માટે ભારતમાં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ પાસેથી વાર્ષિક આશરે બે લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરનાર છે. સંરક્ષણ સંબંધી વસ્તુઓ આ નીતિ હેઠળ આવશે નહી. ખરીદીની ચીજોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની દિશામાં આને એક ઐતિહાસિક પહેલ તરીકે ગણવામાં આવે છે. અલબત્ત કોમ્પ્યુટર, મોબાઇલ, સ્ટેશનરી અને દવા ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉલ્લેખ પણ આ પ્રસ્તાવમાં રહેલો છે. આ નીતિને ગ્લોબલ સ્તર પર સંરક્ષણવાદી નિતી તરીકે ગણવામાં ન આવે તે માટે ડબલ્યુટીઓના નિયમોને સંપૂર્ણરીતે પાળવામાં આવનાર છે. ડબલ્યુટીઓમાં એવી બારી ખુલ્લી છે કે જો સરકારી ખરીદીનો ઉદ્ધેશ્ય વેપારી નથી તો સરકાર આમાં સ્થાનિક પેદાશોને વધારે મહત્વ આપી શકે છે. સુચિત ખરીદી નીતિનો ઉદેશ્ય ભારતીય કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. જોરશોરથી લોંચ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં મુડીરોકાણ આકર્ષિત કરવામાં આવ્યુ નથી. કેટલાક રોકાણના મોટા પ્રસ્તાવ ચોક્કસ પણે આવ્યા છે પરંતુ હજુ કાગળથી બહાર પ્રોજેક્ટ નિકળી શક્યા નથી. તેમના જમીની અમલમાં હજુ ચાર પાંચ વર્ષ લાગી શકે છે. જેમ કે તાઇવાની કંપની ફોક્સકોન પાંચ વર્ષમાં પાંચ અબજ ડોલરનુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. રેલવેને બિહારમાં બે એન્જિન કારખાના સ્થાપિત કરવા માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના વિદેશી રોકાણની રકમ એકત્રિત કરવામાં સફળતા મળી છે. પરંતુ આવી જાહેરાતોનો મતલબ એ વખતે જ સફળ ગણી શકાય છે જ્યારે જમીની સ્તર પર આવી યોજના અમલી બને. મેક ઇન ઇન્ડિયાને અપેક્ષા કરતા વધારે ગતિ મળી રહી નથી તેના માટે કેટલાક કારણો પૈકી એક કારણ એ છે કે દેશમાં જે રીતે વેપારી કારોબારી માહોલ સર્જી દેવાની જરૂર છે તેવા માહોલની રચના થઇ શકી નથી. બજારમાં નવી નવી માંગ આવે અને નિકાસમાં સતત વધારો થાય તો જ આ સ્થિતી સર્જાઇ શકે છે.હાલમાં આવી કોઇ ચીજ જોવા મળી રહી નથી. સરકારને દરેક હાથને કામ આપવાનુ વચન ચોક્કસપણે આપ્યુ છે પરંતુ હાલમાં તો જુના કારોબારને બચાવી લેવામાં જ મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતીમાં સ્થાનિક બજારમાં માંગ વધવાની અપેક્ષા કઇ રીતે કરી શકાય છે. આવી સ્થિતીમાં કંપનીઓની ્ સ્થિતી સુધારી દેવા માટે સરકારી ખરીદીનો રસ્તો જ વિકલ્પ તરીકે રહે છે. ખરીદી નીતિ આવી ગયા બાદ અનેક કંપનીઓ નુકસાનની ચિંતામાંથી બહાર આવી જશે. બજારમાં તેમના પગ જામી જશે. પરંતુ આવી કંપનીઓને એક શરૂઆતી ચેતવણી પણ આપી શકાય છે કે એક મુડીવાદી વ્યવસ્થામાં સરકારી ખરીદી તેની વધારે લાંબા સમય સુધી મદદ કરી શકે નહી. આ સુરક્ષાનો ફાયદો કંપનીઓ પોતાની શોધ માટે કરે તે જરૂરી છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારત ચીન સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર છે. તમામ લોકો જાણે છે કે ચીનની મેડ ઇન ચાઇના અને મેડ ઇન જાપાની બ્રાન્ડ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. ભારતમાં તો આ બન્ને દેશોની ચીજો ધુમથી વેચાય છે. આવી સ્થિતીમાં આ દેશોની સામે ટક્કર લેવા માટે ભારત સરકારને મેક ઇન ઇન્ડિયા હેઠળ તમામ પ્રોડક્ટસને વધારે ગુણવત્તા સાથે તૈયાર કરવા અને તેની કિંમત પણ ઓછી રાખવામાં આવે તો ભારત સ્પર્ધામાં રહી શકે છે. વિશ્વના દેશો સંરક્ષણવાદની નીતિની દિશામાં હાલમાં વધી રહ્યા છે.
