~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
રાણપુરમાં ૨૪કલાકમાં ૧૨ ઈંચ જયારે રાણપુર તાલુકામાં ૫ ઈંચ થી ૧૨ સુધી વરસાદ થતા અનેક ગામોમાં રસ્તા ઉપર પાણી ફરીવળ્યા દેવળીયા ગામે ૨૫ કબુતરના મોત,તંત્ર ખડેપગે
રાણપુર,તા.૧૦
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ પડવાની અપાયેલી આગાહીના પગલે રાજ્યના અનેક જીલ્લાઓમાં મેઘરા...
રાણપુરમાં ૨૪કલાકમાં ૧૨ ઈંચ જયારે રાણપુર તાલુકામાં ૫ ઈંચ થી ૧૨ સુધી વરસાદ થતા અનેક ગામોમાં રસ્તા ઉપર પાણી ફરીવળ્યા દેવળીયા ગામે ૨૫ કબુતરના મોત,તંત્ર ખડેપગે
રાણપુર,તા.૧૦
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ પડવાની અપાયેલી આગાહીના પગલે રાજ્યના અનેક જીલ્લાઓમાં મેઘરાજા એ પોતાનો પાવર બતાવ્યો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં ગુરુવાર મોડી રાતથી શરુ થયેલો વરસાદ શનિવાર સુધીમ સુધીમાં રાણપુર તાલુકાના તમામ ગામોમાં ભારે વરસાદ થતા રાણપુર સહીત અનેક ગામોમાં જળબંબાકાર થયા હતા.રાણપુર શહેરમાં ૨૪ કલાકમાં ૧૨ ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા અડધા રાણપુરમાં વરસાદી પાણી ફળીવળ્યા હતા.જેમાં મદનીનગર,ખ્વાજા પાર્ક, હનુમાનપુરી, કુષ્ણનગર, ગાયત્રી સોસાયટી, શ્રીજી વિલાસ,અણીયાળી રોડ,આંબાવાડી આ વિસ્તારોમાં કેડ સમાણા વરસાદી ભરાઈ જતા અનેક ઘરોમાં પાણી ફળીવળ્યા હતા અને ધરવખરી ને પણ નુકશાન થયુ હતુ.જ્યારે મદનીનગર,ખ્વાજા પાર્ક અને હનુમાન પુરીમાં વરસાદી પાણીની ભારે અશર જોવા મળી હતી લોકો ના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.ખાવા-પીવાની વસ્તુઓ લેવા માટે પણ લોકો બહાર નિકળી ન શકતા સ્થાનિક તંત્ર દ્વારા ટેક્ટર દ્વારા લોકોને લાવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.પાણીની જાવકવાળા નિચાણવાળા વિસ્તારોમાં આડેધડ સોસાયટીઓ બનાવી દેતા કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા.સારો એવો વરસાદ થતા રાણપુરની ભાદર અને ગોમા નદી પુર આવતા રાણપુર તાલુકાના દેવળીયા ગામે નદીમાં પંચાયતના પાણીના કુવામાં બેઠેલા ૨૫ કબુતરના મોત થયા હતા જ્યારે ફોરેસ્ટર આર.સી.ડોડીયાને જાણ થતા તાત્કાલિક દેવળીયા ખાતે પહોચી ૪૦ કબુતર ને બચાવી લીધા હતા.રાણપુરની બન્ને નદીઓમાં પુર આવતા નદી કાંઠે રહેતા પરિવારો ને રુ.અ.શેઠ કન્યાશાળામાં ખસેડવામાં આવ્યા હતા.રાણપુર તાલુકામાં ભારે વરસાદ પડવાને લીધે ગંભીર પરીસ્થીતી ની બોટાદ જીલ્લા કલેક્ટર આશિષકુમાર ને જાણ કરતા કલેક્ટરે તમામ પરીસ્થિતી ને પહોચી વળવા તંત્ર ને આદેશ કરતા હતા તંત્ર કામે લાગી ગયુ હતુ.
અને કલેક્ટરે જણાવ્યુ હતુ કે તમામ પરીસ્થીતી ઉપર મારી ચાંપતી નજર છે.દેવળીયા ગામે નદીમાં પુર આવતા સંપર્ક વિહોણુ થયુ હતુ.ભારે વરસાદ ને કારણે રાણપુર તાલુકામાં ૧૩ મકાન સંપુર્ણ પડી ગયા હતા અને ૫૦ કરતા વધુ મકાનોને નુકશાન થયા નું જાણવા મળેલ છે.જ્યારે રાણપુર તાલુકાના તમામ ગામડાઓમાં ૫ થી ૧૨ ઈંચ સુધી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધરતી પુત્રો માં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી...
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી,તા.૧૦
સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ પોતાનું વરવું સ્વરુપ બતાવ્યું છે. ખાસ કરીને રાજકોટ અને મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતાં. જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું કલ્યાણપુર ગામ પણ ટાપુમાં ફેરવાયું હતું. જેના કારણે અનેક લોકો ફસાયાં હતાં. આ રેસ્ક્યૂ...
મોરબી,તા.૧૦
સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ પોતાનું વરવું સ્વરુપ બતાવ્યું છે. ખાસ કરીને રાજકોટ અને મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતાં. જેના કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું કલ્યાણપુર ગામ પણ ટાપુમાં ફેરવાયું હતું. જેના કારણે અનેક લોકો ફસાયાં હતાં. આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેણે લોકોના દિલ જીત્યાં છે.
આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ટંકારા પોલીસ પણ જોડાઈ હતી. હવે આ રેસ્ક્યૂ ઓપરેશનનો એક વિડીયો વાઈરલ થયો છે તેમાં એક પોલીસ કર્મચારી બે બાળકોને ખભે બેસાડીને ધસમસતા પ્રવાહમાં આગળ વધતો જોવા મળે છે. કેડસમાણા પાણીમાં આ પોલીસ કર્મચારી જરાપણ પરવા કર્યા વગર જ બાળકોને ખભે બેસાડીને પાણીમાંથી બહાર કાઢતો જોવા મળે છે. આ પોલીસ કર્મચારીનું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા છે અને તે ટંકારા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૦
ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદનાં પગલે ડેમોમાં નવા નીર આવ્યા છે. આથી પીવાનુ પાણી અને સિંચાઈનાં પ્રશ્નનો હલ થયો છે. આથી ધરતીપુત્રોમાં ખુશાલી જોવા મળી છે. ભાવનગર સિંચાઈ વર્તુળ હેઠળના આવતા ડેમ તળાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદમાં રાવલ ડેમ વિસ્તારમાં ૧.૩ મી.મી., મચ્છુદ્રીમાં ૬૦ ...
ભાવનગર, તા.૧૦
ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદનાં પગલે ડેમોમાં નવા નીર આવ્યા છે. આથી પીવાનુ પાણી અને સિંચાઈનાં પ્રશ્નનો હલ થયો છે. આથી ધરતીપુત્રોમાં ખુશાલી જોવા મળી છે. ભાવનગર સિંચાઈ વર્તુળ હેઠળના આવતા ડેમ તળાવ વિસ્તારમાં પડેલા ભારે વરસાદમાં રાવલ ડેમ વિસ્તારમાં ૧.૩ મી.મી., મચ્છુદ્રીમાં ૬૦ મી.મી., મધુવંતીમાં ૭૦ મી.મી., ધ્રોફડ ૫૦ મી.મી., મોટા ગુજરીયામાં ૭૫ મી.મી., સાવલી ૭૦, ફોદારનેશ ૬૭, ખંભાળા ૭૭ મી.મી., કાલીમાં ૭૦ મી.મી., અડવાણા ૫૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ખાંભડા, ઉતાવળી અને મોટા ગુજારીયા ડેમો ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માલ પર ડેમમાં ૧૩ ફુટ, કાલીવડ, કાનીવાડ, ૧૩ ફુટ, ગોમા ૧૫ ફુટ, ભીમવાડ ૧૧ ફુટ, ઘેલો ઈતરીયા ૬ ફુટ, શીંગોડા ૯.૫૦, ઉબેણ ૭ ફુટ અને હસતાપુરમાં ૫.૭૫ ફુટની આવક થઈ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૦
છેલ્લા ૧૫ દિવસથી જુનાગઢ ઉપર મેઘો ઓતપ્રોત થયો છે ત્યારે શુક્રવારની સાંજથી આજ સાંજ સુધીમાં ૨૪ કલાક દરમ્યાન ૪ ઈંચ વરસી જતા જુનાગઢ મહાનગરની રસ્તાઓ ઉપર સવારે નદીઓ વહેલી હોય તેવા દ્રશ્યો ખડા થયા હતા. કાળવો નદી બીજી વખત બે કાંઠે થઈ હતી. સોનરખ અને લોલ નદીમાં પુર આવ્યા હતા. દામોદર કુંડ અને નરસિંહ મ...
જૂનાગઢ, તા.૧૦
છેલ્લા ૧૫ દિવસથી જુનાગઢ ઉપર મેઘો ઓતપ્રોત થયો છે ત્યારે શુક્રવારની સાંજથી આજ સાંજ સુધીમાં ૨૪ કલાક દરમ્યાન ૪ ઈંચ વરસી જતા જુનાગઢ મહાનગરની રસ્તાઓ ઉપર સવારે નદીઓ વહેલી હોય તેવા દ્રશ્યો ખડા થયા હતા. કાળવો નદી બીજી વખત બે કાંઠે થઈ હતી. સોનરખ અને લોલ નદીમાં પુર આવ્યા હતા. દામોદર કુંડ અને નરસિંહ મહેતા તળાવ નવા નીરથી ઓવરફલો થયુ હતુ અને શહેરનો ઐતિહાસિક વિલીંગ્ડન ડેમ પણ ઓવરફલો થયો હતો.
