~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર,તા.૨૪
કુતિયાણા અને પોરબંદર તાલુકા પંચાયતની ૯ પૈકી ૭ બેઠક ભાજપને ફાળે ગઇ છે જયારે કોંગ્રેસના ફાળે બે સીટ આવી છે.
પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકા પંચાયતની ૮ ગામની પેટા ચુંટણી આજે યોજાતા તેમાંથી ૬ ભાજપને અને ર કોંગ્રેસને મળેલી છે જયારે પોરબંદર તાલુકા પંચાયતની એક બેઠક પણ રાતિયા ગામની ભાજપે ...
પોરબંદર,તા.૨૪
કુતિયાણા અને પોરબંદર તાલુકા પંચાયતની ૯ પૈકી ૭ બેઠક ભાજપને ફાળે ગઇ છે જયારે કોંગ્રેસના ફાળે બે સીટ આવી છે.
પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકા પંચાયતની ૮ ગામની પેટા ચુંટણી આજે યોજાતા તેમાંથી ૬ ભાજપને અને ર કોંગ્રેસને મળેલી છે જયારે પોરબંદર તાલુકા પંચાયતની એક બેઠક પણ રાતિયા ગામની ભાજપે જીતી લીધી છે.
કુતિયાણા તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં છ ગામમાં ભાજપની જીત થઇ છે તેમાં ખાગેશ્રી, કોટડા, ચૌટા, દેવડા, કડેગી, મહોબતપરા, રોઘડા અને સિંધપુરનો સમાવેશ થાય છે જયારે કોંગ્રેસના ભાગે ચૌટા અને દેવડા ગામની એક-એક બેઠક મળીને બે બેઠક માં જીત થઇ છે. આ રીતે કુતિયાણા તાલુકા પંચાયતમાં અને પોરબંદર તાલુકા પંચાયતમાં ભાજપે પોતાની બહુમતિ જાળવી રાખી છે.
ભાજપની જહેમત રંગ લાવીપોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત શહેર-જીલ્લા યુવા ભાજપના આગેવાનો વગેરેની જહેમતને લીધે ફરીથી ભાજપનો ભગવો તાલુકા પંચાયતોમાં લહેરાયો છે. રાતિયા સીટના ઉમેદવાર રણમલભાઇ રાતિયાને જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા સહિત ભીમભાઇ ઓડેદરા અને આગેવાનોએ બિરદાવીને શુભેચ્છા આપી હતી
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૨૪
ઉના તાલુકાનાં સીમર ગામ આગળ સૈયદ રાજપરા જતા રોડ પાસે સીતળા માતાજીનાં મંદિર પાસે ઉનાનાં પોલીસ મેહુલભાઈ પ્રતાપભાઈ ત્થા સ્ટાફે એક વાદળી કલરની જીપ નંબર જીજે૧૦એફ ૨૬૨૭ ને રોકાવી તપાસ કરતા વિજયસિંહ ગંભીરસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ નારૂભાઈ રાઠોડ, શૈલેષભાઈ બાબુભાઈનાં કબ્જામાંથી પરપ્રાંતની ભારતીય બ...
ઉના, તા.૨૪
ઉના તાલુકાનાં સીમર ગામ આગળ સૈયદ રાજપરા જતા રોડ પાસે સીતળા માતાજીનાં મંદિર પાસે ઉનાનાં પોલીસ મેહુલભાઈ પ્રતાપભાઈ ત્થા સ્ટાફે એક વાદળી કલરની જીપ નંબર જીજે૧૦એફ ૨૬૨૭ ને રોકાવી તપાસ કરતા વિજયસિંહ ગંભીરસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ નારૂભાઈ રાઠોડ, શૈલેષભાઈ બાબુભાઈનાં કબ્જામાંથી પરપ્રાંતની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ નંગ ૧૦૦ નંગ ત્થા બીયર ટીન નંગ ૪૦ મળી કુલ રૂા.૧ લાખ ૧૫ હજારનાં મુદામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા.૨૪
પશ્ચિમ કચ્છ પોલીસ દળના આસિ.બસ ઈન્સ્પેકટર ઉમર ઈસ્માઈલ નોડે (ઉ.વ.૫૦)એ ભુજમાં તેમના નિવાસસ્થાન કેમ્પ એરીયા નજીક લાલ બંગલો તરીકે ઓળખાતી ખંડેર ઈમારતમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આજે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. ઘટના અંગે જાણ થતા ભુજ બી.ડીવીઝન પીઆઈ એમ.જે.જલુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગય...
ભુજ, તા.૨૪
પશ્ચિમ કચ્છ પોલીસ દળના આસિ.બસ ઈન્સ્પેકટર ઉમર ઈસ્માઈલ નોડે (ઉ.વ.૫૦)એ ભુજમાં તેમના નિવાસસ્થાન કેમ્પ એરીયા નજીક લાલ બંગલો તરીકે ઓળખાતી ખંડેર ઈમારતમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આજે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. ઘટના અંગે જાણ થતા ભુજ બી.ડીવીઝન પીઆઈ એમ.જે.જલુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જી.કે.જનરલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
મૃતક ઉમર નોડે લાંબા સમયથી એસ.પી. ઓફિસમાં એમઓબી શાખામાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ વિવિધ પોલીસકર્મીઓની થયેલી સામુહિક બદલી અંતર્ગત તેમની મુંદ્રા મરીન પોલીસ મથકમાં ટ્રાન્સફર થઈ હતી. તેમના આપઘાત અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ અંતરંગ સુત્રોએ બનાવ પાછળ પારિવારીક સમસ્યાઓ હોવાની શકયતા વ્યકત કરી છે. તેમનો એક પુત્ર ઘણા સમયથી માનસિક અસ્વસ્થ છે અને અન્ય એક સંતાનને હાઈ ડાયાબીટીસ છે. જે બાબતને લઈ તે સતત ચિંતિત અને અસ્વસ્થ રહેતા હતા. ભુજ બી.ડીવીઝન પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધારી, તા.૨૪
ધારીમાં આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર આશ્રમના ટ્રેનીંગ લીધેલા ડો.કાનનબેન શર્મા દ્વારા નાડી પરીક્ષણ ચિકિત્સક તપાસ કેમ્પ રાખવામાં આવેલ છે. ધારીમાં તા.૨૭ ને શનિવારના રોજ સમય ૨ વાગ્યાથી સાંજનાં ૬ વાગ્યા સુધીના સમય દરમ્યાન રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણમાં નાના બાળકથી લઈને વૃઘ્ધ વ્યકિત નાડી પરીક...
ધારી, તા.૨૪
ધારીમાં આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર આશ્રમના ટ્રેનીંગ લીધેલા ડો.કાનનબેન શર્મા દ્વારા નાડી પરીક્ષણ ચિકિત્સક તપાસ કેમ્પ રાખવામાં આવેલ છે. ધારીમાં તા.૨૭ ને શનિવારના રોજ સમય ૨ વાગ્યાથી સાંજનાં ૬ વાગ્યા સુધીના સમય દરમ્યાન રાખવામાં આવેલ છે. આ નાડી પરીક્ષણમાં નાના બાળકથી લઈને વૃઘ્ધ વ્યકિત નાડી પરીક્ષણ તપાસ કરાવી શકે છે. નાડી પરીક્ષણ દ્વારા એક સચોટ અને નુકશાન વગરની યોગ નિદાન પઘ્ધતિ છે. નાડી પરીક્ષણ કરાવવાથી શરીરમાં રોગ પ્રવેશ શરૂ થવાની સાવચેતી આપે છે. આ નાડી પરીક્ષણ રૂષી પરંપરાથી ચાલી આવતી નિદાન પઘ્ધતિ છે. નાડી પરીક્ષણ દ્વારા તમારી વાત પીત કફ જાણી શકાય છે. નાડી પરીક્ષણ દ્વારા રકતવિહાર, ચામડીના રોગો, જાડાપણુ, માનસીક તણાવ, હરસ, મસા, ડાયાબીટીસ, હાથ પગના દુખાવો, સાંધાના દુખાવા, એસીડીટી, ગેસ, કબજીયાત, બ્લડપ્રેસર, વાય નબળાઈ અનિયમીત માસીક ધર્મ, માથાનો દુઃખાવો, અનિંદ્રા જેવી અનેક બીમારીઓનું બાળકો તેમજ સ્ત્રી-પુરૂષ કોઈ પણ ઉંમરના વ્યકિત નાડી પરીક્ષણ દ્વારા સફળ આયુર્વેદિક નિદાન કરાવી શકે છે. આ નાડી પરીક્ષણનુ નિદાન ભુખ્યા પેટે અથવા જમ્યાના બે કલાક પછી કરાવી શકાય છે. નાડી પરીક્ષણની નિદાન અગાઉથી નામ નોંધાવવું. રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. આ નાડી પરીક્ષણમાં ના લખાવવા ધારીના પત્રકાર કાંતિભાઈ જોષી મહાદેવ પરફયુમ, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ધારી મોબાઈલ નં.૯૯૭૯૭૧૬૯૧૫ આ નંબર ઉપર વહેલાસર નામ લખાવવું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા.૨૪
વરસાદી પાણીમાં ડુબી જવાથી વધુ એક માસુમ બાળકે જીવ ગુમાવ્યો છે. ભુજના સરપટ નાકા બહાર રેલવે ક્રોસીંગ નજીક આવેલા આશાપુરાનગરમાં પાણી ભરેલા ખાડામાં ડુબી જતા પાંચ વર્ષની આરતી મુન્નાભાઈ જોગી નામની બાળકીનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. જે અંગે રાત્રે જા...
