~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૨૨
ઉના શહેર ત્થા તાલુકામાં પોલીસની ધાક કે બીક હવે તસ્કરો, બુટલેગરોમાં રહી નથી ઉના શહેરમાં લોકો હવે સલામતી પુર્વક રહી શકતા નથી અસલામતીનો ભય અનુભવે છે જ્યારે તસ્કરો સલામત હોય તેમ પોલીસની પકડથી દુર રહે છે. ઉના શહેરમાં વેરાવળ રોડ ઉપર સરકારી હોસ્પિટલ આગળ રેલ્વે ફાટક પાસે ખુબ ટ્રાફીક હોય ઉનાની પીજીવ...
ઉના, તા.૨૨
ઉના શહેર ત્થા તાલુકામાં પોલીસની ધાક કે બીક હવે તસ્કરો, બુટલેગરોમાં રહી નથી ઉના શહેરમાં લોકો હવે સલામતી પુર્વક રહી શકતા નથી અસલામતીનો ભય અનુભવે છે જ્યારે તસ્કરો સલામત હોય તેમ પોલીસની પકડથી દુર રહે છે. ઉના શહેરમાં વેરાવળ રોડ ઉપર સરકારી હોસ્પિટલ આગળ રેલ્વે ફાટક પાસે ખુબ ટ્રાફીક હોય ઉનાની પીજીવીસીએલ કચેરીના કર્મચારી પ્રવિણભાઈ કરશનભાઈ વાઢેર ઉનાની ટાવર ચોકમાં આવેલ ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય શાખામાંથી કર્મચારીઓની ટી.એ.ડી.એ.ની રકમ ચુકવવા રૂા.૯૬,૮૯૫ રોકડા ઉપાડી થેલામાં રાખી જતા હતા ત્યારે ટ્રાફીકના હિસાબે સાઈડમાં મોટર સાયકલ બંધ રાખી ટ્રાફીક હળવો થવાની રાહ જોતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો આવી બાઈકનાં હેન્ડલમાં રાખેલ રોકડા રૂપિયા ભરેલ થેલો ઝુંટવી નાસી છુટેલ હતા તેમને પકડવા પ્રયત્નો કરેલ પરંતુ હવામાં ઓગળી ગયા હતા. કર્મચારી પીજીવીસીએલની કચેરીએ જઈ વાત કરતા અધિકારીઓ પોલીસ સ્ટેશને લેખીતમાં જાણ કરતા પોલીસે ફરીયાદ નોંધવાને બદલે અરજી લઈને આશ્વાસન આપ્યું હતુ. હાલ તો પીજીવીસીએલનાં કર્મચારીઓને ટીએડીએની રકમ ચીલ ઝડપ થઈ જતા સાતમ-આઠમનો તહેવાર બગડયો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૨૨
વિભાગીય રેલ્વેનાં મુખ્ય ગાડી નિયંત્રક ભાવનગરને ગત માસમાં તેના વિભાગની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ અર્પી સન્માનિત કરાયા હતા.
ભાવનગર વિભાગનાં મુખ્ય ગાડી નિયંત્રક પલાશ મંડલ ત્થા કર્મચારીઓ દ્વારા જુલાઈ માસ દરમ્યાન ૧૫૬ ડબલ સ્ટેક કન્ટેનરનું લોડીંગ કરી ઉત્કૃષ્ઠ કામગીરીનું પ્રદર્શન કર...
ભાવનગર, તા.૨૨
વિભાગીય રેલ્વેનાં મુખ્ય ગાડી નિયંત્રક ભાવનગરને ગત માસમાં તેના વિભાગની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ અર્પી સન્માનિત કરાયા હતા.
ભાવનગર વિભાગનાં મુખ્ય ગાડી નિયંત્રક પલાશ મંડલ ત્થા કર્મચારીઓ દ્વારા જુલાઈ માસ દરમ્યાન ૧૫૬ ડબલ સ્ટેક કન્ટેનરનું લોડીંગ કરી ઉત્કૃષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવતા તેમને વિભાગીય રેલ્વે મેનેજર પ્રતિક ગોસ્વામીના હસ્તે એવોર્ડ, પ્રમાણપત્ર ત્થા રોકડ રૂા.૧૦૦૦ નુ પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ જુલાઈ-૨૦૧૯ દરમ્યાન વિભાગના કર્મચારીઓ-સ્ટાફ દ્વારા ૩૧૪૯૦ કન્ટેનર પીપાવાવ સાઈટ ખાતે ખાલી કરાયા હતા જે આંક વિભાગમાં સૌથી ઉંચો હોવાનુ રેલ્વે તંત્ર દ્વારા જણાવાયું છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૨૨
ખંભાળીયા-જામનગર હાઈવે પર અત્રેથી આશરે ત્રણેક કિ.મી. દુર પ્લેટીનમ હોટલ પાસે અહીંના આહિર અગ્રણી, સ્વ.રામશીભાઈ મારખીભાઈ ગોરીયા પરીવારની ખેતીની જમીન આવેલી છે.
પરીવારજનોની આ સંયુકત માલીકીની જમીન પર લોન લેવાના બહાને જામનગરની જયંત સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર રામશીભાઈ ગોરીયાએ તેના ભાઈ, મા...
મીઠાપુર, તા.૨૨
ખંભાળીયા-જામનગર હાઈવે પર અત્રેથી આશરે ત્રણેક કિ.મી. દુર પ્લેટીનમ હોટલ પાસે અહીંના આહિર અગ્રણી, સ્વ.રામશીભાઈ મારખીભાઈ ગોરીયા પરીવારની ખેતીની જમીન આવેલી છે.
પરીવારજનોની આ સંયુકત માલીકીની જમીન પર લોન લેવાના બહાને જામનગરની જયંત સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર રામશીભાઈ ગોરીયાએ તેના ભાઈ, માતા અને બહેનો પાસે તા.૧૭/૬/૨૦૧૪ ના રોજ રૂા.૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર કુલમુખત્યારનામુ કરાવી લઈ આ કિંમતી જમીન અંગેનો પાવર મેળવ્યો હતો. પરંતુ જમીનનાં સોદા તથા રોકડ સહિતની રકમની લેવડ-દેવડના મુદે મનદુઃખ થતા આ કુલમુખત્યારનામુ તા.૩૦/૬ ના રોજ રદ કરી દેવામાં આવ્યું હતુ.
આ પછી આ કિંમતી જમીન અંગેનો દસ્તાવેજ રદ કરાયેલા કુલમુખત્યારનામાના આધારે ખોટો દસ્તાવેજ બનાવી આ જમીન જામનગરના ફરાર એવા જયસુખ મુળજીભાઈ રાણપરીયા (રહે.દિગ્યવીજય પ્લોટ શેરી નં.૬૪, ફલેટ નં.૪૦૧) નામના પટેલ શખ્સ સાથે રતીલાલ ભવાનભાઈ ડોબરીયા, બાબુલાલ ભવાનભાઈ ડોબરીયા તથા મહેશ ભવાનભાઈ ડોબરીયા નામના કુલ પાંચ શખ્સોએ જમીન પચાવી પાડવા માટે કૌભાંડ આચર્યાનુ પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર કથિત જમીન કૌભાંડ અંગે જિતેન્દ્ર રામશીભાઈ ગોરીયાના નાનાભાઈ વિવેકભાઈ રામશીભાઈ ગોરીયાએ ખંભાળીયા પોલીસ મથકમાં પોતાના મોટાભાઈ સહિત પાંચ શખ્સો સામે રદ થયેલા કુલ મુખત્યાર નામનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓ જાણતા હોવા છતા જમીન પચાવી પાડવા માટે પુર્વ યોજીત કાવતરૂ કરીને જે તે વખતની રૂા.૧૦ કરોડની મોટી કિંમતની જમીનનો બોગસ દસ્તાવેજ કરાવી, ફરીયાદી વિવેકભાઈ ગોરીયા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી, જમીન કૌભાંડ આચર્યાનું જણાવ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળીયા પોલીસે આઈપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પોલીસ ઈન્સ. પી.એ.દેડાવાડીયાએ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા સહિતના મુદે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
નવાગામ, તા.૨૨
જામનગર જિલ્લાનું ગામ કાલાવડ (શીતલા)એ તાલુકાનું મુખ્ય શહેર છે. કાલાવડ ગામની કાલાવડી નદીનાં પૂર્વ કિનારે કાલાવડ ગામની શોભા ગણી શકાય તેવું ઐતિહાસિક કારેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવનું મંદિર આવેલું છે. વિક્રમના ૧૧ માં સૈકામાં કાળા માંજરીયા નામના કાઠીએ કાલાવડ ગામ વસાવેલ છે. કાળા કાઠીએ તેમના કુ...
નવાગામ, તા.૨૨
જામનગર જિલ્લાનું ગામ કાલાવડ (શીતલા)એ તાલુકાનું મુખ્ય શહેર છે. કાલાવડ ગામની કાલાવડી નદીનાં પૂર્વ કિનારે કાલાવડ ગામની શોભા ગણી શકાય તેવું ઐતિહાસિક કારેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવનું મંદિર આવેલું છે. વિક્રમના ૧૧ માં સૈકામાં કાળા માંજરીયા નામના કાઠીએ કાલાવડ ગામ વસાવેલ છે. કાળા કાઠીએ તેમના કુળદેવી શીતલા માતાજી તેમજ મહાદેવની કૃપાથી આસપાસનો મુલ્ક કબજે કરી કાળા કાળા કાઠીએ સાત ચોવીસી બાંધી અને પોતાના નામ પરથી કાલાવડ શહેર વસાવી ત્યાં પોતાની રાજ્યગાદી સ્થાપી તેમજ કાલાવડી નદીને પૂર્વ કિનારે કારેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવની સ્થાપના કરી શ્રાવણ માસમાં તેમજ અન્ય તહેવારોમાં મોટી સંખ્યામાં ભકતો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે.
કાલાવડમાં આવેલ કારેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવનાં મંદિરના પટાંગણમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રકૃતિની ઉપસ્થિતિનો તથા અલૌકિક ચૈતન્ય શકિતનો અનુભવ થતો હોય તેમ લાગે છે. મંદિરનાં પટાંગણમાં વિવિધ રંગબેરંગી પુષ્ણો તથા અલગ-અલગ પ્રકારના વૃક્ષો આવેલા છે. આ મંદિરના પટાંગણમાં મોરારી બાપુની કથા ૧૯૮૪ માં કરવામાં આવેલ હતી. તેમજ દ્વારકાના શંકરાચાર્ય, ભજનીક નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ, નિરંજન પંડયા જેવા નામી અનામી સંત અને ભજનીક કલાકારો પણ આવેલા છે. શ્રાવણ માસ તથા મહાશિવરાત્રી પર મોટી સંખ્યામાં ભકતો દર્શને આવે છે અને બીલી, પીપળો, લીંમડો, કરંજ, લાલ, પીળી અને સફેદ કરેણ જેવા અનેક વૃક્ષો પણ પટાંગણમાં આવેલા છે.