મોદી શાસનમાં મેક ઇન ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વિદેશી કંપનીઓ પણ આમાં સક્રિય રસ દર્શાવી ચુકી છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપનીઓ કારોબાર કરવા તૈયાર છે.
ઇનમાં રહેતી મહિલાઓને પત્નિ જેવા અધિકાર મળે છે ?
લગ્નમાં તિરાડ પડી ગયા બાદ અને તલાક થયા બાદ મહિલાઓના અધિકારો શુ હોય છે તેની માહિતી મોટા ભાગે રહેતી નથી
લગ્નમાં તિરાડ પડવા અને તલાક થવાની સ્થિતીમાં મહિલાઓની પાસે કેવા પ્રકારના અધિકાર રહે છે તેની માહિતી સામાન્ય રીતે તેમને હોતી નથી. જેના કારણે તે પોતાના પાર્ટનર અથવા તો પતિ પાસેથી અધિકાર મેળવી શકતી નથી. આવી સ્થિતીમાં પત્નિ પોતાના બાળકોની સાથે નાણાંકીય પરેશાનીનો સામનો કરે છે. આવી સ્થિતીમાં લોકોની આ વિચારધારા વાજબી છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓને પાર્ટનરથી અલગ થયા બાદ તેમની હાલત તો વધારે ખરાબ થઇ જતી હશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્ટે આવી મહિલાઓ અને તેમના બાળકોની સુરક્ષાની ખાતરી કરવા માટે કેટલીક સારી જોગવાઇ કરી છે. મહિલાઓ અને બાળકો માટે નાણાંકીય અને બીજા અધિકારની ખાતરી કરી છે. સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશીપને પાંચ કેટેગરીમાં વિભાજિત કરી છે. જેમાં પુખ્ત વયના બિન પરિણિત મહિલા પુરૂષના સ્થાનિક સંબંધ, પરિણિત પુરૂષ અને બિન પરિણિત મહિલા વચ્ચેના સંબંધ ( પુરૂષના લગ્ન થયેલા છે તે બાબતની માહિતી અન્ય મહિલાને હોય)ના સંબંધ, બિનપરિણિત પુરૂષ અને પરિણિત મહિલા (મહિલાના પરિણિત હોવાની માહિતી પુરૂષને હોય )ના સંબંધ, પરિણિત પુરૂષના બિન પરિણિત મહિવા (જેમાં પુરૂષના લગ્ન થયેલા છે તે અંગે મહિલાની પાસે માહિતી ન હોય )ના સંબંધ તેમજ સજાતિય પાર્ટનગરના લિવ ઇન રિલેશનનો સમાવેશ થાય છે. મહિલાના લગ્ન અધિકારની વાત કરવામાં આવે તો મહિલાઓને આવા છ અધિકાર આપવામાં આવ્યા છે. જેનો સહારો તે પોતાની આર્થિક, શારરિક અને માનસિક સુરક્ષા માટે લઇ શકે છે. આમાં તેના અને તેના બાળકોના ભરણપોષણ, લગ્ન ઘર, સ્૬ી ઘન, માન મર્યાદાની સાથે રહેવાની બાબત, તેમજ માતાપિતાની સંપત્તિમાં અધિકાર સામેલ છે. ક્રિમનલ પ્રોસિજર કોડના સેક્શન ૧૨૫ હેઠળ મહિલાઓના ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. તલાક થયા બાદ ભરણપોષણના અધિકાર હિન્દુ મેરિજ એક્ટ ૧૯૫૫ (૨) અને હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનેન્સ ૧૯૫૬માં આપવામા ંઆવ્યા છે. લિવ ઇનમાં ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. મલિમથ સમિતીએ વર્ષ ૨૦૦૩માં કેટલીક ભલામણ કરી હતી. ભલામણ બાદ સેક્સન ૧૨૫ને સીઆરપીસીમાં સામેલ કરવામા ંઆવી હતી. જે હેઠળ પત્નિના અર્થ બદલાઇ ગયા હતા. તેમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની બાબતને સામેલ કરવામાં આવી હતી. આવી મહિલાઓ પોતાના ભરણપોષણમાં અસક્ષમ છે તો તેમની નાણાંકીય જરૂરિયાત તેમના પોર્ટનરને પૂર્ણ કરવાની હોય છે. આવી જ રીતે ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટમાં પરિણિત મહિલાઓના બરોબર જ લિવ ઇનમાં રહેતી મહિલાઓને અધિકાર મળે છે. હિન્દુ સેક્શન એક્ટ ૧૯૫૬ને વર્ષ ૨૦૦૫માં સુધારા કરીને મહિલાઓને પેરેન્ટલ પ્રોપર્ટીના અધિકાર આપવામાં આવ્યા છે. પુત્રીઓ, બિનપરિણિત હોય કે પરિણિત , માતાપિતાની પરંપરાગત સંપત્તિ પર પુત્રીઓના બરોબરના હક રહેલા છે. પેરેન્ટસની પોતાની ખરીદેલી જમીન પર તેમના અધિકાર રહેલા છે. