~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર,તા.૧૦
મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં ૯૦ ટકા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા મેઘરાજા પાસે વરસાદ વરસાવવા પ્રાથના કરી રહ્યો છે.
સૌરાષ્ટ...
પોરબંદર,તા.૧૦
મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં ૯૦ ટકા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા મેઘરાજા પાસે વરસાદ વરસાવવા પ્રાથના કરી રહ્યો છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે આજથી ૧૮ દિવસ પૂર્વે જિલ્લામાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાને આધારે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ આ વિસ્તારના મહત્વના એવા મગફળી અને કપાસ સહિતનુ વાવેતર કરી દીધુ હતુ. લાંબા વર્ષો બાદ વાવણીનું મુહૂર્ત સચવાયું હોવાથી ખેડૂતો હરખાયા હતા. પરંતુ ત્યારબાદ એક વખત પણ વરસાદ નહી વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવા લાગતા ખેડૂત ચિંતીત બન્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી અનેક જિલ્લાઓમાં વરસાદનુ પ્રમાણ ઓછુ રહેતા હાલમાં તળમાં પણ પાણી નહી હોવાથી ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે વરસાદ પર જ નિર્ભર બન્યા છે. જિલ્લામાં જે ખેડૂતો પાસે થોડુ ઘણુ જે પાણી બચ્યુ છે
તેનો ઉપયોગ સુકાઈ રહેલ પાકને જીવતદાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તો અમુક સ્થળો પર ખેડૂતો પાકને બચાવવા પાણીના ટેન્કરનો પણ સહારો લઈને વાવતેર કરેલ મગફળીમાં પિયત કરી રહ્યા છે. હાલ તો સમગ્ર જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાથના કરતા જોવા મળી રહ્યા છે કે વહેલીતકે મેઘમહેર થાય જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે અને પોતે કરેલા લાખો રૂપિયાનુ રોકાણ એળે ન જાય.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર,તા.૧૦
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરનાં કાનપર ગામના આર્મી જવાન દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા છે. તેમનો પરિવાર હાલ કાશ્મીરમાં સ્થાયી છે. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ ડોડ...
ભાવનગર,તા.૧૦
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરનાં કાનપર ગામના આર્મી જવાન દિલીપસિંહ ડોડીયા જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયા છે. તેમનો પરિવાર હાલ કાશ્મીરમાં સ્થાયી છે. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ ડોડીયા આર્મીનાં જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. દરમિયાન તેમની વાન કોઇક કારણોસર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે દિલીપસિંહ ડોડીયાને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.
તમને જણાવી દઇએ કે, શહીદ દિલીપભાઇ ડોડીયાનો પરિવાર કાશ્મીરમાં જ રહે છે. અને તેમને ત્રણ બહેનો છે. દિલીપસિંહ ડોડીયા સૌથી નાના ભાઇ હતાં. તેઓ પત્ની અને બે વર્ષની બાળકી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતાં.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ,તા.૧૦
જૂનાગઢ મનપાની ચુટણીમાં ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે કોંગ્રેસના છ ઉમેદવાર અને સાત અપક્ષોએ ફોર્મ પરત ખેચી લેતા હવે ૧૪ વોર્ડની કુલ ૫૬ બેઠક માટે ૧૫૯ ઉમેદવારો વચ્ચે ચુટણી જંગ ખેલાશે.
જેમાં મતદાન પહેલા જ બોર્ડ નંબર ૩ માં ભાજપના ૩ ઉમેદવાર બિન હરીફ્ થતા હવે ભાજપના ૫૬ , કોંગ્રેસના ૫૨, એનસીપીન...
જુનાગઢ,તા.૧૦
જૂનાગઢ મનપાની ચુટણીમાં ફોર્મ પરત ખેચવાના અંતિમ દિવસે કોંગ્રેસના છ ઉમેદવાર અને સાત અપક્ષોએ ફોર્મ પરત ખેચી લેતા હવે ૧૪ વોર્ડની કુલ ૫૬ બેઠક માટે ૧૫૯ ઉમેદવારો વચ્ચે ચુટણી જંગ ખેલાશે.
જેમાં મતદાન પહેલા જ બોર્ડ નંબર ૩ માં ભાજપના ૩ ઉમેદવાર બિન હરીફ્ થતા હવે ભાજપના ૫૬ , કોંગ્રેસના ૫૨, એનસીપીના ૨૫ અને અપક્ષ સહિત અન્ય ૨૬ ઉમેદવારો મેદાને જંગમાં છે. જેમના માટે આગામી ૨૧ મી જુલાઈએ ચુંટણી યોજાશે. જૂનાગઢ મનપાની ચુટણી માટે કુલ ૨૮૮ ફોર્મ ભરાયા હતા, જેમાં મંગળવારે ૧૧૩ ફોર્મ રદ થયા હતા, જેથી બાકીના ૧૭૫ ફોર્મ રહ્યા હતા.
બુધવારે ફોર્મ પરત ખેચવાના દિવસે વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ચાર ઉમેદવાર હસીનાબેન પઠાણ, મનાજબેન બ્લોચ, અસ્લમ કુરેશી અને અક્રમ કુરેશીએ ફોર્મ પરત ખેંચી લેતા અહીના ભાજપના ત્રણ ઉમેદવાર શરીફબેન વહાબભાઈ કુરેશી, અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી, અને નિશાબેન ધીરેન કારિયા ચૂંટણી પહેલા જ બિન હરીફ્ જાહેર થયા હતા.
ભાજપની ત્રણ બેઠક બિન હરીફ્ જાહેર થતા આ ત્રણેય ઉમેદવારોએ વિજય સરઘસ પણ કાઢયું હતું. આ સિવાય વોર્ડ નંબર ૧૩ માં કોંગ્રેસના ભાવનાબેન પ્રદીપભાઈ ટાંક, વોર્ડ નંબર ૯ માં કોંગ્રેસના હાજાભાઇ કટારાએ પણ પોતાનું ફોર્મ પરત ખેચી લીધું હતું.
અપક્ષોની વાત કરીએ તો વોર્ડ નંબર ૧૫, ૯, ૧૦ અને ૧૨ માંથી એક-એક મળીને કુલ સાત અપક્ષોએ ફોર્મ પરત ખેચી લીધા હતા.એમ બુધવારે કોંગ્રેસના છ ઉમેદવાર અને સાત અપક્ષોએ પોતાના ફોર્મ પરત ખેચ્યા હતા. હવે ૧૫ વોર્ડ નીકુલ ૬૦ બેઠકમાંથી ચાર બેઠક બિન હરીફ્ થતા હવે કુલ ૧૪ વોર્ડની ૫૬ બેઠક માટે ૧૫૯ ઉમેદ વારો મેદાને જંગ માં રહ્યા છે. આ વખતે ત્રીપાખીયાઓ જંગ જોવા મળશે.
તાલાલા, પોરબંદર અને બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ફસકી જતા ભાજપને ૩ બેઠકો બિનહરીફ મળી છે. જેમાં તાલાલામાં વોર્ડ નંબર ૧, પોરબંદરમાં વોર્ડ નંબર ૩ અને બગસરામાં વોર્ડ નંબર ૬ની બેઠક બિનહરીફ હળી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી, તા.૧૦
ધોરાજી નજીકના પાટણવાવમાં આજે વહેલી સવા૨ના બે દિપડા વચ્ચેની ઈનફાઈટમાં એક દિપડાનું મોત થયાની ઘટના ઘટી છે. આ ઘટનામાં દિપડાના મૃતદેહને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકા૨ની છે કે પાટણવાવના તળાવ પાસે આજે વહેલી સવા૨ના બે ખૂંખા૨ દિપડા વચ્ચે ઈનફાઈટ થતા એક દિપડાનું મો...
ધોરાજી, તા.૧૦
ધોરાજી નજીકના પાટણવાવમાં આજે વહેલી સવા૨ના બે દિપડા વચ્ચેની ઈનફાઈટમાં એક દિપડાનું મોત થયાની ઘટના ઘટી છે. આ ઘટનામાં દિપડાના મૃતદેહને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકા૨ની છે કે પાટણવાવના તળાવ પાસે આજે વહેલી સવા૨ના બે ખૂંખા૨ દિપડા વચ્ચે ઈનફાઈટ થતા એક દિપડાનું મોત થયેલ હતું.
આ ઘટનાની જાણ થતાં જ આ૨.એફ.ઓ. મક્વાણાભાઈ તેમજ વનવિભાગના વનાભાઈ, ધનાભાઈ અને ગાર્ડ ઘટના સ્થળે દોડી આવેલ હતા. અને મ૨ણ ગયેલ દીપડાને જુનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે આ અંગે તપાસ હાથ ધ૨ાયેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભૂજ, તા.૧૦
લોકોની કાયમ ભારે અવરજવર રહેતી હોવાથી ભુજ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો ભરચક જતી હોય છે ત્યારે કોઈક વખતે દારૂ કે કેફી દ્વવ્યની ફેરાફેરી, તો ક્યારેક દક્ષિણ ગુજરાતમાં પાસ હોલ્ડરની દાદાગીરી કે પછી મુસાફરોની અસુવિધા માટે આ ટ્રેનો અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમા...
ભૂજ, તા.૧૦
લોકોની કાયમ ભારે અવરજવર રહેતી હોવાથી ભુજ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો ભરચક જતી હોય છે ત્યારે કોઈક વખતે દારૂ કે કેફી દ્વવ્યની ફેરાફેરી, તો ક્યારેક દક્ષિણ ગુજરાતમાં પાસ હોલ્ડરની દાદાગીરી કે પછી મુસાફરોની અસુવિધા માટે આ ટ્રેનો અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી પશ્ચિમ રેલ્વેની ફ્લાઈંગ ટીસી સ્કોડે રેલ્વે પોલીસ તરીકે રોફ જમાવતા ૩ બોગસ જમાદારોને મિલીમોરા સ્ટેશનેથી પકડી પાડીને આરપીએફને સોપ્યા હતા. જો કે આશ્ચર્ય વચ્ચે આરપીએફે લોકલ ટીસી પાસે મોકલી આપી તેઓ પાસેથી દંડ વસૂલી બોગસ જમાદારોને મુક્ત કરી દીધા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાંદ્રાથી ભુજ તરફ આવી રહેલી સયાજીનગરી એક્સપ્રેસ શનીવારે સાંજે વલસાડથી ઉપડ્યા બાદ ાકોચમાં ફ્લાઈંગ ટીસી જેક પરમાર ટિકિટ ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ૩ ઈસમો પાસે તેમણે ટિકિટ માગતા તેઓ પાસે ટિકિટ ન હતી. પરંતુ તેમણે જીઆરપી જમાદાર હોવાને રોફ બતાવ્યો હતો. ટીસીએ જીઆરપીનું આઈકાર્ડ જોમા માંગતા તેઓ આપી શક્યા ન હતા. જેથી ટીસીએ આ ૩ બોગસ જીઆરપી પોલીસ જવાનને બિલીમોરા રેલ્વે સ્ટેશને ઉતારી આરપીએફને સોંપી દીધા હતા. બિલીમોરા આરપીએફના જવાને આ ૩ બોગસ રેલ્વે પોલીસને ત્યાંના લોકલ ટીસી પાસે લઈ ગયો હતો. જ્યાં ટીસીએ તેઓની પાસેતી વગર ટિકિટનો દંડ વસુલી છોડી મુક્યા હતા. બિલીમોરા રેલ્વે પોલીસે પણ કંઈ કાર્યવાહી ન કરતા ટીસીને સોંપી દીધા હતા. જાણવા મળ્યા મુજબ ૩ બોગસ રેલ્વે પોલીસ જમાદારોએ છેલ્લા ઘણા સમયથી આ રીતે ટ્રેનોમાં મુસાફરો પાસેથી પૈસા પડાવતા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો હોય તેવા વાવડ મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં એક મહિનામાં મેલેરીયાના ૫૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યારે જૂન મહિનામાં ચીકનગુનીયાનો એક અને ડેંગ્યુના આઠ કેસ નોંધાવા પામ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મેલેરીયા વિરોધી માસની ઉજવણી હાથ ધરાઈ છે અને ...
જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો હોય તેવા વાવડ મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં એક મહિનામાં મેલેરીયાના ૫૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. ત્યારે જૂન મહિનામાં ચીકનગુનીયાનો એક અને ડેંગ્યુના આઠ કેસ નોંધાવા પામ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મેલેરીયા વિરોધી માસની ઉજવણી હાથ ધરાઈ છે અને નાટક, ભવાઈ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
વરસાદે સોરઠ પર પ્રથમ રાઉન્ડમાં ઓછા વતા પ્રમાણમાં વરસી જઈ બાદમાં એક માસથી વિરામ લઈ લીધો છે તે વરસાદને કારણે ખાડા, ખાબોચીયા ભરાતા મચ્છરનો ઉપદ્વવ વધવા પામ્યો હતો. જેના કારણે વાઈરસ ઈન્ફેક્શન વાળા રોગોનું પ્રમાણ વધ્યું હતું. ત્યારે જિલ્લામાં ૫૯ મેલેરીયાના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા હતા. તો જિલ્લામા ચીકનગુનીયાનો એક અને ડેંગ્યુના આઠ કેસ નોંધાયા છે.
તો બીજી બાજુ ગુજરાતને વર્ષ ૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મેલેરીયા વિરોધી જૂન માસની ઉજવણી અર્થે જિલ્લામાં અભીયાન આદરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્ર-સ્વૈચ્છીક સંસ્થાઓ તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા આ અભિયાનને સફળ બનાવવા જિલ્લામાં ભારે પ્રયત્ન થઈ રહ્યા છે. અને લોકોને માહિતીઓ કરવા નાટક, ભવાઈ સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૧૦
અમ૨ેલી જિલ્લામાં ૨૪ કલાક દ૨મ્યાન વિદેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાતા ગુના નોંધાયા છે.
અમ૨ેલીમાં આવેલ ગાયત્રી મંદિ૨ પાસે ૨હેતા સોનુ મા૨તન૨ાવ ઢોણે નામનો ઈસમ સોમવા૨ે ૨ાત્રે કાપડના બે થેલામાં વિદેશી દારુની બોટલ નંગ-૨૯ કિંમત રુા. ૧૧૬૦૦ની લઈ અત્રેના ચિતલ ૨ોડ ઉપ૨ આવેલ ગોળ દવાખાના પાસેથી પસ...
અમરેલી, તા.૧૦
અમ૨ેલી જિલ્લામાં ૨૪ કલાક દ૨મ્યાન વિદેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાતા ગુના નોંધાયા છે.
અમ૨ેલીમાં આવેલ ગાયત્રી મંદિ૨ પાસે ૨હેતા સોનુ મા૨તન૨ાવ ઢોણે નામનો ઈસમ સોમવા૨ે ૨ાત્રે કાપડના બે થેલામાં વિદેશી દારુની બોટલ નંગ-૨૯ કિંમત રુા. ૧૧૬૦૦ની લઈ અત્રેના ચિતલ ૨ોડ ઉપ૨ આવેલ ગોળ દવાખાના પાસેથી પસા૨ થતો હતો ત્યા૨ે સીટી પોલીસને બાતમી મળતા પોલીસે તેમને ઝડપી લઈ કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધ૨ી હતી.
લાઠી તાલુકાના ભાલવાવ ગામે ૨હેતા પ્રદીપસિંહ ૨ાજુલા ગોહિલ તથા નીતિન હ૨ેશભાઈ ચૌહાણ નામનાં બે ઈસમો સોમવા૨ે સાંજના સમયે લાઠી તાલુકાના દામનગ૨ નજીક ભુ૨ખીયા ચોકડી પાસેથી પોતાના હવાલાવાળી ફો૨ વ્હીલ નં. જીજે ૧૪ એકે ૮૮૦૩માં વિદેશી દારુની બોટલ નંગ-૮ કિંમત રુા. ૨૪૦૦ તથા ફો૨ વ્હીલ કિંમત રુા. ૭ લાખ મળી કુલ રુા. ૭,૦૨,૪૦૦ના મુદામાલ સાથે બંને ઈસમોને ઝડપી લઈ કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધ૨ી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી તા.૧૦
મોરબીમાં જીએસટી દ્વારા થયેલી તપાસ દરમિયાન એક સપ્તાહમાં ઈ-વે બિલ વિનાની ૮ ટ્રકોને ઝડપાઇ હતી.
મોરબી માં ગુજરાત સ્ટેટ જીએસટી હેડ ડો.પી.ડી.વાઘેલા દ્વારા ઠેર ઠેર કરચોરી અટકવવા માત્ર આદેશ છોડ્યા છે ત્યારે મોરબી કચ્છ હાઇવે પરજીએસટી દ્વારા હાઇવે પર ચેકીંગ રુટિન છે, પરંતુ ચેકીંગ દરમિયાન ગણ્યાગ...
મોરબી તા.૧૦
મોરબીમાં જીએસટી દ્વારા થયેલી તપાસ દરમિયાન એક સપ્તાહમાં ઈ-વે બિલ વિનાની ૮ ટ્રકોને ઝડપાઇ હતી.
મોરબી માં ગુજરાત સ્ટેટ જીએસટી હેડ ડો.પી.ડી.વાઘેલા દ્વારા ઠેર ઠેર કરચોરી અટકવવા માત્ર આદેશ છોડ્યા છે ત્યારે મોરબી કચ્છ હાઇવે પરજીએસટી દ્વારા હાઇવે પર ચેકીંગ રુટિન છે, પરંતુ ચેકીંગ દરમિયાન ગણ્યાગાંઠ્યા ટ્રકો જ ઝડપમાં આવ્યા છે જયારે દરોડામાં કરોડોની રકમ મળતા અધિકારીઓ પર શંકા ઉદ્ભવે છે જેના પરિણામે જીએસટી હેડ ડો.પી.ડી.વાઘેલા દ્વારા કડક હાથે કામગીરી શરુ કરવામાં આવી છે અને રાજકોટ જીએસટી ડિવિઝન ૧૦ અને ૧૧ની મોબાઈલ ચેકીંગ ટીમો દ્રારા છેલ્લા એક સપ્તાહ દરમ્યાન હાઇવે પર કરાયેલ ચેકીંગમાં કુલ ૧૮ ટ્રકોને ઈ-વે બિલ વગરની ટ્રકો ઝડપાઇ હતી અને વેરો અને દંડ પેટે રુ.૫૪ લાખની વસુલાત કરવા માં આવી છે. રાજકોટ અને મોરબી જિલ્લાના હાઇવે પર ચેકીંગ કરી અને સીરામીક તથા પ્લાયવુડ ભરેલી ૮ ટ્રકો ઇ-વે બિલ વગર ઝડપાઇ હતી અને રુ.૪૦ લાખનો વેરો અબે દંડ વસુલ કરવામાં આવી હતી. જ્યારે જામનગર અને કચ્છ હાઇવે પર ચેકીંગ દરમ્યાન સ્ક્રેપ, હાર્ડવેર, ઇલે. પાટ્ર્સ, એલ્યુમિનિયમ વાયર અને ફેબ્રિક હોલ ભરેલી ૧૦ ટ્રકો ઇ-વે બિલ વગર ઝડપાઇ હતી જેમાં ૧૪ લાખની દંડ અને વેરાની વસુલાત કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૦
માળિયા હાટીનાના ભાખરવાડ ગામેફળિયામાં બાંધેલા ૫ જીવતા જીવોને કોઈ અજાણ્યા માણસો બોલેરો વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
માળિયા હાટીના ભાખરવડ ગામે વજુભાઈ શંભુભાઈ બારડના ખુલ્લા ફળિયામાં બાંધેલ ૪ ભેંસ તથા ૧ પાડો મળી કુલ ૫ જીવતા જીવોને કોઈ અજાણ્યા માણસો બોલેરો નં....
