~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જસદણ, તા. ૧૯
દેવપરા ગામના બાપા સીતારામના ઓટા પાસે ધનજીભાઇ ભીખાભાઇ હાંડા જાતે. કોળી ઉવ.૫૧ ધંધો. મજુરી રહે કુદણી તા જસદણ, ભરતભાઇ લાખાભાઇ સાકરીયા જાતે કોળી ઉવ.૩૭ ધંધો ખેતી રહે પારેવાળા તા જસદણ, બચુભાઇ ટપુભાઇ સદાદીયા જાતે કોળી ઉવ.૬૫ ધંધો નિવ્રત રહે દેવપરા તા જસદણ, અશોકભાઇ રાધવભાઇ સાકરીયા જાતે કોળી ઉવ્.૨૮ ધંધ...
જસદણ, તા. ૧૯
દેવપરા ગામના બાપા સીતારામના ઓટા પાસે ધનજીભાઇ ભીખાભાઇ હાંડા જાતે. કોળી ઉવ.૫૧ ધંધો. મજુરી રહે કુદણી તા જસદણ, ભરતભાઇ લાખાભાઇ સાકરીયા જાતે કોળી ઉવ.૩૭ ધંધો ખેતી રહે પારેવાળા તા જસદણ, બચુભાઇ ટપુભાઇ સદાદીયા જાતે કોળી ઉવ.૬૫ ધંધો નિવ્રત રહે દેવપરા તા જસદણ, અશોકભાઇ રાધવભાઇ સાકરીયા જાતે કોળી ઉવ્.૨૮ ધંધો મજુરી રહે બરવાળા તા જસદણ, ભુપતભાઇ નરશીભાઇ ખચીયા જાતે કોળી ઉવ.૪૨ ધંધો ખેતી રહે દેવપરા તા જસદણ, દેવાભાઇ કુરજીભાઇ જતાપરા જાતે કોળી ઉવ.૩૫ ધંધો ખેતી રહે પોલરપર તા જસદણ, ધીરુભાઇ ઉકાભાઇ જતાપરા જાતે કોળી ધંધો ખેતી ઉવ.૫૦ ધંધો મજુરી રહે દેવપરા તા જસદણ વાળાઓને રોકડા રુપિયા ૧૭૨૮૦/- સાથે પકડી પાડી જુ.ધા. કલમ ૧૨ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૯
મોરબી તાલુકાના ટંકારા તાબેના છતર ગામમાં આવેલા શ્રી રામ પોલીટેક નામના કારખાનામાં તસ્કરે તાળા તોડી વેલ્ડીંગ મશીન, ઈલેકટ્રીક મોટર ઈન્વેટર આઠ ખુળશી અને એક ટેબલ મળી રૂા.૧.૫૩ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ રાજકોટના નિલકંઠ નગરમાં રહેતા અજયભાઈ ધનજીભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ...
મોરબી, તા. ૧૯
મોરબી તાલુકાના ટંકારા તાબેના છતર ગામમાં આવેલા શ્રી રામ પોલીટેક નામના કારખાનામાં તસ્કરે તાળા તોડી વેલ્ડીંગ મશીન, ઈલેકટ્રીક મોટર ઈન્વેટર આઠ ખુળશી અને એક ટેબલ મળી રૂા.૧.૫૩ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ રાજકોટના નિલકંઠ નગરમાં રહેતા અજયભાઈ ધનજીભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૯
ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારુનો જથ્થો મંગાવ્યો હોય અને આ દારુનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી જોકે પોલીસની ટીમ દારુનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ના કરી સકે તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કર...
મોરબી, તા. ૧૯
ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારુનો જથ્થો મંગાવ્યો હોય અને આ દારુનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી જોકે પોલીસની ટીમ દારુનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ના કરી સકે તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો. બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિક્રમભાઈ લાભુભાઈ ફૂગસીયાએ ફરિયાદ નોંધાવી એક મહિલા સહિત ૧૧ શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે બંને જોધપર ઝાલા તા. ટંકારા વાળાને એલ.સી.બી ટીમે ઝડપી લીધા હતા પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં ઝડપાયેલ આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન વેચાણના ગુન્હામાં તથા ઇન્ગ્લીધ દારુ વેચાણ અને હેરફેરના ગુન્હામાં પકડાયેલ છે તો ગત મોડી રાત્રે ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ એલ.બી.બગડા સહિતની ટીમે અમુત ઉર્ફ અમરુ જીવણભાઈ કોળી, જસમત સોઢા, પરાક્રમસિંહ મહિપાલસિંહ ઝાલા, ભવાન અમુત કોળી, મહાવીરસિંહ રણજીતસિંહ કોળી, અને કુલદીપસિંહ દેવુભા જાડેજા સહિતના છ આરોપીને ઝડપી પાડ્યા હતા આમ કુલ આઠ આરોપીન પોલીસ ધરપકડ કરી છે અને અન્ય આરોપીને ઝડપવા તેમજ અન્ય કોઈ આ ધટનામાં સામેલ છે કે નહી તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૯
મોરબી શહેરના શોભેશ્વર મંદીર સામે મકાનમાં સીટી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂા ૨૫ હજારનો ૮૪ બોટલ દારુ સાથે બુટલેગરની ધરપકડ કરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શોભેશ્વર મંદીર નજીક રહેતો હર્ષદ પોપટ ચૌહાણ નામનો શખ્સ વિદેશી દારુનો વેપલો કરતો હોવાની સીટી બી ડીવીઝન પોલીસ...
મોરબી, તા. ૧૯
મોરબી શહેરના શોભેશ્વર મંદીર સામે મકાનમાં સીટી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી રૂા ૨૫ હજારનો ૮૪ બોટલ દારુ સાથે બુટલેગરની ધરપકડ કરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શોભેશ્વર મંદીર નજીક રહેતો હર્ષદ પોપટ ચૌહાણ નામનો શખ્સ વિદેશી દારુનો વેપલો કરતો હોવાની સીટી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂા ૨૫ હજારની કિંમતનો ૮૪ બોટલ દારે સાથે મકાન માલીક હર્ષદ પોપટ ચૌહાણની ધરપકડ કરી આ દારુનો જથ્થો કોની પાસેથી લાવ્યો તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા. ૧૯
ધ્રાગધ્રા શહેરમા ગજાનંદ એગ્રો નામની દુકાન માલિક તથા તેઓના પુત્ર પોતાના એક્ટીવામા શહેરની બજારમા ખરીદી કરવા નિકળ્યા હતા તેવામા વેપારી પિતા પોતાના પુત્રને એક્ટીવા પર બેસાડી ખરીદી કરવા જતા થોડા ક્ષણોમા એક અજાણ્યો ગઠીયો આવી પુત્રને તેના પિતા બોલાવતા હોવાનુ કહેતા પુત્ર પણ પિતા પાસ...
સુરેન્દ્રનગર, તા. ૧૯
ધ્રાગધ્રા શહેરમા ગજાનંદ એગ્રો નામની દુકાન માલિક તથા તેઓના પુત્ર પોતાના એક્ટીવામા શહેરની બજારમા ખરીદી કરવા નિકળ્યા હતા તેવામા વેપારી પિતા પોતાના પુત્રને એક્ટીવા પર બેસાડી ખરીદી કરવા જતા થોડા ક્ષણોમા એક અજાણ્યો ગઠીયો આવી પુત્રને તેના પિતા બોલાવતા હોવાનુ કહેતા પુત્ર પણ પિતા પાસે ગયો હતો પાછળી ગઠીયો એક્ટીવાને લઇ દુર જઇ એક્ટીવાની ડેકીમા પેલા ૧.૭૦ લાખ લઇ છુમંતર થઇ ગયો હતો જ્યારે પિતા તથા પુત્ર એક્ટીવા પાસે આવતા પોતાનુ એક્ટીવા જ્યા મુક્યુ તેનાથી દુર પડેલુ જોવા મળ્યુ હતુ અને એક્ટીવાની ડેકીમા પણ મુકેલા રુપિયા ૧.૭૦ લાખ ગાયબ હતા જેથી વેપારી દ્વારા તુરંત સીટી પોલીસને સંપકઁ કરી તમામ વિગત જણાવી હતી સીટી પોલીસને વિગતો પ્રાપ્ત થતા જ એક્સનમુળ પર આવી અહિ આસપાસના તમામ સીસીટીવી ફુટેજ તપાસ કરવાના શરુ કયાઁ હતા. જ્યારે વેપારી દ્વારા બાદમા જણાવાયુ હતુ કે પોતે પોતાની દુકાન પરથી ૧.૭૦ લાખ રુપિયા લઇ ખરીદી માટે પુત્ર સાથે નિકળ્યા હતા જ્યાથી આ ગઠીયો પુરેપુરુ લોકેશન રાખી સતત પિતા-પુત્ર પર ચાપતી નજર રાખતો હોવાનુ અનુમાન લગાવાયુ છે. ત્યારે હાલ તો પોલીસે વેપારી દ્વારા આપેલ અરજીના આધારે તપાસ શરુ કરાઇ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૧૯
મોરબીના રંગપર ગામ નજીકથી ડિગ્રી વગર ભક્તિ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન મોરબીના રંગપર સરકારી દવાખાનાના ડોક્ટર દીપકભાઈ કાન્તીભાઈ મેશરિયાને સાથે રાખી મોરબી-જેતપર રોડ, સીયારામ કારખાના પાસે રંગપર ગામ નજીક ...
મોરબી, તા. ૧૯
મોરબીના રંગપર ગામ નજીકથી ડિગ્રી વગર ભક્તિ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન મોરબીના રંગપર સરકારી દવાખાનાના ડોક્ટર દીપકભાઈ કાન્તીભાઈ મેશરિયાને સાથે રાખી મોરબી-જેતપર રોડ, સીયારામ કારખાના પાસે રંગપર ગામ નજીક ભક્તિ કલીનીક નામના દવાખાનામાં તપાસ કેટ ત્યાં કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ કે ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા કાલિદાસ વલ્લભભાઈ મારવાણીયા રહે-મૂળ સ્ટેશન રોડ માંણાવદર અને હાલ ઉમા ટાઉનશીપ રોયલ એપાટર્મેન્ટ વાળો ભક્તિ કલીનીક દવાખાનામાં મેડીકલ પ્રેક્ટિસ કરી દદર્ીઓને સારવાર કરી દવા આપી તેમજ દવાખાનામા દવાનો જથ્થો તથા સાધનો કીમત રુ.ન૫૬૪૯ રાખી મળી આવતા એસ.ઓ.જી ટીમે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા.૧૯
જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા યુવાન સાથે મહિલાએ બીજા લગ્ન કર્યા બાદ વિશ્વાસમાં લઇ મહિલાએ જમીન તથા મકાન પોતાના નામે કરાવી લીધા હતા. આ અંગે યુવાને પત્ની સહીત પાંચ સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ કરતા સી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વંથ...
જુનાગઢ, તા.૧૯
જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા યુવાન સાથે મહિલાએ બીજા લગ્ન કર્યા બાદ વિશ્વાસમાં લઇ મહિલાએ જમીન તથા મકાન પોતાના નામે કરાવી લીધા હતા. આ અંગે યુવાને પત્ની સહીત પાંચ સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ કરતા સી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વંથલી તાલુકાના ધણફુલીયા ગામના અને હાલ જુનાગઢના મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા કાન્તીલાલ બાબુભાઇ ચાવડાના બીજાલગ્ન જયાબેન સાથે થયા હતા. ત્યારબાદ તેણે કાન્તીલાલ ચાવડાને સારી સારી વાતો કરી વિશ્વાસમાં લઇ લીધા હતા. જમીન તથા મકાન પોતાના નામે કરાવી લીધા હતા. બાદમાં છેતરપીંડી કરી હતી. આ ધટના બાદ ચોબારીના ઓસમાણ, જુનાગઢના ધવલગોર તથા હરસુખ રામજી ટાંક, નરેન્દ્ર રામજી ટાંક તથા જયાબેન રામજી ટાંકે કાન્તીલાલને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે ફરીયાદ થતાં સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા. ૧૯
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ પાસેથી બોલેરો પીકઅપ વાનનાં ચોરખાનામાંથી એલસીબીનાં સ્ટાફે ૨૮૮ બોટલ દારૂ મળી રૂા.૪.૮૬ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા વાહનનાં ચાલક, કલીનર સહિત ચાર શખ્સોની શોધખોળ આદરી છે. પોલીસમાંથી વિગત મુજબ અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા એસ.પી.નિર્લીપ્તરાયે આપેલ...