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી હતી કે જો મહિલા અને પુરૂષ લાંબા સમય સુધી સાથે રહે છે તો તેમના સંબંધોના કારણે થનાર બાળકો માન્ય રહેશે. પર્સનલ લોમાં આવા બાળકોને ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા નથી. પરંતુ સીઆરપીએસીના સેક્શન ૧૨૫માં તેમના હિતોની સુરક્ષા કરવામાં આવી છે. જ્યાં સુધી પ્રોપર્ટીની વાત છે હિન્દુ મેરિજ એક્ટના સેક્શન ૧૬ હેઠળ આ બાળકોને કાનુની માન્યતા મળેલી છે. પુશ્તેની અને પેરેન્ટ્સ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન અથવા તો પ્રોપર્ટીમાં કાયદાકીય રીતે તેમને મંજુરી મળેલી હોય છે. જો કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીમાં ગાઇડલાઇન્સ હેઠળ લિવ ઇન કપલ બાળક દત્તક લઇ શકે નહી. હાલના સમયમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો પોતાની ઇચ્છાથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. તેમના પોતાની ભાવના તેમાં જોડાયેલી હોય છે. કાયદાકીય રીતે તેમને કેટલીક સારી જોગવાઇ પણ હવે મળેલી છે.
કુદરત પોતે જ સમસ્યાનો ઉપાય દર્શાવે છે
કુદરત જ્યારે પણ કોઇ ગંભીર સમસ્યા ઉભી કરે છે ત્યારે તેના ઉપાય પણ તે નજીક જ ઉપલબ્ધ કરાવે છે. પર્યાવરણ સંબંધી જે બિમારીનો ઉકેલ મળી શકતો નથી તે બિમારીના ઉકેલ પણ કુદરત દર્શાવે છે. પર્યાવરણ સંબંધી જે બિમારીના ઉપચાર નથી તે બિમારીના ઉપચાર કુદરત હવે દર્શાવી રહી છે. જે બિમારીથી દુનિયાના લોકો ત્રસ્ત છે તે બિમારીની સારવાર હવે દેખાઇ રહી છે. જટિલ બિમારીની પૂર્ણ સારવાર તો નહીં બલ્કે એક હદ સુધી અપેક્ષાકૃત સરળ ઉકેલ રિસર્ચ કરનાર લોકોને બાયોચાર તરીકે દેખાઇ રહ્યા છે. બાયોચાર એટલે કે ભુસા, પુઆલ અને ખોઇ જેવી ચીજો સાથે છે. આ ખેતોના ઉચછિષ્ટ સાથે બનનાર હાનિકારક ફ્યુઅલ તરીકે હોય છે. દિલ્હીના પવનમાં ફેલાવનાર પરાળના ઝેરી ધુમાડા હોય કે પછી સમગ્ર દુનિયામાં ઘટતા વન્ય વિસ્તારોની બાબત હોય અથવા તો વાતાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઇડ હોય છે. દરેક બિમારીની રામબાણ સારવાર તરીકે હવે તેને જોવામાં આવે છે. રામબાણ ઇલાજ તરીકે સંશોધકો બાયોચારને ગણી રહ્યા છે. ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેંજ એેટલે કે આઇપીસીસી દ્વારા ૨૦૧૮માં પોતાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિસર્ચરોનુ ધ્યાન તેની તરફ ગયુ છે. માહિતી મળી કે દુનિયાના કેટલાક દેશમાં આ પ્રયોગ થઇ શકે છે. આને બનાવવા માટે બાયોડિઝલ અને કુદરતી ગેસ પણ કાઢવામાં આવી શકે છે. એટલે કે આ માત્ર પોતાનામાં ઉર્જાના એક સારા સોર્સ તરીકે જ નથી બલ્કે વૃક્ષો ્ને છોડ માટે એક ઉત્તમ ખાતર તરીકે પણ છે. સૌથી મોટી બાબત તો એ છે કે તે વાતાવરણમાં પહેલાથી જ રહેલા કાર્બન ડાયોક્સાઇડને ઠોસ સ્વરૂપ આપીને હજારો વર્ષ માટે જમીનમાં દફન કરી શકે છે.આ બને છે કઇ રીતે તેને લઇને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પારંપરિક રીતે આને લાકડીના કોલસા બનાવવા માટે તરીકેથી બનાવવામાં આવે છે. એટલે કે ખેતરના બિનઉપયોગી ચીજ વસ્તુઓને એક ખાડામાં સળગાવીને બનાવવામાં આવે છે. જો કે તેને હાલમાં તેમાં પેદા થતા ધુમાડાને ફ્યુઅલમાં ફેરવી નાંખવાના વિકલ્પ રહેલા છે.