ભુજ, તા.૨૪
વરસાદી પાણીમાં ડુબી જવાથી વધુ એક માસુમ બાળકે જીવ ગુમાવ્યો છે. ભુજના સરપટ નાકા બહાર રેલવે ક્રોસીંગ નજીક આવેલા આશાપુરાનગરમાં પાણી ભરેલા ખાડામાં ડુબી જતા પાંચ વર્ષની આરતી મુન્નાભાઈ જોગી નામની બાળકીનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. જે અંગે રાત્રે જાણ થઈ હતી. મૃતક આરતી જોગીવાસમાં બાળકો સાથે રમી રહી હતી. દરમ્યાન નિર્માણાધીન મંદિરના પાયામાં ભરાયેલા વરસાદી પાણીમાં તે પડી ગઈ હતી.
રાત સુધી બાળકી ઘરે પરત ન આવતા માતા-પિતાએ શોધખોળ હાથ ધરતા રાત્રે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દુર્ઘટના અંગે ભુજ એ.ડીવીઝન પોલીસે આકસ્મિક મોતની નોંધ પાડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે નખત્રાણા તાલુકાના લૈયારીમાં તળાવના ખાડામાં બે માસુમ માસિયાઈ ભાઈના ડુબી જતા મોત નીપજ્યાં હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા.૨૪
ગુજરાત રાજ્યનાં નવનિયુકત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદારૂઢ થયા બાદ સૌ પ્રથમ એસજીવીપી કેમ્પસમાં આવેલ વિશાળ ગૌશાળાના દર્શન કરવા પધાર્યા હતા. સંસ્થા વતી પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ઈન્ટરનેશનલ સંકુલના ડાયરેકટર જયદેવભાઈ સોનગરા, સંતો તથા ઋષિકુમારોએ રાજ્યપાલનું વેદમંત્રોના ઉચ્ચાર સ...
ગીરગઢડા, તા.૨૪
ગુજરાત રાજ્યનાં નવનિયુકત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદારૂઢ થયા બાદ સૌ પ્રથમ એસજીવીપી કેમ્પસમાં આવેલ વિશાળ ગૌશાળાના દર્શન કરવા પધાર્યા હતા. સંસ્થા વતી પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, ઈન્ટરનેશનલ સંકુલના ડાયરેકટર જયદેવભાઈ સોનગરા, સંતો તથા ઋષિકુમારોએ રાજ્યપાલનું વેદમંત્રોના ઉચ્ચાર સાથે ભાવભીનું સ્વાગત કર્યું હતુ.
રાજ્યપાલ સંસ્કૃત, સંસ્કૃતિ અને ગૌપ્રેમી છે. ગુરૂકુલ પરંપરા એમને ખૂબજ ગમે છે. પદારૂઢ થયા બાદ એમના હૃદયની ઈચ્છા ગાયોના દર્શન કરી આશીર્વાદ મેળવવાની હતી. જેથી તેઓ એસજીવીપી કેમ્પસમાં ગીર ગાયોના દર્શને પધાર્યા હતા અને ગૌપુજન કર્યું હતુ.
સાથે સાથે તેઓએ કેમ્પસમાં જ આવેલી અત્યાધુનિક સાધનોથી સજ્જ અને એલોપેથી, આયુર્વેદ અને યોગના સંગમ સાથે કાર્યરત એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એ ઉપરાંત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લઈ વેદ અને વૈદિક વિષયોનો અભ્યાસ કરી રહેલા ઋષિકુમારોને શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે આટલું સુંદર વેદોનું ગાન સાંભળી મારું હૃદય પ્રસન્ન થઈ રહ્યું છે.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલે જણાવ્યું હતું કે હું આ પહેલા પણ ગુરૂકુલની ગૌશાળાના દર્શને આવી ચુકયો છું. ગુરૂકુલ દ્વારા સંચાલિત ગૌશાળા, પાઠશાળા અને ઔષધાલયને જોઈને અત્યંત હર્ષ થાય છે. અહીંના સંતો દ્વારા આજની યુવા પેઢીને સંસ્કારિત કરવાના પ્રયત્નો અત્યંત પ્રસંશનીય છે. હું આ સંસ્થા સાથે હૃદયથી જોડાવા તત્પર છું. ઉપરાંત તેઓએ દ્રોણેશ્વર ગુરૂકુલ ખાતે બિરાજમાન સંસ્થાનાં અઘ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી સાથે ટેલીફોનીક વાત કરી હતી અને પોતાના હૃદયના ઉદ્ગારો જણાવ્યા હતા કે ગુજરાતમાં મારે ગૌસંસ્કૃતિ અને ગૌ આધારિત ઓર્ગેનિક ખેતીનો વિકાસ કરવાની ઈચ્છા છે. સ્વામીએ જણાવ્યું હતુ કે આપના આ અભિયાનમાં ગુરૂકુલ સદૈવ આપની સાથે રહેશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોડીનાર, તા.૨૪
અમીત જેઠવા હત્યા કેસમાં સજા પામેલા માજી સાંસદ દિનુ સોલંકી તેના ભત્રીજા શિવા સોલંકી, શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પાંચણ, બહાદુર વાઢેળ અને સંજય ચૌહાણને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને હાલ આ તમામ આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે ત્યારે આ તમામને ફાળવેલા કેદી નંબર તેઓને રાખવામ...
કોડીનાર, તા.૨૪
અમીત જેઠવા હત્યા કેસમાં સજા પામેલા માજી સાંસદ દિનુ સોલંકી તેના ભત્રીજા શિવા સોલંકી, શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પાંચણ, બહાદુર વાઢેળ અને સંજય ચૌહાણને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને હાલ આ તમામ આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે ત્યારે આ તમામને ફાળવેલા કેદી નંબર તેઓને રાખવામાં આવેલા બેરેક નંબર તેમજ તેઓને મળવા આવનારા મુલાકાતીઓના નામ, સરનામા અને ગામનાં નામ સહિતની વિગતો માહિતી અધિકાર હેઠળ માંગી છે. આ ઉપરાંત આ તમામ આરોપીઓને જે બેરેકમાં રાખવામાં આવ્યા હોય તેની સામે રાખેલા સીસીટીવી કેમેરાનાં આજદીન સુધીના ફુટેજની સીડી તેમજ જેલનાં કેદી અંગે સરકાર દ્વારા બહાર પાડેલા ઉત્તરોતર તમામ પરિપત્રોની નકલ પણ માંગી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોડીનાર, તા.૨૪
કોડીનારના આરટીઆઈ કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ પ્રાદેશીક કમીશ્નર નગરપાલીકા કચેરી ભાવનગરને એક પત્ર પાઠવી કોડીનાર નગરપાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ પ્રતાપભાઈ ઉર્ફે શિવાભાઈ સોલંકીનું સભ્યપદ રદ્ કરવા માંગણી કરી છે.
પત્રમાં મહેશભાઈ મકવાણાએ જણાવ્યું છે કે શિવાભાઈ સોલંકીને આરટીઆઈ એકટીવ...
કોડીનાર, તા.૨૪
કોડીનારના આરટીઆઈ કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ પ્રાદેશીક કમીશ્નર નગરપાલીકા કચેરી ભાવનગરને એક પત્ર પાઠવી કોડીનાર નગરપાલિકાના સદસ્ય અને ઉપપ્રમુખ પ્રતાપભાઈ ઉર્ફે શિવાભાઈ સોલંકીનું સભ્યપદ રદ્ કરવા માંગણી કરી છે.
પત્રમાં મહેશભાઈ મકવાણાએ જણાવ્યું છે કે શિવાભાઈ સોલંકીને આરટીઆઈ એકટીવીસ્ટ અમીત જેઠવાના ખુન કેસમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટે.ફસ્ટ ગુના રજી નં.૧૬૩/૧૦ તા.૨૦/૭/૧૦ થી નોંધાયેલા કેસમાં સી.બી.આઈ. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ સાથે કલમ ૧૨૦ બી મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂા.૧૫ લાખનો દંડ કરેલ છે. જેથી હાલ શિવાભાઈ સોલંકી સાબરમતી જેલમાં છે ત્યારે સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા સરકારના વખતો વખતનાં પરીપત્રો તથા મ્યુનિ.એકટની જોગવાઈ મુજબ તેમનુ કોડીનાર નગરપાલીકાના સભ્ય તરીકેનુ પદ રદ કરવા રજુઆત કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૨૪
સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા રેલ્વે ફાટક પાસે તેમજ મોચીવાડ ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનાં ગુનામાં એલસીબીએ ૪ શખ્સની ધરપકડ કરી બે બાઈક કબ્જે કર્યા છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાના ધોળીધાર ગામે રહેતો માલા કરશન ભરવાડ નામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે રેલ્વે ફાટક પાસેથી પ...
