~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા. ૧૯
ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના સિંડીકેટ સભ્ય અને વેરાવળના પ્રો.ડો.જે.એસ.વાળાને શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિધ્ધી મળેલ છે જેમાં પી.એચ.ડી.ના ગાઇડની માન્યતા મળતા શિક્ષણવિદો સહીતનાએ આવકારેલ છે. વેરાવળની મહિલા કોલેજના એસોસીયેટ પ્રોફેસર અને ભકતકવિ નરસિંહ મેહતા યુનિના સરકાર નિયુકત સિંડીકેટ સભ્...
ગીરગઢડા, તા. ૧૯
ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના સિંડીકેટ સભ્ય અને વેરાવળના પ્રો.ડો.જે.એસ.વાળાને શિક્ષણ ક્ષેત્રે વધુ એક સિધ્ધી મળેલ છે જેમાં પી.એચ.ડી.ના ગાઇડની માન્યતા મળતા શિક્ષણવિદો સહીતનાએ આવકારેલ છે. વેરાવળની મહિલા કોલેજના એસોસીયેટ પ્રોફેસર અને ભકતકવિ નરસિંહ મેહતા યુનિના સરકાર નિયુકત સિંડીકેટ સભ્ય પ્રો.ડો.જે.એસ.વાળાને પી.એચ.ડી. ના ગાઇડની માન્યતા પ્રાપ્ત થયેલ છે. પ્રો.વાળા એ ગુજરાત સરકારના ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલ્પમેંટ પ્રોગામ અંતર્ગત યુ.કે. (લંડન) મુકામે ૬ યુનિ.ઓ તેમજ લંડનની ૪ કોલેજોમાં તાલીમ લીધેલ અને નરેન્દ્રભાઇ મોદીને દિલ્હીમાં ફીડબેક આપેલ તેમજ ભારત સરકારના એચ.આર.ડી.સી. વિભાગ દ્વારા એકેડેમિક ટુરના ભાગરૂપે દિલ્હી, ઉતરાંચલ, હરિયાણા રાજયની વિવિધ યુનિઓમાં શૈક્ષણિક કાર્યક્રમોમાં પસંદગી પામેલ, કડી વિશ્વવિધાલય ગાંધીનગરથી શેરડી પકવતા ખેડૂત સભાસદોના જીવનધોરણ પરનો અસરો ઉપર કામ કરીને પી.એચ.ડી. કરેલ છે અને સ્ટેટ લેવલે રર તથા નેશનલ લેવલે ૧૩ અને આંતરરાષ્ટ્રીય લેવલે ૭ સંશોધન પેપર રજુ કરેલ છે. આ ઉપરાંત પ્રો.વાળાએ ૧૨ વર્ષ સુધી એન.એસ.એસ. ના પ્રોગામ ઓફીસર તરીકે ફરજ બજાવેલ છે અને ૨૦ વર્ષ સુધી સૌરાષ્ટૃ યુનિ. અધ્યાપક મંડળના વિવિધ હોદાઓ પર સેવા આપેલ છે. આહિર સમાજ માં ગીર સોમનાથના મંત્રી તરીકે તેમજ વિવિધ શૈક્ષણિક, સામાજિક, ધામિઁક સંસ્થાઓમાં સેવા આપી રહેલ છે અને બેટી બચાઓ, બેટી વધાઓ, બેટી પઢાઓ ના કન્વિનર પદે કાર્યરત છે જેમાં મધ્યપ્રદેશ અને યુ.કે. ની પાર્લામેન્ટ સુધી રેલી કરેલ હતી ત્યારે આ તમામ પ્રવૃતિને ધ્યાને લઇ પ્રો.વાળાને પી.એચ.ડી.ના ગાઇડની માન્યતા મળતા ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, પ્રબુધ્ધ નાગરિકો અને શિક્ષણવિદોએ આવકારેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ,તા.૧૯
ગાંધી સાર્ધ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ગારિયાધારના વેળાવદરની કાણકિયા- પારેખ હાઇસ્કુલની પ્રાર્થના સભા ‘‘ગાંધી કથાથી વિભુષિત થાય છે.
રોજ વિદ્યાર્થીઓ ‘‘સત્યના પ્રયોગો‘‘ ગાંધીજીની આત્મકથામાંથી એક પ્રકરણનુ વાંચન કરે છે.
તસવીરમાં વિદ્યાર્થી ખીમસુરીયા સચિન ગાંધી આત્મકથાનું વાંચન કરત...
વેરાવળ,તા.૧૯
ગાંધી સાર્ધ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ગારિયાધારના વેળાવદરની કાણકિયા- પારેખ હાઇસ્કુલની પ્રાર્થના સભા ‘‘ગાંધી કથાથી વિભુષિત થાય છે.
રોજ વિદ્યાર્થીઓ ‘‘સત્યના પ્રયોગો‘‘ ગાંધીજીની આત્મકથામાંથી એક પ્રકરણનુ વાંચન કરે છે.
તસવીરમાં વિદ્યાર્થી ખીમસુરીયા સચિન ગાંધી આત્મકથાનું વાંચન કરતા દેખાઈ રહ્યા છે.
ત્યાના એક શિક્ષક ગાંધી સાહિત્ય મા રુચી ધરાવે છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ,તા.૧૯
શહેરમાં એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું ચાલુ કાર્યક્રમમાં મોત થયું હતું. શહેરના બાયપાસ રોડ સ્થિત એક હોટલમાં એક ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખાતે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર કવિ દામોદર બોટદકરનું ખૂબ જ પ્રસિદ્ઘ ગીત "જનની ની જોડ શકી નહીં જડે રે લોલ"...
જૂનાગઢ,તા.૧૯
શહેરમાં એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું ચાલુ કાર્યક્રમમાં મોત થયું હતું. શહેરના બાયપાસ રોડ સ્થિત એક હોટલમાં એક ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખાતે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર કવિ દામોદર બોટદકરનું ખૂબ જ પ્રસિદ્ઘ ગીત "જનની ની જોડ શકી નહીં જડે રે લોલ" ગઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓ ચાલુ કાર્યક્રમમાં મંચ પર ઢળી પડ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મંચ પર નીચે પટકાતા જ નિવૃત્ત કોન્સ્ટેબલનું હૃદયરોગના હુમલાથી મોત થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કોન્સ્ટેબલના અવાજમાં ડૂબી ગયા લોકોને શરૂઆતમાં સમજાયું ન હતું કે શું થયું છે. જોકે, જ્યારે લોકોને ખબર પડી કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે ત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો. તેમના મોતથી તેમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. રતિભાઈને આવેલા હૃદયરોગનો હુમલો અને તેમના મંચ પર ઢળી પડવાની ક્ષણો ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
અમરેલી,તા.૧૯
અમરેલી જિલ્લામાં મિત્રતાની સાથે કોમી એકતાનો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલામાં એક વૃદ્ધ બ્રાહ્મણનું અવસાન તેના મુસ્લિમ મિત્રનાં ઘરે થયું હતું. જે બાદ મુસ્લિમ મિત્રનાં પુત્રએ જનોઇ ધારણ કરીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બ્રાહ્મણની સ્મશાનયાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કર્યા હતાં.
ભીખાભા...
અમરેલી,તા.૧૯
અમરેલી જિલ્લામાં મિત્રતાની સાથે કોમી એકતાનો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલામાં એક વૃદ્ધ બ્રાહ્મણનું અવસાન તેના મુસ્લિમ મિત્રનાં ઘરે થયું હતું. જે બાદ મુસ્લિમ મિત્રનાં પુત્રએ જનોઇ ધારણ કરીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બ્રાહ્મણની સ્મશાનયાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કર્યા હતાં.
ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડયા ગાઢ મિત્રો હતા અને બંનેએ મજુરી સાથે કરી હતી. ભાનુશંકર પણ આ મુસ્લિમ પરિવાર સાથે રહેતા અને ઘરના સદસ્ય જેવા જ હતા. ભીખાભાઇ કુરેશીનું પણ થોડા સમય પહેલા મોત નીપજ્યું હતું. ભાનુશંકરનું સોમવારે અચાનક નિધન થતા મુસ્લિમ પરિવારે હિન્દુ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે તેમની ક્રિયા જનોઈ ધારણ કરી કાંધ આપી પછી અગ્નિદાહ આપ્યો હતો.