મંદીના એકમાત્ર સારા પરિણામથી પર્યાવરણ નિષ્ણાંતોને રાહત...
છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃૃદ્ધિ આશરે પાંચ ટકા રહી છે : આ વખતે ૧.૮ ટકા રહેવાનો અંદાજ
હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ ઓછી રહી છે. કાર્બન ઉત્સર્જન ની રફતાર ઓછી રહેતા તેની રચનાત્મક અને હકારાત્મક અસર જોવા મળી રહી છે. આર્થિક મંદી વચ્ચે તમામ નકારાત્મક પાસા સપાટી પર આવી રહ્યા છે ત્યારે આ એક સારી બાબત ઉભરીને સપાટી પર આવી છે. સુસ્તીના વધુ એક સારા સંકેત મળી ગયા છે. હાલમાંજ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકાની આસપાસ રહી છે. આ વખતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકા રહેવાની વાત સપાટી પર આવ્યા બાદ આને લઇને પર્યાવરણ નિષ્ણાંતો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. મંદીના એકમાત્ર સકારાત્મક પરિણામની અસર પણ જોવા મળી રહી છે. દુનિયાભર મનાટે ઉત્સર્જનના અંદાજ લગાવવા માટેની બાબત સરળ નથી. આના માટે સતત અભ્યાસની જરૂર હોય છે. ઉત્સર્જન માટે અંદાજ લગાવનાર ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૯માં ભારતનુ ઉત્સર્જન ૨.૬ બિલિયન ટન એટલે કે ૨૦૧૮ની તુલનામાં માત્ર ૧.૮ ટકા વધારે રહેવાની શક્યતા છે. આનુ કારણ કમજોર આર્થિક વૃદ્ધિ દર છે. આ છેલ્લા વર્ષમાં આઠ ટકાના વૃદ્ધિર દરની તુલનામાં ખુબ ઓછો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં પાંચ ટકાના દરે સરેરાશ વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ આ વર્ષે ઘટીને માત્ર ૦.૬ ટકા રહેવાની શક્યતા દેખાઇ રહી છે. રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઓછા વધારા માટે કેટલાક કારણો રહેલા છે. મંદીની પણ સારી અસર આના કારણે થઇ છે. આ માત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીના એક સારા પરિણામ તરીકે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળાથી આર્થિક વિકાસ સતત ઘટી રહ્યો છે. જેના કારણે ઉત્સર્જન ગતિવિધીમાં ઘટાડો થઇ રહ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના ઉત્સર્જન વિકાસમાં મંદીના સંભવિત કારણોમાં પરિભાષા અલગ છે. ભારતીય કાર્બન ઉત્સર્જન છેલ્લા દશકમાં પ્રતિ વર્ષ ૫.૧ ટકાના દરે વધ્યુ છે. જો કે વર્ષ ૨૦૧૯માં ૧.૮ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ રહેલો છથે. ભારતમાં કમજોર આર્થિક વિકાસના કારણે તેલ અને કુદરતી ગેસના ઉપયોગમાં પણ ઘટાડો અથવા તો ધીમી ગતિએ વધારો થયો છે. કમજોર અર્થવ્યવસ્થાના કારણે ભારતના વીઝળી ઉત્પાદનમાં વૃદ્ધિ દર ૨૦૧૯માં છ ટકા પ્રતિ વર્ષથી ઘટીને એક ટકા રહી ગયો છે. સંભવિત માંગમાં ગામનુ વીજળીકરણ થઇ રહ્યુ છે. આ ઉપરાંત મોનસુનમાં વૃદ્ધિના કારણે પાણીના કારણે વીજળીનુ ઉત્પાદન ખુબ વધારે પ્રમાણમાં થઇ રહ્યુ છે. કોલસાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા લગાવવામાં આવેલા આંકડાના અંદાજથી કહી શકાય છે કે કેટલાક આંકડા આગળ પાછળમાં હોઇ શકે છે. જો કે વાસ્તવિક સમયમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૈશ્વિક પ્રવાહની દ્રષ્ટિએ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં ભારતમાં કાર્બન ઉત્સર્જન ૧.