આ કારેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવના મંદિરની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તે દેવાલય પશ્ચિમ દ્વારનું હોય, પુરાતનકાળની સાક્ષી આપતું હાલ મોજુદ છે. આ મંદિરનો જીર્ણોદ્વાર કાનજીભાઈ વાદી હસ્તે ૨૦૦૧-૨૦૦૨ માં કરવામાં આવેલ છે. આ મંદિરના જીર્ણોદ્વારમાં પ્રમોદભાઈ જાની, પ્રવિણભાઈ જાની તેમજ નામી અનામી ભકતજનોનો ખુબજ મોટો ફાળો રહેલો છે. આ મંદિરમાં રામગીરી ગોસ્વામીના વશંજો પુજારી તરીકે છે. આ કારેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવનું મંદિર ઈતિહાસની સાક્ષી આપતું હાલ કાલાવડી નદીના પૂર્વ કિનારે મોજુદ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
નવાગામ, તા.૨૨
પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલીબેન રૂપાણી કાલાવડ શીતળા માતાનાં દર્શને પહોંચ્યા હતા. આજે વહેલી સવારે અંજલીબેન કાલાવડ પહોંચી શીતળા માતા દર્શન કરીને ગુજરાતની સર્વે જનતાનાં સુખ માટે શીતળા માતાને પ્રાર્થના કરી અને દર્શન કરીને અંજલીબેને અમારા યુવા...
નવાગામ, તા.૨૨
પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલીબેન રૂપાણી કાલાવડ શીતળા માતાનાં દર્શને પહોંચ્યા હતા. આજે વહેલી સવારે અંજલીબેન કાલાવડ પહોંચી શીતળા માતા દર્શન કરીને ગુજરાતની સર્વે જનતાનાં સુખ માટે શીતળા માતાને પ્રાર્થના કરી અને દર્શન કરીને અંજલીબેને અમારા યુવા પ્રતિનિધિ હર્ષલ ખંધેડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શીતળા માતા ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી પ્રચલિત એવા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પુજાય છે. શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક મહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ, પંખો, ઝાડુ અને લીમડાનાં પાંદડા ધારણ કરેલી દર્શાવવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનુ પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમજ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સાંકડી બજારમાં ટ્રાફીક સમસ્યા, રોમીયોગીરી, ગેરકાયદે ખનન, ઓવરલોડ વાહનોની સમસ્યાથી પ્રજા ત્રસ્ત : તસ્કરોને પણ મળી રહ્યું છે મોકળું મેદાન
કોડીનાર, તા.૨૨
કોડીનાર તાલુકા અને શહેરની બે લાખની જનતા છેલ્લા કેટલાક સમયથી સાવ રામભરોસે છે. લુખ્ખા અને આવારા તત્વો ફાટીને ધુવાડે ગયા છે. દિન પ્રતિદિન કાયદો અને વ્ય...
સાંકડી બજારમાં ટ્રાફીક સમસ્યા, રોમીયોગીરી, ગેરકાયદે ખનન, ઓવરલોડ વાહનોની સમસ્યાથી પ્રજા ત્રસ્ત : તસ્કરોને પણ મળી રહ્યું છે મોકળું મેદાન
કોડીનાર, તા.૨૨
કોડીનાર તાલુકા અને શહેરની બે લાખની જનતા છેલ્લા કેટલાક સમયથી સાવ રામભરોસે છે. લુખ્ખા અને આવારા તત્વો ફાટીને ધુવાડે ગયા છે. દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળીને ખાડે ગયા છે. છેલ્લા એકજ માસમાં ચોરી અને ચીલઝડપના બનાવો વધી રહયા છે અને કોડીનારમાં ઘણા સમયથી પી.આઈ.ની જગ્યા ખાલી પડી છે ત્યારે ઈન્ચાજર્ ચાલતુ આ પોલીસ થાણાથી પ્રજા રામભરોસે છે ત્યારે આ સમગ્ર હકીકત જીલ્લા પોલીસ વડાને ટેલીફોનીકથી ઘ્યાને મુકવામાં આવતા પોલીસ વડાએ કોડીનારની પરિસ્થિતી અંગે સબ સલામતીની છડીરી હતી. તહેવારો દરમ્યાન શાંતિ સમીતીની બેઠક બોલાવતા અમલદારો કોઈ સમસ્યા હોય તો જણાવવાનુ કહે છે ત્યારે ઉપસ્થિત આગેવાનો દ્વારા વારંવાર એકજ શહેરની ટ્રાફીક સમસ્યા અંગે યોગ્ય કરવાનુ જણાવે ત્યારે તંત્ર કોડીનાર શહેરની ટ્રાફીક સમસ્યા દુર કરવા કયું ગ્રહણ નડે છે. તે નથી સમજાતુ ત્યારે ટ્રાફીક પોલીસની કામગીરી શહેરની અંદરને બદલે બહાર હાઈવે ઉપર કરતા વધુ જોવા મળે છે. કોડીનાર તાલુકો ગીર વિસ્તારને અડીને આવેલો છે ગીર વિસ્તારમાં બેફામ ખનન થઈ રહયુ છે. નદીઓમાંથી રેતી ચોરી થઈ રહી છે. તાલુકામાં દારૂ જુગારની બદી ફુલીફાલી છે. તે ડામવાને બદલે તેઓને માત્ર હપ્તાખોરીમાં જ રસ હોય તેવો ઘાટ ઘડાયો છે તયારે શહેરની અંદરના ગીચ રસ્તાઓમાં બેફામ અને રોમીયોગીરી કરતા તત્વોને નાથવાની કામગીરી કરે તેમજ છેલ્લા એક માસથી શહેરમાં ચોરી-ચીલઝડપના જે બનાવો બન્યા છે તેને ડામવાની સફળ કામગીરી કરે તે ઈચ્છનીય છે. બાકી ભોગ બનનારને ગોળના પાણીએ નાહી નાખવા સિવાય તેમજ આમ જનતાએ પોતાનુ રક્ષણ પોતે જ કરવાનુ રહેશે. જેમાં કોઈ શંકાને સ્થાન નહી રહે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
શૌર્ય-સર્મપિતતા-સાહિત્ય પ્રેમનો અનોખો ત્રીવેણી સંગમ : હાઈકોર્ટ જેમની ફરજ નિષ્ઠાની નોંધ લીધી છે
પ્રભાસ-પાટણ, તા.૨૨
ગીર સોમનાથ-પોરબંદર-જૂનાગઢ સહિતના જૂનાગઢ પોલીસે રેન્જ આઈ.જી.સુભાષ ત્રીવેદી આજ ૨૩ ઓગષ્ટે તેમની સફળતમ જીંદગીના ૫૫ વર્ષ પુર્ણ કરી ૫૬ માં વર્ષમાં પ્રવેશે છે.
મુળ ભાવનગરના વતની અને તા.૨૩-...
શૌર્ય-સર્મપિતતા-સાહિત્ય પ્રેમનો અનોખો ત્રીવેણી સંગમ : હાઈકોર્ટ જેમની ફરજ નિષ્ઠાની નોંધ લીધી છે
પ્રભાસ-પાટણ, તા.૨૨
ગીર સોમનાથ-પોરબંદર-જૂનાગઢ સહિતના જૂનાગઢ પોલીસે રેન્જ આઈ.જી.સુભાષ ત્રીવેદી આજ ૨૩ ઓગષ્ટે તેમની સફળતમ જીંદગીના ૫૫ વર્ષ પુર્ણ કરી ૫૬ માં વર્ષમાં પ્રવેશે છે.
મુળ ભાવનગરના વતની અને તા.૨૩-૮-૬૪ ના રોજ જન્મેલા ગુજરાત પોલીસના યશસ્વી ગૌરવપ્રદ અધિકારી તેઓ જામખંભાળીયામાં ડીવાયએસપી, રાજકોટ એસ.પી.તરીકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ડીસીપી, કચ્છ, ભરૂચ, સુરત, જામનગર, કોસ્ટલ રેંન્જ આઈજી રહી ચુકેલા તેઓ ૧૯૯૯ ની બેચના મજબુત નેટવર્ક ઈન્વેસ્ટીગેશન ધરાવતા અધિકારી છે.
પોલીસ ફરજને જીવનમંત્ર બનાવનાર સુભાષ ત્રીવેદીની ફરજની ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લીધી છે. સુરત ખાતેની ફરજ દરમ્યાન એક ગેંગરેપ કેસમાં પોલીસ પરીવારના એક સભ્યની સંડોવણી હોવા છતા તેમણે ગેંગરેપ કેસના આરોપીઓને નશ્યત પહોંચાડી હતી. આ કેસમાં સુભાષ ત્રીવેદીની ફરજ નિષ્ઠાની હાઈકોર્ટે પણ નોંધ લીધી હતી. ભાવનગરના સનસની હિરા લુંટ કેસની ઘટનાનો ત્વરીત ઉકેલ લાવી ઉંચી ફરજ નિષ્ઠા માટે પોલીસનું ગૌરવ વધારેલ.
રાજ્યમાં વર્ષ ૨૦૧૪ માં ઈદ અને રથયાત્રા તહેવાર એકજ દિવસે હતો ત્યારે સરકારે તેમને સોમનાથ-વેરાવળ ખાતે વધારાના આઈ.જી. તરીકે નિમણુંક આપી અને સુંદર બંદોબસ્ત સાથે શાંતિપુર્વક પર્વ ઉજવાયા. ગુજરાતના સાહિત્યકારો ઉમાશંકર જોશી સહિતનું તેમનુ વિશાળ વાંચન છે. વકતવ્ય છે, સ્વભાવે નીખાલસ, ખેલદિલ અને નાનામાં નાના કર્મચારીની વ્યાજબી વાત સાંભળવી સાથો-સાથ કાયદો-વ્યવસ્થા અંકુશમાં લેવા પોલીસથી કંઈ વધારે બળપ્રયોગ થયો હોય તો તપાસ તથ્ય જણાય તો સોરી કહી પ્રજાનાં અભિગમને સન્માન આપે છે. તેમના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વર્ષા મોબાઈલ નં.૯૯૭૮૪૦૫૦૭૧ ઉપર થઈ રહી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૨૨
જુનાગઢ મનપાએ સાતમ-આઠમના તહેવારોએ બીલાડીના ટોપની જેમ ફફુટી નીકળેલા જનતા તાળવા અને ફરસાણ, મીઠાઈ, આઈસ્ક્રીમ પાર્લર ઉપર તવાઈ હાથ ધરી ચેકીંગ હાથ ધરતા જુનાગઢવાસીઓને અખાદ્ય પદાર્થ ધાબેળતા ૭ દુકાનદારોને રૂા.૩૫,૯૦૦ નો દંડ ફટકારતા જુનાગઢવાસીઓએ મનપાની ચેકીંગ કામગીરીને બીરદાવી રહયા છે.
મનપાન...
જૂનાગઢ, તા.૨૨
જુનાગઢ મનપાએ સાતમ-આઠમના તહેવારોએ બીલાડીના ટોપની જેમ ફફુટી નીકળેલા જનતા તાળવા અને ફરસાણ, મીઠાઈ, આઈસ્ક્રીમ પાર્લર ઉપર તવાઈ હાથ ધરી ચેકીંગ હાથ ધરતા જુનાગઢવાસીઓને અખાદ્ય પદાર્થ ધાબેળતા ૭ દુકાનદારોને રૂા.૩૫,૯૦૦ નો દંડ ફટકારતા જુનાગઢવાસીઓએ મનપાની ચેકીંગ કામગીરીને બીરદાવી રહયા છે.