જૂનાગઢ, તા.૧૦
માળિયા હાટીનાના ભાખરવાડ ગામેફળિયામાં બાંધેલા ૫ જીવતા જીવોને કોઈ અજાણ્યા માણસો બોલેરો વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
માળિયા હાટીના ભાખરવડ ગામે વજુભાઈ શંભુભાઈ બારડના ખુલ્લા ફળિયામાં બાંધેલ ૪ ભેંસ તથા ૧ પાડો મળી કુલ ૫ જીવતા જીવોને કોઈ અજાણ્યા માણસો બોલેરો નં.જીજે૧૧ ટીટી ૧૯૩૬માં ભરીને ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
યુવાન ઉપર હુમલો
જૂનાગઢના માખિયાળા ગામે ખેતીની જમીન માપણી વખતે વીવાદ થતાં દેવરાજભાઈ શામજીભાઈ ખોખર તથા બે મહિલાઓ સહિત ૪ શખ્સોએ શેઢા પાડોશી બાબુભાઈ ભાણજીભાઈ સાવલિયા ઉપર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોબાઈલની ચોરી
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ એક મહિલના પતી વીકેશભાઈ ચંદુભાઈ રાઠવા ગેઈટ પાસે બેઠેલ હતા ત્યારે એક અજાણ્યા શખ્સે વાતચીત દરમિયાન રુા.૭ હજારની કીંમતનો મોબાઈલ ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૦
તળાજાના અલંગ મરીન પોલિસ મથક નીચે આવતા મેથળા ગામના દરિયા કિનારેથી આજે બપોરે પહેલા એક અજાણ્યા યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.
અલંગ મરીન બીટ જમાદાર સી.જે.નિનામાં પાસેથી બનાવની મળતી વિગતો મુજબ દાઠા પોલીસ મથક નજીક આવેલા મેથળા ગામના દરિયા કિનારે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ન પગલે આસપા...
ભાવનગર, તા.૧૦
તળાજાના અલંગ મરીન પોલિસ મથક નીચે આવતા મેથળા ગામના દરિયા કિનારેથી આજે બપોરે પહેલા એક અજાણ્યા યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.
અલંગ મરીન બીટ જમાદાર સી.જે.નિનામાં પાસેથી બનાવની મળતી વિગતો મુજબ દાઠા પોલીસ મથક નજીક આવેલા મેથળા ગામના દરિયા કિનારે એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ ન પગલે આસપાસ ના લોકો દોડી ગયા હતા. મૃતક નીબોડી ના ફોટાઓ પાડી સ્થળ પર પહોંચેલા લોકોએ વાયરલ કર્યા હતા. બીજી તરફ અલંગ મરીન બીટ જમાદાર સી.જે.નિનામાં એ બોડી નો કબજો લઈ તપાસ હાથ ધરેલ. જેમાં મહુવા ખાતે રહેતા દરજી કામ કરતા નીતિનભાઈ લાલજીભાઈ વાઘેલા ઉવ ૫૨. એ મૃતક ની ઓળખ કરી હતી.મૃતક પોતાનો દીકરો જનક ઉવ ૨૬. હોવાનું અને ગતતા. ૬ ના રોજ દુકાનેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. તેથી બીજા દિવસે મહુવા પોલીસ મથકમાં ગૂમ થયાનું જાહેર કરેલ હતું.મૃતક પરણિત અને સંતાન માં એક આઠ માસ નો દીકરો હોવાનું જાણવા મળેલ છે. મૃતક અહીં કઈ રીતે પહોંચ્યો તે રહસ્ય છે.મૃતક પાસેથી કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈવસ્તુ મળી આવેલ નથી તેમ પોલીસે જણાવ્યું હતું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૧૦
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં સિનેમા સામે રહેતા મંજુબેન ભીખુભાઇ સીમરીયા નામના મહિલા દ્વારકાથી પોરબંદર તરફ જવા માટે નીકળ્યા હતા.
દ્વારકાના જ રહીશ વિજયભાઇ લખમણભાઇ જમોડ (ઉ.વ.૨૮)ના મોટરસાયકલ નંઃ- જી.જે. ૩૭ એફ ૪૯૫૧ ઉપર બેસીને વિજયભાઇ તથા મંજુબેન સીમરીયા અને ભત્રીજી લક્ષ્મીબેન ઉર્ફે ...
મીઠાપુર, તા.૧૦
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં સિનેમા સામે રહેતા મંજુબેન ભીખુભાઇ સીમરીયા નામના મહિલા દ્વારકાથી પોરબંદર તરફ જવા માટે નીકળ્યા હતા.
દ્વારકાના જ રહીશ વિજયભાઇ લખમણભાઇ જમોડ (ઉ.વ.૨૮)ના મોટરસાયકલ નંઃ- જી.જે. ૩૭ એફ ૪૯૫૧ ઉપર બેસીને વિજયભાઇ તથા મંજુબેન સીમરીયા અને ભત્રીજી લક્ષ્મીબેન ઉર્ફે હેતલબેન ત્રિપલ સવારીમાં નીકળ્યા હતા, દવા લઇને સોમવારે રાત્રીના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે મોડું થવાના કારણે પુર ઝડપે જઇ રહેલ બાઇક ચાલક વિજયભાઇ જમોડે તેમના મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે સજરયેલા અકસ્માતમાં મંજુબેન ભીખુભાઇ સીમરીયા (ઉ.વ. આશરે ૫૦)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. જયારે લક્ષ્મીબેન ઉર્ફે હેતલબેન ને નાની-મોટી ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર રાકેશભાઇ ઉર્ફે કાનાભાઇ ભીખુભાઇ સીમરીયા (ઉવ ૨૮, રહે દ્વારકા)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે બાઇક ચાલક વિજય જમોડ સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ)તથા ૩૩૭ અને એમ.વી.એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા ચાર ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નદીના કાંઠે જાહેરમાં જૂગાર રમી રહેલા રમેશ રામાભાલ વાશેતરીયા જગદીશ પરસોતભાઇ દૂધરેજીયા અને પ્રવિણ પરબતભાઇ સીંગરખીયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રુા.૪૩૧૦/ નો મુદામાલ કબ્જે કર્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ, તા.૧૦
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ઇન્ડુસ કંપનીના ટાવરની ઓરડીમાં તસ્કરોએ ત્રાટકી રુા.૨૪ હજારની કિંમતના બેટરી બેંકના સેલની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે આવેલા ઇન્ડુસ કંપનીના ટાવર પાસે આવેલી ઓરડીની પતરાની સીટ તોડી તેમાં પ્રવ...
ગોંડલ, તા.૧૦
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ઇન્ડુસ કંપનીના ટાવરની ઓરડીમાં તસ્કરોએ ત્રાટકી રુા.૨૪ હજારની કિંમતના બેટરી બેંકના સેલની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે આવેલા ઇન્ડુસ કંપનીના ટાવર પાસે આવેલી ઓરડીની પતરાની સીટ તોડી તેમાં પ્રવેશ કરી તસ્કરો અમરરાજ કંપનીના બેટરી બેંકના સેલ નં.૨૪ (કિ.૨૪૦૦૦)ની ચોરી કરી લઇ ગયા હતા. ગત તા.૩/૬ ના રોજ થયેલી ચોરીની ફરીયાદ મુળ રાજસ્થાનના કરેલી ગામના અને હાલ રાજકોટમાં જંકશન પ્લોટમાં ગોરધન એપાટર્મેન્ટમાં રહેતા દિનેશસિંહ શ્યામસિંહ ઠાકુર (ઉ.વ.૪૭) એ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા હેડ કોન્સ. આર.જી. ચુડાસમાએ અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૧૦
દ્વારકામાં અંબા માતાજીના મંદિરમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી વોચમેન ઉપર હુમલો કરી માતાજીના સોનાના દાગીના, રોકડ સહિત રુા. ૯ લાખના મતાની ધાડ પાડી નાશી છુટતા ચકચાર મચી ગઇ છે.
અંબા માતાજીના મહેત અજીતગીરીએ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવી જણાવેલ કે અમો માતાજીના મંદિરના પુજારી હોય તે...
મીઠાપુર, તા.૧૦
દ્વારકામાં અંબા માતાજીના મંદિરમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી વોચમેન ઉપર હુમલો કરી માતાજીના સોનાના દાગીના, રોકડ સહિત રુા. ૯ લાખના મતાની ધાડ પાડી નાશી છુટતા ચકચાર મચી ગઇ છે.
અંબા માતાજીના મહેત અજીતગીરીએ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવી જણાવેલ કે અમો માતાજીના મંદિરના પુજારી હોય તેમજ અમારી નાની એવી ગૌશાળા આવેલ છે. આ કામના આરોપીઓ તા. ૪-૭-૨૦૧૯ના રોજ રાત્રીના અમારી ગૌ - શાળામાં આવી એક ગીર ગાય લઇ નાશી ગયેલ તેમજ ત્યાં આવેલ શંકરાચાર્ય મહારાજની દિવાલ પણ તોડી પાડેલ અને ત્યાની જગ્યાની દેખરેખ માટે રાખવામાં આવેલ માણસ પર હુમલો કરી માર મારી અને કાળી બેગમાં પડેલ આશરે ૮,૮૫,૦૦૦/- (અંકે રુપિયા આઠ લાખ પીચયાસી હજાર) રોકડા તેમજ માતાજીના શણગાર જેવા કે માતાજીના સોનાના દાગીના, માથાનો ટીકો, ઝાલર, બે નાકની નથળી, એક સોનાનો હાર, પાસપોટર્, રાશનકાર્ડ, અખાડાનું પ્રમાણપત્ર, પંજાબી ચાદરો, બેંક પાસ બુક તથા અન્ય જરુરી કાગળીયા લઇ નાશી ગયેલ છે.
આ કામના આરોપી અમારા માણસ નામે નીનામા સપરા લાલસીગને આ કામના આરોપી જયેશભાઇ તેમજ અન્ય તેમના સાથીદારો આવી તેને તથા તેમના નાનકડા પુત્રને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને અમારા માણસના રોકડ રુા. ૧૦,૦૦૦/- તેમજ બે મોબાઇલ લઇ નાશી ગયેલા અને અમારા માણસને ધમકી આપેલ કે આ બનાવ વિશે જો કોઇને જાણ કરેલ તો જાનથી મારી નાખીશ તેમજ આ ઘટના સમયે તમાના એક અજાણ્યા શખ્સે એવું કહેલ કે ‘‘ આ બધી ઘટના નજરે જોયેલ છે આને મારી જ નાખો એવું કહેલ ત્યારે અમારા માણસ ત્યાંથી તેમના પુત્રને લઇ અને જેમ તેમ પોતાની જાન બચાવી ભાગી ગયેલા ત્યારબાદ એ સમગ્ર ઘટનાનું વર્ણન અમારી પાસે કરેલ તેથી આજરોજ અમોને ફરીયાદ કરવાની ફરજ પડેલ છે.
આ સમગ્ર ઘટના એક ગંભીર પ્રકારની હોય તેમજ દ્વારકા જેવા પવીત્રધામમાં આવી ઘટના બહુ શરમજનક કહેવાય જેથી કરીને બહારગામથી આવતા યાત્રાળુઓ પર આની બહુ જ ખરાબ છાપ પડે તેમ હોય તો આ અંગે અમારી ફરીયાદ રેકર્ડ પર લઇ આ કામના આરોપીઓની ધરપકડ કરી ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૧૦
બગસરામાં ફુકાવાવ રોડ ઉપર નવા જીવનપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ અકસ્માતે પલંગ પરથી નીચે પટકાયા હતાં. વૃધ્ધે સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર બગસરામાં આવેલા નવાજીવનપરા વિસ્તારમાં રહેતા કાંતિભાઇ ભાવચંદભ...
અમરેલી, તા.૧૦
બગસરામાં ફુકાવાવ રોડ ઉપર નવા જીવનપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ અકસ્માતે પલંગ પરથી નીચે પટકાયા હતાં. વૃધ્ધે સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર બગસરામાં આવેલા નવાજીવનપરા વિસ્તારમાં રહેતા કાંતિભાઇ ભાવચંદભાઇ રાઠોડ નામના ૬૫ વર્ષના સથવારા વૃધ્ધ ત્રણેક દિવસ પૂર્વ પોતાના ઘરે પલંગ પરથી અકસ્માતે નીચે પટકાયા હતા.
વૃધ્ધાને ગંભીર ઇજા પહોંચતા અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયા સારવાર દરમિયાન વૃધ્ધએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં તરઘડી ગામે રહેતી શિતલબેન શામજીભાઇ ભાંભેરા નામની રર વર્ષની યુવતી બે દિવસ પૂર્વે પોતાના ઘરે રસોઇ બનાવતી હતી. ત્યાર. અકસ્માતે ચુલાની ઝાળે દાઝી જતા તેણીને બે શુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે નોંધ કરી વધુ તપાસ આદરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૧૦
આજના સાયબર યુગમાં ફેસબુકના માધ્યમથી સોનાના બિસ્કિટ ડિસ્કાઉન્ટથી આપવાની જાહેરાત કરી મોબાઇલ ઉપર વાતો કરી વિશ્વાસ કેળવી સુરેન્દ્રનગર બોલાવી ધાતુ જેવા સોનાના બિસ્કિટ બતાવી ઠગાઇ કરવાના બે કિસ્સા સામે આવતા સુરેન્દ્રનગરના રતનપરની ઠગ કંપની સામે યુ.પી અને ખંભાતના બે સોનાના વેપારીઓએ ...
સુરેન્દ્રનગર, તા.૧૦
આજના સાયબર યુગમાં ફેસબુકના માધ્યમથી સોનાના બિસ્કિટ ડિસ્કાઉન્ટથી આપવાની જાહેરાત કરી મોબાઇલ ઉપર વાતો કરી વિશ્વાસ કેળવી સુરેન્દ્રનગર બોલાવી ધાતુ જેવા સોનાના બિસ્કિટ બતાવી ઠગાઇ કરવાના બે કિસ્સા સામે આવતા સુરેન્દ્રનગરના રતનપરની ઠગ કંપની સામે યુ.પી અને ખંભાતના બે સોનાના વેપારીઓએ ફરીયાદ દાખલ કરતા રતનપરના ઠગ ટોળકીમાં હડકંપ મચી જવા પામ્યો છે.
આ અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગત તા. ૩-૭-૨૦૧૯ના રોજ હરેશ પટેલ નામના ફેસબુક એકાઉન્ટ ઉપર સોનાના બિસિકટ ડિસ્કાઉન્ટથી આપવાની પોસ્ટ મુકવામાં આવી હતી. આ પોસ્ટ ઉપરથી ખંભાત રહેતા સોના ચાંદીના વેપારી ધવલ રમેશચન્દ્ર રાણાએ મેસેન્જરથી વાત કરીને મોબાઇલ નંબર મેળવી વાતો કરી વિશ્વાસમાં કેળવીને સોનાના બિસ્કિટ ડિસ્કાઉન્ટથી લેવા માટે રતનપર બોલાવી બે માળના મકાનમાં ોલઇ જઇ ગયા હતાં. જયા હાજર બે આરોપીઓમાં એક નામ હનીફ અને બીજાનું નામ હાજી તરીકે ઓળખાણ આપી હતી અને દોઢ કિલો સોના જેવી ધાતુના બિસિકટ બતાવેલ. ધવલભાઇ પાસે આટલી રકમ ન હોવાથી માત્ર એક બિસિકટના રુપિયા ૨.૫૮ લાખની કિંમત કરી સોનાનું બિસ્કિટ વ્યવસ્થિત પેક કરી આપવાનું કહી એક પછી એક આરોપી મકાનની બહાર જતા રહ્યા હતા અને થોડી વાર પછી હનીફે મોબાઇલ કરી ધવલને કહેલ કે મારી પાછળ આવો તેમ કહી પોતાની સ્વીફટ કાર હંકારી મૂકી હતી અને નાસી છુટયા હતાં. ઠગાઇનો ભોગ બનેલ ધવલે જોરાવનગર પોલીસ સ્ટેશને ફરીયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી ઠગ કંપનીની શોધખોળ હાથ ધરી છે. બીજા બનાવમાં ઉતર પ્રદેશના કાનપુર રહેતા મહેશકુમાર સિંગબહાદુર વર્મા આજ મોડસ ઓપરેન્ટીથી મોબાઇલમાં વાતો કરી વિશ્વાસ કેળવી આરોપી એવા કરીમ ફીતેહમહંમદ ભટ્ટ, અબ્બાસ રસુલ માણેક, મેહુલ, સલીમ હાજી અને તુષર રહે. તમામ રતનપર વાળાઓએ મહેશકુમારને સુરેન્દ્રનગરના રતનપરમાં બોલાવી બે માળના મકાનમાં ગોંધી રાખી રુા. ૭૦ હજાર પડાવી લીધા હતાં. જયારે મહેશકુમારે પોલીસને ફોન કરતા પોલીસનું નામ પડતા આરોપીઓએ રુા. ૭૦ હજાર પરત આપી નાસી છુટયા હતા બંને બનાવની ફરીયાદ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થતા પોલીસે ફરીયાદ દાખલ કરી ઠગ ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે. આરોપીઓના મોબાઇલ નંબર ઉપરથી સાચી ઓળખ થશેઃ પીએસઆઇ રતનપરની ઠગ ટોળકી દ્વારા સોનાના બિસ્કિટમાં ડીસ્કાઉન્ટ આપવાની પોસ્ટ કરી વેપારીઓ સામે ઠગાઇ કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સોશ્યીલ મીડીયાના માધ્યમથી ફેસબુક ઉપર ખોટા આઇડી બનાવી લોકો વેપારીઓ સાથે મોબાઇલ ઉપર વાતો કરી વિશ્વાસ કેળવી ઠગાઇને અંજામ આપવામાં માહેર ટોળકીના મોબાઇલ નંબર ઉપરથી સાચી ઓળખ થશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧૦
મોરબીમાંથી જુદી જુદી બે જગ્યાએથી જુગાર ઝડપાયો હતો.
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે તીનપત્તિનો જુગાર રમતા આમદભાઈ સુલેમાનભાઈ ઓરવદી, વિજયભાઈ સાંમતભાઈ કોળી, જગદીશભાઈ દેવજીભાઈ ગડચા, અનવરઅલી મામદભાઈ બુખારીને...
મોરબી, તા.૧૦
મોરબીમાંથી જુદી જુદી બે જગ્યાએથી જુગાર ઝડપાયો હતો.
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે બાતમીના આધારે શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ પાસે તીનપત્તિનો જુગાર રમતા આમદભાઈ સુલેમાનભાઈ ઓરવદી, વિજયભાઈ સાંમતભાઈ કોળી, જગદીશભાઈ દેવજીભાઈ ગડચા, અનવરઅલી મામદભાઈ બુખારીને રુ.૮ હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના માધાપર શેરી નંબર ૨૨ પાસે જાહેરમાં જુગાર રમતા જુસબભાઈ સુલેમાનભાઈ સુમરા, અનિલભાઈ બાબુભાઇ વરાણીયા, રમેશભાઈ મનહરલાલ સોલંકી, લાલજીભાઈ ભાણજીભાઈ સોલંકીને રુ.૧૩૬૯૦ના મુદામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદેશી દારુ સાથે ક્ષત્રિય
યુવાન ઝડપાયો
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર બાવળીયા પીરની દરગાહ પાસે એકટીવા નંબર જીજે ૩૬ એન ૯૮૪૬ સાથે મહેન્દ્રસિંહ લખુભા ઝાલા રહે.રાધેશ્યામ શેરી, નાની બજારવાળાને ૩૦ બોટલ વિદેશી દારુ સાથે પકડી પાડી રુા.૪૮ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૦
ભાવનગર જિલ્લાના તળાજા માં આવેલ આવેલ જુના રાજપરા ગામે વાડીમાં ભાંડરડા સાથે માતાના પડખામાં સુતેલી ચાર વર્ષની બાળકી ને રાત્રીના સવા વાગ્યે દીપડો ઉઠાવી ગયો હતો. લોહી તરસ્યા દીપડાએ બાળકી ને ગરદન ના ભાગેથી દબોચી હતી. બાળકીની એકજ ચિસે તેના પિતા જાગી ગયા હતા. નઝર કરતા દીપડો દીકરીને લઈ ભાગ્યો હતો...
ભાવનગર, તા.૧૦
ભાવનગર જિલ્લાના તળાજા માં આવેલ આવેલ જુના રાજપરા ગામે વાડીમાં ભાંડરડા સાથે માતાના પડખામાં સુતેલી ચાર વર્ષની બાળકી ને રાત્રીના સવા વાગ્યે દીપડો ઉઠાવી ગયો હતો. લોહી તરસ્યા દીપડાએ બાળકી ને ગરદન ના ભાગેથી દબોચી હતી. બાળકીની એકજ ચિસે તેના પિતા જાગી ગયા હતા. નઝર કરતા દીપડો દીકરીને લઈ ભાગ્યો હતો. અંધારામાં પિતાએ પુત્રીને બચાવવા દોટતો મૂકી પણ છેલ્લા શ્વાસ દીકરી ગણતી હતી.વન વિભાગે દીપડાને પકડવા રાત્રેજ પીંજરા મૂકી,મૃત બાળાના પરીવાર ને સહાય માટે કેસ કાગળો ત્યાર કર્યા હતા.
બૃહદગીરમાં સમાવિષ્ટ તળાજા તાલુકા માં ખાસ કરીને દરિયાઈ પટ્ટી પર સાવજ દીપડા નો વસવાટ વધી રહ્યો છે જેને લઈ પ્રકૃત્તિ પ્રેમીઓ ખુશ છે તો બીજી તરફ હિંસક પ્રાણીઓ ની અવર જ્વર થી ખેડૂતો ફફડી રહ્યા છે. તેમાંય ગત રાત્રીએ નવા જુના રાજપરા ગામે દીપડો નરભક્ષી બન્યાના વાવડ વાડીઓમાં વસવાટ કરતા ખેડૂત ખેત મજૂર પરિવારોમાં કમ્પારી છૂટીગઈ છે.
જુના રાજપરા ગામના અને ઝાંઝમેરની સીમમાં વાડી ધરાવતા લક્ષ્મણભાઇ બાલાભાઈ ભીલ પોતાના પત્ની ચકુબેન અને બાળકો સાથે ખુલ્લા ખેતરમાં આવેલ ઝૂંપડામાં સુતા હતા. લક્ષ્મણભાઇ ભીલ ના શબ્દોમાંજ કહીએ તો રાત્રીના સવાએક વાગ્યાના સુમારે ઓચિંતાજ બાળકી ની એક ચીસ સંભળાઈ.
જેનેલઈ લક્ષ્મણભાઇ જાગી ગયા. જોયૂતો દીપડો પોતાની પત્ની ચકુબેન ના પડખામાં સુતેલી ચારવર્ષની દીકરી વિશ્વા (ઢબુંડી) ને ગરદનેથી પકડીલઈ અંધારા માં ઓગલી ગયો હતો.
અંધારામાં પિતા હાકલા પડકારા કરતા દોડ્યા ત્યારે દીકરી ઠેબેચડી. ગોદમાં ઉપાડી ઝૂંપડે લાવતાજોયુ તો છાતી ગળા અને ગરદનના ભાગે દીપડો લોહી ચૂસી ગયો હતો. અંતિમ શ્વાસ પિતાની ગોદમાજ વ્હાલસોઈ દીકરીએ લીધા હતા.
બનાવની જાણ થતા તળાજા આર.એફ.ઓ એમ.કે.વાઘેલા, સ્ટાફ સાથે તાત્કાલિક દોડી ગયા હતા. સ્થળ પંચનામા સહિતની કાર્યવાહી કરી સરકારી વળતર ચૂકવવા કાર્યવાહી હાથધરી હતી. વાઘેલા એ જણાવ્યું હતુંકે રાત્રેજ ્સટાફ ને બોલાવી માનવ ભક્ષી બનેલ દીપડા ને પાંજરે પુરવામાં આવશે. લોકોને ધોકા લઈને દોડતા જોયાને...
બનાવને લઈ જુના રાજપરા ગામે તળાજા ૧૦૮ ના ઇએમટી દિનેશ દિહોરા, પાયલોટ પિન્ટુભાઈ ગોહિલ દોડી ગયા હતા. રાત્રીના બે વાગ્યાં નો અંધકારમાં ધોકા પાવડા પાઇપ લઈને જોવા મળ્યા. ત્યારે ડર લાગે તેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોને વાડી નું લોકેશન પૂછવામાં આવ્યૂ ને જઈને જોયુ તો દીપડાનો શિકાર બનેલી એક ચારવર્ષની દીકરી ને લોહીથી લથબથ હાલતે લઈને પિતા ઉભા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૧૦
મુળી તાલુકાના સરલા પી. જી.વી.સી.એલ.ના ફીડર નીચે ૧૧ ગામોનો સમાવેશ જ્યોતિ ગ્રામ નીચે છે. વધારે ગામો હોવાથી ફોલ્ટ સજરતા વારંવાર રીપેરીંગ માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. દરરોજ દર એક કલાકે રીપેરીંગના બહાના તળે પુરવઠો બંધ કરવામાં આવે છે માટે ૨૪ કલાકની જ્યોતિ ગ્રામ યોજના હવે કાપ આવતા ૧...
સુરેન્દ્રનગર, તા. ૧૦
મુળી તાલુકાના સરલા પી. જી.વી.સી.એલ.ના ફીડર નીચે ૧૧ ગામોનો સમાવેશ જ્યોતિ ગ્રામ નીચે છે. વધારે ગામો હોવાથી ફોલ્ટ સજરતા વારંવાર રીપેરીંગ માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. દરરોજ દર એક કલાકે રીપેરીંગના બહાના તળે પુરવઠો બંધ કરવામાં આવે છે માટે ૨૪ કલાકની જ્યોતિ ગ્રામ યોજના હવે કાપ આવતા ૧૭ કલાકની બની ગઈ છે. આ પ્રશ્ન ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં વર્ષોથી ઉકેલ આવતો નથી. વીજતાર અને પોલ ૩૫ વર્ષ જુના હોય તેને પણ બદલવાની તાત્કાલિક જરુરીયાત હોય તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૯
ઉનાના ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેઈન મરચન્ટ એસો., નગરપાલિકા તથા વેપારી આગેવાનોએ કામધંધા બંધ રાખી પદયાત્રા કાઢી મંદિરોમાં ધજા તથા દરગાહોમાં ચાદર ચડાવી મેઘરાજા ભરપુર કૃપા કરે અને રીઝે તે માટેની પ્રાર્થના કરવામાં આવેલ. સાથોસાથ ખેતરમાં વાવેલ બિયારણને જીવતદાન મળે તેવી ભગવાનને પ્રાર્થના કરાઈ હતી.
...
ઉના, તા.૯
ઉનાના ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેઈન મરચન્ટ એસો., નગરપાલિકા તથા વેપારી આગેવાનોએ કામધંધા બંધ રાખી પદયાત્રા કાઢી મંદિરોમાં ધજા તથા દરગાહોમાં ચાદર ચડાવી મેઘરાજા ભરપુર કૃપા કરે અને રીઝે તે માટેની પ્રાર્થના કરવામાં આવેલ. સાથોસાથ ખેતરમાં વાવેલ બિયારણને જીવતદાન મળે તેવી ભગવાનને પ્રાર્થના કરાઈ હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.10
જૂનાગઢમાં વાર-તહેવારે પ્રતિમાઓની સફાઈ કરાવી હારતોરા કરતાં નેતાઓ અને અધિકારીઓને બોધપાઠ આપતી કામગીરી જૂનાગઢના ઓન્લી ઈન્ડીયન દ્વારા કરવામાં આવશે. ઓન્લી ઈન્ડિયને શહેરમાં આવેલ તમામ પ્રતિમાઓનું માન-સમ્માન જળવાય રહે તે માટે નિયમિત રીતે સફાઈ કરી ખરા અર્થમાં માન અપાશે તેવી જહેમત કરી છે. શહેરન...
જૂનાગઢ, તા.10
જૂનાગઢમાં વાર-તહેવારે પ્રતિમાઓની સફાઈ કરાવી હારતોરા કરતાં નેતાઓ અને અધિકારીઓને બોધપાઠ આપતી કામગીરી જૂનાગઢના ઓન્લી ઈન્ડીયન દ્વારા કરવામાં આવશે. ઓન્લી ઈન્ડિયને શહેરમાં આવેલ તમામ પ્રતિમાઓનું માન-સમ્માન જળવાય રહે તે માટે નિયમિત રીતે સફાઈ કરી ખરા અર્થમાં માન અપાશે તેવી જહેમત કરી છે. શહેરનાં અનેક ચોક અને વિસ્તારોમાં મહાન નેતાઓ અને સમાજ માટે કંઈક કરી છૂટેલા મહાન વિભુતીઓની પ્રતિમા આવેલી છે. પરંતુ વાર-તહવારે જે તે પ્રતિમાની મનપા દ્વારા સફાઈ થાય છે. અને બાદમાં નેતાઓ-અધિકારીઓ હાર તારોના ફોટા પડાવી ચાલતી પકડે છે. બાદમાં આ પ્રતિમા સામે નેતાઓ જોતા પણ નથી અને વિભુતીઓની પ્રતિમાનું હડાહડ અન્યાય થાય છે ત્યારે જૂનાગઢના ઓન્લી ઈન્ડીયનને શહેરની તમામ પ્રતિમાઓની નીયમીત સફાઈ કરવાનું બીડું ઝડપ્યું છે અને ગાંધી ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરી આ કામગીરીની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
મેષ
(અ. લ. ઈ)
આ સપ્તાહ દરમિયાન નિષ્ફળતા અથવા અગાઉ કરેલી ભૂલો પર આંસુ સારવાનું છોડી, ભૂલો સુધારી સફળતા મેળવવા પ્રયત્ન કરશો તો સ્થિતિમાં જરૂર સુધારો આવશે. દરેક બાબતને બીજાઓનાં દૃષ્ટિબિંદુથી સમજવાનો પણ પ્રયત્ન કરવો. છેલ્લા ચરણમાં વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. આવી સ્થિતિમાં આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામસ્મરણ લાભકારક નીવડશે. આપના માટે ભાગ્યવૃદ્ધિમાં અનિશ્ચિતતા રહેશે. નાનો પ્રવાસ કે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત થાય. છેલ્લા બે દિવસને બાદ કરતા આરોગ્ય એકંદરે સારું રહેશે. નોકરિયાતોને પણ કંપની તરફથી અમુક અંશે લાભ મળે. કોઈ અણધારી આવક કે ધનલાભની સંભાવના છે. નોકરી, વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓના પ્રોત્સાહનથી આપનો ઉત્સાહ બમણો થશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. આપની સિદ્ધિઓ અને પ્રગતિના કારણે સમાજમાં આપની બોલ-બાલા થતા એકંદરે આપ ખુશ રહેશો.
વૃષભ
(બ. વ. ઉ)
આ સપ્તાહ દરમિયાન ઓફિસમાં સહકારભર્યો માહોલ હશે. આપના અધૂરા કાર્યો પૂરા થશે. આપની સિદ્ધિઓ જોઈને હરીફો કે પ્રતિસ્પર્ધીઓ મોમાં આંગળા નાખી જશે.જૂના મિત્રો સાથે મુલાકાત થતા આપ બાળપણના સંસ્મરણો તાજા થાય. આ સાથે સ્વાદિષ્ટ ભોજન તથા નવા વસ્ત્રો, આભૂષણો વગેરેની ખરીદીના યોગ પણ છે. વાહન ખરીદી માટે ઉત્તમ સમય છે. જાહેર ક્ષેત્રમાં માન તેમ જ વ્યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં લાભ મળે. કોઈ પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે સારા સમયની થોડી રાહ જોવી પડે.જમીન- વાહન સંબંધી સમસ્યાઓ સર્જાવાની શક્યતા હોવાથી આ સંબંધિત કોઈપણ દસ્તાવેજો કે અન્ય કાર્યવાહી હાલમાં મુલતવી રાખવી. મુશ્કેલીના સમયમાં સત્તા કે નાણાં નહીં પરંતુ સંબંધો અને સારું વર્તન ઉગારે છે. જો કે આપ આધ્યાત્મિકતા તરફ વળેલા રહેશો તો થોડી રાહત અચૂક અનુભવશો. આરોગ્યમાં વિશેષ કરીને પેટના દર્દોથી પરેશાની થાય.
મિથુન
(ક. છ. ઘ)
આ સપ્તાહ દરમિયાન અભ્યાસ કરતા સંતાનો પાછળ આપનો ખર્ચ વધશે. મિત્રો, સગાં સ્નેહીઓ અને કુટુંબીજનોની સંગાથે આપ ખૂબ જ આનંદ ઉલ્લાસમાં સમય પસાર કરશો આપની શારીરિક સુખાકારી તો જળવાશે જ પણ માનસિક રીતે પણ હળવાફુલ રહેશો. સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્વાદ માણશો. જીવનસાથી તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. આપને ભાગીદારીના વેપાર-ધંધા કે નોકરીમાં ટીમવર્કમાં થતા કાર્યોને લગતા પ્રશ્નોના કારણે થોડી ચિંતા રહેશે. નોકરિયાતોને ઉપરીઓનો સહકાર મળે. શરૂઆતમાં સ્વાસ્થ્ય પણ થોડું નરમગરમ રહેશે. જમણી આંખમાં તકલીફ થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે ઉત્તરાર્ધનો સમય બહેતર છે. દૂરના અંતરે વસતા મિત્રો અને સ્નેહીઓ સાથેની મુલાકાતથી આપને આનંદ થાય. હાથમાં લીધેલા કાર્ય કે કોઈપણ પ્રોજેક્ટ સમયસર સુપેરે પાર પડવાથી આપના ઉત્સાહમાં વધારો થશે.
કર્ક
(ડ. હ)
આ સપ્તાહ દરમિયાન વેપાર કે નોકરીમાં આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. આપનું વર્ચસ્વ અને પ્રભાવ વધવાથી માન-મોભો પણ વધશે. ભાગદોડભરી જિંદગીમાંથી રાહત મેળવવા માટે પરિવાર સાથે કોઈ રમણીય સ્થળે ફરવા જવાનું પણ આયોજન કરશો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. આપનું દૃઢ મનોબળ અને ભરપૂર આત્મવિશ્વાસ કામ કરી જશે. વ્યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થશે અને પદોન્નતિના સંજોગો પણ ઉભા થાય. કાર્યક્ષેત્રે આપનું વર્ચસ્વ વધશે જ્યારે હરીફો આપની સફળતા જોઈને હાથ મસળતા રહી જશે. પરંતુ આપ સફળતાના નશામાં ગાફેલ ન બનતા. મન થોડુ વ્યથિત રહેવાથી સંબંધો અને કામકાજમાં મજા નહીં આવે પરંતુ શરૂઆત અને અંતિમ તબક્કો ઉત્તમ કહી શકાય. વારસાગત સંપત્તિના પ્રશ્નો ઉકેલાય. પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે હઠાગ્રહ છોડવાની સલાહ છે.
સિંહ
(મ.ટ)
આ સપ્તાહ દરમિયાન સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું પણ થાય. આપની આવકમાં વૃદ્ધિ થાય. સંતાન અને પત્નીથી સુખ મળે. અવિવાહિતો માટે લગ્નના યોગ થાય. દૂર રહેતા સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્ય સારું રહેશે. માનસિક ચિંતાના ભારમાંથી મુક્તિ મેળવશો. મિત્રો કે પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરશો. આપની નિર્ણયશક્તિ નબળી પડે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવી પડશે. ખાસ કરીને મિત્રોની સંગતમાં આપ હરવા ફરવામાં કે ઈતર પ્રવૃત્તિઓમાં ન પરોવાઈ જાવ તેની કાળજી રાખવી. સમાજ, મિત્રો અને પરિવાર પાછળ ખર્ચ કરવામાં આપ પાછું વળીને જોતા નથી માટે ગયા અઠવાડિયે કરેલા ખર્ચાના કારણે શરૂઆતમાં થોડી આર્થિક સંકડામણ અનુભવશો. કોઇ સાથે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખજો. છેલ્લા ચરણમાં શારીરિક અને માનસિક હાલતમાં પણ સુધારો થતો જણાશે.
કન્યા
(પ. ઠ. ણ)
આ સપ્તાહ દરમિયાન પરિવારમાં સુખ શાંતિ જળવાશે. વડીલોના આશીર્વાદથી આપને કાર્ય સફળતા મળશે તેમ જ કોઈપણ કાર્યમાં સારું માર્ગદર્શન પણ મળશે. આપના માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પરિવાર કે પ્રિયજનો સાથે સહેલગાહે જાવ તેવી પણ શક્યતા છે. દાંપત્યજીવનની શ્રેષ્ઠ પળો આપ માણી શકશો પરંતુ સંબંધોમાં કોઇ બાબતે ગેરસમજ અથવા ભ્રમણા ના રહે તે માટે દરેક બાબતે સ્પષ્ટતા રાખવાની સલાહ છે. નિયમિત કસરત, યોગ અને પ્રાણાયામ આપના શરીર અને મનને સ્વસ્થ રાખશે. છેલ્લા બે દિવસમાં મનની દ્વિધા આપની નિર્ણય શક્તિ ઢીલી પાડશે. આપ વધારે પડતા લાગણીશીલ બનશો. સંતાન પ્રાપ્તિના પ્રશ્નોમાં અત્યારે સારવાર બાબતે તમે ગુંચવાયેલા રહો તેવી શક્યતા છે. સ્નેહી અને મિત્રો સાથે મુલાકાત થાય. માત્ર, છેલ્લા બે દિવસમાં આપની મનોવૃત્તિમાં અચાનક પરિવર્તન આવવાથી આપ નાની-નાની વાતોમાં મિજાજ ગુમાવશો. ક્રોધ પર કાબુ નહીં રાખો તો સંબંધોમાં તિરાડ પડી શકે છે.
તુલા
(ર. ત)
આ સપ્તાહ દરમિયાન પરિવારના અન્ય સભ્યો સાથે વધારે નિકટતા રહે. જાહેર જીવનમાં માન- પ્રતિષ્ઠામાં વધારો થવાથી આપ ખુશ રહેશો. આરોગ્ય સુખાકારી પણ જળવાઈ રહેશે. આપને આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભના પ્રબળ યોગો જણાય છે. મિત્રો, સગાસ્નેહીઓ તથા પ્રિયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. વેપારીઓને નફાકારક સોદા થશે. પુત્ર અને પત્નીથી લાભ થવાની પણ શક્યતા છે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે તેમ જ લગ્નોત્સુક પાત્રો માટે લગ્ન આડેથી અવરોધો દૂર થશે. સપ્તાહના મધ્યમાં આપને શરીર અને મનમાં થોડી બેચેની તેમ જ અસ્વસ્થતાનો અનુભવ થશે. મનની દ્વિધાપૂર્ણ સ્થિતિ આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે. માતાનું સ્વાસ્થ્ય ચિંતા ઉપજાવી શકે છે. જોકે, ઉત્તરાર્ધમાં સ્થિતિ સુધરતા શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્વજનો સાથે આપ શાંતિથી સમય પસાર કરશો.