૯૯ બિલિયન ટન રહ્યુ હતુ. જ્યારે કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન જેમાં મિતેન, નાઇટ્સ, ઓક્સાઇડ જેવા અન્ય ગ્રીન હાઉસ ગેસ સામેલ છે. જે ૨.૬ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના બરોબર રહી હી. સુસ્તીના સતત સારા સંકેત મળી રહ્યા છે ત્યારે વૈપારી પ્રવૃતિને મંદીના કારણે માઠી અસર થઇ રહી છે પરંતુ પર્યાવરણ પર તેની સારી અસર થઇ રહી છે.સુસ્તીના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ સારા સંકેત છે.
કોડીનાર, તા. ૬
કોડીનાર પી. જી. વી. સી. એલ. ના નાયબ ઇજનેરે નવાગામની ૨ મહીલા સહીત ૪ શખ્સો વિરુદ્ધ ફરજ રૂકાવટની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગે કોડીનાર પી. જી. વી. સી. એલ. ૨ માં નાયબ ઇજનેર જશુભાઇ ભીખાભાઇ બારડે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ નવાગામે પરબતભાઇ મુળાભાઇ વાંઝાને ત્યાં તેમની રજુઆત મુજબ વેરિફિકેશનમાં તેજની ટીમને લઇને જઇ પાવર સપ્લાય ક્યાંથી આવે છે તે ચેક કરી રહ્યા હતાઇ
ત્યારે પરબતભાઇ અને તેમના પત્ની ગંગાબેન આવી તકે લોકો શુ કરી રહ્યા છો? તેમ કહેતા જશુભાઇ બારડે તકે કરેલી રજુઆત સંબંધે આપના મકાનમાં પાવર ક્યાતી આવે છે તે ચેક કરી રહ્યા હોવાનું કહેતા પરબતભાઇ અને તેમના પત્નીએ અને અન્ય ૨ લોકોએ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડતા તેમને ગાળો આપવાની ના પાડતા આ લોકોએ તમે અહીંથી જતા રહો નહિતર તમારી સામે એટરોસીટીની ફરીયાદ કરીશું તેમ કહી પી. જી. વી. સી. એલ.ના વિડીયોગ્રાફર હસનઅલીના હાથમાંથી કેમેરો ઝૂંટવી જમીન ઉપર ઘા કરી કેમેરો તોડી નાંખી રૂા. ૨૫૦૦૦/ નું નુકસાન કરી જુનીયર ઇજનેર ભૂમિકાબેનને ગાલ પર થપ્પડ મારી અહીંથી જતા રહો નહિતર એકેય જીવતા નહી જાવ તેમ કહી મારી નાખવાની ધમકી આપતા આ અંગે જશુભાઇ બારડે પરબતભાઇ મુળાભાઇ વાંઝા, ગંગાબેન પરબતભાઇ, ભગવાનભાઇ મુળાભાઇ વાંઝા અને મોનિકાબેન ભગાભાઇ વાંઝા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કરી જુનીયર ઇજનેર મહીલા કર્મીને લાફો મારી કેમેરોતોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
પોરબંદર, તા. ૬
પોરબંદરમાં ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દવાખાનામાં હવેથી સવારે અને સાંજે ડોક્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત વર્ષે જશ્ને ઈદે મિલાદુન્નબીના દિવસથી શરુ થયેલ ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દવાખાનું’ નો લાભ દરરોજ સવારે મોટી સંખ્યામાં દર્દીઓએ લઈ ટ્રસ્ટના આ કાર્યને બિરદાવી અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે. ત્યારે સખીદાતાઓના સહયોગથી જરુરીયાતમંદ દદઓ માટે આ સેવાને વધુ વિસ્તારીને લોકોને વધુ ને વધુ લાભ મળી શકે તેવા હેતુ સાથે ગૌષે પાકના મુબારક મહિનામાં આ દવાખાનું દરરોજ સવારે અને સાંજે પણ રાહતદરે ચાલુ રહેશે.
