~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ, તા.૨૬
ગોંડલ તાલુકાના મોવિયા ગામે યોજાયેલી ગ્રામસભામાં ભારે ગરમાગરમી સર્જાવા પામી હતી અને રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી. પ્રધાન મંત્રી આવાસ યોજના સહિતના વિવિધ કામોની અને ગામડાના પ્રશ્નોની ચર્ચા કરવા માટ...
ગોંડલ, તા.૨૬
ગોંડલ તાલુકાના મોવિયા ગામે યોજાયેલી ગ્રામસભામાં ભારે ગરમાગરમી સર્જાવા પામી હતી અને રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી. પ્રધાન મંત્રી આવાસ યોજના સહિતના વિવિધ કામોની અને ગામડાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે યોજાયેલી ગ્રામસભામાં મોવિયાની મહિલાઓ પણ ઉપસ્થિત હતી અને તેમાં આ ઘટના બનતા મહિલાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ગ્રામસભામાં બે આગેવાનો વચ્ચે ગાળાગાળીનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા આ બનાવની રાજકોટ જિલ્લા પંચાયતમાં અને ગોંડલ પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર,તા.૨૬
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા પુત્રએ તેની જનેતાએ બીજા લગ્ન કરી લીધાની દાઝ રાખી ગઇકાલે હીચકારો હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને પીઠમાં છરી સાથે સારવાર માટે સર ટી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જ્યા પોલીસે મોડી રાત્રે ફરીયાદ નોંધી આજે હુમલો કરનાર પુ...
ભાવનગર,તા.૨૬
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા પુત્રએ તેની જનેતાએ બીજા લગ્ન કરી લીધાની દાઝ રાખી ગઇકાલે હીચકારો હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાને પીઠમાં છરી સાથે સારવાર માટે સર ટી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જ્યા પોલીસે મોડી રાત્રે ફરીયાદ નોંધી આજે હુમલો કરનાર પુત્રની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યો હતો.
બનાવના કારણમાં સમીરની માતાએ બીજા લગ્ન કરી લીધા હોય જેની દાઝ રાખી ગઇકાલે સમીરે આ હુમલો કર્યો હતો. જે વખતે તેણીના પિતા મનહરભાઇ પણ ત્યા હાજર હતા અને તેણે સમીરને આ મામલે મદદગારી કરી હોવાનુ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતુ. પોલીસે આરોપી સમીરની ધરપકડ કરી લોકઅપ હવાલે કર્યો હતો. મળતી વિગતો મુજબ ભરતનગર સીંગલમાળીયામા રૂમ નંબર-૨૨માં રહેતા નમ્રતાબેન હસમુખભાઇ પરમારે તેણીના સગાભાઇ સમીર મનહરભાઇ ચૌહાણ વિરૂદ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે તેણીનાં માતા વનીતાબેન મનહરભાઇ ચૌહાણ આખલોલ જકાતનાકા પાસે રહે છે. જેમની સાથે ગત રાત્રે તેમના ભાઇ સમીરે માતા સાથે ઝઘડો કરી ઉશ્કેરાટમા આવી જઇ માતા પર છરીના આડેધડ ઘા ઝિંકી દેતા અને છરી પીઠમાં રહી જતા તેણીને સારવાર માટે સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોડીના૨, તા.૨૬
આ બનાવ પોલીસ દફત૨ેથી મળતી વિગત મુજબ કોડીના૨નાં માલગામ ગામે ૨હેતા જીણાભાઈ લુંભાભાઈ બાંભણીયા (ઉ.વ.૪પ) જે વેલાગ ગામે કુટુંબીજનનાં ખત૨ અંત૨ પુછવા જતા હતા તે દ૨મ્યાન વેલાગ ગામે આવેલ સોડમ માતાજીનાં મંદિ૨ પાસે પહોંચતા સામેથી ૨ાહુલ મહેન્ભાઈ (ઉ.વ.૨પ) તથા પંકજ પીતાંબ૨ભાઈ (ઉ.વ.૨૪ ૨ે.કોડીના૨) જીજે૩૨એ...
કોડીના૨, તા.૨૬
આ બનાવ પોલીસ દફત૨ેથી મળતી વિગત મુજબ કોડીના૨નાં માલગામ ગામે ૨હેતા જીણાભાઈ લુંભાભાઈ બાંભણીયા (ઉ.વ.૪પ) જે વેલાગ ગામે કુટુંબીજનનાં ખત૨ અંત૨ પુછવા જતા હતા તે દ૨મ્યાન વેલાગ ગામે આવેલ સોડમ માતાજીનાં મંદિ૨ પાસે પહોંચતા સામેથી ૨ાહુલ મહેન્ભાઈ (ઉ.વ.૨પ) તથા પંકજ પીતાંબ૨ભાઈ (ઉ.વ.૨૪ ૨ે.કોડીના૨) જીજે૩૨એફજી-૧૦૭ તથા જીજે૩૧એ-૭૭૦૬ બંને મોટ૨સાયકલ અથડાતા માલગામવાળા જીણાભાઈ તથા પંકજ અને ૨ાહુલને ગંભી૨ ઈજા થતા કોઈએ ૧૦૮ ને ફોન ક૨તા આ ત્રણેય કોડીના૨ની શનાવાળા હોસ્પીટલ ખાતે લાવેલ જ્યાં જીણાભાઈનું મોત નિપજેલ હતું. જ્યા૨ે ૨ાહુલ અને પંકજને વધુ સા૨વા૨ માટે જૂનાગઢ ૨ીફ૨ ક૨ેલ.આ ઘટનાની કોડીના૨ શહે૨માં જાણ થતા હોસ્પીટલે લોકોનાં ટોળા ઉમટી પડેલ હતા. આ બનાવની જાણ કોડીના૨ નગ૨પાલીકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીને થતા તેઓ હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા. કોડીના૨ કોટડા ૨ોડ એટલે અકસ્માત માટેનો ડેન્જ૨ ૨ોડ બની ગયો છે. આ ૨ોડ ઉપ૨ અવા૨નવા૨ અકસ્માતમાં મૃત્યુનાં બનાવો બન્યા છે. આ અકસ્માતની પોલીસે કાર્યવાહી હાથ ધ૨ી છે
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કેશોદ, તા.૨૬
કેશોદ ટાઉનમાં નગરપાલીકાના પાણીના ટાંકા પાસે ગત સાંજના સાતના સુમારે કેશોદ પોલીસે ત્રાટકી કૌશીક કનકરાય ઉપાધ્યાય (ઉ.૪૦) રે. ગીરીરાજનગર વ્રજવીલા એપાટર્મેન્ટ બ્લોક નં.૩૦૪ વાળાને વલ્ડ કપ મેચનો ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા દબોચી લીધો હતો. જયારે ચંદેશ પાઠક રે. કેશોદ વાળો મેચના સટ્ટાના રુપિયાની...
કેશોદ, તા.૨૬
કેશોદ ટાઉનમાં નગરપાલીકાના પાણીના ટાંકા પાસે ગત સાંજના સાતના સુમારે કેશોદ પોલીસે ત્રાટકી કૌશીક કનકરાય ઉપાધ્યાય (ઉ.૪૦) રે. ગીરીરાજનગર વ્રજવીલા એપાટર્મેન્ટ બ્લોક નં.૩૦૪ વાળાને વલ્ડ કપ મેચનો ક્રિકેટ સટ્ટો રમતા અને રમાડતા દબોચી લીધો હતો. જયારે ચંદેશ પાઠક રે. કેશોદ વાળો મેચના સટ્ટાના રુપિયાની કપાત લેતો હોય જે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે સેમસંગ કંપનીનો મોબાઈલ રુા.૧૦૦૦ રોકડ રુા.૧૦૧૦ સાથે આરોપી કૌશીક કનકરાય ઉપાધ્યાયને દબોચી લીધો હતો. ચંદેશ પાઠકને પકડવા તજવીજ હાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૨૬
ધારી નજીક આવેલ સરસીયા ગામની સીમમાંથી જુગાર રમતા નવ શખ્સોને ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ ગુનો નોંધેલ છે.
એલ.સી.બી.ના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ., ડી.કે.વાઘેલા ટીમે જુગાર અંગે ચોકકસ બાતમી આધારે સરસીયા ગામની સીમમાં રાકેશ કેશુભાઈ ચાવડા રહે. સરસીયા વાળાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ જયુભાઈ વા...
અમરેલી, તા.૨૬
ધારી નજીક આવેલ સરસીયા ગામની સીમમાંથી જુગાર રમતા નવ શખ્સોને ક્રાઇમબ્રાંચે ઝડપી લઇ ગુનો નોંધેલ છે.
એલ.સી.બી.ના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ., ડી.કે.વાઘેલા ટીમે જુગાર અંગે ચોકકસ બાતમી આધારે સરસીયા ગામની સીમમાં રાકેશ કેશુભાઈ ચાવડા રહે. સરસીયા વાળાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ જયુભાઈ વાળા, દિનેશ ગાંડાભાઈ જોષી, રાકેશ કેશુભાઈ ચાવડા, અશ્વિનભાઈ ગોરધનભાઈ બેડીયા, હરિભાઈ વાલજીભાઈ દાફડા, ચતુરભાઈ બાધાભાઈ ધામેલીયા, અશ્વિન બાબુભાઈ સતાસીયા, દાનાભાઈ અજાભાઈ ખાંભલા, જીતેન્દ્ર મોહનભાઈ સોલંકીને રોકડા રુા.પ૬,૧૯૦ તથા મોબાઈલ નંગ-૮, કિ.રુા.રર,૦૦૦ તથા મોટર સાઈકલ નંગ પ, કિ. રુા. ૧,૦૦,૦૦૦ તથા જુગાર સાહિત્ય કિં.રુા.ર૦૦ મળી કુલ રુા. ૧,૭૮,૧૯૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
રત્નકલાકાર પર હુમલો
ખાંભા તાલુકાનાં નવા માલકનેશ ગામે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં સુરેશ જીવાભાઈ સોલંકી નામનાં ૧૯ વર્ષિય યુવકને તે જગામે રહેતાં વિનુભાઈ હરીભાઈ સોલંકી સાથેજમીન અંગેનાં કોટર્માં કેસ ચાલતો હોય, તે બાબતનું મનદુઃખ રાખી ત્ન કલાકાર યુવકનાં મોટર સાયકલ સાથે સામેવાળા વિનુભાઈ સોલંકી તથા પ્રવિણભાઈ હરીભાઈ સોલંકીએ મોટરસાયકલ અથડાવી પછાડી દઈ કુહાડીનો ઘા મારવા જતાં અન્યએ તેને પકડી લીધેલ જેથી રત્ન કલાકાર તથા અન્યને મુંઢમાર મારી, ગાળો આપવા અંગેની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.
મહિલાનું અગ્નિસ્નાન
રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતાં દિનેશભાઈ મોહનભાઈ ગુજીયા નામનાં ૩પ વર્ષિય યુવકને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારીહોય, ઈલાજ કરાવવા છતાં પણ કંઈ ફરક પડતો ન હોય જેથી કંટાળીજઈ પોતાની મેળે કેરોસીન છાંટી સળગી જતાં તેમનું મૃત્યુ થયાનું પીપાવાવ મરીન પોલીસમાં જાહેર થવા પામેલ છે.
પાઇપ વડે હુમલો
રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં સાદર્ુળભાઈ જાદવભાઈ ગુજારીયા નામનાં પ૦ વર્ષિય આધેડનાં ઘરે લાઈટ કનેકશનનાં છેડા સામેવાળા રામજીભાઈ કાપીનાંખતા હોય, તે બાબતે આધેડે ઠપકો આપતાં આ રામજીભાઈ સહિત ૪ ઈસમોએ ઉશ્કેરાઈ જઈ આધેડને લોખંડનાં પાઈપ વતી માથામાં તથા પગે ઈજા કરયાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.
દારુ સાથે ઝડપાયા
ગોવિંદપુર ગામે રહેતાં મનસુખભાઈ નારણભાઈ નાકરાણી તથા નિલેશભાઈ બાબુભાઈ સોજીત્રા પોતાના હવાલાવાળા મોટર સાયકલ નં. જી.જે.૧૪ એલ. પ૦૮૦માં ભારતિય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ-ર સાથે નિકળતાં ધારી પોલીસે રુા.ર૦૬૦૦નાંમુદ્યામાલ સાથે બન્ને ઝડપી લીધા હતા.જયારે બીજા બનાવમાં ધારી નવી વસાહતમાં રહેતાં યુવરાજ રાજુભાઈ મકવાણા ધારી નવા બસ સ્ટેન્ડ સામેથી ભારતિય બનાવટનાં વિદેશી દારુની બોટલ નંગ-૮ કિંમત રુા.ર૪૦૦ તથા બિયર ટીન નંગ-૧૩ કિંમત રુા.૧૩૦૦ મળી કુલ રુા.૩૭૦૦નાં મુદ્યામાલ સાથે નિકળતાં તેમને પણ ઝડપી લઈ કાર્યવાહીહાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી, તા.૨૬
ધોરાજીમાં હથીયારો સાથે પકડાયેલા બે આરોપીઓને પાંચ દિ’ના રિમાન્ડ ઉપર લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજી પાસેથી કારમાં હથીયારો સાથે આરોપીઓ વિપુલ ઉર્ફે ભરત ઉર્ફે વિજય ઉર્ફે બાપુ છગનભાઈ જોટંગીયા (રહે. મુળ બોરવાવ તા.તાલાળા જી. ગીર સોમનાથ હાલ સુરત) ...
ધોરાજી, તા.૨૬
ધોરાજીમાં હથીયારો સાથે પકડાયેલા બે આરોપીઓને પાંચ દિ’ના રિમાન્ડ ઉપર લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજી પાસેથી કારમાં હથીયારો સાથે આરોપીઓ વિપુલ ઉર્ફે ભરત ઉર્ફે વિજય ઉર્ફે બાપુ છગનભાઈ જોટંગીયા (રહે. મુળ બોરવાવ તા.તાલાળા જી. ગીર સોમનાથ હાલ સુરત) તથા અંકીત ઉર્ફે ગાંડો રમણીકભાઈ કાછડ (રહે. પાટીદળ તા.ગોંડલ જી. રાજકોટ વાળા) પિસ્તોલ તથા છરી તેમજ જીવતા કાર્તુસ આંખમાં છાંટવાનો સ્પ્રે સહીતના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે. આ બન્ને રીઢા ગુનેગારો હોય અને ધોરાજીમાં કોને ત્યાં આવતા હતા અને તેને કોને બોલાવેલ.