અમરેલી, તા. ૧૯
અમરેલી જિલ્લાનાં જાફરાબાદ પાસેથી બોલેરો પીકઅપ વાનનાં ચોરખાનામાંથી એલસીબીનાં સ્ટાફે ૨૮૮ બોટલ દારૂ મળી રૂા.૪.૮૬ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા વાહનનાં ચાલક, કલીનર સહિત ચાર શખ્સોની શોધખોળ આદરી છે. પોલીસમાંથી વિગત મુજબ અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા એસ.પી.નિર્લીપ્તરાયે આપેલી સુચનાને પગલે એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બેબીબેન માધુ સોલંકી અને પ્રકાશ શિયાળ નામના શખ્સો મોકલાવેલ બોલેરો પીકઅપમાં મસરી બાબુ સોલંકી અને જયેશ નામના શખ્સે જાફરાબાદ ડિલીવરી કરવા આવી રહ્યાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં જી.જે.૧ એફ.ટી. ૪૯૬૪ નંબરની બોલેરો પીકઅપને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે બોલેરો લઈને નાસી છુટતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા ચાલક અને અન્ય એક શખ્સ બોલેરો મુકી નાસી છુટયા હતા. પોલીસે બોલેરો પીકઅપ વાનમાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલો રૂા.૮૬,૪૦૦ની કિંમતનો ૨૮૮ બોટલ અને બોલેરો મળી રૂા.૪.૮૬ લાખનો મુદામાલ કબજે કરી પોલીસે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી નાસી છુટેલા ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જસદણ, તા. ૧૯
જસદણના ગઢડીયા ગામે રહેતા પરીણીતા પોતાના પતિ સાથે ખડવાવડી ગામે નણંદના ઘર કંકાસ મામલે તેમના દિયરને સમજાવા જતા દિયરે છરી વડે હુમલો કરતા પરિણીતાને સારવાર અર્થે હોસ્િ૫ટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના ગઢડીયા ગામે રહેતા હંસાબેન બળવંતભાઇ વાડવી નામ...
જસદણ, તા. ૧૯
જસદણના ગઢડીયા ગામે રહેતા પરીણીતા પોતાના પતિ સાથે ખડવાવડી ગામે નણંદના ઘર કંકાસ મામલે તેમના દિયરને સમજાવા જતા દિયરે છરી વડે હુમલો કરતા પરિણીતાને સારવાર અર્થે હોસ્િ૫ટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના ગઢડીયા ગામે રહેતા હંસાબેન બળવંતભાઇ વાડવી નામના ૩૪ વર્ષીય પરીણીતા જસદણના ખડવાવડી ગામે સાસરે રહેતી પોતાની નણંદ ગીતાબેન રસિકભાઇ પરમારના ઘરે ગૃહકલેશના સમાધાન માટે પોતાના પતિ બળવંતભાઇ સાથે ગયા હતા. ત્યારે ગીતાબેનના દિયર પ્રવિણ ધીરુ પરમારે ઝઘડોદ કરી ગીતાબેન પરમાર પર છરી વડે હુમલો કરવા જતાં આડે ઉતરેલા હંસાબેનને છરીનો ઘા અડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાડલા પોલીસ મથકના સ્ટાફે ધટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા. ૧૯
રાજયભરમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોસ બોલાવી વિદેશી દારૂ મળવો મુશ્કેલ બનાવી દીધો હોવાથી ગુજરાતની નજીકના રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂના સપ્લાયરો દારૂનો જંગી જથ્થો મોકલવાનું બંધ કરતા રાજયના મોટા ગજાના બુટગેલરોએ છેક કાશ્મીરથી વિદેશી કચ્છના સીમાડા સુધી પહોચાડી દીધાની પૂર...
ભુજ, તા. ૧૯
રાજયભરમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોસ બોલાવી વિદેશી દારૂ મળવો મુશ્કેલ બનાવી દીધો હોવાથી ગુજરાતની નજીકના રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂના સપ્લાયરો દારૂનો જંગી જથ્થો મોકલવાનું બંધ કરતા રાજયના મોટા ગજાના બુટગેલરોએ છેક કાશ્મીરથી વિદેશી કચ્છના સીમાડા સુધી પહોચાડી દીધાની પૂર્વ કચ્છ એલસીબીને ગંધ આવી જતાં દરોડો પાડી રૂા.૪૬.૪૧ લાખની કિંમતની ૯૮૩ પેટી વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી બે કાશ્મીરના શખ્સોની ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તામિલનાડુ પાસીંગના ટ્રકમાં કાશ્મીરથી વિદેશી દારૂ સાથે ટ્રક કચ્છમાં આવતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબી પી.આઇ. ડી.બી.રાણા અને પીએસઆઇ રેવર સહિતના સ્ટાફે ભચાઉના શિકારપુર પાસે આવેલી સબરા બિહાર હોટલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસની બાતમી મુજબનો તામિલનાડુ પાસીંગનો ટ્રક ત્યાં પહોચતા એલસીબી સ્ટાફે દરોડો પાડી રૂા.૪૬.૪૧ લાખની કિંમતની ૯૮૩ પેટી વિદેશી દારૂ અને રૂા.૧૦ લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો હતો. પોલીસે કાશ્મીરના લાખના ગુરદીપસિંગ અપરસિંગ બસીત અને યશપાલસિંગ કિશનસિંગ બસીત નામના ટ્રક ચાલક અને ક્લિનરની ધરપકડ કરી તેઓ કોની પાસેથી વિદેશી દારૂ લાવ્યા અને કોને ડીલીવરી આપવાની આપવાની હતી તે અંગેની પૂછપરછ માટે બંને પરપ્રાતિય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૯
ભાવનગરમાંથી પોલીસે ચોરાઉ બાઈક સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.ના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન શહેરના રેલ્વે કોલોનીથી અક્ષર પાર્ક જવાના રસ્તે શંકાસ્પદ રીતે યામાહા ફસ્તનો મોટરસાયકલ ઉપર જઈ રહેલા સુનિલ મુકેશભાઈ દેલવાડિયા ઉ.વ.૧૯ તથા શક્તિભાઈ તે નહી હાવાનુ જણાવતા પોલીસે આગવી...
ભાવનગર, તા.૧૯
ભાવનગરમાંથી પોલીસે ચોરાઉ બાઈક સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.ના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન શહેરના રેલ્વે કોલોનીથી અક્ષર પાર્ક જવાના રસ્તે શંકાસ્પદ રીતે યામાહા ફસ્તનો મોટરસાયકલ ઉપર જઈ રહેલા સુનિલ મુકેશભાઈ દેલવાડિયા ઉ.વ.૧૯ તથા શક્તિભાઈ તે નહી હાવાનુ જણાવતા પોલીસે આગવી રતીે પુછપરછ કરતા આ બાઈક ચોરાઉ હોવાની કબુલાત આપી હતી.
પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૧૯
સાવ૨કુંડલા ગામે ૨હેતાં અને ખાનગી બસમાં કલીન૨ ત૨ીકે નોક૨ી ક૨તાં સલીમભાઈ યુસુફભાઈ ૨ાઠોડ નામનાં ૩૭ વર્ષનાં યુવક ૨ાત્રે સાવ૨કુંડલાથી અમદાવાદ જતી બસમાં નોક૨ી ઉપ૨ હોય, અને આ બસ અમ૨ેલી નજીક વ૨સડા ગામ નજીક પહોંચતાં આ બસનાં કલીન૨ સલીમભાઈ બસની પાછળનાં ભાગે ૨ાખેલ કેનમાંથી પાણીની બોટલ ભ૨વા જતાં ...
અમરેલી, તા.૧૯
સાવ૨કુંડલા ગામે ૨હેતાં અને ખાનગી બસમાં કલીન૨ ત૨ીકે નોક૨ી ક૨તાં સલીમભાઈ યુસુફભાઈ ૨ાઠોડ નામનાં ૩૭ વર્ષનાં યુવક ૨ાત્રે સાવ૨કુંડલાથી અમદાવાદ જતી બસમાં નોક૨ી ઉપ૨ હોય, અને આ બસ અમ૨ેલી નજીક વ૨સડા ગામ નજીક પહોંચતાં આ બસનાં કલીન૨ સલીમભાઈ બસની પાછળનાં ભાગે ૨ાખેલ કેનમાંથી પાણીની બોટલ ભ૨વા જતાં પોતાનો પગ લપસી જતાં ચાલુ બસમાંથી ફેંકાય જવાના કા૨ણે માથાનાં ભાગે ગંભી૨ ઈજાઓ થતાં તેમને સા૨વા૨ માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું મૃત્યુ થયાનું અમ૨ેલી તાલુકા પોલીસમાં જાહે૨ થવા પામેલ છે.
પથ્થ૨ વડે ઈજા
અમ૨ેલી તાલુકાનાં નવા ગી૨ીયા ગામે ૨હેતાં ન૨ેશભાઈ માવજીભાઈ સાગઠીયા નામનાં ૩૪ વાર્ષિય યુવકનાં મામા પ્રાગજીભાઈ ટાભાભાઈ ચાવડા તથા જયાબેન પ્રાગજીભાઈ ચાવડા આ યુવકનાં નાનીમા સાથે જમીનના ભાગ બાબતે ઝગડો ક૨તાં હોય, જેથી યુવકે ઝગડો ક૨વાની ના પાડતાં પ્રાગજીભાઈ તથા તેમનાં પત્નિ જયાબેને ઉશ્કે૨ાઈ જઈ યુવકને તથા તેમના મમ્મી તથા નાનીને ઢીકાપાટુનો મા૨ મા૨ી અને છુટા પથ્થ૨ યુવકને માથામાં મા૨ી ઈજા ર્ક્યાની ફ૨ીયાદ અમ૨ેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મહિલાને મા૨ માર્યો
સાવ૨કુંડલા તાલુકાનાં લીબાળા ગામે ૨હેતાં અને ખેત-મજુ૨ી કામ ક૨તા વાસુ૨ભાઈ જીણાભાઈ વાઘેલા નામનાં પપ વર્ષિય પ્રૌઢનાં દિક૨ાની પત્નિ તથા તેજ ગામે ૨હેતાં ગો૨ધનભાઈ જલાભાઈ વાઘેલાનાં દિક૨ાનાં પત્નિ વચ્ચે અગાઉ બોલાચાલી થયેલ તે બાબતે ફ૨ીયાદ ક૨ેલ હોય, તે વાતનું મનદુઃઅ ૨ાખી મંગળવા૨ે સાંજે ગો૨ધનભાઈ તથા તેમનાભાઈ ૨ાજુ જલાભાઈ વાઘેલાએ આ પ્રૌઢનાં ઘ૨ની દિવાલ ઠેકી ઘ૨માં પ્રવેશ ક૨તાં.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૯
તળાજા વિસ્તરમાં નીલગાય મોટી સંખ્યામાં જોવા મળે છે.આથી તેનો વારંવાર શિકાર પણ થાય છે.જેમાં બે દિવસ પહેલા કોદીયા ગામે નીલગાયનો શિકાર થયાની બાતમી મળતા તળાજા વન વિભાગે હાથ ધરેલ તપાસમાં બાવળ ના જંગલ માંથી એક જામગરી બંદૂક મળી આવતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ શિકાર કરવો અને દેશી બંદૂક રાખવા ના ગુણ સબબ ફ...