પોરબંદરના ખત્રીવાડ વિસ્તારમાં નુરી પાન સામે આવેલી યુ. એન્ડ યુ. ટ્રસ્ટની ઓફિસ ખાતે ચાલી રહેલ આ દવાખાનાનો સમય સવારે ૯ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને સાંજે ૪ થી ૬ નો છે જેમાં સવારે ડો. જશ્મીતા ચૌહાણ અને સાંજે ડો. શીતલ રાયચુરા દરરોજ તેમની સેવાઓ આપી રહ્યા છે.
તાવ, શરદી, ઉધરસ સહિતની બિમારીથી પીડાતા જરુરીયાતમંદ દદઓને આ સેવાનો બહોળો લાભ લેવા ટ્રસ્ટના એજાજભાઈ લોધીયા અને હાજી યાસીનભાઈ ઐબાણીએ જણાવ્યું છે.
03:54 PM | December 6
રાજકોટ, તા. ૬
જીવીત સરકારની આપખુદી શાહી માં મનસ્વી રીતે લેવામાં આવેલ ફરજીયાત હેલ્મેટના કાયદાનો રાજકોટના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રાહબરીમાં ૨ ઓક્ટોબરનાં રોજ ફરજીયાત હેલ્મેટ વિરોધ સમિતી તથા વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સવિનય કાનુન ભંગની ચળવચળ મહાત્મા ગાંધીજીની કર્મ ભૂમી રાષ્ટ્રીય શાળા ખાતેથી કરવામાં આવેલ અને વિશાળ જનમેદની વચ્ચે શપથ ગ્રહણ કરેલ ત્યારથી ગુજરાત અને રાજકોટની જાહેર જનતાનો જબરો વિરોધ તેમજ ડગલે અને પગલે સંઘર્ષ થતાં આવનારી સ્થાનીક સ્વરાજની ચુટણીમાં હાર ભાળી ગયેલ ગુજરાત સરકારે આખરે ઝુકવું પડ્યુ છે અને વિલા મોઢે આ તધલખી નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.
જે બાબતે વિજયોત્સવ મનાવવા ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ગુજરાત તેમજ રાજકોટની જનતાએ ગુજરાતની આપખુદી સરકારના ફરજીયાત હેલ્મેટનાં તધલખી નિર્ણય સામે મેળવેલ ભવ્ય વિજયની જીલ્લા પંચાયત ચોક ખ ાતે હેલ્મેટ તોડી ફટાકડા ફોડી અને જાહેર જનતાને મોં મીઠા કરાવી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વિજયોત્સવ કાર્યક્રમમાં ટીમ ઇન્દ્રનીલ ફોર યુ નાં વશરામભાઇ સાગઠીયા, અભિષેકભાઇ તાળા, હેમંતભાઇ વિરડા, રસિકભાઇ ભટ્ટ, ચિરાગભાઇ જસાણી, હારુનભાઇ ડાકોરા, દિલીપભાઇ આસવાણી, સુરુશભાઇ ગેરૈયા, હબીબભાઇ કટારીયા, પરેશભાઇ શીંગાળા, યજ્ઞેષભાઇ દવે, ભરતભાઇ ધોળકીયા, રહીમભાઇ નાકાણી, એમ સફીહાભાઇ, ભરતભાઇ ચૌહાણ, મનીષભાઇ કકડ, નારણભાઇ પુરબીયા, અનીલભાઇ રાઠોડ, યુનુસભાઇ કટારીયા, રફીકભાઇ કરારીયા, સૈયદ ગફારબાપુ કાદરી, મનોજભાઇ પટેલ, અનીલભાઇ શુક્લા, મેનેજર શર્મા, રામઇકબાલ યાદવ, રામ અવસ્થા, રાજદેવ પાલ, કમલેશભાઇ પ્રસાદ, કમલેશભાઇ ગુપ્તા, વિદ્યાસાગર પાલ, બજરંગી યાદવ, દિનેશભાઇ શાહ, વિરેન્દ્રભાઇ ચૌહાણ, જરાર ખાન, ભાસ્કરભાઇ પંડ્યા, અબ્દુલભાઇ ચૌહાણ, અબ્દુલભાાઇ ગનીભાઇ, અલાબભાઇ ચૌહાણ, હેમરાજભાઇ બેલીમ, રઝાકભાઇ કટારીયા, હાજી ફારૂકભાઇ, હસન દલવાણી તેમજ બહેનોમાં વૈશાલીબેન શીંદે, કિંજલબેન જોષી, હંસાબેન શાપરીયા, હિનાક્ષીબેન વાડોદરીયા, કંચનબેન વાળા, જયાબેન ચૌહાણ, નિશાબેન સોની, અનીતાબેન સોની, નિરૂબેન ચાવડા, વહીદાબેન ગાંજા સહીતના હાજર રહ્યા હતા.