જો કે છેલ્લા ઘણા દિવસથી મેઘાના જુનાગઢમાં મુકામ હોવાથી અને ઝરમર મચ્છરીયો વરસી રહયા હોવાથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીના ખાબોચીયા અને સરોવર ભરાયા હતા ત્યારે એક સાથે ૪ ઈંચ અને સવારના ૮ થી ૧૦ વચ્ચે ૨ ઈંચ મેઘ મહેશ કરી દેતા શહેરમાં કયાંય પાણી સમાતુ ન હતુ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવા પામ્યા હતા.
શહેરના જીવાદોરી સમાન ઝાંઝરડા ઓવર સવારે ભરાઈ જતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જ્યારે મજેવડી દરવાજા નજીકનો ઓવરબ્રીજ હાલમાં પણ વરસાદી પાણીથી ભરાયેલો હોવાથી હજારો વાહન ચાલકો માટે આ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ સહિત સમગ્ર જીલ્લામાં મેઘાએ મહેર કરી દેતા સોરઠમાં સર્વત્ર શ્રીકાર થઈ જવા પામ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જીલ્લામાં ૩ થી ૭ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ગીરનાર ઉપર ૧૦ ઈંચ વરસાદ ખાબકી જતા ભવનાથ વિસ્તાર સવારે બેટ જેવુ બની ગયું હતુ.
જૂનાગઢ શહેર સહિત જીલ્લાભરમાં અનેક નદીઓ વહેતી થઈ હ...
જૂનાગઢ, તા.૧૦
જૂનાગઢ સહિત સમગ્ર જીલ્લામાં મેઘાએ મહેર કરી દેતા સોરઠમાં સર્વત્ર શ્રીકાર થઈ જવા પામ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જીલ્લામાં ૩ થી ૭ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ગીરનાર ઉપર ૧૦ ઈંચ વરસાદ ખાબકી જતા ભવનાથ વિસ્તાર સવારે બેટ જેવુ બની ગયું હતુ.
જૂનાગઢ શહેર સહિત જીલ્લાભરમાં અનેક નદીઓ વહેતી થઈ હતી. તો પાંચ જેટલા ડેમોમાં પુષ્કળ પાણી આવી જતા ઓઝત વીયર વંથલી ડેમના ૧૨ દરવાજા ખોલવા પડયા હતા તો શાપુરનાં ઓઝત વીયરના તમામ દરવાજા ખોલવા છતા ઓવરફલો ચાલી રહયો હતો. આજ રીતે બાદલપુરનો ઓઝત ડેમ-૨ પણ ઓવરફલો થતા ૫૫૦૦ કયુસેક જેટલી પાણીની જાવક થવા પામી હતી તો જુનાગઢનો વીલીંગ્ડન ડેમ આજે રાત્રીથી જ ઓવરફલો થવા પામ્યો હતો જ્યારે બીલખાનો રાવત સાગર ડેમ પણ છલોછલ થઈ ગયાના અહેવાલો મળી રહયા છે.
જૂનાગઢ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન એટલે કે ગત સાંજના ૬ વાગ્યાથી આજ સાંજના ૬ વાગ્યા સુધીમાં વિસાવદરમાં ૬ ઈંચ, ભેંસાણ ૬.૫ ઈંચ, વંથલીમાં ૫ ઈંચ, જુનાગઢમાં ૪ ઈંચ, કેશોદમાં ૪ ઈંચ જ્યારે મેંદરડા, માણાવદર અને માળીયા હાટીનામાં ૩.૫ ઈંચ તથા માંગરોળમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢમાં ૪ ઈંચ વરસાદની સાથે ગીરનાર ઉપર આભ નીચોવાયુ હતુ અને ૨૪ કલાક દરમ્યાન લગભગ ૧૦ ઈંચ જેટલો વરસાદ પડી જતા ગીરનારની સીડી તથા વહેતા ઝરણા ગાંડીતુર નદીના રૂપમાં ફેરવાયા હતા. ગીરનાર ઉપર વરસેલા અનરાધાર વરસાદથી જંગલમાંથી નીકળતી જુનાગઢની સોનરખ બે કાંઢે થઈ હતી અને દામોદર કુંડ પાણી-પાણી થઈ ગયો હતો આજ રીતે લોલ નદીમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી વહેલા લાગ્યું હતુ જ્યારે શહેરમાંથી પસાર થતી કાળવો નદીમાં ઘોડાપર આવ્યા હતા અને કાળવાના પુરના પાણી મધુરમ વિસ્તારના વિશ્વકર્મા નગર સોસાયટીમાં ઘુસી જતા ગોઠણડુબ પાણી ભરાયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી તા,૧૦
ધોરાજીમાં બે વર્ષ અગાઉ નબળા રોડ-રસ્તા ને કારણે વર્ષ ૨૦૧૭ માં ધોરાજીના જમનાવડ રોડ પર એક બાઈક સ્લીપ થઇ જતા એક પટેલ આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવ મા મૃતકના ભાઈ દ્વારા કોટર્ સમક્ષ રજૂઆત કરાઇ હતી અને નબળા રોડ-રસ્તા ને કારણે મરણ થયું હોવાથી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ હતી ...
ધોરાજી તા,૧૦
ધોરાજીમાં બે વર્ષ અગાઉ નબળા રોડ-રસ્તા ને કારણે વર્ષ ૨૦૧૭ માં ધોરાજીના જમનાવડ રોડ પર એક બાઈક સ્લીપ થઇ જતા એક પટેલ આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવ મા મૃતકના ભાઈ દ્વારા કોટર્ સમક્ષ રજૂઆત કરાઇ હતી અને નબળા રોડ-રસ્તા ને કારણે મરણ થયું હોવાથી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ હતી જેમાં તેમના વકીલ તરીકે ધોરાજીના એડવોકેટ ચંદુભાઈ પટેલ રોકાયા હતા.
ઉપરોક્ત મામલે કલમ ૨૫૬ હેઠળ ધોરાજી અદાલતે અરજી ગ્રાહ્ય રાખી નબળા રોડ રસ્તા માં તત્કાલીન જવાબદાર નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પી.ડબ્લ્યુ.ડી ના અધિકારી કોન્ટ્રાક્ટર તેમજ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર સહિત તપાસમાં આગળ જતા જે જવાબદાર આવે તેમની સામે આઇપીસી કલમ ૩૦૪ એટલે કે સા અપરાધ મનુષ્ય વધ ની કલમ મુજબ ગુનો નોંધવા હુકમ ફરમાવતા ધોરાજી પોલીસે ઉપરોક્ત જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અને નામદાર કોટર્ દ્વારા દાખલો બેસે તે પ્રકારનો હુકમ થતા કોટર્ના હુકમને નગરજનોએ આવકાર્યો હતો.
બનાવની વિશેષ માહિતી પ્રમાણે તારીખ ૬ ૯ ૨૦૧૭ ના રોજ ધોરાજીના ખરાવાડ પ્લોટ ખાતે રહેતા પટેલ નાનજીભાઈ કુરજીભાઈ વસ્તપરા ઉવ ૪૪ વાળા ધંધો ખેતીકામ તેઓ જેતપુર રોડ પર આવેલ પેઢી વાળાનું મોટરસાયકલ લઈ કોઈ કામ સબબ ધોરાજીના જમનાવડ રોડ પર નીકળેલ જ્યાં અત્યંત નબળા અને ખાડાવાળા રસ્તા પર રસ્તાને કારણે પોતાના બાઈક પર અંકુશ ગુમાવી બેસતા પડી ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓ મરણ જવા પામ્યા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ડભોઇ તા.૧૦
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં અનરાધાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર થઇ છે. પાણીની સારી આવક થતા કેટલાક ડેમો ઑવરફ્લૉ થયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકામાં આવેલા ૨ ડ...
ડભોઇ તા.૧૦
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં અનરાધાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર થઇ છે. પાણીની સારી આવક થતા કેટલાક ડેમો ઑવરફ્લૉ થયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકામાં આવેલા ૨ ડેમ ઑવરફ્લો થયા છે. વાંસલા અને તેની પાસેનાં ચેકડેમ ઑવરફ્લો થયા છે.આ કારણે ઝાટકા, ભેંજાળ, કુંડલા ગામ સંપર્ક વિહોણા થયા છે. તો ડેમનાં પાણી ચુડા વિસ્તારમાં ફરી વળ્યા છે. વાંસલ ડેમ અને નાનો સટરવાળો ડેમ ઑવરફ્લો થયો છે, જેનાં કારણે આસપાસનાં નીચાણવાળા વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. ઝાટકા, ભેંજાળ, કુંડલા ગામો સંપર્ક વિહોણા થયા છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે. બીજી તરફ રાજકોટમાં વરસાદની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ પર છે. આ કારણે આર્મીની ટીમ બોલાવવામાં આવી છે.
તો વડોદરાનાં ડભોઈ તાલુકાનાં ૬ ગામો પણ સંપર્ક વિહોણા છે. ગતરોજ દેવ ડેમમાંથી ૧૮૦૦૦ ક્યુસેક પાણી છોડાતા વડોદરાનાં ડભોઈ તાલુકામાં તેની સીધી અસર જોવા મળી હતી. ૬ ગામો સંપર્ક વિહોણા થતા તંત્ર કામ લાગી ગયું હતુ અને અસરગ્રસ્તોને ખસેડવાની કામગીરી હાથે ધરી હતી. દેવ ડેમમાંથી ૨૩૦૦૦ ક્યૂસેક પાણી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યું હતુ જેને લઇને ડભોઇ તાલુકાનાં ઢાઢર નદીનાં કિનારે આવેલા ૬ ગામો સંપર્ક વિહોણા થયા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧૦
સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં મોરબી-ટંકારામાં સૌેથી વધુ ૧૧ ઇંચ, માળિયામીયાણાંમાં આઠ ઇંચ, અમરેલીમાં ૫ ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં આઠ ઇંચ, જામનગરના કાલાવડમાં આઠ ઇઁચ, રાજકોટન...