ભાવનગર, તા.૧૯
તળાજા વિસ્તરમાં નીલગાય મોટી સંખ્યામાં જોવા મળે છે.આથી તેનો વારંવાર શિકાર પણ થાય છે.જેમાં બે દિવસ પહેલા કોદીયા ગામે નીલગાયનો શિકાર થયાની બાતમી મળતા તળાજા વન વિભાગે હાથ ધરેલ તપાસમાં બાવળ ના જંગલ માંથી એક જામગરી બંદૂક મળી આવતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ શિકાર કરવો અને દેશી બંદૂક રાખવા ના ગુણ સબબ ફોરેસ્ટ અને દાઠા પોલીસ એમ બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.દાઠા પોલીસ મથક માં તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.કે. મકવાણા એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાવલે ફરિયાદ માં કોદીયા ગામની સીમમાં બગડ ડેમ ના કિનારે ગૌચર વિસ્તારમાં ગત.તા ૧૪/૭ ના રોજ નીલગાય નો શિકાર કરવામાં આવેલ. અજાણ્યા ઇસમે નીલગાય નો શિકાર કર્યાનું જાણમાં આવતા હાથ ધરેલ તપાસ માં બાવળ વચ્ચે છુપાવેલ જામગરી બંદૂક પણ મળી આવેલ. જેને લઈ તળાજા વન વિભાગે નીલગાય નો શિકાર કરવા બદલ વન વિભાગ માં અને જામગરી બંદૂક મળી આવેલ હોય દાઠા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૯
ભાવનગ૨ શહે૨નાં છેત૨પીંડીના ગુન્હામાં વોન્ટેડ બે મહિલા સહિત ત્રણને બોટાદ પોલીસે વાપી-સુ૨તમાંથી ઝડપી લીધા છે.
બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધા૨ે ભાવનગ૨ શહે૨નાં છેત૨પીંડી ગુન્હામાં નાસતા-ફ૨તા આ૨ોશીબેન ઉર્ફે અલ્કાબેન અશોક પ્રસાદ ગુપ્તા (ઉ.વ.૨૨, વાપી) ગી૨ીશભાઈ શંક૨ભાઈ મહિયાવંચી (ઉ.વ.૩૮ વા...
ભાવનગર, તા.૧૯
ભાવનગ૨ શહે૨નાં છેત૨પીંડીના ગુન્હામાં વોન્ટેડ બે મહિલા સહિત ત્રણને બોટાદ પોલીસે વાપી-સુ૨તમાંથી ઝડપી લીધા છે.
બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધા૨ે ભાવનગ૨ શહે૨નાં છેત૨પીંડી ગુન્હામાં નાસતા-ફ૨તા આ૨ોશીબેન ઉર્ફે અલ્કાબેન અશોક પ્રસાદ ગુપ્તા (ઉ.વ.૨૨, વાપી) ગી૨ીશભાઈ શંક૨ભાઈ મહિયાવંચી (ઉ.વ.૩૮ વાપી) અને મીનાક્ષીબેન ૨ાજેશભાઈ છાંટબા૨ (ઉ.વ.૩પ)ને વાપીમાંથી ઝડપી લઈ પુછપ૨છ ક૨તાં તેને ગુન્હાની કબુલાત ક૨તા પોલીસે વધુ તપાસ હાથ ધ૨ી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૯
આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે એક આરોપી હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધારવાળાને ગારીયાધાર સર્કિટ હાઉસ પાસેથી બનાવટી ભારતીય ચલણીની નોટો રુપિયા ૫૦૦ ના દરની નોટ ૬૦ તથા ૨૦૦ ના દરની નોટ ૦૪ મળી કુલ રુપિયા ૩૦૮૦૦/- ની ...
ભાવનગર, તા.૧૯
આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે એક આરોપી હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધારવાળાને ગારીયાધાર સર્કિટ હાઉસ પાસેથી બનાવટી ભારતીય ચલણીની નોટો રુપિયા ૫૦૦ ના દરની નોટ ૬૦ તથા ૨૦૦ ના દરની નોટ ૦૪ મળી કુલ રુપિયા ૩૦૮૦૦/- ની સાથે ઝડપી પાડેલ હતો અને તેના વિરુધ્ધમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
આ કામે આગળની તપાસ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ચલાવી રહ્યા હતા પકડાયેલ આરોપીએ પોલીસને હકિકત જણાવેલ હતી કે, તેની પાસેથી પકડાયેલ બનાવટી નોટો તેને ભુપતભાઇ મધુભાઇ કોટડીયા/પટેલ રહેવાસી અમદાવાદવાળાએ આપેલ છે જેથી એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબની સુચનાથી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી.ની એક ટીમ બનાવી ગઇ કાલ રાત્રે અમદાવાદ રવાના કરેલ અને વહેલી સવારે આરોપી ભુપતભાઇના ઘરે છાપો મારી આરોપી ભુપતભાઇ મધુભાઇ કોટડીયા ઉ.વ.૩૭ રહેવાસી ૧૩, સોમેશ્વર સોસાયટી, નરોડા રોડ અમદાવાદવાળાનેતેના ઘરેથી દબોચી લેવામાં આવેલ હતો અને તેના ઘરની ઝડતી તપાસ કરતા ઘરમાંથી ભારતીય ચલણની જુદા-જુદા દરની છાપેલ ચલણી નોટો પેપર કટીંગ કરયા વગરના ઘણા કાગળો તથા કલર પ્રિન્ટર/સ્કેનર તથા કોમ્પ્યુટર સીસ્ટમ વિગેરે મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી આરોપીને ભાવનગર લાવી ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે. આપ પોલીસને ગારીયાધારમાં ઝડપાયેલ બનાવટી નોટ પ્રકરણમાં મોટી સફળતા હાથ લાગેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભૂજ, તા.૧૯
મૂળ શેખડી, તા.જિ.પ્રતાપગઢ રાજસ્થાન હાલે, રવાપર તા.નખત્રાણાના અંકિત તરાચંદ નાયક (ઉ.વ.૧૯) લખપત તાલુકાના હરોડા ગામે આઈનોક્સ વીન્ડ કંપનીમાં કામ કરતો હતો. ફિટીંગ કામ કરતી વેળાએ પાંખડામાં રસ્સો બાંધી પકડીને ઉભો હતો ત્યારે અચાનક પવન આવતા પાંખડો ફરી જતા રસ્સા સાથે પોતે ઉપર ખેંચાઈ ગયો અને ઉંચાઈએથી જમી...
ભૂજ, તા.૧૯
મૂળ શેખડી, તા.જિ.પ્રતાપગઢ રાજસ્થાન હાલે, રવાપર તા.નખત્રાણાના અંકિત તરાચંદ નાયક (ઉ.વ.૧૯) લખપત તાલુકાના હરોડા ગામે આઈનોક્સ વીન્ડ કંપનીમાં કામ કરતો હતો. ફિટીંગ કામ કરતી વેળાએ પાંખડામાં રસ્સો બાંધી પકડીને ઉભો હતો ત્યારે અચાનક પવન આવતા પાંખડો ફરી જતા રસ્સા સાથે પોતે ઉપર ખેંચાઈ ગયો અને ઉંચાઈએથી જમીન પર પટકાતા ડાબા હાથ તથા પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ, સારવાર દરમ્યાન ગત રાત્રીના ૮.૪૦ કલાકે દમ તોડી દેતા નરા પોલીસ સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દજર્ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નખત્રાણા તાલુકાના આમારા-ઘડાણી ગામની સીમમાં બકરીઓ ચરાવવા ગયેલ તરૂણએ પવનચક્કીમાંથી શોક લાગતા દાઝી ગયો હતો. તો સણોસરા ગામ પાસે વીન્ડમીલની ટર્બાઈનમાં લાગેલી ભીષણ આગે ભય સર્જ્યો હતો. આ બનાવોની હજુ શાહી સુકાઈ નથી ત્યારે ફરી પાછા આઈનોક્સ વીન્ડ કંપનીના પાંખડાએ શ્રમજીવીનો ભોગ લેતા વિન્ડફર્મની કંપનીઓ સામે પણ અનેક સવાલો ખડા થયા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર, તા. ૧૯
પોરબંદરમાં અષાઢ મહીના દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માંગ થઇ છે જેમાં એવું જણાવાયું છે કે, જાગરણના તહેવારોમાં તરુણીઓ, યુવતિઓ, મહીલાઓને સુરક્ષા આપવી જરુરી બની છે. ભારતીય કીશાન સંઘના પ્રદેશ કમીટીના સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ જીલ્લા પોલીસવડાને રજુઆત કરતા જણાવ્ું છે કે, પોરબંદરમાં પવિત...
પોરબંદર, તા. ૧૯
પોરબંદરમાં અષાઢ મહીના દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માંગ થઇ છે જેમાં એવું જણાવાયું છે કે, જાગરણના તહેવારોમાં તરુણીઓ, યુવતિઓ, મહીલાઓને સુરક્ષા આપવી જરુરી બની છે. ભારતીય કીશાન સંઘના પ્રદેશ કમીટીના સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ જીલ્લા પોલીસવડાને રજુઆત કરતા જણાવ્ું છે કે, પોરબંદરમાં પવિત્ર અને ધામિર્ક, અષાઢમાસમાં બહેનો અને દીકરીઓના અતી પવિત્ર વ્રત મોરાકત, જયાપાર્વતી, ગૌરીવ્રત, દીવાસો, ગુરુપૂણિર્મા આવે છે. આ વ્રત દરમ્યાન પૂજાપાઠ, દેવદર્શન, વ્રત, રાત્રી જાગરણનું ખાસ મહત્વ છે માટે આ વ્રતના સમયગાળા દરમ્યાન પોલીસ દ્વારા કડક રીતે કાયદો વ્યવસ્થા જાળવવામાં આવે અને બહેનોને સંપુર્ણ સુરક્ષાનો અહેસાસ થાય તેવી પોલીસ વ્યવસ્થા અને ખાસ કરીને પેટ્રોલીગ અને પોલીસ જાપ્તો ગોઠવવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર, તા. ૧૯
ખેડૂતોને પાકવિમાની ઓનલાઇન પ્રક્રિયાની તારીખ વધારવા માંગ થઇ છે. ગુજરાત કીશાન સંગઠનના પોરબંદર યુનિટ ના તાલુકા પ્રમુખ હીતેશ મોઢવાડીયાના નેતૃત્વમાં તંત્રને આવેદન પાઠવી જણાવ્ું હતું કે, ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનું કે, બેંક ઓફ બરોડા અને સહકારી મંડળી સિવાયની તમામ બેંકો ખેડૂતો પાસે ...
પોરબંદર, તા. ૧૯
ખેડૂતોને પાકવિમાની ઓનલાઇન પ્રક્રિયાની તારીખ વધારવા માંગ થઇ છે. ગુજરાત કીશાન સંગઠનના પોરબંદર યુનિટ ના તાલુકા પ્રમુખ હીતેશ મોઢવાડીયાના નેતૃત્વમાં તંત્રને આવેદન પાઠવી જણાવ્ું હતું કે, ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનું કે, બેંક ઓફ બરોડા અને સહકારી મંડળી સિવાયની તમામ બેંકો ખેડૂતો પાસે પાકવિમા ઓનલાઇન કરાવે છે. આ બધી બેંકોના અલગ-અલગ નિયમ કેમં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની ગાઇડલાઇન પ્રમાણે બેંકો એ જ ઓનલાઇન કરવાનું હોય છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર, તા. ૧૯
છાંયામાં વૃજભુવન સોસાયટીમાં પાણીની પાઈપલાઈન ફીટ કરવા માંગ સાથે બ્રાલૄણ સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના છાંયા વિસ્તારમાં આવેલ વૃજભુવન સોસાયટી જે ચાર-પાંચ ગલી આવેલ તેમાં અંદાજે ૧૦૦૦ જેટલા બ્રલૄસમાજના લોકો જેમાં બસ્સો જેટલા પ્લોટ આવેલ ત્યારે ૨૫...