ભાનુભાઈને કોઈ પરિવાર નહોતો માટે ભીખાભાઈ કુરેશી તેમના માટે ઘરેથી ટિફિન લાવતા હતા. બંને મિત્રો એક ટિફિનમાંથી જમીને સાથે કામ કરતા હતાં. એક દિવસ મજૂરી કરતા ભાનુશંકરનો પગમાં ફ્રેક્ચર થયા પછી મિત્ર ભીખાભાઈ કુરેશી તેમને ઘરે લાવે છે. આજીવન આ બ્રાહ્મણ આ મુસ્લિમ પરિવારને પોતાનો પરિવાર માની તેમની સાથે રહે છે.
ભાનુશંકરનું મોત નીપજતા ભીખાભાઇનાં પુત્રએ ભુદેવને બોલાવીને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુસ્લિમ પરિવારનાં ચાર ભાઇઓએ જનોઇ ધારણ કરીને ભાનુશંકરની અર્થીને કાંધ આપી હતી. જે બાદ તેમના અસ્થિ જૂનાગઢ દામોદર કુંડમાં પધરાવવામાં આવ્યાં હતાં.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૯
રાજકોટ એસ.ટી.ડેપોનાં ચાલકને અકસ્માતનાં કેસમાં જુનાગઢની કોર્ટે ૨ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧ હજારનો દંડ ફટકાર્યો છે. આજથી ૭ વર્ષ પહેલા તા.૧૧/૮ ના રોજ સવારનાં ૯.૩૦ કલાકે જુનાગઢ-જેતપુર હાઈવે ઉપર આવેલ ચોકી ગામ પાસે એસ.ટી.બસ નં.જીજે૧૮વાય ૨૩૦૬ ના ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે ચલાવી એક પીયાગો રીક...
જૂનાગઢ, તા.૧૯
રાજકોટ એસ.ટી.ડેપોનાં ચાલકને અકસ્માતનાં કેસમાં જુનાગઢની કોર્ટે ૨ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧ હજારનો દંડ ફટકાર્યો છે. આજથી ૭ વર્ષ પહેલા તા.૧૧/૮ ના રોજ સવારનાં ૯.૩૦ કલાકે જુનાગઢ-જેતપુર હાઈવે ઉપર આવેલ ચોકી ગામ પાસે એસ.ટી.બસ નં.જીજે૧૮વાય ૨૩૦૬ ના ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે ચલાવી એક પીયાગો રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ફંગોળાઈ ગઈ હતી અને આ રીક્ષામાં બેઠેલ ફરીયાદીનાં સાળાનાં દિકરા નમન રૈયાણી તથા રાજ રૈયાણી નામનાં બે સગા માસીયાઈ ભાઈઓને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યા હતા.
જે અંગેની જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થવા પામી હતી અને આજરોજ જુનાગઢનાં મેજી.જજ કુ.એ.પી.કડીવારની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે પી.પી.આર.ઝેડ વિહોલે ફરીયાદીની ફરીયાદ નિઃશંક પણે પુરવાર કરેલ અને કોર્ટ દ્વારા સરકારી વકીલની ધારદાર દલીલ ગ્રાહ્ય રાખી સમાજમાં દાખલા રૂપે આરોપી એસ.ટી.બસનાં ચાલક ન્યુટન સદાખભાઈ ગોહેલને ૨ વર્ષની સખત કેદ તથા રૂા.૧ હજારનો દંડ કર્યો હતો જ્યારે મરણ જનાર બંને બાળકોનાં પરીવારને ૨૫ હજાર મળી કુલ રૂા.૫૦ હજાર વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૧૯
શહેરની અલ્કા સોસાયટીમાં રહેતા જયેશ ચંપકલાલ ગાંધી સજર્ન તરીકે ડોકટરનો વ્યવસાય કરે છે. તેમનો પુત્ર રોઝીલ અમદાવાદ રહે છે જ્યારે પત્ની રીટાબેન અને પુત્રી ચૈતી મુંબઈ રહે છે. તા.૧૪ ના રોજબપોરનાં સમયે ડો.જયેશ ગાંધી તેમનાં માતા લીલાબેન અને પિતા ચંપકલાલ સાથે અમદાવાદ રહેતા પુત્રને ત્યાં ગ...
સુરેન્દ્રનગર, તા.૧૯
શહેરની અલ્કા સોસાયટીમાં રહેતા જયેશ ચંપકલાલ ગાંધી સજર્ન તરીકે ડોકટરનો વ્યવસાય કરે છે. તેમનો પુત્ર રોઝીલ અમદાવાદ રહે છે જ્યારે પત્ની રીટાબેન અને પુત્રી ચૈતી મુંબઈ રહે છે. તા.૧૪ ના રોજબપોરનાં સમયે ડો.જયેશ ગાંધી તેમનાં માતા લીલાબેન અને પિતા ચંપકલાલ સાથે અમદાવાદ રહેતા પુત્રને ત્યાં ગયા હતા. જ્યાંથી તા.૧૬ ના રોજ પરત આવતા મકાનનો દરવાજો ખુલ્લો હતો. તપાસ કરતા ઘરમાંથી રૂા.૧૫ હજાર રોકડા ચાંદીનાં ૧૫ સિક્કા રૂા.ત્રણ હજાર અને ચાંદીનાં ૪ નંગ ચોરસા જેની કિંમત રૂા.૧૫ હજાર સહિત રૂા.૩૩ હજારની મતાની ચોરી થયાનું જાણવા મળ્યું છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. ટી.ડી.બુટાસણા ચલાવી રહયા છે.
બાઈક ચોરાયું
સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર શહેરમાં સહયોગ વિદ્યાલય પાછળ રહેતા વાસુદેવભાઈ નારાયણભાઈ પઢેરીયા પોતાનું બાઈક ચોરાયાની ફરીયાદ લખતર પોલીસમાં કરી હતી. આ ફરીયાદમાં જણાવ્યા અનુસાર વાસુદેવભાઈનું બાઈક લખતર રેલ્વે સ્ટેશન રોડ પર મામલતદાર કચેરી પાસે આવેલ બીલીયન્ટ સ્કુલ નજીક કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
૪૩ ગામોને નદીનાં પટમાં અવર-જવર નહીં કરવા તંત્રએ આપેલી ચેતવણી
અમરેલી, તા.૧૯
અમરેલી જિલ્લાનો સૌથી મોટો શેત્રુજી નદી ઉપર બનાવેલ ખોડીયાર જળાશય ગઈકાલે રાત્રે ૨ વાગ્યાનાં સમયે ૮૦ ટકા જેટલો ભરાય જવા પામેલ હતો અને આ ડેમમાં નવા નીરની આવક શરૂ હોય ઓવરફલો થવાનાં પ્રસંગે આ જળાશયમાંથી પાણી છોડવાની શકયતા હોય આ ડ...
