દીવ, તા. ૧૭
જાયન્ટસ ગૃપ જાયન્ટસ વીક ઉજવવા જઈ રહ્યું છે. જેના પ્રારંભમાં ગઈકાલે પ્રથમ દિવસે જાયન્ટસના હેાદ્ેદારો અને સભ્યોએ ગૌમાતાને ઘાસચારો તેમજ ચકલા-કબૂતરને ચણ નાખવાનો કાર્યક્રમ કર્યો તે વેળાની તસવીર.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા. ૧૭
ભારત સરકારની આયુષમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)ને એક વર્ષ પૂર્ણ થતાં જેની ઉજવણી સંદર્ભે દીવ આરોગ્ય વિભાગ આયુષમાન ભારત પખવાડાની ઉજવણી તા. ૧૫ થી ૩૦ સપ્ટે. સુધી કરશે. જે ગઈકાલે આરોગ્ય અધિકારી ડો. કાસીમ સુલતાને લીલીઝંડી આપ્યા બાદ દીવ જિલ્લામાં પ્રભાતફેરી નીકળી હતી. આ પખવાડા દરમિયાન વિવ...
દીવ, તા. ૧૭
ભારત સરકારની આયુષમાન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)ને એક વર્ષ પૂર્ણ થતાં જેની ઉજવણી સંદર્ભે દીવ આરોગ્ય વિભાગ આયુષમાન ભારત પખવાડાની ઉજવણી તા. ૧૫ થી ૩૦ સપ્ટે. સુધી કરશે. જે ગઈકાલે આરોગ્ય અધિકારી ડો. કાસીમ સુલતાને લીલીઝંડી આપ્યા બાદ દીવ જિલ્લામાં પ્રભાતફેરી નીકળી હતી. આ પખવાડા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા. ૧૭
વિસાવદર તાલુકાનાં કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૯ સગર્ભા માતાઓને અગ્રણી ચંદ્રીકાબેનનાં હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મેડીકલ ઓફીસર ડો. હેમંત ગેડીયા, પી.એસ.સીનો આરોગ્ય સ્ટાફ અને કાલસારી ગામનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા....
જૂનાગઢ, તા. ૧૭
વિસાવદર તાલુકાનાં કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૯ સગર્ભા માતાઓને અગ્રણી ચંદ્રીકાબેનનાં હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મેડીકલ ઓફીસર ડો. હેમંત ગેડીયા, પી.એસ.સીનો આરોગ્ય સ્ટાફ અને કાલસારી ગામનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગીરગઢડા, તા. ૧૭
કોડીનાર ચેમ્બર એાફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી એ ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ સૂત્રને અનુસરીને કોડીના શહેર તથા તાલુકાના તમામ વેપારીમિત્રો તેમજ નગરજનોને પ્લાસ્ટીક બાબતે અનુરોધ કર્યો છે. જેમાં સરકારની પ્લાસ્ટીક અંગેની નવી ગાઈડ લાઈન્સ મુજબ પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્યને લઈને કેટલ...
ગીરગઢડા, તા. ૧૭
કોડીનાર ચેમ્બર એાફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી એ ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ સૂત્રને અનુસરીને કોડીના શહેર તથા તાલુકાના તમામ વેપારીમિત્રો તેમજ નગરજનોને પ્લાસ્ટીક બાબતે અનુરોધ કર્યો છે. જેમાં સરકારની પ્લાસ્ટીક અંગેની નવી ગાઈડ લાઈન્સ મુજબ પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્યને લઈને કેટલાક જરૂરી સૂચનો કરાયા છે. પ્લાસ્ટીક બંધ સંદર્ભે રાજ્યની સાથે આપણે પણ કડક અમલ કરવાનો હોય વિેચારી મિત્રો તેમજ આમપ્રજા સહકાર આપે અને ખરીદી કરતી વખતે જૂની પરંપરા મુજબ ઘરેથી જ થેલી લઈને બજારમાં આવીએ તે માટે ખાસ અપીલ કરેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા. ૧૭
ઉના શહેરમાં શાકમાર્કેટમાં શાકભાજી વેચવાની તથા રેંકડી ચલાવી મજૂરીકામ કરતાં ૩૫ થી વધુ માતાજીના ભક્તો જેમાં ૧૫ વરસથી લઈ ૬૫ દિવસ સુધીના ભાઈઓ ૧૫મી વખત ઉનાથી ૭૫૦ કિ.મી. દૂર આશાપુરા માતાજીના મઢ કચ્છ જવા ગઈકાલે રવાના થતાં ઉનાના યુવા કોળી સંગઠન અને માંધાતા ગ્રુપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. આ પદ...
ઉના, તા. ૧૭
ઉના શહેરમાં શાકમાર્કેટમાં શાકભાજી વેચવાની તથા રેંકડી ચલાવી મજૂરીકામ કરતાં ૩૫ થી વધુ માતાજીના ભક્તો જેમાં ૧૫ વરસથી લઈ ૬૫ દિવસ સુધીના ભાઈઓ ૧૫મી વખત ઉનાથી ૭૫૦ કિ.મી. દૂર આશાપુરા માતાજીના મઢ કચ્છ જવા ગઈકાલે રવાના થતાં ઉનાના યુવા કોળી સંગઠન અને માંધાતા ગ્રુપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. આ પદયાત્રીકો પ્રથજ્ઞ આસોમાસના નોરતે માતાના મઢે પહોંચી માતાજીના ચરણમાં શિશ ઝુકાવી વિશ્વ શાંતિ એકતા ભાઈચારા માટે પ્રાથના કરશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ઉના, તા. ૧૭
ઉના તાલુકાના નવાબંદર ગામે નટરાજ હોસ્પિટલ ઉના અને સમસ્ત માછીમાર એસો. દ્વારા વિનામૂલ્યે આંખના રોગનો નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં દદર્ીએાને તપાસી નિદાન કર્યું હતું. ૪૬૦ લોકોને ચશ્માનું વિતરણ વિનામૂલ્યે કરાયું હતું. ૧૫૨ દદર્ીએાને રાહતદરે આંખના ઓપરેશન માટે ઉના લઈ જવાયા હતા.
...