પોરબંદર, તા. ૧૯
છાંયામાં વૃજભુવન સોસાયટીમાં પાણીની પાઈપલાઈન ફીટ કરવા માંગ સાથે બ્રાલૄણ સુપ્રિમ કાઉન્સીલ દ્વારા તંત્રને રજુઆત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના છાંયા વિસ્તારમાં આવેલ વૃજભુવન સોસાયટી જે ચાર-પાંચ ગલી આવેલ તેમાં અંદાજે ૧૦૦૦ જેટલા બ્રલૄસમાજના લોકો જેમાં બસ્સો જેટલા પ્લોટ આવેલ ત્યારે ૨૫ વર્ષે જુની સોસાયટી અને આ પ્રથમ સોસાયટી અને જે બાદ ૧ થી ૭ સુધી પાણી લાઈનો નાખી આપેલ હોય અને માત્ર વૃજભુવનમાં પાઈપલાઈન નાખી નથી. આ બાબત બ્રાલૄણ સુપ્રીમ કાઉન્સીલ પ્રમુખ દિનેશભાઈ થાનકી દ્વારા જિલ્લા કલેક્ટર ને એક વિગતપૂર્ણ રજુઆત કરેલ છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા વેરાઓ પાણી, લાઈટ, સ્ટ્રીટ, શિક્ષણ વગેરે પ્રકારના ટેક્સ વસૂલ કરતી ત્યારે આ વૃજભુવન સોસાયટીમાં પીવાના પાણીની લાઈન નહી નાખવાનું કોઈ કારણ નથી. જેથી યુવા કાર્યકર વિક્રાંત થાનકીએ આ સોસાયટીની પાંચ ગલીમાં પાણીની પાઈપલાઈન નાખવા માંગણી કરેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કેશોદ, તા. ૧૯
હાલના વર્ષમાં વાયુ વાવાઝોડાની અસરથી મેઘરાજાનું આગમન થયું હતું ત્યારે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડુતોએ ભીમ અગીયારસના વાવણીના શ્રીગણેશ કર્યા હતા ત્યાર બાદ જુનાગઢ સોરઠ સહીત સૌરાષ્ટ્રમાં એકાદ મહીનાથી મેઘરાજા મન મુકીને ન વરસતા ધરતી પુત્રોમાં ચિંતાના વાદળો છવાયા છે અષાઢી...
કેશોદ, તા. ૧૯
હાલના વર્ષમાં વાયુ વાવાઝોડાની અસરથી મેઘરાજાનું આગમન થયું હતું ત્યારે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડુતોએ ભીમ અગીયારસના વાવણીના શ્રીગણેશ કર્યા હતા ત્યાર બાદ જુનાગઢ સોરઠ સહીત સૌરાષ્ટ્રમાં એકાદ મહીનાથી મેઘરાજા મન મુકીને ન વરસતા ધરતી પુત્રોમાં ચિંતાના વાદળો છવાયા છે અષાઢી મેઘાવી હાઉકલી કરી રહયોછે પશુઓનો ઘાસચારો તથા મગફળી સહીતની ખેત પેદાશો મુરઝાવા લાગીછે કુવાઓમાં પાણીની નવી આવક ન થવાથી ખેતપેદાશોને પીયત આપી શકે તેમ નથી તો મોટાભાગના ખેડુતોને પીવાના પાણીની પણ અછત છે ત્યારે ધરતી પુત્રો ચિંતાતુર બની આકાશભણી મીટ માંડી રહયાછે ત્યારે આ ચિંતા હળવી કરવા જગતનો નાથ માટે મેઘરાજા બની વ્હાલ વરસાવે ત્યારે ખેડુતોની ચિંતા હળવી થશે.
તંત્રીલેખ
રિઝર્વ બૅંકે ૨૦૧૯માં વ્યાજદર સતત પાંચ વાર ઘટાડ્યા હતા. ડિસેમ્બરમાં છઠ્ઠી વાર વ્યાજદર ઘટશે એવી તમામને ધારણા હતી, પરંતુ પ્રતિકૂળ પરિબળોના કારણે વ્યાજદર નહીં ઘટાડવા રિઝર્વ બૅંકને ફરજ પડી છે. અગાઉ પાંચ વાર વ્યાજદર ઘટાડાયા છતાં આર્થિક વૃદ્ધિ થઇ નથી. જો કે, સેન્ટિમેન્ટ સુધર્યું છે, પરંતુ જ્યાં સુધી લોકલ-નિકાસ માંગ વધશે નહીં અને વિદેશી રોકાણનો પ્રવાહ વધે નહીં ત્યાં સુધી વિકાસદરમાં વૃદ્ધિ શક્ય નથી.બીજું રિટેલ ફુગાવાનો દર વધી રહ્યો છે જે ચિંતાજનક છે. કાંદા-ટામેટા અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવ વધી રહ્યા છે તે જોતાં ફુગાવો નીચે આવવાની શક્યતા નથી.રિઝર્વ બૅંકે ફુગાવાનો અંદાજ વધારીને ૪.૭ થી ૫.૧ ટકા મુક્યો છે જે અગાઉ ૩.૫ થી ૩.૭ ટકા હતો. ઑક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર ૪.૬૧ ટકા હતો જે આરબીઆઈના લક્ષ્યાંક કરતાં વધુ હતો. રિટેલ ફુગાવો વધી શકે છે.ટેલિકોમ કંપનીએ ટેરિફમાં ભારે વૃદ્ધિ કરી છે તેની ફુગાવા પર અસર પડશે એમ આર.બી.આઈ.ના ગવર્નર શક્તિકાંત દાસે મત દર્શાવ્યો હતો. મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રણ દિવસ અનેક પાસાનો અભ્યાસ કર્યા બાદ તમામ છ સભ્યોએ એકમતે નિર્ણય લીધો હતો કે પ્રવર્તમાન સંજોગ અને સ્થિતિ જોતા રેપો રેટ કે રિવર્સ રેપો રેટ ઘટાડી શકાય નહીં.લોકલ માંગ ઘટતી રહી છે તેથી ઉત્પાદન સેક્ટરને અસર થઇ છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉત્પાદન ઘટ્યું છે. ચાવીરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ઘટાડાનું વલણ જોવાયું છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્લોડાઉનની અસર છે તેથી નિકાસ માંગ ઘટી છે. બીજી બાજુ ક્રૂડ ઓઈલના કારણે આયાત બિલ વધી રહ્યું છે. રિઝર્વ બૅંકના અંદાજ પ્રમાણે આગામી દિવસોમાં ફુગાવાનો દર વધશે. જો કે, વધારો ટૂંકાગાળાનો હશે. નવા પાકની આવક વધ્યા બાદ ચીજવસ્તુના ભાવ નીચા જવાની અને ફુગાવો નિયંત્રણમાં રહેવાની સંભાવના છે.અમેરિકા-ચીન ટ્રેડ વૉરનું ચિત્ર હજુ અનિશ્ચિત છે. ક્યારેક એવા નિવેદન આવે છે કે બંને દેશ સમાધાનના મૂડમાં છે. ફરી પાછું અડગ વલણ અપનાવાય છે. તે જોતાં ટ્રેડ-ટેરિફ વૉરનો હાલ તુરંત અંત આવે એમ લાગતું નથી. આ બે દેશના ટ્રેડ વૉરથી ભારતને અસર થઇ રહી છે. આરબીઆઈના ગવર્નર જણાવે છે કે વ્યાજદર ઘટાડાની સાઇકલનો આ કામચલાઉ તબક્કો છે. દરેક વખતે વ્યાજદર ઘટાડી શકાય નહીં. સરકારે છેલ્લા બે-ત્રણ મહિનામાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા પગલાં લીધાં છે. આગામી દિવસોમાં વધુ પગલાં કેવા લેવાય છે તેના પર મીટ છે.રિઝર્વ બૅંકની એમપીસીની હવે પછીની બેઠક ૨૦૨૦ના ફેબ્રુઆરીના પ્રારંભમાં મળનાર છે તે અગાઉ ફુગાવાના અને ઉત્પાદન-સર્વિસ સેક્ટરના આંકડા કેવા આવે છે તેના આધારે રિઝર્વ બૅંક વ્યાજદર ઘટાડવા વિશે નિર્ણય લેશે.મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂર્વે કેન્દ્રનું બજેટ ૧ ફેબ્રુઆરીએ જાહેર થશે તેના પછી એટલે કે ફેબ્રુઆરીની ૪ થી ૬ દરમિયાન બેઠક મળશે. બજેટમાં કેવી જાહેરાત થાય છે અને તેની અસર બે-ત્રણ દિવસમાં દેખાશે એ પ્રમાણે રિઝર્વ બૅંક ફુગાવો, આર્થિક વિકાસદર અને વ્યાજદર વિશે નિર્ણય લેશે. હાલ લોકલ-નિકાસ માંગ ઓછી છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમી છે કે નબળી છે તે વિશે રિઝર્વ બૅંક સહમત છે. ફુગાવાની સ્થિતિ અને આર્થિક સ્લોડાઉન માંગનું ચિત્ર અને અન્ય પરિબળો ધ્યાનમાં લઈને ગુરુવારે છઠ્ઠીવાર વ્યાજદર ઘટાડવાનો જોખમી નિર્ણય લેવાનું ટાળ્યું હતું.રિઝર્વ બૅંક રાજકોષીય ખાધની સ્થિતિથી ચિંતિત નથી, પરંતુ આ બાબતમાં સરકારના પગલાં વિશે સ્પષ્ટતા ઇચ્છે છે. રિઝર્વ બૅંકે ફુગાવાનો દર વધવા વિશે અને આર્થિક વિકાસદર ઘટવા વિશે અંદાજ મૂક્યો છે.
મુંબઇ,તા. ૬
નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં જોરદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે અભિષેક બચ્ચન ફરી એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. નવી ફિલ્મમાં અભિષેક બચ્ચન ઇલિયાના ડી ક્રુઝ સાથે નજરે પડનાર છે. અભિષેક બચ્ચન લાંબા સમય બાદ કોઇ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ વખતે અભિષેક નિર્દેશક કુકી ગુલાટીની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેની ભૂમિકાને લઇને અભિષેક બચ્ચન ભારે ખુશ દેખાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે સારી ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. ફિલ્મી દુનિયાથી થોડાક સમય સુધી બહાર રહ્યા બાદ ફરી તે નજરે પડનાર છે. ઇલિયાના ફરી એકવાર ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. તેની પાસે અનેક ફિલ્મો રહેલી છે. પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધ તુટી ગયા બાદ તે ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે અજય દેવગન પણ કામ કરી રહ્યો છે. અભિષેકે પોતે ફિલ્મના સંબંધમાં માહિતી આપી છે. આ ફિલ્મને અજય દેવગનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મારફતે ફરી વાર રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચન પછી અભિષેક અને અજય દેવગન સાથે નજરે પડનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૦થી લઇને ૨૦૦૦ વચ્ચે ભારતની ફાયનાન્સિયલ સ્થિતી પર આધારિત છે. અજય દેવગનને ફિલ્મની પટકથા પસંદ પડી ગયા બાદ આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ઇલિયાના ફિલ્મમાં ખુબ મોટી ભૂમિકા અદા કરી રહી છે. જો કે તે અભિષેકની સાથે ફિલ્મમાં કામ કરી રહી નથી. અભિષેક માટે અભિનેત્રીની શોધ ચાલી રહી છે.ઇલિયાના ફિલ્મને લઇને આશાવાદી છે.
મુંબઇ,તા. ૬
બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તાને હવે હેરાફેરી સિરિઝની ફિલ્મ હાથ લાગતા તેની કેરિયરમાં તેજી આવી શકે છે. તેને હેરાફેરી-૩ ફિલ્મમાં લેવામાં આવી છે. તેની પાસે ગણતરીની ફિલ્મો હાથમાં હોવા છતાં તે સોશિયલ મિડિયા પર સતત ચર્ચામાં રહે છે.૩૨ વર્ષીય ઇશા ગુપ્તાએ બોલિવુડમાં પોતાની કેરિયરની શરૂઆત જન્નત-૨ ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મીએ ભૂમિકા અદા કરી હતી. જાણકાર લોકો એમ પણ કહે છે કે ઇશા કોપિકર અને લારા દત્તા વચ્ચે મિશ્ર ચહેરા તરીકે ઇશા ગુપ્તા છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે ઇશા ગુપ્તા હોલિવુડની બ્યુટીક્વીન એન્જેલિના જોલી જેવી નજરે પડે છે. તેની જેવી જ ખુબસુરતી તેની પાસે રહેલી છે. જો કે આ કુશળ અભિનેત્રીને હજુ સુધી બોલિવુડમાં એટલી સફળતા મળી નથી .હાલમાં બે મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં હેરાફેરી સિરિઝની ફિલ્મ હેરાફેરી-૩નો સમાવેશ થાય છે. અગાઉની બંને ફિલ્મને સફળતા મળ્યા બાદ આ ફિલ્મ પણ સફળ રહી શકે છે. ઉપરાંત તેની પાસે દેશી મેજિક નામની પણ ફિલ્મ છે. મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જોવા માટે જ વધારે ઇચ્છુક રહે છે. ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં ટકી રહેવા માટે ઇચ્છુક છે.