૪૩ ગામોને નદીનાં પટમાં અવર-જવર નહીં કરવા તંત્રએ આપેલી ચેતવણી
અમરેલી, તા.૧૯
અમરેલી જિલ્લાનો સૌથી મોટો શેત્રુજી નદી ઉપર બનાવેલ ખોડીયાર જળાશય ગઈકાલે રાત્રે ૨ વાગ્યાનાં સમયે ૮૦ ટકા જેટલો ભરાય જવા પામેલ હતો અને આ ડેમમાં નવા નીરની આવક શરૂ હોય ઓવરફલો થવાનાં પ્રસંગે આ જળાશયમાંથી પાણી છોડવાની શકયતા હોય આ ડેમની નીચે આવતા ગામનાં લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા માટે થઈ અમરેલી જીલ્લાનાં ૩૩ ગામો તથા ભાવનગર જિલ્લાનાં ૧૦ ગામો મળી કુલ ૪૩ જેટલા ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લાનાં આંબરડી, પાદરગઢ, હાલરીયા, હલરીયા, સરભંડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોબરવાળા, નાના ગોબરવાળા, કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઈંગોરાળા, બોરાળા, લોહા-લોહી, જુનાસાવર, ખાલપર, સાંકોલડા, શેઢાવદર, મેકડા, ફીફાદ, ધ્રોબા, પીપરડી, ઠાંસા, જુના ગુજરડા, મનાજી, રાણીગામ, સનાપડા, ચોક, ડુંગરપુર, હાથસણી, જાબીલા, જીવાપર, રાણપરડા તથા રોહીશાળા ગામોને એલર્ટ કરાયા છે અને આ શેત્રુજી નદીનાં પટમાં અવર-જવર નહીં કરવા પણ સુચના આપવામાં આવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મીઠાપુર, તા.૧૯
દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ઓખા મંડળનાં સુરજકરાડી ગામે છેલ્લા ઘણાં સમયથી નશાકારક દવાની બોટલોનું ખુલ્લેઆમ વેંચાણ અમુક તત્વો દ્વારા કરવામાં આવી રહયાનું સંભળાય છે. નશાકારક આ દવાની બાટલીનાં ૮૦ રૂપિયા પડાવવામાં આવે છે અને તેનું કોઈ જ બીલ આપવામાં આવતુ ન હોય તેનો સીધો જ અર્થ એ થાય કે આ દવાનું ...
મીઠાપુર, તા.૧૯
દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ઓખા મંડળનાં સુરજકરાડી ગામે છેલ્લા ઘણાં સમયથી નશાકારક દવાની બોટલોનું ખુલ્લેઆમ વેંચાણ અમુક તત્વો દ્વારા કરવામાં આવી રહયાનું સંભળાય છે. નશાકારક આ દવાની બાટલીનાં ૮૦ રૂપિયા પડાવવામાં આવે છે અને તેનું કોઈ જ બીલ આપવામાં આવતુ ન હોય તેનો સીધો જ અર્થ એ થાય કે આ દવાનું વેંચાણ ગેરકાયદેસરનું છે. આ વિસ્તારનાં અનેક યુવાનો નશાનાં રવાડે ચડયા છે. આ દવાની આડસર થાય તો જવાબદાર કોણ ? લાગતા વળગતા સરકારી બાબુઓ જાગશે ખરા ?
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કોડીનાર, તા.૧૯
કોડીનાર તાલુકાનાં મીતીયાજ ગામનાં ૩૬ લાભાર્થીઓને તેમના હક્કનાં પ્લોટ આજરોજ ફાળવી દેવાતા છેલ્લા ૧૮ દિવસથી કોડીનાર મામલતદાર કચેરી ખાતે ચાલતા આંદોલનનો અંત આવ્યો છે.
કોડીનાર તાલુકાનાં મીતીયાજ ગામના ૩૬ મફત પ્લોટ ધારકોને ૨૦૧૦ માં ગરીબ કલ્યાણ મેળામાં સનદો આપી દેવામાં આવી હતી પરંતુ જગ્ય...
કોડીનાર, તા.૧૯
કોડીનાર તાલુકાનાં મીતીયાજ ગામનાં ૩૬ લાભાર્થીઓને તેમના હક્કનાં પ્લોટ આજરોજ ફાળવી દેવાતા છેલ્લા ૧૮ દિવસથી કોડીનાર મામલતદાર કચેરી ખાતે ચાલતા આંદોલનનો અંત આવ્યો છે.
કોડીનાર તાલુકાનાં મીતીયાજ ગામના ૩૬ મફત પ્લોટ ધારકોને ૨૦૧૦ માં ગરીબ કલ્યાણ મેળામાં સનદો આપી દેવામાં આવી હતી પરંતુ જગ્યાની ફાળવણી કરવામાં આવી ન હતી. જેથી છેલ્લા નવ વર્ષથી લાભાર્થીઓની વારંવાર તંત્રમાં રજુઆત કરવા છતા તંત્રએ પ્લોટ ધારકોને પ્લોટ ફાળવવા તસ્દી લીધી ન હતી. જેથી છેલ્લા ૧૮ દિવસથી આ તમામ પ્લોટ ધારકો કોડીનાર મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેઠેલા હતા. જેમાં છેલ્લા આઠ દિવસથી પાંચ લોકોએ અનસન ચાલુ કર્યા હતા અને આ તમામની તબીયત લથડતા તેઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આજરોજ બીજા પાંચ લોકો આમરણાંત ઉપવાસ ઉપર જોડાયા હતા. એ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી પરમાર, મામલતદાર, ધારાસભ્ય મોહનભાઈ વાળા તેમજ મીતીયાજ ગ્રામ પંચાયતનાં સરપંચનાં અથાક પ્રયત્નોથી આ તમામ લાભાર્થીઓને પ્લોટની જગ્યા ફાળવી અપાતા તેમજ ઉપવાસીઓને ધારાસભ્ય તથા અધિકારીઓએ પારણા કરાવતા કોડીનાર તાલુકાનાં મીતીયાજ ગામનાં મફત પ્લોટ ધારકોની વર્ષો જુની માંગણીનો અંત આવ્યો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
બાળ વૈજ્ઞાનીકોએ પ્લાસ્ટીકની બોટલનું પ્રદુષણ દૂર કરવાની કૃતિ બનાવી હતી
ગીરગઢડા, તા.૧૯
રસુલપરા કલસ્ટરની બાબરીયા પ્રા.શાળાની કૃતિ વિભાગ-૨ સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં વેસ્ટ પ્લાસ્ટીક બોટલ કલેકટર તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ કૃતિનો હેતુ જાહેર સ્થળો પર ફેંકવામાં આવતી પાણી, ઠંડાપીણ...
બાળ વૈજ્ઞાનીકોએ પ્લાસ્ટીકની બોટલનું પ્રદુષણ દૂર કરવાની કૃતિ બનાવી હતી
ગીરગઢડા, તા.૧૯
રસુલપરા કલસ્ટરની બાબરીયા પ્રા.શાળાની કૃતિ વિભાગ-૨ સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં વેસ્ટ પ્લાસ્ટીક બોટલ કલેકટર તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ કૃતિનો હેતુ જાહેર સ્થળો પર ફેંકવામાં આવતી પાણી, ઠંડાપીણાની નકામી બોટલો એકત્ર કરી પ્રદુષણ નિવારણ માટેનો હતો. નકામી પ્લાસ્ટીકની બોટલનો યોગ્ય વળતર સાથેનો વિચાર બાળકો દ્વારા મુકવામાં આવ્યો હતો. બાળ વૈજ્ઞાનીકો પરમાર ચિરાગ તેમજ ખસીયા મનીષે આ કૃતિની રજુઆત કરી હતી. જેમને શાળાનાં શિક્ષક મનોજભાઈ પી.પટેલ તથા શાળાનાં આચાર્યએ માર્ગદર્શન પુરું પાડયું હતુ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જસદણ, તા.૧૯
જસદણનાં બળધોઈ ગામે એક કોળી જોગરાજીયા પરીવારની છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા એક જ પરીવારનાં નવ સભ્યોને ઈજા થતા પ્રથમ જસદણ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના બળધોઈ ગામનાં જોગરાજીયા કોળી પરીવાર બળધોઈ ગામેથી સવારે છકડો રીક્ષા ભરી જસદણ ખાતે લૌકીકક્રિયાએ આ...