મનપાના આસી.કમીશ્નર ટેક્ષ પ્રફુલ કનેરીયા તથા સ્ટાફે આજે જુનાગઢની મિલન ફાસ્ટ ફુડ, ક્રિષ્ના ફાસ્ટફુડ, મધુરમ આઈસ્ક્રીમ, જનતા તાળવા, શ્રીનાથજી ફરસાણ, રઘુવીર ફરસાણ તથા ન્યુ.મયુર ફરસાણની દુકાનો પર દરોડો પાડી દાઝીયા તેલ તથા અખાદ્ય પદાર્થ વાપરી ખાદ્ય વસ્તુઓ બનાવી નગરજનોને ધાબળતા વેપારીઓને કુલ રૂા.૩૫૯૦૦ નો દંડ ફટકાર્યો હતો.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મહુધા,તા.૨૨
મહુધામાં શ્રાવણિયો જુગાર રમતાં લોકો પર સાદા ડ્રેસમાં રેડ કરવા ગયેલી પોલીસને પશુચોર સમજી ધોકાવી નાખી હતી. પોલીસની સરકારી જીપના બદલે પિકઅપ વાન લઈને રેડ કરવા ગયેલી નડિયાદ પોલીસને લોકોએ પકડી અને ભાથીજી મહારાજના મંદિરમાં પૂરી દીધી હતી. જોકે, ૩ કલાક સુધી ચાલેલા ડ્રામાના અંતે ઉચ્ચ પોલીસ અધિકાર...
મહુધા,તા.૨૨
મહુધામાં શ્રાવણિયો જુગાર રમતાં લોકો પર સાદા ડ્રેસમાં રેડ કરવા ગયેલી પોલીસને પશુચોર સમજી ધોકાવી નાખી હતી. પોલીસની સરકારી જીપના બદલે પિકઅપ વાન લઈને રેડ કરવા ગયેલી નડિયાદ પોલીસને લોકોએ પકડી અને ભાથીજી મહારાજના મંદિરમાં પૂરી દીધી હતી. જોકે, ૩ કલાક સુધી ચાલેલા ડ્રામાના અંતે ઉચ્ચ પોલીસ અધિકારી અને ધારાસભ્યએ મામલો થાળે પાડ્યો હોવાના અહેવાલ છે.
મહુધા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાપલા ગામે જુગારનો દરોડો પાડવા પહોંચી હતી. સરકારી કે ખાનગી વાહનમાં દરોડો પાડવા જવાને બદલે મહુધા પોલીસના ૮ જેટલા જવાન પિકઅપ વાન લઈ સ્થળ ઉપર પહોંચ્યાં અને ત્યાં જુગાર રમી રહેલા શકુનીઓને ઝડપી પાડ્યા હતા. આ સમયે હલ્લો થતાં ગ્રામજનો દોડી આવ્યા અને પોલીસ જવાનોને પશુચોર સમજીને ઢોર માર માર્યો. ગ્રામજનોએ પોલીસકર્મી શબ્બીરખાન અલેફખાન તથા ભૂપેન્દ્રસિંહને પકડીને ભાથીજી મંદિરમાં બંધક બનાવીને ગોંધી રાખ્યા હતા.
પોલીસે તેમનું ઓળખપત્ર બતાવવા છતાં ગ્રામજનો ન માનતાં તુરંત જ મહુધા પોલીસ મથકના અધિકારીને જાણ કરાઈ હતી. આથી તેઓએ ગ્રામજનોને સમજાવીને બંને પોલીસ કર્મચારીને છોડાવ્યા હતા. આ હાઈ વૉલ્ટેજ ડ્રામાને લઈને મહુધા ધારાસભ્ય પણ સાપલા પહોંચ્યા હતા. આ અંગે મહુધા પોલીસે ભીખાભાઈ રામાભાઈ, રામાભાઈ શકરાભાઈ, ચીમનભાઈ અમરાભાઈ, જેણાભાઈ રામાભાઈનો દીકરો ભજિયાવાળો, અરવિંદભાઈ, ભૂરિયો પટેલ, ગોરધનભાઈ તથા બીજા પંદરેક માણસો જુગાર રમતા પકડાયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સોમનાથ,તા.૨૨
દેશનાં પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પરના ૧૫૦૦થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડીત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દાતાઓ તરફથી ૧૪૦ કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ...
સોમનાથ,તા.૨૨
દેશનાં પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પરના ૧૫૦૦થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડીત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દાતાઓ તરફથી ૧૪૦ કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટુંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો અંદાજ છે. સોમનાથ મંદિરના ઘુમ્મટ પર ૧૫૦૦ કળશ છે. આ ૧૫૦૦ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના ૧૫૦૦ જેટલા કળશને સુવર્ણ મઢીત કરવા માટે જે સોનાની જરૂર હતી. તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ ૨૧ હજારથી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે ૧૪૦ કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાથી મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા. ૨૨
જુનાગઢ જલારામ સોસાયટી ખાતે રહેતા અને જમીન મકાન બ્રોકરેજ નો વ્યવસાય કરતા શૈલી ભાઈ બિપિન ચંદ્રભાઈ બાટવીયાએ પોલીસને એવા મતલબની ફરિયાદ આપી હતી કે પોતે વર્ષ ૨૦૧૧માં જલારામ સોસાયટી જાગનાથ મંદિર પાસે રહેતા જગદીશ ભાઈ મનહરભાઈ કારીયા પાસેથી રુપિયા પચાસ હજાર દસ ટકાના વ્યાજે લીધેલ જેનું રુપિય...
જુનાગઢ, તા. ૨૨
જુનાગઢ જલારામ સોસાયટી ખાતે રહેતા અને જમીન મકાન બ્રોકરેજ નો વ્યવસાય કરતા શૈલી ભાઈ બિપિન ચંદ્રભાઈ બાટવીયાએ પોલીસને એવા મતલબની ફરિયાદ આપી હતી કે પોતે વર્ષ ૨૦૧૧માં જલારામ સોસાયટી જાગનાથ મંદિર પાસે રહેતા જગદીશ ભાઈ મનહરભાઈ કારીયા પાસેથી રુપિયા પચાસ હજાર દસ ટકાના વ્યાજે લીધેલ જેનું રુપિયા ૫૦૦૦ દર માસે ફરીયાદી પાસેથી આરોપીઓ દ્વારા વ્યાજ વસુલવામાં આવતુ હતુ વ્યાજ ભરવામાં મોડું થાય ત્યારે હિસાબમાં વ્યાજનું પણ વ્યાજ ચઢાવવામાં આવતું હતું આરોપી જગદીશભાઈ કારીયા અને તેમના ભાઈ હર્ષદભાઈ કારીયા દ્વારા ફરિયાદી પાસે થી તેમના બેંક ખાતાના ચેકો પણ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત ફરિયાદીના પોલીસને જણાવ્યા અનુસાર જગદીશભાઈ કારીયા એ રુપિયા ત્રણ લાખ અને તેમના ભાઈ હર્ષદભાઈ કારીયાએ સાડા ત્રણ લાખના ખોટા વ્યવહારો બતાવી સ્ટેમ્પ પેપર પર ધાકધમકીઓ આપી લખાણ પણ કરાવી લીધેલ છતાં આટલાથી ના અટકી આખા પરિવારને અવારનવાર રુપિયાની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ નો સામનો કરવો પડતો વ્યાજંકવાદીની નાગચુળમાં ફસાયેલ પરિવારે આખરે હિંમત એકઠી કરી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ ૫૦૬ (૨) ૩૨૩ તેમજ મની લોન્ડરિંગ ની કલમ ૪૨ (ક) ૪૨ (ઘ) અને ૪૨ (ચ) અન્વયે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી ફરિયાદના પગલે જૂનાગઢ પંથકના વ્યાજંકવાદીઓમા પોલીસ કાર્યવાહીને લઇને ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા. ૨૨
ભાવનગરના ભેજાભાજ ‘ઠગે’ એક સાથે ૧૩ કાર ભાડે બંધાવી બારોબાર વેચી નાખી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ઘોઘા રોડ પર આવેલી ફાતીમા સ્કૂલ પાસે સાગર પાર્કમાં રહેતા રસિકભાઇ લાલજીભાઇ કંટારીયાએ ભાવનગરના ભરતનગરમાં રહેતા ગીરીર...
ભાવનગર, તા. ૨૨
ભાવનગરના ભેજાભાજ ‘ઠગે’ એક સાથે ૧૩ કાર ભાડે બંધાવી બારોબાર વેચી નાખી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ઘોઘા રોડ પર આવેલી ફાતીમા સ્કૂલ પાસે સાગર પાર્કમાં રહેતા રસિકભાઇ લાલજીભાઇ કંટારીયાએ ભાવનગરના ભરતનગરમાં રહેતા ગીરીરાજ પઢીયાર નામના શખ્સ સામે રૂા.૫ લાખની ઈન્ડિકા વિસ્ટા ભાડે આપ્યા બાદ કાર પરત ન આપી ઠગાઇ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગીરીરાજ પઢીયારે ઇન્ડિકા કાર એક માસ માટે ભાડે જરૂર હોવાનું જણાવી ઉચું ભાડુ આપવાનું કહી પાંચ માસ સુધી કારનું ભાડુ કે કાર ન આપી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. નરસિકભાઇ કંટારીયા સુભાષનરના ભાવુભાઇના કહેવાથી ગીરીરાજ પઢીયાને કાર ભાડે આપી હોવાનું તેમજ ભાવુભાઇની પણ બે કાર ગીરીરાજ પઢીયાર લઇ ફરાર થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન ગીરીરાજ પઢીયારે ભાવનગરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ ૧૩ જેટલી કાર માલિકો સાથે ઉચા ભાડાની લાલચ દઇ ઠગાઇ કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે ગરીરાજ પઢીયારની શોધખોળ હાથધરી છે.
ચોથા માળેથી પટકાતાં વેપારી વૃધ્ધનું મોત
ભાવનગર શહેરના આતાભાઇ ચોક નજીક રહેતા દવાના વેપારીનું પોતાના ફ્લેટની ગેલેરીમાંથી નીચે પટકાતા મોત નિપજ્યુ હતુ. ઘટનાના પગલે ભાવનગરના દવાના વેપારીઓમાં શોક છવાયો હતો.
પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા સુર્યદીપ કોમ્પ્લેક્ષમાં ડી.પી.ડિસ્ટ્રીબ્યુટર નામે દવાનો હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા કિતભાઇ વૃજલાલ રેલીયા (ઉં.વ.૬૦, રહે.અર્હમ કોમ્પ્લેક્ષ, ગુલિસ્તા મેદાન સામે, આતાભાઇ રોડ, ભાવ.) ગત સાંજે પોતાના ફ્લેટની ગેલેરીમાંથી નીચે પટકાતા તેમને લોહીયાળ હાલતે સારવાર હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ અંગે પોલીસે મૃતક કિતભાઇના મૃતદેહને પોસ્ટમોટર્મ અથઃ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના પગલે ભાવનગરના દવાના વ્યવસાયઓમાં શોક છવાયો હતો. મૃતક કિતભાઇને ડાયાબીટીસ ઉપરાંત બ્લડપ્રેશરની બિમારી હોય ચક્કર આવતા ગેલેરીમાંથી નીચે પટકાતા હોવાનું તેમના પરિવારજનો દ્વારા નિવેદન આપવામા આવ્યુ હતુ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા.૨૨
ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે લોકપુર થી છારા એલ.એન.જી કનેક્ટિવીટી સેક્શન લોઢપુર થી બોડવા સુધી કાઢવા સામે રમેશકુમાર કનુભાઇ કાછડીયા, નાનુભાઇ કલ્પાણભાઇ માંડણકા, ભગવાનભાઇ પોપટભાઇ હયાણી સહીત ૨૦ થી વધુ માલીકીની જમીન માંથી લાઇન કાઢવા અને જમીન સંપાદન કરવા જાહેરનામુ બહાર પાડતા ખેડૂતોની ખેતી કૃ...