સુરેન્દ્રનગર, તા.૨૪
સુરેન્દ્રનગર જીલ્લાનાં ધ્રાંગધ્રા રેલ્વે ફાટક પાસે તેમજ મોચીવાડ ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનાં ગુનામાં એલસીબીએ ૪ શખ્સની ધરપકડ કરી બે બાઈક કબ્જે કર્યા છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાના ધોળીધાર ગામે રહેતો માલા કરશન ભરવાડ નામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે રેલ્વે ફાટક પાસેથી પસાર થતા એલસીબીના સ્ટાફે અટકાવી બાઈકનાં કાગળો વિષે પુછપરછ કરતા તેણે ત્રણ વર્ષ પહેલા અમદાવાદ સેટેલાઈટમાંથી બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. જ્યારે ધ્રાંગધ્રાનાં જુની મોચીવાડ ત્રણ રસ્તા પાસે એલસીબીએ વાહન ચેકીંગ દરમ્યાન એકટીવા લઈને નીકળેલા અતુલ રમેશ અજાણી, દશરથ જગદીશ કોળી અને અજય લાલજી ઝીંઝુવાડીયાની અટકાયત કરી એકટીવાનાં કાગળો વિષે પુછપરછ કરતા તેણે ૭ માસ પૂર્વે ખેરવા ગામની સીમમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા રૂા.૪૦ હજાર કિંમતની એકટીવા કબ્જે કરી ચારેય સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૨૪
ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાનાં ઘાટરવાળા ગામે ૭ માસ પૂર્વે થયેલી લુંટનો એલસીબીએ ભેદ ઉકેલી ભાગ્યું જમીન વાવતા શ્રમીકે દંપતી પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી સોનાની લુંટ ચલાવ્યાની કબુલાત આપતા પોલીસે બે લુંટનાં ભેદ ઉકેલ્યા છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે રહ...
ભાવનગર, તા.૨૪
ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાનાં ઘાટરવાળા ગામે ૭ માસ પૂર્વે થયેલી લુંટનો એલસીબીએ ભેદ ઉકેલી ભાગ્યું જમીન વાવતા શ્રમીકે દંપતી પર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી સોનાની લુંટ ચલાવ્યાની કબુલાત આપતા પોલીસે બે લુંટનાં ભેદ ઉકેલ્યા છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે રહેતા માધવજીભાઈ કાશીરામ પનોત તેમના પત્નિ શાંતુબેન પોતાની વાડીએ હતા ત્યારે ગત તા.૧૫/૯/૧૮ ના રોજ હુમલો કરી ચલાવેલી લુંટનો આરોપી અશોક હાકા પરમાર તળાજાના રવાપરી ગામ પાસે છુપાયો હોવાનુ એલસીબીના સ્ટાફને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એન.જી.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી પ્રાથમીક પુછપરછમાં તે માધવજીભાઈની જમીન વાવતો હોવાથી દંપતી એકલા રહેતા હોવાથી લુંટ કરી તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યાની કોશીષ કરી હતી. તેમજ વધુ તપાસમાં એક વર્ષ પહેલા તળાજા તાલુકાનાં જાલવદર ગામે ગુલીભાઈની વાડીમાં બંધ મકાનનાં તાળા તોડી સોના-ચાંદીના દાગીની ચોરી કરી કબુલાત આપતા પોલીસે આ અંગે અશોક પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા.૨૪
આજરોજ ડીઝાસ્ટર ઓફીસર ગીરસોમનાથ કે.એસ.ત્રીવેદીના અઘ્યક્ષસ્થાને એનડીઆરએફના માનનિય કે.કમાન્ડન્ટ ઓફીસર આર.એસ.જુનનાં નિદર્શન અનુસાર ગીરગઢડા તાલુકાનાં એનડીઆરએફની ટીમનાં કેન્દ્રીય નીરીક્ષક કમલેશ કરેડના નેતૃત્વ હેઠળ ગીરગઢડા તાલુકાની તમામ શાળાના બાળકોને તેમજ ગીરગઢડા યુવા ટીમને કુદરતી આ...
ગીરગઢડા, તા.૨૪
આજરોજ ડીઝાસ્ટર ઓફીસર ગીરસોમનાથ કે.એસ.ત્રીવેદીના અઘ્યક્ષસ્થાને એનડીઆરએફના માનનિય કે.કમાન્ડન્ટ ઓફીસર આર.એસ.જુનનાં નિદર્શન અનુસાર ગીરગઢડા તાલુકાનાં એનડીઆરએફની ટીમનાં કેન્દ્રીય નીરીક્ષક કમલેશ કરેડના નેતૃત્વ હેઠળ ગીરગઢડા તાલુકાની તમામ શાળાના બાળકોને તેમજ ગીરગઢડા યુવા ટીમને કુદરતી આપદા પુર હોનારત, આગ, ભુકંપ જેવી વિવિધ આપદાઓમાં કઈ રીતે કયા કયા સાધન સામગ્રીનો ઉપયોગ કરી સહેલાઈથી બચાવી શકાય તે માટેની જાણકારી આપવામાં આવી હતી ને કોઈપણ આપદા વખતે સાધનનો કોઈ રીતે ઉપયોગ કરીને લોકોને બચાવવા મદદરૂપ થઈ શકાય તે માટે લાઈવ ડેમો કરી એનડીઆરએફની ટીમ દ્વારા તમામ બાળકોને માહીતગાર કરેલ. આ કાર્યક્રમમાં ગીરગઢડા મામલતદાર, ટીડીઓ, પીએસઆઈ તેમજ ગીરગઢડાની તમામ શાળાના આચાર્ય અને બાળકો યુવા ટીમ ખાસ ઉપસ્થિત રહેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર, તા.૨૪
પોરબંદર સુન્ની મુસ્લીમ સમાજની મોટી જમાતો પૈકી સુન્ની સમાજની સંધી સુન્ની મુસ્લીમ જમાત (મોટી)ના પ્રમુખની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં આરીફભાઈ હાલાઈપૌત્રા બીનહરીફ ચુંટાયા છે. જનાબ આરીફભાઈ હાલાઈપૌત્રા છેલ્લા ત્રણ વર્ષથી સંધી સુન્ની મુસ્લીમ જમાતનું પદ શોભાવી રહયા છે. તેઓ અને તેમની સમગ્ર...
પોરબંદર, તા.૨૪
પોરબંદર સુન્ની મુસ્લીમ સમાજની મોટી જમાતો પૈકી સુન્ની સમાજની સંધી સુન્ની મુસ્લીમ જમાત (મોટી)ના પ્રમુખની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં આરીફભાઈ હાલાઈપૌત્રા બીનહરીફ ચુંટાયા છે. જનાબ આરીફભાઈ હાલાઈપૌત્રા છેલ્લા ત્રણ વર્ષથી સંધી સુન્ની મુસ્લીમ જમાતનું પદ શોભાવી રહયા છે. તેઓ અને તેમની સમગ્ર કારોબારીની શ્રેષ્ઠ અને સેવાકીય કામગીરીની સમગ્ર સમાજમાં પ્રશંસાને પાત્ર હતી. તાજેતરમાં સંધી સુન્ની મુસ્લીમ જમાત (મોટી)ની ચુંટણી યોજવામાં આવેલ જેમાં આરીફભાઈ હાલાઈપૌત્રાએ ફરીવાર પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલ. સમય મર્યાદા પુરી થયા સુધી અન્ય કોઈ જમાતીભાઈએ ઉમેદવારી પત્રક ન ભરતા તેઓને બીનહરીફ વિજેતા જાહેર કરી પાંચ વર્ષ માટે પ્રમુખપદના સ્થાને નિમણુંક કરવામાં આવેલ તેઓને સુન્ની અંજુમને-ઈસ્લામ અને અન્ય જમાતો દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર,તા.૨૪
ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલ ન.પ્ર.શિ.સ.સંચાલિત અંબિકા પ્રાથમિક શાળાના એક શિક્ષકે ધોરણ-૫ની વિદ્યાર્થીનીઓને મોબાઇલમાં બિભત્સ ફોટા અને વીડિયો દેખાડયાની વાતને લઇ સવારથી જ વાલીઓને શાળાએ જઇ હોબાળો મચાવી મૂક્યો હતો અને શાળામાં જ શિક્ષકને મારી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપી શિક્...
ભાવનગર,તા.૨૪
ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલ ન.પ્ર.શિ.સ.સંચાલિત અંબિકા પ્રાથમિક શાળાના એક શિક્ષકે ધોરણ-૫ની વિદ્યાર્થીનીઓને મોબાઇલમાં બિભત્સ ફોટા અને વીડિયો દેખાડયાની વાતને લઇ સવારથી જ વાલીઓને શાળાએ જઇ હોબાળો મચાવી મૂક્યો હતો અને શાળામાં જ શિક્ષકને મારી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપી શિક્ષક સામે પોસ્કો સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંસ્કારી નગરી ભાવનગર અને શિક્ષક જગતને લાંછન લગાવતી ચકચારી ઘટનાની વિગત એવી છે કે, શહેરના મામાકોઠા રોડ પર આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૭ અંબિકા પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિશાન્ત રસીકભાઇ મકવાણા શાળામાં ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શાળામાં રિશેષના સમયમાં મોબાઇલમાં બિભત્સ ફોટા અને ફિલ્મો બતાવતો હતો અને જો કોઇને આ વાત કોઇને કહી તો નાપાસ કરવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે નિલમબાગ પોલીસમાં એક ભોગગ્રસ્ત વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૫૪(એ), પોસ્કો કલમ ૧૨૯(૧૮) તથા જુવેનાઇલની કલમ ૭૫ અન્વયે ગુનો નોંધી તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી હતી.
શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે કથિત દુર્વ્યવહાર કરનાર લંપટ શિક્ષક શાળામાં અંદાજે ૧૫ દિવસથી વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. જો કે, હાલ પોલીસ ફરિયાદ થઇ હોવાના કારણે પોલીસે તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ,તા.૨૪
રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે સુરતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર વિશે નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારો ઉતારવામાં કાચી પડી હશે, પાર્ટી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામા...
જુનાગઢ,તા.૨૪
રાજદ્રોહના કેસમાં કોર્ટમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે સુરતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર વિશે નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ઉમેદવારો ઉતારવામાં કાચી પડી હશે, પાર્ટી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં નિષ્ફળ રહી.
હાર્દિક પટેલે કહ્યું, ’છેલ્લી ત્રણ વખતથી કોર્પોરેશનમાં ભાજપ જીતે છે એટલે તે કોંગ્રેસનો ગઢ ન કહી શકાય. અમે ઉમેદવારોની પસંદગી કરવામાં ભૂલ કરી છે, અને ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં નિષ્ફળ નીવડ્યા છે. જૂનાગઢમાં ચોક્કસપણે અમારા ધારાસભ્ય છે પરંતુ પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં કાચી પડી છે. ”
હાર્દિકે મીડિયા સમક્ષ કહ્યું કે લોકશાહીમાં હાર જીત ચાલ્યા કરે છે અને આ ચૂંટણીએ છેલ્લી ચૂંટણી નથી હજુ આગામી સમયમાં વર્ષ ૨૦૨૦માં પણ ચૂંટણીઓ આવવાની છે અને વર્ષ ૨૦૨૨માં પણ વિધાનસભાની ચૂંટણી આવશે પાટીદારો કોના તરફે છે એ ચૂંટણીમાં સાબિત થઈ જશે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે એક સમયે ભારતીય જનતા પાર્ટીની દેશમાં બે જ બેઠકો હતી અને આટલા વર્ષો પછી આજે દેશમાં તેમની સરકાર છે. તો આ પ્રકારની જીતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને ડૂબતું નાવ ગણાવું યોગ્ય નથી. વિજય રૂપાણી ભૂલી ગયા છે કે તેઓ પ્રદેશના પ્રવક્તામાંથી સીધા સીએમ બની ગયા જો એ શક્ય બની શકતું હોય તો કાલે એવું પણ બની શકે છે કે દેશના ૩૨માંથી ૪ રાજ્યમાં જ ભાજપનું સાશન બચે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ,તા.૨૪
જૂનાગઢ મહાનગર સેવાસદનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. ૫૯ બેઠકોની મનપામાં ભાજપે ૫૪ બેઠકો જીતતા પરિણામ જાહેર થયાના ૨૪ કલાકમાં જ સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી જૂનાગઢ આવ્યા હતા. શહેરની બાહુદ્દીન કોલેજના પટાંગણમાં યોજાયેલી વિજયોત્સવ સભાને સંબોધતા મુખ્ય ...
જુનાગઢ,તા.૨૪
જૂનાગઢ મહાનગર સેવાસદનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. ૫૯ બેઠકોની મનપામાં ભાજપે ૫૪ બેઠકો જીતતા પરિણામ જાહેર થયાના ૨૪ કલાકમાં જ સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી જૂનાગઢ આવ્યા હતા. શહેરની બાહુદ્દીન કોલેજના પટાંગણમાં યોજાયેલી વિજયોત્સવ સભાને સંબોધતા મુખ્ય મંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આટલી મોટી જીત બાદ અમારી જવાબદારી પણ વધે છે. જૂનાગઢની જનતાએ અમારા પર વિશ્વાસ મૂકીને જે આપ્યું છે તેના કરતા સવાયું વિકાસ કરી અને પરત આપીશું.
વિજય રૂપાણીએ જણાવ્યું, “લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતી અને જૂનાગઢની જનતા છપ્પરફાડીને મત આપીને ભાજપની ઝોળી છલકાવી દીધો છે. જૂનાગઢની જનતાએ કોઈ પણ જાતના ભ્રામક પ્રચારમાં આવ્યા વગર ભાજપને મત આપ્યો છે. હું જનતાને ભરોસો આપવા આવ્યો છું, તમે જે ભરોસો મૂક્યો છે તે એળે નહીં જાય, તમે જે ઋણ અદા કર્યુ છે તેનાથી સવાયું પાછું આપીશું. મુખ્ય મંત્રી તરીકે વિશ્વાસ અપાવું છું. જૂનાગઢને જે જોઈએ તે આપીશું. પૈસા આપીને અને વિકાસ કરીશું.”
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો હાર સ્વીકારવાના બદલે લોકોને ગાળો દેવા નીકળા છે. જે પાર્ટી પ્રજાને ગાળો આપે તેનો વિકાસ થતો નથી. કોંગ્રેસ ડૂબતી નાવ છે હવે પ્રજાને વિપક્ષ તરીકે પણ કોંગ્રેસમાં વિશ્વાસ રહ્યો નથી. એક વાર ભૂતકાળમાં આપણે હારી ગયા હતા ત્યારે પ્રજાને ગાળો આપવા નહોતા નીકળ્યા ઉલટાનું વધારે મહેનત કરી અને વધારે સારૂ કામ કરીશું
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા.૨૪
અમરેલીના રંગપુરમાં જુની અદાવતમાં યુવાન ઉપર એક શખ્સે હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અગે પોલીસમાથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલીના રગપુરમા રહેતા પ્રવિણ લાલજીભાઈ ડાભી નામના ૩૫ વર્ષના વણકર યુવાન ઉપર જુની અ...
અમરેલી, તા.૨૪
અમરેલીના રંગપુરમાં જુની અદાવતમાં યુવાન ઉપર એક શખ્સે હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અગે પોલીસમાથી જાણવા મળતી વિગત અનુસાર અમરેલીના રગપુરમા રહેતા પ્રવિણ લાલજીભાઈ ડાભી નામના ૩૫ વર્ષના વણકર યુવાન ઉપર જુની અદાવતનો ખાર રાખી મહેશ ડાભી નામના શખ્સે હથિયાર વડે હુમલો કરી બેફામ માર માર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત શાપર વેરાવળમાં રહેતો નારણ લખધીરભાઈ દેવીપૂજક (ઉ.૨૫) નામના યુવાન સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો.
થાનમાં રહેતા હિતેશ નરેન્દ્રભાઈ પરમાર નામના ૩૦ વર્ષના યુવાન સાથે પણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે નોધ કરી વધુ તપાસ આદરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૨૪
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૯ ની સામે ખોલીમાં રહેતા પર પ્રાંતીય યુવાને પોતાના જ હાથે પોતાના ગળા પર છરી ફેરવી દેતા ગંભીર હાલતે અલંગ ૧૦૮ દ્વારા ભાવનગર ખસેડવામાં આવેલ, અલંગ ૧૦૮ પાસેથી બનાવને લગતી વિગતો મુજબ પ્લોટ નંબર ૧૯ સામે ખોલીમાં રહેતા રાજીવકુમાર રામ અકવાન ઉ.વ.૨૬ એ આજે સાંજના સાત...
ભાવનગર, તા.૨૪
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૯ ની સામે ખોલીમાં રહેતા પર પ્રાંતીય યુવાને પોતાના જ હાથે પોતાના ગળા પર છરી ફેરવી દેતા ગંભીર હાલતે અલંગ ૧૦૮ દ્વારા ભાવનગર ખસેડવામાં આવેલ, અલંગ ૧૦૮ પાસેથી બનાવને લગતી વિગતો મુજબ પ્લોટ નંબર ૧૯ સામે ખોલીમાં રહેતા રાજીવકુમાર રામ અકવાન ઉ.વ.૨૬ એ આજે સાંજના સાતેક વાગ્યાના સુમારે પોતાની ખોળીમાં જ ભાઈઓ સાથે બોલાચાલી થતા પોતાની જાતે જ પોતાના ગળામાં છરી મારી દેતા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. ભૈયાની સ્થિતિ ગંભીર ગણાવાય રહી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા.૨૪
ગીર સોમનાથ જિલ્લામાં પી.જી.વી.સી. દ્રારા સોલાર પમ્પ સેટની યોજનાથી અનેક ખેડૂતોને તેમના ખેતરમાં પાણી વાળવા માટે સોલાર સિસ્ટમથી પાવર મળી રહેશે અને સુત્રાપાડા તાલુકામા-૩૨, તાલાળા તાલુકામા-૫ અને વેરાવળ તાલુકામા-૪ સહિત ગીરસોમનાથ જિલ્લામાં ૪૧ સોલાર પમ્પ સેટની યોજનાનો લાભાર્થીઓને લાભ આપવામા...