ઉના, તા. ૧૭
ઉના તાલુકાના નવાબંદર ગામે નટરાજ હોસ્પિટલ ઉના અને સમસ્ત માછીમાર એસો. દ્વારા વિનામૂલ્યે આંખના રોગનો નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં દદર્ીએાને તપાસી નિદાન કર્યું હતું. ૪૬૦ લોકોને ચશ્માનું વિતરણ વિનામૂલ્યે કરાયું હતું. ૧૫૨ દદર્ીએાને રાહતદરે આંખના ઓપરેશન માટે ઉના લઈ જવાયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
કલેકટર તથા એસ.પી.ને આવેદનપત્ર પાઠવી
ગીરગઢડા, તા. ૧૭
કોડીનાર ચેમ્બર એાફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી કે જેઓ ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક સમિતિના સભ્ય પણ છે. તેમણે ગીર સોમનાથ જિલ્લા કલેકટર તેમજ એસ.પી. વેરાવળને એક આવેદનપત્ર પાઠવી નવા ટ્રાફિક નિયમની અમલવારી બાબતે ધ્યાનાકર્ષક રજૂઆત કરી છે.
રજૂઆતમા...
કલેકટર તથા એસ.પી.ને આવેદનપત્ર પાઠવી
ગીરગઢડા, તા. ૧૭
કોડીનાર ચેમ્બર એાફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી કે જેઓ ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક સમિતિના સભ્ય પણ છે. તેમણે ગીર સોમનાથ જિલ્લા કલેકટર તેમજ એસ.પી. વેરાવળને એક આવેદનપત્ર પાઠવી નવા ટ્રાફિક નિયમની અમલવારી બાબતે ધ્યાનાકર્ષક રજૂઆત કરી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમોના અમલીકરણ તરફની તૈયારી બાબતે અમારી સાચી અને વ્યવહારું કેટલી બાબતો તરફ આપનું ધ્યાન દોરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ પત્રને સકારાત્મક દૃષ્ટિકોણથી મુલવીને વાસ્તવિક બાબતો સંદર્ભે લાગતા વળગતા ડીપાર્ટમેન્ટને ધ્યાન દોરવા પ્રયત્નો કરશો.
વિશેષમાં આ કાયદાની અમલવારી બાબતે આમપ્રજા અને મીડીયાની વચ્ચે તેમજ સોશિયલ મીડીયામાં અનેક સકારાત્મક અને નકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ સત્ય પીછાણીને પગલાં લેવા જોઈએ. જેમાં વાહનચાલકોને પડતી રહેલ મુશ્કેલીઓમાં પીયુસી, હેલ્મેટ અને વીમી પોલીસી બાબતે સવિસ્તારપૂર્વક આવેદનપત્રમાં જણાવાયેલ. ઉપરાંત પાર્કિંગ, સ્પીડ કંટ્રોલ બાબત, રોંગસાઈડ વાહન ચલાવવા બાબત જેવી અનેક સકારાત્મક બાબતોને અમો તથા પ્રજા સમર્થન આપીએ છીએ પરંતુ અવ્યવહારુ અને પીડાદાયક જોગવાઈઓ તરફ તંત્ર અને સરકારે પણ સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવો જોઈએ અને તે માટેનું શ્રેષ્ઠ માધ્યમ પ્રજાના સૂચનો, સરકારના સૂચનો, અમલ કરનાર એજન્સીના સૂચનોનું એક વ્યાપક ચર્ચા અભિયાન ચલાવવુૂં જોઈએ અને તેમાંથી જે નીચોડ નીકળે તેને કાયદો બનાવવો જોઈએ તેમ પત્રના અંતમાં ચેમ્બર પ્રમુખે ભારપૂર્વક જણાવાયેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગોંડલ તા.૧૩
શ્રી મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ગોંડલ ખાતે વિદ્યાર્થી સત્કાર અવસર નું આયોજન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ,ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા ,ગોંડલના મામલતદાર સાહેબ શ્રી ચુડાસમા તેમજ ખાંટ રાજપૂત સમાજને ગૌરવ અપાવના...
ગોંડલ તા.૧૩
શ્રી મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ગોંડલ ખાતે વિદ્યાર્થી સત્કાર અવસર નું આયોજન કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ,ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા ,ગોંડલના મામલતદાર સાહેબ શ્રી ચુડાસમા તેમજ ખાંટ રાજપૂત સમાજને ગૌરવ અપાવનાર નાયબ મામલતદાર ગાંધીનગર શ્રી કૌશિક ભાઈ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખશ્રી અશોકભાઈ પીપળીયા. ડો. અલ્પેશભાઈ સરવૈયા, ડો. પ્રવીણ ભાઈ સરવૈયા, નિવૃત્ત પી.આઇ. ક્રાઈમ બ્રાન્ચ દિલીપભાઈ જી. ડાભી, આસી. પ્રોફેસર જાગૃતીબેન ભેડા, એલ. સી. બી. રાજકોટ શ્રી અનિલભાઈ ગુજરાતી, શ્રી રમેશભાઈ એન. ગુજરાતી, સહિતના સૌરાષ્ટ્રના આગેવાનો હાજર રહ્યા હતા,આ કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય ડો. હેતલબેન સરવૈયા, કૃણાલ મકવાણા, પાયલ દેવધરીયા, જય ચાવડા ,હર્ષિત સરવૈયા, દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ દીપ પ્રાગટ્ય કરનાર ખાંટ રાજપૂત સમાજના જ્ઞાતિ રત્નો દ્વારા વિવિધ વર્ષોમાં બોર્ડમાં સ્થાન મેળવ્યું આ અવસરના વિશેષ સન્માનિત શ્રી નયનકુમાર દેવધરીયા ઇન્ટરનેશનલ સાયકલીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા, તથા શ્રી આરાધના પીપળીયા વર્ષ ૨૦૧૯ માં ધોરણ ૧૦માં બોર્ડમાં તૃતીય સ્થાન મેળવેલ જ્ઞાતિ નું ગૌરવ વધાર્યું હતું અવસરના અધ્યક્ષ સ્થાને મુકેશભાઈ ઝાલા વેલજીભાઈ સરવૈયા ભુપતભાઈ સોલંકી તેમજ ખાંટ રાજપૂત સમાજના આગેવાનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી ભાવેશભાઈ દેવધરીયા, દિલીપભાઈ ગુજરાતી,મહેશ ભાઈ ભીલ, ધર્મેશભાઈ પીપળીયા, વિપુલભાઈ પીપળીયા, વિનુભાઈ ગુજરાતી જહેમત ઉઠાવી હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાલકાતીર્થ મંદિર પર સોનાનુ અદભૂત શીખર મઢાશેઃ
આજથી ત્રણ દિવસીય આહીર સમાજ દ્વારા મહોત્સવ નુ આયોજન
વેરાવળ તા.૧૬
ગીર સોમનાથ જીલ્લા ના ભાલકાતીથઁ ખાતે આહીર સમાજના ઇષ્ટદેવ ભગવાનશ્રી કૃષ્ણ ના મંદિર પર ધ્વજારોહણ અને સોનાના શીખર મહોત્સવ નુ ત્રીદીશસીય મહોત્સવ નો આજથી રાજયમંત્રી વાસણભાઇ આહીર ના હસ...