જસદણ, તા.૧૯
જસદણનાં બળધોઈ ગામે એક કોળી જોગરાજીયા પરીવારની છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા એક જ પરીવારનાં નવ સભ્યોને ઈજા થતા પ્રથમ જસદણ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના બળધોઈ ગામનાં જોગરાજીયા કોળી પરીવાર બળધોઈ ગામેથી સવારે છકડો રીક્ષા ભરી જસદણ ખાતે લૌકીકક્રિયાએ આવ્યા હતા ત્યારે પરત ફરતા બળધોઈનાં પાટીયા પાસે ગાય આડી ઉતરતા છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા જેમાં બેઠેલા માવજીભાઈ, ધીરૂભાઈ, ભોળાભાઈ અને ત્રણ મહીલાઓને જસદણ પ્રાથમીક સારવાર બાદ તમામને રાજકોટ વધુ સારવાર માટે ખસેડેલ હતા. આ બનાવથી સરકારી હોસ્પિટલમાં સેવાભાવીઓ ખડેપગે રહી ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૧૯
નવાબંદર મરીન પોલીસનાં હેડ કોન્સ્ટેબલ સરમણભાઈ ભોયાભાઈ ત્થા પ્રદિપસિંહ હરીસિંહ, સંદિપભાઈ રામભાઈ પેટ્રોલીંગમાં હતા ત્યારે તડ ગામનાં બસ સ્ટેશન પાસે મોટર સાયકલ નં.જીજે૩૨ઈ ૮૫૦૩ ડબલ સવારી વાળા પ્રવિણ ઉર્ફે બસંતી નાનુભાઈ ડાભી ત્થા હસમુખ ઉર્ફે અશોક મેઘજી ચારણીયા પાસેથી પરપ્રાંતનો ઈંગ્લીશ દારૂ...
ઉના, તા.૧૯
નવાબંદર મરીન પોલીસનાં હેડ કોન્સ્ટેબલ સરમણભાઈ ભોયાભાઈ ત્થા પ્રદિપસિંહ હરીસિંહ, સંદિપભાઈ રામભાઈ પેટ્રોલીંગમાં હતા ત્યારે તડ ગામનાં બસ સ્ટેશન પાસે મોટર સાયકલ નં.જીજે૩૨ઈ ૮૫૦૩ ડબલ સવારી વાળા પ્રવિણ ઉર્ફે બસંતી નાનુભાઈ ડાભી ત્થા હસમુખ ઉર્ફે અશોક મેઘજી ચારણીયા પાસેથી પરપ્રાંતનો ઈંગ્લીશ દારૂની બોટલ ૧૯૨ નંગ ત્થા મોટર સાયકલ મળી રૂા.૨૯૬૦૦ રૂપિયાનો મુદામાલ સાથે પકડી ધરપકડ કરી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૧૯
ઉનાનાં સ્વામીનારાયણ ગુરૂકુળનાં સંકુલમાં ઉના તાલુકા કક્ષાનો વિજ્ઞાન-ગણિત મેળો યોજાયો હતો. ગુરૂકુળનાં અઘ્યક્ષ શાસ્ત્રી સ્વામી માધવદાસજી ત્થા આગેવાનોએ દિપપ્રગટાવી ખુલ્લો મુકયો હતો. જેમાં તાલુકા ભરમાંથી વિવિધ માઘ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ-૧ કૃષિ વિભાગમાં આધુનીક ખેતી અને પાક સં...
ઉના, તા.૧૯
ઉનાનાં સ્વામીનારાયણ ગુરૂકુળનાં સંકુલમાં ઉના તાલુકા કક્ષાનો વિજ્ઞાન-ગણિત મેળો યોજાયો હતો. ગુરૂકુળનાં અઘ્યક્ષ શાસ્ત્રી સ્વામી માધવદાસજી ત્થા આગેવાનોએ દિપપ્રગટાવી ખુલ્લો મુકયો હતો. જેમાં તાલુકા ભરમાંથી વિવિધ માઘ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ-૧ કૃષિ વિભાગમાં આધુનીક ખેતી અને પાક સંરક્ષણ નામનો પ્રોજેકટ ગાયત્રી વિદ્યાલય ઉનામાં અભ્યાસ કરતી યામીની ધર્મેશભાઈ મહેતા અને પ્રગતિબેન શૈલેષભાઈ વિસનગરાએ માર્ગદર્શક શિક્ષક હેમાલીબેન સુરેશભાઈ જોશીએ બનાવેલ હતો. આ કૃતિ પ્રથમ નંબરે તાલુકા કક્ષાએ વિજેતા બની હતી. શાળાનાં સંચાલક દિનેશભાઈ જોશીએ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા.૧૯
ઉના શહેર ત્થા તાલુકામાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની બાતમીનાં આધારે ગીરસોમનાથ જીલ્લાનાં એસ.પી.રાહુલભાઈ ત્રીપાઠી અને એએસપી અમીતભાઈ વસાવાની સુચનાથી પીએસઆઈ જે.વી.ચુડાસમા ત્થા હેડ કોન્સ્ટેબલ એસ.કે.સોલંકી ત્થા સ્ટાફે વરસીંગ પુર રોડ ઉનામાં આવેલ ખાણ વિસ્તારમાં મહિલા ભારતીબેન તો...
ઉના, તા.૧૯
ઉના શહેર ત્થા તાલુકામાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થતી હોવાની બાતમીનાં આધારે ગીરસોમનાથ જીલ્લાનાં એસ.પી.રાહુલભાઈ ત્રીપાઠી અને એએસપી અમીતભાઈ વસાવાની સુચનાથી પીએસઆઈ જે.વી.ચુડાસમા ત્થા હેડ કોન્સ્ટેબલ એસ.કે.સોલંકી ત્થા સ્ટાફે વરસીંગ પુર રોડ ઉનામાં આવેલ ખાણ વિસ્તારમાં મહિલા ભારતીબેન તોહીદખાન ત્થા તોહીદખાન કરીમખાન પઠાણનાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા ભારતીબેન ત્થા તેના પતિ તોહીદખાન પઠાણ મળી આવેલ નહીં પરંતુ તેમના ઘરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૧૧ તથા બીયરનાં ટીન ૧૦ મળી આવેલ અને અન્ય પાંચ આરોપી સાજીદ સલીમભાઈ બ્લોચ, સોહીલ બસીરભાઈ બ્લોચ, મોસીન ઉર્ફે ભોલુ હુસેનભાઈ, આમીર બસીરભાઈ બ્લોચ, સીરાજ ઉર્ફે સીરીયો ઈકબાલ ગોરી ખલીફા, અનીસ જાવીદભાઈ કાજલીયા કુરેશી, ઈશાદ હનીફ મુન્સી મુલ્લાને પકડી દારૂની હેરાફેરીમાં વાપરેલ મોટર સાયકલ નં.જીજે૧૪એચએચ ૪૬૭૪ રૂા.૨૫ હજાર ત્થા હીરો મેસ્ટ્રો સ્કુટર-૧ કબ્જે લઈ ૭ આરોપીઓને પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ફરાર મહિલા ત્થા તેના પતિને પકડવા તજવીજ હાથ ધરી છે.
માણાવદર, તા. ૧૯
ધર્મજોગી વિદ્યાધામ-પીપલાણાના બાળકોએ તા. ૧૭ સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે પ્રસંગે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરી હતી. જેમાં ગુરુકુળના શિક્ષકોએ તથા બાળકોએ એક-એક વૃક્ષ વાવી અને તેને ઉછેરવાના સંકલ્પ લીધા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા. ૧૯
દીવ-દમણ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ ત્રણ દિવસ માટે દીવની મુલાકાતે છે. પ્રશાસક સાથે તેમના સલાહકાર એ.કે. સિંઘ પણ દીવ આવશે. અને વિવિધ પ્રોજેકટો અને સ્માર્ટસિટી વિષે મીટીંગો કરશે. ત્રણ દિવસની આ મુલાકાતના પ્રોજેકટમાં દીવ કલેકટર સલોની રાય, ડે. કલેકટર હરમીન્દરસિંઘ સાથે રહેશે.
...