જ્યુસ, સુપ, સોફ્ટ ડ્રિક્સમાં ઓઆરએસ અયોગ્ય
બદલાતી સિઝનમાં પેટની કેટલીક તકલીફ થઇ શકે છે. એક સમય દુનિયામાં ડિહાઇડ્રેશન મોતનુ મુખ્ય કારણ બની ગયુ હતુ પરંતુ સમયની સાથે નવી નવી દવા અને ટેકનોલોજીના કારણે આ બિમારી હવે જોખમી રહી નથી. હાલના સમયમાં ઓઆરએસ ઘોળ આપવાના કારણે ડિહાઇડ્રેશનના કારણે થતા મોતનો ગ્રાફ ઝડપથી નીચે ગયો છે. અલબત્ત હજુ સુધી આનાથી સંપૂર્ણ મુક્તિ મળી નથી પરંતુ ડિહાઇડ્રેશનની તકલીફ અને પિડાનો અંત લાવવા માટે કેટલાક સ્તર પર કામ થઇ રહ્યુ છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ છે, ડબલ્યુએચઓ દ્વારા ૧૯૭૮માં આની શરૂઆત કરવામાં આવી હતી. બે વર્ષથી ઓછી વયના બાળકોનેને વધારે ઝાડા થવાની સ્થિતીમાં ૭૫થી ૧૨૫ મીમી ઘોળ આપવામાં આવે તેવુ સુચન નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. બે વર્ષથી ઉપરના બાળકોને ૧૨૫થી ૨૫૦ મીમી સુધી ઘોળ આપવામાં આવે તે જરૂરી છે. બાળકને ત્રણ વખતથી વધારે વખત ઝાડા થાય તો ે સપ્તાહ સુધી ઓઆરએસ ઘોળ આપી શકાય છે. જાણકાર નિષ્ણાંતો અને તબીબો કહે છે કે સ્વચ્છ વાસણમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છ પાણીમાં ઓઆરએસ ઘોળ બનાવવાની જરૂર હોય છે. પાણીનુ યોગ્ય પ્રમાણ ન લેવાથી ડાયરિંગનુ પ્રભાવ વધી શકે છે. ઓઆરએસ ઘોળને દુધ, ફળ, અને રસની સાથે બનાવવાની બાબત યોગ્ય નથી. સોફ્ટ ડ્રિક્સની સાથે પણ તેને પિવાની સલાહ નિષ્ણાંતો આપતા નથી. તેમાં વધારે પ્રમાણમાં ખાંડ પણ ભેળવી જોઇએ નહીં. એક લીટર પણીમાં ઓઆરએસના પેકેટ નાંખી દેવા જોઇએ. એક વર્ષના બાળકને ૨૪ કલાક આપવા જોઇએ. એક વર્ષથી મોટા બાળકને આઠથી ૨૪ કલાક આપવા જોઇએ. જાણકાર નેફ્રોલોજિસ્ટ કહે છે કે આ સંબંધમાં સાવધાની રાખવાની બાબત ખુબ જરૂરી બને છે.
પુરતા પ્રમાણમાં ફળફળાદી, શાકભાજીનુ સુચન
અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં જ અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેન્સરના દર્દીઓને કેટલાક સૂચનો કરીને નવી માર્ગદર્શિકા જારી કરી હતી. વધુ લાંબા સમય સુધી કેન્સરના દર્દીઓ સારી લાઇફ ગાળી શકે અને આરોગ્યને પણ સાચવી શકે તે બાબતોનો આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકન કેન્સર સોસાયટીએ જે માર્ગદર્શિકા જારી કરી છે તેમાં કેન્સરના દર્દીઓને ફળફળાદી, શાકભાજી અને અનાજ પૂરતા પ્રમાણમાં ભોજનમાં લેવા માટેની સલાહ આપી છે. સાથે સાથે આરોગ્ય જાળવી શકે તેવા વજનની જાળવણી કરવા તથા નિયમિત રીતે કસરત કરવાની સલાહ પણ આપવામાં આવી છે. ઉપરાંત કેન્સરના દર્દીઓ પોતાના આયુષ્યને લંબાવી શકે તે માટે આ દર્દીઓને શરાબને ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. શરાબના શોખીન કેન્સર દર્દીઓને જો શરાબ ન ટાળીશકતા હોય તો ઓછા પ્રમાણમાં આનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. હેલ્થી લાઇફ સ્ટાઇલ હમેશા ચોક્કસ પ્રકારના કેન્સરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકન કેન્સર સોસાયટીએ નવી માર્ગદર્શિકામાં ઘણી બાબતો રજૂ કરી છે. આમા કિડની, સ્તન કેન્સર, પેનક્રિયાસ કેન્સર અને કોલોન કેન્સર સહિત ચોક્કસપ્રકારના કેન્સરને હેલ્થી લાઇફ સ્ટાઇલ રોકી શકે છે પરંતુ પહેલાથી જ કેન્સરથી ગ્રસ્ત થઈ ગયેલા લોકોને કેન્સરથી બચવા માટે મહત્વપૂર્ણ સલાહ તબીબના આધાર ઉપર લેવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૧૦૦થી વધુ અભ્યાસ કરવામાં આવ્યા બાદ સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં જણાવામાં આવ્યું છે કે હેલ્થી ડાઈટ, નિયમિત કસરત અને વજનને અંકુશમાં રાખીને કેન્સર ફરી થવાના ખતરાને ઘટાડી શકાય છે. સાથે સાથે મોતના જોખમને પણ ઘટાડી શકાય છે. કેન્સરની સારવાર દરમિયાન હળવા પ્રમાણમાં કસરત હતાશા અને થાકને દૂર કરવામાં ભૂમિકા ભજવે છે. હાર્ટની સ્થિતિને પણ સુધારે છે. સાથે સાથે સ્નાયુઓને મજબૂત બનાવે છે. માર્ગદર્શિકામાં પૂરક તત્ત્વો કરતા ખાદ્યાન ચીજવસ્તુઓમાંથી જરૂરી ચીજવસ્તુ વધુ પ્રમાણમાં લેવાની સલાહ પણ આપી છે. કારણ કે ચોક્કસ પૂરક તત્ત્વો ચોક્કસ પ્રકારના કેન્સરની સારવારમાં ઉપયોગી બને છે.
સ્કીમને અસરકારક બનાવી મોટા પાયે રોજગારી ઉભી કરી શકાય
સામાન્ય લોકોની બેરોજગારીને લઇને ફરિયાદ મેક ઇન ઇન્ડિયા મારફતે પણ દુર કરી શકાય છે : બેરોજગારી મોદી માટે પડકારરૂપ છે
રોજગારીની સમસ્યા સહિત કેટલીક યોજનાને લઇને અને કેટલાક મુદ્દાને લઇને મોદી સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. જેમાં સૌથી વધારે ટિકા બેરોજગારી અને મોંઘવારીને લઇને છે. બેરોજગારીને દુર કરવા માટે સરકાર મજબુત ઇચ્છાશક્તિ સાથે આગળ વધે તે જરૂરી છે. વિપક્ષની ટિકા વચ્ચે મેક ઇન ઇન્ડિયાને વધારે અસરકારક બનાવીને રોજગારીની વ્યાપક તક ઉભી કરી શકાય છે. મેક ઇન ઇન્ડિયા યોજનાને લઇને હાલમાં ચારેબાજુ ટિકા ટિપ્પણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજનાને વધારે પારદર્શક અને અસરકારક બનાવે તે જરૂરી છે. આને લઇને કંપનીઓ વધારે સક્રિય થાય અને આના મારફતે જંગી રોકાણ આવે તે પણ જરૂરી છે. ટિકા ટિપ્પણીના દોર વચ્ચે સરકાર હવે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી ચુકી છે. જેના ભાગરૂપે ટુંક સમયમાં જ એક નીતિ લાગુ કરવામાં આવનાર છે. સરકારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ નીતિ હેઠળ સરકાર પોતાના અને ભારતીય રેલવેના ઉપયોગ માટે ભારતમાં ઉત્પાદન કરી રહેલી કંપનીઓ પાસેથી વાર્ષિક આશરે બે લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરનાર છે. સંરક્ષણ સંબંધી વસ્તુઓ આ નીતિ હેઠળ આવશે નહી. ખરીદીની ચીજોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની દિશામાં આને એક ઐતિહાસિક પહેલ તરીકે ગણવામાં આવે છે. અલબત્ત કોમ્પ્યુટર, મોબાઇલ, સ્ટેશનરી અને દવા ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉલ્લેખ પણ આ પ્રસ્તાવમાં રહેલો છે. આ નીતિને ગ્લોબલ સ્તર પર સંરક્ષણવાદી નિતી તરીકે ગણવામાં ન આવે તે માટે ડબલ્યુટીઓના નિયમોને સંપૂર્ણરીતે પાળવામાં આવનાર છે. ડબલ્યુટીઓમાં એવી બારી ખુલ્લી છે કે જો સરકારી ખરીદીનો ઉદ્ધેશ્ય વેપારી નથી તો સરકાર આમાં સ્થાનિક પેદાશોને વધારે મહત્વ આપી શકે છે. સુચિત ખરીદી નીતિનો ઉદેશ્ય ભારતીય કંપનીઓને ભારતમાં જ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. જોરશોરથી લોંચ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં હજુ સુધી પુરતા પ્રમાણમાં મુડીરોકાણ આકર્ષિત કરવામાં આવ્યુ નથી. કેટલાક રોકાણના મોટા પ્રસ્તાવ ચોક્કસ પણે આવ્યા છે પરંતુ હજુ કાગળથી બહાર પ્રોજેક્ટ નિકળી શક્યા નથી. તેમના જમીની અમલમાં હજુ ચાર પાંચ વર્ષ લાગી શકે છે. જેમ કે તાઇવાની કંપની ફોક્સકોન પાંચ વર્ષમાં પાંચ અબજ ડોલરનુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. રેલવેને બિહારમાં બે એન્જિન કારખાના સ્થાપિત કરવા માટે ૧૦ હજાર કરોડ રૂપિયાના વિદેશી રોકાણની રકમ એકત્રિત કરવામાં સફળતા મળી છે. પરંતુ આવી જાહેરાતોનો મતલબ એ વખતે જ સફળ ગણી શકાય છે જ્યારે જમીની સ્તર પર આવી યોજના અમલી બને. મેક ઇન ઇન્ડિયાને અપેક્ષા કરતા વધારે ગતિ મળી રહી નથી તેના માટે કેટલાક કારણો પૈકી એક કારણ એ છે કે દેશમાં જે રીતે વેપારી કારોબારી માહોલ સર્જી દેવાની જરૂર છે તેવા માહોલની રચના થઇ શકી નથી. બજારમાં નવી નવી માંગ આવે અને નિકાસમાં સતત વધારો થાય તો જ આ સ્થિતી સર્જાઇ શકે છે.હાલમાં આવી કોઇ ચીજ જોવા મળી રહી નથી. સરકારને દરેક હાથને કામ આપવાનુ વચન ચોક્કસપણે આપ્યુ છે પરંતુ હાલમાં તો જુના કારોબારને બચાવી લેવામાં જ મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતીમાં સ્થાનિક બજારમાં માંગ વધવાની અપેક્ષા કઇ રીતે કરી શકાય છે. આવી સ્થિતીમાં કંપનીઓની ્ સ્થિતી સુધારી દેવા માટે સરકારી ખરીદીનો રસ્તો જ વિકલ્પ તરીકે રહે છે. ખરીદી નીતિ આવી ગયા બાદ અનેક કંપનીઓ નુકસાનની ચિંતામાંથી બહાર આવી જશે. બજારમાં તેમના પગ જામી જશે. પરંતુ આવી કંપનીઓને એક શરૂઆતી ચેતવણી પણ આપી શકાય છે કે એક મુડીવાદી વ્યવસ્થામાં સરકારી ખરીદી તેની વધારે લાંબા સમય સુધી મદદ કરી શકે નહી. આ સુરક્ષાનો ફાયદો કંપનીઓ પોતાની શોધ માટે કરે તે જરૂરી છે. મેક ઇન ઇન્ડિયા મારફતે ભારત ચીન સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર છે. તમામ લોકો જાણે છે કે ચીનની મેડ ઇન ચાઇના અને મેડ ઇન જાપાની બ્રાન્ડ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. ભારતમાં તો આ બન્ને દેશોની ચીજો ધુમથી વેચાય છે. આવી સ્થિતીમાં આ દેશોની સામે ટક્કર લેવા માટે ભારત સરકારને મેક ઇન ઇન્ડિયા હેઠળ તમામ પ્રોડક્ટસને વધારે ગુણવત્તા સાથે તૈયાર કરવા અને તેની કિંમત પણ ઓછી રાખવામાં આવે તો ભારત સ્પર્ધામાં રહી શકે છે. વિશ્વના દેશો સંરક્ષણવાદની નીતિની દિશામાં હાલમાં વધી રહ્યા છે.