ભાલકાતીર્થ મંદિર પર સોનાનુ અદભૂત શીખર મઢાશેઃ
આજથી ત્રણ દિવસીય આહીર સમાજ દ્વારા મહોત્સવ નુ આયોજન
વેરાવળ તા.૧૬
ગીર સોમનાથ જીલ્લા ના ભાલકાતીથઁ ખાતે આહીર સમાજના ઇષ્ટદેવ ભગવાનશ્રી કૃષ્ણ ના મંદિર પર ધ્વજારોહણ અને સોનાના શીખર મહોત્સવ નુ ત્રીદીશસીય મહોત્સવ નો આજથી રાજયમંત્રી વાસણભાઇ આહીર ના હસ્તે પ્રારંભ કરાયો હતો.
ગીર સોમનાથ જીલ્લા ના સોમનાથ ના સાનિધ્યમા ભાલકાતીથઁ પણ ઐતિહાસિક મંદિર છે જેમનુ સંચાલન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલ છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૨ કરોડ ના ખચેઁ ભાલકાતીથઁ ને અધ્તન મંદિર બનાવી વિકાસ કરવામાં આવેલ છે ત્યારે આહીર સમાજ અને સોમનાથ ટ્રસ્ટ ના સહયોગથી ભાલકાતીથઁ ખાતે ત્રીદીશસીય મહોત્સવ નુ આયોજન કરવામા આવેલ છે જેનો પ્રારંભ દ્વારકા થી ધ્વજા લઇને આહીર સમાજના ગામે ગામ ફરી ને આહીર સમાજ તેમના મૂળભૂત પોશાક પહેરીને ભાલકાતીથઁ ખાતે પહોચશે જેમા દરેક સમાજ પણ સાથે જોડાનાર છે .આ મહોત્સવ મા ૧૦૮ દંપતીઓ ગુજરાત ભરમાથી સહભાગી બનશે અને પ્રસાદ ભોજન , સત્યનારાયણની કથા , રાસગરબા, સહીતના કાયઁ ક્રમ રાખવામા આવેલ છે તેમજ ૧૨,૫૦,૦૦૦ ના ખચેઁ તૈયાર કરવામા આવેલ સોનાનુ થાળુ ભાલકાતીથઁ મંદિર પર સુશોભીત કરી મઢવામાં આવશે . આહીર સમાજના ઇષ્ટદેવ અને સમગ્ર હિન્દુ સમાજ ની આસ્થાનુ કેન્દ્ર એવા ભાલકાતીથઁ મંદિર ખાતે આ ત્રીદીશસીય મહોત્સવ કરવાનો લાભ આહીર સમાજ ને મળ્યો છે જેનો એક અનેરો આનંદ આહીર સમાજ મા જોવા મળી રહ્યો છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ,તા.૧૬
વેરાવળ નગર સેવા સદન દ્વારા રેયોન હાઉસિંગ સોસાયટી માં ૩૨ કરોડ ના પેકેજ મા આવેલ જે પૈકી બાકી રહેલ જે સ્થાનિક રહેવાસીઓની લાગણી ને ધ્યાનમાં લઇ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી તથા સ્થાનિક બહેનો દ્વારા ખાતમુહુર્ત કરી આ પેવર બ્લોક નુ કામ નો પ્રારંભ કરવામાં આવેલ જેમાં શાસક પક્ષ ના નેતા રમેશભ...
વેરાવળ,તા.૧૬
વેરાવળ નગર સેવા સદન દ્વારા રેયોન હાઉસિંગ સોસાયટી માં ૩૨ કરોડ ના પેકેજ મા આવેલ જે પૈકી બાકી રહેલ જે સ્થાનિક રહેવાસીઓની લાગણી ને ધ્યાનમાં લઇ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી તથા સ્થાનિક બહેનો દ્વારા ખાતમુહુર્ત કરી આ પેવર બ્લોક નુ કામ નો પ્રારંભ કરવામાં આવેલ જેમાં શાસક પક્ષ ના નેતા રમેશભાઈ ભટ્ટ સેનેટરી સાખા ના ચેરમેન દાનાભાઇ બારીયા રાજેશભાઈ સુયાણી નગરપાલિકાના અધીકારી ડેડાણીયા હીરપરા સહિત રહેવાસી ઓ હાજર રહેલ
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ,તા.૧૬
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ગુજરાત વાંઝા જ્ઞાતી કર્મચારી મંડળ ની ૨૧ સામાન્ય સભા વેરાવળ ખાતે આવેલ ચંપા માં હોલ ખાતે મળેલ જેમાં ગુજરાત કર્મચારી મંડળના પ્રમુખ હસમુખભાઇ ચુડાસમા ગાંધીનગર,અખિલ સસ્મસ્ત વાંઝા જ્ઞાતી સમાજના પ્રમુખ નવનીતભાઈ ગોહેલ સુરત, તેમજ ગુજરાત ભરના જીલ્લા અને તાલુકા ન...