વૃશ્ચિક
(ન.ય.)
આ સપ્તાહ દરમિયાન તમારામાં શક્તિ અને ઉત્સાહનો સંચાર થશે માટે તેને સાચી દિશામાં વાળવાની સલાહ છે. તેનાથી તમે સંખ્યાબંધ કાર્યો ઝડપથી અને વધુ સારી રીતે પાર પાડી શકશો. સાથે સાથે તમારે સામાજિક અને સામૂહિક કાર્યો કરવાના છે. અત્યારે આપ ફક્ત બે જરૂરિયાતો પર કામ કરશો- પૈસા અને પરિવાર. આપની પોતાની યોજનાઓ, આશાઓ સાચા સ્વરૂપમાં સાકાર કરવા માટે ધનનો ખર્ચ કરશો તેવું લાગે છે. જોડે જોડે જોખમપૂર્ણ અભિગમ હશે માટે કોઇ નવું સાહસ ખેડવામાં સાચવેતીથી આગળ વધવું. આત્મબળથી આગળ વધવું. મકાન, ઘર, સંપત્તિ, ભૂમિ, ભવન નિર્માણ કરવું, વાહન લેવું આ બધું જ મગજમાં ચાલતું હશે. પ્રસિદ્ધિ મેળવવા માટેના નવા નવા નુસખા પણ તમારા દિમાગમાં આવી શકે છે. ખૂબ જ સારી કોમ્યુનિકેશન સ્કીલથી તમે પોતાના કાર્યો પાર પાડી શકશો. તમારે તમારી ઉપલબ્ધિઓનો ગર્વ લઇને બેસી નથી રહેવાનું, પણ મંગળના જોમજુસ્સાનો ફાયદો લેવાનો છે.
ધન
(ભ.ધ.ફ.ઢ)
આ સપ્તાહ દરમિયાન આપ એટલા ધગશથી કામ કરશો કે કામને અધૂરું નહીં છોડો. જીવનના મોટા અને લાંબાગાળાના આયોજનો કરશો. પૈસાની બાબતમાં અત્યારો કોઇના પર ભરોસો ના કરશો. નવા નિમંત્રણો અને સામાજિક જવાબદારીઓનો તબક્કો કહી શકાય. તમે કંઇક નવી શરૂઆત કરવા માટે પણ ઉત્સુક થશો. નવા કામો આપની ઝોળીમાં પડશે. આપ આપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કૃતનિશ્ચયી છો તેથી સફળતા આપની પાસે આવવા માટે અધીરી બનશે. પ્રેમ, પૈસા, આકર્ષણ આપની પર્સનલ લાઇફને ચાર ચાંદ લગાવી શકે છે અને જો આવું ના થાય તો થોડી મસ્તી, મજાક અને આનંદ આપના જીવનમાં નવો ઉત્સાહ અને જોમ ભરી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે પરંતુ ભાવિ અભ્યાસ અંગેનું આયોજન કે પ્રવેશને લગતી કામગીરીમાં સાચવજો. સ્નાયુઓને લગતી સમસ્યાઓ કે દુખાવાની શક્યતા નકારી શકાય નહીં.
મકર
(ખ.જ.)
આ સપ્તાહ દરમિયાન આપ કોઇપણ કામનો ત્વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ તરફથી મળતા લાભમાં વિલંબ થાય. તમારી આવક વધવાથી સમાજમાં માનમોભો વધશે. શરૂઆતમાં વાણીના પ્રભાવથી તમે આર્થિક કાર્યો ઝડપથી ઉકેલી શકશો. આપ પરિવાર વત્સલ હોવાથી કુટુંબના સભ્યો સાથે ખૂબ સારી રીતે સમય વીતાવશો. સ્ત્રી મિત્રો તમારી સહાયક બનશે. દૂર વસતા મિત્રો, સ્નેહીજનો સાથેના સંપર્કથી લાભ થાય. સુખશાંતિથી પસાર થશે. આપ આપના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. નોકરીમાં અત્યારે ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ ન રહે. ભાગીદારીના કાર્યો અથવા નોકરીમાં ટીમવર્કમાં થતા કાર્યોમાં બીજાના ભરોસે રહેવું નહીં. આરોગ્ય મધ્યમ રહે જેમાં ખાસ કરીને કમરમાં દુખાવો, હૃદયના ધબકારાને લગતી ફરિયાદો, આંખોમાં બળતરા વગેરે થઇ શકે છે.
કુંભ
(ગ.શ.સ.ષ.)
આ સપ્તાહ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશ થશે. વેપારીઓ લાભદાયી સોદા પાર પાડી શકશે. પિતા સાથે સુમેળ રહે અને તેમના થકી લાભ પણ થાય. સંપત્તિ, જમીન-મકાન અને વાહનને લગતા કામો સરળતાથી પૂરા થઇ શકશે. કાનૂની કામકાજમાં સફળતા મળે. પારિવારિક જીવનમાં ખુશાલી અને સંવાદિતા જળવાઇ રહેશે. આપના વેપાર ધંધામાં લાભ થશે અને આવક વધશે. મિત્રો સાથે બહાર ફરવા જવાનું તેમ જ ભોજન લેવાનું આયોજન થાય. સ્ત્રી મિત્રો મદદરૂપ થઇ શકશે. સંતાનો તરફથી શુભ સમાચાર અને વડીલોનો સહકાર મળશે. પરિવારમાં માંગલિક પ્રસંગો યોજાય. લગ્નજીવનમાં સંવાદિતા રહે. નવી વસ્તુ ખરીદવા માટે સમય યોગ્ય છે. આ સમયમાં આપ વધુ પડતા લાગણીશીલ બનશો. પ્રિયપાત્રની ખુશી માટે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિથી કોઇપણ કામ માટે ત્વરિત અને સચોટ નિર્ણય લઇ શકશો. ઓફિસ અને સમાજમાં આપના માન પ્રતિષ્ઠા વધશે.
મીન
(દ.ચ.ઝ.થ)
આ સપ્તાહ દરમિયાન સાંસારિક બાબતો અંગે આપનું વલણ ઉદાસીન રહે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. ધંધામાં ભાગીદારો સાથે મતભેદનો પ્રસંગ બને. સ્વાસ્થ્યની જાળવણી આપની પ્રાથમિકતા હશે. તબિયત ખરાબ થતા દવામાં ખર્ચ થાય, ક્રોધ વધુ રહેવાથી બોલવા પર સંયમ ન રહે પરિણામે પરિવારજનો સાથે મનદુઃખ થઇ શકે. નકારાત્મક વિચારો ગેરમાર્ગે ન લઈ જાય તેનું ધ્યાન રાખજો. જોકે, સપ્તાહના ત્રીજા દિવસથી આપની શારીરિક સ્થિતિ અને વિચારસરણી બંનેમાં સુધારો આવશે. તમે નિર્ધારિત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. કાર્ય ક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ઉપરી અધિકારીઓ આપના કામની પ્રશંસા કરશે. બઢતીની શક્યતાઓ વધે. ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી મુશ્કેલ કામ પણ સારી રીતે પાર પાડી શકો. સરકારી કાર્યોમાં સફળતા મળવાની વિશેષ શક્યતા છે. પિતાથી લાભ થાય.
આજના માનસિક તનાવનાં યુગમાં હાઇબ્લડપ્રેશર અને અચાનક લકવો થઇ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે.આજ-કાલ લકવો પડવાનાં કિસ્સામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજના માનસિક તનાવનાં યુગમાં હાઇબ્લડપ્રેશર અને અચાનક લકવો થઇ જવાની અનેક ફરિયાદો સાંભળવા મળે છે. ત્યારે આવા અચાનક હુમલા વખતે શું કરવાથી શરીરમાં વધારો નુકશાન ન થાય અને આવા દર્દીને કેમ સહાયભૂત થઇ શકાય તે પણ પ્રત્યેક માણસે જાણવું જરૂરી છે.જો લકવાની અસર થતી દેખાતી હોય, દર્દીની બોલવાની રીત બદલાઇ ગઇ હોય, તેનાથી બરાબર બોલી શકાતું ન હોય, બોલતી વખતે તેનું મોં કે આંખ કોઇ એક તરફ ખેંચાતા હોય, બોલતાં-બોલતાં શબ્દો તૂટી જતાં હોય, હાથ કે પગ દર્દીને જૂઠા પડતા લાગતાં હોય કે વજનવાળા લાગતા હોય કે તેમાં ઝણઝણાટી લાગતી હોય, શરીરનું એક અંગ ભારે-ભારે લાગતું હોય, ચાલવામાં કે ઉભા થવામાં પડી જવાતું હોય, કે કોઇ અંગ નબળું પડતું લાગતું હોય, આવા કોઇ પણ ચિહનો અચાનક દેખાતા હોય તો જાણવું કે શરીરે લકવાની અસર થઇ રહી છે.અથવા તો કોઇ અંગ સાવ જ ખોટું પડી જાય એટલે કે ઓચિંતાનો લકવો પડી જાય તો ડોક્ટરને બોલાવો અને તે આવે ત્યાં સુધીમાં શરીરમાં ઘણું બધું ડેમેજ થઇ જાય, પરંતુ તેનાં તાત્કાલિક ઉપચાર આપણે જાણતાં હોઈએ અને તે કરી લઇએ તો પડેલો લકવા તરત જ પાછો પડી જાય છે. લકવાની થયેલી શરૂઆત અટકી જાય છે અને જેટલી અસર થઇ હોય તે નિવારી પણ શકાય છે.જે-તે અંગમાં ધીમો થયેલો રક્ત સંચાર પાછો યથાવત થઇ શકે તે માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા આત્યાંતિક રીતે કરવાનાં ઉપાયો :-લકવાનાં સંજોગોમાં દર્દીને તાત્કાલિક ૫૦ ગ્રામ જેટલું તલનું તેલ પીવડાવી દેવું. આ પ્રયોગથી તુરંત લકવાગ્રસ્ત અંગમાં ફાયદો થાય છે. અનેક દર્દીઓ ઉપર અજમાવેલો આ સફળ પ્રયોગ છે.દર્દીને હાઇબ્લડપ્રેશર રહેતું હોય તો તેનું માથુ પલંગથી નીચે તરફ ઝુકતું રાખી તેના કપાળમાં ઠંડા પાણીની ધાર કરવી. આંખ-નાકમાં પાણી ન જાય તે રીતે ધાર કરવી.લસણનો રસ કાઢી, મધ મેળવી દર્દીને પીવડાવી દેવો.નગોડાના પાનને વાટી તેનો રસ દર્દીને પીવડાવવાથી પણ ફાયદો થાય છે.લસણને ઝીણું પીસીને પણ મધમાં ચટાડી શકાય.ઉપરોકત ઉપાયોની સાથે તલના કે સરસીયાના તેલમાં કપૂરની ગોટી નાખી તેલને થોડું ગરમ કરી અસરગ્રસ્ત ભાગ ઉપર માલિશ કરવી.જો પક્ષાઘાત થયાને ઘણો સમય વીતી ગયો હોય તો તેને મટાડવા માટે પણ આયુર્વેદમાં ખૂબ જ સરળ ઉપાયો બતાવેલાં છે જેમાં,ખાવામાં તલનાં તેલનો જ દરરોજ ઉપયોગ કરવો.રોજ સવારે ૧૦ થી ૧૨ ગ્રામ જેટલું તલનું તેલ નરણે પી જવું.લસણની ચટણી બનાવીને ખાવી.લસણની કળી મધ સાથે ખૂબ બારીક વાટીને સવારે નરણે ખાવું. જેનાથી લસણની વાસ સહન ન થતી હોય તેણે ઉકળતા પાણીમાં લસણને બોળીને કાઢી લેવું. પછી ઠંડુ કરી તરત તેનો ઉપયોગ કરવો. જેથી લસણ વાસરહિત થઇ જશે.આ ઉપરાંત આયુર્વેદમાં સ્નેહન-સ્વેદનયુક્ત વિરેચન આ રોગમાં શ્રેષ્ઠ બતાવ્યું છે. આયુર્વેદમાં પક્ષાઘાત થવામાં મુખ્ય દોષ વાયુને કારણભૂત માનવામાં આવેલ છે. જેથી, આ રોગમાં વિશેષ કરીને વાયુને જીતનારી વાતનાશક ચિકિત્સા કરવામાં આવે છે. આ રોગનાં દર્દીએ સૂંઠ અને મેથીનો ઉકાળો દરરોજ પીવો જોઈએ.આ રોગમાં એકાંગવીરરસ, વાત ચિંતામણીરસ, મહારાસ્નાદિ કવાથ વગેરે ઔષધો નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ લેવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. આ સિવાય રોગી એ આહાર-વિહારમાં પરેજી રાખવી ખૂબ જરૂરી છે.
આજે જે રોગ વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તેને મોર્ડન સાયન્સમાં એપિલેપ્સી અને આયુર્વેદમાં ’’અપસ્માર’’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં લોકો આ રોગને ’વાઈ’ તરીકે પણ ઓળખે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઇ જતો હોય તેવું તેને લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે. તેની આંખો ઉપર ચઢી જાય છે, દર્દીને ગમે ત્યારે ખેંચ ચાલુ થઇ જાય છે. તેનાં દાંત બંધાઇ જાય છે અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેંચનાં હુમલા આવી શકે છે.આ ભયંકર વ્યાધિનું કોઇ નિશ્ચિત કારણ આયુર્વેદ મુજબ જાણવા મળતું નથી, પણ ચિંતા, શોક, વગેરે કારણોથી પ્રકુપિત થયેલાં વાતાદિ દોષો મનોવાહી સ્ત્રોતોમાં વ્યાપ્ત થઇ સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદમાં આ અપસ્માર વ્યાધિ ચાર પ્રકારનો બતાવ્યો છે. વાતજ, પિત્તજ, કફજ અને સન્નિપાતજ. આધુનિક વિજ્ઞાાન આ રોગ થવાનું કારણ મસ્તિષ્કનાં બાહ્યસ્તર - ર્ભિાીટ ની રક્તવાહિનીઓમાં સંકોચ થતાં રક્તની અલ્પતાના કારણે આ રોગ ઉત્પન્ન થતો હોય તેમ માને છે.’’અપસ્માર’’ રોગ દર્દીને થાય તે પહેલાં કેટલાંક લક્ષણો તેનામાં જોવા મળતાં હોય છે. જેને આયુર્વેદમાં ’પૂર્વરૂપ’ તરીકે ઓળખવામાં આવે છે. આ પૂર્વરૂપ તરીકે રોગીનાં હૃદયમાં કંપન અને શૂન્યતા પરસેવો થવો, ચિંતા, અનિંદ્રા અને ઘણી વખત રોગીમાં બેભાનાવસ્થા પણ જોવા મળતી હોય છે. રોગીને મોટાભાગે સીધા જ વેગ શરૂ થઇ જતાં જોવા મળે છે.આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડુ-અવળું કંઇક વાગી જવાની પણ શક્યતા રહે છે, તો ઘણી વખત દાંતથી જીભ કપાઇ જતાં મુખમાંથી લોહી પણ નીકળે છે. ઘણી વખત રોગીમાં અનૈચ્છિક રીતે મળ-મૂત્રનો ત્યાગ થઇ જાય છે. જેથી આવાં દર્દીઓએ ખૂબ જ સાવધાની રાખવી પડે છે. કારણકે વેગનાં સમયે તેમને સંભાળનાર કોઇ ન હોય તો શરીરને હાનિ પહોંચી શકે છે.આ રોગમાં ખેંચ આવવાનો કોઇ નિશ્ચિત સમય બતાવેલો નથી. પરંતુ આયુર્વેદ મતે વાતજ અપસ્મારનો રોગી હોય તો તેને આ રોગનાં હુમલા દર બાર દિવસે, પિત્તજ અપસ્મારનાં રોગીને પંદર દિવસે તેમજ કફજ અપસ્મારનાં રોગીને એક મહિને આ રોગનાં હુમલા આવતાં હોય છે. ઘણી વખત નાનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળતો હોય છે. આયુર્વેદમાં તેને ’’શિશુઅપસ્માર’’ કહે છે.જેમાં દિવસમાં પાંચથી પચાસ વેગ સુધી આવી શકે છે, પરંતુ આ વેગ સૌમ્ય હોય છે અને મસ્તિષ્કનાં કાર્યમાં વિકૃતિ થતી નથી. અને શિશુ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં ધીરે-ધીરે આ રોગ પોતાની જાતે શાંત થઇ જાય છે. આ રોગ માટે આયુર્વેદમાં ઘણાં ઉપચારો બતાવેલાં છે. જેમાંથી લાભપ્રદ અનુભૂત પ્રયોગો અહીં સૂચવું છું. જેમાંથી અનુકુળ પડે તે કોઇપણ પ્રયોગો વૈદ્ય કે નિષ્ણાંતની સલાહ મુજબ કરવો. જેમાં,(૧) વાવડીંગ અને પીપરનું ચૂર્ણ સમભાગ કરવું. તે ૬-૬ ગ્રામ સવાર-સાંજ રોગીને આપવું.(૨) અક્કલકરો અને વજનું સમભાગ ચૂર્ણ દિવસમાં ૩ વખત મધ સાથે ખવડાવવું.
(૩) યોગરાજ, રાસ્ના, ફૂલાવેલો ટંકણખાર સમાન ભાગે લેવાં અને જટામાંસી ચૂર્ણ બમણાં ભાગે લેવું. આમાંથી લગભગ ૨૦ ગ્રામ જેટલું ચૂર્ણ ૧૦૦ ગ્રામ પાણીમાં ધીમા તાપે ઉકાળવું. ૫૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે ઉતારી ગાળી લો. તેમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવાથી થોડા જ દિવસોમાં ફાયદો જણાશે.ઉપરોક્ત ત્રણમાંથી કોઇ પણ એક પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરવાથી ’અપસ્માર’ રોગ ઉપર ચોક્કસ અદ્ભૂત ફાયદો જણાશે. આ ઉપરાંત નિષ્ણાંતની સલાહ મુજબ બ્રાહ્મીવટી, સ્મૃતિસાગર રસ, રોપ્યભસ્મ, મુક્તાપિષ્ટી, વગેરેનું સેવન પણ આ રોગમાં ખૂબ જ લાભપ્રદ છે.આ ઉપરાંત, અપસ્માર રોગમાં જ્યારે વેગ આવેલો હોય ત્યારે (૧) ભોંયરીંગણીનાં ડોડવાનો રસ બે ટીપાં જેટલો નાકમાં મૂકવાથી વેગ શાંત થઇ જાય છે.અપસ્મારનાં રોગીએ મનને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. ચિંતા, ઉદ્વેગ, ક્રોધ, ઈર્ષા જેવાં મનોગત ભાવોથી હંમેશા બચવું, કારણકે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્વનો ભાગ ભજવતાં હોય છે. આ ઉપરાંત અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવા દર્દીઓએ વાહન ચલાવવાથી દૂર રહેવું અથવા ખૂબ જ સાવધાનીપૂર્વક વાહન ચલાવવું. ઉપરાંત પાણી, ઊંચાઇ વગેરે તરફ જવાનું પણ ટાળવું, જેથી અનિચ્છનીય કોઇ પણ બનાવથી બચી શકાય. અનુભૂત ઔષધ પ્રયોગો આ રોગમાં અવશ્ય લાભ આપે છે.