ગીરગઢડા, તા.૨૨
ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે લોકપુર થી છારા એલ.એન.જી કનેક્ટિવીટી સેક્શન લોઢપુર થી બોડવા સુધી કાઢવા સામે રમેશકુમાર કનુભાઇ કાછડીયા, નાનુભાઇ કલ્પાણભાઇ માંડણકા, ભગવાનભાઇ પોપટભાઇ હયાણી સહીત ૨૦ થી વધુ માલીકીની જમીન માંથી લાઇન કાઢવા અને જમીન સંપાદન કરવા જાહેરનામુ બહાર પાડતા ખેડૂતોની ખેતી કૃષિ પાકોની જમીનને ભારે નુકશાન પહોચતું હોય આ બાબતે અધિક કલેક્ટર ગુજરાત સ્ટેટ પેટ્રોનેર લી.ગાંધીનગરને રજુઆત સાથે વિરોધ નોધાવી ફાટસર ગામના ૨૦ થી વધુ ખેડૂતોને મળેલી નોટીસ સામે કોઇપણ વહીવટી કામગીરી કરતા પહેલા આ વિસ્તારની મુળ સ્થિતી અંગેની જાણકારી મેળવી પછી કામગીરી હાથ ધરવા માંગણી કરાયેલ છે.
ગુંદાણા ગામથી પશ્ચિમ વિસ્તારોના સર્વે નંબરોમાં ખોટી રીતે સર્વે કરી ખેડૂતોને ભારોભાર અન્યાય થાય અને સર્વે મુજબ આ વિસ્તારમાંથી પાઇપ લાઇન નાખવામાં આવે તો કાયમી ધોરણે ખેતી કરવા મુશ્કેલીઓ પડે છે. પરંતુ આ લાઇન ફાટસર ગામના મચ્છુન્દ્રી નદી સુધી ખરાબાની પડતર સર્વે નંબરમાં નાખવામાં આવે તો તદન ટુંકા અંતરે વગર સંપાદને આ પ્રશ્નો ઉકેલ આવે અને વળતર અંગેનો પ્રશ્નો રહેશે નહી તેવી રીતે ફેર સર્વે કરવા ખેડૂતોએ માંગણી કરેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૨૨
ભાવનગરમાં ત્રણ દીવસ પુર્વે વાઘાવાડી રોડ ઉપર આવેલ માધવહીલ કોમ્પલેક્ષમા મોનીકા એન્ટર પ્રાઇઝ નામની દુકાનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે ને મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
તા.૧૭/૦૮/ર૦૧૯ ના રોજ ફરિયાદી સોમીલભાઇ કાંતીભાઇ ડેલીવાલા રહે.પ્લો ટનં-૧૦૧ સાસ્વત ફલેટ ડાયમંડ ચોક ભાવનગરવાળા...
ભાવનગર, તા.૨૨
ભાવનગરમાં ત્રણ દીવસ પુર્વે વાઘાવાડી રોડ ઉપર આવેલ માધવહીલ કોમ્પલેક્ષમા મોનીકા એન્ટર પ્રાઇઝ નામની દુકાનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે ને મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
તા.૧૭/૦૮/ર૦૧૯ ના રોજ ફરિયાદી સોમીલભાઇ કાંતીભાઇ ડેલીવાલા રહે.પ્લો ટનં-૧૦૧ સાસ્વત ફલેટ ડાયમંડ ચોક ભાવનગરવાળા નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે આવી, ફરિયાદ કરેલ કે તા.૧૬-૧૭/૦૮/ર૦૧૯ ના રોજ રાત્રી સમય દરમ્યાાન પોતાની ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ માધવહીલ કોમ્પલેક્ષમા મોનીકા એન્ટર પ્રાઇઝ નામની દુકાન બંધ હતી જે દુકાનના અજાણ્યા માણસોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી, દુકાન અંદર રાખેલ લેપટોપ નંગ-૩ તથા મોબાઇલ ફોન -૧ તથા હાર્ડડીસ-૩ મળી કુલ રૂ.પ૯પ૦૦/-ની ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી.
ભાવનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર તથા નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે.રબારીના માર્ગદર્શન હેઠળ ભાવનગર નિલમબાગ પો.સ્ટે.ના ડીસ્ટાફ ના માણસો સહિતની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં આ પ્રકારના ગુન્હાઓ કરતા ગુન્હેગારો પર ખાસ વોચ રાખવામાં આવેલ તથા ભુતકાળમાં પકડાયેલ આરોપીઓ પર નજર રાખી અંગત બાતમીદારો ને મળી સીસીટીવી કુટેજ બતાડી ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે તમામ પ્રકારના પ્રયત્નો ચાલુ કરતાં, ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ડીસ્ટાફ એએસઆઇ એસ.પી.શાહીની ટીમ જેમા હે.કો.ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કો.રાજેન્દ્રભાઇ અહીરને અંગત બાતમીદારો મારફત સીસીટીવી કુટેજમા ચોરી કરતા કૈદ થયેલ વર્ણન વાળા બન્ને ઇસમો ભાવનગર પીલ ગાર્ડન અંદર બાકડા ઉપર બેસેલ હોવાની માહિતી મળતા તુરતજ ત્યાં જઇ તપાસ કરતા ફુટેજ ના વર્ણન વાળા બન્ને ઇસમો એક પ્લાસ્ટીકના કંતાનની થેલી સાથે મળી આવતા જે થેલી ચેક કરતા બે લેપટોપ મળી આવેલ જેથી બન્નેની પુછપરછ કરી તથા સીસીટીવી કુટેજ વેરીફાય કરતા મજકુર બને ઇસમોએ મોનીકા એન્ટર પ્રાઇઝ નામની દુકાન અંદર ચોરી કરેલ હોવાનુ જણાતા બન્નેની પ્રાથમીક પુછપરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત આપી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા. ૨૨
ભાવનગર શહેરમાં કથળેલા કાયદો અને વ્યવસ્થાથી આર્થિક ગુન્હાઓનું વધતા જતા બનાવથી લોકોએ ચેતવા જેવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં શહેરના મોબાઇલના વેપારીનું ડુપ્લીકેટ એ.ટી.એમ. માંથી રૂા ૧.૯૪ લાખ ઉપડી ગયાની ત્રણ માસ બાદ પોલીસમાં ફરીયાદ નોંધાતા શહેરીજનોમાં પોલીસ ફરીયાદ મોડી નોંધવા બાબતે ચર્ચા ...
ભાવનગર, તા. ૨૨
ભાવનગર શહેરમાં કથળેલા કાયદો અને વ્યવસ્થાથી આર્થિક ગુન્હાઓનું વધતા જતા બનાવથી લોકોએ ચેતવા જેવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં શહેરના મોબાઇલના વેપારીનું ડુપ્લીકેટ એ.ટી.એમ. માંથી રૂા ૧.૯૪ લાખ ઉપડી ગયાની ત્રણ માસ બાદ પોલીસમાં ફરીયાદ નોંધાતા શહેરીજનોમાં પોલીસ ફરીયાદ મોડી નોંધવા બાબતે ચર્ચા જગાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ચિત્રા રોડ પર આવેલી ભાવના સોસાયટીમાં રહેતા ઇકબાલભાઇ રહીમભાઇ કોઠારીયા નામના મોબાઇલના વેપારીના એસ.બી.આઇ. બેંકના એટીએમ મારફતે દિલ્હીમાંથી ગત તા. ૨૨-૫-૧૯ ના રોજ કટકે કટકે રૂા ૧.૯૪ લાખ ઉપડી ગયાની ફરીયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોધાવી છે. પોલીસ ફરીયાદમાં નોધાવ્યા પ્રમાણે મોબાઇલ ફોન ઉપર એસબીઆઇ બેંકમાંથી ટેકસ મેસેજ આવતા રૂા ૧.૯૪ લાખ ઉપડી ગયાની ઇકબાલભાઇ ને જાણ થતાં તેઓએ પોલીસને સંપર્ક કરતા અને તપાસમાં ઇકબાલનું એટીએમ કાર્ડ ડુપ્લીકેટ બનાવી દિલ્હીના રત્ન વિરાટ વિસ્તારમાં આવેલ એટીએમ માંથી રૂા ૧.૯૪ લાખ રોકડા ઉપડી ગયા તે એટીએમમાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું અને ત્રણ દિવસ સુધી અજાણ્યા શખ્સ દ્વારા એટીએમમાં પ્રયાસ બાદ પૈસા ઉપડી ગયા હતા. ફરીયાદી ઇકબાલભાઇ ના ઓટીપી અને પીનનંબરની ચોરી થયાની અને આ મામલે બેંકના કોઇ કર્મચારીઓની સંડોવણી વગર રૂપિયા ઉપાડવા શકય નથી જો આ મામલે તટસ્થ તપાસ થાય તો કૌભાંડ બહાર આવી શકે છે. આ મામલેત ભાવનગર બોર તળાવ પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી કૌભાંડના મુળ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી, તા. ૨૨
અમરેલી જિલ્લાના શેડુભારમાં પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતી વખતે અચાનક પ્રાઈમસની ટાંકી ફાટતા દંપતી દાઝી જતાં સારવાર અર્થે રાજકોટની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શેડુભાર ગામે રહેતા નીતાબેન અશોકભાઈ મકવાણા ઉ.વ.૪૦ની દલિત મહિલા ગત સવારે નવેક વાગ્યે રસોઈ બનાવતી હ...
અમરેલી, તા. ૨૨
અમરેલી જિલ્લાના શેડુભારમાં પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતી વખતે અચાનક પ્રાઈમસની ટાંકી ફાટતા દંપતી દાઝી જતાં સારવાર અર્થે રાજકોટની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શેડુભાર ગામે રહેતા નીતાબેન અશોકભાઈ મકવાણા ઉ.વ.૪૦ની દલિત મહિલા ગત સવારે નવેક વાગ્યે રસોઈ બનાવતી હોય ઘરે ત્યારે પ્રાઈમસની ટાંકી લીક હોવાથી અચાનક ફાટતાં ભડકો થવાથી તેની ઝાર સાડીમાં લાગવાથી શરીરે દાઝી જતાં આગ ઓલાવવા માટે તેમના પતિ અશોકભાઈ રામભાઈ મકવાણા ઉ.વ.૪૫ના દોડી જતાં તે પણ આગની ઝપેટમાં આવી જતાં દાઝી જવાથી બન્ને દંપતીને સારવાર અથઃ પ્રથમ અમરેલી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. ભોગ બનનાર અશોકભાઈ ખેત મજુરી કરે છે અને સંતાનોમાં ૩ પુત્ર તથા ૧ પુત્રી હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે અમરેલી પોલીસે નોંધ દાખલ કરી જરુરી કાર્યવાહી કરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભુજ, તા. ૨૨
પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક મોટી ખીડોઈ દુધ ઉત્પાદક મંડળીની ઓફીસનાં તાળા તોડી તસ્કરો રૂા. ૮૫ હજારની રોકડ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજાર તાલુકાના મોટી ખીડોઈ ગામે મહિલા પશુ પાલક મંડળની દુધ ઉત્પાદક મંડળીની ઓફીસના તાળા તોડી તિજોરીમાં રહેલા રોકડા ...