મોદી શાસનમાં મેક ઇન ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વિદેશી કંપનીઓ પણ આમાં સક્રિય રસ દર્શાવી ચુકી છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ વિદેશી કંપનીઓ કારોબાર કરવા તૈયાર છે.
ઇનમાં રહેતી મહિલાઓને પત્નિ જેવા અધિકાર મળે છે ?
લગ્નમાં તિરાડ પડી ગયા બાદ અને તલાક થયા બાદ મહિલાઓના અધિકારો શુ હોય છે તેની માહિતી મોટા ભાગે રહેતી નથી
લગ્નમાં તિરાડ પડવા અને તલાક થવાની સ્થિતીમાં મહિલાઓની પાસે કેવા પ્રકારના અધિકાર રહે છે તેની માહિતી સામાન્ય રીતે તેમને હોતી નથી. જેના કારણે તે પોતાના પાર્ટનર અથવા તો પતિ પાસેથી અધિકાર મેળવી શકતી નથી. આવી સ્થિતીમાં પત્નિ પોતાના બાળકોની સાથે નાણાંકીય પરેશાનીનો સામનો કરે છે. આવી સ્થિતીમાં લોકોની આ વિચારધારા વાજબી છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓને પાર્ટનરથી અલગ થયા બાદ તેમની હાલત તો વધારે ખરાબ થઇ જતી હશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્ટે આવી મહિલાઓ અને તેમના બાળકોની સુરક્ષાની ખાતરી કરવા માટે કેટલીક સારી જોગવાઇ કરી છે. મહિલાઓ અને બાળકો માટે નાણાંકીય અને બીજા અધિકારની ખાતરી કરી છે. સુપ્રીમ કોર્ટે લિવ ઇન રિલેશનશીપને પાંચ કેટેગરીમાં વિભાજિત કરી છે. જેમાં પુખ્ત વયના બિન પરિણિત મહિલા પુરૂષના સ્થાનિક સંબંધ, પરિણિત પુરૂષ અને બિન પરિણિત મહિલા વચ્ચેના સંબંધ ( પુરૂષના લગ્ન થયેલા છે તે બાબતની માહિતી અન્ય મહિલાને હોય)ના સંબંધ, બિનપરિણિત પુરૂષ અને પરિણિત મહિલા (મહિલાના પરિણિત હોવાની માહિતી પુરૂષને હોય )ના સંબંધ, પરિણિત પુરૂષના બિન પરિણિત મહિવા (જેમાં પુરૂષના લગ્ન થયેલા છે તે અંગે મહિલાની પાસે માહિતી ન હોય )ના સંબંધ તેમજ સજાતિય પાર્ટનગરના લિવ ઇન રિલેશનનો સમાવેશ થાય છે. મહિલાના લગ્ન અધિકારની વાત કરવામાં આવે તો મહિલાઓને આવા છ અધિકાર આપવામાં આવ્યા છે. જેનો સહારો તે પોતાની આર્થિક, શારરિક અને માનસિક સુરક્ષા માટે લઇ શકે છે. આમાં તેના અને તેના બાળકોના ભરણપોષણ, લગ્ન ઘર, સ્૬ી ઘન, માન મર્યાદાની સાથે રહેવાની બાબત, તેમજ માતાપિતાની સંપત્તિમાં અધિકાર સામેલ છે. ક્રિમનલ પ્રોસિજર કોડના સેક્શન ૧૨૫ હેઠળ મહિલાઓના ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. તલાક થયા બાદ ભરણપોષણના અધિકાર હિન્દુ મેરિજ એક્ટ ૧૯૫૫ (૨) અને હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનેન્સ ૧૯૫૬માં આપવામા ંઆવ્યા છે. લિવ ઇનમાં ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા છે. મલિમથ સમિતીએ વર્ષ ૨૦૦૩માં કેટલીક ભલામણ કરી હતી. ભલામણ બાદ સેક્સન ૧૨૫ને સીઆરપીસીમાં સામેલ કરવામા ંઆવી હતી. જે હેઠળ પત્નિના અર્થ બદલાઇ ગયા હતા. તેમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની બાબતને સામેલ કરવામાં આવી હતી. આવી મહિલાઓ પોતાના ભરણપોષણમાં અસક્ષમ છે તો તેમની નાણાંકીય જરૂરિયાત તેમના પોર્ટનરને પૂર્ણ કરવાની હોય છે. આવી જ રીતે ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટમાં પરિણિત મહિલાઓના બરોબર જ લિવ ઇનમાં રહેતી મહિલાઓને અધિકાર મળે છે. હિન્દુ સેક્શન એક્ટ ૧૯૫૬ને વર્ષ ૨૦૦૫માં સુધારા કરીને મહિલાઓને પેરેન્ટલ પ્રોપર્ટીના અધિકાર આપવામાં આવ્યા છે. પુત્રીઓ, બિનપરિણિત હોય કે પરિણિત , માતાપિતાની પરંપરાગત સંપત્તિ પર પુત્રીઓના બરોબરના હક રહેલા છે. પેરેન્ટસની પોતાની ખરીદેલી જમીન પર તેમના અધિકાર રહેલા છે. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી હતી કે જો મહિલા અને પુરૂષ લાંબા સમય સુધી સાથે રહે છે તો તેમના સંબંધોના કારણે થનાર બાળકો માન્ય રહેશે. પર્સનલ લોમાં આવા બાળકોને ભરણપોષણના અધિકાર આપવામાં આવ્યા નથી. પરંતુ સીઆરપીએસીના સેક્શન ૧૨૫માં તેમના હિતોની સુરક્ષા કરવામાં આવી છે. જ્યાં સુધી પ્રોપર્ટીની વાત છે હિન્દુ મેરિજ એક્ટના સેક્શન ૧૬ હેઠળ આ બાળકોને કાનુની માન્યતા મળેલી છે. પુશ્તેની અને પેરેન્ટ્સ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન અથવા તો પ્રોપર્ટીમાં કાયદાકીય રીતે તેમને મંજુરી મળેલી હોય છે. જો કે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીમાં ગાઇડલાઇન્સ હેઠળ લિવ ઇન કપલ બાળક દત્તક લઇ શકે નહી. હાલના સમયમાં મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષો પોતાની ઇચ્છાથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. તેમના પોતાની ભાવના તેમાં જોડાયેલી હોય છે. કાયદાકીય રીતે તેમને કેટલીક સારી જોગવાઇ પણ હવે મળેલી છે.
કુદરત પોતે જ સમસ્યાનો ઉપાય દર્શાવે છે
કુદરત જ્યારે પણ કોઇ ગંભીર સમસ્યા ઉભી કરે છે ત્યારે તેના ઉપાય પણ તે નજીક જ ઉપલબ્ધ કરાવે છે. પર્યાવરણ સંબંધી જે બિમારીનો ઉકેલ મળી શકતો નથી તે બિમારીના ઉકેલ પણ કુદરત દર્શાવે છે. પર્યાવરણ સંબંધી જે બિમારીના ઉપચાર નથી તે બિમારીના ઉપચાર કુદરત હવે દર્શાવી રહી છે. જે બિમારીથી દુનિયાના લોકો ત્રસ્ત છે તે બિમારીની સારવાર હવે દેખાઇ રહી છે. જટિલ બિમારીની પૂર્ણ સારવાર તો નહીં બલ્કે એક હદ સુધી અપેક્ષાકૃત સરળ ઉકેલ રિસર્ચ કરનાર લોકોને બાયોચાર તરીકે દેખાઇ રહ્યા છે. બાયોચાર એટલે કે ભુસા, પુઆલ અને ખોઇ જેવી ચીજો સાથે છે. આ ખેતોના ઉચછિષ્ટ સાથે બનનાર હાનિકારક ફ્યુઅલ તરીકે હોય છે. દિલ્હીના પવનમાં ફેલાવનાર પરાળના ઝેરી ધુમાડા હોય કે પછી સમગ્ર દુનિયામાં ઘટતા વન્ય વિસ્તારોની બાબત હોય અથવા તો વાતાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઇડ હોય છે. દરેક બિમારીની રામબાણ સારવાર તરીકે હવે તેને જોવામાં આવે છે. રામબાણ ઇલાજ તરીકે સંશોધકો બાયોચારને ગણી રહ્યા છે. ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેંજ એેટલે કે આઇપીસીસી દ્વારા ૨૦૧૮માં પોતાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિસર્ચરોનુ ધ્યાન તેની તરફ ગયુ છે. માહિતી મળી કે દુનિયાના કેટલાક દેશમાં આ પ્રયોગ થઇ શકે છે. આને બનાવવા માટે બાયોડિઝલ અને કુદરતી ગેસ પણ કાઢવામાં આવી શકે છે. એટલે કે આ માત્ર પોતાનામાં ઉર્જાના એક સારા સોર્સ તરીકે જ નથી બલ્કે વૃક્ષો ્ને છોડ માટે એક ઉત્તમ ખાતર તરીકે પણ છે. સૌથી મોટી બાબત તો એ છે કે તે વાતાવરણમાં પહેલાથી જ રહેલા કાર્બન ડાયોક્સાઇડને ઠોસ સ્વરૂપ આપીને હજારો વર્ષ માટે જમીનમાં દફન કરી શકે છે.આ બને છે કઇ રીતે તેને લઇને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પારંપરિક રીતે આને લાકડીના કોલસા બનાવવા માટે તરીકેથી બનાવવામાં આવે છે. એટલે કે ખેતરના બિનઉપયોગી ચીજ વસ્તુઓને એક ખાડામાં સળગાવીને બનાવવામાં આવે છે. જો કે તેને હાલમાં તેમાં પેદા થતા ધુમાડાને ફ્યુઅલમાં ફેરવી નાંખવાના વિકલ્પ રહેલા છે.
મંદીના એકમાત્ર સારા પરિણામથી પર્યાવરણ નિષ્ણાંતોને રાહત...
છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃૃદ્ધિ આશરે પાંચ ટકા રહી છે : આ વખતે ૧.૮ ટકા રહેવાનો અંદાજ
હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ભારતના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ ઓછી રહી છે. કાર્બન ઉત્સર્જન ની રફતાર ઓછી રહેતા તેની રચનાત્મક અને હકારાત્મક અસર જોવા મળી રહી છે. આર્થિક મંદી વચ્ચે તમામ નકારાત્મક પાસા સપાટી પર આવી રહ્યા છે ત્યારે આ એક સારી બાબત ઉભરીને સપાટી પર આવી છે. સુસ્તીના વધુ એક સારા સંકેત મળી ગયા છે. હાલમાંજ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકાની આસપાસ રહી છે. આ વખતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનની સરેરાશ વૃદ્ધિ આશરે પાંચ ટકા રહેવાની વાત સપાટી પર આવ્યા બાદ આને લઇને પર્યાવરણ નિષ્ણાંતો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. મંદીના એકમાત્ર સકારાત્મક પરિણામની અસર પણ જોવા મળી રહી છે. દુનિયાભર મનાટે ઉત્સર્જનના અંદાજ લગાવવા માટેની બાબત સરળ નથી. આના માટે સતત અભ્યાસની જરૂર હોય છે. ઉત્સર્જન માટે અંદાજ લગાવનાર ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૯માં ભારતનુ ઉત્સર્જન ૨.૬ બિલિયન ટન એટલે કે ૨૦૧૮ની તુલનામાં માત્ર ૧.૮ ટકા વધારે રહેવાની શક્યતા છે. આનુ કારણ કમજોર આર્થિક વૃદ્ધિ દર છે. આ છેલ્લા વર્ષમાં આઠ ટકાના વૃદ્ધિર દરની તુલનામાં ખુબ ઓછો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં પાંચ ટકાના દરે સરેરાશ વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૈશ્વિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૃદ્ધિ આ વર્ષે ઘટીને માત્ર ૦.૬ ટકા રહેવાની શક્યતા દેખાઇ રહી છે. રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે કાર્બન ઉત્સર્જનમાં ઓછા વધારા માટે કેટલાક કારણો રહેલા છે. મંદીની પણ સારી અસર આના કારણે થઇ છે. આ માત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીના એક સારા પરિણામ તરીકે છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળાથી આર્થિક વિકાસ સતત ઘટી રહ્યો છે. જેના કારણે ઉત્સર્જન ગતિવિધીમાં ઘટાડો થઇ રહ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના ઉત્સર્જન વિકાસમાં મંદીના સંભવિત કારણોમાં પરિભાષા અલગ છે. ભારતીય કાર્બન ઉત્સર્જન છેલ્લા દશકમાં પ્રતિ વર્ષ ૫.૧ ટકાના દરે વધ્યુ છે. જો કે વર્ષ ૨૦૧૯માં ૧.૮ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ રહેલો છથે. ભારતમાં કમજોર આર્થિક વિકાસના કારણે તેલ અને કુદરતી ગેસના ઉપયોગમાં પણ ઘટાડો અથવા તો ધીમી ગતિએ વધારો થયો છે. કમજોર અર્થવ્યવસ્થાના કારણે ભારતના વીઝળી ઉત્પાદનમાં વૃદ્ધિ દર ૨૦૧૯માં છ ટકા પ્રતિ વર્ષથી ઘટીને એક ટકા રહી ગયો છે. સંભવિત માંગમાં ગામનુ વીજળીકરણ થઇ રહ્યુ છે. આ ઉપરાંત મોનસુનમાં વૃદ્ધિના કારણે પાણીના કારણે વીજળીનુ ઉત્પાદન ખુબ વધારે પ્રમાણમાં થઇ રહ્યુ છે. કોલસાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા લગાવવામાં આવેલા આંકડાના અંદાજથી કહી શકાય છે કે કેટલાક આંકડા આગળ પાછળમાં હોઇ શકે છે. જો કે વાસ્તવિક સમયમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં વૈશ્વિક પ્રવાહની દ્રષ્ટિએ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં ભારતમાં કાર્બન ઉત્સર્જન ૧.૯૯ બિલિયન ટન રહ્યુ હતુ. જ્યારે કુલ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન જેમાં મિતેન, નાઇટ્સ, ઓક્સાઇડ જેવા અન્ય ગ્રીન હાઉસ ગેસ સામેલ છે. જે ૨.૬ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના બરોબર રહી હી. સુસ્તીના સતત સારા સંકેત મળી રહ્યા છે ત્યારે વૈપારી પ્રવૃતિને મંદીના કારણે માઠી અસર થઇ રહી છે પરંતુ પર્યાવરણ પર તેની સારી અસર થઇ રહી છે.સુસ્તીના સંકેતો મળી રહ્યા છે ત્યારે આ સારા સંકેત છે.
કોડીનાર, તા. ૬
કોડીનાર પી. જી. વી. સી. એલ. ના નાયબ ઇજનેરે નવાગામની ૨ મહીલા સહીત ૪ શખ્સો વિરુદ્ધ ફરજ રૂકાવટની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ અંગે કોડીનાર પી. જી. વી. સી. એલ. ૨ માં નાયબ ઇજનેર જશુભાઇ ભીખાભાઇ બારડે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ નવાગામે પરબતભાઇ મુળાભાઇ વાંઝાને ત્યાં તેમની રજુઆત મુજબ વેરિફિકેશનમાં તેજની ટીમને લઇને જઇ પાવર સપ્લાય ક્યાંથી આવે છે તે ચેક કરી રહ્યા હતાઇ
ત્યારે પરબતભાઇ અને તેમના પત્ની ગંગાબેન આવી તકે લોકો શુ કરી રહ્યા છો? તેમ કહેતા જશુભાઇ બારડે તકે કરેલી રજુઆત સંબંધે આપના મકાનમાં પાવર ક્યાતી આવે છે તે ચેક કરી રહ્યા હોવાનું કહેતા પરબતભાઇ અને તેમના પત્નીએ અને અન્ય ૨ લોકોએ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડતા તેમને ગાળો આપવાની ના પાડતા આ લોકોએ તમે અહીંથી જતા રહો નહિતર તમારી સામે એટરોસીટીની ફરીયાદ કરીશું તેમ કહી પી. જી. વી. સી. એલ.ના વિડીયોગ્રાફર હસનઅલીના હાથમાંથી કેમેરો ઝૂંટવી જમીન ઉપર ઘા કરી કેમેરો તોડી નાંખી રૂા. ૨૫૦૦૦/ નું નુકસાન કરી જુનીયર ઇજનેર ભૂમિકાબેનને ગાલ પર થપ્પડ મારી અહીંથી જતા રહો નહિતર એકેય જીવતા નહી જાવ તેમ કહી મારી નાખવાની ધમકી આપતા આ અંગે જશુભાઇ બારડે પરબતભાઇ મુળાભાઇ વાંઝા, ગંગાબેન પરબતભાઇ, ભગવાનભાઇ મુળાભાઇ વાંઝા અને મોનિકાબેન ભગાભાઇ વાંઝા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કરી જુનીયર ઇજનેર મહીલા કર્મીને લાફો મારી કેમેરોતોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
પોરબંદર, તા. ૬
પોરબંદરમાં ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દવાખાનામાં હવેથી સવારે અને સાંજે ડોક્ટરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત વર્ષે જશ્ને ઈદે મિલાદુન્નબીના દિવસથી શરુ થયેલ ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દવાખાનું’ નો લાભ દરરોજ સવારે મોટી સંખ્યામાં દર્દીઓએ લઈ ટ્રસ્ટના આ કાર્યને બિરદાવી અભૂતપૂર્વ પ્રતિસાદ આપેલ છે. ત્યારે સખીદાતાઓના સહયોગથી જરુરીયાતમંદ દદઓ માટે આ સેવાને વધુ વિસ્તારીને લોકોને વધુ ને વધુ લાભ મળી શકે તેવા હેતુ સાથે ગૌષે પાકના મુબારક મહિનામાં આ દવાખાનું દરરોજ સવારે અને સાંજે પણ રાહતદરે ચાલુ રહેશે.
પોરબંદરના ખત્રીવાડ વિસ્તારમાં નુરી પાન સામે આવેલી યુ. એન્ડ યુ. ટ્રસ્ટની ઓફિસ ખાતે ચાલી રહેલ આ દવાખાનાનો સમય સવારે ૯ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને સાંજે ૪ થી ૬ નો છે જેમાં સવારે ડો. જશ્મીતા ચૌહાણ અને સાંજે ડો. શીતલ રાયચુરા દરરોજ તેમની સેવાઓ આપી રહ્યા છે.
તાવ, શરદી, ઉધરસ સહિતની બિમારીથી પીડાતા જરુરીયાતમંદ દદઓને આ સેવાનો બહોળો લાભ લેવા ટ્રસ્ટના એજાજભાઈ લોધીયા અને હાજી યાસીનભાઈ ઐબાણીએ જણાવ્યું છે.
03:54 PM | December 6
રાજકોટ, તા. ૬
જીવીત સરકારની આપખુદી શાહી માં મનસ્વી રીતે લેવામાં આવેલ ફરજીયાત હેલ્મેટના કાયદાનો રાજકોટના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની રાહબરીમાં ૨ ઓક્ટોબરનાં રોજ ફરજીયાત હેલ્મેટ વિરોધ સમિતી તથા વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સવિનય કાનુન ભંગની ચળવચળ મહાત્મા ગાંધીજીની કર્મ ભૂમી રાષ્ટ્રીય શાળા ખાતેથી કરવામાં આવેલ અને વિશાળ જનમેદની વચ્ચે શપથ ગ્રહણ કરેલ ત્યારથી ગુજરાત અને રાજકોટની જાહેર જનતાનો જબરો વિરોધ તેમજ ડગલે અને પગલે સંઘર્ષ થતાં આવનારી સ્થાનીક સ્વરાજની ચુટણીમાં હાર ભાળી ગયેલ ગુજરાત સરકારે આખરે ઝુકવું પડ્યુ છે અને વિલા મોઢે આ તધલખી નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.
જે બાબતે વિજયોત્સવ મનાવવા ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ગુજરાત તેમજ રાજકોટની જનતાએ ગુજરાતની આપખુદી સરકારના ફરજીયાત હેલ્મેટનાં તધલખી નિર્ણય સામે મેળવેલ ભવ્ય વિજયની જીલ્લા પંચાયત ચોક ખ ાતે હેલ્મેટ તોડી ફટાકડા ફોડી અને જાહેર જનતાને મોં મીઠા કરાવી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વિજયોત્સવ કાર્યક્રમમાં ટીમ ઇન્દ્રનીલ ફોર યુ નાં વશરામભાઇ સાગઠીયા, અભિષેકભાઇ તાળા, હેમંતભાઇ વિરડા, રસિકભાઇ ભટ્ટ, ચિરાગભાઇ જસાણી, હારુનભાઇ ડાકોરા, દિલીપભાઇ આસવાણી, સુરુશભાઇ ગેરૈયા, હબીબભાઇ કટારીયા, પરેશભાઇ શીંગાળા, યજ્ઞેષભાઇ દવે, ભરતભાઇ ધોળકીયા, રહીમભાઇ નાકાણી, એમ સફીહાભાઇ, ભરતભાઇ ચૌહાણ, મનીષભાઇ કકડ, નારણભાઇ પુરબીયા, અનીલભાઇ રાઠોડ, યુનુસભાઇ કટારીયા, રફીકભાઇ કરારીયા, સૈયદ ગફારબાપુ કાદરી, મનોજભાઇ પટેલ, અનીલભાઇ શુક્લા, મેનેજર શર્મા, રામઇકબાલ યાદવ, રામ અવસ્થા, રાજદેવ પાલ, કમલેશભાઇ પ્રસાદ, કમલેશભાઇ ગુપ્તા, વિદ્યાસાગર પાલ, બજરંગી યાદવ, દિનેશભાઇ શાહ, વિરેન્દ્રભાઇ ચૌહાણ, જરાર ખાન, ભાસ્કરભાઇ પંડ્યા, અબ્દુલભાઇ ચૌહાણ, અબ્દુલભાાઇ ગનીભાઇ, અલાબભાઇ ચૌહાણ, હેમરાજભાઇ બેલીમ, રઝાકભાઇ કટારીયા, હાજી ફારૂકભાઇ, હસન દલવાણી તેમજ બહેનોમાં વૈશાલીબેન શીંદે, કિંજલબેન જોષી, હંસાબેન શાપરીયા, હિનાક્ષીબેન વાડોદરીયા, કંચનબેન વાળા, જયાબેન ચૌહાણ, નિશાબેન સોની, અનીતાબેન સોની, નિરૂબેન ચાવડા, વહીદાબેન ગાંજા સહીતના હાજર રહ્યા હતા.