મોરબી, તા.૧૦
સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં મોરબી-ટંકારામાં સૌેથી વધુ ૧૧ ઇંચ, માળિયામીયાણાંમાં આઠ ઇંચ, અમરેલીમાં ૫ ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં આઠ ઇંચ, જામનગરના કાલાવડમાં આઠ ઇઁચ, રાજકોટના લોધિકા, પડઘરી સહિતના પથકોમાં પણ આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજકોટ સહિતના મેઘમહેરવાળા પંથકોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ જૂનાગઢ, દ્વારકા સહિતના પંથકોમાં પણ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. બીજીબાજુ, આવતીકાલે એટલે કે તા.૧૧ ઓગસ્ટે મચ્છુ હોનારતને ૪૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છેજ, લોકોને મચ્છુ ડેમ તૂટવાની વર્ષો જૂની યાદો તાજી થઇ આવે તે સ્વાભાવિક છે. બીજીબાજુ, મચ્છુ-૨ ડેમની સપાટી ૩૦ ફૂટે પહોંચી છે અને તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ચારેબાજુ અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલીમાં ૧૧૫ મી.મી, વડીયામાં ૧૧૩ મી.મી, ખાંભામાં ૧૪ મી.મી, જાફરાબાદમાં ૮ મી.મી, ધારીમાં ૩૦ મી.મી, બગસરામાં ૫૦ મી.મી, બાબરામાં ૧૨૪ મી.મી, રાજુલામાં ૭ મી.મી, લાઠીમાં ૧૧૮ મી.મી, લીલીમાં ૨૧ મી.મી, સાવરકુંડલામાં ૩૦ મી.મી વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ છલકાય ગયા છે. લાઠીના ગાગડીયા નદીમાં ધોડાપૂરના દ્રશ્યો સર્જાયા હતા. ગાગડીયા નદી પર આવેલા બેઠલા પુલ પર પાણી ફરી વળ્યું હતું. જેથી આસપાસના લોકો આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યાં હતાં. ગોંડલ તાલુકામાં ગઈકાલે સાંજથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ગોંડલ શહેર તેમજ પંથકમાં ધમાકેદાર વરસતા આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. શહેરના જળાશયો ઓવરફ્લો થવા લાગ્યા હતા, ગોંડલ શહેરની મધ્યમાંથી પસાર થતી ગોંડલી નદી બે કાંઠે વહેવા લાગતા શહેરીજનો બહોળી સંખ્યામાં પૂર જોવા ઉમટી પડ્યા હતા તંત્ર દ્વારા શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગોંડલના વેકરી,પાટીદળ સહિતના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગોંડલ તાલુકાના આંબરડી ગામ નજીક આવેલી ફોફળ નદી ગાંડીતુર બની છે અને બેકાંઠે વહી રહી છે. ગોંડલ તાલુકાના પાટીયાળી, હડમતાળા, મોટી મેંગણી અને થોરડી આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે હડમતાળાથી રાજકોટ જતો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ધોધમાર વરસાદના કારણે ગોંડલ તાલુકાના મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. વાંકાનેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સાત ઈચથી વધુ વરસાદ પડ્યો હતો. પાણીની સતત આવકથી મચ્છુ ૧ ડેમની સપાટી ૪૭ ફુટ પર પહોંચી ગઈ છે અને હજુ ૪૦૦૦૦થી વધુ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ૩ વાગ્યા સુધીમા સપાટી ૪૯ ફુટ એટલે કે ઓવરફલો થવાની સંભાવના છે. જ્યારે મચ્છુ-૨ ડેમમાં ૩૦ ફૂટ પાણી પહોંચી ગયું છે. જેથી મચ્છુ-૨ ડેમના દરવાજા ૧૨-૩૦ એ ખોલવામાં આવ્યા હતા. લાઠી પંથકમાં મોડી રાતથી ભારે વરસાદ નોંધાયો હતો. ગીર ગઢડા મા ભારે વરસાદના કારણે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને આ નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે. રાજકોટમાં ભારે વરસાદથી કોટડાસાંગાણીના મેંગણી ગામ પાસેનો મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોટડાસાંગાણી, તા.૧૦
રાજકોટની ભાગોળે શાપર-વેરાવળમાં આવેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુઠાના કારખાનામાં આગ ભભુકી ઉઠતા રાજકોટ-ગોંડલના ૪ ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ બુજાવી હતી. આગમાં અંદાજે અઢી કરોડનું નુકશાન થયું છે. શાપર-વેરાવળમાં શાપર મેઈન રોડ પર આવેલી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાની અ...
કોટડાસાંગાણી, તા.૧૦
રાજકોટની ભાગોળે શાપર-વેરાવળમાં આવેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુઠાના કારખાનામાં આગ ભભુકી ઉઠતા રાજકોટ-ગોંડલના ૪ ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ બુજાવી હતી. આગમાં અંદાજે અઢી કરોડનું નુકશાન થયું છે. શાપર-વેરાવળમાં શાપર મેઈન રોડ પર આવેલી રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાની અભિશિલા પેકેજીંગ નામની પુંઠાની ફેકટરીમાં ગત સાંજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
બનાવની જાણ કરાતા રાજકોટ અને ગોંડલથી ચાર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં મશીનરી અને તૈયાર માલ બળીને ખાખ થઈ જતા અંદાજે રૂા.૨.૫૦ કરોડનું નુકશાન થવા પામ્યું છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૧૦
કલ્યાણપુરના મણીપુર હાબરડી ગામે જીવતા વિજવાયર માથે પડતા વિજ શોકથી ખેડુતનું મોત થતા અરેરાટી વ્યાપી છે. કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા ધરણાંતભાઈ પૂંજાભાઈ બેરા નામના ૨૫ વર્ષના આહેર યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં એકાએક તેમના પર વીજળીના તાર તુ...
મીઠાપુર, તા.૧૦
કલ્યાણપુરના મણીપુર હાબરડી ગામે જીવતા વિજવાયર માથે પડતા વિજ શોકથી ખેડુતનું મોત થતા અરેરાટી વ્યાપી છે. કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા ધરણાંતભાઈ પૂંજાભાઈ બેરા નામના ૨૫ વર્ષના આહેર યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં એકાએક તેમના પર વીજળીના તાર તુટીને પડતા તેમને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. જેના કારણે ધરણાંતભાઈનુ મૃત્યુ નીપજ્યું હતુ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૧૦
મુળીના જસાપર ગામ પાસેના બનાવમાં ગાંધીનગરના બ્રાહ્મણ યુવાનની હત્યા કરી કારની પણ લુંટ ચલાવતા ચકચાર મચી છે. ગાંધીનગરના જ ત્રણ શખ્સો દ્વારા આડાસંબંધોના વહેમમાં હત્યા કરી હોવાની આશંકા સાથે મુળી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. યુવાનને માથા અને ગળાનાં ભાગમાં તિક્ષ્ણ હથિયારના ઘા ...
સુરેન્દ્રનગર, તા.૧૦
મુળીના જસાપર ગામ પાસેના બનાવમાં ગાંધીનગરના બ્રાહ્મણ યુવાનની હત્યા કરી કારની પણ લુંટ ચલાવતા ચકચાર મચી છે. ગાંધીનગરના જ ત્રણ શખ્સો દ્વારા આડાસંબંધોના વહેમમાં હત્યા કરી હોવાની આશંકા સાથે મુળી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. યુવાનને માથા અને ગળાનાં ભાગમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના જસાપર ગામ પાસે મોડી રાત્રીના એક ગાંધીનગરના યુવાનની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવતા મુળી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હાલ તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે હત્યાના બનાવ બાદ કાર લઈને આરોપીઓ નાસી છુટયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
મુળ દેત્રોજના સિહોર ગામે રહેતા હાલમાં ગાંધીનગર સેકટર નં.૧૪ માં રહેતા અને પશુપાલન વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા દિનેશ બળદેવભાઈ રાવલના ભત્રીજા લલીતભાઈ ઉર્ફે ટીના સાથે છેલ્લા ઘણા જ સમયથી રહેતા અને ઈકો કાર ચલાવતા હતા અને જેમાં એનુ ગુજરાન પણ ચાલતું હતુ. જેમાં એમની બાજુમાં રહેતા પ્રવિણાબેન સાથે આડા સંબંધો હોવાના કારણે તેમનો પુત્ર કુલદીપસિંહ દિપકસિંહ મકવાણા અને તેના બે મિત્રો નરેન્દ્રસિંહ વાઘેલા અને હર્ષદ ઠાકોર ચારેય જણ ભેગા મળી ચોટીલા જવાનું જણાવી ગાંધીનગર ખાતેથી ઈકો કાર લઈને નીકળ્યા હતા.
દરમ્યાન મોડી રાત્રીના સમયે મુળી રોડ ઉપર કાર પહોંચતા આ શખ્સ સાથે બોલાચાલી થતા ત્રણેય યુવકો દ્વારા લલીતની હત્યા કરવામાં આવેલ હતી. બોલાચાલી બાદ મૃતક લલીતને આ ત્રણેય હત્યા કરશે એવો અંદાજ આવતા બચાવ માટેનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મુળીથી જસાપર ગામ પાસે આ શખ્સને ફિલ્મી ઢબે આ ત્રણેય શખ્સો દ્વારા ઝડપી પાડી અને તિક્ષ્ણ હથિયાર વડે ઢીમઢાળી દેવામાં આવ્યું છે અને કાર લઈને ત્રણેય શખ્સો ભાગી છુટયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા.૧૦
ગાંધીધામ તાલુકા મીઠીરોહર નજીક આવેલ એક કંપની પાસે ટાકની વાડીના પાકર્ીંગ પ્લોટમાં પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ પાડી રૂપિયા ૪.૩૯ લાખની કિંમતનાં દારૂ સાથે ૧ શખ્સને પકડી લીધો હતો.
ગાંધીધામ બી.ડીવીઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મીઠીરોહર નજીક આવેલ એચ.પી.એલ પાસેની રઘુવીર કંપની પાસેના ...