દીવ, તા. ૧૯
દીવ-દમણ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ ત્રણ દિવસ માટે દીવની મુલાકાતે છે. પ્રશાસક સાથે તેમના સલાહકાર એ.કે. સિંઘ પણ દીવ આવશે. અને વિવિધ પ્રોજેકટો અને સ્માર્ટસિટી વિષે મીટીંગો કરશે. ત્રણ દિવસની આ મુલાકાતના પ્રોજેકટમાં દીવ કલેકટર સલોની રાય, ડે. કલેકટર હરમીન્દરસિંઘ સાથે રહેશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા. ૧૯
દીવમાં સાત-આઠ માસ પહેલા અહીંની સાઉદવાડીની બોટમાં ખલાસી તરીકે કામ કરતા ભીલાડના અનિલ કાંતિભાઈ વારલીને માછીમારી દરમિયાન દરિયાઈ ઝેરી શાપ પગમાં કરડી જતા તેનું મૃત્યુ થયેલ. બોટ માલિક વિશાલ જીવાએ મૃતક માછીમારનો વીમો ઉતરાવેલ જેનો દાવો રજૂ કરતા પોરબંદર આઈસીઆઈસીઆઈ લિમ્બર્ક બેંક શાખાના બેંક મેનેજ...
દીવ, તા. ૧૯
દીવમાં સાત-આઠ માસ પહેલા અહીંની સાઉદવાડીની બોટમાં ખલાસી તરીકે કામ કરતા ભીલાડના અનિલ કાંતિભાઈ વારલીને માછીમારી દરમિયાન દરિયાઈ ઝેરી શાપ પગમાં કરડી જતા તેનું મૃત્યુ થયેલ. બોટ માલિક વિશાલ જીવાએ મૃતક માછીમારનો વીમો ઉતરાવેલ જેનો દાવો રજૂ કરતા પોરબંદર આઈસીઆઈસીઆઈ લિમ્બર્ક બેંક શાખાના બેંક મેનેજર ગીરીશ ખોરાવાની હાજરીમાં રૂા. ૬.૫૫ લાખનો ચેક તેના વારસ પત્નીને આપવામાં આવેલ.
રોજ ૧૦૦ ટ્રક અને ટ્રેકટર ભરી રેતી લઈ જવાય છે માથાભારે શખ્સોથી વિસ્તારનાં લોકો ફરીયાદ કરતા પણ ડરે છે
સુરેન્દ્રનગર, તા.૧૪
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાનાં નારીચણા ગામની નદી આસપાસની સીમમાં લાંબા સમયથી ગેરકાયદે રેતીના સાત વોશ પ્લાન્ટ ચાલે છે. રેતીનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલે છે ત્યારે રોજ ૧૦૦ જેટલા ટ્રક અને ટ્રેકટર રેતી ભરીને નીકળતા હોવાથી નારીચણા અને આસપાસ ગામના લોકો પરેશાની થઈ ગયા છે ત્યારે ગેરકાયદેસર ચાલતા ખનન બંધ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. ધ્રાંગધ્રાનાં આસપાસનાં ગામનાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતીનો કારોબાર ચાલે છે. ધ્રાંગધ્રા તાલુકાનાં નારીચણા ગામની નદી પાસે લાંબા સમયથી ખુલ્લેઆમ માથાભારે તત્વો તંત્રની મીઠી નજર નીચે ખુલ્લેઆમ રેતીના ઢગલા કરી પાણીનાં નાના તલાવડામાં મશીન મુકી ચારણા શરૂ કરાયા છે. જેમાં સાત જેટલા જુદાજુદા વોશ પ્લાન્ટો શરૂ કરીને રેતીનો ગેરકાયદે ખનન કરી કાળો કારોબાર ચલાવે છે અને રોજનાં ૧૦૦ જેટલા ટ્રકો અને ટ્રેકટરો ભરી નીકળે છે. આમ રાત દિવસ ચાલતા ગેરકાયદે રેતીના કારોબારને લઈ વિસ્તારનાં લોકો પરેશાન થઈ ગયા છે. ગેરકાયદે રેતી અને માટીનો કારોબાર કરતા માથાભારે શખ્સોથી વિસ્તારનાં લોકો ફરીયાદ કરતા પણ ડરી રહયા છે. આ અંગે નામ નહીં આપવાની શરતે વિસ્તારનાં લોકોએ જણાવ્યું કે ગેરકાયદે રેતી અને માટી ભરી નીકળતા વાહનો પુરપાટ ઝડપે ચલાવતા હોવાથી વિસ્તારનાં લોકો વાહન અવર જવર ચાલતી હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ છે. આથી ગેરકાયદે ચાલતા કારોબાર બંધ થાય તેવી વિસ્તારનાં લોકોની માંગણી છે. આ અંગે મદદનીશ ભુસ્તર શાસ્ત્રી સચીન પરમારે જણાવ્યું કે તાત્કાલીક તપાસ કરીને ચાલતા વોશ પ્લાન્ટ પર કોઈની શેહશરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિદેશી દારૂનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગર ચોટીલા થોડા સમય પહેલા મળી આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આરોપી ફરાર હતો ત્યારે આ શખ્સ સુરેન્દ્રનગરમાં હોવાની બાતમી જયરાજસિંહ ઝાલાને મળતા પી.એસ.આઈ. સી.એચ.શુકલ સહિતનાઓએ નવા જંકશન રોડ પરથી ચાંપરાજભાઈ ખાચરને ઝડપી લીધો હતો.
સુરેન્દ્રનગર, તા.૧૪
સુરેન્દ્રનગર શહેરનાં આંબેડકરનગર-૧ માં રહેતા ગોપાલભાઈ સોલંકી રિવરફન્ટ મેલડી માતાનાં મંદિર પાસે ચાલીને જતા હતા. આ દરમ્યાન રહીમભાઈ નામના શખ્સે પૈસા માંગતા ગોપાલભાઈએ ના પાડી હતી. રહીમભાઈએ ઝપાઝપી કરી ગાળો આપી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની તેમજ જાતી અંગે અપમાનીત કર્યા હતા. ઉપરાંત ઈમરાનભાઈ નામના શખ્સે ગોપાલભાઈને પકડી રાખતા રહીમભાઈએ પેન્ટનાં નેફામાંથી છરી કાઢી હુમલો કરી ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત ગોપાલભાઈએ બી.ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે રતનપરના રહીમભાઈ ઈસાભાઈ અને ઈમરાન સામે ગુનો નોંધાતા વધુ તપાસ એસીએસટી સેલનાં ઈન્ચાજર્ ડીવાયએસપી ચલાવી રહયા છે.
સુરેન્દ્રનગર, તા.૧૪
સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની દ્વારા ઠેરઠેર પવનચક્કીઓ ઉભી કરવામાં આવી રહી છે ત્યારે મુળીનાં ખંભાળીયા, ગઢડા, કુંતલપુર, રાણીપાટ સહિતનાં ગામોમાં સરકારી જમીનમાં સ્થાનિક તંત્રની કોઈ પણ જાતની પરવાનગી વગર ગૌચરની જમીનમાં કામગીરી કરવામાં આવતા મુળી કોંગ્રેસ ફરીયાદ સેલનાં પ્રમુખે લેખીત રજુઆત કરી કામગીરી બંધ કરાવવા રજુઆત કરાઈ છે.
ઘણા સમયથી ખાનગી કંપની દ્વારા તાલુકાનાં રાણીપાટ, રાયસંગપર, દુધઈ સહિતના ગામોમાં પવનચક્કી ફીટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ૧૦૦ થી વધુ પવનચક્કી ઉભી પણ કરી દેવાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી આ કામગીરી સરકારી જમીનમાં સ્થાનીક તંત્રની કોઈપણ જાતની પરવાનગી વગર પવનચક્કી નાખવાની કામગીરી કરાતી હોવાની રાવ ઉઠી છે. મુળી કોંગ્રેસ મંત્રીના ફરીયાદ સેલના પ્રમુખ અશોકસિંહ પરમારે લેખીત રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું છે કે આમાં મોટાભાગની પવનચક્કી સરકારી ગૌચર અને ખરાબામાં હોવાથી અને સ્થાનીક તંત્રની કોઈપણ જાતની મંજુરી વગર ઉભી કરી હોવાથી તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે.