સૌને ખબર હતી, પણ શરદ પવારે કબૂલાત કરીને પાકું કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એનસીપી અને બીજેડીના વખાણ કર્યા એટલે એનસીપીના નેતા શરદ પવાર તેમને મળવા પહોંચી ગયા હતા. ખેડૂતોની સમસ્યા માટે મળવા જાવ છું એમ કહ્યું. મહામુરખ પણ શરદ પવારની વાત પર ભરોસો ના કરે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની સમસ્યા ચાલી રહી હોય અને પવાર વડા પ્રધાનને મળવા પહોંચી જાય ત્યારે દાળમાં કાળું લાગ્યા વિના રહે નહિ.શા માટે મળવા ગયા હતા અને શું વાત થઈ હતી તેનો ખુલાસો એક મહિના પછી, મહારાષ્ટ્રમાં સરકાર રચાઈ ગયા પછી હવે કરી છે. પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવા માટેની ઓફર કરી હતી. દીકરી સુપ્રીયા સુલે સંસદમાં સારી કામગીરી કરે છે તેના વખાણ પણ કર્યા હતા અને સુપ્રીયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવાની ઓફર પણ કરી હતી. સુપ્રીયાને કેન્દ્રમાં પ્રધાન બનાવવાના બદલામાં મહારાષ્ટ્રમાં ભાજપને સરકાર રચવામાં સાથ આપવાની વાત હતી.વાત કંઈ અસ્થાને નહોતી. ૨૦૧૪માં શરદ પવારે સામે ચાલીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બને અને ચાલે તે માટે તેમનો પક્ષ મતદાન વખતે ગૃહમાં ગેરહાજર રહેશે. તેના કારણે જ ફડણવીસની સરકાર બની શકી હતી. બાદમાં મહિનાઓ સુધી શિવસેના સાથે સોદાબાજી ચાલતી રહી અને શિવસેનાને ગરજ જાગી ત્યારે જ તેને સરકારમાં લેવામાં આવી હતી. આ વખતે પણ સોદાબાજી કરીને શિવસેનાને ગરજ જાગશે ત્યારે સરકારમાં લઈ લેશું તેવી ભાજપની ગણતરી હતી, તે સેનાને ઊંધી પાડી.પરંતુ તે યોજનામાં સૌથી અગત્યની ભૂમિકા શરદ પવારની રહી. શરદ પવારે મામલો હાથમાં લીધો અને પાર પાડ્યો. નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને કારણે સૌને પવાર પર પાકી શંકા ગઈ હતી. સૌને હતું કે પવાર છેવડે ભાજપ સાથે જ બેસી જશે. ૨૦૧૪માં ટેકો આપ્યો જ હતો; ૨૦૧૬માં એક સહકારી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું; મોદીએ શરદ પવારના ભરપુર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વાર શરદ પવારે આંગળી ઝાલી હતી; પવાર પોતાના રાજકીય ગુરુ છે એવું પણ કહ્યું હતું અને છેલ્લે દિલ્હીમાં મુલાકાત થઈ.પરંતુ આ વખતે શરદ પવારની ગેમ કદાચ જુદી અને લાંબી છે. એલ. કે. અડવાણીની જેમ તેમનીય કાયમી મહત્ત્વાકાંક્ષા ભારતના વડા પ્રધાન બનવાની છે. એક વાર તો વડા પ્રધાન બનવું જ. એવી ઈચ્છા બધા નેતાની હોય, પણ ઈચ્છા હોવી અને મહત્ત્વાકાંક્ષા હોવી તેમાં ફેર છે. નીતિશ અને ચંદ્રબાબુનો પણ થનગનાટ તેના માટે છે, પણ તેઓ રાજ્યમાં સત્તા મળતી હોય ત્યારે એ મહત્ત્વાકાંક્ષાને થોડી વાર પડતી મૂકે છે એટલે તે મહત્ત્વાકાંક્ષામાંથી ઈચ્છામાં પરિવર્તિત થઈ જાય છે.શરદ પવાર માત્ર ૩૮ વર્ષની ઉંમરે પોતાના ગુરુને દગો કરીને મુખ્યપ્રધાન બન્યા હતા. ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ તોડી ત્યારે તેઓ સંસ્થા કોંગ્રેસમાં રહ્યા હતા. ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસની સંયુક્ત સરકાર બની તેને જનતા દળના ટેકાથી તોડી હતી. ૧૯૭૮ની આ વાત છે. ૧૯૮૦માં ઇન્દિરા ગાંધી ફરી સત્તામાં આવ્યા તે પછી તેમણે પવારની સરકારને બરખાસ્ત કરી દીધી હતી. થોડા વર્ષો રાહ જોયા પછી ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધી સત્તામાં આવ્યા ત્યારથી જ પવાર દિલ્હીમાં તેમની સાથે જોડાઈ ગયા હતા. કદાચ તે વખતથી જ તેમના મનમાં મહત્ત્વાકાંક્ષાએ આકાર લીધો હશે કે બિનઅનુભવી રાજીવ લાંબું ટકી શકશે નહિ. તેમણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના - મોરારજી દેસાઈ, વાયબી ચવ્હાણ સહિત - બહુ પાકટ નેતાઓને જોયા હતા. તેમની વચ્ચે તેમણે પોતાનો માર્ગ કાઢ્યો હતો પવારની ગણતરી સાચી પડી હતી, કેમ કે ૧૯૮૯ આવતા સુધીમાં રાજીવ ગાંધી લોકપ્રિયતા અને કોંગ્રેસ પરની પકડ ગુમાવી ચૂક્યા હતા. વી. પી. સિંહે સામો મોરચો માંડી દીધો હતો અને સત્તા જતી પણ રહી. જોકે પરિસ્થિતિ પલટાઈ અને રાજીવની પણ હત્યા થઈ ત્યારે પવાર સહિતના નેતાઓ વચ્ચે ખેંચતામના કારણે નરસિંહરાવ ફાવી ગયા હતા અને વડા પ્રધાન બની ગયા હતા. પવાર ત્યાં સુધીમાં ઉંમર અને અનુભવમાં પાકટ થઈ ગયા હતા, પણ ભારતીય રાજકારણમાં તે ઉંમર યુવાની ગણાય. તેથી તેમણે રાહ જોવાનું નક્કી કર્યું હશે. નરસિંહરાવ પછી કોંગ્રેસનું સુકાન કોના હાથમાં જાય તેની ખેંચતાણ વખતે પવાર ફાવ્યા નહોતા અને તેમણે કોંગ્રેસ છોડવી પડી હતી.પણ કદાચ તેમણે મહત્ત્વાકાંક્ષા છોડી નહોતી. તેમણે છત્તીસગઢમાં એનસીપીને ચૂંટણી લડાવીને કોંગ્રેસને સત્તામાંથી કાઢી હતી અને ભાજપને સત્તામાં આવવામાં પ્રથમવાર મદદ કરી હતી. તે પછી મહારાષ્ટ્રમાં જોકે કોંગ્રેસ સાથે ભાગીદારી કરીને સત્તામાં આવ્યા હતા. તેમની ફ્લેક્સિબિલિટી અહીં જ દેખાઈ આવી હતી. કોંગ્રેસ છોડ્યા પછીય કોંગ્રેસ સાથે સત્તામાં ભાગીદારી કરી હતી. ફરી એકવાર પવાર ફાવ્યા નહિ અને તેમની એનસીપી પણ મહારાષ્ટ્ર સિવાય બીજા રાજ્યોમાં ફાવી નહિ. વચ્ચે વાજપેયી સરકાર પછી ફરી કોંગ્રેસને ૧૦ વર્ષ કેન્દ્રમાં મળી ગયા ત્યારે શરદ પવારે રાહ જોયા સિવાય છૂટકો નહોતો.૨૦૧૪થી સ્થિતિ ફરી પલટાઈ છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઇચ્છા કે અનિચ્છાએ નેતા બન્યા છે. પ્રિયંકા ગાંધી પણ પોતાને રાજકારણમાં રસ છે તે સ્પષ્ટ કરી ચૂક્યા છે. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ કબજે કરવા માટેની શરદ પવારની ઈચ્છા ફળીભૂત થાય તેમ નથી. ૨૦૧૯ના પરિણામો પછી થોડી હલચલ થઈ હતી. રાહુલ ગાંધી એકલા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા. પવારને કોંગ્રેસના પ્રમુખ બનાવાય તેવી વાતો બહુ ચાલી હતી. પરંતુ શરદ પવાર હવે ઢળતી ઉંમરે રિમોટથી કામ કરવા તૈયાર નથી. તેઓ પોતે જ રિમોટ ચલાવવા માગે છે.
કોંગ્રેસ પર કબજો કરવાનું ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી રાહુલ અને પ્રિયંકા સક્રિય હોય. તેથી તે સિવાયના માર્ગની કલ્પના શરદ પવારે કરી હોય તેવું શક્ય છે. તે માર્ગ મહારાષ્ટ્રમાંથી નીકળ્યો છે એમ તેમને લાગી શકે છે, કેમ કે તેમણે ભાજપના સૌથી જૂના અને સૌથી ગાઢ સાથીને તેનાથી છુટ્ટો પાડ્યો છે. એટલું જ નહિ, તેને પોતાની સાથે એવી રીતે જોડ્યો છે કે તેના પર નિર્ભર રહે.નરેન્દ્ર મોદીએ સાથે કામ કરવાની ઓફર કરી હતી, પણ મેં ના પાડી - આવું કહેવા સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી કે અમારા સંબંધો હજીય સારા છે. અર્થાત હજીય તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઈ શકે છે. આ ચેતવણી શિવસેના અને કોંગ્રેસ બંનેને છે. સરકારની રચનાની વાટાઘાટ ચાલતી હતી ત્યારે કોંગ્રેસ ઢીલ કરી રહી હતી. તેથી તે વખતની મુલાકાત કોંગ્રેસને ચેતવણી માટે હતી. અત્યારની ચેતવણી બંને સાથી પક્ષોને એ રીતે છે કે સરકાર પવારની ઇચ્છા મુજબ ચલાવવાની છે. સરકાર તૂટી પડે તેવું કશું કરશો, તો સરકાર નહિ તૂટે, તમે બંને તૂટી જશો. સરકારમાં એનસીપી તો હશે, ભાજપની સાથે હશે, પણ હશે.શરદ પવારને શાણા કહેવામાં આવે છે કે કેમ કે તેઓ એક કાંકરે મિનિમમ ત્રણ પક્ષી મારે છે. મરાઠી ચેનલ એબીપી માઝા સાથે અને બાદમાં એનડીટીવી સાથેની મુલાકાતમાં તેમણે આ ખુલાસો કરીને ત્રણ પક્ષી માર્યા છે. એનડીટીવી સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે અજિત પવાર ફડણવીસ સાથે સંપર્કમાં છે તેની પોતાને જાણ હતી. આ શંકા સૌને હતી જ. તેમણે કહ્યું કે સંપર્કમાં છે તેની ખબર હતી, પણ બહુ ચિંતા નહોતા, કેમ કે આટલી હદે અજિત પવાર જશે તેવી ધારણા નહોતી.પ્રથમ પક્ષી તેમણે માર્યું છે શિવસેના અને કોંગ્રેસનું - બંને જણાવી દીધું છે કે આ સરકારનું અસલી રિમોટ મારી પાસે છે. બીજું પક્ષી તેમણે ઘરમાં, એનસીપીમાં માર્યું છે - અજિત પવારની ગતિવિધિની મને જાણ હતી એમ કહીને સૌને ચેતવણી આપી છે કે પોતાનાથી કશું અજાણ્યું હોતું નથી. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કોઈએ કરવી નહિ. સાથે જ પવાર હવે રાજકીય વારસદાર નથી તે પણ સ્પષ્ટ કરી દીધું. તે પણ કુટુંબમાં ભાગલા પાડ્યા વિના અને અજિતને કુટુંબમાં પાછો લઈને. ભાજપના ઘણા નેતાએ મને કહેલું કે સુપ્રિયા સુલે સંસદમાં સારી કામગીરી કરે છે - આવી રીતે દીકરીના વખાણ કરીને, સુપ્રિયાની નેતાગીરી તેમણે વધારે સ્પષ્ટ કરી છે.ત્રીજું પક્ષી જે માર્યું છે તે છે રાષ્ટ્રીય રાજકારણમાં તેમના આગામી મહાગઠબંધનની. આ વિશે હજી તેમણે મગનું નામ મરી પાડ્યું નથી, પણ એ તો પાડશે, સમય આવશે ત્યારે. નીતિશ, મમતા, માયાવતી, ચંદ્રબાબુ અને કંઈક અંશે ચંદ્રશેખર જે ના કરી શક્યા તે કામ શરદ પવાર કરી શકે છે. ભાજપ વિરોધી મોરચો માંડવા માટે કર્ણાટકમાં જેડી(એસ) સાથે સરકાર રચીને કોંગ્રેસ કોશિશ કરી હતી. તે વખતની હાથમાં હાથ મિલાવીને વિપક્ષના નેતાઓએ પડાવેલી તસવીર પ્રસિદ્ધ બની હતી. તે તસવીર બહુ ઝડપથી વિખેરાઈ ગઈ અને ૨૦૧૯માં ખરા અર્થમાં ભાજપ વિરોધી કોઈ મોરચો બન્યો નહોતો. યુપીમાં એસપી-બીએસપી વગેરે પ્રાદેશિક મોરચા જ હતા, કોઈ રાષ્ટ્રીય મોરચો બન્યો નહોતો. પવાર આવો રાષ્ટ્રીય મોરચો બનાવી શકે છે - હું બનાવી શકું છું એવો ઇશારો તેમણે મહારાષ્ટ્રનો ખેલ દેખાડીને કર્યો છે.કોંગ્રેસ સાથે એનસીપીને ભેળવીને પ્રમુખ બનવાનું અને ગાંધી પરિવારની ઇચ્છા પ્રમાણે કામ કરવાનું પવારને હવે ફાવે નહિ, શોભે નહિ. કોંગ્રેસને ગઠબંધનમાં સાથે રાખવો પણ જરૂરી છે, પણ તેને જૂનિયર પાર્ટનર તરીકે જ રાખવો પડે. કોંગ્રેસ બીજા સાથે ગઠબંધન કરે ત્યારે તેનો રાષ્ટ્રીય મુખ્ય પક્ષ તરીકેનો અહમ્ સમજૂતિને તોડી પાડે છે. મહારાષ્ટ્રમાં ક્યાંય કોંગ્રેસનું કશું મહત્ત્વ દેખાયું નથી અને છતાં તે સાથી પક્ષ બન્યો છે. આ જ પ્રયોગ બીજા રાજ્યોમાં અને રાષ્ટ્રીય સ્તરે કરવો પડે. એ કામ માત્ર શરદ પવાર કરી શકે તેમ છે એવું જણાવીને શરદ પવારે ત્રીજું પક્ષી માર્યું છે.પરંતુ ૧૯૭૮થી શરૂઆત કરીને ૭૮ વર્ષની ઉંમર સુધી પવારે રાહ જોઈ છે, તેથી તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા માટે હજીય થોડા મહિના કે થોડા વર્ષો રાહ જોઈ શકે છે. પ્રથમ તેમણે કર્ણાટકની પેટાચૂંટણી, ઝારખંડની અને દિલ્હીની વિધાનસભાની ચૂંટણીની રાહ જોવાની છે. દરમિયાન માર્ચમાં કેન્દ્રનું બજેટ આવશે. અર્થતંત્રમાં ભાજપ સરકાર શું કરી શકે છે તેની આખરી કસોટી કદાચ તે બજેટમાં થઈ જશે. તેથી રાજકીય સ્થિતિ સાથેસાથે આર્થિક સ્થિતિમાં કેવી લડત આપી શકાય છે તે વિપક્ષ માટે સ્પષ્ટ બનશે. ત્રણેય ચૂંટણીઓના પરિણામો વિપરિત આવ્યો તો બિહારમાં હલચલ થશે. નીતિશ ભાજપ સાથે છેડો ફાડવાનું બહાનું અને તક શોધી રહ્યા છે. પવારે નીતિશને એવી રીતે મજબૂર કરવા પડે કે કોંગ્રેસ-આરજેડી સાથે ફરી જોડાણ કરે, પણ જૂનિયર પાર્ટનર બને. તેમાં સફળતા મળે તે પછી મમતાને સમજાવવું પડે કે તમારે રાજ્યમાં ભાજપનો સામનો કરવો હોય તો પવાર પેટર્ન અપનાવવી પડે. તે વાત છે ૨૦૨૧ની એટલે ત્યાં સુધી રાહ જોવી પડશે, કે મહારાષ્ટ્રમાં મહાહલચલ કર્યા પછી મરાઠી મહારાજકારણી શરદ પવાર રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન ક્યારે અને કેવી રીતે બનાવે છે.
હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના કેસમાં પોલીસે ૪ આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું છે. ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.આ વાતની પુષ્ટિ તેલંગાણાના લૉ એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી જિતેન્દ્રએ કરી છે.બુધવારે મહેબૂબ નગર જિલ્લાની શાદનગર કોર્ટે આરોપીઓની કસ્ટડી પોલીસને સોંપી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા.ઘટનાસ્થળે જ્યારે પોલીસ ઘટનાને રિ-કન્સ્ટ્રક્ટ કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઍન્કાઉન્ટર થતાં ચારેય આરોપીઓનાં મૃત્યુ થયાં છે.હૈદરાબાદમાં આરોપીઓના થયેલા ઍન્કાઉન્ટર મામલે ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ડી.જી.વણઝારાએ પણ પ્રતિક્રિયા આપી હતી.સ્થાનિક મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં કહ્યું, પોલીસે દુષ્કર્મની ઘટના કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું, પકડાયેલાં તહોમતદારો જો ભાગવાના પ્રયત્નો કરે અથવા પોલીસ પર હુમલો કરવાના પ્રયત્નો કરે તો ગુજરાતમાં તેમની સામે પણ ઍન્કાઉન્ટર થવાં જોઈએ અને તેમને પણ એ જ સ્થાન બતાવવું જોઈએ, જે સ્થાન હૈદરાબાદની પોલીસે ત્યાં દેખાડ્યું છે.પીડિતનાં માતાએ કહ્યું, જેમણે દુઃખ અનુભવ્યું છે તે લોકો જ દુઃખ અનુભવશે. મને લાગે છે કે ન્યાય થયો છે.હાલ સુધી નિર્ભયાના કેસમાં પણ કાંઈ થયું નહોતું. રોજ, હું કહેતી હતી કે કશું થતું નથી. પરંતુ તેમણે ઍક્શન કરી દેખાડ્યું છે.મારી દીકરી ખૂબ સારી હતી. હું હાલ પણ વિચારું છું કે મારી દીકરી ઘરે પાછી આવશે. તે ઘરેથી જમ્યા વિના ગઈ હતી.કાયદામાં ફેરફાર થવો જોઈએ અને જો કોઈ ભૂલ કરે તો તરત જ સજા મળવી જોઈએ.પીડિતાના પિતાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, અમારી દીકરીના મૃત્યુને આજે દસ દિવસ થઈ ગયા છે અને આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ બદલ હું પોલીસને અભિનંદન આપું છું. હવે મારી દીકરીની આત્માને શાંતિ મળશે.પીડિતાનાં બહેને એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, આ એક ઉદાહરણ બનશે અને બજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર કરવાથી પણ હવે ડરશે.ઘટના પછી અમારી પડખે રહેવા બદલ હું તમામનો આભાર માનું છું.માનવાધિકાર અને લીગલ ઍક્ટિવિસ્ટ રેબેકા જોહ્ને ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે ઍન્કાઉન્ટર પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે :આપણે આ ન્યાયની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસે વિશ્વાસ ન આવે એ રીતે ૪ લોકોને અડધી રાત્રે મારી નાખ્યા.શા માટે? કેમ કે તેમની જરૂર ન હતી. આ તો એવું થયું કે દિલ્હી પોલીસે એ લોકોને મારી નાખ્યા જેમના જોર બાગ અને મહારાણી બાગમાં રહેતા લોકો સાથે સંબંધ હતા.શું આપણી પાસે એટલા પુરાવા હતા કે જેનાથી એ સાબિત થઈ શકે કે તેમણે કોઈ ગુનો કર્યો હતો કે નહીં?શું કોઈ કોર્ટે એ પુરાવા જોયા હતા? શું તેમને કોઈ કોર્ટે આરોપી સાબિત કર્યા હતા? અને જો એવી ધારણા છે કે તેમણે કોઈ ગુનો કર્યો છે, તો તેના માટે પણ એક પ્રક્રિયા છે કે જેનું પાલન કરવું જરૂરી છે.જો એ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું, તો હવે આગળ તમારો વારો પણ હોઈ શકે છે. બધા ધારાસભ્યો, રાજકીય પાર્ટીઓ અને કાર્યકર્તાઓ ન્યાય માટે નારા લગાવે છે... એ ન્યાય હવે તમને મળી ગયો છે. તમારું મિશન પૂર્ણ થયું. હવે તમે ઘરે જાઓ, જ્યુસ પીવો. તમારી ભૂખ હડતાળ પૂર્ણ થઈ ગઈ છે.તમને ક્યારેય કોઈની ચિંતા ન હતી. જો તમને ચિંતા હોત, તો મહિલાઓ પર જે પ્રકારના હુમલા થાય છે તે થતા જ નહીં. ઉદાહરણ ગઈકાલે ઉન્નાવમાં બનેલી ઘટના જ છે.બળાત્કાર પીડિતાને સપૉર્ટ આપવો એ લાંબી અને અઘરી પ્રક્રિયા છે. તમે તેમને ક્યારેય મળ્યા નથી, તેમની સાથે ક્યારેય વાત કરી હોતી નથી. તમને જરા પણ ખબર હોતી નથી કે તેમણે કેવી વસ્તુનો સામનો કર્યો છે અને તેઓ શું ઇચ્છે છે.તમારા માથા શરમથી લટકાવી દો. થોડો ડર રાખો. એ યાદ રાખો કે તમે એ નથી આપી રહ્યા જે ખરેખર મહિલા ઇચ્છે છે. અમારા નામે તો જરા પણ નહીં.૨૮ નવેમ્બરના રોજ હૈદરાબાદમાં એક ટૉલ પ્લાઝા પાસે ૨૬ વર્ષીય એક ડૉક્ટરનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા પર બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેમની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.આ ઘટના બાદ દેશભરમાં આરોપીઓને મૃત્યુદંડની માગ ઊછી હતી અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા હતા.ઘટના બાદ પત્રકારપરિષદમાં પોલીસે કહ્યું, ટ્રકડ્રાઇવર અને ક્લીનર ટોલપ્લાઝાની પાસે દારૂ પી રહ્યા હતા.આ દરમિયાન સ્કૂટરમાં પંચર થવાને કારણે એકલી ઊભેલી યુવતી પર તેમની નજર પડી. તેઓ પંક્ચર કરાવી આપવાના બહાને તેમને પોતાની સાથે લઈ ગયા.આરોપીઓએ બુધવારની રાતના ૯.૩૦ વાગ્યાથી ગુરુવારની સવારના ૪ વાગ્યા સુધી ડૉક્ટર યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને પછી હત્યા કરી દીધી.હત્યા કર્યા પછી આરોપીઓ મૃતદેહને આશરે ૩૦ કિલોમિટર દૂર એક પુલની નીચે લઈ ગયા અને મૃતદેહને ચાદરમાં લપેટીને કેરોસીન છાંટીને સળગાવી દીધો.સળગાવી દીધા પછી શબ સરખું સળગી ગયું છે કે નહીં તેની પણ તેમણે તપાસ કરી અને પછી તેઓ ઔરંગાબાદ નીકળી ગયા.આ ઘટનામાં ફરિયાદ લેવામાં મોડું કરવા બદલ ૩ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.યુવતીનાં પરિવારજનોએ સાયબરાબાદ પોલીસ કમિશનરને કહ્યું કે પોલીસે સ્ટેશનની હદની અવઢવમાં ત્વરિત પગલાં ન લીધાં.હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર, રાંચીમાં ૨૫ વર્ષની વિદ્યાર્થિની પર ૧૨ લોકોનો સામૂહિક બળાત્કાર અને હત્યા, તામિલનાડુમાં એક બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા,ચંદીગઢમાં રિક્ષા ડ્રાઇવરનો મહિલા પર બળાત્કાર, ભારતમાં આ રોજબરોજના સમાચારો થઈ પડ્યા છે.બળાત્કાર જેવા જઘન્ય અપરાધના સમાચારો આવે ત્યારે ઇન્ટરનેટ પર લોકોને પોતાનો આક્રોશ ઠાલવવા માટે વધારે એક હેશટેગ મળી જાય છે.હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ખબર આવી ત્યારે પણ આવું જ થયું.આ સમાચાર ફેલાયા તે પછી ટિ્વટર પર આ અંગેના ઘણા હેશટેગ વાઇરલ થવા લાગ્યા હતા.હજારો યૂઝર્સે આવા હેશટેગ સાથે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.ભારતમાં બળાત્કારની દરેક ઘટના દર વર્ષે કેટલા ગુના થાય છે તેના આંકડા સાથે માત્ર પાનાંઓમાં નોંધાતી જાય છે.નિર્દોષ પીડિતા પર થયેલો અત્યાચાર માત્ર આંકડા અને હેશટેગમાં સીમિત થઈને રહી જાય છે.આવી સ્થિતિમાં આપણે ધીમેધીમે એવા સમાજમાં પરિવર્તિત થઈ રહ્યા છીએ, જે વિકાસની દિશામાં આગળ વધવાને બદલે પછાત બનવા તરફ જઈ રહ્યો હોય.આપણે દીકરીઓએ ગૂડ ટચ વિશે સમજાવ્યું, તેમ છતાંય તેમને સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયા છીએ.મને લાગે છે કે આપણે આપણા સમાજના પુરુષોને મહિલાઓની શારીરિક રચના વિશે સમજાવવાની જરૂર છે.આપણે પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા માત્ર એક મા, બહેન કે પત્ની નથી. તે એક પોતે એક જીવતીજાગતી વ્યક્તિ છે, અને તેને એવી રીતે જ જોવાની જરૂર છે.પુરુષોને એ સમજાવવાની જરૂર છે કે મહિલા એ ભોગની વસ્તુ નથી.મારું મન એ માનવા માટે તૈયાર નથી કે જે દેશમાં લક્ષ્મી, દુર્ગા અને પૌરાણિક નારી સ્વરૂપોની દેવી તરીકે પૂજા કરવામાં આવતી હોય, એમને પુરુષ દેવતાઓની બરાબરીમાં સ્થાન આપવામાં આવે છે કે પછી મંદિરમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે અને પુરુષો પણ પૂરા શ્રદ્ધાભાવ સાથે આ દેવીઓની પૂજા કરતા હોય છે તે છતાં આવું કેમ છે?આવી દેવીઓનાં માનવીય સ્વરૂપોને ચાર દીવાલોની અંદર, પોતાના જ બિસ્તર પર આ જ પુરુષ સમાજમાં આટલા જુલમ અને અત્યાચાર કેમ સહન કરવા પડે છે?હૈદરાબાદમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા શિક્ષિત હતી, ડૉક્ટર હતી અને રોજની જેમ પોતાના કામસર બહાર નીકળી હતી.તે વખતે જ તેના પર બર્બરતાપૂર્વક સામૂહિક બળાત્કાર કરાયો અને અને હત્યા કરી દેવાઈ.લગભગ એ જ સમયગાળામાં અન્ય એક શહેરમાં એક કિશોરી જન્મદિને મંદિરે દર્શન માટે ગઈ હતી. તે વખતે તેના સહાધ્યાયીએ તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી.આપણે સ્ત્રીઓને તેમનાં વસ્ત્રોને કારણે કે પછી તે ઘરેથી મોડે સુધી બહાર નીકળે છે તે બાબતમાં દોષ દઈ શકીએ નહીં.
ભારતમાં ગાયની હત્યા કરનારને મારી મારીને ખતમ કરી દેવામાં આવે છે.પરંતુ એક મહિલા પર બર્બર બળાત્કાર અને હત્યાની ખબર આવે ત્યારે લાંબીલાંબી ચર્ચાઓ શરૂ થઈ જાય છે.નિર્ભયા કેસ પછી આજ સુધી એક પણ બળાત્કારીને યોગ્ય રીતે સજા મળી નથી.પુરુષોના મનમાં એવી કોઈ સજાનો ડર નથી કે તે આવા અપરાધ કરતાં અટકે.આપણી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો માટે ઝુંબેશ ચલાવે છે, પરંતુ સરકાર નોકરી-વ્યવસાય કરતી નારીઓ માટે સુરક્ષિત માહોલ ઊભો કરવામાં અસમર્થ હોય તેમ લાગે છે.આવા સંજોગોમાં સારું શિક્ષણ મેળવ્યા પછી મહિલાઓ શું કરે?શું તે ઘરમાં જ બેઠી રહે કે પછી બહાર નીકળીને બળાત્કાર અને હત્યા થવાનાં જોખમનો સામનો કરે?ભારતીય સમાજમાં છોકરાઓને સેક્સ વિશે સમજાવવું કે તેની સમજ કેળવવી તે વાતને નિષેધ ગણવામાં આવે છે.ભારતમાં મહિલાઓનું સ્થાન સમાજમાં સૌથી નીચે માનવામાં આવે છે, પણ સંસ્કૃતિના નામે તેનાં બહુ ગુણગાન કરવામાં આવે છે.આપણે પિતૃસત્તાક સમાજ ઊભો કર્યો છે અને ભોગ બનનારાને જ દોષ દેવામાં આવે છે, તે બહુ ખરાબ રીત છે.પુરુષો પોતે જ સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ નહીં ઉઠાવે, ત્યાં સુધી આવી ઘટનાઓ હેશટેગ અને વધુ એક લેખમાં સીમિત થઈને જ રહી જશે.હવે એ સમય આવી ગયો છે કે પિતા, ભાઈ અને પુરુષ સગાંઓ આ કડવા સત્યને સ્વીકારે અને વિચારે કે આગળનો ભોગ બનનારી સ્ત્રી કદાચ તેમના પરિવારની પણ હોઈ શકે છે.આપણા પુરુષ સમાજે આ અંગે જાગૃત થઇને શાસકોને જગાડવા પડશે.
તંત્રીલેખ
રિઝર્વ બૅંકે ૨૦૧૯માં વ્યાજદર સતત પાંચ વાર ઘટાડ્યા હતા. ડિસેમ્બરમાં છઠ્ઠી વાર વ્યાજદર ઘટશે એવી તમામને ધારણા હતી, પરંતુ પ્રતિકૂળ પરિબળોના કારણે વ્યાજદર નહીં ઘટાડવા રિઝર્વ બૅંકને ફરજ પડી છે. અગાઉ પાંચ વાર વ્યાજદર ઘટાડાયા છતાં આર્થિક વૃદ્ધિ થઇ નથી. જો કે, સેન્ટિમેન્ટ સુધર્યું છે, પરંતુ જ્યાં સુધી લોકલ-નિકાસ માંગ વધશે નહીં અને વિદેશી રોકાણનો પ્રવાહ વધે નહીં ત્યાં સુધી વિકાસદરમાં વૃદ્ધિ શક્ય નથી.બીજું રિટેલ ફુગાવાનો દર વધી રહ્યો છે જે ચિંતાજનક છે. કાંદા-ટામેટા અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવ વધી રહ્યા છે તે જોતાં ફુગાવો નીચે આવવાની શક્યતા નથી.રિઝર્વ બૅંકે ફુગાવાનો અંદાજ વધારીને ૪.૭ થી ૫.૧ ટકા મુક્યો છે જે અગાઉ ૩.૫ થી ૩.૭ ટકા હતો. ઑક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર ૪.૬૧ ટકા હતો જે આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ હતો. રિટેલ ફુગાવો વધી શકે છે.ટેલિકોમ કંપનીએ ટેરિફમાં ભારે વૃદ્ધિ કરી છે તેની ફુગાવા પર અસર પડશે એમ આર.બી.આઈ.ના ગવર્નર શક્તિકાંત દાસે મત દર્શાવ્યો હતો. મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રણ દિવસ અનેક પાસાનો અભ્યાસ કર્યા બાદ તમામ છ સભ્યોએ એકમતે નિર્ણય લીધો હતો કે પ્રવર્તમાન સંજોગ અને સ્થિતિ જોતા રેપો રેટ કે રિવર્સ રેપો રેટ ઘટાડી શકાય નહીં.લોકલ માંગ ઘટતી રહી છે તેથી ઉત્પાદન સેક્ટરને અસર થઇ છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉત્પાદન ઘટ્યું છે. ચાવીરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ઘટાડાનું વલણ જોવાયું છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્લોડાઉનની અસર છે તેથી નિકાસ માંગ ઘટી છે. બીજી બાજુ ક્રૂડ ઓઈલના કારણે આયાત બિલ વધી રહ્યું છે. રિઝર્વ બૅંકના અંદાજ પ્રમાણે આગામી દિવસોમાં ફુગાવાનો દર વધશે. જો કે, વધારો ટૂંકાગાળાનો હશે. નવા પાકની આવક વધ્યા બાદ ચીજવસ્તુના ભાવ નીચા જવાની અને ફુગાવો નિયંત્રણમાં રહેવાની સંભાવના છે.અમેરિકા-ચીન ટ્રેડ વૉરનું ચિત્ર હજુ અનિશ્ચિત છે. ક્યારેક એવા નિવેદન આવે છે કે બંને દેશ સમાધાનના મૂડમાં છે. ફરી પાછું અડગ વલણ અપનાવાય છે. તે જોતાં ટ્રેડ-ટેરિફ વૉરનો હાલ તુરંત અંત આવે એમ લાગતું નથી. આ બે દેશના ટ્રેડ વૉરથી ભારતને અસર થઇ રહી છે. આરબીઆઈના ગવર્નર જણાવે છે કે વ્યાજદર ઘટાડાની સાઇકલનો આ કામચલાઉ તબક્કો છે. દરેક વખતે વ્યાજદર ઘટાડી શકાય નહીં. સરકારે છેલ્લા બે-ત્રણ મહિનામાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા પગલાં લીધાં છે. આગામી દિવસોમાં વધુ પગલાં કેવા લેવાય છે તેના પર મીટ છે.રિઝર્વ બૅંકની એમપીસીની હવે પછીની બેઠક ૨૦૨૦ના ફેબ્રુઆરીના પ્રારંભમાં મળનાર છે તે અગાઉ ફુગાવાના અને ઉત્પાદન-સર્વિસ સેક્ટરના આંકડા કેવા આવે છે તેના આધારે રિઝર્વ બૅંક વ્યાજદર ઘટાડવા વિશે નિર્ણય લેશે.મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂર્વે કેન્દ્રનું બજેટ ૧ ફેબ્રુઆરીએ જાહેર થશે તેના પછી એટલે કે ફેબ્રુઆરીની ૪ થી ૬ દરમિયાન બેઠક મળશે. બજેટમાં કેવી જાહેરાત થાય છે અને તેની અસર બે-ત્રણ દિવસમાં દેખાશે એ પ્રમાણે રિઝર્વ બૅંક ફુગાવો, આર્થિક વિકાસદર અને વ્યાજદર વિશે નિર્ણય લેશે. હાલ લોકલ-નિકાસ માંગ ઓછી છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમી છે કે નબળી છે તે વિશે રિઝર્વ બૅંક સહમત છે. ફુગાવાની સ્થિતિ અને આર્થિક સ્લોડાઉન માંગનું ચિત્ર અને અન્ય પરિબળો ધ્યાનમાં લઈને ગુરુવારે છઠ્ઠીવાર વ્યાજદર ઘટાડવાનો જોખમી નિર્ણય લેવાનું ટાળ્યું હતું.રિઝર્વ બૅંક રાજકોષીય ખાધની સ્થિતિથી ચિંતિત નથી, પરંતુ આ બાબતમાં સરકારના પગલાં વિશે સ્પષ્ટતા ઇચ્છે છે. રિઝર્વ બૅંકે ફુગાવાનો દર વધવા વિશે અને આર્થિક વિકાસદર ઘટવા વિશે અંદાજ મૂક્યો છે.
મુંબઇ,તા. ૬
નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં જોરદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે અભિષેક બચ્ચન ફરી એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. નવી ફિલ્મમાં અભિષેક બચ્ચન ઇલિયાના ડી ક્રુઝ સાથે નજરે પડનાર છે. અભિષેક બચ્ચન લાંબા સમય બાદ કોઇ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ વખતે અભિષેક નિર્દેશક કુકી ગુલાટીની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેની ભૂમિકાને લઇને અભિષેક બચ્ચન ભારે ખુશ દેખાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે સારી ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. ફિલ્મી દુનિયાથી થોડાક સમય સુધી બહાર રહ્યા બાદ ફરી તે નજરે પડનાર છે. ઇલિયાના ફરી એકવાર ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. તેની પાસે અનેક ફિલ્મો રહેલી છે. પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધ તુટી ગયા બાદ તે ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે અજય દેવગન પણ કામ કરી રહ્યો છે. અભિષેકે પોતે ફિલ્મના સંબંધમાં માહિતી આપી છે. આ ફિલ્મને અજય દેવગનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મારફતે ફરી વાર રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચન પછી અભિષેક અને અજય દેવગન સાથે નજરે પડનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૦થી લઇને ૨૦૦૦ વચ્ચે ભારતની ફાયનાન્સિયલ સ્થિતી પર આધારિત છે. અજય દેવગનને ફિલ્મની પટકથા પસંદ પડી ગયા બાદ આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ઇલિયાના ફિલ્મમાં ખુબ મોટી ભૂમિકા અદા કરી રહી છે. જો કે તે અભિષેકની સાથે ફિલ્મમાં કામ કરી રહી નથી. અભિષેક માટે અભિનેત્રીની શોધ ચાલી રહી છે.ઇલિયાના ફિલ્મને લઇને આશાવાદી છે.
મુંબઇ,તા. ૬
બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તાને હવે હેરાફેરી સિરિઝની ફિલ્મ હાથ લાગતા તેની કેરિયરમાં તેજી આવી શકે છે. તેને હેરાફેરી-૩ ફિલ્મમાં લેવામાં આવી છે. તેની પાસે ગણતરીની ફિલ્મો હાથમાં હોવા છતાં તે સોશિયલ મિડિયા પર સતત ચર્ચામાં રહે છે.૩૨ વર્ષીય ઇશા ગુપ્તાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત જન્નત-૨ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મીએ ભૂમિકા અદા કરી હતી. જાણકાર લોકો એમ પણ કહે છે કે ઇશા કોપિકર અને લારા દત્તા વચ્ચે મિશ્ર ચહેરા તરીકે ઇશા ગુપ્તા છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે ઇશા ગુપ્તા હોલિવુડની બ્યુટીક્વીન એન્જેલિના જોલી જેવી નજરે પડે છે. તેની જેવી જ ખુબસુરતી તેની પાસે રહેલી છે. જો કે આ કુશળ અભિનેત્રીને હજુ સુધી બોલિવુડમાં એટલી સફળતા મળી નથી .હાલમાં બે મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં હેરાફેરી સિરિઝની ફિલ્મ હેરાફેરી-૩નો સમાવેશ થાય છે. અગાઉની બંને ફિલ્મને સફળતા મળ્યા બાદ આ ફિલ્મ પણ સફળ રહી શકે છે. ઉપરાંત તેની પાસે દેશી મેજિક નામની પણ ફિલ્મ છે. મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જોવા માટે જ વધારે ઇચ્છુક રહે છે. ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં ટકી રહેવા માટે ઇચ્છુક છે.