પોરબંદર, તા. ૬
પોરબંદર જીલ્લામાં સભા-સરઘસ બંધી અંગેનું જાહેરનામું બહાર પાડયું છે તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા હથિયારબંધી પણ ફરમાવાઇ છે.
પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી જળવાઇ રહે અને અસામાજીક તત્વો દ્વારા ગુનાહિત કૃત્યોમાં હિથયાર, ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળીયા જેવા સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરુપ થઇ શકે તે માટે હિથયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકની દરખાસ્ત આવેલ છે. જેના સંદર્ભે અધિક જિલ્લા કલેકટર પોરબંદર રાજેશ તન્નાએ પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતિ જાળવવા સારુ તા. પ/૧૨થી ર/૧/ર૦ર૦ સુધી હથિયારબંધી ફરમાવી છે.
સભા-સરઘસબંધી
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલારુપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવેલ છે. જેના સંદર્ભ પોરબંદર જીલ્લાના અધિક કલેકટર રાજેશ તન્નાએ તાત્કાલીક અસરથી જીલ્લામાં તા. ૪ થી ૧૭ ડીસેમ્બર ર૦૧૯ સુધી કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો, સરકાર દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.
પોરબંદર, તા. ૬
પોરબંદરમાં નાના પીલાણાના એન્જીનની ઇ.સ.ર૦૧૬ થી નિકળતી બાકી સબસીડી ૩૦૦ જેટલા લાભાથઓને હજુ સુધી ચુકવાઇ નહી હોવાથી મત્સ્યોદ્યોગ મંત્રીને રજુઆત થઇ છે.પોરબંદર માછીમાર પીલાણા એશો.ના પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરીએ મત્સયોદ્યોગમંત્રી જવાહર ચાવડાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી માછીમારોના કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે, જેમાં નાની એફઆરપી પીલાણા હોડીઓની આઉટબોર્ડ ર સ્ટોક અને ૪ સ્ટોક એન્જીન ધરાવતી હોડીઓ ઉપર સબસીડી આપવાની યોજના છે.
જેમાં ર સ્ટોક એન્જીન ઉપર ૩૦,૦૦૦ અને ૪ સ્ટોક એન્જીન ઉપર રુા. ૯૦,૦૦૦ સબસીડી રાહતપેટે આપવાની પરંતુ સરકારની માછીમારોના ઉત્કર્ષ માટે બનાવેલ આ યોજનામાં યોગ્ય અમલીકરણના અભાવે માછીમારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડેલ છે.
પોરબંદર માછીમાર પીલાણા એશો. દ્વારા રજુઆત કરતા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પોરબંદર દ્વારા જણાવવામાં આવેલ છે કે બાકી રહેલા લાભાથઓને વહેલીતકે ચુકવણુ થઇ શકે તે માટે ગ્રાન્ટ ફાળવવી પરંતુ હાલની તકે પોરબંદર વિસ્તારના માછીમારો દ્વારા આ યોજના હેઠળ ખરીદાયેલ નાની હોડીઓમાં એન્જીનમાં ર૦૧૬થી આજ સુધી અંદાજે ૩૦૦ જેટલા લાભાથ લોકોને એન્જીન સબસીડી આપવામાં આવેલ નથી. જેથી બાકી રહેલા લાભાથઓને વહેલામાં વહેલીતકે તેમની બાકી રહેલ સબસીડી તાત્કાલીક ધોરણે ચુકવી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે તેમ રજુઆત થઇ છે.
દીવ, તા. ૬
ઉનામાં ત્રણ દિવસથી ગૌષેએઆઝમ હઝરત સૈયદના મીરાં સૈયદ શાહ બાબા કાદરીયુલ જીલાની ઉર્ષ શાનોશૌકતથી ઉજવાશે.સાત ડિસેમ્બર શનિવારે સંદલ શરીફનું ઝુલુસ દરગાહ શરીફથી ચાર કલાકે નિકળશે અને મુખ્ય માર્ગોમાંથી પકરત આવી દરગાહ પર ચાદરપોથી થશે અને રાત્રીના શહઝાદમ એ ગૌષે આઝમ મીરા સૈયદ શાહ બાબાના મઝાર શરીફ શાહ બાબાના હસ્તે લખેલ કલામે પાકની ઝિયારત કરવામાં આવશે. ૮ ડિસેમ્બર રવિવારે સવારે હઝરત ગૌષે-એ-આઝમ દસ્તગીર (ર.અ.)ના મુએ મુબારકની ઝિયારત સાંજ સુધી કરવામાં આવશે. અને ગ્યારવી શરીફનું ઝુલુસ સવારે ૯ કલાકે દરગાહ શરીફ ઉપરથી નિકળશે. ૯ ડિસેમ્બર સોમવારના રાત્રીના દરગાહ ઉપર ખત્મે કાદરીયા અને ખાસ દુઆ થશે સાંજે ન્યાઝ થશે અને હઝરત ઉબે દુલ્લાખાન આઝમની શાનદાર તકરીર થશે.આ ત્રણ દિવસના ભવ્ય ઉર્ષની ઉજવણીમાં હાજરી આપવા બડે પીર સાહબની દરગાહ શરીફના ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રીત કરવામાં આવેલ છે.
જુનાગઢ, તા. ૬
વિસાવદરમાં ખેડુત પુત્ર પાસેથી વ્યાજના વધુ નાણા ખંખેરતી બેન્કને વધુ વસુલેલા રૂા. ૪૧,૪૫૬ ની રકમ ૯ ટકા વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો છે. વિસાવદરના જાગનાથ પીપળી ગામના પંકજભાઇ રમણીકભાઇ વેકરીયાએ વિસાવદરની એસ. બી. આઇ. બેન્ક માંથી લોન લીધી હતી. અને વધુ વ્યાજ લેવાતુ હોવાથી શંકાના આધારે પંકજભાઇ આરટીઆઇ મુજબ માહીતી માંગતા બેન્કે રૂા. ૪૧,૪૫૬ વધુ વસુલ્યા હોવાનું જાણમાં આવતા રાજકોટ ધારા શાસ્ત્રી બી. સી. સાકરીયા દ્વારા જુનાગઢ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમાં ફરીયાદ કરી હતી. આ કેસ ચાલી જતા ફોર ના પ્રમુખ જજ વાય. ડી. ત્રિવેદીએ વધું વસુલેલ રકમ રૂા. ૪૧,૪૫૬. ૯ટકા વ્યાજ રૂપિયા ૩૦ દિવસમાં વસુલવા આદેશ કર્યો હતો.આ રકમના પગલે ખેડુત હીત રક્ષક સમિતીના અતુલ શેખડાએ બેન્કો દ્વારા ખેડુત સાથે છેતરપીંડી થઇ રહી હોયના આક્ષેપ સાથે આગામી દિવીસોમાં આ બાબતે ખેડુતોને જાગૃત કરી. આવી વધું રકમ ખંએરતી બેન્કો સામે કાયદાકીય લડત આપશે એક યાદીમાં જણાવ્યું છે.
મીઠાપુર, તા. ૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના મીઠાપુરથી ૧૫ કિ.મી. દૂર શિવરાજપુર મુકામે વિશ્વકક્ષાનો બીચ બનાવવા જઈ રહ્યો છે ત્યારે જ ત્યાં જમીન દબાણ થયાની વાત બહાર આવી છે. ગ્રામજનો દ્વારા આ બાબતની ફરિયાદ કલેકટરને કરવામાં આવી હતી જે અનુસંધાને જ કલેકટરે દ્વારકા પ્રાંત અધિકારીને જાણ કરી હતી. બાદમાં પ્રાંત અધિકારી, મામલતદાર તથા તેની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામવાસીઓને સાથે રાખી દબાણ દૂર કર્યું હતું.
મીઠાપુર, તા. ૬
ઓખામંડળની છેવાડાની ઓખા નગરપાલિકા દ્વારા તા. ૭-૧૨-૧૯ને રોજ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ઓખા ન.પા. હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં વધારાની વ્યવસ્થા તેમજ ઉમેરો કરી રાજ્યના નાગરિકોને સ્પર્શતી રજૂઆતનો સ્થળ પર જ ઉકેલ લાવી શકાય તે હેતુથી વ્યકિતલક્ષી રજૂઆતોના નિકાલ માટે ઓખા ન.પા. દ્વારા આ શાનદાર આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢ, તા. ૬
રાજ્ય સરકારે જાહેર કરેલ કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતો ડીઝીટલ ગુજરાત પોટર્લ પર તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત જૂનાગઢની યાદીમાં જણાવ્યાનુસાર જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન કમોસમી વરસાદથી ખેતીના પાકોને થયેલ નુકશાની સામે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કરેલ છે, જે અંતર્ગત સરકારના ઠરાવ અનુસાર કૃષિ સહાય પેકજનો લાભ લેવા માટે ખેડુતોએ ગ્રામપંચાયત કક્ષાએ ઓનલાઇન અરજી કરવા માટે વી.સી.ઇ.નો સંપર્ક કરવો તેમજ વી.સી.ઇ. મારફતે ડીઝીટલ ગુજરાત પોટર્લ પર તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે.
અરજી કરવા માટે તલાટીનો પાક વાવેતરનો દાખલો, ૭-૧૨ અને ૮-અની નકલ, બેંક પાસ બુકની નકલ, આધાર કાર્ડની નકલ, ઓનલાઇન કરેલા અરજીની પ્રિન્ટ આઉટ મેળવી તેમાં ખુડુત ખાતેદાર સહી કરી ઉપર મુજબનાં તમામ સાધનીક કાગળો સહીતની અરજી ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કે ગ્રામસેવકને આપવાની રહેશે. તેમજ સંયુક્ત ખાતાનાં કિસ્સામાં એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર છે. તથા અન્ય ખાતેદારોનું સંમતિપત્ર જરુરી છે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ તથા આપનાં વિસ્તારનાં ગ્રામ સેવક, તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.
પોરબંદર, તા. ૬
પોરબંદરના ગ્રામ્પંથકમાં મોટી માત્રામાં પેશકદમી જાહેર રોડ ઉપર થઇ હોવાનું જણાવી દબાણ દુર કરવા ભારતીય કીશાન સંઘે માંગ કરી છે. ભારતીય કીશાન સંઘના પ્રદેશ કોર કમીટીના સદસ્ય નાગાજણ સુધાભાઇ જેઠવાએ કલેકટરને આવેદન પાઠવી એવી રજુઆત કરી છે કે, પોરબંદર જીલ્લાના ત્રણે તાલુકાઓ પોરબંદર, રાણાવાવ અને કુતીયણાના જાહેર રસ્તાઓ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના જે સીમ વિસ્તાર, એક ગામથી બીજા ગામ જોડતા સીમાડાના રસ્તા અને વાડી વિસ્તારના આંતરીક અને ગારીના રસ્તાઓ પર મોટાપ્રમાણમાં પેશકદમી થઇ ગયેલ છે. અમુક વિસ્તારમાં તો જાહેર રસ્તાઓ સંપુર્ણપણે ગુમ થઇ ગયેલ છે.
ઘણી જગ્યાએ સરકારી જમીન પર પેશકદમી કરી અસામાજીક તત્વોએ આ સરકારી જમીન ગેરકાયદેસર વેચી મારી પૈસા બનાવી લીધેલ છે. જાહેર માર્ગો પરની પેશકદમી થવાના કારણે સામાન્ય નાગરીકો, જાહેર જનતા, વૃધ્ધ નાગરીકો, સ્કુલ કોલેજ જતા આવતા વિદ્યાથઓ અને વટેમાર્ગુઓ તેમજ એમ્બ્યુલન્સ, પોલીસ, ૧૦૮ સેવા, ફાયર ફાઇટર જેવી પાયાની સુવિદ્યા માટે પણ આ પેશકદમી જોખમી સાબીત થઇ રહી છે ત્યારે આ જાહેર રસ્તાઓ પરની અને સરકારી જમીન પરની પેશદકમી દુર કરવા યોગ્ય કાનુની કાર્યવાહી કરવા માંગ છે.