કોન્ટ્રાકટરને જરૂરી સુચના આપતા સ્થાનિકોમાં સંતોષની લાગણી
ગીરગઢડા, તા.૧૪
ખાંભામાં રૂરબન ગટર યોજનાનાં રોડનાં કામની જાત માહિતી અને રોડના ચાલુ તથા બની ગયેલા કામોની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન અને પ્લાન એસ્ટીમેટ મુજબ કામ કરવાની ઠેકેદારને સુચના આપતા અમરેલી જીલ્લા પ્રમુખ રવજીભાઈ વાઘેલા ખાંભા ખાતે ભુગર્ભ ગટર યોજનાં કામ સમયે ગટરની પાઈપ લાઈન બેસાડવા ખાંભા ગ્રા.પં. દ્વારા બનાવેલા રોડ તોડી ગટરની લાઈન ફીટ કરવામાં આવેલ રોડનાં કામનાં બે વર્ષ પહેલા રૂા.બે કરોડ મંજુર થયેલ જે રૂરબન ગટર યોજના અંતર્ગત છેલ્લા બે મહિનાઓથી ખાંભા ગામની શેરી-ગલીઓમાં આરસીસી સીમેન્ટ રોડનું કામ અને નવા બનેલા તમામ રોડની બંને સાઈડમાં બ્લોક પેવર રોડનું કામ ચાલુ હોય આ કામની અમરેલી જીલ્લા પંચાયતનાં પ્રમુખ રવજીભાઈ વાઘેલાને મુલાકાત લેવા અને સ્થળ ચકાસણી કરવા માટે ભીખુભાઈ બાટાવાળાએ આમંત્રણ આવતા જ તા.૧૩/૧૨ ના રોજ બપોર બાદ રવજીભાઈ વાઘેલા ખાંભા તાલુકા પંચાયતમાં આવી ભીખુભાઈ બાટાવાળા તથા જીલ્લા પંચાયત સદશ્ય નીર્મળસિંહ રાઠોડને તથા ટીડીઓ ભાવસાર તેમજ ભારવડીના ભરત રાઠોડને સાથે રાખી મીતીયાળા અભિયારણ્ય તરફનો રોડ એસટી.ડેપો પાછળનો રોડ, આશ્રમપરામાં બનેલો રોડ તેમજ એસ.ટી.ડેપોપાછળ ભઠીવાળા રોડ તરીકે ઓળખાતા ખાંભામાં ચાલુ ગટરનાં કામની તેમજ હાઈસ્કુલ બાજુ ન બનાવેલા રોડની અને છેલ્લે ખાંભા, જુનાગઢમાં સી.સી. રોડના ચાલુકામની તેમજ હડીયો નદિકાંઠે - દલીત સ્મશાન તથા કોળી સમાજનાં સ્મશાનની અને હડીયો નદીનાં કાંઠે બનતા રોડની મુલાકાત લઈ સ્થળ ઉપર જ કોન્ટ્રાકટરને બોલાવી કામમાં ક્ષતી ન રાખવા તેમજ પ્લાન એસ્ટીમેટ મુજબ કામ કરવા અને કામનાં પ્રકાર અને એજન્સી તથા ચાલુકામ દર્શાવતા બોડર્ મુકવાની સુચના આપી જુના ગામ રોડના ચાલુ સી.સી. રોડનાં સીમેન્ટ, લોખંડ અને મટીરીયલની તપાસ કરી જોઈ જુના ગામનાં નાગરીકોની હાજરીમાં કોન્ટ્રાકટરને કામ અંગે સુચના આપેલ. જીલ્લા પંચાયતનાં પ્રમુખ ખરેખર જીલ્લાનાં નાગરીકોના પ્રમુખ હોય છે તે પ્રતીત કરાવતા ગ્રામજનોમાં સંતોષની લાગણી ફેલાયેલ છે.
કયામત ફિલ્મનું શૂટીંગ આ ગુફામાં થયેલ
દીવ, તા.૧૪
દીવની નાયડા ગુફામાં રાત્રીના સમયે મોટી ભેખડ ધસી પડતા મોટી જાનહાની ટળી કેમ કે નાયડા ગૂફામાં પર્યટકોની ભારે ભીડ રહે છે. આ ભેખડ પડવાની માહિતી પ્રશાસનને મળતા દીવ કલેકટર સલોની રાય ડે.કલેકટર હરમીન્દરસિંઘ અને અધિકારી ગણે ગુફાની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી કરી હતી. નાયડા ગુફા સંદર્ભે કલેકટર સલોની રાય એ જણાવ્યું કે હાલ આ જોખમ કારક માર્ગ બંધ કરેલ છે. જેથી કોઈને નુકશાન ન પહોંચે આ અંગેની જાણ દમણ પ્રશાસન અને જીયોલોજીકલ વિભાગને જાણ કરેલ છે. નાયડા ગુફામાં ફીલ્મનું શૂટીંગ પણ થાય છે ખાસ કરીને કયામત ફિલ્મનું શૂટીંગના હિરો અજય દેવગને પણ શૂટીંગમાં ભાગ લીધેલ હતો.
એનસીપી, કોંગ્રેસ, ભાજપ વચ્ચે જંગ
ઉના, તા.૧૪
ઉના તાલુકા પંચાયતની ખાલી પડેલ વરસીંગપુર તાલુકા પંચાયતની બેઠકની પેટા ચુંટણી જાહેર થયેલ જેના આજે ફોર્મ ભરવાના અંતીમ દિવસે નેશનલ કોંગ્રેસ પાટર્ીમાંથી પ્રવિણભાઈ રાણાભાઈ મકવાણા, ભાજપમાંથી નગાભાઈ બીજલભાઈ બાંભણી, કોંગ્રેસના ભીમભાઈ ભીખાભાઈ સોલંકી, ડમી ફોર્મ બે ભરાયા છે. આ ચુંટણીનું મતદાન તા.૨૯/૧૨ ના યોજાશે. મતગણતરી તા.૩૧ નાં થશે. હાલ ઉના તાલુકા પંચાયતમાં ભાજપ ૧૬, કોંગ્રેસ ૧૨ બેઠક છે. છેલ્લે ચુંટણીમાં વરસીંગપુર બેઠક કોંગ્રેસ પાસે હતી તે જાળવી રાખે છે કે પછી એનસીપી કે ભાજપ લઈ જશે. તે તો મતગણતરી પછી ખ્યાલ આવશે. તા.૧૬/૧૨ ના ચકાસણી તા.૧૭/૧૨ ના પાછા ખેંચવાની તારીખ છે. મતદાન તા.૨૯/૧૨ ના રોજ થશે.
રાજકોટ, તા.૧૪
કોંગ્રેસ દ્વારા આજે નવી દિલ્હી સાથે ભારત બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સહીતના રાજકોટના કોંગ્રેસના આગેવાનો જોડાયા છે. આજે સવારે તમામ આગેવાનો દિલ્હી જવા રવાના થયા હતા.
કોંગ્રેસની દિલ્હી ખાતે યોજાયેલી રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ઉપરાંત મહાપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ અગ્રણી જશવંતી ભટ્ટી, ડો.દિનેશ ચોવટીયા, દીનેશભાઈ મકવાણા, ડો.હેમાંગ વસાવડા, વોર્ડ નં.૧૮ ના કોર્પોરેશન નીર્મલ મારુ, શહેર કોંગ્રેસ અગ્રણી પરસોતમભાઈ તરપડીયા, ભરતભાઈ મકવાણા અને ઓબીસી વિભાગના ચેરમેન રાજેશભાઈ આમણીયા દિલ્હી ખાતે પહોંચ્યા હતા.
મીઠાપુર, તા.૧૪
ઓખા મંડળના વરવાળા ગામના યુવાન પર સામાન્ય બાબતે મહિલા સહિત પાંચે હુમલો કરતા મામલો પોલીસ સુધી પહોંચેલ છે. દ્વારકામાં આવેલ ભથાણ ચોકમાં જગ્યા જોવા બાબતે હુમલો કરાયો હતો. વરવાળાનાં વતની ૨૧ વર્ષીય મેહુલ નારૂભાઈ દ્વારા દ્વારકા પોલીસમાં કરેલ ફરીયાદમાં જણાવ્યા અનુસાર દ્વારકામાં ભથાણ ચોક એરીયામાં તેના મીત્ર સાથે પ્લોટ જોવા માટે ગયો હતો ત્યારે ત્યાંના જુના ભાડુઆત ગોંડલીયા મોહન રામદાસને સારૂ ન લાગતા જગ્યામાં કેમ આવ્યા છો ? તેમ કહીને મોહન ગોંડલીયા મીથીલેસ ગોંડલીયા મોહનભાઈની પત્ની તેમજ બે પુત્રીઓએ એકસંપ કરીને ધોકાથી માર મારીને મારી નાખવાની ધમકી આપતા બનાવની દ્વારકા પોલીસમાં ફરીયાદ થઈ છે.