વેરાવળ,તા.૧૬
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ગુજરાત વાંઝા જ્ઞાતી કર્મચારી મંડળ ની ૨૧ સામાન્ય સભા વેરાવળ ખાતે આવેલ ચંપા માં હોલ ખાતે મળેલ જેમાં ગુજરાત કર્મચારી મંડળના પ્રમુખ હસમુખભાઇ ચુડાસમા ગાંધીનગર,અખિલ સસ્મસ્ત વાંઝા જ્ઞાતી સમાજના પ્રમુખ નવનીતભાઈ ગોહેલ સુરત, તેમજ ગુજરાત ભરના જીલ્લા અને તાલુકા ના કર્મચારીઓ હોદેદારો પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા અને કમિટી દ્વારા વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવેલ હતો તેમજ હોદેદારો નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ અને સંગઠન ને અનુરુપ પ્રાસંગિક પ્રવચન કરેલ આ કાર્યક્રમ નું સંચાલન દીપકભાઈ વઢવાણા, મોહનભાઈ ધેરવડા,ડો. કેતનભાઈ ચાવડા, રમેશભાઈ વધેલા સહિત કારોબારી સંભાળેલ આ કાર્યક્રમ સફળ બનાવવા શ્રી વેરાવળ હિંગળાજ યુવક મંડળ ના સભ્ય એ જહેમત ઊઠાવી હતી
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
એક નવો ચહેરો ઉમેરતા ૧૧ ઉમેદવારોની જીતના પરિણામ ઘોષિત થયા
બાબરા તા.૧૬
બાબરા નાગરિક બેંક જનરલ બોર્ડ ના ૧૧ ડીરેકટરો ની ચુંટણી માટે જુની બોડી સહિત અન્ય ચાર ઉમેદવારો મળી કુલ ૧૫ વચ્ચે જામેલા કશ્મકશ ના જંગ માં જૂની પેનલ માંથી એક ના પરાજય અને નવા એક ચહેરા ને સ્થાન મળ્યા નું અને સામાન્ય મત થી હારેલા ઉમેદવાર...
એક નવો ચહેરો ઉમેરતા ૧૧ ઉમેદવારોની જીતના પરિણામ ઘોષિત થયા
બાબરા તા.૧૬
બાબરા નાગરિક બેંક જનરલ બોર્ડ ના ૧૧ ડીરેકટરો ની ચુંટણી માટે જુની બોડી સહિત અન્ય ચાર ઉમેદવારો મળી કુલ ૧૫ વચ્ચે જામેલા કશ્મકશ ના જંગ માં જૂની પેનલ માંથી એક ના પરાજય અને નવા એક ચહેરા ને સ્થાન મળ્યા નું અને સામાન્ય મત થી હારેલા ઉમેદવારે રી કાઉન્તિંગ માગ્યા નું જાણવા મળે છે બાબરા નાગરિક બેંક ની ચુંટણી સમયે પૂર્વ ડીરેકટરો અને બેંક પ્રક્રિયા સહિત બેંક બિલ્ડીંગ સહિત ના આક્ષેપો ચર્ચા વચ્ચે પૂર્વ પેનલ પોતાનો વિશ્વાસ કાયમ રાખવા માં સક્ષમ રહ્યા નું ચુંટણી રીઝલ્ટ અંગે જણાઈ આવે છે સહકારી સંસ્થા માં વર્ષો થી સેવા આપતા બુજર્ગ આગેવાન ડો.કે.એચ.ચોહાણ,સહિત મનોજભાઈ જોગી કાકુભાઈ ચાવ, સીસી રાજપોપટ નરુભાઈ ત્રિવેદી દીપક એન પોપટ બટુકભાઈ જસાણી મનુભાઈ શેલીયા વસંત તેરૈયા હિતેશ દેસાઈ નો જૂની પેનલ માંથી દશ નો જલવંત વિજય પ્રાપ્ત થયો છે
જયારે નવા ચાર ઉમેદવારો પૈકી ના ભરતભાઈ ભારદીયા પણ ચુંટાઈ આવ્યા નું ચુંટણી અધિકારી દ્વારા જાહેર થયું છે બીજી તરફ વર્ષો થી બેંક માં સેવા આપતા પ્રમોદભાઈ રુપારેલીયા ટુંકી સરસાઈ થી હાર પામ્યા છે વળી જૂની પેનલ માં યોધ્ધા ગણાતા અને સભાસદો ના ન્યાય માટે તત્પર રહેનારા સહકારી આગેવાન ને હરાવવા સાથી પેનલે એટીચેટી નું જોર લગાવ્યા નું શહેરી વિસ્તાર માં ચર્ચા નું કેન્દ્ર બન્યું છે અન્ય હારેલા નવા ઉમેદવારો માં પ્રકાશ મકવાણા બાબુલાલ કારેટીયા અને કલ્પેશ ખખ્ખર નો સમાવેશ થાય છે એકંદરે યુવાકાળ થી સહકારી સંસ્થા માં ચુંટાઈ આવતા મનોજભાઈ જોગી અને કાકુભાઈ ચાવ સી સી રાજપોપટ બેંક ના ધ્રુવ તારક સાબિત થયા છે
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ,તા.૧૬
રાજ્યના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગિરનાર વનાચ્છાદિત પર્વતશ્રૃંખલા વચ્ચે બિરાજતા સરકડીયા ખાતે દર્શન પુજન કરી ધન્યતા અનુભવી હતી, તથા વિસાવદરનાં સરસઇ ગામે આવેલ સંત રોહીદાસ આશ્રમની મુલાકાત લીધી હતી, આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સહિતના મહ...
જૂનાગઢ,તા.૧૬
રાજ્યના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગિરનાર વનાચ્છાદિત પર્વતશ્રૃંખલા વચ્ચે બિરાજતા સરકડીયા ખાતે દર્શન પુજન કરી ધન્યતા અનુભવી હતી, તથા વિસાવદરનાં સરસઇ ગામે આવેલ સંત રોહીદાસ આશ્રમની મુલાકાત લીધી હતી, આ તકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી સહિતના મહાનુભાવો મંત્રીશ્રીની સાથે જોડાયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ,તા.૧૬
વિસાવદર તાલુકાનાં સતાધારધામ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ દિવંગત સંતશ્રી જીવરાજબાપુની સમાધી સ્થળે જઇ દર્શન-પૂજન કરી વૃક્ષારોપણ કરી જીવરાજબાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે સતાધારની જગ્યાના મહંત વિજયબાપુ, જૂનાગઢનાં મેયર ધીરુભાઇ ગોહેલ સહિત વિસાવદરનાં આગેવાનો જ...
જૂનાગઢ,તા.૧૬
વિસાવદર તાલુકાનાં સતાધારધામ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ દિવંગત સંતશ્રી જીવરાજબાપુની સમાધી સ્થળે જઇ દર્શન-પૂજન કરી વૃક્ષારોપણ કરી જીવરાજબાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે સતાધારની જગ્યાના મહંત વિજયબાપુ, જૂનાગઢનાં મેયર ધીરુભાઇ ગોહેલ સહિત વિસાવદરનાં આગેવાનો જોડાયા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ગિરગઢડા તા.૧૬
ગિરગઢડા તાલુકાનાં જુના ઉગલા ગામે અતિ કરુણ ઘટનાં બનવા પામી છે.જુના ઉગલા ગામે ભાણાભાઈ કાનાભાઈ બારૈયા નામના વડીલનું અવસાન થતાં તેઓની સ્મશાન યાત્રામાં ગામના અનેક લોકો જોડાયા હતા.