ગીરગઢડા, તા.૨૪
ગીર સોમનાથ જિલ્લામાં પી.જી.વી.સી. દ્રારા સોલાર પમ્પ સેટની યોજનાથી અનેક ખેડૂતોને તેમના ખેતરમાં પાણી વાળવા માટે સોલાર સિસ્ટમથી પાવર મળી રહેશે અને સુત્રાપાડા તાલુકામા-૩૨, તાલાળા તાલુકામા-૫ અને વેરાવળ તાલુકામા-૪ સહિત ગીરસોમનાથ જિલ્લામાં ૪૧ સોલાર પમ્પ સેટની યોજનાનો લાભાર્થીઓને લાભ આપવામા આવ્યો હતો. રુા.૨૫ હજારની આર્થિક રકમ ભરી આ યોજના અંતર્ગત મોટર, સોલાર પેનલ સહિતના સાધનો આપવાની સાથે ૨ વર્ષ માટે મેન્ટેનસ ફી આપવામા આવે છે. મેન્ટેનસની ફરિયાદનો ૪૮ કલાકમાં નિકાલ કરવામા આવ છે. બાદલપરા ગામે રહેતા લાભાર્થી કરશનભાઇ કાનાભાઇ સોલંકીએ જણાવેલ કે, એક વર્ષ પહેલા રુા.૨૫ હજારની રોકડ રકમ ભરવાથી પી.જી.વી.સી.એલ. માંથી સોલાર પમ્પ સેટની યોજના આપવામા આવી હતી જેમાં મોટર, સોલાર પેનલ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા ત્યારબાદ મારા ખેતરમાં આ યોજનાના સાધનો ફીટ કરાવામા આવ્યા હતા. સવારે ૧૦ કલાકથી સાંજના ૬ કલાક સુધી સોલાર સિસ્ટરમ આધારિત મોટર ચાલુ રહે છે અને સતત કુવા માથી પાણી ખેચી ખેતરમાં પુરુ પાડવામાં આવે છે. સોલારની ક્ષમતા ૫ એચ.પી.૨૫૦ વોટની છે. સતત દિવસ દરમ્યાન ૮ કલાક સુધી મોટર ચાલુ રહે છે જેથી ખેતીમાં ખુબ લાભ થાય છે અને આ યોજનાથી ખેડૂતોને ખુબ ફાયદો થયો છે તથા હવે રાત્રે પાણી વાળવા જવું પડતું નથી અને લાઇટની ચિંતા રહેતી ન હોવાનું જણાવેલ છે.
તાલુકાક્ષાનો જોબફેર યોજાશે
રમરેચી રોડ પાસે તાલાળા સરકારી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ તા.૨૬ ના રોજ બપોરે બાર કલાકે તાલુકા કક્ષાના જોબફેરનું આયોજન કરેલ છે જેમાં ખાનગીક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ તરફથી મળેલ વિવિધ જગ્યાઓમાં ધોરણ ૧૦ પાસથી ગ્રેજ્યુએટ પાસ અને ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેમ જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૨૪
ભાણવડ તાબેના ગડુ ગામે ગત રાત્રીના સમયે એક શખ્સ દ્વારા સંચાલીત જુગારના અખાડામાં પોલીસે ત્રાટકી છ મહિલાઓને સ્કોર્પીયો કાર સહીત રુા. ૪.૭૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધી હતી.
આ હાઇપ્રોફાઇલ જુગારની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના ગડુ ગામના વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઇ ડ...
મીઠાપુર, તા.૨૪
ભાણવડ તાબેના ગડુ ગામે ગત રાત્રીના સમયે એક શખ્સ દ્વારા સંચાલીત જુગારના અખાડામાં પોલીસે ત્રાટકી છ મહિલાઓને સ્કોર્પીયો કાર સહીત રુા. ૪.૭૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધી હતી.
આ હાઇપ્રોફાઇલ જુગારની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના ગડુ ગામના વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઇ ડાયાભાઇ કારેણા નામના ૪૨ વર્ષના શખ્સે તેના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવવામાં આવતા જુગારના અખાડા પર ગઇકાલે મંગળવારે મોડી સાંજે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળે ગંજીપતા વડે તિનપતી નામનો જુગાર રમી મકાન માલીકની સુખ સુવિધાનો લાભ લઇ રહેલા આશાબેન કેશુભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૨, રહે. જામનગર), શાંતાબેન પરસોતમભાઇ કાનજી શેઠીયા (ઉ.વ.૫૧, રહે. જામનગર), બુધ્ધિબેન ગોકળભાઇ રાઠોડ (ઉ.વ.૪૬, રહે. જામજોધપુર), સતીબેન દેવાયત ભીમાભાઇ ડાંગર (ઉ.વ.૪૫, રહે. જામનગર), અને સવિતાબેન માલદે ભીમાભાઇ નંદાણીયા (ઉ.વ.૪૭, રહે. જામનગર) તથા ગીતાબેન ચંપકભાઇ રામજીભાઇ વાસઝાડીયા (ઉ.વ.૪૧, રહે. જામનગર) નામના છ મહિલાઓને ઝડપી લીધા હતાં.
સ્કોર્પીયો કાર મારફતે જુગાર રમવા આવેલા આ મહિલાઓ પાસેથી પોલીસે રુા. ૭૪૮૦૦/- રોકડા તથા રુા. ચાર લાખની કાર અને છ નંગ મોબાઇલ ફોન મળી, કુલ રુા. ૪,૭૮,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી, પોલીસે સાતેય આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી, અટકાયત કરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૨૪
ભાણવડ તાબેના જંબુસર ગામની સીમમા રહેતા અરજણભાઈ નેભાભાઈ કેશવાલા નામના ૪૯ વર્ષના મેર આધેડ તેમની દૂધની ડેરીમા દૂધના મશીનની પીન બોર્ડમાં ભરાવવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે અરજણભાઈનું કરુણ મૃત્યું નીપજ્યું હોવાની જાણ મૃતકના મોટાભાઈ રામદેભાઈ કેશવાલાએ ભાણવડ પોલીસને કર...
મીઠાપુર, તા.૨૪
ભાણવડ તાબેના જંબુસર ગામની સીમમા રહેતા અરજણભાઈ નેભાભાઈ કેશવાલા નામના ૪૯ વર્ષના મેર આધેડ તેમની દૂધની ડેરીમા દૂધના મશીનની પીન બોર્ડમાં ભરાવવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે અરજણભાઈનું કરુણ મૃત્યું નીપજ્યું હોવાની જાણ મૃતકના મોટાભાઈ રામદેભાઈ કેશવાલાએ ભાણવડ પોલીસને કરી છે.
વિજ પડતા યુવાનનુ મોત
ખભાળિયામા જામનગર હાઈવે નજીક કાકાભાઈ સિંહણ’ ગામે રહેતા રામભાઈ ટપુભાઈ પરમાર ગામની સિંહણ નદીના કાંંઠે હતા ત્યારે તેમના ઉપર આકાશી વિજળી પડી હતી. જેથી તેમને ગંભીર હાલતમા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતુ.
તરુણીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ
ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતી પાયલબેન હીરાબેન વાઘેલા નામની ૧૬ વર્ષની તરુણીને છેલ્લા સાતેક વર્ષથી તાણ-આંચકીની બિમારી હોય આ બિમારીથી કંટાળી તેણીએ પોતાના હાથે જલદ ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામા આવેલ જ્યા પાયલબેનનું મૃત્યુ નીપજ્યું હતુ.
યુવાનને હાટર્એટેક
ભાણવડમાં રહેતા સુરેશભાઈ ભીખાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના દેવીપૂજક યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેમનું મૃત્યુ નીપજવાની જાણ પુનિત ભીખાભાઈ પરમારે ભાણવડ પોલીસને કરી છે.
રાજકોટ, તા.૬
રાજકોટ ન્યુ સાગર સોસાયટીમાં રહેતા છગનભાઈ રામજીભાઈ ઠુમ્મર પોતાના જીજે૦૩એએસ-૧૪૩૬ નંબરનું મોટર સાયકલ લઈ લીલી સાજડીયા રોડ પર જતા હતા ત્યારે રાજસમઢીયા પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ચાલુ સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંધ છવાઈ રહ્યો છે.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનાં પી.એસ.આઈ. આર.વી.કડછા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી, તા.૬
મોરબી પાસે રફાળેશ્વરમાં રહેતા પ્રૌઢા વાંકાનેર-મોરબી હાઈવે પર ચાલીને જતા હતા ત્યારે સામેવાળા બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાહદારી પ્રૌઢાને મોરબી બાદ અત્રે સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી પાસે રફાળેશ્વરમાં રહેતા લીલાબેન દેવાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના પ્રૌઢા ગત સાંજે પગપાળા વાંકાનેરમો રબી હાઈવે પર જતા હતા ત્યારે સામેવાળા જીજે૩એચએલ-૭૬૧૫ નંબરના બાઈક ચાલકે લીલાબેન પરમારને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા.