જ્યુસ, સુપ, સોફ્ટ ડ્રિક્સમાં ઓઆરએસ અયોગ્ય
બદલાતી સિઝનમાં પેટની કેટલીક તકલીફ થઇ શકે છે. એક સમય દુનિયામાં ડિહાઇડ્રેશન મોતનુ મુખ્ય કારણ બની ગયુ હતુ પરંતુ સમયની સાથે નવી નવી દવા અને ટેકનોલોજીના કારણે આ બિમારી હવે જોખમી રહી નથી. હાલના સમયમાં ઓઆરએસ ઘોળ આપવાના કારણે ડિહાઇડ્રેશનના કારણે થતા મોતનો ગ્રાફ ઝડપથી નીચે ગયો છે. અલબત્ત હજુ સુધી આનાથી સંપૂર્ણ મુક્તિ મળી નથી પરંતુ ડિહાઇડ્રેશનની તકલીફ અને પિડાનો અંત લાવવા માટે કેટલાક સ્તર પર કામ થઇ રહ્યુ છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ છે, ડબલ્યુએચઓ દ્વારા ૧૯૭૮માં આની શરૂઆત કરવામાં આવી હતી. બે વર્ષથી ઓછી વયના બાળકોનેને વધારે ઝાડા થવાની સ્થિતીમાં ૭૫થી ૧૨૫ મીમી ઘોળ આપવામાં આવે તેવુ સુચન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. બે વર્ષથી ઉપરના બાળકોને ૧૨૫થી ૨૫૦ મીમી સુધી ઘોળ આપવામાં આવે તે જરૂરી છે. બાળકને ત્રણ વખતથી વધારે વખત ઝાડા થાય તો ે સપ્તાહ સુધી ઓઆરએસ ઘોળ આપી શકાય છે. જાણકાર નિષ્ણાંતો અને તબીબો કહે છે કે સ્વચ્છ વાસણમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છ પાણીમાં ઓઆરએસ ઘોળ બનાવવાની જરૂર હોય છે. પાણીનુ યોગ્ય પ્રમાણ ન લેવાથી ડાયરિંગનુ પ્રભાવ વધી શકે છે. ઓઆરએસ ઘોળને દુધ, ફળ, અને રસની સાથે બનાવવાની બાબત યોગ્ય નથી. સોફ્ટ ડ્રિક્સની સાથે પણ તેને પિવાની સલાહ નિષ્ણાંતો આપતા નથી. તેમાં વધારે પ્રમાણમાં ખાંડ પણ ભેળવી જોઇએ નહીં. એક લીટર પણીમાં ઓઆરએસના પેકેટ નાંખી દેવા જોઇએ. એક વર્ષના બાળકને ૨૪ કલાક આપવા જોઇએ. એક વર્ષથી મોટા બાળકને આઠથી ૨૪ કલાક આપવા જોઇએ. જાણકાર નેફ્રોલોજિસ્ટ કહે છે કે આ સંબંધમાં સાવધાની રાખવાની બાબત ખુબ જરૂરી બને છે.
પુરતા પ્રમાણમાં ફળફળાદી, શાકભાજીનુ સુચન
અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં જ અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેન્સરના દર્દીઓને કેટલાક સૂચનો કરીને નવી માર્ગદર્શિકા જારી કરી હતી. વધુ લાંબા સમય સુધી કેન્સરના દર્દીઓ સારી લાઇફ ગાળી શકે અને આરોગ્યને પણ સાચવી શકે તે બાબતોનો આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકન કેન્સર સોસાયટીએ જે માર્ગદર્શિકા જારી કરી છે તેમાં કેન્સરના દર્દીઓને ફળફળાદી, શાકભાજી અને અનાજ પૂરતા પ્રમાણમાં ભોજનમાં લેવા માટેની સલાહ આપી છે. સાથે સાથે આરોગ્ય જાળવી શકે તેવા વજનની જાળવણી કરવા તથા નિયમિત રીતે કસરત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. ઉપરાંત કેન્સરના દર્દીઓ પોતાના આયુષ્યને લંબાવી શકે તે માટે આ દર્દીઓને શરાબને ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. શરાબના શોખીન કેન્સર દર્દીઓને જો શરાબ ન ટાળીશકતા હોય તો ઓછા પ્રમાણમાં આનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. હેલ્થી લાઇફ સ્ટાઇલ હમેશા ચોક્કસ પ્રકારના કેન્સરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકન કેન્સર સોસાયટીએ નવી માર્ગદર્શિકામાં ઘણી બાબતો રજૂ કરી છે. આમા કિડની, સ્તન કેન્સર, પેનક્રિયાસ કેન્સર અને કોલોન કેન્સર સહિત ચોક્કસપ્રકારના કેન્સરને હેલ્થી લાઇફ સ્ટાઇલ રોકી શકે છે પરંતુ પહેલાથી જ કેન્સરથી ગ્રસ્ત થઈ ગયેલા લોકોને કેન્સરથી બચવા માટે મહત્વપૂર્ણ સલાહ તબીબના આધાર ઉપર લેવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૧૦૦થી વધુ અભ્યાસ કરવામાં આવ્યા બાદ સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં જણાવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ, નિયમિત કસરત અને વજનને અંકુશમાં રાખીને કેન્સર ફરી થવાના ખતરાને ઘટાડી શકાય છે. સાથે સાથે મોતના જોખમને પણ ઘટાડી શકાય છે. કેન્સરની સારવાર દરમિયાન હળવા પ્રમાણમાં કસરત હતાશા અને થાકને દૂર કરવામાં ભૂમિકા ભજવે છે. હાર્ટની સ્થિતિને પણ સુધારે છે. સાથે સાથે સ્નાયુઓને મજબૂત બનાવે છે. માર્ગદર્શિકામાં પૂરક તત્ત્વો કરતા ખાદ્યાન ચીજવસ્તુઓમાંથી જરૂરી ચીજવસ્તુ વધુ પ્રમાણમાં લેવાની સલાહ પણ આપી છે. કારણ કે ચોક્કસ પૂરક તત્ત્વો ચોક્કસ પ્રકારના કેન્સરની સારવારમાં ઉપયોગી બને છે.
સ્કીમને અસરકારક બનાવી મોટા પાયે રોજગારી ઉભી કરી શકાય
સામાન્ય લોકોની બેરોજગારીને લઇને ફરિયાદ મેક ઇન ઇન્ડિયા મારફતે પણ દુર કરી શકાય છે : બેરોજગારી મોદી માટે પડકારરૂપ છે
રોજગારીની સમસ્યા સહિત કેટલીક યોજનાને લઇને અને કેટલાક મુદ્દાને લઇને મોદી સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. જેમાં સૌથી વધારે ટિકા બેરોજગારી અને મોંઘવારીને લઇને છે. બેરોજગારીને દુર કરવા માટે સરકાર મજબુત ઇચ્છાશક્તિ સાથે આગળ વધે તે જરૂરી છે. વિપક્ષની ટિકા વચ્ચે મેક ઇન ઇન્ડિયાને વધારે અસરકારક બનાવીને રોજગારીની વ્યાપક તક ઉભી કરી શકાય છે. મેક ઇન ઇન્ડિયા યોજનાને લઇને હાલમાં ચારેબાજુ ટિકા ટિપ્પણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાને વધારે પારદર્શક અને અસરકારક બનાવે તે જરૂરી છે. આને લઇને કંપનીઓ વધારે સક્રિય થાય અને આના મારફતે જંગી રોકાણ આવે તે પણ જરૂરી છે. ટિકા ટિપ્પણીના દોર વચ્ચે સરકાર હવે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી ચુકી છે. જેના ભાગરૂપે ટુંક સમયમાં જ એક નીતિ લાગુ કરવામાં આવનાર છે. સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ નીતિ હેઠળ સરકાર પોતાના અને ભારતીય રેલવેના ઉપયોગ માટે ભારતમાં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ પાસેથી વાર્ષિક આશરે બે લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરનાર છે. સંરક્ષણ સંબંધી વસ્તુઓ આ નીતિ હેઠળ આવશે નહી. ખરીદીની ચીજોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની દિશામાં આને એક ઐતિહાસિક પહેલ તરીકે ગણવામાં આવે છે. અલબત્ત કોમ્પ્યુટર, મોબાઇલ, સ્ટેશનરી અને દવા ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉલ્લેખ પણ આ પ્રસ્તાવમાં રહેલો છે. આ નીતિને ગ્લોબલ સ્તર પર સંરક્ષણવાદી નિતી તરીકે ગણવામાં ન આવે તે માટે ડબલ્યુટીઓના નિયમોને સંપૂર્ણરીતે પાળવામાં આવનાર છે. ડબલ્યુટીઓમાં એવી બારી ખુલ્લી છે કે જો સરકારી ખરીદીનો ઉદ્ધેશ્ય વેપારી નથી તો સરકાર આમાં સ્થાનિક પેદાશોને વધારે મહત્વ આપી શકે છે. સુચિત ખરીદી નીતિનો ઉદેશ્ય ભારતીય કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. જોરશોરથી લોંચ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં મુડીરોકાણ આકર્ષિત કરવામાં આવ્યુ નથી. કેટલાક રોકાણના મોટા પ્રસ્તાવ ચોક્કસ પણે આવ્યા છે પરંતુ હજુ કાગળથી બહાર પ્રોજેક્ટ નિકળી શક્યા નથી. તેમના જમીની અમલમાં હજુ ચાર પાંચ વર્ષ લાગી શકે છે. જેમ કે તાઇવાની કંપની ફોક્સકોન પાંચ વર્ષમાં પાંચ અબજ ડોલરનુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. રેલવેને બિહારમાં બે એન્જિન કારખાના સ્થાપિત કરવા માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના વિદેશી રોકાણની રકમ એકત્રિત કરવામાં સફળતા મળી છે. પરંતુ આવી જાહેરાતોનો મતલબ એ વખતે જ સફળ ગણી શકાય છે જ્યારે જમીની સ્તર પર આવી યોજના અમલી બને. મેક ઇન ઇન્ડિયાને અપેક્ષા કરતા વધારે ગતિ મળી રહી નથી તેના માટે કેટલાક કારણો પૈકી એક કારણ એ છે કે દેશમાં જે રીતે વેપારી કારોબારી માહોલ સર્જી દેવાની જરૂર છે તેવા માહોલની રચના થઇ શકી નથી. બજારમાં નવી નવી માંગ આવે અને નિકાસમાં સતત વધારો થાય તો જ આ સ્થિતી સર્જાઇ શકે છે.હાલમાં આવી કોઇ ચીજ જોવા મળી રહી નથી. સરકારને દરેક હાથને કામ આપવાનુ વચન ચોક્કસપણે આપ્યુ છે પરંતુ હાલમાં તો જુના કારોબારને બચાવી લેવામાં જ મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતીમાં સ્થાનિક બજારમાં માંગ વધવાની અપેક્ષા કઇ રીતે કરી શકાય છે. આવી સ્થિતીમાં કંપનીઓની ્ સ્થિતી સુધારી દેવા માટે સરકારી ખરીદીનો રસ્તો જ વિકલ્પ તરીકે રહે છે. ખરીદી નીતિ આવી ગયા બાદ અનેક કંપનીઓ નુકસાનની ચિંતામાંથી બહાર આવી જશે. બજારમાં તેમના પગ જામી જશે. પરંતુ આવી કંપનીઓને એક શરૂઆતી ચેતવણી પણ આપી શકાય છે કે એક મુડીવાદી વ્યવસ્થામાં સરકારી ખરીદી તેની વધારે લાંબા સમય સુધી મદદ કરી શકે નહી. આ સુરક્ષાનો ફાયદો કંપનીઓ પોતાની શોધ માટે કરે તે જરૂરી છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારત ચીન સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર છે. તમામ લોકો જાણે છે કે ચીનની મેડ ઇન ચાઇના અને મેડ ઇન જાપાની બ્રાન્ડ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. ભારતમાં તો આ બન્ને દેશોની ચીજો ધુમથી વેચાય છે. આવી સ્થિતીમાં આ દેશોની સામે ટક્કર લેવા માટે ભારત સરકારને મેક ઇન ઇન્ડિયા હેઠળ તમામ પ્રોડક્ટસને વધારે ગુણવત્તા સાથે તૈયાર કરવા અને તેની કિંમત પણ ઓછી રાખવામાં આવે તો ભારત સ્પર્ધામાં રહી શકે છે. વિશ્વના દેશો સંરક્ષણવાદની નીતિની દિશામાં હાલમાં વધી રહ્યા છે.
મોદી શાસનમાં મેક ઇન ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વિદેશી કંપનીઓ પણ આમાં સક્રિય રસ દર્શાવી ચુકી છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપનીઓ કારોબાર કરવા તૈયાર છે.
ઇનમાં રહેતી મહિલાઓને પત્નિ જેવા અધિકાર મળે છે ?
લગ્નમાં તિરાડ પડી ગયા બાદ અને તલાક થયા બાદ મહિલાઓના અધિકારો શુ હોય છે તેની માહિતી મોટા ભાગે રહેતી નથી
લગ્નમાં તિરાડ પડવા અને તલાક થવાની સ્થિતીમાં મહિલાઓની પાસે કેવા પ્રકારના અધિકાર રહે છે તેની માહિતી સામાન્ય રીતે તેમને હોતી નથી. જેના કારણે તે પોતાના પાર્ટનર અથવા તો પતિ પાસેથી અધિકાર મેળવી શકતી નથી. આવી સ્થિતીમાં પત્નિ પોતાના બાળકોની સાથે નાણાંકીય પરેશાનીનો સામનો કરે છે. આવી સ્થિતીમાં લોકોની આ વિચારધારા વાજબી છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓને પાર્ટનરથી અલગ થયા બાદ તેમની હાલત તો વધારે ખરાબ થઇ જતી હશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્ટે આવી મહિલાઓ અને તેમના બાળકોની સુરક્ષાની ખાતરી કરવા માટે કેટલીક સારી જોગવાઇ કરી છે. મહિલાઓ અને બાળકો માટે નાણાંકીય અને બીજા અધિકારની ખાતરી કરી છે. સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશીપને પાંચ કેટેગરીમાં વિભાજિત કરી છે. જેમાં પુખ્ત વયના બિન પરિણિત મહિલા પુરૂષના સ્થાનિક સંબંધ, પરિણિત પુરૂષ અને બિન પરિણિત મહિલા વચ્ચેના સંબંધ ( પુરૂષના લગ્ન થયેલા છે તે બાબતની માહિતી અન્ય મહિલાને હોય)ના સંબંધ, બિનપરિણિત પુરૂષ અને પરિણિત મહિલા (મહિલાના પરિણિત હોવાની માહિતી પુરૂષને હોય )ના સંબંધ, પરિણિત પુરૂષના બિન પરિણિત મહિવા (જેમાં પુરૂષના લગ્ન થયેલા છે તે અંગે મહિલાની પાસે માહિતી ન હોય )ના સંબંધ તેમજ સજાતિય પાર્ટનગરના લિવ ઇન રિલેશનનો સમાવેશ થાય છે. મહિલાના લગ્ન અધિકારની વાત કરવામાં આવે તો મહિલાઓને આવા છ અધિકાર આપવામાં આવ્યા છે. જેનો સહારો તે પોતાની આર્થિક, શારરિક અને માનસિક સુરક્ષા માટે લઇ શકે છે. આમાં તેના અને તેના બાળકોના ભરણપોષણ, લગ્ન ઘર, સ્૬ી ઘન, માન મર્યાદાની સાથે રહેવાની બાબત, તેમજ માતાપિતાની સંપત્તિમાં અધિકાર સામેલ છે. ક્રિમનલ પ્રોસિજર કોડના સેક્શન ૧૨૫ હેઠળ મહિલાઓના ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. તલાક થયા બાદ ભરણપોષણના અધિકાર હિન્દુ મેરિજ એક્ટ ૧૯૫૫ (૨) અને હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનેન્સ ૧૯૫૬માં આપવામા ંઆવ્યા છે. લિવ ઇનમાં ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. મલિમથ સમિતીએ વર્ષ ૨૦૦૩માં કેટલીક ભલામણ કરી હતી. ભલામણ બાદ સેક્સન ૧૨૫ને સીઆરપીસીમાં સામેલ કરવામા ંઆવી હતી. જે હેઠળ પત્નિના અર્થ બદલાઇ ગયા હતા. તેમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની બાબતને સામેલ કરવામાં આવી હતી. આવી મહિલાઓ પોતાના ભરણપોષણમાં અસક્ષમ છે તો તેમની નાણાંકીય જરૂરિયાત તેમના પોર્ટનરને પૂર્ણ કરવાની હોય છે. આવી જ રીતે ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટમાં પરિણિત મહિલાઓના બરોબર જ લિવ ઇનમાં રહેતી મહિલાઓને અધિકાર મળે છે. હિન્દુ સેક્શન એક્ટ ૧૯૫૬ને વર્ષ ૨૦૦૫માં સુધારા કરીને મહિલાઓને પેરેન્ટલ પ્રોપર્ટીના અધિકાર આપવામાં આવ્યા છે. પુત્રીઓ, બિનપરિણિત હોય કે પરિણિત , માતાપિતાની પરંપરાગત સંપત્તિ પર પુત્રીઓના બરોબરના હક રહેલા છે. પેરેન્ટસની પોતાની ખરીદેલી જમીન પર તેમના અધિકાર રહેલા છે. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી હતી કે જો મહિલા અને પુરૂષ લાંબા સમય સુધી સાથે રહે છે તો તેમના સંબંધોના કારણે થનાર બાળકો માન્ય રહેશે. પર્સનલ લોમાં આવા બાળકોને ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા નથી. પરંતુ સીઆરપીએસીના સેક્શન ૧૨૫માં તેમના હિતોની સુરક્ષા કરવામાં આવી છે. જ્યાં સુધી પ્રોપર્ટીની વાત છે હિન્દુ મેરિજ એક્ટના સેક્શન ૧૬ હેઠળ આ બાળકોને કાનુની માન્યતા મળેલી છે. પુશ્તેની અને પેરેન્ટ્સ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન અથવા તો પ્રોપર્ટીમાં કાયદાકીય રીતે તેમને મંજુરી મળેલી હોય છે. જો કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીમાં ગાઇડલાઇન્સ હેઠળ લિવ ઇન કપલ બાળક દત્તક લઇ શકે નહી. હાલના સમયમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો પોતાની ઇચ્છાથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. તેમના પોતાની ભાવના તેમાં જોડાયેલી હોય છે. કાયદાકીય રીતે તેમને કેટલીક સારી જોગવાઇ પણ હવે મળેલી છે.