ધારી, તા.૧૪
ધારી તાલુકાના રાજસ્થળીથી ગઢીયા ચાવંડની વચ્ચેનો પાંચથી છ કિલોમીટર રોડ અતિ બીસ્માર, રાજસ્થળી તરસીંગડા, ગઢીયા ચાવંડના વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. વાહનોમાં નુકશાની પણ આવે છે. આ ત્રણ ગામનાં લોકોને દુધાળા અને ધારી તરફ જવા માટે તેમજ દવાખાનાનાં કામકાજ માટે અવાર નવાર જવાનુ થતુ હોય જેથી આ રસ્તાનું વહેલાસર સમારકામ થાય તેવું જીલ્લા વહીવટ તંત્ર દ્વારા આ માર્ગનુ સમારકામ વહેલી તકે થાય તેવું ગામ લોકો તેમજ વાહન ચાલકોની માંગ છે.
તાલુકા હેલ્થ અધિકારીને પત્ર પાઠવતા જીલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન જાલોંધરા
ગીરગઢડા, તા.૧૪
ગીરગઢડા તાલુકાનાં દરેક ગામમાં એકવાર માં અમૃતમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે તો વંચીત લાભાર્થી તેમનો લાભ લઈ શકે આથી આ બાબતે યોગ્ય કાળજી કરી યોગ્ય થવા તાલુકા હેલ્થ ઓફીસરને ગીર સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન ડાયાભાઈ જાલોંધરાએ લેખીત પત્ર પાઠવી માંગ ઉઠાવી છે.
મીઠાપુર, તા.૧૪
દેવભૂમી દ્વારકા જીલ્લાનાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા મુકામે હર્ષદ રોડ પર આવેલી બીનખેતીની જગ્યામાં કોટેચા જયેશ ગુલાબરાઈએ પ્લોટનાં આગળનાં ભાગે દુકાન ઉભી કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલુ છે. વારંવાર નોટીસો આપવાના નાટક પછી ઉચ્ચાધીકારીના આદેશથી તલાટી મંત્રીને આખરી નોટીસ આપવાની ફરજ પડી હતી જે નોટીસ મુજબ ૮ દિવસમાં દબાણ દુર કરવાનુ હતુ અન્યથા પંચાયત દબાણ દુર કરશે તેવું સ્પષ્ટ નોટીસમાં જણાવાયું છે જે મુદત પુર્ણ થઈ ગયા છતા બાંધકામ હજુ યથાવત રહેતા અનેક ચર્ચા થાય છે. ઉચ્ચાધીકારીઓ પણ આ અંગે કેમ મૌન છે ?
અમદાવાદ,તા.૧૪
નરોડા નિકોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં માતા સાથે હેતી ૨૭ વર્ષીય યુવતીના ધોળકા વર્ષ ૨૦૧૪માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો પહેલા પરિણીતા સીડી પરછથી પડી ગઇ હોવાથી તેને પગમાં ઇજાઓ પહોંચી હતી. સારવાર બાદ તેને પગમાંખોડ રહી ગઇ હતી. જેથી તેનો પતિ આરામ કરવા માટે પિયરમાં મૂકી ગયો હતો. પણ બાદમાં ખોડ થઇ ગઇ હોવાથી તેને સાથે બોલતો ન હતો.
બાદમાં સાસુ, સસરા, નણંદ અને પતિ સહિતના લોકોએ તેને મહેણા મારવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન જીવન ન ભાંગે તે માટે પરિણીતા આ ત્રાસ સહન કરતી ગઇ. પણ આખરે સાસરિયાઓએ ત્રાસ ગુજારવાની સાથે સાથે દહેજની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ કંટાળીને પોલીસને અરજી આપી હતી. કૃષ્ણનગર પોલીસે આ બાબતે પરિણીતાની ફરિયાદ લઇ આરોપીઓ સામે આઇપીસી ૪૯૮-ક, ૨૯૪ ખ, ૫૦૬(૧), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ,તા.૧૪
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આણંદ-વિદ્યાનગરમાં જુદા-જુદા કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય મુલાકાતે આવ્યા છે. આ સમયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આણંદ ખાતે ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના ૪૦માં સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમા ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઉપરાષ્ટ્રપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. તેમજ એન.ડી.ડી.બી., ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગામડાંઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાંઓમાં પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્તા, સ્વચ્છતા અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે. ભારતમાં ખાદ્ય, કૃષિ અને ગ્રામિણ ક્ષેત્રે ૧૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે.ઇરમા આગામી બે વર્ષમાં પોતાના કૌશલ્ય અને અનુભવના આધારે ગ્રામીણ ક્ષેત્રે નવા ૧૦૦૦ સ્ટાર્ટ અપ શરૂ કરવામાં અહમ ભૂમિકા નિભાવી શકે તેમ છે.
તેની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિએ દેશના ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે આજથી ૪૦ વર્ષ અગાઉ ઇરમાની સ્થાપના કરવા બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનના યોગદાનને બિરદાવ્યું હતું.
આણંદની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું, આણંદમાં આવીને આનંદ મહેસુસ કરૂં છુ. મારા જીવનમાં સૌથી વધુ ગમતું કૃષિ, ગ્રામીણ વિકાસ, પશુપાલન છે. બાજપેયી સરકારમાં મેં સામેથી કૃષિ મંત્રાલય માંગ્યું હતું. પરંતુ તેમણે બાજપેયીજીએ કહ્યું કે કૃષિ ખાતુ બીજાને ફાળવી દીધું હતું. એટલે તમારે બીજો કોઈ વિભાગ જોઈતો હોય તો કહો. એટલે મેં ના પાડી હતી. કારણ કે, ભારતના ૬૮.૮ ટકા લોકો ગ્રામ્યમાં જીવે છે. ગાંધીજીએ આઝાદી પછી બે સલાહી આપી હતી. કે આઝાદીની ચળવળ મેળવવા માટે કોંગ્રેસ એક પ્લેટફોર્મ હતું. હવે, આઝાદી મળી ગઈ છે એ પછી કોંગ્રેસના પ્લેટફોર્મને બંધ કરો.
સુરત,તા.૧૪
સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ નજીક કેન્ર રોડ પર એક સ્કૂલ બસ દ્વારા એક ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર માર્યા બાદ બસને ત્યાં લોકોએ અટકાવી હતી. લોકોએ ડ્રાઇવરને બસમાંથી બહાર લાવતા ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં.
રેડિયન્ટ સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી તે ગાડીના માલિકે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, પહેલા પણ એક એક્સિડન્ટ થતાં તેમની બસ બચી ગઈ હતી. જે બાદ આ જાગૃત નાગરિકે બસમાં સવાર બાળકો માટે ૧૦૦ નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ વધુ તપાસ શરુ કરી છે.
અડાલજ,તા.૧૪
અડાલજમાં આવેલા સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી. પોલીસે રેડ કરી ત્યારે સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં પહેલા તો ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ મેચ જોઇ રહી હતી. ત્યાં ખૂણામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા. પોલીસે રેડ કરી આ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે રેડ બાદ સ્થલ પરથી દારૂ ભરેલી ૯ બોટલ અને સાત ખાલી બોટલ તથા વાહનો મળી આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઘાટલોડિયામાં રહેતા કેવિન સુનિલભાઇ પટેલની બહેનના લગ્ન હોવાથી તેણે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સાથે દારૂની પાર્ટી રાખી હતી.