પ્રૌઢાને ગંભીર હાલતમાં મોરબી બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે લીલાબેનને મૃત જાહેર કર્યા હતા. પ્રૌઢાના આકસ્મીક મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે. જ્યારે પોલીસે જરૂરી કાગડીયા કરી મૃતદેહ પોસ્ટ મોર્ટસ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર, તા.૬
જામનગરનાં સમર્પણ સર્કલ પાસે પુરપાટ આવતા ટ્રક ચાલકે મહિલાને હડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજાવી ટ્રકચાલક નાસી છુટયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર શહેરનાં સમર્પણ ફાટક પાસે, સૈનિક ભવન સામે ઝુંપડપટ્ટીમાં રહેતા મારવાડી સુભાષ સાગરભાઈ બારોટ (ઉ.વ.૨૨) નામના યુવાનની માતા લીલાબેન સાગરભાઈ બારોટ (ઉ.વ.૪૫) નામની મહિલા સમર્પણ સર્કલ પાસે રોડ ઉપરથી તેણીના ઘરે જતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે મહિલાને હડફેટે લઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચાડીને ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજાવીને ટ્રક લઈને નાસી છુટયો હતો.
આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃતકનાં પુત્ર સુભાષભાઈએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે.
ગોંડલ, તા.૬
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આજરોજ વહેલી સવારે યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા હેડ કોન્સ. જે.બી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા રાહુલ રામજીભાઈ રાખૈયા નામના ૨૦ વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ કરતા મૃતક યુવાને બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.
અમરેલી, તા.૬
વલ્લ ભીપુર-બરવાળા માર્ગ પર આવેલા અયોઘ્યાપુરમ મંદિરનાં
સિકયુરીટીમેનને લકઝરી બસે ઠોકરે લેતા મોત નિપજતા કારડીયા રાજપુત પરિવારમાં શોકનુ મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ વલ્લ ભીપુરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અને સિકયુરીટીમેન વજેસંગ માવસંગ પટમાર નામના ૫૫ વર્ષીય પ્રૌઢ બરવાળા માર્ગ પર આવેલા અયોઘ્યાપુરમ મંદિર નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી અજાણી લકઝરી બસે વજેસંગ પરમારની ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાતા મોત નિપજયું હતું. પોલીસે બસનાં ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.
જામનગર, તા.૬
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની વી.એમ.મહેતા કોલેજમાં ગુરુવારે એક છાત્ર મોબાઈલમાંથી ચોરી કરતા ઝડપાઈ જતા તેની સામે કોપી કેસ દાખલ કરવામાં આવતા વિદ્યાર્થી આવેશમાં આવી ગયો હતો અને કોલેજનાં આચાર્ય પર કાતરથી હુમલો કર્યો હતો. આચાર્યને છાતીનાં જમણા ભાગે કાતરનો ઘા વાગતા તેમણે હોસ્પિટલ અર્થે લઈ જઈ સારવાર અપાઈ હતી. આ ઘાતક હુમલો કરનાર વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હુમલો કરનાર છાત્રનું એનરોલમેન્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ જામનગરનાં બેડીબંદર રોડ પર પંચવટી વિસ્તારમાં વી.એમ.મહેતા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવારે બી.એ. સેમ-૧ની પરીક્ષા લેવામાં આવી રહી હતી દરમિયાન સીટ નં.૧૫૩૯૪૦ પર પરીક્ષા આપતો વિદ્યાર્થી ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા મોબાઈલમાંથી ચોરી કરતો હોવાનું સુપરવાઈઝરને માલુમ પડયું હતું જેથી વિદ્યાર્થી સામે ગેરરીતીની ફરિયાદ દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોલેજ કાર્યાલયમાં કોપીકેસ દાખલ કરવાનાં પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીએ કોલેજ સ્ટાફ સાથે માથાકુટ કરી હતી અને કોપી કેસ ન થાય તે માટે છાત્ર કોલેજમાંથી ભાગવા જતો હતો જોકે તે સમયે કોલેજનાં પ્રિન્સીપાલ જે.પી.સિંગ વચ્ચે આવી ગયા હતા અને વિદ્યાર્થીને અટકાવ્યો હતો. જોત જોતામાં વિદ્યાર્થીએ આચાર્ય સિંગ પર કાતરથી હુમલો કર્યો હતો જેમાં આચાર્ય સિંગને છાતીનાં ભાગે ઘા વાગ્યો હતો જેના લીધે આચાર્યને .જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાં તેમનું ઓપરેશન કરાયું હતું. આ દરમિયાન વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજાની બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી.
આ બનાવને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાત્કાલિક અસરથી એકશન લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનું એનરોલમેન્ટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું હતું અને પોલીસ કાર્યવાહીમાં કડકમાં કડક પગલા લેવા પોલીસને વિનંતી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોલેજોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અઘ્યાપકો સત્તાધીશોને આવેદન આપી કાળી પટ્ટી ધારણ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે.
અમરેલી, તા.૬
બગસરા-ધોકડવા માર્ગ પર આવેલા પાદરગઢ ગામ નજીક છકડો રીક્ષાને અજાણ્યા ભારે વાહને ઠોકરે લેતા જેમાં છકડો રીક્ષા પલ્ટી જતા ચાલકનું મોત નિપજયું હતુ.
વધુ વિગત મુજબ બગસરામાં રહેતા જેન્તીભાઈ બાલાભાઈ ઉનાવા નામના યુવાન પોતાની જી.પે. ૨ વાય ૧૨૫૬ નંબરની રીક્ષામાં ફર્નિચર ભરીને ધોકળવા ગામે ભાડુ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પાદરગઢ ગામ નજીક પહોચ્યા ત્યારે અજાણ્યા વાહને રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી જતા ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઈ ઉનાવાનું મોત નિપજયુંહતુ આ બનાવમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી, તા.૬
મોરબી તાલુકાના રંગપર ગામે આવેલી અંકલ સિરામીક મજુરની ઓરડીમાં રહેતો વિનોદ હીરાલાલ ભુરીયા નામના યુવાને ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લીધાનો બનાવ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોંચી મૃતક વિનોદના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડી એ.એસ.આઇ આર.બી. વ્યાસે મૃતકના પરિવાર પાસે આપઘાતના કારણની પુછપરછ હાથ ધરી છે.
રાજકોટ, તા.૬
રાજકોટ નજીક આવેલા લોઠડા ગામે ઇંડા વેચતા દંપતિ પર બે શખ્સોએ તમે ખરાબ ઇંડા કેમ વેચો છો તેમ કહી છરી પાઇપ વડે હુમલો કરતા બન્નેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાછે. આજી ડેમ પોલીસે ધટનાની નોંધ કરી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંઘ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોઠડા ગામે રહેતા અને રોડ પર બેસી ઇંડાનો ધંધો કરતા ચતુરભાઇ દાઝીભાઇ સાડમીયા (ઉ.વ.૩પ) અને તેના પત્ની મંજુબેન સાડમીયા ગત રાતે ગામમાં વેપાર કરી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોને તમે ખરાબ ઇંડા કેમ વેચો છો? તેમ કહી પાઇપ અને છરી જેવા હથિયાર વડે દંપતિ પર તૂટી પડયા હતા.
હુમલામાં ચતુરભાઇ અને તેના પત્નિ મંજુબેન ઘવાતા બન્નેને સીવીલ હોસ્િ૫ટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બે શખ્સો સામે ફરીયાદ નોંધી તજવીજ હાથ ધરી છે.
ભાવનગર, તા.૬
ભાવનગર રહેતા અલંગના વેપારી કારમાં ભાવનગરથી અંલગ ગત તા.૧૩-૧૧-૧૯ના રોજ જઇ રહ્યા હતા ત્યારે બુધેલ ચોકડી પાસે દસ જેટલા શખ્સોએ આંતરી તેના પર હુમલો કરી લૂંટ ચલાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
લૂંટના ગુનામાં સંડોવાયેલા દાનસંગ ભગવાન મોરી, હઠીસંગ ભગવાન મોરી, ભવાનીસિંહ ભૂપતસિંહ, જસપાલસિંહ હઠીસિંહ મોરી, ગોપાલ ભીખા મોરી, ભીખા બળવંત મોરી, રઘુ પ્રતાપ મોરી અને મહેશ જેતાણી, જયપાલ સંગ્રામ ઉર્ફે ગંભીર પરમાર અને કરણ ગજુ ડાયમા નામના શખ્સોની સંડોવણી ખુલી હતી.
મહેશ જેતાણી અને ભીખા મોરીની પોલીસે ધરપકડ કરી ત્યારે બાકીના અન્ય શખ્સોને વરજેત પ્રતાપ જેસીંગ પરમાર અને ભૂંભલીના વિપુલ ઉનડ આહિરે ભવાનીસિંહ મોરી અને જયપાલ સંગ્રામને પોતાની વાડીએ આશરો આપી ભાગવા માટે કારની સગવડ પુરી પાડયાનું બહાર આવતા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
અમરેલી, તા.૬
દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ બે કેસમાં પાંચ આરોપીઓને બે દિવસમાં બે કેસના સીમાચિન્હ રૂપ ચુકાદાથી દાખલ રૂપ સજા અને દંડનો હુકમ કરતા નામદાર જયુટી જજ દવેની કોટર્માં દામનગર ગુના રજી રજી નં થર્ડ-૧૨૫/૧૭ એ નોંધાયેલ દારૂ પી બખેડો કરવાના કેસમાં અફઝલ હારૂનભાઈ આમદાણીને લાઠી નામદાર જ્યૂડી દવેની કોટર્માં ચાલી જતા છ માસની સજા અને પાંચ હજારના દંડનો હુકમ કરેલ છે પોહીબિશનના કેસમાં સરકાર પક્ષે વિદ્વાન સરકારી વકીલ બ્રઘઊભટ્ટની તર્કબદ્ધ દલીલો નામદાર કોટર્ે ગ્રાહ્ય રાખી હતી તા૩/૧૨/૨૦૧૯ના રોજ ચુકાદો આપ્યો હતો અને દામનગર ગુના રજીએ નોંધાયેલ આઈપીસી એકટની ૩૨૩.૫૦૬ (૨)૧૧૪ના કેસમાં તારીખ ૫/ ૧૨ના રોજ આરોપી રવિભાઈ કાંતિભાઈ પરમાર આશિષ ઉર્ફે બાલો કાંતિભાઈ પરમારને તકસીરવાર ઠેરવી દરેકને છ માસની સજા અને એક હજારનો દંડ ભરવા હુકમ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ છે.