કુદરત પોતે જ સમસ્યાનો ઉપાય દર્શાવે છે
કુદરત જ્યારે પણ કોઇ ગંભીર સમસ્યા ઉભી કરે છે ત્યારે તેના ઉપાય પણ તે નજીક જ ઉપલબ્ધ કરાવે છે. પર્યાવરણ સંબંધી જે બિમારીનો ઉકેલ મળી શકતો નથી તે બિમારીના ઉકેલ પણ કુદરત દર્શાવે છે. પર્યાવરણ સંબંધી જે બિમારીના ઉપચાર નથી તે બિમારીના ઉપચાર કુદરત હવે દર્શાવી રહી છે. જે બિમારીથી દુનિયાના લોકો ત્રસ્ત છે તે બિમારીની સારવાર હવે દેખાઇ રહી છે. જટિલ બિમારીની પૂર્ણ સારવાર તો નહીં બલ્કે એક હદ સુધી અપેક્ષાકૃત સરળ ઉકેલ રિસર્ચ કરનાર લોકોને બાયોચાર તરીકે દેખાઇ રહ્યા છે. બાયોચાર એટલે કે ભુસા, પુઆલ અને ખોઇ જેવી ચીજો સાથે છે. આ ખેતોના ઉચછિષ્ટ સાથે બનનાર હાનિકારક ફ્યુઅલ તરીકે હોય છે. દિલ્હીના પવનમાં ફેલાવનાર પરાળના ઝેરી ધુમાડા હોય કે પછી સમગ્ર દુનિયામાં ઘટતા વન્ય વિસ્તારોની બાબત હોય અથવા તો વાતાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઇડ હોય છે. દરેક બિમારીની રામબાણ સારવાર તરીકે હવે તેને જોવામાં આવે છે. રામબાણ ઇલાજ તરીકે સંશોધકો બાયોચારને ગણી રહ્યા છે. ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેંજ એેટલે કે આઇપીસીસી દ્વારા ૨૦૧૮માં પોતાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિસર્ચરોનુ ધ્યાન તેની તરફ ગયુ છે. માહિતી મળી કે દુનિયાના કેટલાક દેશમાં આ પ્રયોગ થઇ શકે છે. આને બનાવવા માટે બાયોડિઝલ અને કુદરતી ગેસ પણ કાઢવામાં આવી શકે છે. એટલે કે આ માત્ર પોતાનામાં ઉર્જાના એક સારા સોર્સ તરીકે જ નથી બલ્કે વૃક્ષો ્ને છોડ માટે એક ઉત્તમ ખાતર તરીકે પણ છે. સૌથી મોટી બાબત તો એ છે કે તે વાતાવરણમાં પહેલાથી જ રહેલા કાર્બન ડાયોક્સાઇડને ઠોસ સ્વરૂપ આપીને હજારો વર્ષ માટે જમીનમાં દફન કરી શકે છે.આ બને છે કઇ રીતે તેને લઇને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પારંપરિક રીતે આને લાકડીના કોલસા બનાવવા માટે તરીકેથી બનાવવામાં આવે છે. એટલે કે ખેતરના બિનઉપયોગી ચીજ વસ્તુઓને એક ખાડામાં સળગાવીને બનાવવામાં આવે છે. જો કે તેને હાલમાં તેમાં પેદા થતા ધુમાડાને ફ્યુઅલમાં ફેરવી નાંખવાના વિકલ્પ રહેલા છે.
મંદીના એકમાત્ર સારા પરિણામથી પર્યાવરણ નિષ્ણાંતોને રાહત...
છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃૃદ્ધિ આશરે પાંચ ટકા રહી છે : આ વખતે ૧.૮ ટકા રહેવાનો અંદાજ
હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ ઓછી રહી છે. કાર્બન ઉત્સર્જન ની રફતાર ઓછી રહેતા તેની રચનાત્મક અને હકારાત્મક અસર જોવા મળી રહી છે. આર્થિક મંદી વચ્ચે તમામ નકારાત્મક પાસા સપાટી પર આવી રહ્યા છે ત્યારે આ એક સારી બાબત ઉભરીને સપાટી પર આવી છે. સુસ્તીના વધુ એક સારા સંકેત મળી ગયા છે. હાલમાંજ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકાની આસપાસ રહી છે. આ વખતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકા રહેવાની વાત સપાટી પર આવ્યા બાદ આને લઇને પર્યાવરણ નિષ્ણાંતો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. મંદીના એકમાત્ર સકારાત્મક પરિણામની અસર પણ જોવા મળી રહી છે. દુનિયાભર મનાટે ઉત્સર્જનના અંદાજ લગાવવા માટેની બાબત સરળ નથી. આના માટે સતત અભ્યાસની જરૂર હોય છે. ઉત્સર્જન માટે અંદાજ લગાવનાર ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૯માં ભારતનુ ઉત્સર્જન ૨.૬ બિલિયન ટન એટલે કે ૨૦૧૮ની તુલનામાં માત્ર ૧.૮ ટકા વધારે રહેવાની શક્યતા છે. આનુ કારણ કમજોર આર્થિક વૃદ્ધિ દર છે. આ છેલ્લા વર્ષમાં આઠ ટકાના વૃદ્ધિર દરની તુલનામાં ખુબ ઓછો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં પાંચ ટકાના દરે સરેરાશ વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ આ વર્ષે ઘટીને માત્ર ૦.૬ ટકા રહેવાની શક્યતા દેખાઇ રહી છે. રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઓછા વધારા માટે કેટલાક કારણો રહેલા છે. મંદીની પણ સારી અસર આના કારણે થઇ છે. આ માત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીના એક સારા પરિણામ તરીકે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળાથી આર્થિક વિકાસ સતત ઘટી રહ્યો છે. જેના કારણે ઉત્સર્જન ગતિવિધીમાં ઘટાડો થઇ રહ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના ઉત્સર્જન વિકાસમાં મંદીના સંભવિત કારણોમાં પરિભાષા અલગ છે. ભારતીય કાર્બન ઉત્સર્જન છેલ્લા દશકમાં પ્રતિ વર્ષ ૫.૧ ટકાના દરે વધ્યુ છે. જો કે વર્ષ ૨૦૧૯માં ૧.૮ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ રહેલો છથે. ભારતમાં કમજોર આર્થિક વિકાસના કારણે તેલ અને કુદરતી ગેસના ઉપયોગમાં પણ ઘટાડો અથવા તો ધીમી ગતિએ વધારો થયો છે. કમજોર અર્થવ્યવસ્થાના કારણે ભારતના વીઝળી ઉત્પાદનમાં વૃદ્ધિ દર ૨૦૧૯માં છ ટકા પ્રતિ વર્ષથી ઘટીને એક ટકા રહી ગયો છે. સંભવિત માંગમાં ગામનુ વીજળીકરણ થઇ રહ્યુ છે. આ ઉપરાંત મોનસુનમાં વૃદ્ધિના કારણે પાણીના કારણે વીજળીનુ ઉત્પાદન ખુબ વધારે પ્રમાણમાં થઇ રહ્યુ છે. કોલસાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા લગાવવામાં આવેલા આંકડાના અંદાજથી કહી શકાય છે કે કેટલાક આંકડા આગળ પાછળમાં હોઇ શકે છે. જો કે વાસ્તવિક સમયમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૈશ્વિક પ્રવાહની દ્રષ્ટિએ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં ભારતમાં કાર્બન ઉત્સર્જન ૧.૯૯ બિલિયન ટન રહ્યુ હતુ. જ્યારે કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન જેમાં મિતેન, નાઇટ્સ, ઓક્સાઇડ જેવા અન્ય ગ્રીન હાઉસ ગેસ સામેલ છે. જે ૨.૬ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના બરોબર રહી હી. સુસ્તીના સતત સારા સંકેત મળી રહ્યા છે ત્યારે વૈપારી પ્રવૃતિને મંદીના કારણે માઠી અસર થઇ રહી છે પરંતુ પર્યાવરણ પર તેની સારી અસર થઇ રહી છે.સુસ્તીના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ સારા સંકેત છે.
કોડીનાર, તા. ૬
કોડીનાર પી. જી. વી. સી. એલ. ના નાયબ ઇજનેરે નવાગામની ૨ મહીલા સહીત ૪ શખ્સો વિરુદ્ધ ફરજ રૂકાવટની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગે કોડીનાર પી. જી. વી. સી. એલ. ૨ માં નાયબ ઇજનેર જશુભાઇ ભીખાભાઇ બારડે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ નવાગામે પરબતભાઇ મુળાભાઇ વાંઝાને ત્યાં તેમની રજુઆત મુજબ વેરિફિકેશનમાં તેજની ટીમને લઇને જઇ પાવર સપ્લાય ક્યાંથી આવે છે તે ચેક કરી રહ્યા હતાઇ
ત્યારે પરબતભાઇ અને તેમના પત્ની ગંગાબેન આવી તકે લોકો શુ કરી રહ્યા છો? તેમ કહેતા જશુભાઇ બારડે તકે કરેલી રજુઆત સંબંધે આપના મકાનમાં પાવર ક્યાતી આવે છે તે ચેક કરી રહ્યા હોવાનું કહેતા પરબતભાઇ અને તેમના પત્નીએ અને અન્ય ૨ લોકોએ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડતા તેમને ગાળો આપવાની ના પાડતા આ લોકોએ તમે અહીંથી જતા રહો નહિતર તમારી સામે એટરોસીટીની ફરીયાદ કરીશું તેમ કહી પી. જી. વી. સી. એલ.ના વિડીયોગ્રાફર હસનઅલીના હાથમાંથી કેમેરો ઝૂંટવી જમીન ઉપર ઘા કરી કેમેરો તોડી નાંખી રૂા. ૨૫૦૦૦/ નું નુકસાન કરી જુનીયર ઇજનેર ભૂમિકાબેનને ગાલ પર થપ્પડ મારી અહીંથી જતા રહો નહિતર એકેય જીવતા નહી જાવ તેમ કહી મારી નાખવાની ધમકી આપતા આ અંગે જશુભાઇ બારડે પરબતભાઇ મુળાભાઇ વાંઝા, ગંગાબેન પરબતભાઇ, ભગવાનભાઇ મુળાભાઇ વાંઝા અને મોનિકાબેન ભગાભાઇ વાંઝા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કરી જુનીયર ઇજનેર મહીલા કર્મીને લાફો મારી કેમેરોતોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
પોરબંદર, તા. ૬
પોરબંદરમાં ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દવાખાનામાં હવેથી સવારે અને સાંજે ડોક્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત વર્ષે જશ્ને ઈદે મિલાદુન્નબીના દિવસથી શરુ થયેલ ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દવાખાનું’ નો લાભ દરરોજ સવારે મોટી સંખ્યામાં દર્દીઓએ લઈ ટ્રસ્ટના આ કાર્યને બિરદાવી અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે. ત્યારે સખીદાતાઓના સહયોગથી જરુરીયાતમંદ દદઓ માટે આ સેવાને વધુ વિસ્તારીને લોકોને વધુ ને વધુ લાભ મળી શકે તેવા હેતુ સાથે ગૌષે પાકના મુબારક મહિનામાં આ દવાખાનું દરરોજ સવારે અને સાંજે પણ રાહતદરે ચાલુ રહેશે.
પોરબંદરના ખત્રીવાડ વિસ્તારમાં નુરી પાન સામે આવેલી યુ. એન્ડ યુ. ટ્રસ્ટની ઓફિસ ખાતે ચાલી રહેલ આ દવાખાનાનો સમય સવારે ૯ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને સાંજે ૪ થી ૬ નો છે જેમાં સવારે ડો. જશ્મીતા ચૌહાણ અને સાંજે ડો. શીતલ રાયચુરા દરરોજ તેમની સેવાઓ આપી રહ્યા છે.
તાવ, શરદી, ઉધરસ સહિતની બિમારીથી પીડાતા જરુરીયાતમંદ દદઓને આ સેવાનો બહોળો લાભ લેવા ટ્રસ્ટના એજાજભાઈ લોધીયા અને હાજી યાસીનભાઈ ઐબાણીએ જણાવ્યું છે.
03:54 PM | December 6
રાજકોટ, તા. ૬
જીવીત સરકારની આપખુદી શાહી માં મનસ્વી રીતે લેવામાં આવેલ ફરજીયાત હેલ્મેટના કાયદાનો રાજકોટના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રાહબરીમાં ૨ ઓક્ટોબરનાં રોજ ફરજીયાત હેલ્મેટ વિરોધ સમિતી તથા વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સવિનય કાનુન ભંગની ચળવચળ મહાત્મા ગાંધીજીની કર્મ ભૂમી રાષ્ટ્રીય શાળા ખાતેથી કરવામાં આવેલ અને વિશાળ જનમેદની વચ્ચે શપથ ગ્રહણ કરેલ ત્યારથી ગુજરાત અને રાજકોટની જાહેર જનતાનો જબરો વિરોધ તેમજ ડગલે અને પગલે સંઘર્ષ થતાં આવનારી સ્થાનીક સ્વરાજની ચુટણીમાં હાર ભાળી ગયેલ ગુજરાત સરકારે આખરે ઝુકવું પડ્યુ છે અને વિલા મોઢે આ તધલખી નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.
જે બાબતે વિજયોત્સવ મનાવવા ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ગુજરાત તેમજ રાજકોટની જનતાએ ગુજરાતની આપખુદી સરકારના ફરજીયાત હેલ્મેટનાં તધલખી નિર્ણય સામે મેળવેલ ભવ્ય વિજયની જીલ્લા પંચાયત ચોક ખ ાતે હેલ્મેટ તોડી ફટાકડા ફોડી અને જાહેર જનતાને મોં મીઠા કરાવી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વિજયોત્સવ કાર્યક્રમમાં ટીમ ઇન્દ્રનીલ ફોર યુ નાં વશરામભાઇ સાગઠીયા, અભિષેકભાઇ તાળા, હેમંતભાઇ વિરડા, રસિકભાઇ ભટ્ટ, ચિરાગભાઇ જસાણી, હારુનભાઇ ડાકોરા, દિલીપભાઇ આસવાણી, સુરુશભાઇ ગેરૈયા, હબીબભાઇ કટારીયા, પરેશભાઇ શીંગાળા, યજ્ઞેષભાઇ દવે, ભરતભાઇ ધોળકીયા, રહીમભાઇ નાકાણી, એમ સફીહાભાઇ, ભરતભાઇ ચૌહાણ, મનીષભાઇ કકડ, નારણભાઇ પુરબીયા, અનીલભાઇ રાઠોડ, યુનુસભાઇ કટારીયા, રફીકભાઇ કરારીયા, સૈયદ ગફારબાપુ કાદરી, મનોજભાઇ પટેલ, અનીલભાઇ શુક્લા, મેનેજર શર્મા, રામઇકબાલ યાદવ, રામ અવસ્થા, રાજદેવ પાલ, કમલેશભાઇ પ્રસાદ, કમલેશભાઇ ગુપ્તા, વિદ્યાસાગર પાલ, બજરંગી યાદવ, દિનેશભાઇ શાહ, વિરેન્દ્રભાઇ ચૌહાણ, જરાર ખાન, ભાસ્કરભાઇ પંડ્યા, અબ્દુલભાઇ ચૌહાણ, અબ્દુલભાાઇ ગનીભાઇ, અલાબભાઇ ચૌહાણ, હેમરાજભાઇ બેલીમ, રઝાકભાઇ કટારીયા, હાજી ફારૂકભાઇ, હસન દલવાણી તેમજ બહેનોમાં વૈશાલીબેન શીંદે, કિંજલબેન જોષી, હંસાબેન શાપરીયા, હિનાક્ષીબેન વાડોદરીયા, કંચનબેન વાળા, જયાબેન ચૌહાણ, નિશાબેન સોની, અનીતાબેન સોની, નિરૂબેન ચાવડા, વહીદાબેન ગાંજા સહીતના હાજર રહ્યા હતા.
પોરબંદર, તા. ૬
પોરબંદર જીલ્લામાં સભા-સરઘસ બંધી અંગેનું જાહેરનામું બહાર પાડયું છે તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા હથિયારબંધી પણ ફરમાવાઇ છે.
પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે અને અસામાજીક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હિથયાર, ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળીયા જેવા સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરુપ થઇ શકે તે માટે હિથયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકની દરખાસ્ત આવેલ છે. જેના સંદર્ભે અધિક જિલ્લા કલેકટર પોરબંદર રાજેશ તન્નાએ પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતિ જાળવવા સારુ તા. પ/૧૨થી ર/૧/ર૦ર૦ સુધી હથિયારબંધી ફરમાવી છે.
સભા-સરઘસબંધી
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલારુપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવેલ છે. જેના સંદર્ભ પોરબંદર જીલ્લાના અધિક કલેકટર રાજેશ તન્નાએ તાત્કાલીક અસરથી જીલ્લામાં તા. ૪ થી ૧૭ ડીસેમ્બર ર૦૧૯ સુધી કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.
પોરબંદર, તા. ૬
પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ.ર૦૧૬ થી નિકળતી બાકી સબસીડી ૩૦૦ જેટલા લાભાથઓને હજુ સુધી ચુકવાઇ નહી હોવાથી મત્સ્યોદ્યોગ મંત્રીને રજુઆત થઇ છે.પોરબંદર માછીમાર પીલાણા એશો.ના પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરીએ મત્સયોદ્યોગમંત્રી જવાહર ચાવડાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી માછીમારોના કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે, જેમાં નાની એફઆરપી પીલાણા હોડીઓની આઉટબોર્ડ ર સ્ટોક અને ૪ સ્ટોક એન્જીન ધરાવતી હોડીઓ ઉપર સબસીડી આપવાની યોજના છે.
જેમાં ર સ્ટોક એન્જીન ઉપર ૩૦,૦૦૦ અને ૪ સ્ટોક એન્જીન ઉપર રુા. ૯૦,૦૦૦ સબસીડી રાહતપેટે આપવાની પરંતુ સરકારની માછીમારોના ઉત્કર્ષ માટે બનાવેલ આ યોજનામાં યોગ્ય અમલીકરણના અભાવે માછીમારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડેલ છે.
પોરબંદર માછીમાર પીલાણા એશો. દ્વારા રજુઆત કરતા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પોરબંદર દ્વારા જણાવવામાં આવેલ છે કે બાકી રહેલા લાભાથઓને વહેલીતકે ચુકવણુ થઇ શકે તે માટે ગ્રાન્ટ ફાળવવી પરંતુ હાલની તકે પોરબંદર વિસ્તારના માછીમારો દ્વારા આ યોજના હેઠળ ખરીદાયેલ નાની હોડીઓમાં એન્જીનમાં ર૦૧૬થી આજ સુધી અંદાજે ૩૦૦ જેટલા લાભાથ લોકોને એન્જીન સબસીડી આપવામાં આવેલ નથી. જેથી બાકી રહેલા લાભાથઓને વહેલામાં વહેલીતકે તેમની બાકી રહેલ સબસીડી તાત્કાલીક ધોરણે ચુકવી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે તેમ રજુઆત થઇ છે.
દીવ, તા. ૬
ઉનામાં ત્રણ દિવસથી ગૌષેએઆઝમ હઝરત સૈયદના મીરાં સૈયદ શાહ બાબા કાદરીયુલ જીલાની ઉર્ષ શાનોશૌકતથી ઉજવાશે.સાત ડિસેમ્બર શનિવારે સંદલ શરીફનું ઝુલુસ દરગાહ શરીફથી ચાર કલાકે નિકળશે અને મુખ્ય માર્ગોમાંથી પકરત આવી દરગાહ પર ચાદરપોથી થશે અને રાત્રીના શહઝાદમ એ ગૌષે આઝમ મીરા સૈયદ શાહ બાબાના મઝાર શરીફ શાહ બાબાના હસ્તે લખેલ કલામે પાકની ઝિયારત કરવામાં આવશે. ૮ ડિસેમ્બર રવિવારે સવારે હઝરત ગૌષે-એ-આઝમ દસ્તગીર (ર.અ.)ના મુએ મુબારકની ઝિયારત સાંજ સુધી કરવામાં આવશે. અને ગ્યારવી શરીફનું ઝુલુસ સવારે ૯ કલાકે દરગાહ શરીફ ઉપરથી નિકળશે. ૯ ડિસેમ્બર સોમવારના રાત્રીના દરગાહ ઉપર ખત્મે કાદરીયા અને ખાસ દુઆ થશે સાંજે ન્યાઝ થશે અને હઝરત ઉબે દુલ્લાખાન આઝમની શાનદાર તકરીર થશે.આ ત્રણ દિવસના ભવ્ય ઉર્ષની ઉજવણીમાં હાજરી આપવા બડે પીર સાહબની દરગાહ શરીફના ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રીત કરવામાં આવેલ છે.