વડીલની અંતિમ ક્રિયા પૂર્ણ કરી ડાધુઓ સ્મશાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે પરંપરા મુજબ નદી અથવા વાવ કાંઠે હાથ પ...
ગિરગઢડા તા.૧૬
ગિરગઢડા તાલુકાનાં જુના ઉગલા ગામે અતિ કરુણ ઘટનાં બનવા પામી છે.જુના ઉગલા ગામે ભાણાભાઈ કાનાભાઈ બારૈયા નામના વડીલનું અવસાન થતાં તેઓની સ્મશાન યાત્રામાં ગામના અનેક લોકો જોડાયા હતા.
વડીલની અંતિમ ક્રિયા પૂર્ણ કરી ડાધુઓ સ્મશાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે પરંપરા મુજબ નદી અથવા વાવ કાંઠે હાથ પગ ધુએ અથવા તો સ્નાન કરી ઘરે જતા હોય છે.તે પ્રમાણે આ વડીલની સ્મશાન યાત્રામાં જોડાયેલ જીણાભાઈ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.૨૫) નામનો યુવાન સ્મશાન નજીક આવેલા રામનાથ મંદિર પાસે આવેલી પગથિયાં વાળી જૂની વાવમાં હાથપગ ધોવા જતા પગ લપસી જવાને કારણે આ યુવાન વાવમાં ડૂબી ગયો હતો.૨ કલાકની મથામણ બાદ આ યુવાનની ડેડબોડી મળી આવી હતી.સ્મશાન યાત્રાએથી પરત ફરતા આ કરુણ ઘટના બનવાથી નાના એવા ગામ જુના ઉગલામાં શોકનો માહોલ છવાયો છે.ગ્રામ પંચાયત દ્વારા પંચનામું કરી આ યુવાનની અંતિમક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જે ડાધુઓ વડીલની અંતિમયાત્રામાં જોડાયા હતા તેઓએ પોતાની સાથે રહેલા યુવાનની એકજ દિવસે અંતિમ વિધિ કરવી પડી છે.આ દુઃખદ સમાચારને કારણે મૃતક યુવાનનાં પરિવારજનો પર તો આભ ફાટી પડ્યું છે તો સમગ્ર ગામમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે..
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
નાગરિક બેંક ચુંટણી રીઝલ્ટ માટે પોલીસ અધિકારીને ઘેરી માફી મંગાવવાની જીદ કરતા વેપારી વર્ગ અને પોલીસ વચ્ચે તું તું મેં મેં બાદ મોડી રાત્રે સમાધાન
બાબરા તા.૧૬
અમરેલી જીલ્લા માં કોમી એકતા અને શાંત તાસીર ના ગણાતા બાબરા તાલુકા માં છેલ્લા કેટલાક સમય થી પોલીસ ની બેજવાબદાર કામગીરી ના કારણે સ્થિતિ માં દિન...
નાગરિક બેંક ચુંટણી રીઝલ્ટ માટે પોલીસ અધિકારીને ઘેરી માફી મંગાવવાની જીદ કરતા વેપારી વર્ગ અને પોલીસ વચ્ચે તું તું મેં મેં બાદ મોડી રાત્રે સમાધાન
બાબરા તા.૧૬
અમરેલી જીલ્લા માં કોમી એકતા અને શાંત તાસીર ના ગણાતા બાબરા તાલુકા માં છેલ્લા કેટલાક સમય થી પોલીસ ની બેજવાબદાર કામગીરી ના કારણે સ્થિતિ માં દિનબદિન બદલાવ આવતો હોઈ અને પોલીસ ની વધતી દાદાગીરી સામે રાજકીય આગેવાનો કુંભકર્ણ નિદ્રા માં પોઢ્યા હોઈ તેમ વેપારી વર્ગ માં ઓશિયાળા માહોલ વચ્ચે પોતાના ધંધા રોજગાર ચલાવવા મજબુર બન્યો છેશહેર માં છેલ્લા દોઢ માસ થી સ્થાનિક પોલીસ વર્તુળ નીતિ નિયમ નો ઉલાળિયો કરી રાત્રી ના ૧૧ કલાકે શહેર માં કર્ફ્યું લાદતી હોઈ તેમ ધંધા રોજગાર બંધ કરાવી રહી છે સરકારી વિભાગ ના વિવિધ પરીપત્રો માં સ્ટેટ હાઇવે ઉપર બે વાગ્યા સુધી ધંધા શરુ રાખવા રાજ્ય સરકારે પહેલ કરી છે છતાં પોલીસ પોતાની આપખુદ શાહીચલાવી રહ્યા નું જોવા મળે છેબીજી બાજુ ગઈકાલ મોડી રાત્રે બાબરા નાગરિક બેંક ની ચુંટણી બાદ સાંજ થી રાત્રી સુધી મતદાન ગણતરી કામગીરી વખતે બેંક સભાસદો સહિત ગ્રામ્ય નાગરિકો ઉત્સુકતા પૂર્વક નાગરિક બેંક ચોક માં પરિણામ જાણવા એકઠા બનેલા હતા ત્યારે બાબરા પોલીસ મથક ના ફોઝદાર અજમલ પટેલે પોલીસ વેન માં ઘસી આવી અને સિંઘમ સ્ટાઇલ માં લાઠી સાથે ઉતરી અને બેંક નજીક પોતાના પિતા સાથે આવેલા સગીર બાળક ને મારમારવા લાગતા ઉપસ્થિત ૨૦૦ થી વધુ વેપારી માં હડકંપ સાથે પોલીસ ની નિદર્યતા અને તાનાશાહી સામે રોષ ફાટી નીકળેલ હતો અને ઘડીભર માં પોલીસ વેન આજુબાજુ લોક ટોળું એકઠું બની માફી માગવા માંગ કરી હતી સત્તા ના મદ માં રાચતા પોલીસે માફી માગવા નનૈયો કરતા લોકો એ જીલ્લા પોલીસ વડી કચેરી નો સંપર્ક સાધી સઘળી વિગતો વર્ણવી હતી બાદ કાયદો હાથ માં નહી લેવા સીખ અને બનાવ સ્થળે આજુબાજુ ના તાલુકા માંથી આવેલી પોલીસ સહિત નાયબ પોલીસ અધિક્ષક ના મધ્યસ્થી થી મામલો વિખેરાયો હતો બાદ પોલીસ મથક માં નાગરિક બેંક ના ડીરેકટરો વેપારી આગેવાનો ચેમ્બર પ્રમુખ સહિત ની બેઠક માં પોલીસ અને વેપારી વર્ગ વચ્ચે ના ઘર્ષણ અંગે સમાધાન થયું હતું પોલીસ અને વેપારી વર્ગ વચ્ચે ઘર્ષણ ના સમાચાર થી આજુબાજુ ના વિસ્તાર ની ૧૦ જેટલી પોલીસ વેનો સાથે સ્ટાફ સહિત જીલ્લા ની જુદી જુદી શાખા ના અધિકારી દોડી આવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને પોલીસ આગેવાનો વેપારી વર્ગ વચ્ચે સુમેળ ભર્યો સબંધ જાળવવા એક મેક અપીલ કરવા માં આવ્યા બાદ પોલીસ અને પ્રજા ના સુમેળ ભર્યા સબંધો યથાવત રાખવા માં આવેલા અત્રે યાદ રહેકે રાત્રી સમયે બનેલા બનાવ સમયે વેપારી વર્ગ ની વ્હારે કે તેના માટે કોઈ રાજકીય આગેવાન નું પીઠ બળ મળ્યું નહી અને અવાક બનેલા વેપારી મોડી રાત્રે એકલા પડી ગયા હતા અને સમાધાન કરવા માં આવ્યું હતું પોલીસે સામાન્ય લાઠી ઉપયોગ લેવાતા ગ્રામ્ય વેપારી ની દશા અને દિશા બંને બગડી હતી બાદ નાશ ભાગ માં અનેક ટલ્લે ચઢ્યા હતા તો અમુક પોતાના બાઈક રેઢા મૂકી ચાલતી પકડી હતી એકંદરે પોલીસ ના સુચારુ વર્તન અને વેપારી વર્ગ ના સહકાર માટે એક મેક વિચારો રજુ થયા બાદ સમાધાન થયા નું જાણવા મળી રહ્યું છે
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પેઢીનાં માલિકે-કર્મચારીને રીવોલ્વર બતાવી ચાર શખ્સોએ પરાક્રમ આચર્યાની ફરીયાદ
સુરેન્દ્રનગર, તા.૧૬
સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા-સુદામડા રોડ પર આવેલ આર.કે.આંગડીયા પેઢીમાં આજે સાંજે કારમાં ધસી આવેલા ચાર અજાણ્યા લુંટારૂએ પેઢીમાં ઘુસી જઈ માલીક ત્થા કર્મચારીને ઓફીસમાં બંધક બનાવી રૂા.૬.૫ લાખ રોકડ ત્થ...
પેઢીનાં માલિકે-કર્મચારીને રીવોલ્વર બતાવી ચાર શખ્સોએ પરાક્રમ આચર્યાની ફરીયાદ
સુરેન્દ્રનગર, તા.૧૬
સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા-સુદામડા રોડ પર આવેલ આર.કે.આંગડીયા પેઢીમાં આજે સાંજે કારમાં ધસી આવેલા ચાર અજાણ્યા લુંટારૂએ પેઢીમાં ઘુસી જઈ માલીક ત્થા કર્મચારીને ઓફીસમાં બંધક બનાવી રૂા.૬.૫ લાખ રોકડ ત્થા સોનાની ચેઈનની લુંટ ચલાવી કારમાં ફરાર થઈ જતા પોલીસને આ મામલાની જાણ થતા રીવોલ્વર સાથે કારમાં નાસેલા લુંટારૂઓને ઝડપી પાડવા સી.સી. ટીવી ફુટેજનાં સહારે સાયલાનાં સબ ઈન્સ્પેકટર એમ.ડી.ચૌધરી ત્થા મદદનીશએ કવાયત હાથ ધરેલ છે.
સાયલા-સુદામડા રોડ પર આવેલ ઉપરોકત આંગડીયા પેઢીમાં માલિક અને કર્મચારી હાજર હતા ત્યારે સાંજનાં આશરે ૪.૩૦ કલાકે આસપાસ ૩ બુકાની બાંધેલ સહિત ચાર શખ્સોએ પેઢીમાં પ્રવેશી રીવોલ્વર બતાવી પેઢીનાં માલીક-કર્મચારીને બાજુમાં પુરી દઈ પેઢીનાં ગલ્લામાં રહેલ રૂા.૬.૫ લાખ રોકડા ત્થા સોનાની ચેઈન લુંટી કારમાં ફરાર થઈ ગયેલ ત્યારબાદ પેઢીનાં માલીક અને કર્મચારી પાટર્ીશનનાં કાચ-દરવાજા તોડી બહાર આવી પોલીસને લુંટની સર્જાયેલ ઘટનાની જાણ કરેલ હતી.
આંગડીયા પેઢીમાં થયેલ લુંટ સમયે પેઢીનાં સી.સી. ટીવી બંધ હોવાથી લુંટારૂઓની ઓળખ મેળવવાનો સીધો માર્ગ બંધ થયેલ હોવાથી સબ ઈન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ મદદનીશો મારફત પેઢી આસપાસનાં માર્ગે આવેલ સી.સી. ટી.વી. ફુટેજ નિહાળી ફરાર લુંટારૂઓને ઝડપી પાડવાની કામગીરીમાં જીલ્લા પોલીસની મદદથી કેટલાક સ્થળે નાકાબંધી કરવામાં આવેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર, તા.૧૬
પોરબંદર ઓડદરગામની પ્રાથમીક પે-સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલ પેટીઓ સાથે ટ્રક રખાયો હોવાની બાતમી હાર્બર પરીન પોલીસને મળતા દરોડો પાડીને કુલ ૬૩૩૨ બોટલ જેની કિંમત રૂા. ૨૧ લાખ તેમજ ટ્રક - ટેકટર અને મોટરસાઇકલ - મોબાઇલ મળી કુલ ૪૮ લાખનો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે.
હાર્બર મરીન પોલ...
પોરબંદર, તા.૧૬
પોરબંદર ઓડદરગામની પ્રાથમીક પે-સેન્ટર શાળાના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલ પેટીઓ સાથે ટ્રક રખાયો હોવાની બાતમી હાર્બર પરીન પોલીસને મળતા દરોડો પાડીને કુલ ૬૩૩૨ બોટલ જેની કિંમત રૂા. ૨૧ લાખ તેમજ ટ્રક - ટેકટર અને મોટરસાઇકલ - મોબાઇલ મળી કુલ ૪૮ લાખનો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે.