આ અને અન્ય કેટલા ગુનાઓમાં સંડોવણી છે? સહીતની માહિતી ઓકાવવા તપાસનીશ પીઆઈ જોષીએ ધોરાજી કોટર્માં રજુ કરતા કોટર્ે ૫ દિવસના રીમાંડ પર સોંપતા પીઆઈ જોષી અને સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૨૬
ઓખા મંડળના વ૨વાળા ખાતે ૨હેતા ૨જાકભાઈ તૈયબભાઈ સો૨ઠીયા નામના ૪૭ વર્ષના મુસ્લીમ માછીમા૨ યુવાનનો તે૨ વર્ષીય વિદ્યાર્થી પુત્ર અ૨માને ગઈકાલે મંગળવા૨ે કોઈપણ અગમ્ય કા૨ણોસ૨ પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.
આ બનાવ અંગે મૃતક તરુણના પિતાએ દ્વા૨કા પોલીસને જાણ ક૨...
મીઠાપુર, તા.૨૬
ઓખા મંડળના વ૨વાળા ખાતે ૨હેતા ૨જાકભાઈ તૈયબભાઈ સો૨ઠીયા નામના ૪૭ વર્ષના મુસ્લીમ માછીમા૨ યુવાનનો તે૨ વર્ષીય વિદ્યાર્થી પુત્ર અ૨માને ગઈકાલે મંગળવા૨ે કોઈપણ અગમ્ય કા૨ણોસ૨ પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.
આ બનાવ અંગે મૃતક તરુણના પિતાએ દ્વા૨કા પોલીસને જાણ ક૨તા પોલીસે ધો૨ણસ૨ કાર્યવાહી ક૨ી હતી. વિદ્યાર્થી તરુણના અપમૃત્યુના આ બનાવે પરિવા૨જનોમાં ભા૨ે શોક સાથે અ૨ે૨ાટી પ્રસ૨ાવી છે.
ખનીજચો૨ી અંગે બે સામે રાવ
ભાણવડ પંથકમાં વધુ એક ખનીજ ચો૨ી પ્રકાશમાં આવી છે. આ પ્રક૨ણમાં પાછત૨ ગામમાં લાઈમ સ્ટોનની રુા. ૩૧ લાખની ચો૨ી અંગે બે શખ્સો સામે ફ૨ીયાદ નોંધાઈ છે.
આ ખનીજ ચો૨ી અંગે નાયબ વન સં૨ક્ષક (પો૨બંદ૨ વિભાગ)ના દિપકભાઈ જે. પંડયાએ ભાણવડ તાલુકાના પાછત૨ડી ગામના પુંજા હેતાભાઈ અને પાછત૨ ગામના ગોગનભાઈ નામના બે શખ્સો સામે ભાણવડ પોલીસમાં ધો૨ણસ૨ ફ૨ીયાદ નોંધાવી છે. આ પોલીસ ફ૨ીયાદમાં જાહે૨ થયા મુજબ ઉપ૨ોક્ત બન્ને આસામીઓએ પાછત૨ ગામના સર્વે નં. ૨૩૦માં અલગ-અલગ બે જગ્યાઓએ ચક૨ડી જેવા સાધનો મુકી ગે૨કાયદેસ૨ ૨ીતે લાઈમ સ્ટોન (પથ્થ૨)નું બીન અધિકૃત ૨ીતે ખનન ક૨ી વહન ર્ક્યું હતું.
આમ, ચા૨ ચક૨ડી, ત્રણ ટ્રેકટ૨ તથા બે જન૨ેટ૨ જેવા વિવિધ સાઘનોની મદદથી ૬પપ૦.૮૬ મેટ્રીક ટન ખનીજનો જથ્થો ચો૨ી થયાનુ ખુલવા પામ્યુ છે. આમ, રુા.૩૩ લાખ ૧ હજા૨ ૬૩૩ની ચો૨ી ક૨વા સબબ ભાણવડ પોલીસે ઈન્વાય૨મેન્ટ પ્રોટેકશન એકટ, માઈન્સ એન્ડ મીન૨લ એકટ, ગુજ૨ાત ખનીજ એકટ વિગે૨ે જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધો૨ણસ૨ કાર્યવાહી હાથ ધ૨ી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૨૬
મોરબી શહેરના મહિલા ગાયક કલાકાર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. માળિયાના સલીમ નામના શખ્સ દ્વારા મહિલા ગાયક કલાકારને સંગીતના કાર્યક્રમમાં સાથે લઇ જવાનું કહીને તેના ઘરેથી લઇ જઇ બાદમાં ગુંગણ ગામની સીમમાં મહિલા દુષ્કર્મ કરતા ભોગ બનેલ કલાકાર...
મોરબી, તા.૨૬
મોરબી શહેરના મહિલા ગાયક કલાકાર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. માળિયાના સલીમ નામના શખ્સ દ્વારા મહિલા ગાયક કલાકારને સંગીતના કાર્યક્રમમાં સાથે લઇ જવાનું કહીને તેના ઘરેથી લઇ જઇ બાદમાં ગુંગણ ગામની સીમમાં મહિલા દુષ્કર્મ કરતા ભોગ બનેલ કલાકારની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ મોરબીના એક મહિલા ગાયક કલાકારને ગત ૧૯મી તારીખના રોજ માળીયા શહેરમાં રહેતાં સલીમ મીયાણા નામનો શખ્સ સંગીતના કાર્યક્રમમાં જવાનું છે એવું કહીને સ્કોર્પિયો ગાડીની અંદર સાથે લઈ ગયો હતો ત્યારબાદ સ્કોર્પિયો ગાડીમાં બેઠેલ મહિલા ગાયક કલાકારને છરી બતાવીને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રિના અંધારામાં ગુંગણ ગામની સીમ બાજુ સ્કોર્પિયો ગાડીને લઈ જઇ મહિલા ગાયક કલાકાર પર દુષ્કર્મ કર્યુ હતું.
ભોગ બનેલ મહિલા ગાયક કલાકારએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી સલીમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૨૬
પાટડી ખાતે આવેલા વર્ણિન્દ્રાધામમાં ભોજવા ગામ સહિતના ત્રણ મિત્રો સ્વીમીંગપુલમાં નહાવા ગયા સમયે યુવતીઓ પણ નહાતી હોવાથી છાંટા ઉડતા સીક્યુરીટીના બે શખ્સો રુમમાં લઇ જઇ સ્વામી સહિત ત્રણેયે યુવકને ઢોર માર મારતા પાટડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વ...
સુરેન્દ્રનગર, તા.૨૬
પાટડી ખાતે આવેલા વર્ણિન્દ્રાધામમાં ભોજવા ગામ સહિતના ત્રણ મિત્રો સ્વીમીંગપુલમાં નહાવા ગયા સમયે યુવતીઓ પણ નહાતી હોવાથી છાંટા ઉડતા સીક્યુરીટીના બે શખ્સો રુમમાં લઇ જઇ સ્વામી સહિત ત્રણેયે યુવકને ઢોર માર મારતા પાટડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિરમગામના ભોજવા ગામનો કુલદીપ રાજુભાઇ ઠાકોર પાટડી પાસે બનેલા વર્ણિન્દ્રાધામ ખાતે મિત્રો સાથે સ્વીમીંગપુલમાં નહાવા માટે ગયા હતા. જયાં યુવકો સાથે યુવતીઓ પણ નહાતી હતી એ સમયે નહાતા નહાતા ભુલથી કોઇ છોકરીને પાણીના છાંટા ઉડ્યા હતા જે બાબતની યુવતીએ મંદિરના સીક્યુરીટીને જાણ કરી હતી. સીક્યુરીટીને જાણ કરતા જ આ યુવકને બે સીક્યુરીટીના માણસો સ્વીમીંગપુલમાંથી બહાર કાઢી સ્વામીના રુમમાં લઇ ગયા હતા. સ્વામીએ પણ યુવકને માર માર્યો હતો ત્યાર બાદ સીક્યુરીટી વાળા લાકડી વડે ઢોર માર મારવા લાગતા સ્વામીએ વીડીયો ઉતારવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ સાંજ સુધી યુવકને રુમમાં ગોંધી રાખ્યો હતો. મિત્રોના કરગર્યા બાદ યુવકને રુમમાંથછી જવા દેવાયો હતો. પાટડી પોલીસે યુવકની ફરીયાદના આધારે પાટડીના ગીરીશભાઇ રમેશભાઇ બારોટ અને મહેશ ત્રિભોવનદાસ બારોટ બંને સીક્યુરીટી સામે પોલીસ ફરીયાદ દાખલ કરેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા.૨6
રાપર તાલુકાના ગેડી ગામે ગઇકાલે ઢળતી સંધ્યાએ બે સગા ભાઇ તથા એક કૌટુંબીક ભાઇ મળી ત્રણેય બસ સ્ટેશન નજીક આવેલી તળાવડીમાં નહાવા ગયા હતા. નહાવા પડેલ ત્રણેય માસુમોની જાણે મોત રાહ જોઇને બેઠું હોય તેમ ત્રણેય માસુમો તળાવડીના પાણીમાં ગરકાવ થઇ જતાં પંથકમાં સનસનાટી મચી ગઇ છે. ગત સાંજના ૬ઃ૩૦ થી ૭ વાગ્યાના ...
ભુજ, તા.૨6
રાપર તાલુકાના ગેડી ગામે ગઇકાલે ઢળતી સંધ્યાએ બે સગા ભાઇ તથા એક કૌટુંબીક ભાઇ મળી ત્રણેય બસ સ્ટેશન નજીક આવેલી તળાવડીમાં નહાવા ગયા હતા. નહાવા પડેલ ત્રણેય માસુમોની જાણે મોત રાહ જોઇને બેઠું હોય તેમ ત્રણેય માસુમો તળાવડીના પાણીમાં ગરકાવ થઇ જતાં પંથકમાં સનસનાટી મચી ગઇ છે. ગત સાંજના ૬ઃ૩૦ થી ૭ વાગ્યાના અરસામાં આ કાળજુ કંપાવી દેનાર બનાવ બન્યો હતો. રાપર તાલુકાના ગેડી ગામે રહેતા કુમળી વયાન ાબે સગાભાઇ તથા એક કૌટુંબીકભાઇ જેઓ ત્રણેય સાથે મળી ગામના બસ સ્ટેશન નજીક આવેલ તળાવડીમાં નહાવા ગયા હતા ત્રણેય તરુણ પાણીમાં પડતાની સાથે જળે પોતાની છાતી ચીરીને માસુમોને બાથમાં ભીડી લીધા હોય તેમ તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તળાવડીમાં એક સાથે ત્રણ માસુમો
પાણીમાં ગરકાવ થઇ ગયાની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને તાબડતોબ તરવૈયાઓની મદદથી બાળકોને બહાર કાઢવા મથામણ આદરી હતી તેવામાં લાંબા સમયની જહેમત બાદ માસૂમોને બહાર કાઢવામાં સફળતા સાંપડી હતી.પરંતુ હતભાગી બાળકોને સારવાર સાંપડે તે પહેલા મોત આંબી જતા પંથકમાં સનસનાટી મચી ગઇ હતી.
મૃતકોમાં ચેતન વેલભાઇ સોલંકી, બળદેવ વેલભાઇ સોલંકી અને અજીત બબાભાઇ ચાંડનો સમાવેશ થાય છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૨૬
હળવદ પોલીસ મથકના લુંટના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ તથા મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી એલસીબી ટીમના નંદલાલ વરમોરા અને પૃ...
મોરબી, તા.૨૬
હળવદ પોલીસ મથકના લુંટના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસીબી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ તથા મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી એલસીબી ટીમના નંદલાલ વરમોરા અને પૃથ્વીરાજસિંહને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ મથકના લૂંટના ગુનામાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી ગોગન વિરજી વાઘેલા ઉ.વ.૩૩ રહે. મોરબી, ૨ શોભેશ્વર રોડવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભૂજ, તા.૨૬
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આશીષ શત્રુધ્ન (ઉ.વ.૧૦ રહે. મેઘપર બોરીચી) પાણીના ટાંકામં પડી જતાં તેનું મૃત્યું નીપજ્યું હતું. ભોગ બનનારને તેના કાકા શ્યામ સતગુરૂ (રહે. આદિપુરવાળા) રામબાગ હોસ્પિટલ...
ભૂજ, તા.૨૬
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આશીષ શત્રુધ્ન (ઉ.વ.૧૦ રહે. મેઘપર બોરીચી) પાણીના ટાંકામં પડી જતાં તેનું મૃત્યું નીપજ્યું હતું. ભોગ બનનારને તેના કાકા શ્યામ સતગુરૂ (રહે. આદિપુરવાળા) રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં રામબાગ હોસ્પિટલના ડો.એ.ડી.ટાંકે મૃત જાહેર કર્યો હતો. ડોક્ટર દ્વારા કરેલી જાહેરાત બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૨૬
સુરેન્દ્રનગરનાં માલવણ ગામ પાસેથી એલસીબીનાં સ્ટાફે કારમાંથી ૬૯૮ બોટલ દારૂ મળી રૂા.૫.૧૦ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા શોધખોળ આદરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા હોવાની મળેલી માહિતીનાં ...
સુરેન્દ્રનગર, તા. ૨૬
સુરેન્દ્રનગરનાં માલવણ ગામ પાસેથી એલસીબીનાં સ્ટાફે કારમાંથી ૬૯૮ બોટલ દારૂ મળી રૂા.૫.૧૦ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા શોધખોળ આદરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા હોવાની મળેલી માહિતીનાં આધારે એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે માલવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન જી.જે.૧૨ એ.વાય. ૯૭૬૮ નંબરની કારને અટકાવી તલાસી લેતા રૂા.૨.૧૦ લાખની કિંમતનો ૬૯૮ બોટલ દારૂ અને કાર મળી રૂા.૫.૧૦ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા કાર ચાલક જયદિપ ઉર્ફે લાલો પરસોતમ પટેલની શોધખોળ આદરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા. ૨૬
રાજકોટનપૂર્વ કચ્છના અંજારના યુવાને સંબંધી પાસેથી એક લાખ હાથ ઉછીના લીધા બાદ તેની ઉઘરાણી કરવા આવેલા શખ્સે યુવકના પિતા સાથે કાર ભટકાડી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના નિંગારીયા ફળીયામાં રહેતા અશોકભાઇ હેમરાજભાઇ પલણ નામના ૬૫ વર...