ભુજ, તા. ૨૨
પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક મોટી ખીડોઈ દુધ ઉત્પાદક મંડળીની ઓફીસનાં તાળા તોડી તસ્કરો રૂા. ૮૫ હજારની રોકડ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજાર તાલુકાના મોટી ખીડોઈ ગામે મહિલા પશુ પાલક મંડળની દુધ ઉત્પાદક મંડળીની ઓફીસના તાળા તોડી તિજોરીમાં રહેલા રોકડા રૂા૮૫ હજારની ચોરી કરી ગયાની કર્મચારી જયપાલસિંહ મંગુભા જાડેજાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા સ્ટાફ દોડી જઈ તસ્કરોનું પગેરૂ દબાવવા પ્રયાસ કર્યો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા. ૨૨
જુનાગઢ વંથલી તબેલા ટીનમસ ગામે બે સંતાનોની માતા કોળી પરણિતાને ઘરકંકાસ માં તેમના પતિએ જ કોઇપણ બોથડ પદાર્થથી મોઢા ઉપર માર મારી અથવા ગળા ટુંપો આપી કમકમાટી ભર્યું મોત નિપજવાવ્યાનો આક્ષેપ પરિણીતાના પરીવારે કર્યો હતો બનાવના પગલે બે માસુમોએ માતાની છત્રછાયા ગુમાવી હતી પરિણીતાના ભાઈએ સગા બને...
જુનાગઢ, તા. ૨૨
જુનાગઢ વંથલી તબેલા ટીનમસ ગામે બે સંતાનોની માતા કોળી પરણિતાને ઘરકંકાસ માં તેમના પતિએ જ કોઇપણ બોથડ પદાર્થથી મોઢા ઉપર માર મારી અથવા ગળા ટુંપો આપી કમકમાટી ભર્યું મોત નિપજવાવ્યાનો આક્ષેપ પરિણીતાના પરીવારે કર્યો હતો બનાવના પગલે બે માસુમોએ માતાની છત્રછાયા ગુમાવી હતી પરિણીતાના ભાઈએ સગા બનેવી સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી બનાવના પગલે નાના એવા ગામમાં ચકચાર સાથે અરેરાટી નો માહોલ છવાઇ જવા પામ્યો હતો. અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢના વંથલી તાબેના ટીનમસ ગામે રહેતા કોળી પરિવારમાં અવારનવાર ઘર કંકાસ થતો હોય ઉશ્કેરાઇજય પરિણીતાના પતિ જગદીશભાઇ રુખડભાઇ ઝંઝુવાડીયાએ પોતાની પત્ની મરણજનાર ગીતાબેન ઉ.વ.૨૮ રહે.ટીનમસ ઉપર અવાર નવાર ખોટી શંકા કુશંકાઓ કરી મરણજનારને અવારનવાર ત્રાસ આપતો હોય ગઈકાલે ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતીએ પોતાના ઘરમાં કોઇપણ બોથડ પદાર્થથી મોઢા ઉપર માર મારી અથવા ગળા ટુંપો આપી મારી નાખી મોત નીપજાવેલ મરણ જનાર ગીતાબેનને સંતાનોમાં એક પુત્રી મોનીકા ઉમર વર્ષ ૮ અને એક પુત્ર હાદિર્ક ઉંમર વર્ષ ૫ વાળો હોય માસુમોએ ઘટનાના પગલે માતાની છત્રછાયા ગુમાવી હતી મરણ જનાર ગીતાબેન ના ભાઈ રાજેશભાઇ જેન્તીભાઇ રાંદલપ્રા ઉ.વ.૩૦ રહે.ખીરસરા (ધેટીયા) તા.ઉપલેટા જી.રાજકોટ વાળાએ પોલીસના ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી ઘટનાના પગલે આખાય પંથકમાં ચકચાર સાથે અરેરાટીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો બનાવની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ઇન્ચાજર્ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી.વાઢેર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા. ૨૨
માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે બાબતે બંને પક્ષોએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માળિયાના વેજલપર ગામે રહેતા કિશોરભાઈ સોમાભાઈ ઉપાસરીયા અને સુરેશભાઈ બાબુભાઈ ગડેસીયા, આરોપી બાબુભાઈ વિઠલ...
મોરબી, તા. ૨૨
માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે બાબતે બંને પક્ષોએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માળિયાના વેજલપર ગામે રહેતા કિશોરભાઈ સોમાભાઈ ઉપાસરીયા અને સુરેશભાઈ બાબુભાઈ ગડેસીયા, આરોપી બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયા, આરોપી હરેશભાઈ બાબુભાઈ ગડેસીયા એ માર માર્યા અંગેનો માળિયા કોટર્માં કેસ ચાલતો હોય જેથી આરોપીઓ ફરિયાદી કીશોરભાઈને ઉપરોક્ત કેશમાં સમાધાન કરવાનું કહેતા ફરિયાદી કિશોરભાઈએ ના પાડતા આરોપી સુરેશભાઈએ ફરિયાદી કિશોરભાઈ તથા સાહેદોને ગાળો આપી કેરોસીનનું ડબલું લાવી ફરિયાદી કિશોરભાઈને સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી બાબુભાઈ અને હરેશભાઈએ હાથમાં લાકડી તથા કુહાડી જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી કિશોરભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કિશોરભાઈએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.
જયારે સામાપક્ષે બાબુ વિઠલભાઈ ગડેસીયાએ આરોપી કિશોરભાઈ સોમાભાઈ કોળી સાથે સામસામી ફરિયાદી થયેલ જે માળિયા કોટર્માં ચાલુ હોય જેનું ફરિયાદી સમાધાન કરવાનું કહેતા આરોપી કિશોરભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી આરોપી અશોકભાઈ સોમાભાઈ કોળીએ પાઈપ વતી મારતા માથામાં મૂઢ ઈજા થયેલ તેમજ આરોપી જયંતિભાઈ સોમાભાઈ કોળીએ છરી વતી ઘા કરતા માથામાં ઈજા પહોચાડી અમરશીભાઈ ભગવાનભાઈ કોળી એ લાકડી વતી બાબુ ગડેસીયાને પીઠ ના ભાગે માર મારતા અને પાછળથી આરોપી બાબુભાઈ ચકુભાઈ કોળી, રોમાબેન કિશોરભાઈ કોળી અને સમુબેન બાબુભાઈ કોળીએ લાકડી વતી ફરિયાદી બાબુભાઈને લાકડી વતી માર મારી સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયાએ નોંધાવી છે માળિયા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોટડાસાંગાણી, તા. ૨૨
કોટડા સાંગાણીના ભાદુઇ ગામે રહેતી વિજુબેન હરેશભાઇ ચાવડા (ઉ.વ.૩૦) નામની કોળી મહીલા ગઇકાલે પોતાની વાડીએ હતી ત્યારે સવારે ૧૦ વાગ્યે તેનો દિયર જયંતિ ખેતીના ઓજાર લેવા વાડીએ આવ્યો હોય ત્યારે તેના મોટાભાઇ હરેશ સાથે ઝઘડો કરતો હોય વચ્ચે વિજુબેન છોડાવવા વચ્ચે પડતા દિયર જયંતિએ ભાભીને ફડાકા ...
કોટડાસાંગાણી, તા. ૨૨
કોટડા સાંગાણીના ભાદુઇ ગામે રહેતી વિજુબેન હરેશભાઇ ચાવડા (ઉ.વ.૩૦) નામની કોળી મહીલા ગઇકાલે પોતાની વાડીએ હતી ત્યારે સવારે ૧૦ વાગ્યે તેનો દિયર જયંતિ ખેતીના ઓજાર લેવા વાડીએ આવ્યો હોય ત્યારે તેના મોટાભાઇ હરેશ સાથે ઝઘડો કરતો હોય વચ્ચે વિજુબેન છોડાવવા વચ્ચે પડતા દિયર જયંતિએ ભાભીને ફડાકા મારી દેતા લાગી આવતા તેણીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર સરધારની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેણીનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવ અંગેની જાણ કોટડા સાંગાણી પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં શાપર-વેરાવળ ગામે આવેલા ભીમનગરમાં રહેતી અને ગોંડલમાં કોલેજ કરતી કોમલબેન વિનુભાઇ ચૌહાણ (ઉ.વ. ૧૯) નામની વણર યુવતિએ ગઇકાલ સાંજે સાત વાગ્યે પોતાના ઘરે કોઇ કારણોસર પંખાના હુકમાં ચુંદડી બાધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં કરુણ કલ્પાંત સજાર્યો છે.
ચિત્રકૂટ, તા.૬
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક ગામના પ્રધાનના પુત્રીના લગ્ન દરમિયાન ડાન્સ અંગે વિવાદ બાદ એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ડાન્સ હિના પણ છે. ડાન્સર હિનાને ચહેરા ઉપર ગોળી વાગી હતી. જેના પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના ચિત્રકૂટના ટિકરા ગામમાં બની હતી.
અહીં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં યુવતીઓનો ડાન્સ ચાલતો હતો ત્યારે ગ્રામ પ્રધાનના સંબંધીએ ડાંસ અંગે વિવાદ બાદ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન એક ડાન્સર ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. તેના ચહેરા ઉપર ગોળી વાગી હતી. અને બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રૂપથી ઘાયલ મહિલાને પ્રયાગરાજની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને લખનઉ એસજીપીઆઈમાં દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે મરુ પોલીસ સ્ટેશનની હદમાં આવતું ટિકરા ગ્રામ પ્રધાન સુધીર સિંહની પુત્રીના લગ્ન હતા. જાન માનિકપુરથી ટિકરા ગામ પહોંચી હતી. જેમાં વર પક્ષ તરફથી ડાન્સ ગર્લને હમીરપુરથી બોલાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં બાર ગર્લ ડાન્સ કરી રહી હતી. ત્યારે જ ગ્રામ પ્રધાનના એક સંબંધી સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે ડાન્સર સાથે વિવાદ થયો હતો.ત્યારબાદ તેણે ગેરકાનૂની રાખેલા તમંચાથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ડાન્સર હીનાને ગોળી વાગી હતી. જેથી ચહેરા ઉપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હીનાને મોંઢા ઉપર ગોળી વાગી હતી. આ ફાયરિંગમાં અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
07:13 PM | December 6
નવીદિલ્હી તા.૬
નિર્ભયા રેપ કાંડના દોષિતોને જલ્દી ફાંસીની સજા મળી શકે છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી દીધી છે. જેમાં મંત્રાલયે ફગાવવાની ભલામણ કરી છે.