ભુજ, તા.૧૦
ગાંધીધામ તાલુકા મીઠીરોહર નજીક આવેલ એક કંપની પાસે ટાકની વાડીના પાકર્ીંગ પ્લોટમાં પૂર્વ બાતમીના આધારે પોલીસે રેડ પાડી રૂપિયા ૪.૩૯ લાખની કિંમતનાં દારૂ સાથે ૧ શખ્સને પકડી લીધો હતો.
ગાંધીધામ બી.ડીવીઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મીઠીરોહર નજીક આવેલ એચ.પી.એલ પાસેની રઘુવીર કંપની પાસેના ટાંકની વાડીના પાકર્ીંગ પ્લોટમાં પોલીસે રેડ પાડીને રૂા.૪૩૯૮૦૦ ની કિંમતનો ૩૧૦૮ બોટલ દારૂ સાથે અશોક કૈલાશ ગુજર ઉ.વ.૨૩ ને ઝડપી પાડયો હતો જ્યારે વિરેન્દ્ર શર્મા હજુ મળ્યો નથી તેવું પોલીસે જણાવ્યું હતુ.
પોલીસે રૂા.૪.૩૯ લાખનો દારૂ રૂા.૬ લાખનું ટેન્કર નંબર જીજે૧૨ઝેડ ૯૯૫૮, રૂા.૨૫ હજારની બાઈક નંબર જીજે૧૨સીએલ ૪૨૮૮ એક મોબાઈલ સહિત કુલ રૂા.૧૦૬૯૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ રેડ રાત્રીના લગભગ ૧૦ઃ૩૦ વાગ્યાના અરસામાં કરવામાં આવી હતી. બંને આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ,તા.૧૦
તરસ્યા કચ્છમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શ્રીકાર વરસાદ પડ્યો છે. કચ્છના જિલ્લા મથક ભૂજમાં ૨.૫ ઇંચ વરસાદ પડતા બજારોમાં પાણી ભરાયા છે, જ્યારે જિલ્લાના શહેરોમાં ૨.૫થી૭.૫ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જિલ્લાના ગાંધીધામ શહેરમાં ૨૪ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ગાંધીધામમાં ૭.૫, ...
ભુજ,તા.૧૦
તરસ્યા કચ્છમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શ્રીકાર વરસાદ પડ્યો છે. કચ્છના જિલ્લા મથક ભૂજમાં ૨.૫ ઇંચ વરસાદ પડતા બજારોમાં પાણી ભરાયા છે, જ્યારે જિલ્લાના શહેરોમાં ૨.૫થી૭.૫ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જિલ્લાના ગાંધીધામ શહેરમાં ૨૪ કલાકમાં ૭.૫ ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન ગાંધીધામમાં ૭.૫, ઇંચ, રાપરમાં ૬.૫ ઇંચ, અંજારમાં ૪.૫ ઇંચ, અબજાસામાં ૪ ઇંચ, વરસાદ પડ્યો છે. કચ્છના છેવાડાના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. જિલ્લાના લખપતમાં ૨.૫ ઇંચસ માંડવીમાં ૩ ઇંચ અને નખત્રાણામાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. ભુજમાં માત્ર અઢી ઈંચ વરસાદથી ભરાયા પાણી, ભુજની મુખ્ય બજારમાં પાણી ભરાતા રાહદારીઓ અને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. ભુજ નગરપાલિકાની પ્રિમોન્સૂન ની કામગીરીની પોલ ખુલ્લી પડી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર,તા.૧૦
પોરબંદરમાં માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ દૂર્ઘટનાનો શિકાર બની છે. એક બાજુ અવિરત વરસાદ અને બીજી બાજુ દરિયામાં ઉછળી રહેલા મોજાના કારણે અરબી સાગર ગાંડોતૂર બન્યો છે. દરમિયાન પોરબંદરના ગોસાબારા નજીક માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ ડૂબતાં ૩ માછીમારોનાં મોત થયા છે. જ્યારે ૧૪થી વધુ નાની હોડી...
પોરબંદર,તા.૧૦
પોરબંદરમાં માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ દૂર્ઘટનાનો શિકાર બની છે. એક બાજુ અવિરત વરસાદ અને બીજી બાજુ દરિયામાં ઉછળી રહેલા મોજાના કારણે અરબી સાગર ગાંડોતૂર બન્યો છે. દરમિયાન પોરબંદરના ગોસાબારા નજીક માછીમારી કરવા ગયેલી નાની હોડીઓ ડૂબતાં ૩ માછીમારોનાં મોત થયા છે. જ્યારે ૧૪થી વધુ નાની હોડીઓ અને ૪૦ માછીમારો હજુ લાપતા છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ માછીમારી માટે ૧૮ જેટલી નાની હોડીઓ દરિયામાં ગઈ હતી. આ દૂર્ઘટના બાદ ૧૪ નાની હોડીઓ તેમજ ૪૦થી વધુ માછીમારો હજુ લાપતા છે જ્યારે દરિયામાં ડુબી જતા ત્રણ માછીમારોનાં મોત થયા છે જ્યારે ૦૬ માછીમારોનો થયો આબાદ બચાવ થયો છે. ત્રણ માછીમારોને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મૃત્યુ પામેલ ત્રણ માછીમારોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લવાયા છે. પોરબંદર જિલ્લામાં હાલ પવન સાથે પડી રહ્યો છે વરસાદ
આ દૂર્ઘટના બાદ મળતી માહિતી મુજબ નાની હોડીઓમાં માછીમારી કરવા ગયેલા ૧૦થી વધુ માછીમારો લાપતા બન્યા છે. આ ઘટના બાદ લાપતા બનેલા માછીમારોની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોરબંદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગોસાબારા જિલ્લાના માંગરોળ નજીક આવેલો જાણીતો દરિયા કાંઠો છે જ્યાં આ દૂર્ઘટના ઘટી હોવાના અહેવાલો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
આજે મચ્છુ હોનારતને ૪૦ વર્ષ થશે, મચ્છુ ડેમ-૨ ઓવરફ્લો
મોરબી,તા.૧૦
મોરબીમાં કામધેનૂ પાર્ટી પ્લોટ પાસે દીવાલ ધરાશાયી થતા ૮ લોકોનાં મોત થયા છે. મોરબીનાં કંડલા બાયપાસ રોડ પાસે દીવાલ ધરાશાયી થઇ છે, જેમાં ૮ લોકોનાં મોત થયા છે તો કેટલાક ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક લોકો દીવાલ નીચે દટાયા હોવાના સમાચાર છે.
આ ઉપર...
આજે મચ્છુ હોનારતને ૪૦ વર્ષ થશે, મચ્છુ ડેમ-૨ ઓવરફ્લો
મોરબી,તા.૧૦
મોરબીમાં કામધેનૂ પાર્ટી પ્લોટ પાસે દીવાલ ધરાશાયી થતા ૮ લોકોનાં મોત થયા છે. મોરબીનાં કંડલા બાયપાસ રોડ પાસે દીવાલ ધરાશાયી થઇ છે, જેમાં ૮ લોકોનાં મોત થયા છે તો કેટલાક ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક લોકો દીવાલ નીચે દટાયા હોવાના સમાચાર છે.
આ ઉપરાંત મોરબીનો મચ્છુ ડેમ પણ ઑવરફ્લો થયો છે. વાંકાનેર પાસેનો મચ્છુ-૧ ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઑવરફ્લો થયો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધ્રાંગધ્રા,તા.૧૦
ધ્રાંગધ્રાના વાવડી ગામે ફલકુ નદી આવેલી છે. વિસ્તારમાં ૨૪ કલાકમાં વરસાદને પગલે ફલકુ નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ દરમિયાન ૧૧ જેટલા લોકોએ ટ્રેક્ટર લઈને નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાયું હતું. શરૂઆતમાં ત્રણ લોકો નદીમાં તણાયા હતા અને બાકીના લ...
ધ્રાંગધ્રા,તા.૧૦
ધ્રાંગધ્રાના વાવડી ગામે ફલકુ નદી આવેલી છે. વિસ્તારમાં ૨૪ કલાકમાં વરસાદને પગલે ફલકુ નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ દરમિયાન ૧૧ જેટલા લોકોએ ટ્રેક્ટર લઈને નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેક્ટર નદીના પ્રવાહમાં તણાયું હતું. શરૂઆતમાં ત્રણ લોકો નદીમાં તણાયા હતા અને બાકીના લોકો ટ્રેક્ટરની છત્રી પર બેસી ગયા હતા.
નદીમાં ટ્રેક્ટર સાથે લોકો ફસાયા હોવાનું જાણ્યા બાદ તંત્ર મદદ માટે પહોંચી ગયું હતું. આ દરમિયાન આર્મીની બે ટુકડી પણ અહીં આવી પહોંચી હતી. જોકે, તંત્ર અને આર્મી કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ ટ્રેક્ટર પર સવાર તમામ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ દરમિયાન આર્મીના જવાનોએ જીવના જોખમે નદીના પાણીમાં તરીને ત્રણ લોકોને બચાવી લીધા હતા. જ્યારે આઠ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
નદીના પાણીમાં તણાયેલા લોકોને શોધવા માટે તંત્રએ હેલિકોપ્ટરની મદદ માંગી છે. હેલિકોપ્ટરથી બાકીના લોકોની શોધખોળ કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ટ્રેકટર સાથે નદીમાં તણાયેલા લોકોમાં શંખેશ્વર તાલુકાના મજૂરો અને વાવડી ગામના રબારી સમાજના લોકો હતા. તણાયેલા લોકોમાં બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે.