ભુજ, તા. ૨૬
રાજકોટનપૂર્વ કચ્છના અંજારના યુવાને સંબંધી પાસેથી એક લાખ હાથ ઉછીના લીધા બાદ તેની ઉઘરાણી કરવા આવેલા શખ્સે યુવકના પિતા સાથે કાર ભટકાડી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના નિંગારીયા ફળીયામાં રહેતા અશોકભાઇ હેમરાજભાઇ પલણ નામના ૬૫ વર્ષના વૃધ્ધ સાથે અમીત પલાણ નામના શખ્સે પજેરો કાર ભટકાડી હત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.અશોકભાઇ પલાણના પુત્ર જયે તેની જ જ્ઞાતિના અમીત પલાણ પાસેથી એક લાખ હાથ ઉછીના લીધા હતા તેની ઉઘરાણી કરી અમીત પલાણે ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. અમીત પલાણે મકાનમાં તોડફોડ કર્યાનો આક્ષેપ કર્યો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૨૬
એક વર્ષ પહેલા ધ્રાંગધ્રાના જેસડા ગામે રહેતા ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપી હરજીભાઈ શકતાભાઈ ઠાકોર રહે.વચ્છરાજપુરા તા.પાટડી હાલ રહે. ગાંધીધામ (કચ્છ) વાલો લલચાવી, ફોસલાવી તેા વાલીપણામાંથી ભગાડી લઈ ગયેલ, જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ં.૪૮/૧૮ આઈ. પી. સી.કલમ ૩૬૩, ૩૬૬ વિ. ...
સુરેન્દ્રનગર, તા. ૨૬
એક વર્ષ પહેલા ધ્રાંગધ્રાના જેસડા ગામે રહેતા ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપી હરજીભાઈ શકતાભાઈ ઠાકોર રહે.વચ્છરાજપુરા તા.પાટડી હાલ રહે. ગાંધીધામ (કચ્છ) વાલો લલચાવી, ફોસલાવી તેા વાલીપણામાંથી ભગાડી લઈ ગયેલ, જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ં.૪૮/૧૮ આઈ. પી. સી.કલમ ૩૬૩, ૩૬૬ વિ. મુજબ ગુન્હો દાખલ થયેલ જે ગુન્હામાં મજકુર આરોપી છેલ્લા એક વર્ષથી ાસતો ફરતો હોય જે આરોપીે આજરોજ તા.૨૫/૬/૧૯ના રોજ ધ્રાંગધ્રા, બાયપાસ રોડ ઉપરથી પકડી પાડી, મજકૂર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા. ૨૬
એક તરફ સરકાર સુજલમ સુફલામ અંતર્ગત ડેમો માંથી કાંપ કાઢી ને ડેમો ને ઊંડા ઉતારવાની મથામણ કરી રહી છે અને રાજ્ય ભર માં જુમ્બેશ ચલાવી છે પરંતુ ઉના તાલુકા માં આ યોજના કાગળ પર સીમિત હોય એવું લાગી રહ્યું છે ઉના તાલુકા અને કોડીનાર તાલુકા ના ગામો માં સુજલામ સુફલામ યોજના નો લાભ નહિવત મળ્યો છે વાત કરી...
ગીરગઢડા, તા. ૨૬
એક તરફ સરકાર સુજલમ સુફલામ અંતર્ગત ડેમો માંથી કાંપ કાઢી ને ડેમો ને ઊંડા ઉતારવાની મથામણ કરી રહી છે અને રાજ્ય ભર માં જુમ્બેશ ચલાવી છે પરંતુ ઉના તાલુકા માં આ યોજના કાગળ પર સીમિત હોય એવું લાગી રહ્યું છે ઉના તાલુકા અને કોડીનાર તાલુકા ના ગામો માં સુજલામ સુફલામ યોજના નો લાભ નહિવત મળ્યો છે વાત કરીએ ઉના ના ૨ મુખ્ય ડેમો ની તો રાવલ ડેમ બન્યા ને ૪૫ વર્ષ જેટલો સમય થયો છે એમા આજ દિવસ સુધી કાપ કાઢવામાં નથી આવ્યો તો મચ્છુન્દ્રી મુખ્ય ડેમ માં આ વર્ષે ૧૫ દિવસ માટે કાપ કાઢવાની મંજૂરી મળી હતી ત્યારે વર્ષો થી કાંપ ન કાઢવાને લીધે પાણી ની સંગ્રહ શક્તિ ખૂબ ઓછી થઈ ગઈ છે. ઉના અને ગીર ગઢડા તાલુકા ના દ્રોણેશ્વર નજીક આવેલ ડેમ ની પરિસ્થિતિ પણ આવી જ કંઈક છે ૬૦ ના દાયકા માં બનેલ આ ડેમ માં ફક્ત એકવાર કાપ કાઢવામાં આવેલ ત્યાર બાદ સિંચાઈ વિભાગે તસ્દી ન લેતા ૩૫ ફૂટ નો ડેમ ફક્ત એવરેજ ૩ ફૂટ પાણી સંગ્રહ કરી શકે છે ૩૨ ફૂટ સુધી ના કામ્પ ને કારણે પાણી ની સંગ્રહ શક્તિ નામ માત્ર ની રહેવા પામી છે ડેમ ના વિસ્તાર ક્ષેત્ર માં પણ આજ પરિસ્થિતિ થઈ છે અને ૩ થી ૪ કિલોમીટર ના દાયરા માં કાપ ભરાઈ ગયો છે. દ્રોણેશ્વર ના આ ડેમ માંથી ઉના તાલુકા અને ગિરગઢડા તાલુકા ના ગામો ને પિયત અને પીવાનું પાણી અપાય છે ઉનાળા માં ૨૨ થી વધુ ગામો માં કેનલો દ્વારા પાણી અપાય છે તો આખું વર્ષ ૩૦ થી વધુ ગામો ને પીવાના પાણી નું વિતરણ થાય છે ત્યારે આ ડેમ માંથી કાપ ને કાઢવામાં આવે તો પાણી ની સંગ્રહ શક્તિ ૪ ગણી વધી શકે છે અને આ કાપ છે તે ખેતર માટે સોના સમાન છે કેમ કે અતિ ફળદ્રુપ આ માટી ખેતરો માં નાખવામાં આવે તો ખેતરો ને નવજીવન મળે એમ છે અને ખાલી સિંચાઈ વિભાગ મંજૂરી આપે તો ખેડૂતો પોતાના સ્વખર્ચે આ કાપ લઈ જવા તૈયાર છે ત્યારે સરકાર ની યોજના સુજલામ સુફલામ નો પુરો લાભ આ તાલુકા ને મળે તે જરુરી છે અને તે સમય ની માંગ પણ છે. આ જ બાબતે અમે મદદનીશ ઈજનેર ને મળતા તેઓએ કયાંક અલગજ કહ્યું કે ગત વર્ષે કાંપ કાઢવા આવ્યો હતો પરંતુ આ વર્ષે પાણી વધુ હોવને કારણે કાંપ કાઢી નથી શકાયો પણ દ્રોણેશ્વર ડેમના પાછળના ભાગે થી હાલ કાંપ કઢાવાનું ચાલુ છે અને જેમ જેમ પાણી ખાલી થશે તેમ કાંપ કાઢવામાં આવશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ, તા. ૨૬
ગોંડલ તાલુકાના હડમતાલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને રૂા.૪.૫૯ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોલીથડ-હડમતાલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પી...
ગોંડલ, તા. ૨૬
ગોંડલ તાલુકાના હડમતાલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને રૂા.૪.૫૯ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોલીથડ-હડમતાલા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા હડમતાલાના રમેશ ગાંડુ વિરડીયા, કાલાવડના ઇબ્રાહીમ મામદ, રાજકોટના હારૂન અબ્દુલ, નરપતસિંહ ચંદુભા જાડેજા, મહંમદ અફઝલ, બહાદુરભાઇ નાજભાઇ ખાચર, અતુલ કિશોર ચુડાસમા, મહંમદ જમાલ અને અફઝલ મહંમદ નામના શખ્સોને રૂા.૪.૫૯ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૨૬
મોરબીમાં બાળ મજુરીનું દુષણ ડામવા માટે શ્રમ અધિકારીની ટીમ કાર્યરત છે જેમાં મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાની લારીએ બાળ મજુર મળી આવતા લારીધારક સામે ફરિયાદ કરવામાં આવી છે. મોરબીના શ્રમ અધિકારી કૃણાલ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગ્રીન ચોક પાસે નાની પારેખ શેરીના રહેવાસી દિલીપભાઈ ...
મોરબી, તા. ૨૬
મોરબીમાં બાળ મજુરીનું દુષણ ડામવા માટે શ્રમ અધિકારીની ટીમ કાર્યરત છે જેમાં મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાની લારીએ બાળ મજુર મળી આવતા લારીધારક સામે ફરિયાદ કરવામાં આવી છે. મોરબીના શ્રમ અધિકારી કૃણાલ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગ્રીન ચોક પાસે નાની પારેખ શેરીના રહેવાસી દિલીપભાઈ મનહરભાઈ ભટ્ટની ભવાની ગોલા નામની લારીએ ૧૧ વર્ષ અને ૧૨ વર્ષના એમ બે બાળ મજુર મળી આવતા લારીધારક દિલીપભાઈ ભટ્ટ સામે ચાઈલ્ડ એન્ડ એડોલસંટ લેબર તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જસદણ, તા. ૨૬
વિછિંયા તાલુકાના છાસીયા ગામે રહેતા પ્રૌઢા પર તેના જ કુટુંબીજનોએ ખેતીના ઓજાર માંગવા બાબતનો ખાર રાખી વાડીમાં ઘુસી બે મહિલા સહિત પાંચ શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરતા મહિલો સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછિંયાના છાસીયા ગામ...
જસદણ, તા. ૨૬
વિછિંયા તાલુકાના છાસીયા ગામે રહેતા પ્રૌઢા પર તેના જ કુટુંબીજનોએ ખેતીના ઓજાર માંગવા બાબતનો ખાર રાખી વાડીમાં ઘુસી બે મહિલા સહિત પાંચ શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરતા મહિલો સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછિંયાના છાસીયા ગામે રહેતા શિલ્પાબે રાઘવભાઈ ચૌહાણ ામના ૪૦ વર્ષના મહિલા પર તેના જ જેઠ મજી, જેઠાણી મધુબે, ભત્રીજો જેન્તી, પુત્રવધુ કૈલાસ એ બુધાએ ખેતીના સાધન માગવાનો ખાર રાખી તેમની વાડીમાં ઘૂસી ધોકા-પાઈપ વડે હુમલો કર્યાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. વધુ જાણવા મળતી વિગત મુજબ ઈજાગ્રસ્ત શિલ્પાબેન ચૌહાણ ગત તા.૨૪મીના પોતાના જેઠી વાડીએ ખેતીના ઓજાર લેવા ગયા ત્યારે જેઠ મજી અને ભત્રીજા જેન્તીએ સાધન આપવાની ના પાડી શિલ્પાબને અને તેના પરિવારજનોે વાડીએ જવાનો રસ્તો પણ મનજીી વાડી પાસેથી જતો હોય ત્યાંથી પણ ન નિકળવાની ધમકી આપી હતી. ત્યારે ગઈકાલે શિલ્પાબે ચૌહાણ રાબેતા મુજબ વાડીએ જવા નિકળ્યા ત્યારે મધુ અને કૈલાસ સહિત પાંચ શખ્સોએ પીછો કરી શિલ્પાબેનની વાડીમાં ઘૂસી ધોકા-પાઈપ વડે માર મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૨૬
મોરબી સબ જેલના કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ આરોપી ૧૦ વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવાયો છે તેમજ ટંકારામાં ઘરફોડ ચોરીના આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને ટંકારા પોલીસને સોપ્યો છે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા એલસીબ...
મોરબી, તા. ૨૬
મોરબી સબ જેલના કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ આરોપી ૧૦ વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવાયો છે તેમજ ટંકારામાં ઘરફોડ ચોરીના આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને ટંકારા પોલીસને સોપ્યો છે. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ મોરબી જીલ્લાના નાસતા ફરતા પેરોલ ફર્લો જેલ ફરારી આરોપીને શોધી કાઢવાની ડ્રાઈવમાં પેરોલ ફર્લો સ્કવોડના એચ એમ ચાવડા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, સતીશભાઈ કાંજીયાની ટીમ એમપી રાજ્યના અલીરાજપુર તથા જાંબવા જીલ્લામાં તપાસમાં જતા એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડેલો આરોપી અમરશી ઉર્ફે હેમરાજ મગનભાઈ આદિવાસી રહે એમપી વાળો જે વાંકાનેર સીટીમાં દુષ્કર્મના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે મોરબી સબજેલમાં હતો અને તા. ૦૬-૧૨-૦૯ ના રોજ જેલ કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ અને ૧૦ વર્ષથી જેલ ફરાર હતો જેને મૂળ વતનમાંથી લાવી ધરપકડ કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે.નતે ઉપરાંત ટંકારામાં ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી નસરું પારુ ડાવર આદિવાસી રહે અલીરાજપુર એમપી વાળાને મૂળ વતન એમપીમાંથી લઇ ધરપકડ કરી ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે.
અમદાવાદ,તા.૧૪
નરોડા નિકોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં માતા સાથે હેતી ૨૭ વર્ષીય યુવતીના ધોળકા વર્ષ ૨૦૧૪માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો પહેલા પરિણીતા સીડી પરછથી પડી ગઇ હોવાથી તેને પગમાં ઇજાઓ પહોંચી હતી. સારવાર બાદ તેને પગમાંખોડ રહી ગઇ હતી. જેથી તેનો પતિ આરામ કરવા માટે પિયરમાં મૂકી ગયો હતો. પણ બાદમાં ખોડ થઇ ગઇ હોવાથી તેને સાથે બોલતો ન હતો.