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.દયા અરજી ફગાવવાની ફાઇલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવાના બે દિવસ પછી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાઇલ વિચાર કરવા અને અંતિમ નિર્ણય માટે રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે નિર્ભયા સામૂહિક બળાત્કારના મામલામાં દોષિતની અરજી ફગાવવાની ભલામણ કરવાની ફાઇલમાં ટિપ્પણી પણ કરી છે.
મામલાના દોષિયોમાં સામેલ વિનય શર્મા ૨૩ વર્ષીય છાત્રા સાથે બળાત્કાર અને તેની હત્યાને લઈને મોતની સજાનો સામનો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા સામૂહિક બળાત્કારની ઘટના ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ થઈ હતી. ઇજાના કારણે તેનું મોત થયું હતું.
આ બર્બર ઘટનાથી રાષ્ટ્રવ્યાપી રોષની લહેર છવાઇ ગઈ છે અને વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન થયા હતા.નિર્ભયા મામલામાં દયા અરજીને ફગાવવાનું પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે હૈદરાબાદમાં ૨૫ વર્ષીય એક ડૉંક્ટર સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાને લઈને રાષ્ટ્રવ્યાપી રોષ છે.
બોટાદ તા.૬
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૫૪ ફૂટ ઊંચી હનુમાનજી ની પ્રતિમા મૂકાશે. પ્રતિમાની મુકવાની જગ્યા પર મંદિર વિભાગ દ્વારા ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું .
મંદિર વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ પ્રથમ એવી આ મૂર્તિ હશે જે સોલિડ બ્લેક ગ્રેનાઈટ વાળી હશે.ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત ૧૯૦૫ આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભક્તોનાં દર્શન માટે રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું.
૧૭૦ વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.હવે આ મંદિરમાં હનુમાનજી મહારાજની એક વિશાળકાય પ્રતિમાનો ન્યાસ થયો છે. આ પ્રતિમાના કારણે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે. અગાઉ દેશમાં દિલ્હી, હરીદ્વાર સહિતના અનેક સ્થાનોમાં હનુમાનજીની ૧૦૦ ફૂંટ ઉચાઈ ધરાવતી પ્રતિમાઓ મૂકાઈ છે.
વડોદરા તા.૬
વડોદરાના હરણી હવાઈ મથકમાં કબૂતરો માથાનો દુઃખાવો બન્યા છે. રૂ.૧૬૦ કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ ઍરપૉર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં ૧૬ કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરે છે, જેના કારણે ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા કબૂતર પકડવાના એક્સપટ્ર્સની મદદ માંગવામાં આવી છે.
સત્તાધીશોએ જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ કબૂતરોને માર્યા વગર કે નુકસાન પહોંચાડ્યા વગર ૧૬ કબૂતર પકડી પાડશે તેને પુરસ્કાર પણ આપવામાં આવશે.હરણી ઍરપૉર્ટ બન્યા બાદ કેટલીક ખુલ્લી જગ્યામાંથી ઍરપૉર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે . જે જગ્યા શોધી કબૂતરની એન્ટ્રી બંધ કરાઇ છે. પરંતુ તેમને બહાર કાઢી શકાતાં નથી.અંદાજે ૨૫ મીટર ઉપર રહેતાં કબૂતરને પકડવાં પડકાર સમાન છે. કબૂતર ગમે ત્યાં ચરકે અને ગંદકી કરે છે. અવાજ કરે છે. જેથી ઍરપૉર્ટ ઓથોરીરિ પરેશાન છે.
જો શહેરમાં કોઇને કબૂતર પકડતાં આવડતું હોય તો ઍરપૉર્ટ ઓથોરિટીની મદદ કરવા જણાવાયું છે.આ અંગે ઍરપૉર્ટ ડાયરેક્ટર ચરણસિંહે એક નિવેદનમાં જણાવ્યું કે ’અમે કબૂતરને મારવામાં કે ક્રૂરતાથી પકડવામાં માનતા નથી. જેથી યોગ્ય ઉકેલ અથવા જાણકારની મદદ શોધીએ છીએ. ગંદકીનો મુખ્ય પ્રશ્ન છે. કબૂતર ઊંચાઇ પર છે. જેથી કેટલાક લોકો આવીને પરત જાય છે. અમે એક કબૂતરના રૂ. ૧૦૦૦ ચૂકવવા તૈયાર છીએ.’વડોદરા ઍરપૉર્ટની જેમ જ ચેન્નાઈ ઍરપૉર્ટમાં આ પ્રકારનો ત્રાસ હતો. ચેન્નાઈ ઍરપૉર્ટે કબૂતરોને પકડવામાં સફળતા મેળવી હતી તેથી વડોદરાના ઍરપૉર્ટ મેનૅજમૅન્ટ દ્વારા ચેન્નાઈ ઍરપૉર્ટ ઑથોરિટીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.
બેંગ્લુરૂ તા.૬
બેંગલુરુના એક ઇજનેરને ઓનલાઇન પીઝા મંગાવવાનું ભારે પડ્યું હતું. ઓનલાઇન પીઝા મંગાવતી વખતે એ.વી. શેખ નામનો યુવક છેતરપિંડીની શિકાર બની ગયો હતો. યુવકે મંગાવેલા પીઝા પણ આવ્યા ન હતા અને તેના બેંક ખાતામાંથી ૯૫ હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. યુવક સાથે એવી જ રીતથી છેતરપિંડી કરવામાં આવી હતી જેવા બનાવો છેલ્લા થોડા દિવસોમાં અન્ય જગ્યાએથી સામે આવ્યા છે. તમે પણ આવી છેતરપિંડીનો ભોગ ન બનો તો માટે તમારે આ ન્યૂઝ જાણી લેવા જરૂરી છે.બેંગલુરુના કોરમંગલાના એન.વી.શેખ નામવા યુવકે ફૂડ ડિલિવરી એપ્લિકેશનની માધ્યમથી પ્રથમ ડિસેમ્બરના રોજ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. કલાક સુધી ઓર્ડર ન આવતા યુવકે ફૂડ માર્ટના કસ્ટમર કેરને ફોન કર્યો હતો. યુવકને સામા પક્ષથી જવાબ આપવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટે તમારો ઓર્ડર હજુ સુધી સ્વીકાર્યો નથી. આથી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે. જે બાદમાં સામે બેઠેલા વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે થોડીવારમાં તમારા મોબાઇલ પર એક એસએમએસ મળશે. મોબાઇલમાં મળેલી લિંક પર ક્લિક કર્યા બાદ તેને તેના પૈસા રિફંડ આપી દેવામાં આવશે.મદિવાલા પોલીસે જણાવ્યું કે, યુવકે કસ્ટમર કેરના કર્મીએ કહ્યા પ્રમાણે કર્યું હતું. મોબાઇલમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ તે ફિશિંગનો શિકાર બની ગયો હતો. જે બાદમાં ઠગોએ તેના બેંકની માહિતી મેળવી લીધી હતી અને તેમાંથી ૯૫ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે યુવકે મદિવાલા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવી પણ માહિતી મળી છે કે પીડિત યુવકે તેની કેન્સર પીડિત માતાની સારવાર માટે પૈસા એકઠા કર્યા હતા.આ મામલે જ્યારે ફૂડ ડિલિવરી કંપની સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપની ફક્ત ઇ-મેલ અને ચેટિંગમાં જ ગ્રાહકો સાથે સંપર્ક કરે છે. અમે કોઈ જ કોલિંગ(ફોન પર મદદ) સેવા નથી આપતા. ફૂડ ડિલિવરી કંપનીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "અમે અમારા ગ્રાહકોની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે અમારા માનવંતા ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે કોઈ સાથે તમારા બેંકની વિગતો શેર ન કરો." નવેમ્બર મહિનામાં બેંગુલુરુ ખાતે રહેતા એક અન્ય વ્યક્તિએ પણ આવી જ રીતે ૮૫ હજાર રૂપિયા ગુમાવ્યા હતા.ઓનલાઇન ફૂડ મંગાવ્યા બાદ ઓર્ડર ન આવવાના કેસમાં ગ્રાહકો ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી કંપનીના નંબરો શોધતા હોય છે. ઘણી વખતે ઓનલાઇન છેતરપિંડી કરતા ઠગો ઇન્ટરનેટ પર જે તે કંપનીના ભળતા નામ સાથે કસ્ટમર કેર નંબર મૂકી દેતા હોય છે. કોઈ ગ્રાહક જ્યારે આ નંબર પર ફોન કરે છે ત્યારે તેમને એક લિંક મોકલીને બેંકની વિગતો ભરવાનું કહેવામાં આવે છે. ગ્રાહકો રિફંડ મેળવવાના ચક્કરમાં માહિતી આપી દેતા હોય છે અને ઠગાઈનો ભોગ બનતા હોય છે.
ગાંધીનગર તા.૬
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું.આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો થતા તેઓએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે.પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે.તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે.મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે.તેમજ, ૧,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.
07:08 PM | December 6
ગાંધીનગર તા.૬
બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં અનેક ગેરરિતીઓ થતી હોવાના આક્ષેપ સાથે ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે.
ગઇકાલે સતત બીજા દિવસે રાત્રે પણ તમામ યુવક અને યુવતી ઉમેદવારો ઠંડીમાં પણ રસ્તા ઉપર બેસી રહ્યા હતા. તેમની સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ બેઠા હતા.ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીએ સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે, ભૂખ્યા તરસ્યા રોડ પર બેઠેલા ઉમેદવારો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવી. જોકે કોંગ્રેસ દ્વારા પણ આ ઉમેદવારો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.મોડી રાત્રે પણ ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી હતી કે, ગમે તે થાય આ સંદર્ભમાં સરકાર સામે લડી લેવા માં આવશે અને પીછેહટ કરવામાં નહીં આવે ઉમેદવારોના બની ગયેલા યુવરાજસિંહ જાડેજા સાથે પ્રદિપસિંહ જાડેજા ની મીટીંગ થયા બાદ તેઓ આંદોલનમાંથી થઈ ગયા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર અન્ય ઉમેદવારોને પણ રસ્તા પરથી ઉઠી જવાની સમજાવટ કરી રહ્યા છે.આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવે છે કે, ઉમેદવારોના આગેવાનો સાથે સરકારે ચર્ચા કરી છે અને તેમની લાગણીઓને સાંભળી છે. તેમની સાથે મુલાકાત થયા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં તેનો અહેવાલ નહીં આવે ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે. હવે મોટાભાગના ઉમેદવારો દ્વારા આંદોલન સમેટી લેવાયું છે અને તેઓ રોડ પરથી ઉભા થઇ ગયા છે. હાલમાં જે લોકો બેઠા છે તેમાં કોંગ્રેસના લોકો વધુ છે અને કેટલાક ઉમેદવારો છે.