ઢાંક, તા. ૧૦
ઉપલેટા તાલુકાના ભાયાવદર પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર હાદિર્કભાઈ ડેરૈયાની સુંદર કામગીરીથી ઢાંક, રાજપરા, ચરેલીયા, જાર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રભાવિત થયા હતા. જુનિયર એન્જિનિયર હાદિર્કભાઈ ડેરૈયાને બિરદાવ્યા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઢાંક, તા. ૧૦
જામજોધપુર દશનામ ગોસ્વામી જ્ઞાતિ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં મેળવેલ સિદ્ધિઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવા શારદા અભિવાદન સમારંભ તા. ૧લી ઓગસ્ટને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ છે.
...
ઢાંક, તા. ૧૦
જામજોધપુર દશનામ ગોસ્વામી જ્ઞાતિ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં મેળવેલ સિદ્ધિઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવા શારદા અભિવાદન સમારંભ તા. ૧લી ઓગસ્ટને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાતિના ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ તા. ૧૦
જૂનાગઢના નગરજનોમાં ખૂબ જ ઓછા સમયમાં પોતીકા અધિકારી તરીકે લોકહૃદયમાં સ્થાન મેળવી ચૂકેલા મનપાના કમિશનર તુષાર સુમેરા ભારત સરકાર દ્વારા તાલીમ અર્થે વિદેશ પ્રવાસે જઈ રહેલા છે ત્યારે આજે જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહિલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશ...
જુનાગઢ તા. ૧૦
જૂનાગઢના નગરજનોમાં ખૂબ જ ઓછા સમયમાં પોતીકા અધિકારી તરીકે લોકહૃદયમાં સ્થાન મેળવી ચૂકેલા મનપાના કમિશનર તુષાર સુમેરા ભારત સરકાર દ્વારા તાલીમ અર્થે વિદેશ પ્રવાસે જઈ રહેલા છે ત્યારે આજે જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહિલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, મનપા કર્મચારી સંઘના પ્રમુખ, મંત્રી તથા મીડિયા સેલના કન્વીનર દેવાંગ જોષી સહિતનાએ કમિશનર તુષાર સુમેરાને તાલીમ અને વિદેશ પ્રવાસ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આવા આરોપીઓ સાથે આવું જ થવું જોઇએ
લખનઉ,તા.૬
બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીની પોલીસે હૈદરાબાદ પોલીસનું જોઇને પ્રેરણા લેવી જોઇએ.
માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે ત્યારે યોગી આદિત્યનાથની સરકાર ઊંઘી રહી છે.
માયાવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ સાથે સરકારી મહેમાન જેવો વર્તાવ કરવામાં આવી રહ્યો છએ. ઉત્તર પ્રદેશની અને દિલ્હીની પોલીસે હૈદરાબાદ પોલીસ પરથી પ્રેરણા લેવી જોઇએ કે ઘૃણાસ્પદ અપરાધો કરનારા સાથે શું કરવું જોઇએ.
ન્યુ દિલ્હી,તા.૬
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે એક મોટી અપડેટ આવી છે. હૈદરાબાદ પોલીસ સાથે થયેલ એક અથડામણમાં આ કેસના ચારેય આરોપીઓને ઠાર મારવામાં આવ્યા છે. શુક્રવાર સવારે પોલીસ સાથે હૈદરાબાદના દ્ગૐ-૪૪માં થયેલ અથડામણમાં ચારેય આરોપી માર્યા ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાઇબરાબાદ પોલીસની કમાન એવા વ્યક્તિના હાથમાં છે જે એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ માનવામાં આવે છે. જે છે સાઇબરાબાદ પોલીસ કમિશ્નર વી.જે.સજ્જનાર ૨૭-૨૮ નવેમ્બરના રોજ એક મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ અને પછી જીવતી સળગાવવાની ઘટનાએ સંપૂર્ણ દેશને હચમચાવી દીધું. પરંતુ આઠ દિવસની અંદર પોલીસ સાથે થયેલ અથડામણમાં આ કેસના ચારેય આરોપી માર્યા ગયા.
આ પહેલા જ્યારે તેલંગાણાના વારંગલમાં એક કોલેજ ગર્લ ઉપર એસિડ છાંટવામાં આવ્યું હતું ત્યારે પણ ત્યાં જબરદસ્ત વિરોધ અને વિવાદ સર્જાયો હતો. પરંતુ માત્ર ૩ દિવસ બાદ ૩ આરોપીઓને એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ મામલો ૨૦૦૮નો હતો. કસ્ટડીમાં હોવા છતાં ત્રણે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પરંતુ પછી પોલીસ સાથે અથડામણમાં આરોપી માર્યા ગયા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ માત્ર રેપ આરોપી જ નહીં પરંતુ કેટલાક માઓવાદી એન્કાઉન્ટર સમયે પણ તે ટીમનો ભાગ હતા. હૈદરાબાદમાં પોલીસ કમિશ્નર તરીકે લગભગ દોઢ વર્ષ પહેલા જ તેમને સેવા શરૂ કરી હતી. જોકે હવે આ એન્કાઉન્ટરની મજિસ્ટ્રેટ તપાસ થવાની બાકી છે. કારણ કે દરકે બાબત પર ધ્યાન દોરવામાં આવશે કે એન્કાઉન્ટર કરવું જરૂરી હતું કે નહીં. આપને જણાવી દઈએ હૈદરાબાદમાં ૨૭ નવેમ્બરના રોજ સ્કૂટી પર જતી એક ડોક્ટર મહિલા સાથે ચાર નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી.
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસઃ કોઇ પોલીસની કાર્યવાહીના વખાણ તો કોઇ વિરોધ કર્યો
ન્યુ દિલ્હી,તા.૬
હૈદરાબાદના ગેંગરેપ-હત્યાના આરોપીએાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા એની દેશભરમાં ઊજવણી થઇ રહી છે ત્યારે કેટલાક રાજનેતાઓએ આ એન્કાઉન્ટરને પડકાર્યું હતું અને બંધારણ તેમજ ન્યાયતંત્રની સુષ્ઠુ વાતો ઉચ્ચારી હતી.
અસદુદ્દીન ઓવૈસી
એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસીએ એન્કાઉન્ટરની ટીકા કરી હતી અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ એન્કાઉન્ટરની અદાલતી તપાસ થવી જોઇએ.
શશી થરૂર
કોંગ્રેસના શશી થરૂરે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે આરોપીએા પાસે ગન હતી અથવા પોલીસની ગન લઇને નાસવાના પ્રયાસ કર્યા એવી પોલીસની વાત સાચી હોય તો કંઇ કહેવું નથી. અન્યથા આ કાર્યને સ્વીકારી શકાય નહીં. વધુ વિગતોની વાટ જોવી જોઇએ. એ પહેલાં આ ઘટનાની ટીકા કરવી ન જોઇએ. પરંતુ કાયદાનું પાલન કરતા દેશમાં આ પ્રકારની હિંસા સ્વીકારી શકાય નહીં.
રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષા રેખા શર્મા
રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષા રેખા શર્માએ કહ્યું કે એક આમ આદમી તરીકે હું ખુશ છું. પરંતુ આરોપીઓને ન્યાયતંત્ર દ્વારા સજા થાય એ વધુ યોગ્ય રહેત. આ પ્રકારના એન્કાઉન્ટર ખોટો દાખલો બેસાડે છે.
સીતારામ યેચુરી
માર્ક્સવાદી નેતા સીતારામ યેચુરીએ પણ એન્કાઉન્ટરની તપાસ યોજવાની માગણી કરી હતી અને આ ઘટનાને વખોડી હતી. ૨૦૧૨માં બનેલી નિર્ભયા કાંડની ઘટના પછી ઘડાયેલા કડક કાયદાનું પાલન કેમ થતું નથી એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ વકીલ વૃંદા ગ્રોવરે પોલીસ સામે હ્લૈંઇ કરવાની માંગણી કરી
હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા મામલામાં જે રીતે તેલંગાના પોલીસએ ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે, ત્યારબાદથી પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટની વકીલ વૃંદા ગ્રોવર એ કહ્યું કે, તેલંગાના પોલીસ પર કેસ નોંધવો જોઈએ. ઉપરાંત આ મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ પણ કરાવવી જોઈએ. તેઓએ કહ્યું કે, કોઈ પણ ઘટનામાં પોલીસ એન્કાઉન્ટર કરવું ખોટું છે.
દિલ્હી ગેંગરેપ પીડિતા નિર્ભયાની માતાઃ
હૈદરાબાદ પોલીસને ધન્યવાદ, આનાથી મોટો ન્યાય હોઈ જ ના શકે. હવે જલ્દી નિર્ભયાના આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. સજામાં મોડું થતા કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય છે.
ઉમા ભારતી, બીજેપી નેતાઃ
એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપનારા બધા પોલીસ અધિકારી શુભેચ્છાના પાત્ર છે. હું હવે વિશ્વાસ કરી શકું છું કે બીજા રાજ્યોમાં સત્તા પર બેઠા લોકો આરોપીઓને જલ્દી સજા કરશે.
યોગગુરુ, રામદેવઃ
પોલીસે જે પણ કર્યું તે સાહસપૂર્ણ કામ છે. મને લાગે છે કે ન્યાય થયો છે અને જે કાયદાકીય સવાલ ઉભા થઈ રહ્યા છે તે અલગ વાત છે. મને લાગે છે કે દેશની જનતાને હવે સંતોષ મળશે.
07:42 PM | December 6
હૈદરાબાદ દુષ્કર્મ કેસના ચારેય નરાધમોને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. ત્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે એન્કાઉન્ટર અંગે ખુશી વ્યક્ત કરી હતી. સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જે થયું તે સારું થયું આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર થયા. હૈદરાબાદ પોલીસે દેશની અન્ય પોલીસને શીખ આપી છે કે રેપના આરોપીઓ સાથે શું કરવું જોઈએ.