હાર્બર મરીન પોલીસના દરોડામાં ઓડદરગામમાં રબારી કેડામાં રહેતો યુવાન બાવન રાણા છેલણાની અટકાયત કરવામાં આવી હતી અને તેને પુછપરછ કરતા આ દારૂના ધંધામાં અન્ય પાંચ વ્યકિતઓ પણ સામેલ હોવાની ઓડદરના કાના રાણા છેલણા, ભાવેશ દેવાયતભાઇ કોડીયાતર, રહે. રાણાવવા, બધા ભોરા શામળા, ધાના કાલા કોડયાતર અને ટ્રક ચાલક તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયો છે. આ દારૂને કર્યાથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તે અંગેની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી છે.
શનિવારે રાત્રીના સમયે દારૂ ભરેલા ટ્રક ઓડદર ગામ આવ્યો હોવાનું અનુમાન છે અને પોલીસે બાતમીના આધારે સવારે ૬ વાગ્યે દરોડો પાડયો હતો. આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસના ઇન્ચાજર્ ઇન્સ. બી.એસ. ઝાલા તથા સ્ટાફના એ.એ. આરબ, ભરતભાઇ વાધેલા, લાખાભાઇ સુવા, કરશનભાઇ ઓડેદરા તથા એલ.સી.બી.ના એ.એસ. આઇ. આર.પી. જાદવ, રણજીતસિંહ દયાતર સહિત સ્ટાફ દ્વારા એ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ દરોડો પાડેલ.
તમામ દારૂની કુલ ૬૩૩૨ બોટલો ભારતીય બનાવટની હોવાનું જાણવા મળેલ છે અને આટલા મોટા જથ્થાનો દારૂ કોના લેવા આવવાનું હતુ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ તા.૬
અમદાવાદમાં બે સગાભાઇનાં બીઆરટીએસની બસની ટક્કરથી થયેલા મોત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. તંત્ર તરફથી શહેરના બીઆરટીએસ કોરિડોરની આસપાસ રહેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.
શહેરના સાત ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશ બાદ મેગા ડ્રાઇવ શરૂ કરાઇ હતી.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાહુલ શર્માએ કહ્યુ હતુ કે, કમિશનર સાહેબની સૂચના બાદ શહેરના સાત ઝોનમાં મેગા ડ્રાઇવ ચાલી રહી છે. શહેરનામાં જે રસ્તા પર બીઆરટીએસ કોરિડોર પસાર થઇ રહ્યો છે તેની આસપાસ જે પણ ગેરકાયદે દબાણો હશે તે દૂર કરાશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, બીઆરટીએસ કોરિડોર સમાન ફૂટપાથ પર રહેલા વ્હીકલ કે દબાણો દૂર કરવાની કામગીરી પણ થઇ રહી છે. કારણ કે ફૂટપાથ પાર્કિગ માટે નહીં પરંતુ સામાન્ય લોકોને ચાલવા માટે છે.આ ઉપરાંત જેટ ટીમ દ્વારા પણ ટ્રાફિક અડચણ અંગે વાહન ચાલકો પાસે દંડ વસૂલાયો હતો. મહત્વપૂર્ણ છે કે બીઆરટીએસમાં વધી રહેલા અકસ્માત બાદ એએમસી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ જો આ કામગીરી પહેલા કરી હોત તો કદાચ અનેક જીવ બચાવી શક્યા હોય અને અનેક લોકોને ઈજાગ્રસ્ત થતાં અટકાવી શકાય હોત.ઉલ્લેખનીય છે કે ગત મહિના પાંજરાપોળ ખાતે બેફામ દોડી રહેલી બીઆરટીએસની બસની ટક્કરે બે સગાભાઈઓનાં મોત થયા હતા. આ મામલે તપાસ બાદ બીઆરટીએસના ડ્રાઇવરોને તાલિમને લઈને અનેક પગલા સૂચવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બીઆરટીએસના કોરિડોરમાં ઘૂસી જતાં સામાન્ય વાહન ચાલકો પાસેથી આકરો દંડ વસૂલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ તા.૬
ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાના જોડાયા બાળકોનાં ગર્ભપાત માટેની મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાને બે જોડિયા બાળકોનો ૧૯ સપ્તાહનો ગર્ભ રહી જતાં ગર્ભપાતની મંજૂરીની દાદ માંગતી રિટ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ પીડિતાના મેડિકલ રિપોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ભલામણ બાદ ગર્ભપાતની મંજૂરી આપતો આદેશ કર્યો હતો.મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનન્સીના નિયમ પ્રમાણે ૨૦ સપ્તાહથી વધુ સમયના ગર્ભ માટે વ્યકિતએ હાઈકોર્ટની મંજૂરી લેવી પડે છે.
જોકે, આ કિસ્સામાં ગર્ભ માત્ર ૧૯ સપ્તાહ અને એક દિવસનો ગર્ભ હતો પરતું પીડિતાને બે જોડિયા બાળકોનો ગર્ભ હોવાથી સામાન્ય ગર્ભપાત કરતા વધુ જોમખ પણ હતું.હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોને તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે. ગર્ભપાત વહેલી તકે અને પીડિતાના જીવને જોખમ ન હોય એ રીતે કરવામાં આવે તેવું હાઈકોર્ટે સૂચન કર્યું હતું. હાઈકોર્ટે ડૉક્ટરોની ટીમના મેડિકલ રિપોર્ટને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી છે.સમગ્ર કેસની વિગત એવી છે કે, પીડિતાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગર્ભ રહી જતાં તેને દૂર કરવા માટે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. દુષ્કર્મ મુદ્દે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
નવીદિલ્હી તા.૬
ગૌતમ ગંભીરે વર્ષ ૨૦૧૭માં કોલકાતા નાઇટ રાઇડર્સનો સાથ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે આખી સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો હતો અને ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. આમ છતા ગંભીરનો પોતાની ઘરેલું ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સથી મોહ ખતમ થયો નથી. તે ફરી આ ટીમ સાથે જોડાવવાની તૈયારીમાં છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુકેલો ગંભીર આ વખતે ટીમ માલિકના રુપમાં જોવા મળી શકે છે.ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ઇસ્ટ દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સમાં ૧૦ ટકા શેર ખરીદવાનો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે જેએસડબલ્યુ ગ્રૂપે ૫૫૦ કરોડ રુપિયામાં આ ટીમના ૫૦ ટકા શેર ખરીદ્યા હતા. જ્યારે અન્ય ૫૦ ટકા શેર જીએમઆર ગ્રૂપ પાસે છે. ગંભીરે ૧૦ ટકા શેર માટે લગભગ ૧૦૦ કરોડ રુપિયા આપવા પડશે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કશું કહ્યું નથી.ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી. ત્રણ વર્ષ પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયો હતો. ગંભીરે કોલકાતાને બે વખત ચેમ્પિયન બનાવ્યું હતું. ૨૦૧૭માં તે દિલ્હીમાં ફરી પાછો ફર્યો હતો. જોકે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે ગંભીર પાસે કેપ્ટનશિપ લઈને શ્રેયસ ઐયરને આપવામાં આવી હતી. ગત વર્ષે દિલ્હી કેપિટલ્સે ગંભીરને રિલીઝ કરી દીધો હતો.