બાદમાં સાસુ, સસરા, નણંદ અને પતિ સહિતના લોકોએ તેને મહેણા મારવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન જીવન ન ભાંગે તે માટે પરિણીતા આ ત્રાસ સહન કરતી ગઇ. પણ આખરે સાસરિયાઓએ ત્રાસ ગુજારવાની સાથે સાથે દહેજની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ કંટાળીને પોલીસને અરજી આપી હતી. કૃષ્ણનગર પોલીસે આ બાબતે પરિણીતાની ફરિયાદ લઇ આરોપીઓ સામે આઇપીસી ૪૯૮-ક, ૨૯૪ ખ, ૫૦૬(૧), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ,તા.૧૪
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આણંદ-વિદ્યાનગરમાં જુદા-જુદા કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય મુલાકાતે આવ્યા છે. આ સમયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આણંદ ખાતે ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના ૪૦માં સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમા ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઉપરાષ્ટ્રપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. તેમજ એન.ડી.ડી.બી., ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગામડાંઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાંઓમાં પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્તા, સ્વચ્છતા અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે. ભારતમાં ખાદ્ય, કૃષિ અને ગ્રામિણ ક્ષેત્રે ૧૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે.ઇરમા આગામી બે વર્ષમાં પોતાના કૌશલ્ય અને અનુભવના આધારે ગ્રામીણ ક્ષેત્રે નવા ૧૦૦૦ સ્ટાર્ટ અપ શરૂ કરવામાં અહમ ભૂમિકા નિભાવી શકે તેમ છે.
તેની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિએ દેશના ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે આજથી ૪૦ વર્ષ અગાઉ ઇરમાની સ્થાપના કરવા બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનના યોગદાનને બિરદાવ્યું હતું.
આણંદની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું, આણંદમાં આવીને આનંદ મહેસુસ કરૂં છુ. મારા જીવનમાં સૌથી વધુ ગમતું કૃષિ, ગ્રામીણ વિકાસ, પશુપાલન છે. બાજપેયી સરકારમાં મેં સામેથી કૃષિ મંત્રાલય માંગ્યું હતું. પરંતુ તેમણે બાજપેયીજીએ કહ્યું કે કૃષિ ખાતુ બીજાને ફાળવી દીધું હતું. એટલે તમારે બીજો કોઈ વિભાગ જોઈતો હોય તો કહો. એટલે મેં ના પાડી હતી. કારણ કે, ભારતના ૬૮.૮ ટકા લોકો ગ્રામ્યમાં જીવે છે. ગાંધીજીએ આઝાદી પછી બે સલાહી આપી હતી. કે આઝાદીની ચળવળ મેળવવા માટે કોંગ્રેસ એક પ્લેટફોર્મ હતું. હવે, આઝાદી મળી ગઈ છે એ પછી કોંગ્રેસના પ્લેટફોર્મને બંધ કરો.
સુરત,તા.૧૪
સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ નજીક કેન્ર રોડ પર એક સ્કૂલ બસ દ્વારા એક ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર માર્યા બાદ બસને ત્યાં લોકોએ અટકાવી હતી. લોકોએ ડ્રાઇવરને બસમાંથી બહાર લાવતા ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં.
રેડિયન્ટ સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી તે ગાડીના માલિકે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, પહેલા પણ એક એક્સિડન્ટ થતાં તેમની બસ બચી ગઈ હતી. જે બાદ આ જાગૃત નાગરિકે બસમાં સવાર બાળકો માટે ૧૦૦ નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ વધુ તપાસ શરુ કરી છે.
અડાલજ,તા.૧૪
અડાલજમાં આવેલા સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી. પોલીસે રેડ કરી ત્યારે સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં પહેલા તો ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ મેચ જોઇ રહી હતી. ત્યાં ખૂણામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા. પોલીસે રેડ કરી આ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે રેડ બાદ સ્થલ પરથી દારૂ ભરેલી ૯ બોટલ અને સાત ખાલી બોટલ તથા વાહનો મળી આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઘાટલોડિયામાં રહેતા કેવિન સુનિલભાઇ પટેલની બહેનના લગ્ન હોવાથી તેણે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સાથે દારૂની પાર્ટી રાખી હતી.
નબીરાં ઝડપાયાપોલીસે ગાંધીનગરના સોહમ પ્રજાપતિ, આંબાવાડીમાં સુક્રુતિ ફ્લેટમાં રહેતા રૂમિત પટેલ અને અંકિત શાહ, બોપલ પારસ બંગલોમાં રહેતા મિલન પટેલ, નારણપુરામાં નંદેગ્રામમાં રહેતા પાર્થ પટેલ, સોલા રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતા સૌમિલ પટેલ, વસ્ત્રાપુરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંકેત પટેલ, થલતેજના આનંદ બંગલોમાં રહેતા ધ્રુવ પટેલ, થલતેજના સનસાઇન ફ્લેટમાં રહેતા વિશ્વજીતસિંહ રાણા, એસજી હાઇવે પરના પ્રેમચંદ બંગલોમાં રહેતા નિકુલ પટેલ, ઘાટલોડિયામાં ટી.બી.ન્યુમાં રહેતા કેવિન પટેલ, ઘાટલોડિયા વિશ્વનિકેતન ફ્લેટમાં રહેતા ચિરાગ પટેલ, ઉસ્માનપુરાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જીગર પટેલ તથા નવરંગપુરાની સંધ્યા સોસાયટીમાં રહેતા વંદિત પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન ૬૬(૧)(બી), ૮૫,૮૪,૬૮,૬૫(એ)(ઇ), ૧૧૬ બી, ૮૧ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ગાંધીનગર,તા.૧૪
એલઆરડી પરીક્ષામાં ભરતી દરમિયાન માલધારી સમાજને અન્યાય કરાયો હોવાને લઈ હાલમાં જ લાંબી રેલી, ઉપવાસ સહિતની લડાઈઓ સમાજ દ્વારા લડાઈ રહી છે. આ દરમિયાનમાં ગીતા રબારીએ એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાયના આક્ષેપ સાથે આગામી ૧૬મી ડિસેમ્બરે મહારેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. ગીતા રબારીએ આ સ્થિતિમાં સમાજે એક થઈ જવું જોઈએ તેવી અપીલ કરી છે.
ગીતા રબારીએ આ ઉપરાંત ૧૬મીએ શાંતિપૂર્ણ રેલીમાં પોતે જોડાશે તેવું પણ કહ્યું છે અને સહુ યુવાનોને પણ તેમાં જોડાઈને સરકારને પોતાની સાથે થયેલા અન્યાય સંદર્ભે રજૂઆત કરવા કહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમાજને ન્યાય મળે તેવી માગણી કરી છે. તથા જે શખ્સો દ્વારા આ ખોટી પ્રવૃત્તિ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી થાય તેવી માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રબારી, ભરવાડ, ચારુલ સમાજને એલઆરડી પરીક્ષાની ભરતીમાં ગુણ ઊંચા હોવા છતાં ભરતીમાં શામેલ કરાયા નહીં તે બાબતનો રોષ ફેલાયો છે. કારણ તેમના સર્ટીફીકેટ માન્ય ગણવામાં આવ્યા ન હતા. સમાજ દ્વારા વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સંદર્ભે હાલમાં જ જુનાગઢમાં પણ મોટી રેલી કરવામાં આવી હતી.
અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી. પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.
રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર ૭ કલાકે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. સરકારી ચોપડે ૧ જુલાઇ ૨૦૧૪થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન કુલ ૬,૧૧૬ બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદમાં મહિલાઓ પર દર બે દિવસે એક બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૮૬૦ રેપની ફરિયાદ થઈ છે.
અમદાવાદ,તા.૧૪
રાષ્ટ્રપતિના ‘નિશાન’ એવૉર્ડ એ પોલીસદળની શ્રેષ્ઠતા અને ગૌરવના પ્રતીકરૂપે અપાય છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરાયેલા કામ અને રાષ્ટ્રની સેવામાં આપેલ યોગદાન માટે આપવામાં આવે છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસદળ આ સન્માનથી સન્માનિત થનાર ૭મું રાજ્ય બનશે. અગાઉ આ સન્માન મેળવનાર છ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરીમોનિયલ પરેડમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ એનાયત કરશે.આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ સ્મૃતિચિહ્ન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ માટેની દરખાસ્ત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં સી.આર.પી.એફ, બી.એસ.એફ, સી.બી.આઈ, આર.એન્ડ એ.ડબ્લ્યુ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે અને તેમના દ્વારા આ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેને વડા પ્રધાનની કચેરીમાં મોકલવામાં આવ્યો હતો. ૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો નિશાન એવોર્ડ એનાયત કરાશે એ અંગે જાણ કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને ૨૫ વર્ષ થઈ ગયાં હોય, તેઓ પ્રેસિડેન્ટ્સ કલર્સ (નિશાન) માટે અરજી કરી શકે છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન એ બાબતનું પ્રતીક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તાભરી સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે.
રાજકોટ,તા.૧૪
રાજકોટમાં હવે સ્થિતિ એવી થવા લાગી છે કે દર ગલી-નુક્કડ પર એક દાદા-ભાઈ ઊભા થવા લાગ્યા છે. અહીં સુધી કે પ્રજાના પ્રતિનિધીઓ અને તેમના પરિવારજનોનો પણ લોકોને ઘણીવાર ત્રાસ સહન કરવો પડતો હોય છે. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજાએ તલવારથી એક ગેરેજ સંચાલક પર હુમલો કર્યો હતો. કાર રિપેરિંગના રૂપિયા છેલ્લા બે વર્ષથી આપ્યા તો ન હતા ઉપરથી તે મુદ્દા પર નેતાના ભત્રીજાએ દાદાગીરી કરતાં બંને વચ્ચે ચકમક થઈ હતી જેમાં આખરે તલવારથી નેતાના ભત્રીજાએ હુમલો કરી દીધો હતો.
ગોંડલ રોડ પર એક જે કે મોટર્સ નામનું ગેરેજ છે. જે ગેરેજ મયુરદ્વજસિંહ ભરતસિંબ બારડ (૩૦) ચલાવે છે. તે ગુરુવારે રાત્રીના સમયે ઘર પાસે નવલનગરમાં એ ટૂ ઝેડ નામના ગલ્લા પર મિત્રો સાથે ઊભા હતા. દરમિયાનમાં કોર્પોરેટર વિજય વાંકનો ભત્રીજો સાગર ત્યાં આવી ચઢ્યો અને તેણે પોતાના હાથમાં તલવાર રાખી હતી. તે આંખમાં જનુન અને હાથમાં તલવાર સાથે સામેથી આવતો દેખાયો એટલે મયુરદ્વજસિંહે ત્યાંથી ઘર બાજુ દોટ મુકી. તે ભાગતા હતા ત્યાં સાગર ખુલ્લી તલવાર લઈ તેમની પાછળ ભાગ્યો અને દોડતા દોડતા મયુરદ્વજસિંહ નીચે પડી ગયા અને સાગર નજીક આવી ગયો. સાગરે તલવાર વીંઝી દીધી અને તેમના હાથ અને પગ પર ઘા કર્યા હતા.
બાબત અંગે ઈજાગ્રસ્ત મયુરધ્વજસિંહને સારવાર માટે ખસેડાયા હતા, તેમણે પોલીસને જણાવ્યું કે, વિજય વાંકે પોતાની માઈક્રો કારનું બોડીનું કામ મારી પાસે કરાવ્યું હતું જેના ૧૧ હજાર રૂપિયા લેવાના નિકળતા હતા, થોડા દિવસોમાં તે આપી દેશે તેવી વાત વિજય વાંકે કરી હતી પણ એક મહિનો થયો પણ પૈસા આવ્યા નહીં તેથી મેં ફોન કર્યા હતા પણ વિજયભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી તે પૈસાની ઉઘરાણી બાબતે માથાકુટ ચાલતી હતી જેનો ખાર રાખીને સાગરે મારા પર હુમલો કર્યો છે. જોકે પોલીસે તપાસની વધુ તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર,તા.૧૪
રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે ૫૫% અને ક્લાર્કમાં એની સ્નાતક માટે ૫૫ ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કમ્પની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે
સરકારી કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
08:20 PM | December 14
મુંબઈ,તા.૧૪
દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મએ રૂ.૫,૨૫,૭૧૪ કરોડ મૂલ્યના કુલ ૧૦.૧૯ કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦૦૯માં જ્યારે આ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ૨૮૬૫ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા ત્યાંથી સતત પ્રગતિ આ પ્લેટફોર્મ કરી રહ્યું છે.
પ્લેટફોર્મ પર સતત નવાં રજિસ્ટ્રેશન અને એસઆઈપીઝમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈ સ્ટાર એમએફએ વર્તમાન વર્ષના ઈક્વિટી રોકાણના ૨૬ ટકા ચોખ્ખા પ્રવાહને પ્રાપ્ત કર્યો છે. આ પ્લેટફોર્મ પર ૫૫,૦૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સના નવા ટ્રાન્ઝેક્શનના ૪૨ ટકા ટ્રાન્ઝેક્શન્સ બીએસઈ સ્ટાર એમએફ પર થાય છે.
સિદ્ધિ તેમ જ ૧૦ જૂન, ૨૦૧૯ના રોજ એક જ દિવસમાં ૭.૬૨ લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ બીએસઈ સ્ટાર એમએફ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
ખાણીપીણીનો સામાન બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ ૨૧ જરૂરી દવાઓના ભાવ વધારાની પરવાનગી આપી દીધી છે. આ ભાવ ૫૦ ટકા સુધી વધારવામાં આવશે. માર્કેટમાં મહત્વપૂર્ણ દવાઓની સપ્લાઇને ધ્યાનમાં રાખવાનાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના ડ્રગ્સ પ્રાઈસ રેગ્યુલેટર હેઠળ ૨૧ દવાઓની મહત્તમ છૂટક ભાવમાં ૫૦ ટકાના વધારાની પરવાનગી આપી છે. આ પહેલીવાર છે જ્યારે એનપીપીએ આમ કરી રહ્યા છે.
એનપીપીએ જરૂરી અને જીવનરક્ષક દવાઓની ભાવને ઘટાડા માટે ઓળખવામાં આવે છે. એનપીપીએ આ દવાઓ ઉણપના લીધે મોંઘો વિકલ્પ સિલેક્ટ કરનાર રોગીઓને રોકવા માટે સાર્વજનિક હિતમાં ભાવ વધી રહ્યા છે. મોંઘી થનાર મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારને એપહેલી પંક્તિના રૂપમાં કરવામાં આવે છે અને સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે અભિન્ન અંગ છે.