નબીરાં ઝડપાયાપોલીસે ગાંધીનગરના સોહમ પ્રજાપતિ, આંબાવાડીમાં સુક્રુતિ ફ્લેટમાં રહેતા રૂમિત પટેલ અને અંકિત શાહ, બોપલ પારસ બંગલોમાં રહેતા મિલન પટેલ, નારણપુરામાં નંદેગ્રામમાં રહેતા પાર્થ પટેલ, સોલા રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતા સૌમિલ પટેલ, વસ્ત્રાપુરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંકેત પટેલ, થલતેજના આનંદ બંગલોમાં રહેતા ધ્રુવ પટેલ, થલતેજના સનસાઇન ફ્લેટમાં રહેતા વિશ્વજીતસિંહ રાણા, એસજી હાઇવે પરના પ્રેમચંદ બંગલોમાં રહેતા નિકુલ પટેલ, ઘાટલોડિયામાં ટી.બી.ન્યુમાં રહેતા કેવિન પટેલ, ઘાટલોડિયા વિશ્વનિકેતન ફ્લેટમાં રહેતા ચિરાગ પટેલ, ઉસ્માનપુરાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જીગર પટેલ તથા નવરંગપુરાની સંધ્યા સોસાયટીમાં રહેતા વંદિત પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન ૬૬(૧)(બી), ૮૫,૮૪,૬૮,૬૫(એ)(ઇ), ૧૧૬ બી, ૮૧ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ગાંધીનગર,તા.૧૪
એલઆરડી પરીક્ષામાં ભરતી દરમિયાન માલધારી સમાજને અન્યાય કરાયો હોવાને લઈ હાલમાં જ લાંબી રેલી, ઉપવાસ સહિતની લડાઈઓ સમાજ દ્વારા લડાઈ રહી છે. આ દરમિયાનમાં ગીતા રબારીએ એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાયના આક્ષેપ સાથે આગામી ૧૬મી ડિસેમ્બરે મહારેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. ગીતા રબારીએ આ સ્થિતિમાં સમાજે એક થઈ જવું જોઈએ તેવી અપીલ કરી છે.
ગીતા રબારીએ આ ઉપરાંત ૧૬મીએ શાંતિપૂર્ણ રેલીમાં પોતે જોડાશે તેવું પણ કહ્યું છે અને સહુ યુવાનોને પણ તેમાં જોડાઈને સરકારને પોતાની સાથે થયેલા અન્યાય સંદર્ભે રજૂઆત કરવા કહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમાજને ન્યાય મળે તેવી માગણી કરી છે. તથા જે શખ્સો દ્વારા આ ખોટી પ્રવૃત્તિ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી થાય તેવી માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રબારી, ભરવાડ, ચારુલ સમાજને એલઆરડી પરીક્ષાની ભરતીમાં ગુણ ઊંચા હોવા છતાં ભરતીમાં શામેલ કરાયા નહીં તે બાબતનો રોષ ફેલાયો છે. કારણ તેમના સર્ટીફીકેટ માન્ય ગણવામાં આવ્યા ન હતા. સમાજ દ્વારા વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સંદર્ભે હાલમાં જ જુનાગઢમાં પણ મોટી રેલી કરવામાં આવી હતી.
અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી. પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.
રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર ૭ કલાકે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. સરકારી ચોપડે ૧ જુલાઇ ૨૦૧૪થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન કુલ ૬,૧૧૬ બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદમાં મહિલાઓ પર દર બે દિવસે એક બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૮૬૦ રેપની ફરિયાદ થઈ છે.
અમદાવાદ,તા.૧૪
રાષ્ટ્રપતિના ‘નિશાન’ એવૉર્ડ એ પોલીસદળની શ્રેષ્ઠતા અને ગૌરવના પ્રતીકરૂપે અપાય છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરાયેલા કામ અને રાષ્ટ્રની સેવામાં આપેલ યોગદાન માટે આપવામાં આવે છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસદળ આ સન્માનથી સન્માનિત થનાર ૭મું રાજ્ય બનશે. અગાઉ આ સન્માન મેળવનાર છ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરીમોનિયલ પરેડમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ એનાયત કરશે.આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ સ્મૃતિચિહ્ન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ માટેની દરખાસ્ત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં સી.આર.પી.એફ, બી.એસ.એફ, સી.બી.આઈ, આર.એન્ડ એ.ડબ્લ્યુ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે અને તેમના દ્વારા આ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેને વડા પ્રધાનની કચેરીમાં મોકલવામાં આવ્યો હતો. ૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો નિશાન એવોર્ડ એનાયત કરાશે એ અંગે જાણ કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને ૨૫ વર્ષ થઈ ગયાં હોય, તેઓ પ્રેસિડેન્ટ્સ કલર્સ (નિશાન) માટે અરજી કરી શકે છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન એ બાબતનું પ્રતીક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તાભરી સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે.
રાજકોટ,તા.૧૪
રાજકોટમાં હવે સ્થિતિ એવી થવા લાગી છે કે દર ગલી-નુક્કડ પર એક દાદા-ભાઈ ઊભા થવા લાગ્યા છે. અહીં સુધી કે પ્રજાના પ્રતિનિધીઓ અને તેમના પરિવારજનોનો પણ લોકોને ઘણીવાર ત્રાસ સહન કરવો પડતો હોય છે. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજાએ તલવારથી એક ગેરેજ સંચાલક પર હુમલો કર્યો હતો. કાર રિપેરિંગના રૂપિયા છેલ્લા બે વર્ષથી આપ્યા તો ન હતા ઉપરથી તે મુદ્દા પર નેતાના ભત્રીજાએ દાદાગીરી કરતાં બંને વચ્ચે ચકમક થઈ હતી જેમાં આખરે તલવારથી નેતાના ભત્રીજાએ હુમલો કરી દીધો હતો.
ગોંડલ રોડ પર એક જે કે મોટર્સ નામનું ગેરેજ છે. જે ગેરેજ મયુરદ્વજસિંહ ભરતસિંબ બારડ (૩૦) ચલાવે છે. તે ગુરુવારે રાત્રીના સમયે ઘર પાસે નવલનગરમાં એ ટૂ ઝેડ નામના ગલ્લા પર મિત્રો સાથે ઊભા હતા. દરમિયાનમાં કોર્પોરેટર વિજય વાંકનો ભત્રીજો સાગર ત્યાં આવી ચઢ્યો અને તેણે પોતાના હાથમાં તલવાર રાખી હતી. તે આંખમાં જનુન અને હાથમાં તલવાર સાથે સામેથી આવતો દેખાયો એટલે મયુરદ્વજસિંહે ત્યાંથી ઘર બાજુ દોટ મુકી. તે ભાગતા હતા ત્યાં સાગર ખુલ્લી તલવાર લઈ તેમની પાછળ ભાગ્યો અને દોડતા દોડતા મયુરદ્વજસિંહ નીચે પડી ગયા અને સાગર નજીક આવી ગયો. સાગરે તલવાર વીંઝી દીધી અને તેમના હાથ અને પગ પર ઘા કર્યા હતા.
બાબત અંગે ઈજાગ્રસ્ત મયુરધ્વજસિંહને સારવાર માટે ખસેડાયા હતા, તેમણે પોલીસને જણાવ્યું કે, વિજય વાંકે પોતાની માઈક્રો કારનું બોડીનું કામ મારી પાસે કરાવ્યું હતું જેના ૧૧ હજાર રૂપિયા લેવાના નિકળતા હતા, થોડા દિવસોમાં તે આપી દેશે તેવી વાત વિજય વાંકે કરી હતી પણ એક મહિનો થયો પણ પૈસા આવ્યા નહીં તેથી મેં ફોન કર્યા હતા પણ વિજયભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી તે પૈસાની ઉઘરાણી બાબતે માથાકુટ ચાલતી હતી જેનો ખાર રાખીને સાગરે મારા પર હુમલો કર્યો છે. જોકે પોલીસે તપાસની વધુ તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર,તા.૧૪
રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે ૫૫% અને ક્લાર્કમાં એની સ્નાતક માટે ૫૫ ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કમ્પની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે
સરકારી કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.