આમ દામનગર ગુના રજી એ નોંધાયેલ ત્રણ અલગ અલગ કેસમાં કુલ ચાર આરોપીઓને છ માસની સજા અને દંડનો હુકમ નામદાર લાઠી જ્યૂડી સાહેબ દ્વારા ફરમાવતા નામદાર લાઠી જ્યૂડી જજ દવેની કોટર્માં બંને કેસમાં વિદ્વાન સરકારી વકીલ બ્રહ્મભટ્ટની તર્કબદ્ધ દલીલો નામદાર કોટર્ે ગ્રાહ્ય રાખી હતી.
બેંગ્લોરના સજર્ન પીડીયુ કોલેજમાં કાનની લાઈવ સજર્રી કરશે
રાજકોટ, તા.૬
રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજ ખાતે શનિ-રવિ બે દિવસીય ઓટોલોજી અપડેટ ૨૦૧૯ ઇએમટીના ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેગ્લોરના સજર્ન ડો. વિજયેન્દ્ર કાનની લાઇવ સજર્રી કરી તબીબો સાથે સંશોધનોના વિષય પર ચર્ચા વિચારણા કરશે.
જેમાં સજર્રીમાં મિડલ ઇયર સજર્રી તેમજ ટેમ્પોરલ બોન ડિસેકશનનો સમાવેશ થાય છે. ડો. વિજયેન્દ્ર દેરાના અગ્રણી સજર્નોમાના એક ગણવામાં આવે છે. વર્કશોપના ભાગરુપે બેંગ્લોર સજર્ન ડો. વિજયેન્દ્ર શહેરના તબીબોને રિસર્ચ પેપર પર અને નવી શોધ અંગે માહિતગાર કરશે.
કેશોદ, તા.૬
કેશોદનાં માંગરોળ રોડ પર બાઈક ગાય સામે ભટકાયા બાદ સામેય આવતા અન્ય બાઈક સાથે અકસ્માત થતા હેલ્મેટ પહેરેલ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદના ગિરીશભાઇ નરેન્દ્રભાઇ સાવલિયા પોતાનું જીજે ૩ એફએ ૮૭૬૬ નંબરનું બાઇક લઇને માંગરોળ રોડ પર કરેણિયા બાપા મંદિરથી થોડે દુર ગાય આડી ઉતરતાં તેમની બાઇક ગાય સાથે અથડાઇ જમીન પર ૫૦ ફૂટ સુધી ઢસડાઇ હતી. એજ વખતે ચાંદીગઢથી જીજે ૧૧ આર ૭૪૫૨ નંબરની બાઇક પર કાલીદાસ ઠકરાર સામેથી કેશોદ તરફ આવતા હતા. તેમની બાઇક ગિરીશભાઇની ઢસડાતી બાઇક સાથે ટકરાઇ હતી.
આથી તેઓ પણ જમીન પર ફંગોળાયા હતા. આ બનાવ બાદ ગિરીશભાઇ સ્થળ પર જ બેભાન થઇ ગયા હતા. અકસ્માતના સ્થળે એકઠા થઇ ગયેલા લોકોએ બંનેને ૧૦૮ માં હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે ગિરીશભાઇને મૃત જાહેર કર્યા હતા. બનાવની કરુણતા એ હતી કે, ગિરીશભાઇએ પહેરેલી હેલ્મેટ તેમના માથાનું ઇજાથી રક્ષણ કરી શકી નહોતી.
મોરબી, તા.૬
વાંકાનેર તાલુકાના અરણી ટીંબા ગામની સીમમાં બે બાઈક સામસામા અથડાતા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોક મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા નવતમ ખીમજી પરમાર નામનો યુવાન પોતાનું બાઈક લઈ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા જી.જે. ૩૬ એમ. ૭૪૬૭ નંબરના બાઈક સાથે બાઈક અથડાતા નવતમ ખીમજી પરમાર ગંભીર રીતે ઘવાતા મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી તનવીર હબીબ કડીવારને ઝડપી લેવા ચકોગતિમાન કર્યા છે.
અમરેલી, તા.૬
અમરેલી એલ.સી.બી.ના ઈન્ચાજર્ પોલીસ ઈન્સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોકકસ બાતમી મેળવી અપહરણને ગુન્હો કરી નાસતા ફરતા ઉદરા ઉર્ફે નરેશ રમણભાઈ પારગીને અમરેલી, ધારી રોડ ઉપર આવેલ રાઘેશ્યામ હોટલ પાસેથી ભોગ બનનારની સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
જામનગર જિલ્લાનાં પંચકોથી એ ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭ર/ર૦૧૯, ઈ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કમે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને આ કામનો આરોપી પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્હાનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો ફરતો હતો.
ખાતામાંથી ૩૦ હજાર ગયા
ખાતામાંથી ૩૦ હજાર ગયા ખાતામાંથી ૩૦ હજાર ગયા ખાંભાના લાસા ગામના શ્રમજીવી યુવકના એસબીઆઈના ખાતામાંથી રૂપિયા ૩૦ હજારની ઉઠાંતરી થતા ભોગ બનનાર પ્રફુલભાઈ પરમારે સ્થાનિક પોલીસમાં અરજી આપેલ છે. અરજીમાં જણાવેલ છે કે, ગત તા.૮/ ૧૧/૧૯ના રોજ અમારા મોબાઈલ નં. ૭૮૭૮ર ર૭૭૮ર પર મેસેજ આવેલ કે અમારા સદર બેંક એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા શખ્સે ઢસા ખાતેથી કોઈ અજાણ્યા શખ્સે રૂા. ૧૦,૦૦૦ ઉપાડે છે. તેમજ ગત તા.૮/૧૧/૧૯ના રોજ ફરી એકવાર અમારા સદર બેન્ક એકાઉન્ટમાંથી ઢસા ખાતેથી કોઈ અજાણ્યા શખ્સ રૂા. ૧૦,૦૦૦ ઉપાડે છે. તેમજ તા.૯/૧૧/૧૯ના રોજ ખમીદાના ગેટ બરવાળાથી અમારા સદર ખાતામાંથી વધુ રૂા. ૧૦,૦૦૦ કોઈ અજાણ્યા શખ્સે ઉપાડેલ છે. ફરિયાદીના સેવિંગ બેન્ક એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા શખ્સે અમારા ખાતામાં પડેલ રકમમાંથી કુલ રૂા. ૩૦,૦૦૦ અમારી જાણ બહાર ઉપાડી લઈ કોઈ અજાણ્યા શખ્સે ગુન્હો કરેલ હોય જેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.
દારૂ સાથે ઝડપાયા
દારૂ સાથે ઝડપાયા દારૂ સાથે ઝડપાયા અમરેલી એલ.સી.બી. ઈન્ચાજર્ પો. ઈન્સ. આર.કે. કરમટાની રાહબરી નીચે પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમને બાતમી રાહે માણવાવ ગામે રહેતો બાલુભાઈ ખોડુભાઈ ધાખડા નનુભાઈ જીવાભાઈ વાઘેલા રહે. ટીંબરવા, તા. ઉના, હાલ રહે. માણાવાવ, ગેલાભાઈ નાનજીભાઈ જખવાડીયા દેશી પીવાનો દારૂ લીટર ૧પ૦, કિંમત રૂા. ૩,૦૦૦ તથા એક ટાટા મેજીક વાહન રજિ. નં. જી.જે.૦૧ડી.વાય. ૦૮૪૪, કિંમત રૂા. ૬૦,૦૦૦ મળી કુલ રૂા. ૬૩,૦૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ અંગે પ્રોહીબીશન ધારા તળે કાર્યવાહી કરી પકડાયેલ મુદામાલ તથાઆરોપીઓ ધારી પો. સ્ટે.માં સોંપી આપેલ છે.
ભુજ, તા.૬
પૂર્વ કચ્છના અબડાસા તાલુકાના મોટી વમોટીની સીમમાંથી સ્થાનિક ગુનાશોધક શાખાએ પ લાખના શરાબ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યાં હતાં. શરાબના જથ્થાનું કટીંગ ચાલુ જ હતું ને પોલીસની ટીમે પહોંચીને છાપો માર્યો હતો.
પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી પૂર્વ બાતમીને આધારે મોટી વમોટી ગામની સીમમાં આવેલા પધ્ધર ડેમની બાજુમાં બાવળની ઝાડી વચ્ચે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૧૪૪૦ બોટલ કિં.રૂા.૫,૦૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ દારૂની હેરફેર માટે રખાયેલી ટાટા ઝેનોન કાર મળીને કુલ ૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પોલીસની કાર્યવાહીમાં મુળ મુન્દ્રાના બરાયાના અને હાલ કેરા તા.ભુજમાં રહેતા શિવુભા ગોવિંદજી જાડેજા રાજસ્થાનના બાડમેરના અને હાલ અબડાસાના ડુમરામાં રહેતા કોજરાજસિંહ ઉમેદસિંહ રાઠોડની ધરપકડ કરાઈ હતી.
આ કામગીરીમાં અબડાસાના ખાનાયના રાસુભા તગજી સોઢા, જીતિયો ઉર્ફે જીતુભા મંગળસિંહ સોઢા તેમજ માંડવી તાલુકાના ત્રગડી ગામના યુવરાજસિંહ જાડેજાની પોલીસે શોધખોળ આદરી છે. આરોપીઓ સામે એલસીબીએ નલિયા પોલીસ મથકે વિધિવત ગુનો રજિસ્ટ્રર કરાવી અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભુજ, તા.૬
ભુજ બી ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઈ હિંમતસિંહ ચૌહાણ અને એ ડિવિઝનના એએસઆઈ રોહિત ભટ્ટને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યાં છે. બેદરકારીના બનાવમાં રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ તપાસ કરી એસપી સૌરભ તોલંબિયાને બંને અધિકારીઓ સામે પગલાં લેવા કડક સૂચના આપી હતી.
ભુજમાં નાયબ મામલતદારના વંઠેલા પુત્ર નરેન્દ્રસિંહ રવાજી જાડેજાએ ગત ઑગસ્ટ માસમાં ૧૬ વર્ષની કિશોરીનું માતૃછાયા સ્કુલ પાસેથી અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે કિશોરીના પિતા ફરિયાદ નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા. ત્યારે એએસઆઈ રોહિત ભટ્ટે ફરિયાદ દાખલ કરવાના બદલે તમારી દીકરી ઘરે પાછી આવી જશે તેવું આશ્વાસન આપી કિશોરીના પિતાને રવાના કરી દીધા હતા. એટલું જ નહીં, કિશોરીના પિતા ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હોવાની વિગતો અપહરણકારના નાયબ મામલતદાર પિતા પાસે પહોંચી ગઈ હતી. જેથી તેણે ફોન કરી ફરિયાદ ના નોંધાવવા કિશોરીના પિતાને જણાવ્યું હતું.
નરેન્દ્રસિંહના ત્રાસથી દિવાળીના દિવસે કિશોરીએ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ આ કિસ્સા સાથે વિલંબિત ફરિયાદ, નબળી કલમો, આરોપીની ના થતી ધરપકડ સહિતના મુદ્દે કિશોરીના માવતરે રેન્જ આઈજીને રજૂઆત કરી હતી. જેની તપાસમાં રોહિત ભટ્ટની બેદરકારી સ્પષ્ટ થતાં સસ્પેન્શન ઓર્ડર અપાયો છે.
જયારે ભુજ બી ડિવિઝન પોલીસ તાબાની કેમ્પ એરીયા ચોકીના ઈન્ચાજર્ એએસઆઈ હિંમતસિંહ ચૌહાણને પ્રોહિબિશનના કેસમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયાં છે. થોડાંક સમય અગાઉ સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ભુજના હોસ્પિટલ રોડ પરથી કારમાં દારૂ સાથે કુલદિપસિંહ લખપતસિંહ ઝાલા નામના પોલીસ પુત્રની ધરપકડ કરી હતી. આ કેસમાં બેદરકારી બદલ હિંમતસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બોટાદ, તા.૬
ભાવનગરના શીવશકિત રેસીડેન્સીમાં રહેતો પ્રજાપતિ પરિવાર સંબંધીના ઘરે પુત્રનો જન્મ થતાં જબલુ આપવા જતી વેળાએ બોટાદના ખસ ગામ પાસે કાર કેનાલમાં ખાબકતા માતા- પુત્રીના મોત નિપજયા પરિવારમાં ધેરો શોક વ્યાપી ગયો હતો.
બનાવ અંગેની વિગત મુજબ ભાવનગરની શીવશકિત રેસીડેન્સીમાં રહેતા યોગેશભાઇ મોહનભાઇ મેધાણીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેના મોટાભાઇ જગદીશભાઇ મોહનભાઇ મેધાણી તેના પત્ની ભાવનાબેન તેની પુત્રી નીકીતા સહિતનો પરિવાર પોતાની કાર લઇ બોટાદના ખસ ગામે રહેતા રણજીતભાઇ ખાચર ના ઘરે પુત્રનો જન્મ થયો હોય તેને જબલુ આપવા જતા ત્યારે બોટાદના રફાળા ગામ પાસે પહોચતા કોઇ કારણોસર કાર કેનાલમાં ખાબકતા કારમાં બેઠેલા જગદીશભાઇ, તેના પત્ની ભાવનાબેન અને પુત્રી નીકીતાને ગંભીર ઇજા થતાં સારવારમાં બોટાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન ભાવનાબેન અને તેની પુત્રી નીકીતાના મોત નિપજતા પ્રજાપતિ પરિવારમાં ધેરો શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની જાણ બોટાદ પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે.
ઉના, તા.૬
ગીર સોમનાથ જિલ્લ ાનાં ઉનાના પોસ્ટ ઓફીસ ચોક પાસે ચાલીને જતા પુત્રની નજર સામે માતાના ગળામાંથી રૂા.૪૦ હજારના ચેઈનની ચીલઝડપ કરી નાશી છૂટેલી ડબલ સ્વારી બાઈક સમડી પૈકી રાજકોટના એક શખ્સને પોલીસે ઝડપી લીધો જયારે અન્ય શખ્સની શોધખોળ આદરી છે.
વધુ વિગત મુજબ ઉનાના બાપાસીતારામ પાટીયા પાસે રહેતા હિરેન પરબતભાઈ વાળા અને તેની માતા મંજૂબેન ચાલીને પોસ્ટ ઓફીસ ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલી ડબલ સ્વારી સમળીએ મહિલાના ગળમાં ઝોંટ મારી રૂા.૪૦ હજારની કિમંતના સોનાના ચેનની ચીલઝડપ કરી નાશી ગયાની પોલીસને જાણ થતા પોલીસે રાજકોટના કુબલીયાપરાનો જીતુ વલ્લ ભ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી નાશી છૂટેલા લખન બચુ સલાટની શોધખોળ હાથ ધરી છે.
06:15 PM | December 6
બોટાદ, તા.૬
ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતાની ફલાઇંગ સ્કવોર્ડની ટીમે પાળીયાદના રાણપુર ખાતે દરડો પાડી રેતી ભરેલા બે ડમ્પર પકડતા કારમાં ઘસી આવેલા દસ જેટલા શખ્સોએ ફલાઇંગ સ્કવોડના રોયલ્ટી ઇન્સ્પેકટરને પિસ્તોલ જેવું હથિયાર બતાવી હુમલો કરી કબ્જે કરેલા રેતી ભરેલા બે ડમ્પર છોડાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મહેસાણાના વતની અને ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રતિકકુમાર નટવરલાલ બારોટે બોટાદના મોહન ઉર્ફે ભીમ બોળીયા, રાણપુરના નાની વાવડીના દેવા વરજાંગ ભૂવા, ભીખા ધરમશી મકવાણા, કુંડલીના હિતેશઓ વજુ દુમાદીયા, સેથળીના ભોળા રાજા ચૌહાણ, બોટાદના જગદીશ શામજી ધરજીયા, રાણપુરના કાના વિભા ભરવાડ અને અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી છે.
પાળીયાદના રાણપુર વિસ્તારમાં રેતીની ગેર કાયદે ચોરી થતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર ફલાઇંગ સ્કર્વોડનો સ્ટાફે રાણપુર પાસે ચેકીંગ કાર્યવાહી કરતા બે ડમ્પર રેતી ભરેલા મળી આવ્યા હતા તેમાં કોઇ ચાલક કે અન્ય કોઇ ન હોવાથી ફલાઇંગ સ્કર્વોડના સ્ટાફે બંને ડમ્પર કબ્જે કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે સફેદ કલરની જી.જે.૧આરએફ. ૭૯૮૩ નંબરની કારમાં આવેલા ચાર જેટલા શખ્સોએ ફોન કરી તેના સાગરીતોને ઘટના સ્થળે બોલાવતા ફલાઇંગ સ્કર્વોડના ઇન્સ્પેકટર પ્રતિકકુમાર બારોટે બોટાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ તેમજ બોટાદ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવી લીધા હતા.
પોલીસ અને ખાણ ખનિજ વિભાગનો સ્ટાફ રાણપુર પહોચે તે પહેલાં દસેય શખ્સોએ પ્રતિકકુમાર બારોટને પિસ્તોલ જેવું હથિયાર બતાવી હુમલો કરી કબ્જે કરેલા રેતી ભરેલા બંને ડમ્પર લઇને ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.