૯ ડિસેમ્બરના આયોજિત ઓથોરિટીની બેઠકમાં કહેવામાં આવ્યું કે ઓથોરિટીએ ઉલ્લેખ કર્યો કે ડીપીસીઓ ૨૦૧૩ના ફકરા નંબર ૧૯ હેઠળ ભાવ માટે જે એકવીસ સુનિશ્ચિત ફોર્મ્યુલેશન પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તે ઓછા ભાવવાળી દવાઓ છે અને તેમને વારંવાર ભાવ નિયંત્રણના આધિન કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારની પહેલી પંક્તિના રૂપમાં કહેવામાં આવે છે અને દેશના સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. ઘણી કંપનીઓને અસ્થિરતાના કારણે ઉત્પાદનને બંધ કરવા માટે અરજી કરી છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
જનતા દળ યુના નેતા પ્રશાંત કિશોર દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલના આપ પક્ગેષ માટે ચૂંટણી પ્રચાર કરશે એવી જાણકારી મળી હતી. મોદી સરકારે નાગરિકતા સુધારા ખરડો રચીને તેનો કાયદો બનાવ્યો અને એ કાર્યમાં જનતા દળ યુના નેતાઓએ સાથ આપ્યો તેથી પ્રશાંત કિશોર ખૂબ નારાજ છે અને શુક્રવારે ત્રીજીવાર તેમણે ટ્વીટર પર આ મુદ્દે પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી હતી.
શુક્રવારે સાંજે જનતા દળ યુના મહામંત્રી એસસીઆર સિંઘે ખુલ્લંખુલ્લા કહ્યું હતું કે પ્રશાંત કિશોરને પક્ષ છોડવો હોય તો ખુશીથી છોડી શકે છે. પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહ ઘડવાના ચાણક્ય ગણાય છે. ૨૦૧૭માં તેમણે ઉત્તર પ્રદેશમાં જેમને માટે ચૂંટણી વ્યૂહ ઘડ્યો હતો તે પક્ષની સરકાર બનીહતી.
અત્યારે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાથે કામ કરી રહ્યા છે. મમતાની જેમ પ્રશાંતે પણ નાગરિકતા સુધારા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ માહિતી મુજબ હવે પ્રશાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અરવિંદ કેજરીવાલ સાથે કામ કરશે. એ જોવાનું રસપ્રદ બની રહેશે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રશાંત આપને જીતાડી આપે છે કે કેમ.
પતિએ મેટ્રો ટ્રેન સામે કૂદકો મારતા પત્નીએ પણ આપઘાત કર્યો
ન્યુ દિલ્હી,તા.૧૪
પાટનગર નવી દિલ્હીમાં રહેતા એક પરિવારે આર્થિક સંકડામણના પગલે સામૂહિક આપઘાત કર્યો હતો. મૂળ આ પરિવાર ચેન્નાઇ (તામિલનાડુ)નો રહેવાસી હતી.
મરનાર ભરત ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જનરલ મેનેજરના હોદ્દા પર કામ કરતો હતો. શુક્રવારે સવારે એણે જવાહરલાલ નહેરુ મેટ્રો રોલવે સ્ટેશન પર ટ્રેન આવી રહી હતી ત્યારે કૂદકો મારીને જાન ગુમાવ્યો હતો.
સાંજે એની પત્નીએ પહેલાં પાંચ વર્ષની નાની પુત્રીને ફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ પોતાના ગળામાં ફાંસો લઇને જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચાર મળતાં પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આપઘાતનું કારણ તપાસવા માટે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી હતી.
ભરત આ પહેલાં પોસ્ટિંગ કાઠમાંડુ (નેપાળ)માં હતો. ત્યાં એ બીગ માર્ટ શોપિંગ મોલમાં કામ કરતો હતો. ત્યાંથી હજુ તો આ વર્ષના સપ્ટેંબરમાં દિલ્હી આવીને ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જોડાયો હતો. એની પત્ની શિવરંજની હાઉસવાઇફ હતી અને પુત્રી કેજીમાં ભણતી હતી.
ભરતનો નાનો ભાઇ દિલ્હીના સાકેત વિસ્તારમાં કોઇ કોચિંગ ક્લાસમાં પાઇલટની તાલીમ લઇ રહ્યો હતો.
ઔરંગાબાદ,તા.૧૪
વિશ્વવિખ્યાત સંત સાંઇબાબાના શિરડીમાં અકળ રીતે એક પછી એક વ્યક્તિ ગૂમ થઇ રહી હોવાના મુદ્દે ઔરંગાબાદ હાઇકોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં ૮૦થી વધુ વ્યક્તિ ગૂમ થઇ હતી જેનો અતોપતો લાગ્યો નહોતો. શિરડીના નિવાસીઓ એક પછી એક ગૂમ થઇ રહ્યા હોવાના મિડિયા અહેવાલની મુંબઇ હાઇકોર્ટે સુઓ મોટ્ટો અરજી દાખલ કરી હતી અને મુંબઇ હાઇકોર્ટની ઔરંગાબાદ શાખાએ આ મુદ્દે તપાસ કરીને હાઇકોર્ટને રિપોર્ટ આપવાની પોલીસને તાકીદ કરી હતી.
મનોજ કુમાર નામની એક વ્યક્તિએ પોતાની પત્ની ગૂમ થવા અંગે હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે માનવ તસ્કરીનું આ વ્યવસ્થિત કાવતરું નથી ને એની તપાસ કરીને રિપોર્ટ આપો.
ચાલુ વર્ષમાં ઓક્ટોબરની ૩૧મી સુધીમાં શિરડીના ૮૮ જણ ગૂમ થયા હતા જેમાં થોડીક મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. ઔરંગાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ ટીવી નવાડે અને જસ્ટિસ એસએમ ગવાન્હેએ કહ્યુ ંહતું કે મંદિરમાં દર્શન કરવા આવેલી વ્યક્તિ ક્યાં કેવી રીતે ગૂમ થઇ શકે એ સમજાતું નથી. પોલીસે આ બાબતે સઘન તપાસ કરવી જોઇએ કે મહિલાઓ ગૂમ થાય તેની પાછળ માનવ તસ્કરી કરનારી ટોળીનો હાથ નથી ને.
ચાલુ વર્ષમાં ગૂમ થયેલા લોકોમાં મહિલાઓ વધુ હતી એટલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ૧૩૦૦ કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં ૧૦૦ કરોડનું હેરોઇન ભારતમાં અને ૧૨૦૦ કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું.
આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિક્યોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ કૌભાંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલંબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી.
ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક અમેરિકી, બે નાઇજિરિયન અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
દેશના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યને કહ્યું હતું કે સરકારે તત્કાળ સાવધ થઇ જવાની જરૂર છે. દેશનું અર્થતંત્ર આઇસીયુ તરફ ધસી રહ્યું છે. ગમે ત્યારે ગંભીર મંદીનો સામનો કરવો પડી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એક ડ્રાફ્ટ પેપરમાં અરવિંદે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર અત્યારે ટ્વીન બેલેન્સ શીટ્સ જેવા સંકટનો બીજો તબક્કો અનુભવી રહ્યું છે. એના પરિણામે ગંભીર મંદી આવી શકે છે. સરકારે સાવધ રહેવાની ખાસ જરૂર છે.
તેમણે કહ્યું હતું કે આ સામાન્ય મંદી નથી, બહુ ગંભીર મંદી છે અને સરકારે આ તરફ તત્કાળ ધ્યાન આપવાની તાકીદે જરૂર ઊભી થઇ છે.
આ ડ્રાફ્ટ પેપરના સહલેખક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય કચેરીના વડા જોશ ફૈલમેન છે. હાલ હાર્વર્ડ કેનેડી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અધ્યાપન કરી રહેલા અરવિંદે પોતે અગાઉ વર્ણવેલા ટીબીએસ (ટ્વીન બેલેન્સ શીટ્સ) અને હાલની ટીબીએસ-ટુ વચ્ચે બહુ મોટો ફરક હોવાનું આ પેપરમાં નોંધ્યું હતું.
આસામમાં ઇન્ટરનેટ ૧૬મી સુધી પ્રતિબંધ લંબાવાયો, ભારતીય સેનાએ કરી અપીલ
ગુવાહાટી,તા.૧૪
નાગરિક સુધારણા બિલ કે જે હવે કાયદો બની ગયો છે તેની સામે પૂર્વોત્તરના કેટલાક રાજ્યોની સાથે હવે પ.બંગાળમાં પણ વિરોધ શરૂ થયો છે અને હિંસાના બનાવો બનતા સીએમ મમતા બેનર્જીએ લોકોને લોકશાહી માર્ગે વિરોધ કરવાની અપીલ કરી છે. ભાજપ શાસિત આસામમાં પરિસ્થિતિ હજુ થાળે નહીં પડતાં ૧૬ ડિસે. સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે બિહારમાં આરજેડી પક્ષે આ કાયદાના વિરોધમાં ૨૧મીએ બિહાર બંધનું એલાન આપતાં બિહારમાં પણ સુરક્ષાના કડક પગલા લેવા પડે તેમ છે.
શનિવારે પશ્ચિમ બંગાળમાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમના વિરોધમાં વિરોધીઓએ ઘણા સ્થળોએ રસ્તાઓ અને રેલ માર્ગોને અવરોધિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તર ૨૪ પરગના જિલ્લાઓ અને હાવડા (ગ્રામીણ) માંથી હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં જિલ્લાના નેશનલ હાઇવે નં.૩૪ અને અન્ય રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતાં.
પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પૂર્વી રેલ્વેના સીલદાહ-હસનાબાદ વચ્ચે રેલ સેવા પણ ખોરવાઈ છે.
દરમ્યાનમાં નાગરિકત્વ કાયદા સામે બંગાળમાં હિંસક વિરોધ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક રીતે વિરોધ કરો અને કાયદો હાથમાં ન લો. તેમણે તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
અસરગ્રસ્ત નાગાલેન્ડમાં નાગા સ્ટુડન્ટ્સ યુનિયન (એનએસએફ) દ્વારા આ કાયદાના વિરોધમાં છ કલાકના બંધ વચ્ચે શનિવારે સ્કૂલ, કોલેજ અને બજારો નાગાલેન્ડના ઘણા ભાગોમાં બંધ રહી હતી અને વાહનો રસ્તા ઉપરથી બંધ હતા. જો કે, સવારના ૬ વાગ્યાથી બંધનો આરંભ થયો છે ત્યાં સુધી હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી.
વિરોધ કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં ભાગ લેવા, ફરજ પરના તબીબી કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ અને શેરીઓમાંથી લગ્નમાં ભાગ લેવા જતા લોકોને મંજૂરી આપી રહ્યા છે.
ભારતીય સૈન્યએ ઉત્તર-પૂર્વના લોકોને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કેટલાક શંકાસ્પદ લોકો દ્વારા ઉત્તરપૂર્વમાં કરવામાં આવેલી તેમની કાર્યવાહી અંગેના નકલી સમાચારો ફેલાવવામાં આવી રહ્યાં હોવાથી તેનાથી સાવધ રહેવા જણાવ્યું છે.