નવીદિલ્હી તા.૬
એર ઈન્ડિયાને ગત વર્ષે(૨૦૧૮-૧૯)માં ૮,૫૫૬.૩૫ કરોડ રૂપિયાનું નુકસાન(પ્રોવિઝનલ) થયું. તે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે. વિમાનોના ઓછા ઉપયોગ અને હવાઈ ઈંધણની ઉંચી કિંમતોના કારણથી એરલાઈનને નુકસાન થયું.
પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહેવા દરમિયાન રોજ લગભગ ૩ કરોડથી ૪ કરોડ રૂપિયાનું નુકસાન થવાને કારણે પણ લોસ વધ્યો. ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે લોકસભામાં એર ઈન્ડિયાના આંકડાની માહિતી આપી.
એરલાઈનને ૨૦૧૭-૧૮માં ૫,૩૪૮.૧૮નું નુકસાન થયું હતું. ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર બાદ એર ઈન્ડિયા એક વાર ફરી નફામાં ન રહી. છેલ્લા દસ વર્ષમાં ૬૯,૫૭૫.૬૪નું નુકસાન સહન કરી ચુકી છે. પુરીએ જણાવ્યું કે એર ઈન્ડિયાના નુકસાન અને લોનની સ્થિતિને જોતા ૨૦૧૨માં તત્કાલીન સરકારે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રિવાઈવલ પેકેજ મંજૂર કર્યું હતું. ૨૦૧૧-૧૨થી અત્યાર સુધીમાં એરલાઈનને ૩૦,૫૨૦.૨૧ કરોડ રૂપિયા મળી ચુક્યા છે.
એર ઈન્ડિયા પર કુલ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. સરકાર એરલાઈનને વેચવાની કોશિશમાં જોડાઈ છે. ગત વર્ષે ૭૬ ટકા હિસ્સો વેચવાની કોશિશ નિષ્ફળ રહી હતી. આ વખતે સ્ટ્રેટેજી બનાવીને બિડિંગના નિયમ સરળ કરવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રીએ ગત સપ્તાહે કહ્યું હતું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ ન થયું તો તેનું સંચાલન મુશ્કેલ થઈ જશે.
નવીદિલ્હી તા.૬
વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ આઇપીઓ મારફતે રૂપિયા ૨,૫૬૦ કરોડ ડોલર (૧.૮૨ લાખ કરોડ રૂપિયા) એકત્રિત કર્યા છે. તે વિશ્વનું સૌથી મોટુ પ્રારંભિક જાહેર ભરણું છે. અગાઉ ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા આ રેકોર્ડ ધરાવતી હતી. અરામકો સાઉદી અરબના શેરબજારમાં લિસ્ટીંગ બાદ એપલને પાછળ છોડી વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી લિસ્ટેડ કંપની બની જશે. અરામકોએ આઇપીઓ પ્રાઈઝ ૮.૫૩ ડોલર નક્કી કરી હતી. આ કિંમત પ્રમાણે અરામકોએ ૨૦ હજાર કરોડનુ શેર મૂલ્ય ૧.૭૦ લાખ કરોડ ડોલર (૧૨૧ લાખ કરોડ રૂપિયા) થાય છે. એપલનું માર્કેટ કેપ ૧.૧૮ લાખ કરોડ ડોલર (૮૪ લાખ કરોડ રૂપિયા) છે.અરામકો સાઉદી અરબની સરકારી કંપની છે. ગયા મહિને ૧.૫ ટકા શેર વેચાણ માટે આઇપીઓ રજૂ કર્યો હતો. પ્રથમ વખત વર્ષ ૨૦૧૬માં આઇપીઓ રજૂ કરવાની યોજના રજૂ કરી હતી. પરંતુ વેલ્યુએશન વધારવાના પ્રયાસમાં સતત તેમા વિલંબ થતો હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અરામકોનું વેલ્યુએશન ૨ લાખ કરોડ ડોલર (૧૪૨ લાખ કરોડ રૂપિયા) આંકલન કર્યું હતું.અરામકો નફાની દ્રષ્ટીએ પણ સૌથી મોટી કંપની છે. ગત વર્ષ ૧૧,૧૦૦ કરોડ ડોલરનો નફો થયો હતો. તે એપલના વર્ષિક નફા કરતા ૫૦ ટકા વધારે છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલને કુલ ૫,૫૨૫ કરોડ ડોલર નફો થયો હતો. એપલનું નાણાકીય વર્ષ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં એપલ વિશ્વની સૌથી વધુ નફો કરતી કંપની છે. અરામકોએ આ વર્ષના પ્રથમ ૯ મહિના (જાન્યુઆરી-સપ્ટેમ્બર)માં જ રૂપિયા ૬,૮૦૦ કરોડ ડોલરનો નફો કર્યો હતો.
સાઉદી અરબ અર્થવ્યવસ્થાની ઓઈલ પરની નિર્ભરતાને ઓછી કરવા માગે છે.વિશ્વના કુલ ક્રુડ ઉત્પાદનના ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬ના અહેવાલ પ્રમાણે કંપની પાસે રૂપિયા ૨૬,૦૮૦ કરોડ બેરલ ઓઈલ ભંડોળ હતો. અમેરિકી ઓઈલ કંપની એક્સોન મોબિલ પાસે ફક્ત ૨૦૦૦ કરોડ બેરલ ઓઈલ રિઝર્વ હતું. એક્સોન મોબિલ વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ ઓઈલ કંપની છે. વર્ષ ૨૦૧૮માં તેનો નફો રૂપિયા ૨,૦૮૪ કરોડ રહ્યો હતો. ઓઈલની કિંમતમાં ઘટાડો થતા, જળવાયુ પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ જોખમો વગેરેને જોતા સાઉદી અરબની અર્થવ્યવસ્થાની ઓઈલ પરની નિર્ભરતા ઓછી કરવા માગે છે. માટે તેલ કંપનીમાં શેર વેચાણ બીજા ક્ષેત્રોમાં મૂડી લગાવી શકાશે.
નવીદિલ્હી તા.૬
કાંદાના આસમાને પહોંચી ગયેલા ભાવ છેલ્લા અમુક મહિનાઓથી ભારતવાસીઓને રડાવી રહ્યા છે ત્યાં ખાદ્યતેલના ભાવ પણ ઉછળવાનું શરૂ થઈ ગયું છે.મલેશિયા અને ઈન્ડોનેશિયામાં બાયો-ફ્યુઅલ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એને કારણે ત્યાં પામ તેલનો વપરાશ વધી ગયો છે અને એને કારણે એના ભાવ વધી ગયા છે.ભારત આ તેલનું મોટું આયાતકાર છે તેથી એની અસર ભારત ઉપર પણ થશે અને આખરે ગ્રાહકોને માથે બોજો આવશે.વધુમાં, ભારતમાં આ વખતે ભારે વરસાદ પડ્યો હોવાથી તેલનું ઉત્પાદન ઓછું થયું. આમ, દેશમાં તેલના વપરાશકારોની તકલીફ વધે એવી સંભાવના છે.છેલ્લા બે મહિનામાં ક્રૂડ પામ ઓઈલના ભાવમાં ૨૬ ટકાનો વધારો થયો છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારે વરસાદે ખરીફ મોસમના તેલિબિયાં, ખાસ કરીને સોયાબીનના પાકને નુકસાન પહોંચાડ્યું છે. હાલની રવિ મોસમમાં વાવણીનું પ્રમાણ ધીમું રહ્યું છે. તેથી સ્થાનિક બજારમાં તેલ અને તેલિબિયાંનાં ભાવ વધ્યા છે.ભારત વિશ્વમાં ખાદ્યતેલની સૌથી વધારે આયાત કરનારો દેશ છે. ૨૦૧૯-૧૯ની વીતી ગયેલી મોસમમાં ભારતે ૧૫૫ લાખ ટન વનસ્પતિ તેલની આયાત કરી હતી. જેમાં ૧૪૯.૧૩ લાખ ટન તો ખાદ્ય તેલ હતું.
નવીદિલ્હી તા.૬
ભારતે ફ્રાન્સને આવતા વર્ષે મે મહિનામાં આવતા ૪ રાફેલ લડાકુ વિમાનો પર મિટિઓર મિસાઇલો સોંપવા જણાવ્યું છે. હવાથી હવામાં માર કરતી આ મિસાઇલ ૧૨૦થી ૧૫૦ કિલોમીટર દૂરના લક્ષ્યોને પછાડી શકે છે. આ મિસાઇલ એટલી જીવલેણ છે કે તેને ‘નો સ્કેપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રફાલમાં આ મિસાઇલ તહેનાત કરીને ભારત તેના હરીફ દેશો પાકિસ્તાન અને ચીન સામે હવાઈ યુદ્ધમાં નિર્ણાયક ધાર મેળવી શકશે. આના માધ્યમથી ભારત કોઈપણ હુમલાનો નાશ કરવામાં સમર્થ હશે.આ મિસાઇલ પાકિસ્તાનની એઆઈએમ -૧૨૦ સીથી આગળ નીકળી જશે, જેમાં ૧૦૦ કિ.મી. સુધીના લક્ષ્યો પર ત્રાટકવાની ક્ષમતા છે.
બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારતીય સીમા પર મોકલવામાં આવેલા તેના એફ -૧૬ જેટ પર આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.મીટિઅર મિસાઇલોને બીવીઆર એટલે કે વિઝ્યુઅલ રેન્ડ મિસાઇલથી પણ આગળ કહેવામાં આવે છે. શરૂઆતમાં તે ૨૦૨૦ના અંત સુધીમાં આવવાની હતી. પરંતુ ભારતે ફ્રાન્સને મે ૨૦૨૦માં ૪ રાફેલ જેટ સાથે સોંપવા કહ્યું છે.આ બિયોન્ડ વિઝ્યુઅલ રેંજ, હવાથી હવામાં માર કરતી આ મિસાઇલની આગામી કૃતિ માટે બનાવવામાં આવી છે. તે અત્યાર સુધીની સૌથી આધુનિક અને ઘાતક મિસાઇલોમાંની એક માનવામાં આવે છે.
આ મિસાઇલ કોઈપણ હવામાન અને કોઈપણ પ્રકારના લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. ૧૯૦ કિલો અને ૩.૭ મીટર લાંબી આ મિસાઇલ એડવાન્સ રડાર સિસ્ટમથી સજ્જ છે.
07:00 PM | December 6
નવીદિલ્હી તા.૬
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર થયા બાદ દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. સ્વાતિએ કહ્યું કે કોર્ટે ૬ મહિનાની અંદર બળાત્કાર કરનારાઓને ફાંસી આપવી જોઇએ. તેમણે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો કદાચ દેશની પોલીસ આ મામલે જે બન્યું છે તે કરવાનું શરૂ કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે જે બન્યું તે સાચું હતું કારણ કે ઓછામાં ઓછું હવે આ લોકો સરકારી મહેમાનો બનીને નિર્ભયા જેવા બળાત્કારના કેસમાં આરોપી રહ્યાં તેમ નહીં રહે.