પોરબંદર, તા. ૬
પોરબંદર જીલ્લામાં સભા-સરઘસ બંધી અંગેનું જાહેરનામું બહાર પાડયું છે તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા હથિયારબંધી પણ ફરમાવાઇ છે.
પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે અને અસામાજીક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હિથયાર, ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળીયા જેવા સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરુપ થઇ શકે તે માટે હિથયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકની દરખાસ્ત આવેલ છે. જેના સંદર્ભે અધિક જિલ્લા કલેકટર પોરબંદર રાજેશ તન્નાએ પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતિ જાળવવા સારુ તા. પ/૧૨થી ર/૧/ર૦ર૦ સુધી હથિયારબંધી ફરમાવી છે.
સભા-સરઘસબંધી
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલારુપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવેલ છે. જેના સંદર્ભ પોરબંદર જીલ્લાના અધિક કલેકટર રાજેશ તન્નાએ તાત્કાલીક અસરથી જીલ્લામાં તા. ૪ થી ૧૭ ડીસેમ્બર ર૦૧૯ સુધી કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.
પોરબંદર, તા. ૬
પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ.ર૦૧૬ થી નિકળતી બાકી સબસીડી ૩૦૦ જેટલા લાભાથઓને હજુ સુધી ચુકવાઇ નહી હોવાથી મત્સ્યોદ્યોગ મંત્રીને રજુઆત થઇ છે.પોરબંદર માછીમાર પીલાણા એશો.ના પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરીએ મત્સયોદ્યોગમંત્રી જવાહર ચાવડાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી માછીમારોના કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે, જેમાં નાની એફઆરપી પીલાણા હોડીઓની આઉટબોર્ડ ર સ્ટોક અને ૪ સ્ટોક એન્જીન ધરાવતી હોડીઓ ઉપર સબસીડી આપવાની યોજના છે.
જેમાં ર સ્ટોક એન્જીન ઉપર ૩૦,૦૦૦ અને ૪ સ્ટોક એન્જીન ઉપર રુા. ૯૦,૦૦૦ સબસીડી રાહતપેટે આપવાની પરંતુ સરકારની માછીમારોના ઉત્કર્ષ માટે બનાવેલ આ યોજનામાં યોગ્ય અમલીકરણના અભાવે માછીમારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડેલ છે.
પોરબંદર માછીમાર પીલાણા એશો. દ્વારા રજુઆત કરતા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પોરબંદર દ્વારા જણાવવામાં આવેલ છે કે બાકી રહેલા લાભાથઓને વહેલીતકે ચુકવણુ થઇ શકે તે માટે ગ્રાન્ટ ફાળવવી પરંતુ હાલની તકે પોરબંદર વિસ્તારના માછીમારો દ્વારા આ યોજના હેઠળ ખરીદાયેલ નાની હોડીઓમાં એન્જીનમાં ર૦૧૬થી આજ સુધી અંદાજે ૩૦૦ જેટલા લાભાથ લોકોને એન્જીન સબસીડી આપવામાં આવેલ નથી. જેથી બાકી રહેલા લાભાથઓને વહેલામાં વહેલીતકે તેમની બાકી રહેલ સબસીડી તાત્કાલીક ધોરણે ચુકવી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે તેમ રજુઆત થઇ છે.