બાવડેબાજ પુરુષો સ્ત્રીની હમેશાં પહેલી પસંદ રહ્યા છે.લૈંગિક આકર્ષણ બહુ રહસ્યમય ચીજ છે. એના જાદુઈ સમીકરણ ઉકેલવાનો વૈજ્ઞાનિકો અને કલાકારો કાયમ પ્રયત્ન કરતા હોય છે. લૈંગિક આકર્ષણ વિષે એક સરસ ચિત્ર ઉપસાવવા વૈજ્ઞાનિકો અને કલાકારો ખૂબ સંશોધન કરતા રહેતા હોય છે. એટલે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ મેસ્કયુલિન પુરુષો પ્રત્યે અસહાય બનીને ખેંચાઈ જતી હોય છે. જોહ્ન અબ્રાહમ કે સલમાનખાન, મૅલ ગિબ્સન, સ્ટેલોન, ઋત્વિક રોશન કે અર્નૉલ્ડ પડદા ઉપર આવતા કેટલીય સ્ત્રીઓના મોઢામાંથી છુપા સિસકારા અને નિસાસા નીકળી જતા હશે? એનું સાદું સ્વાભાવિક કારણ એ છે કે આવા પુરુષો હેલ્થી હોય છે, અને ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સારી તંદુરસ્તીની કિંમત મેટિંગ માર્કેટમાં ખૂબ ઊંચી હોય છે કારણ કે એનાથી રીપ્રૉડક્ટિવ સફળતા વધી જતી હોઈ શકે.અગાઉના સંશોધન બતાવે છે કે મેસ્ક્યુલિન ફીચર અમુક વિશિષ્ટતાઓ સાથે જોડાયેલા હોય છે જેવા કે આવા વ્યક્તિઓ તંદુરસ્તીથી ભરપૂર, અપર બોડીની મજબૂતાઈ ધરાવતાં, નુકસાનકારક સ્ટ્રેસ વગરના, સામાન્ય બીમારીઓનો સમયકાળ બહુ ઓછો, ટેસ્ટેરોન લેવલ હાઈ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવતા હોય છે. આવા માચો ફેસિયલ ફીચર ધરાવતા લોકો તંદુરસ્ત વધુ જણાતા હોય છે. પણ આવા સુંદર પૌરુષવાળું વ્યક્તિત્વ થોડી કિંમત ચૂકવીને મળતું હોય છે. હેલ્થી અને સ્ટ્રોંગ હોવા છતાં સ્ત્રીઓ ઇચ્છતી હોય છે તેવી લૉંગ ટર્મ રોમૅન્ટિક પાર્ટનરશિપ માટેની ક્વૉલિટી બાબતે થોડા ઉણા ઊતરતા હોય છે.ઓછાં મેસ્કયુલિન ફીચર ધરાવતા લોકોની સરખામણીએ માચો મેન શૉર્ટ ટર્મ સંબંધ માટે રુચિ ધરાવતાં, ઓછા વફાદાર જણાતા હોય છે. હાયર લેવલ ટેસ્ટેરોન ધરાવતા લોકો એમના પાર્ટનર અને બાળકોમાં સમય અને સંપદા ઓછી ફાળવતા જણાયા છે, ઈમોશનલી ઠંડા, અવિશ્વાસુ અને ક્યારેક બેડ ફાધર જણાતા હોય છે. ટૂંકમાં એમને બીજારોપણમાં રસ વધુ પછીની જવાબદારીઓ નિભાવવી બહુ ગમે નહિ. સ્ત્રીને લોંગ ટર્મ રીલેશનશીપમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે. કારણ બાળક પેદા કરી એને ઉછેરવાની મહત્તમ જવાબદારી કુદરતે એને સોંપી છે. એક તો ગર્ભવતી થયા પછી તરત જ નવ મહિનાનો લાંબો ગાળો થોડી અસહાયતા અનુભવાય. એટલીસ્ટ નવ મહિના તો બીજ રોપનારનો સહારો, ટેકો અને હૂંફ તો જોઈએ જ.બાળક જન્મ પછી પણ બહુ લાંબો ગાળો એને પગભર થવા જોઈતો હોય છે. એટલે લાંબો સમય પુરુષ એની મદદમાં ટકી રહે તો કામનું. સાથે સાથે લગ્નવ્યવસ્થા હાજર છે તો અહીં પશ્ચિમના સ્વતંત્ર સમાજમાં સ્ત્રીઓ માટે સિરિઅલ મનોગમી શરુ થઈ છે. લગ્ન કરો, ડિવોર્સ લઇ લો અને ફરી બીજા પુરુષ સાથે લગ્ન કરો આ સિરિઅલ મનૉગમી એક જાતની પૉલીગમી જ કહેવાય.તિબેટમાં સ્ત્રીઓ પૉલીગમી આચરે તેને પૉલીએન્ડ્રી કહેતા હોય છે. અહી તિબેટ્માં સિરિઅલ મનૉગમી જેવું છે નહિ. અહી ઘરમાં બે-ચાર ભાઈઓ હોય તો ચારે ભાઈઓ વચ્ચે એક જ પત્ની હોય છે. ઘરે રહેતા કામ પર બહુ ના જતા નાના ભાઈઓ દિવસે સંસર્ગ કરી લેતા હોય છે. ક્યારેક વિધુર બનેલા પિતા પણ આમાં જોડાઈ જતા હોય છે. આમ મેસ્કયુલિન પાર્ટનર પસંદ કરવામાં સ્ત્રીને વેપારમાં ખોટ જતી હોય છે. પણ પાછો આવો પુરુષ ભવિષ્યમાં મજબૂત બાળકો આપી શકે છે તે પણ અગત્યનું છે.આમ માચોમેન પસંદગીનાં ફાયદા ગેરફાયદા હોય છે. અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ શા માટે આવી પસંદગી કરવા મજબૂર થઈ જતી હશે? જે સ્ત્રીઓ પોતે તંદુરસ્તી બાબતે નબળી હોય તે તો ખાસ આવા પુરુષોને પસંદ કરતી જોવા મળી છે. અને ખાસ તો આવા પુરુષો દ્વારા પેદા થતા બાળકો મજબૂત રોગપ્રતિકારક શક્તિઓ લઈને પેદા થતા હોય છે. એટલે આમ તો લૉન્ગ ટર્મ રીલેશનશીપ માટે પ્રેમાળ અને કાળજી રાખનાર પુરુષ સ્ત્રીની પહેલી પસંદગી હોવી જોઈએ અને હોય છે પણ ખરી.આમ છતાં આવા મસ્ક્યુલિન પુરુષો અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ એમને પસંદ કરવા મજબૂર થઈ જતી હોય છે અથવા એમના પ્રતિ આકર્ષાઈ જતી હોય છે એનું પગેરું કીટાણુ પ્રત્યેની સૂગ કે નફરતમાં જોવા મળે છે તેવું ગ્લાસગો યુનીવર્સીટીની ટીમને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. કીટાણું પ્રત્યેની સૂગ સ્ત્રીઓને મસ્ક્યુંલિન વૉઇસ, ફેસ અને શરીર પ્રત્યે આકર્ષી શકે તેવી શક્યતા રહેલી છે.આ ટીમે ત્રણ અભ્યાસ કર્યા હતા. અમુક સ્ત્રીઓને પ્રશ્નપત્રો અપાયા. એમને એમની ત્રણ પ્રકારની સૂગ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવવાની હતી. ૧) નૈતિક સૂગ જેવી કે કોઈ મિત્ર છેતરતો હોય ૨)સેકસુઅલ સૂગ જેવી કે બે સાવ અજાણ્યા સેક્સમાં ઊતરે ૩) કીટાણું પ્રત્યેની સૂગ જેવી કે કૂતરાના મળ ઉપર પગ પડી જાય. કોઈને છેતરવા જેવું અનૈતિક આચરણ કોઈ મિત્ર કરે તો આપણને નફરત થતી હોય છે. કોઈ સાધુ મહારાજ કામલીલા કરતા પકડાય ત્યારે પણ નફરત થતી હોય છે અને કોઈના મળ ઉપર પગ પડી જાય ત્યારે જબરી સૂગ ચડતી હોય છે. આ અભ્યાસમાં સ્ત્રીઓએ જરાય સૂગ ના ચડે ત્યાં ૦ માર્ક્સ આપવાનો હતો અને ભયંકર સૂગ ચડે ત્યાં ૬ માર્ક્સ આપવાનાં હતા. આમ જુદી જુદી સૂગ પ્રત્યે સ્ત્રીઓની સંવેદનશીલતા કેટલી છે તે મપાઈ જવાનું હતું.હવે આજ સ્ત્રીઓને પહેલા અભ્યાસમાં ૬ પુરુષ જોડીઓના અવાજ કેટલા અને કયા અટ્રૅક્ટિવ લાગે છે બતાવવાનું હતું. એક જ રેકૉર્ડિંગને મેસ્કયુલિન અને ફેમિનાઇનમાં તબદીલ કરેલું હતું. બીજા અભ્યાસમાં જુદી જુદી સૂગ માચો ફેશલ ફીચર અને મસ્ક્યુલર બૉડી પસંદગીમાં જવાબદાર હોય છે કે નહિ તે તપાસવાનું હતું. અહીં પુરુષોની “હાઇ મસ્કયુલિનિટી એન્ડ લો મસ્કયુલિનિટી ઇમેજ ઉપર રેટિંગ આપવાનું હતું.અહીં ચાર ઑપ્શન અપાયા હતા. “મચ મોર એટ્રેકટીવ, મોર એકટ્રેકટીવ, સમવોટ મોર એટ્રેક્ટીવ એન્ડ સ્લાઇટલી મોર એટ્રેકટીવ.” ત્રીજા અભ્યાસમાં જે સ્ત્રીઓ કોઈ પુરુષ સાથે જોડાયેલી નહોતી તેઓએ એમના આઇડિઅલ પાર્ટનરની મસ્કયુલિનિટીને રેટ આપવાનો હતો અને જે સ્ત્રીઓ ઑલરેડિ પાર્ટનર ધરાવતી હતી તેઓએ એમના આઇડિઅલ અને ઍક્ચુઅલ પાર્ટનરની મસ્કયુલિનિટીને રેટ આપવાનો હતો.આટલી બધી જધામણ પછી સંશોધકોને જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ કીટાણું પ્રત્યે સૂગ વધુ ધરાવતી હતી, વધુ સંવેદનશીલ હતી તેઓએ ઍક્ચુઅલ અને આઇડિઅલ બંને પાર્ટનરમાં માચો ફેશલ ફીચર, લો-પિચ વૉઇસ અને સ્નાયુબદ્ધ શરીરને વધુ પસંદગી આપી હતી. મૉરલ અને સેકસુઅલ સૂગ માચો ફીચર અને રોમૅન્ટિક પાર્ટનર પસંદગી માટે અર્થપૂર્ણ ધારણા બાંધી શકાય તેવી જણાઈ નહોતી. આમ એવું કહી શકાય કે જે સ્ત્રીઓને બીમારી ફેલાવે તેવા જીવજંતુઓ પ્રત્યે ભયંકર સૂગ ચડતી હોય તેવી સ્ત્રીઓ મજબૂત સ્નાયુબદ્ધ શરીર ધરાવતા પુરુષો પ્રત્યે વહેલી આકર્ષાઈ જતી હોવી જોઈએ. જેથી ભવિષ્યમાં એના દ્વારા પેદા થતા બાળકો મજબૂત અને સારી ઇમ્યૂન સિસ્ટમ ધરાવતા જલદી બીમાર નાં થાય તેવા પેદા થવાની શક્યતાઓ વધી જાય.કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી પુરુષોના અવાજ, મુખારવિંદ અને સ્નાયુબદ્ધ શરીરની મસ્કયુલિનિટી તરફ આકર્ષાય છે જાણતાં કે અજાણતાં એની પાછળનો મૂળ હેતુ એના ભવિષ્યમાં મળનારા બાળકો મજબૂત અને જલદી બીમાર નાં પડે તેવી એને આશા હોય છે. સ્ત્રીને ઓછી મસ્કયુલિનિટી ધરાવતા પુરુષો લાંબા સહવાસ માટે ગમતા હોય છે કારણ એના બાળકોને એક પ્રેમાળ પિતા મળે જે કાયમ માટે એમને સાચવે. બસ આ વિરોધાભાસમાં સ્ત્રી કાયમ જીવતી હોય છે.પક્ષીઓ મનૉગમી માટે પ્રખ્યાત હોય છે. મોટાભાગના પક્ષીઓ મનૉગમસ હોય છે, કાયમ જોડી બનાવીને જીવતા હોય છે. પણ વૈજ્ઞાનિકોએ ત્યાં પણ ખણખોદ કરી જોઈએ. ૪૦ ટકા પક્ષીઓના બચ્ચા એમની માતા કાયમ જોડી બનાવીને રહેતી હતી તેમના દ્વારા પેદા થયેલા નહોતા. મતલબ આ માદા પક્ષી ગુપ્ત રીતે બીજા નર પક્ષી સાથે સંસર્ગ કરાવી ઈંડા મૂકતી હતી. અને સચ્ચાઈ એ છે કે પેલો કહેવાતો પરણ્યો પોતાના બચ્ચા છે તેવું માની પારકા જેનિસની સારસંભાળ રાખ્યા કરતો હતો.પુરુષને આપણે ભમરાની ઉપમા આપીએ છીએ તેમાં કોઈ શક જ નથી. સ્ત્રી લગભગ એક પુરુષ સાથે ટકી રહેવા આતુર હોય છે. એની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે, સ્ત્રી મસ્કયુલિનિટી તરફ આકર્ષાઈ જાય છે તેની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે. સ્ત્રી ‘મૈ તુલસી તેરે આંગનકી’ કહી આખી જિંદગી દુખ વેઠવા તૈયાર હોય છે એની પાછળ એનું માતૃત્વ જવાબદાર હોય છે. સ્ત્રી ક્યારેક બેવફાઈ આચરે છે એની પાછળ પણ એનું માતૃત્વ છુપાયેલું છે જો સમજાય તો?પણ આપણા પુરુષ પ્રધાન સમાજમાં તમામ બંધનો સ્ત્રીઓ માટે હોય છે. ૮૦ વર્ષનો ડોસો પણ ‘કચ્ચી કલી કચનાર કી’ ગાતો ગાતો ૧૬ વર્ષની સુંદરીની પાછળ વૃક્ષની આજુબાજુ હાંફતો હાંફતો ફરતો હોય છે. પણ સ્ત્રીએ તો સતિ સાવિત્રીબેન જ બનીને રહેવાનું. નહી તો પછી અગ્નિપરીક્ષા માટે તૈયાર હો જાઓપ.જોહ્ન અબ્રાહમ અને સલમાનખાન કોને નથી ગમતા? પણ ભારતીય નારી થી બોલાય ખરું? એમના ખોંપખોંપખોં કરતા પતિદેવની વેધક નજર અગ્ન્યાસ્ત્ર જેવી જલદ હોય છે, જીવતા બાળી નાખે.