યાદ રહે, સ્વાતિ માલીવાલ ૬ મહિનાની અંદર બળાત્કારીઓને સજાની ખાતરી આપવા સહિતની અનેક માંગણીઓ સાથે આ દિવસોમાં ભૂખ હડતાલ પર બેઠાં છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે વહેલી સવારે ૩ વાગ્યે તેલંગાણા બળાત્કાર-હત્યા કેસના તમામ આરોપીઓને કબૂલાત આપી હતી. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તમામ આરોપીઓ માર્યા ગયાં છે
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ પોલીસે આ ચારેય આરોપીઓને ‘ગુનાના સ્થળે’ રીકન્સ્ટ્રકટિવ તપાસ માટે લઈ ગયા હતા. પરંતુ તેમાંથી એક આરોપીએ પોલીસ કર્મચારીનું હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો આ આરોપી ભાગી ગયો હોત તો મોટો હંગામો થયો હોત, તેથી પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને આ ચારેય આરોપીઓ કાઉન્ટર ફાયરિંગમાં માર્યાં ગયા હતાં. માનવામાં આવે છે કે પોલીસ કમિશનર આ મામલે સંપૂર્ણ માહિતી સંવાદદાતાઓને આપી શકે છે.
આ સમાચાર ફેલાતાં જ દેશભરના વિવિધ જાણીતાં અને સંલગ્ન લોકો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી.મારી દીકરીનો આત્મા આજે શાંતિ પામ્યો હશેઃ હેદરાબાદ દુષ્કર્મપીડિતા ડોક્ટરના પિતા
અત્યંત ખુશ, ન્યાય અપાયોઃ તેલંગણા બળાત્કારના આરોપીની હત્યા બાદ નિર્ભયાની માતા. આપને જણાવીએ કે ગૃહમંત્રાલયે આ કેસના આરોપી વિનય શર્માની દયા અરજી નકારવાની ભલામણ સાથે રાષ્ટ્રપતિને મોકલી આપી છે.
નાગરિકોને વિશ્વાસ હોવો જોઇએ કે ગુનેગારોનો ન્યાયિક પ્રણાલી દ્વારા અંત લવાશેઃ તેલંગાણા એન્કાઉન્ટર અંગે કુમારી શૈલજા, કોંગ્રેસ
આ પ્રકારના અપરાધીઓ કલંક છે. જેમનાથી દેશ, ધર્મ, સંસ્કૃતિ બદનામ થાય છે.. આ લોકો સાથે અને જે આતંકીઓ છે તેમની સાથે સ્થળ પર જ પોલિસ અને સેનાએ આવી કાર્યવાહી કરવી જોઇએ. જે ઘટનાઓમાં સંદેહ હોય તેને કોર્ટમાં લઇ જવી જોઇએઃ બાબા રામદેવ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલઃ પ્રકાશમાં આવેલા આવા બળાત્કારના કેસોથી લોકો ઉશ્કેરાઈ જાય કે ગુસ્સે થાય છે તે ઉન્નાવ હોય કે હૈદરાબાદ, તેથી લોકો એન્કાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
વિગતો બહાર ન આવે ત્યાં સુધી આપણે નિંદા કરવા દોડી ન જોઈએઃ તેલંગણા એન્કાઉન્ટર પર શશી થરૂર
અમે હંમેશા તેમના માટે મૃત્યુ દંડની માગ કરી હતી, અહીં પોલીસે શ્રેષ્ઠ ન્યાય આપ્યો છે, જોકે મને ખબર નથી કે આ એન્કાઉન્ટરના સંજોગોમાં શું બન્યું હતુંઃ રેખા શર્મા,તેલંગાણા એન્કાઉન્ટર પર નેશનલ કમિશન ફોર વુમન
નવીદિલ્હી તા.૬
દેશની ટેલિકોમ કંપનીઓ ગળાકાપ સ્પર્ધાના દોરમાં જંગી ખોટ કરી રહી હોવાથી હવે ગ્રાહકો પર વધુ કોલ ચાર્જીસ લાદવાનું શરૂ કર્યું છે.
વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ સહિના ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ખોટના ખાડામાં છે. વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે, જો કંપનીએ માંગેલી મદદ સરકાર નહીં આપે તો કંપનીના પાટિયા પડી જશે.
બિરલાના મતે સરકાર તરફથી રાહતના અભાવે કંપની ચલાવી શક્ય નહીં બને અને તેને બંધ કરી દેવી પડશે. તેમણે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં આ વાત જણાવી હતી.
બિરલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત નથી આપવામાં આવતી તો તેમનું જૂથ વોડાફોન આઈડિયામાં કોઈ રોકાણ નહીં કરશે. સારા નાણાં પણ ખરાબ નાણાંને અનુસરશે તેવું માનવામાં કોઈ તર્ક નથી. જો સરકાર તરફથી કંપનીને કોઈ રાહત નથી મળતી તો તેમણએ નાદારીનો વિકલ્પ અપનાવવો પડશે.
કોલકાતા તા.૬
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે નેશનલ રજિસ્ટ્ર ઓફ સિટિઝન્સ અને સિટિઝન એમેન્ડમેન્ટ બિલ એક જ સિક્કાની બે બાજુ છે. તૃણણૂલ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે અમે અંત સુધી આનો વિરોધ કરવાનું ચાલુ રાખીશું.
કોલકાતામાં પાર્ટીના એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ જણાવ્યું કે કેન્દ્રે આર્થિક મંદી પરથી લોકોનું ધ્યાન બીજીતરફ દોરવા એનઆરસી અને નાગરિકતા બિલ જેવા મુદ્દા ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ અગાઉ પણ પોતાના ભાષણમાં જણાવ્યું છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસીનો અમલ કોઈ કાળે નહીં થવા દે.
મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું કે, તમે દરેક સમુદાયને નાગરિકતા આપો છો તો અમે સ્વીકારીશું. પરંતુ જો ધર્મના આધારે તમે ભેદભાવ કરશો તો અમે તેનો વિરોધ કરીશું. લોકસભા અને રાજ્યસભામાં સરકાર પાસે બહુમતિ છે માટે તમે નાગરિકતા બિલ પસાર કરાવી શકશે પરંતુ અમે તેને નહીં સ્વિકારીએ અને છેલ્લે સુધી લડતા રહીશું.
નોંધનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે હવે તેઓ ૨૦૨૪માં મત માંગવા ત્યારે જ આવશે જ્યારે તેઓ સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારે આસામમાં એનઆરસી લાગુ કર્યું છે અને તેનો અમલ સમગ્ર દેશમાં કરવાની યોજના હોવાનું સરકારના મંત્રીઓ પણ અનેક વખત જાહેરમાં જણાવી રહ્યા છે.
હાવડા તા.૬
પશ્ચિમ બંગાળમાં એક નવ મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુરની બડગ્રામ પંચાયતની છે. અહીં એક વ્યક્તિએ પડોશમાં રહેતી પોતાની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યો છે. બાળકીના પરિવારે દુષ્કર્મી કાકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરતા આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાળકીના ઘરની પાડોશમાં જ રહેતો હતો. દુષ્કર્મ ગુજારનાર આરોપી સંબંધમાં બાળકીના કાકા થાય છે. બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપી બપોરે ઘરમાં આવ્યો હતો અને બાળકીને રમકડું અપાવવા માટે લઈ જવાની વાત કરીને પોતાની સાથે લઈ ગયો હતો.
થોડા સમય બાદ જ્યારે બાળકી ઘરે પહોંચી અને તે રડી રહી હતી તો પરિવારે તેને શાંત રખાવવાનો પ્રયત્ન કરતા ખબર પડી કે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નિકળી રહ્યું હતું.ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનોએ શ્યામપુર પોલીસ સ્ટેશનમાં બાળકી પર દુષ્કર્મ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાળકીને ઘરે મુકીને આરોપી નાસી છૂટ્યો હતો પરંતુ આખરે પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની ઓળખ અનૂપ પ્રમાણિક તરીકે કરી છે. પોલીસે અનૂપ વિરુદ્ધ આઈપીસી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને કેસ દાખલ કર્યો છે.
રાજકોટ, તા.૬
રાજકોટ ન્યુ સાગર સોસાયટીમાં રહેતા છગનભાઈ રામજીભાઈ ઠુમ્મર પોતાના જીજે૦૩એએસ-૧૪૩૬ નંબરનું મોટર સાયકલ લઈ લીલી સાજડીયા રોડ પર જતા હતા ત્યારે રાજસમઢીયા પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ચાલુ સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંધ છવાઈ રહ્યો છે.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનાં પી.એસ.આઈ. આર.વી.કડછા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી, તા.૬
મોરબી પાસે રફાળેશ્વરમાં રહેતા પ્રૌઢા વાંકાનેર-મોરબી હાઈવે પર ચાલીને જતા હતા ત્યારે સામેવાળા બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાહદારી પ્રૌઢાને મોરબી બાદ અત્રે સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી પાસે રફાળેશ્વરમાં રહેતા લીલાબેન દેવાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના પ્રૌઢા ગત સાંજે પગપાળા વાંકાનેરમો રબી હાઈવે પર જતા હતા ત્યારે સામેવાળા જીજે૩એચએલ-૭૬૧૫ નંબરના બાઈક ચાલકે લીલાબેન પરમારને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા.
પ્રૌઢાને ગંભીર હાલતમાં મોરબી બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે લીલાબેનને મૃત જાહેર કર્યા હતા. પ્રૌઢાના આકસ્મીક મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે. જ્યારે પોલીસે જરૂરી કાગડીયા કરી મૃતદેહ પોસ્ટ મોર્ટસ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર, તા.૬
જામનગરનાં સમર્પણ સર્કલ પાસે પુરપાટ આવતા ટ્રક ચાલકે મહિલાને હડફેટે લેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજાવી ટ્રકચાલક નાસી છુટયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર શહેરનાં સમર્પણ ફાટક પાસે, સૈનિક ભવન સામે ઝુંપડપટ્ટીમાં રહેતા મારવાડી સુભાષ સાગરભાઈ બારોટ (ઉ.વ.૨૨) નામના યુવાનની માતા લીલાબેન સાગરભાઈ બારોટ (ઉ.વ.૪૫) નામની મહિલા સમર્પણ સર્કલ પાસે રોડ ઉપરથી તેણીના ઘરે જતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે મહિલાને હડફેટે લઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચાડીને ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજાવીને ટ્રક લઈને નાસી છુટયો હતો.
આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃતકનાં પુત્ર સુભાષભાઈએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે.
ગોંડલ, તા.૬
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે આજરોજ વહેલી સવારે યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટના ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા હેડ કોન્સ. જે.બી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા રાહુલ રામજીભાઈ રાખૈયા નામના ૨૦ વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ કરતા મૃતક યુવાને બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.
અમરેલી, તા.૬
વલ્લ ભીપુર-બરવાળા માર્ગ પર આવેલા અયોઘ્યાપુરમ મંદિરનાં
સિકયુરીટીમેનને લકઝરી બસે ઠોકરે લેતા મોત નિપજતા કારડીયા રાજપુત પરિવારમાં શોકનુ મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ વલ્લ ભીપુરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અને સિકયુરીટીમેન વજેસંગ માવસંગ પટમાર નામના ૫૫ વર્ષીય પ્રૌઢ બરવાળા માર્ગ પર આવેલા અયોઘ્યાપુરમ મંદિર નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી અજાણી લકઝરી બસે વજેસંગ પરમારની ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાતા મોત નિપજયું હતું. પોલીસે બસનાં ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.