દીવ, તા. ૬
ઉનામાં ત્રણ દિવસથી ગૌષેએઆઝમ હઝરત સૈયદના મીરાં સૈયદ શાહ બાબા કાદરીયુલ જીલાની ઉર્ષ શાનોશૌકતથી ઉજવાશે.સાત ડિસેમ્બર શનિવારે સંદલ શરીફનું ઝુલુસ દરગાહ શરીફથી ચાર કલાકે નિકળશે અને મુખ્ય માર્ગોમાંથી પકરત આવી દરગાહ પર ચાદરપોથી થશે અને રાત્રીના શહઝાદમ એ ગૌષે આઝમ મીરા સૈયદ શાહ બાબાના મઝાર શરીફ શાહ બાબાના હસ્તે લખેલ કલામે પાકની ઝિયારત કરવામાં આવશે. ૮ ડિસેમ્બર રવિવારે સવારે હઝરત ગૌષે-એ-આઝમ દસ્તગીર (ર.અ.)ના મુએ મુબારકની ઝિયારત સાંજ સુધી કરવામાં આવશે. અને ગ્યારવી શરીફનું ઝુલુસ સવારે ૯ કલાકે દરગાહ શરીફ ઉપરથી નિકળશે. ૯ ડિસેમ્બર સોમવારના રાત્રીના દરગાહ ઉપર ખત્મે કાદરીયા અને ખાસ દુઆ થશે સાંજે ન્યાઝ થશે અને હઝરત ઉબે દુલ્લાખાન આઝમની શાનદાર તકરીર થશે.આ ત્રણ દિવસના ભવ્ય ઉર્ષની ઉજવણીમાં હાજરી આપવા બડે પીર સાહબની દરગાહ શરીફના ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રીત કરવામાં આવેલ છે.
જુનાગઢ, તા. ૬
વિસાવદરમાં ખેડુત પુત્ર પાસેથી વ્યાજના વધુ નાણા ખંખેરતી બેન્કને વધુ વસુલેલા રૂા. ૪૧,૪૫૬ ની રકમ ૯ ટકા વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો છે. વિસાવદરના જાગનાથ પીપળી ગામના પંકજભાઇ રમણીકભાઇ વેકરીયાએ વિસાવદરની એસ. બી. આઇ. બેન્ક માંથી લોન લીધી હતી. અને વધુ વ્યાજ લેવાતુ હોવાથી શંકાના આધારે પંકજભાઇ આરટીઆઇ મુજબ માહીતી માંગતા બેન્કે રૂા. ૪૧,૪૫૬ વધુ વસુલ્યા હોવાનું જાણમાં આવતા રાજકોટ ધારા શાસ્ત્રી બી. સી. સાકરીયા દ્વારા જુનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમાં ફરીયાદ કરી હતી. આ કેસ ચાલી જતા ફોર ના પ્રમુખ જજ વાય. ડી. ત્રિવેદીએ વધું વસુલેલ રકમ રૂા. ૪૧,૪૫૬. ૯ટકા વ્યાજ રૂપિયા ૩૦ દિવસમાં વસુલવા આદેશ કર્યો હતો.આ રકમના પગલે ખેડુત હીત રક્ષક સમિતીના અતુલ શેખડાએ બેન્કો દ્વારા ખેડુત સાથે છેતરપીંડી થઇ રહી હોયના આક્ષેપ સાથે આગામી દિવીસોમાં આ બાબતે ખેડુતોને જાગૃત કરી. આવી વધું રકમ ખંએરતી બેન્કો સામે કાયદાકીય લડત આપશે એક યાદીમાં જણાવ્યું છે.
મીઠાપુર, તા. ૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના મીઠાપુરથી ૧૫ કિ.મી. દૂર શિવરાજપુર મુકામે વિશ્વકક્ષાનો બીચ બનાવવા જઈ રહ્યો છે ત્યારે જ ત્યાં જમીન દબાણ થયાની વાત બહાર આવી છે. ગ્રામજનો દ્વારા આ બાબતની ફરિયાદ કલેકટરને કરવામાં આવી હતી જે અનુસંધાને જ કલેકટરે દ્વારકા પ્રાંત અધિકારીને જાણ કરી હતી. બાદમાં પ્રાંત અધિકારી, મામલતદાર તથા તેની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામવાસીઓને સાથે રાખી દબાણ દૂર કર્યું હતું.
મીઠાપુર, તા. ૬
ઓખામંડળની છેવાડાની ઓખા નગરપાલિકા દ્વારા તા. ૭-૧૨-૧૯ને રોજ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ઓખા ન.પા. હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં વધારાની વ્યવસ્થા તેમજ ઉમેરો કરી રાજ્યના નાગરિકોને સ્પર્શતી રજૂઆતનો સ્થળ પર જ ઉકેલ લાવી શકાય તે હેતુથી વ્યકિતલક્ષી રજૂઆતોના નિકાલ માટે ઓખા ન.પા. દ્વારા આ શાનદાર આયોજન કરવામાં આવેલ છે.