પુરુષપ્રધાન સમાજની માનસિકતાએ તો આપણા સાઇકાયટ્રિસ્ટ પણ એમની કૉલમમાં સફેદ જૂઠ જાણતા કે અજાણતાં લખશે કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ માટે મિત્રો ચિંતા નાં કરો તમારી પત્નિઓ બીજે જવાની નથી તમ તમારે જેટલા ફૂલના રસ ચૂસવા હોય તેટલા ચૂસો. કારણ આવું લખેલો આર્ટિકલ ટેબલ ઉપર આવે તો તંત્રીને પણ નિરાંત થઈ જાય કે ભલે ઑફિસમાં મોડી રાત સુધી કામ ચાલે ઘેર કાઈ ચિંતા જેવું નથી કેમકે એક ઍક્સ્પર્ટ ડૉકટરે કહી દીધું ઑથેન્ટિક થઈ ગયું. પુરુષ પ્રધાન માનસિકતા છે એવું કહેવું કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ. કુદરત પાગલ નથી. એક જ પ્રજાતિમાં નર પૉલીગમસ હોય અને માદા મનૉગમસ હોય તેવો ભેદભાવ કુદરત શું કામ કરે? એણે કર્યો પણ નથી.. હોય તો બંને પૉલીગમસ હોય અથવા બંને મનૉગમસ હોય. એક જાણીતા સાઇકાયટ્રીસ્ટ મહાશયે એમનાં નિયમિત આવતા સ્તંભ લેખમાં લખેલું કે સ્ત્રી મનૉગમસ હોય છે અને પુરુષ પૉલીગમસ હોય છે.પૉલીગમી નેચરલ છે અને મનૉગમી સામાજિક જરૂરિયાત છે.તો મિત્રો આમાંથી શું સાર લીધો? અરે! બુદ્ધિના સાગરો ઉઠાવો ડમ્બેલ્સ કરો કસરત અને બનો સંતાનોની કાળજી રાખનાર પ્રેમાળ પિતા. સવા અબજ થઈ ગયા છો હવે ભમરા બનવાની ક્યાં જરૂર છે? તમને એક ડાળે વળગી રહેલા ફૂલની કદર કરો. મિત્રો આ એક વાક્ય લખવા માટે મારે કેટલી બધી જહેમત કરવી પડી? સીધે સીધું લખી દઉં તો માનો ખરા?મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે ગોરી ચલોના હંસકી ચાલ, જમાના દુશ્મન હૈ કે મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે, આવા ફિલ્મી ગીતો સાંભળીયે તો આશાપારેખ, નંદા કે સ્નેહલતા જેવી વિશાલ નિતંબ ધરાવતી અભિનેત્રીઓની હીંડછા એટલે કે ચાલવાની ઢબ શિકારને લલચાવવા પાંજરામાં મૂકતાં ખાજ જેવી લાગે.સ્ત્રીને ગમતું હોય કે ના ગમતું હોય પણ જ્યારે તે અંડ મોચન() અવસ્થામાં હોય ત્યારે એના હાવભાવ બદલાઈ જતા હોય છે. બીજા મૅમલ્સની જેમ હ્યુમન માદા પણ જબરદસ્ત કામજ્વર અનુભવતી હોય છે. આપણાં પ્રાચીન પૂર્વજો ચિમ્પૅન્ઝી કે એવા બીજાની જેમ હ્યુમનમાં ઑવુલ્યેશન પ્રગટ જાહેરાત કરતું નથી હોતું. આ પ્રાણીઓના જેનિટલ ભાગ સૂજીને ગુલાબી થઈ ગયા હોય છે. સ્ત્રીમાં સમજ પડે નહિ કે તે આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. સ્ત્રીને તો ખબર હોય પણ પુરુષને ખબર પડે નહિ.સ્ત્રીઓ માટે ઈવૉલ્વ થયેલી છે. પ્રછન્ન અંડ મોચન અવસ્થા ધરાવતી સ્ત્રી, પુરુષ માટે કાયમ ધારણા બાંધવા પ્રેરતી હોય છે કે તેને ગર્ભવતી બનાવવાનો ઉત્તમ સમય કયો? આ એક એનામાં લાંબા સમય સુધી સેકસુઅલ ઇંટરેસ્ટ જાળવી રખાવાની યુક્તિ છે. પ્રાણીઓમાં તરત ખબર પડી જાય કે બહેનબા હીટમાં છે. જબરો નર સ્પર્મદાન કરી રવાના થઈ જાય. જવાબદારી પૂરી.માનવમાં લાંબા સમયની રિલેશનશીપ જરૂરી છે. એકલાં હાથે જેનિસ ઉછેરવા મુશ્કેલ હોય છે. કારણ માનવબાળ બહુ લાંબો સમય મોટા થવા માબાપ પર આધારિત રહેતું હોય છે. બીજા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભા થઈ જતા હોય છે. એકબે વર્ષમાં તો પુખ્ત જેવા બની જતા હોય છે. એટલે માનવ નર જાણતો ના હોય કે માદા સૌથી વધુ ફળદ્રુપ ક્યારે છે ત્યારે તે હંમેશા એને ગર્ભવતી બનાવવા પાછળ પાછળ ફરતો હોય છે એને તરછોડીને જતા રહેવાને બદલે.આમ લગભગ ગુપ્ત અંડમોચન અવસ્થા પુરુષને સ્ર્ત્રી સાથે લાંબો સમય ચોટાડી રાખવાની ઉત્ક્રાંતિની યુક્તિ કામ લાગી જાય છે. છતાં આ કામજ્વર સાવ છૂપો પણ હોતો નથી. તે સમયના એના ઠાઠમાઠ એની ચાડી ખાતા હોય છે. ઑવ્યુલેશન વખતે જે હૉર્મોનલ કૉકટેલ સેવામાં ઊતરતા હોય છે તેને સ્ત્રી વશ થઈ જતી હોય છે. તેનું બોલવાનું હાઈ પીચમાં થઈ જતું હોય છે, એની સૂંઘવાની શક્તિ બેટર બની જતી હોય છે. બ્લડ વૅસલ ઍક્ટિવિટિ વધી જવાથી મુખ પર લાલી છવાઈ જતી હોય છે. સેક્સી દેખાય તેવા કપડા પહેરતી હોય છે. બાલ સવારવા, સ્ટાઇલથી બાલ ઉછાળવા, ઝૂકી ઝૂકીને બોલવું વગેરે અચેતનરૂપે થતું હોય છે.નામના વૈજ્ઞાનીકે ૧૦૩ સ્ત્રીઓ ઉપર પ્રયોગ કરેલો. આ સ્ત્રીઓને ખબર નહોતી કે તેમની ઉપર આવો પ્રયોગ થઈ રહ્યો છે. ઍક્ટર જેવા દેખાતા હૅન્ડસમ પુરુષો આ પ્રયોગમાં સામેલ કરેલા. પ્રયોગનો મૂળ હેતુ હતો ઑવુલ્યેશન સમયે સ્ત્રીઓની ચાલવાની સ્ટાઇલ બદલાય છે કે નહિ તે જોવાનું હતું. હિડન કૅમરા અને કમ્પ્યૂટર પણ આમાં વપરાયેલા. સ્ત્રીઓના જે લાળમાં હોય છે તેના લેવલ પણ ચેક કરવામાં આવેલા. આ સમયે સ્ત્રીની ચાલ ધીમી અને ખૂબ સેક્સી જણાઈ હતી. આ સમયે સ્ત્રીનું વર્તન અટ્રૅક્ટિવ અને સેક્સી બની જતું હોય છે.મૂળ તો માનવ બે પગે ઊભો થઈ ગયો એટલે જેનિટલ અંગો પ્રાણીઓની સરખામણીએ જરા ગુપ્ત થઈ ગયા. વળી એમાં કપડા પહેરવાનું શરુ થઈ ગયું. એટલે લાલ રંગનું ઑવુલ્યેશન હિડન થઈ ગયું, કંસીલ્ડ થઈ ગયું.
કુદરતના ખોળે જન્મતા મનુષ્યેત્તર સજીવોની ભરમાર અગણિત છે. એમાંય વળી પક્ષીજગતની વાત આવે એટલે ચિત્રવિચિત્ર પક્ષીઓનાં કંઈકેટલાંય વિલક્ષણ તથ્યો જાણીને નવાઈ પામી ઉઠીયે.
અમુક પક્ષીનું વર્તન યા તમુક પક્ષીની જીવન નિર્વાહની રીતભાત વગેરે જાણીને પ્રકૃતિ તરફ માન થઈ આવે. સાથે જ આશ્ચર્ય એ વાતનું થાય કે દરેક જાતની પરિસ્થિતિને અનુકુળ રહેવાનું જાણે કુદરતે તેમને શીખવ્યું હોય એમ તેઓ એ દરેક વિષમ પરિસ્થિતિમાંથી પોતાનો યોગ્ય માર્ગ કાઢી લે છે.અહીં પક્ષીજગતની જ વાત માંડી છે, પરંતુ વિષય તેમની વર્તણૂક કે જીવન નિર્વાહની રીતોને બદલે ‘ઝડપનો છે.
પેરેગ્રિન ફાલ્કન : ‘ઉડને મેં તો હમ સબકે બાપ લગતે હૈ, નામ હૈ પેરેગ્રિન ફાલ્કન ’ એવો સહેજે ઉદ્દગાર નીકળી પડે એવું આ પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજ વિશ્વનું સૌથી ઝડપી પક્ષી હોવાનું પ્રમાણ મેળવી ચૂક્યું છે. ચાલો ત્યારે, અનુમાન લગાવો. પેરેગ્રિનની હવાઈ ઝડપ કેટલા કિલોમીટરની ધારો છો ? ૭૦...? ૧૦૦...? ૧૫૦...? જી નહીં ! આંચકો અપાવે એવો અંક છે - ૨૫૦ થી ૩૫૦ કિ.મી. પ્રતિ કલાક ! ચીનના શાંઘાઈમાં ૨૬૭ કિ.મી. પ્રતિ કલાકની ધમધમાટ ઝડપે દોડતી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન ‘શાંઘાઈ મેગ્લેવ’ કરતાં પણ વધુ. પેરેગ્રિનની મહત્તમ ઝડપ ૩૮૯ કિલોમીટર પ્રતિ કલાક છે. વિચારો કે આટલી જંગી ઝડપ ધરાવતા પેરેગ્રિન ફાલ્કનમાં કુદરતે કેવી કરામત ફીટ કરી હશે.પેરેગ્રિન ફાલ્કન એટલે કે પરદેશી બાજ શિકારી પક્ષી છે. તેનો મહત્તમ ખોરાક તે શિકાર કરીને ઝડપે છે. અંગ્રેજી ભાષામાં તેના માટે એટલે જ પ્રીડેટર બર્ડ શબ્દ વપરાય છે. પ્રીડેટર એટલે શિકારી. તે અન્ય પક્ષીઓ અને ચામાચીડિયાંને પોતાની મધ્યમ ઊંચાઈએ ઘેરો ઘાલીને ઝડપી લે છે. તેની મુખ્ય પ્રજાતિનું નામ ફાલ્કન પેરેગ્રિન છે. પુખ્ત વયનાં ફાલ્કનની ૩.૫ ફીટનો વ્યાપ ધરાવતી પાંખો અને પીઠ ઘેરા ભૂખરા રંગનાં, ખોપરીનો ભાગ કાળાશ પડતા ભૂખરા રંગનો અને આગળનો ભાગ ફિક્કા સફેદ રંગનો હોય છે. અંદરના સમગ્ર ફિક્કા સફેદ ભાગ પર કાળા ચટાપટા આવેલા છે જે પાંખોના સંપૂર્ણ ફેલાવાથી જ નજરે ચડે છે. સમગ્ર વિશ્વમાં તેની અનેક પેટા-જાતિઓ જોવા મળે છે.
એન્ટાર્કટિકા સિવાયના લગભગ દરેક ખંડમાં તેની હાજરી જોવા મળે છે. ચીલઝડપે શિકાર કરવાની તેની પદ્ધતિ અફલાતૂન હોય છે. ઊંચી સપાટી પર ઊડતું પેરેગ્રિન જેવું નીચલી સપાટીએ તેના શિકારને જુએ કે તરત ત્યાંથી લગભગ ૨૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે તીરની જેમ પડતું મૂકે, મધ્યાકાશે શિકારને ઝડપે અને ફરી પાછું પોતાની મુખ્ય સપાટીએ ચાલ્યું જાય.
માળો બાંધવા મુખ્યત્વે તે ઊંચા બિલ્ડિંગમાં રહેલી છાજલીઓનો ઉપયોગ કરે છે. મેટિંગ સીઝન માર્ચના ઉત્તરાર્ધથી મે મહિના સુધીની હોય છે. માદા પેરેગ્રિન એક મહિના પછી ૩ થી ૪ ઈંડાં મૂકે છે. એક રસપ્રદ વાત એ છે કે પેરેગ્રિન પ્રજાતિમાં માદા પેરેગ્રિન નર પેરેગ્રિન કરતાં કદમાં મોટી હોય છે.
ગોલ્ડન ઇગલ : શિકારી પક્ષીઓમાં દબદબાપૂર્વક લેવાતું બીજું નામ ગોલ્ડન ઇગલ એટલે કે સોનેરી ગરુડનું છે. ઉત્તર ગોળાર્ધનાં શિકારી પક્ષીઓમાં ગોલ્ડન ઇગલ આગવું સ્થાન ધરાવે છે. જો કે ગરુડની આ પ્રજાતિ સૌથી વધુ ફેલાયેલી પ્રજાતિ છે. તેઓ લગભગ આખા ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે છે.
ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા ઉત્તર ગોળાર્ધના પ્રદેશો સિવાય એશિયામાં પણ ગોલ્ડન ઇગલનો વસવાટ છે.ગોલ્ડન ઇગલની મહત્તમ હવાઈ ઝડપ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. પેરેગ્રિન ફાલ્કનથી થોડી જ દૂરીએ રહેલું ઇગલ તે રીતે લિસ્ટમાં બીજા નંબરે આવે એમાં કશી નવાઈ નથી. પેરેગ્રિનની જેમ ગોલ્ડન ઇગલની જાતિઓમાં પણ માદા ગરુડ કદમાં મોટાં હોય છે. આ આકાશી શિકારીઓ નાનાં અને મધ્યમ કદનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓનો શિકાર કરે છે જેમાં સસલાં, જેક-સસલાં, પ્રેઇરી કૂતરા, ખિસકોલી જેવાં પ્રાણીઓ આવે છે.
ઉપરાંત તેમના મેન્યુ કાર્ડમાં કેટલાંક પક્ષીઓ અને સરીસૃપ વર્ગનાં જીવ-જંતુઓ પણ છે.ગોલ્ડન ઇગલ તેનો માળો ભેખડની કરાડોમાં કે જંગલપ્રદેશમાં ઊંચા વૃક્ષો પર તૈયાર કરે છે. ઊંચાઈ પર માળો તૈયાર કરવાનું સામાન્ય કારણ એ કે ઊંચાઈ પર કોઈ પણ જાતનો અવરોધ હોય નહીં એટલે તેની વસ્તીવાળા વિસ્તારમાં તેની નજર ચોતરફ રહી શકે. આજુ-બાજુ અવરોધદાયક એક પણ ચીજ હોય નહીં એટલે તેને એક રીતે શિકાર કરવા માટે મોકળી જગ્યા પણ મળી રહે.
માળો બનાવવા તે સળેખડીઓનો ઉપયોગ કરે છે. સળેખડીને યોગ્ય આકારમાં વાળીને તે રકાબી આકારનો, સમતલ માળો બાંધે છે. માદા એક વર્ષે સરેરાશ બે ઈંડાં મૂકે છે. આ સંખ્યામાં નાની-મોટી વધઘટ પણ થતી રહે છે.ગોલ્ડન ઇગલ તેના ‘ગોલ્ડન’ નામને ખરેખર સાર્થક કરી આપે છે. ફોટોમાં દેખાય છે તેમ માથાનો ઉપલો ભાગ સહેજ સોનેરી છે. પૂરું શરીર ભલે ઘેરા કથ્થઈ રંગનું, પણ જ્યારે પાંખો ફેલાવે ત્યારે સમગ્ર શરીર પર છૂટક છૂટક સંખ્યામાં આવેલાં અસંખ્ય સોનેરી પીછાં સૂર્યપ્રકાશમાં અદ્દલ સોના જેવા જ લાગે.