ન્યુ દિલ્હી,તા.૬
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને હૈદરાબાદ એનકાઉન્ટર અંગે કહ્યું, ભલે મોડું આવ્યું પણ યોગ્ય આવ્યું. તો સોનલ માનસિંહે કહ્યું કે આરોપી વિરૂદ્ધ થયેલી કાર્યવાહી યોગ્ય છે. સાથે જ તેઓએ કહ્યું કે સગીર વયના આ પ્રકારના કામ કરે છે ત્યારે સામાજિક સ્તરે સુધારો કરવાની જરૂર છે.
ન્યુ દિલ્હી,તા.૬
ભાજપના સાંસદ મેનકા ગાંધીએ હૈદરાબાદ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા છે. મેનકા ગાંધીએ કહ્યું કે હૈદરાબાદમાં જે થયું તે યોગ્ય નથી. એન્કાઉન્ટર આ પ્રકારની સમસ્યાનું સમાધાન નથી. મેનકા ગાંધીએ કહ્યું કે આરોપીઓને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત સજા મળવી જોઈએ. સાથે જ આરોપીઓ જેલમાં બંધ હોય તો કેવી રીતે ભાગી શકે તેવા સવાલો પણ કર્યા હતા.
અમદાવાદ તા.૬
અમદાવાદમાં બે સગાભાઇનાં બીઆરટીએસની બસની ટક્કરથી થયેલા મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. તંત્ર તરફથી શહેરના બીઆરટીએસ કોરિડોરની આસપાસ રહેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.
શહેરના સાત ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશ બાદ મેગા ડ્રાઇવ શરૂ કરાઇ હતી.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાહુલ શર્માએ કહ્યુ હતુ કે, કમિશનર સાહેબની સૂચના બાદ શહેરના સાત ઝોનમાં મેગા ડ્રાઇવ ચાલી રહી છે. શહેરનામાં જે રસ્તા પર બીઆરટીએસ કોરિડોર પસાર થઇ રહ્યો છે તેની આસપાસ જે પણ ગેરકાયદે દબાણો હશે તે દૂર કરાશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, બીઆરટીએસ કોરિડોર સમાન ફૂટપાથ પર રહેલા વ્હીકલ કે દબાણો દૂર કરવાની કામગીરી પણ થઇ રહી છે. કારણ કે ફૂટપાથ પાર્કિગ માટે નહીં પરંતુ સામાન્ય લોકોને ચાલવા માટે છે.આ ઉપરાંત જેટ ટીમ દ્વારા પણ ટ્રાફિક અડચણ અંગે વાહન ચાલકો પાસે દંડ વસૂલાયો હતો. મહત્વપૂર્ણ છે કે બીઆરટીએસમાં વધી રહેલા અકસ્માત બાદ એએમસી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જો આ કામગીરી પહેલા કરી હોત તો કદાચ અનેક જીવ બચાવી શક્યા હોય અને અનેક લોકોને ઈજાગ્રસ્ત થતાં અટકાવી શકાય હોત.ઉલ્લેખનીય છે કે ગત મહિના પાંજરાપોળ ખાતે બેફામ દોડી રહેલી બીઆરટીએસની બસની ટક્કરે બે સગાભાઈઓનાં મોત થયા હતા. આ મામલે તપાસ બાદ બીઆરટીએસના ડ્રાઇવરોને તાલિમને લઈને અનેક પગલા સૂચવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બીઆરટીએસના કોરિડોરમાં ઘૂસી જતાં સામાન્ય વાહન ચાલકો પાસેથી આકરો દંડ વસૂલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ તા.૬
ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાના જોડાયા બાળકોનાં ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાને બે જોડિયા બાળકોનો ૧૯ સપ્તાહનો ગર્ભ રહી જતાં ગર્ભપાતની મંજૂરીની દાદ માંગતી રિટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ પીડિતાના મેડિકલ રિપોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ભલામણ બાદ ગર્ભપાતની મંજૂરી આપતો આદેશ કર્યો હતો.મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સીના નિયમ પ્રમાણે ૨૦ સપ્તાહથી વધુ સમયના ગર્ભ માટે વ્યકિતએ હાઈકોર્ટની મંજૂરી લેવી પડે છે.
જોકે, આ કિસ્સામાં ગર્ભ માત્ર ૧૯ સપ્તાહ અને એક દિવસનો ગર્ભ હતો પરતું પીડિતાને બે જોડિયા બાળકોનો ગર્ભ હોવાથી સામાન્ય ગર્ભપાત કરતા વધુ જોમખ પણ હતું.હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોને તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે. ગર્ભપાત વહેલી તકે અને પીડિતાના જીવને જોખમ ન હોય એ રીતે કરવામાં આવે તેવું હાઈકોર્ટે સૂચન કર્યું હતું. હાઈકોર્ટે ડૉક્ટરોની ટીમના મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી છે.સમગ્ર કેસની વિગત એવી છે કે, પીડિતાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગર્ભ રહી જતાં તેને દૂર કરવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. દુષ્કર્મ મુદ્દે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
નવીદિલ્હી તા.૬
ગૌતમ ગંભીરે વર્ષ ૨૦૧૭માં કોલકાતા નાઇટ રાઇડર્સનો સાથ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે આખી સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો હતો અને ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. આમ છતા ગંભીરનો પોતાની ઘરેલું ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સથી મોહ ખતમ થયો નથી. તે ફરી આ ટીમ સાથે જોડાવવાની તૈયારીમાં છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુકેલો ગંભીર આ વખતે ટીમ માલિકના રુપમાં જોવા મળી શકે છે.ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ઇસ્ટ દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સમાં ૧૦ ટકા શેર ખરીદવાનો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે જેએસડબલ્યુ ગ્રૂપે ૫૫૦ કરોડ રુપિયામાં આ ટીમના ૫૦ ટકા શેર ખરીદ્યા હતા. જ્યારે અન્ય ૫૦ ટકા શેર જીએમઆર ગ્રૂપ પાસે છે. ગંભીરે ૧૦ ટકા શેર માટે લગભગ ૧૦૦ કરોડ રુપિયા આપવા પડશે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કશું કહ્યું નથી.ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી. ત્રણ વર્ષ પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયો હતો. ગંભીરે કોલકાતાને બે વખત ચેમ્પિયન બનાવ્યું હતું. ૨૦૧૭માં તે દિલ્હીમાં ફરી પાછો ફર્યો હતો. જોકે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે ગંભીર પાસે કેપ્ટનશિપ લઈને શ્રેયસ ઐયરને આપવામાં આવી હતી. ગત વર્ષે દિલ્હી કેપિટલ્સે ગંભીરને રિલીઝ કરી દીધો હતો.
ચિત્રકૂટ, તા.૬
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક ગામના પ્રધાનના પુત્રીના લગ્ન દરમિયાન ડાન્સ અંગે વિવાદ બાદ એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ડાન્સ હિના પણ છે. ડાન્સર હિનાને ચહેરા ઉપર ગોળી વાગી હતી. જેના પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના ચિત્રકૂટના ટિકરા ગામમાં બની હતી.
અહીં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં યુવતીઓનો ડાન્સ ચાલતો હતો ત્યારે ગ્રામ પ્રધાનના સંબંધીએ ડાંસ અંગે વિવાદ બાદ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન એક ડાન્સર ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. તેના ચહેરા ઉપર ગોળી વાગી હતી. અને બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રૂપથી ઘાયલ મહિલાને પ્રયાગરાજની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને લખનઉ એસજીપીઆઈમાં દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે મરુ પોલીસ સ્ટેશનની હદમાં આવતું ટિકરા ગ્રામ પ્રધાન સુધીર સિંહની પુત્રીના લગ્ન હતા. જાન માનિકપુરથી ટિકરા ગામ પહોંચી હતી. જેમાં વર પક્ષ તરફથી ડાન્સ ગર્લને હમીરપુરથી બોલાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં બાર ગર્લ ડાન્સ કરી રહી હતી. ત્યારે જ ગ્રામ પ્રધાનના એક સંબંધી સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે ડાન્સર સાથે વિવાદ થયો હતો.ત્યારબાદ તેણે ગેરકાનૂની રાખેલા તમંચાથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ડાન્સર હીનાને ગોળી વાગી હતી. જેથી ચહેરા ઉપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હીનાને મોંઢા ઉપર ગોળી વાગી હતી. આ ફાયરિંગમાં અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
07:13 PM | December 6
નવીદિલ્હી તા.૬
નિર્ભયા રેપ કાંડના દોષિતોને જલ્દી ફાંસીની સજા મળી શકે છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી દીધી છે. જેમાં મંત્રાલયે ફગાવવાની ભલામણ કરી છે.
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.દયા અરજી ફગાવવાની ફાઇલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવાના બે દિવસ પછી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાઇલ વિચાર કરવા અને અંતિમ નિર્ણય માટે રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે નિર્ભયા સામૂહિક બળાત્કારના મામલામાં દોષિતની અરજી ફગાવવાની ભલામણ કરવાની ફાઇલમાં ટિપ્પણી પણ કરી છે.
મામલાના દોષિયોમાં સામેલ વિનય શર્મા ૨૩ વર્ષીય છાત્રા સાથે બળાત્કાર અને તેની હત્યાને લઈને મોતની સજાનો સામનો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા સામૂહિક બળાત્કારની ઘટના ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ થઈ હતી. ઇજાના કારણે તેનું મોત થયું હતું.
આ બર્બર ઘટનાથી રાષ્ટ્રવ્યાપી રોષની લહેર છવાઇ ગઈ છે અને વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન થયા હતા.નિર્ભયા મામલામાં દયા અરજીને ફગાવવાનું પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે હૈદરાબાદમાં ૨૫ વર્ષીય એક ડૉંક્ટર સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાને લઈને રાષ્ટ્રવ્યાપી રોષ છે.
બોટાદ તા.૬
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૫૪ ફૂટ ઊંચી હનુમાનજી ની પ્રતિમા મૂકાશે. પ્રતિમાની મુકવાની જગ્યા પર મંદિર વિભાગ દ્વારા ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું .
મંદિર વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ પ્રથમ એવી આ મૂર્તિ હશે જે સોલિડ બ્લેક ગ્રેનાઈટ વાળી હશે.ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત ૧૯૦૫ આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભક્તોનાં દર્શન માટે રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું.
૧૭૦ વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.હવે આ મંદિરમાં હનુમાનજી મહારાજની એક વિશાળકાય પ્રતિમાનો ન્યાસ થયો છે. આ પ્રતિમાના કારણે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે. અગાઉ દેશમાં દિલ્હી, હરીદ્વાર સહિતના અનેક સ્થાનોમાં હનુમાનજીની ૧૦૦ ફૂંટ ઉચાઈ ધરાવતી પ્રતિમાઓ મૂકાઈ છે.
વડોદરા તા.૬
વડોદરાના હરણી હવાઈ મથકમાં કબૂતરો માથાનો દુઃખાવો બન્યા છે. રૂ.૧૬૦ કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ ઍરપૉર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં ૧૬ કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરે છે, જેના કારણે ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા કબૂતર પકડવાના એક્સપટ્ર્સની મદદ માંગવામાં આવી છે.
સત્તાધીશોએ જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ કબૂતરોને માર્યા વગર કે નુકસાન પહોંચાડ્યા વગર ૧૬ કબૂતર પકડી પાડશે તેને પુરસ્કાર પણ આપવામાં આવશે.હરણી ઍરપૉર્ટ બન્યા બાદ કેટલીક ખુલ્લી જગ્યામાંથી ઍરપૉર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે . જે જગ્યા શોધી કબૂતરની એન્ટ્રી બંધ કરાઇ છે. પરંતુ તેમને બહાર કાઢી શકાતાં નથી.અંદાજે ૨૫ મીટર ઉપર રહેતાં કબૂતરને પકડવાં પડકાર સમાન છે. કબૂતર ગમે ત્યાં ચરકે અને ગંદકી કરે છે. અવાજ કરે છે. જેથી ઍરપૉર્ટ ઓથોરીરિ પરેશાન છે.
જો શહેરમાં કોઇને કબૂતર પકડતાં આવડતું હોય તો ઍરપૉર્ટ ઓથોરિટીની મદદ કરવા જણાવાયું છે.આ અંગે ઍરપૉર્ટ ડાયરેક્ટર ચરણસિંહે એક નિવેદનમાં જણાવ્યું કે ’અમે કબૂતરને મારવામાં કે ક્રૂરતાથી પકડવામાં માનતા નથી. જેથી યોગ્ય ઉકેલ અથવા જાણકારની મદદ શોધીએ છીએ. ગંદકીનો મુખ્ય પ્રશ્ન છે. કબૂતર ઊંચાઇ પર છે. જેથી કેટલાક લોકો આવીને પરત જાય છે. અમે એક કબૂતરના રૂ. ૧૦૦૦ ચૂકવવા તૈયાર છીએ.’વડોદરા ઍરપૉર્ટની જેમ જ ચેન્નાઈ ઍરપૉર્ટમાં આ પ્રકારનો ત્રાસ હતો. ચેન્નાઈ ઍરપૉર્ટે કબૂતરોને પકડવામાં સફળતા મેળવી હતી તેથી વડોદરાના ઍરપૉર્ટ મેનૅજમૅન્ટ દ્વારા ચેન્નાઈ ઍરપૉર્ટ ઑથોરિટીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.
બેંગ્લુરૂ તા.૬
બેંગલુરુના એક ઇજનેરને ઓનલાઇન પીઝા મંગાવવાનું ભારે પડ્યું હતું. ઓનલાઇન પીઝા મંગાવતી વખતે એ.વી. શેખ નામનો યુવક છેતરપિંડીની શિકાર બની ગયો હતો. યુવકે મંગાવેલા પીઝા પણ આવ્યા ન હતા અને તેના બેંક ખાતામાંથી ૯૫ હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. યુવક સાથે એવી જ રીતથી છેતરપિંડી કરવામાં આવી હતી જેવા બનાવો છેલ્લા થોડા દિવસોમાં અન્ય જગ્યાએથી સામે આવ્યા છે. તમે પણ આવી છેતરપિંડીનો ભોગ ન બનો તો માટે તમારે આ ન્યૂઝ જાણી લેવા જરૂરી છે.બેંગલુરુના કોરમંગલાના એન.વી.શેખ નામવા યુવકે ફૂડ ડિલિવરી એપ્લિકેશનની માધ્યમથી પ્રથમ ડિસેમ્બરના રોજ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. કલાક સુધી ઓર્ડર ન આવતા યુવકે ફૂડ માર્ટના કસ્ટમર કેરને ફોન કર્યો હતો. યુવકને સામા પક્ષથી જવાબ આપવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટે તમારો ઓર્ડર હજુ સુધી સ્વીકાર્યો નથી. આથી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે. જે બાદમાં સામે બેઠેલા વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે થોડીવારમાં તમારા મોબાઇલ પર એક એસએમએસ મળશે. મોબાઇલમાં મળેલી લિંક પર ક્લિક કર્યા બાદ તેને તેના પૈસા રિફંડ આપી દેવામાં આવશે.મદિવાલા પોલીસે જણાવ્યું કે, યુવકે કસ્ટમર કેરના કર્મીએ કહ્યા પ્રમાણે કર્યું હતું. મોબાઇલમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ તે ફિશિંગનો શિકાર બની ગયો હતો. જે બાદમાં ઠગોએ તેના બેંકની માહિતી મેળવી લીધી હતી અને તેમાંથી ૯૫ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે યુવકે મદિવાલા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવી પણ માહિતી મળી છે કે પીડિત યુવકે તેની કેન્સર પીડિત માતાની સારવાર માટે પૈસા એકઠા કર્યા હતા.આ મામલે જ્યારે ફૂડ ડિલિવરી કંપની સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપની ફક્ત ઇ-મેલ અને ચેટિંગમાં જ ગ્રાહકો સાથે સંપર્ક કરે છે. અમે કોઈ જ કોલિંગ(ફોન પર મદદ) સેવા નથી આપતા. ફૂડ ડિલિવરી કંપનીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "અમે અમારા ગ્રાહકોની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે અમારા માનવંતા ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે કોઈ સાથે તમારા બેંકની વિગતો શેર ન કરો." નવેમ્બર મહિનામાં બેંગુલુરુ ખાતે રહેતા એક અન્ય વ્યક્તિએ પણ આવી જ રીતે ૮૫ હજાર રૂપિયા ગુમાવ્યા હતા.ઓનલાઇન ફૂડ મંગાવ્યા બાદ ઓર્ડર ન આવવાના કેસમાં ગ્રાહકો ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી કંપનીના નંબરો શોધતા હોય છે. ઘણી વખતે ઓનલાઇન છેતરપિંડી કરતા ઠગો ઇન્ટરનેટ પર જે તે કંપનીના ભળતા નામ સાથે કસ્ટમર કેર નંબર મૂકી દેતા હોય છે. કોઈ ગ્રાહક જ્યારે આ નંબર પર ફોન કરે છે ત્યારે તેમને એક લિંક મોકલીને બેંકની વિગતો ભરવાનું કહેવામાં આવે છે. ગ્રાહકો રિફંડ મેળવવાના ચક્કરમાં માહિતી આપી દેતા હોય છે અને ઠગાઈનો ભોગ બનતા હોય છે.
ગાંધીનગર તા.૬
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું.આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો થતા તેઓએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે.પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે.તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે.મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે.તેમજ, ૧,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.
07:08 PM | December 6
ગાંધીનગર તા.૬
બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં અનેક ગેરરિતીઓ થતી હોવાના આક્ષેપ સાથે ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે.
ગઇકાલે સતત બીજા દિવસે રાત્રે પણ તમામ યુવક અને યુવતી ઉમેદવારો ઠંડીમાં પણ રસ્તા ઉપર બેસી રહ્યા હતા. તેમની સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ બેઠા હતા.ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીએ સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે, ભૂખ્યા તરસ્યા રોડ પર બેઠેલા ઉમેદવારો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવી. જોકે કોંગ્રેસ દ્વારા પણ આ ઉમેદવારો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.મોડી રાત્રે પણ ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી હતી કે, ગમે તે થાય આ સંદર્ભમાં સરકાર સામે લડી લેવા માં આવશે અને પીછેહટ કરવામાં નહીં આવે ઉમેદવારોના બની ગયેલા યુવરાજસિંહ જાડેજા સાથે પ્રદિપસિંહ જાડેજા ની મીટીંગ થયા બાદ તેઓ આંદોલનમાંથી થઈ ગયા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર અન્ય ઉમેદવારોને પણ રસ્તા પરથી ઉઠી જવાની સમજાવટ કરી રહ્યા છે.આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવે છે કે, ઉમેદવારોના આગેવાનો સાથે સરકારે ચર્ચા કરી છે અને તેમની લાગણીઓને સાંભળી છે. તેમની સાથે મુલાકાત થયા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં તેનો અહેવાલ નહીં આવે ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે. હવે મોટાભાગના ઉમેદવારો દ્વારા આંદોલન સમેટી લેવાયું છે અને તેઓ રોડ પરથી ઉભા થઇ ગયા છે. હાલમાં જે લોકો બેઠા છે તેમાં કોંગ્રેસના લોકો વધુ છે અને કેટલાક ઉમેદવારો છે.
નવીદિલ્હી તા.૬
એર ઈન્ડિયાને ગત વર્ષે(૨૦૧૮-૧૯)માં ૮,૫૫૬.૩૫ કરોડ રૂપિયાનું નુકસાન(પ્રોવિઝનલ) થયું. તે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે. વિમાનોના ઓછા ઉપયોગ અને હવાઈ ઈંધણની ઉંચી કિંમતોના કારણથી એરલાઈનને નુકસાન થયું.
પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહેવા દરમિયાન રોજ લગભગ ૩ કરોડથી ૪ કરોડ રૂપિયાનું નુકસાન થવાને કારણે પણ લોસ વધ્યો. ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે લોકસભામાં એર ઈન્ડિયાના આંકડાની માહિતી આપી.
એરલાઈનને ૨૦૧૭-૧૮માં ૫,૩૪૮.૧૮નું નુકસાન થયું હતું. ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર બાદ એર ઈન્ડિયા એક વાર ફરી નફામાં ન રહી. છેલ્લા દસ વર્ષમાં ૬૯,૫૭૫.૬૪નું નુકસાન સહન કરી ચુકી છે. પુરીએ જણાવ્યું કે એર ઈન્ડિયાના નુકસાન અને લોનની સ્થિતિને જોતા ૨૦૧૨માં તત્કાલીન સરકારે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રિવાઈવલ પેકેજ મંજૂર કર્યું હતું. ૨૦૧૧-૧૨થી અત્યાર સુધીમાં એરલાઈનને ૩૦,૫૨૦.૨૧ કરોડ રૂપિયા મળી ચુક્યા છે.
એર ઈન્ડિયા પર કુલ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. સરકાર એરલાઈનને વેચવાની કોશિશમાં જોડાઈ છે. ગત વર્ષે ૭૬ ટકા હિસ્સો વેચવાની કોશિશ નિષ્ફળ રહી હતી. આ વખતે સ્ટ્રેટેજી બનાવીને બિડિંગના નિયમ સરળ કરવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રીએ ગત સપ્તાહે કહ્યું હતું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ ન થયું તો તેનું સંચાલન મુશ્કેલ થઈ જશે.
નવીદિલ્હી તા.૬
વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ આઇપીઓ મારફતે રૂપિયા ૨,૫૬૦ કરોડ ડોલર (૧.૮૨ લાખ કરોડ રૂપિયા) એકત્રિત કર્યા છે. તે વિશ્વનું સૌથી મોટુ પ્રારંભિક જાહેર ભરણું છે. અગાઉ ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા આ રેકોર્ડ ધરાવતી હતી. અરામકો સાઉદી અરબના શેરબજારમાં લિસ્ટીંગ બાદ એપલને પાછળ છોડી વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી લિસ્ટેડ કંપની બની જશે. અરામકોએ આઇપીઓ પ્રાઈઝ ૮.૫૩ ડોલર નક્કી કરી હતી. આ કિંમત પ્રમાણે અરામકોએ ૨૦ હજાર કરોડનુ શેર મૂલ્ય ૧.૭૦ લાખ કરોડ ડોલર (૧૨૧ લાખ કરોડ રૂપિયા) થાય છે. એપલનું માર્કેટ કેપ ૧.૧૮ લાખ કરોડ ડોલર (૮૪ લાખ કરોડ રૂપિયા) છે.અરામકો સાઉદી અરબની સરકારી કંપની છે. ગયા મહિને ૧.૫ ટકા શેર વેચાણ માટે આઇપીઓ રજૂ કર્યો હતો. પ્રથમ વખત વર્ષ ૨૦૧૬માં આઇપીઓ રજૂ કરવાની યોજના રજૂ કરી હતી. પરંતુ વેલ્યુએશન વધારવાના પ્રયાસમાં સતત તેમા વિલંબ થતો હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અરામકોનું વેલ્યુએશન ૨ લાખ કરોડ ડોલર (૧૪૨ લાખ કરોડ રૂપિયા) આંકલન કર્યું હતું.અરામકો નફાની દ્રષ્ટીએ પણ સૌથી મોટી કંપની છે. ગત વર્ષ ૧૧,૧૦૦ કરોડ ડોલરનો નફો થયો હતો. તે એપલના વર્ષિક નફા કરતા ૫૦ ટકા વધારે છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલને કુલ ૫,૫૨૫ કરોડ ડોલર નફો થયો હતો. એપલનું નાણાકીય વર્ષ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં એપલ વિશ્વની સૌથી વધુ નફો કરતી કંપની છે. અરામકોએ આ વર્ષના પ્રથમ ૯ મહિના (જાન્યુઆરી-સપ્ટેમ્બર)માં જ રૂપિયા ૬,૮૦૦ કરોડ ડોલરનો નફો કર્યો હતો.
સાઉદી અરબ અર્થવ્યવસ્થાની ઓઈલ પરની નિર્ભરતાને ઓછી કરવા માગે છે.વિશ્વના કુલ ક્રુડ ઉત્પાદનના ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬ના અહેવાલ પ્રમાણે કંપની પાસે રૂપિયા ૨૬,૦૮૦ કરોડ બેરલ ઓઈલ ભંડોળ હતો. અમેરિકી ઓઈલ કંપની એક્સોન મોબિલ પાસે ફક્ત ૨૦૦૦ કરોડ બેરલ ઓઈલ રિઝર્વ હતું. એક્સોન મોબિલ વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ ઓઈલ કંપની છે. વર્ષ ૨૦૧૮માં તેનો નફો રૂપિયા ૨,૦૮૪ કરોડ રહ્યો હતો. ઓઈલની કિંમતમાં ઘટાડો થતા, જળવાયુ પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ જોખમો વગેરેને જોતા સાઉદી અરબની અર્થવ્યવસ્થાની ઓઈલ પરની નિર્ભરતા ઓછી કરવા માગે છે. માટે તેલ કંપનીમાં શેર વેચાણ બીજા ક્ષેત્રોમાં મૂડી લગાવી શકાશે.
નવીદિલ્હી તા.૬
કાંદાના આસમાને પહોંચી ગયેલા ભાવ છેલ્લા અમુક મહિનાઓથી ભારતવાસીઓને રડાવી રહ્યા છે ત્યાં ખાદ્યતેલના ભાવ પણ ઉછળવાનું શરૂ થઈ ગયું છે.મલેશિયા અને ઈન્ડોનેશિયામાં બાયો-ફ્યુઅલ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એને કારણે ત્યાં પામ તેલનો વપરાશ વધી ગયો છે અને એને કારણે એના ભાવ વધી ગયા છે.ભારત આ તેલનું મોટું આયાતકાર છે તેથી એની અસર ભારત ઉપર પણ થશે અને આખરે ગ્રાહકોને માથે બોજો આવશે.વધુમાં, ભારતમાં આ વખતે ભારે વરસાદ પડ્યો હોવાથી તેલનું ઉત્પાદન ઓછું થયું. આમ, દેશમાં તેલના વપરાશકારોની તકલીફ વધે એવી સંભાવના છે.છેલ્લા બે મહિનામાં ક્રૂડ પામ ઓઈલના ભાવમાં ૨૬ ટકાનો વધારો થયો છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારે વરસાદે ખરીફ મોસમના તેલિબિયાં, ખાસ કરીને સોયાબીનના પાકને નુકસાન પહોંચાડ્યું છે. હાલની રવિ મોસમમાં વાવણીનું પ્રમાણ ધીમું રહ્યું છે. તેથી સ્થાનિક બજારમાં તેલ અને તેલિબિયાંનાં ભાવ વધ્યા છે.ભારત વિશ્વમાં ખાદ્યતેલની સૌથી વધારે આયાત કરનારો દેશ છે. ૨૦૧૯-૧૯ની વીતી ગયેલી મોસમમાં ભારતે ૧૫૫ લાખ ટન વનસ્પતિ તેલની આયાત કરી હતી. જેમાં ૧૪૯.૧૩ લાખ ટન તો ખાદ્ય તેલ હતું.
નવીદિલ્હી તા.૬
ભારતે ફ્રાન્સને આવતા વર્ષે મે મહિનામાં આવતા ૪ રાફેલ લડાકુ વિમાનો પર મિટિઓર મિસાઇલો સોંપવા જણાવ્યું છે. હવાથી હવામાં માર કરતી આ મિસાઇલ ૧૨૦થી ૧૫૦ કિલોમીટર દૂરના લક્ષ્યોને પછાડી શકે છે. આ મિસાઇલ એટલી જીવલેણ છે કે તેને ‘નો સ્કેપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રફાલમાં આ મિસાઇલ તહેનાત કરીને ભારત તેના હરીફ દેશો પાકિસ્તાન અને ચીન સામે હવાઈ યુદ્ધમાં નિર્ણાયક ધાર મેળવી શકશે. આના માધ્યમથી ભારત કોઈપણ હુમલાનો નાશ કરવામાં સમર્થ હશે.આ મિસાઇલ પાકિસ્તાનની એઆઈએમ -૧૨૦ સીથી આગળ નીકળી જશે, જેમાં ૧૦૦ કિ.મી. સુધીના લક્ષ્યો પર ત્રાટકવાની ક્ષમતા છે.
બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારતીય સીમા પર મોકલવામાં આવેલા તેના એફ -૧૬ જેટ પર આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.મીટિઅર મિસાઇલોને બીવીઆર એટલે કે વિઝ્યુઅલ રેન્ડ મિસાઇલથી પણ આગળ કહેવામાં આવે છે. શરૂઆતમાં તે ૨૦૨૦ના અંત સુધીમાં આવવાની હતી. પરંતુ ભારતે ફ્રાન્સને મે ૨૦૨૦માં ૪ રાફેલ જેટ સાથે સોંપવા કહ્યું છે.આ બિયોન્ડ વિઝ્યુઅલ રેંજ, હવાથી હવામાં માર કરતી આ મિસાઇલની આગામી કૃતિ માટે બનાવવામાં આવી છે. તે અત્યાર સુધીની સૌથી આધુનિક અને ઘાતક મિસાઇલોમાંની એક માનવામાં આવે છે.
આ મિસાઇલ કોઈપણ હવામાન અને કોઈપણ પ્રકારના લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. ૧૯૦ કિલો અને ૩.૭ મીટર લાંબી આ મિસાઇલ એડવાન્સ રડાર સિસ્ટમથી સજ્જ છે.