શિકાર કરવાની તેની સ્ટાઈલ મહદઅંશે પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજને મળતી આવે છે. તેનાથી મધ્યમ કદની ઊંચાઈ પર રહેલાં પક્ષીઓ, પ્રાણીઓને કલાકની ૧૫૦ માઈલ્સ કરતાં પણ વધુ ઝડપે આંતરે છે અને તેનાં તિક્ષ્ણ નહોર વડે તેમને દબોચીને વળી હવામાં ઊંચે ચડી જાય છે.
ગેઅર-ફાલ્કન : ફાલ્કન/બાજની બધી જ પ્રજાતિઓમાં આ ગેઅરફાલ્કન/ગેઅરબાજ મોટામાં મોટું બાજ ગણાય છે. શિકારી પ્રકારનું પક્ષી છે અને પેરેગ્રિન ફાલ્કનનું જાતબંધુ છે એટલે તેની શિકાર કરવાની રીતમાં પણ ખાસ કશું જ ‘નવું’ નથી. તેને ઘણી વાર તેના શરૂઆતના ટૂંકા નામ ‘ગેઅર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મહત્તમ હવાઈ ઝડપ ૨૦૯ કિલોમીટર પ્રતિ કલાકની છે.ગેઅરફાલ્કન તેમની ઝડપી ડાઇવ અને લાંબી, અણીદાર પાંખો માટે જાણીતાં છે. દેખાવ મહદઅંશે તેમના જાતબંધુ પેરેગ્રિન જેવો જ છે, પણ મુખ્ય ફરક પીઠના રંગનો છે. પીઠ પર રાખોડી અને સફેદ રંગના ચટાપટા/ધાબાં લાગે એવી રીતે પીછાંની ગોઠવણ છે. આંખો ફરતે પીળાં કુંડાળાં અને ખોપરીનો ભાગ સફેદ રંગનો. દરેક શિકારી પક્ષીને હોય છે એવા ધારદાર, અણીદાર નહોર તો આપણા સૌનું આકર્ષણ ખરા જ. આ ફાલ્કનના મુખ્ય આવાસો આર્કટીક સાગરકિનારાના વિસ્તારો, ઉત્તર અમેરિકા, યુરોપના દેશો તથા એશિયાના દેશો છે. સંવર્ધનકાળ દરમિયાન જો કે તેમનું સ્થળાંતર ખાસ્સી હદ સુધી વધી જતું હોય છે.પરંપરાગત ઇમેજ મુજબ ગેઅરફાલ્કન કાળા ગોળાકાર ધાબાં ધરાવતું સફેદ રંગનું પક્ષી છે, પરંતુ ઘણી પેટાપ્રજાતિમાં તે મૂળ સફેદ રંગને બદલે સફેદ, રાખોડી અને ઘેરા કથ્થઈ રંગના શેડ્સમાં જોવા મળે છે. દરેકમાં કાળા ધાબાં તો એકસરખાં જ. વળી તરુણ અવસ્થાનાં બાજની પીઠનો ભાગ કથ્થઈ રંગનો જોવા મળે છે જ્યારે પુખ્ત વયનાંની પીઠ ઉપર જણાવ્યા મુજબ સફેદના શેડ્સમાં હોય છે.ગેઅર શબ્દ જોઈને નવાઈ લાગતી હશે કે આવો અડધો શબ્દ શું કામ ? તો એનો ખુલાસો આમ છે. ગેઅર એ જૂનો જર્મન શબ્દ છે. ગેઅર એટલે ગીધ. (જો કે ગેઅર ફાલ્કન એ બાજ પક્ષી છે. ગીધ અને બાજમાં ફરક હોય છે.) અને લેટિન શબ્દ ફાલ્ક એટલે અણીદાર વક્રાકાર દાંતાવાળું ખેતરનું ઓજાર. આ સાધનનો સંદર્ભ કદાચ ફાલ્કનના હુક જેવા અણીદાર નહોર સૂચવતું હોઈ શકે.ગોલ્ડન ઇગલની જેમ જ ગેઅર ફાલ્કન પણ પોતાનો માળો બાંધવા માટે ભેખડ-કરાડવાળા વિસ્તારો પસંદ કરે છે. ઘણી વખત જંગલી કાગડા દ્વારા ત્યજી દેવાયેલા માળાનો પણ તેઓ ઉપયોગ કરી લે છે. એપ્રિલના અંતમાં માદા મહત્તમ પાંચ ઈંડાં મૂકે છે જેને નર-માદા બંને ૩૫ દિવસ સુધી સેવે છે. ૬ થી ૮ અઠવાડિયા પછી યુવાન ફાલ્કન પોતાની રીતે દાણોપાણી મેળવવા માળો છોડી શકે છે.
વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ :પક્ષીજગતની મેરેથોનમાં ‘વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ’નો ક્રમ ચોથો આવે છે. તેની જાત ઉપલાં ત્રણેય કરતાં જુદી છે. તે જંતુભક્ષી પક્ષી છે અને ગરુડ કે બાજની સરખામણીએ તદ્દન જુદું પક્ષી છે. તેની લાંબી, નાજૂક ને પાતળી પાંખ અને તેના અબાબીલ પંખી સાથેના ઉપરછલ્લા મળતાવડાપણાને કારણે તે સ્વીફ્ટ પક્ષી છે. આ પ્રકારનાં પક્ષીઓ હવાની સપાટી પર ઉડવામાં ત્વરિત હોય છે અને એકદમ તણખલાંની જેમ તેઓ ઊડી શકતાં હોવાથી આ નામ પડ્યું છે. તે નિડલટેઇલ સ્વીફ્ટ કે સ્પાઇન ટેઇલ્ડ સ્વીફ્ટ તરીકે પણ ઓળખાય છે. ‘સ્વીફ્ટ’ની જાતિનું તે મોટું સ્વીફ્ટ છે.લાકડાનાં પીપ આકારનું ધડ ધરાવતાં નિડલટેઇલ ૧૬૯ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ હવાઈ ઝડપ લઈ શકે છે. અગાઉ જોઈ ગયાં એ ત્રણેય પક્ષીઓ ભારતમાં વત્તા-ઓછા અંશે નજરે પડી જતાં હોય છે, પરંતુ નિડલટેઇલ તો એશિયા અને સાઈબિરીયાનું જ પક્ષી, એટલે વળી ભારતનું તો કાયમી મહેમાન. તે મોટાભાગે સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ સંવર્ધન અને ઉછેરકાળ મધ્ય એશિયાના પ્રદેશોમાં અને દક્ષિણ સાઈબિરીયામાં વિતાવે છે અને જેવો શિયાળો શરૂ થાય કે તરત આખો જુમલો વધુ દક્ષિણ ભણી સ્થળાંતર કરી જાય છે. શિયાળા દરમિયાન ઉત્તર તરફના સાઈબિરીયામાં ઠંડીનું પ્રમાણ ખાસ્સી હદ સુધી વધી જતાં તેઓ દક્ષિણ તરફ ગતિ કરતાં ભારત, ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝિલેન્ડ, જાપાન બાજુનો હંગામી વસવાટ આદરે છે. તેની આજુ-બાજુની અને પૂંછની એમ ત્રણેય પાંખનાં પીછાંના છેડા સોય જેવા અણીદાર હોવાથી જ તેનું નામ નિડલટેઇલ પડ્યું છે. લાકડાનાં લંબગોળ પીપની બંને તરફ સઢ જેવી પાંખ અને છેડે સૂપડા જેવી પુંછડી એ તેની ઓળખ છે. દેખાવ થોડો ઘણી રીતે પેંગ્વિન સાથે પણ મળતો આવે છે. પેટનો ભાગ કાળાશ પડતા કથ્થાઈ રંગનો અને સફેદ રંગનો છે. બાકીનું શરીર આછા ભૂખરા-કાળા રંગનું. તે મોટા ભાગનો સમય હવામાં જ વિતાવે. તેના કારણો આઃ પહેલું, તેના પગ અન્ય જાતિનાં પક્ષીઓની સરખામણીએ અને તેના શરીરના પ્રમાણમાં ઘણાં નાના હોય છે એટલે તે ઝાઝા વખત સુધી જમીન પર ઊભા રહેવું તેને ફાવે નહીં. આથી મોટા ભાગનો સમય તે હવામાં જ વિતાવે. બીજું કારણ એ, કે પગ નાના અને પાંખ લાંબી એટલે સંવર્ધનકાર્ય અથવા અન્ય કાર્ય વખતે ઉત્તરાણ બાદ ફરી આકાશમાં ચડવા માટે તેને તકલીફ પડે. એટલે જમીન પર બિનજરૂરી ઉત્તરાણ તે કરતાં નથી.ભારતમાં નિડલટેઇલની પેટા-પ્રજાતિ હિમાલયની ટેકરીઓ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડમાં મોટે ભાગે જોવા મળે છે.મોટાં જીવજંતુઓ તેનો ખોરાક છે. ખડમાકડી, તીડ, સીકેડા (એક જાતનું તીડ), ઉધઈ, ભમરા, વંદા જેવા સેંકડો જીવજંતુઓ તે આરોગે છે. પ્રજનનકાળ બાદ માદા વૃક્ષની બખોલમાં ૨ થી ૭ ની સંખ્યામાં ઈંડાં મૂકે છે.
લોકતંત્ર એટલે લોકોનું તંત્ર. લોક જ સર્વોપરી ને સર્વસ્વ. બધા લોકો સાથે મળીને તંત્ર કે રાજ કરી ન શકે માટે પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને મોકલે. આ સંસદસભ્ય. વિધાનસભ્ય અને નગરસેવક સહિતના પ્રતિનિધિઓ પાસેથી સહજપણે અપેક્ષા રહે કે તેઓ બંધારણ સમજે. એનું રક્ષણ કરે અને એને માન આપે, પરંતુ સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૧૯ની બાબતમાં ભળતી જ લાગણી અનુભવાય છે.બંધારણીય જોગવાઈ અને સંસદીય પ્રણાલી મુજબની સર્વ પ્રક્રિયા આ નાગરિકતા સુધારા ધારામાં અપનાવાઈ. સૌ પ્રથમ લોકસભામાં અને પછી રાજ્યસભામાં બહુમતીથી ખરડો પસાર થયો, ને પછી રાષ્ટ્રપતિએ એના પર મતું માર્યું. કોઈની વિચારસરણી, મહત્ત્વતા કે પૂર્વગ્રહ ભલે ભિન્ન હોય પણ ભાજપની જનતાએ ચૂંટેલા સાંસદોની જરૂરી બહુમતીએ એને સ્વીકાર્યો છે. આ સુધારો સૌએ માથે ચડાવવો રહ્યો કે નહિ?પરંતુ નાગરિકતા સુધારા ધારાએ નક્કર સ્વરૂપ કર્યા બાદ બિન-ભાજપ રાજ્ય સરકારમાંથી આવેલા પ્રતિભાવ મૂઢ કરી નાખનારા છે. કેરળ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબના મુખ્ય પ્રધાનોએ બહુ બહાદુરી બતાવતા હોય એમ જાહેર કરી દીધું કે અમારા રાજ્યમાં નાગરિકતા સુધારા ધારાનો અમલ નહિ થવા દઈએ. મહારાષ્ટ્રમાં નવી સવી સરકારના કૉંગ્રેસી પ્રધાને ય એવો સૂર કાઢ્યો.આ જનસેવકોએ જનતાને બંધારણના મહત્ત્વ, અર્થ અને મર્મ સમજાવવાના હોય પણ આ બધા પોતે બંધારણને સમજે - સ્વીકારે છે? હકીકતમાં તો નાગરિકતા રાજ્યનો વિષય જ નથી. આ બધાના ઊહાપોહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના પ્રવક્તાએ ફોડ પાડ્યો કે બંધારણના સાતમા શિડ્યુલમાં કેન્દ્રની કામગીરીની યાદીમાં આ નાગરિકતા સુધારાધારો આવી જાય અને એને નકારવાનો રાજ્ય સરકારોને હક જ નથી.સંરક્ષણ, રેલવે અને વિદેશી બાબતો સહિતની ૯૭ ચીજોની યાદીમાંનો નાગરિકતાનો મામલો કેન્દ્ર હસ્તક છે. આમાં સંસદના બંને ગૃહ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કંઈ પણ સુધારાવધારા, ફેરફાર કરવાનો હક માત્રને માત્ર કેન્દ્ર સરકારને જ છે.વિચિત્ર લાગે છતાં માની લઈએ કેન્દ્રના વિરોધ પક્ષો સરકારનો વિરોધ કરવાના જ, પરંતુ સચ્ચાઈ, તર્ક, બંધારણ, સંસદ અને જનાદેશને નેવે મૂકીને? નાગરિકતા સુધારા ધારાનો અમલ ન થવા દેવાની પીપુડી ફૂંકનારા એટલું ય જાણતા નહિ હોય કે આ મામલો કેન્દ્ર હસ્તકની બાબત છે. ધારો કે કોઈ નિરાશ્રિતને કેન્દ્ર સરકારે ભારતની નાગરિકતા આપી. પછી તો કોઈ પણ રાજ્યમાં હરવા ફરવા, રહેવા, કમાવા અને ભણવાનો મૂળભૂત બંધારણીય હક એને મળી જ જાય? કોઈ રાજ્ય એને રોકી કંઈ રીતે શકે?આમ છતાં બિન-ભાજપ પક્ષોને લાગી શકે કે બહુમતીના જોરે કંઈક ખોટું થયું છે તો બે વિકલ્પ બચે છે. એક અદાલતના દરવાજા ખટખટાવો. અત્યાર સુધી આ કાયદાના વિરોધમાં એક ડઝન અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. બીજો લોકતાંત્રિક માર્ગ છે. આગામી ચૂંટણીમાં બહુમતી મેળવીને કાયદાને નાબૂદ કરવાનો કે એમાં સુધારો કરવાનો.પ્રજા બાળક જેવી હોય. એને ભરમાવવા માટે રાજકારણીઓ ભળતા નિવેદન કરે તે શોભાસ્પદ નથી. તેઓ સંસદમાં અને વિધાનસભામાં જ્યારે ચુંટાય છે ત્યારે તેમની જવાબદારી બંધારણનાં રક્ષણની હોય છે તેના કરતા ઉપર કોઇ હોઇ શકે નહી પણ આપણે ત્યાં જ્યાં ચુંટણીઓ જ સત્તાલક્ષી બની રહી છે ત્યાં બીજુ કશું કહેવા જેવું રહ્યું જ નથી.