ચિત્રકૂટ, તા.૬
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક ગામના પ્રધાનના પુત્રીના લગ્ન દરમિયાન ડાન્સ અંગે વિવાદ બાદ એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ડાન્સ હિના પણ છે. ડાન્સર હિનાને ચહેરા ઉપર ગોળી વાગી હતી. જેના પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના ચિત્રકૂટના ટિકરા ગામમાં બની હતી.
અહીં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં યુવતીઓનો ડાન્સ ચાલતો હતો ત્યારે ગ્રામ પ્રધાનના સંબંધીએ ડાંસ અંગે વિવાદ બાદ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન એક ડાન્સર ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. તેના ચહેરા ઉપર ગોળી વાગી હતી. અને બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ગંભીર રૂપથી ઘાયલ મહિલાને પ્રયાગરાજની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને લખનઉ એસજીપીઆઈમાં દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે મરુ પોલીસ સ્ટેશનની હદમાં આવતું ટિકરા ગ્રામ પ્રધાન સુધીર સિંહની પુત્રીના લગ્ન હતા. જાન માનિકપુરથી ટિકરા ગામ પહોંચી હતી. જેમાં વર પક્ષ તરફથી ડાન્સ ગર્લને હમીરપુરથી બોલાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં બાર ગર્લ ડાન્સ કરી રહી હતી. ત્યારે જ ગ્રામ પ્રધાનના એક સંબંધી સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે ડાન્સર સાથે વિવાદ થયો હતો.ત્યારબાદ તેણે ગેરકાનૂની રાખેલા તમંચાથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ડાન્સર હીનાને ગોળી વાગી હતી. જેથી ચહેરા ઉપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હીનાને મોંઢા ઉપર ગોળી વાગી હતી. આ ફાયરિંગમાં અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
07:13 PM | December 6
નવીદિલ્હી તા.૬
નિર્ભયા રેપ કાંડના દોષિતોને જલ્દી ફાંસીની સજા મળી શકે છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી દીધી છે. જેમાં મંત્રાલયે ફગાવવાની ભલામણ કરી છે.
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.દયા અરજી ફગાવવાની ફાઇલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવાના બે દિવસ પછી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાઇલ વિચાર કરવા અને અંતિમ નિર્ણય માટે રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે નિર્ભયા સામૂહિક બળાત્કારના મામલામાં દોષિતની અરજી ફગાવવાની ભલામણ કરવાની ફાઇલમાં ટિપ્પણી પણ કરી છે.
મામલાના દોષિયોમાં સામેલ વિનય શર્મા ૨૩ વર્ષીય છાત્રા સાથે બળાત્કાર અને તેની હત્યાને લઈને મોતની સજાનો સામનો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા સામૂહિક બળાત્કારની ઘટના ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ થઈ હતી. ઇજાના કારણે તેનું મોત થયું હતું.
આ બર્બર ઘટનાથી રાષ્ટ્રવ્યાપી રોષની લહેર છવાઇ ગઈ છે અને વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન થયા હતા.નિર્ભયા મામલામાં દયા અરજીને ફગાવવાનું પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે હૈદરાબાદમાં ૨૫ વર્ષીય એક ડૉંક્ટર સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાને લઈને રાષ્ટ્રવ્યાપી રોષ છે.
બોટાદ તા.૬
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ૫૪ ફૂટ ઊંચી હનુમાનજી ની પ્રતિમા મૂકાશે. પ્રતિમાની મુકવાની જગ્યા પર મંદિર વિભાગ દ્વારા ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું .
મંદિર વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ પ્રથમ એવી આ મૂર્તિ હશે જે સોલિડ બ્લેક ગ્રેનાઈટ વાળી હશે.ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત ૧૯૦૫ આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
સાળંગપુર મંદિરના પરિસરમાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જેમાં એવી વસ્તુઓ ભક્તોનાં દર્શન માટે રાખવામાં આવી છે, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણે કર્યો હતો. અહીં આવેલા નારાયણ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા. એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું.
૧૭૦ વર્ષ જૂના આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે તેની સ્થાપના ભગવાન સ્વામીનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરાઈ છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક સમય અહીં વિતાવ્યો હતો.હવે આ મંદિરમાં હનુમાનજી મહારાજની એક વિશાળકાય પ્રતિમાનો ન્યાસ થયો છે. આ પ્રતિમાના કારણે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે. અગાઉ દેશમાં દિલ્હી, હરીદ્વાર સહિતના અનેક સ્થાનોમાં હનુમાનજીની ૧૦૦ ફૂંટ ઉચાઈ ધરાવતી પ્રતિમાઓ મૂકાઈ છે.
વડોદરા તા.૬
વડોદરાના હરણી હવાઈ મથકમાં કબૂતરો માથાનો દુઃખાવો બન્યા છે. રૂ.૧૬૦ કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ ઍરપૉર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં ૧૬ કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરે છે, જેના કારણે ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા કબૂતર પકડવાના એક્સપટ્ર્સની મદદ માંગવામાં આવી છે.
સત્તાધીશોએ જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ કબૂતરોને માર્યા વગર કે નુકસાન પહોંચાડ્યા વગર ૧૬ કબૂતર પકડી પાડશે તેને પુરસ્કાર પણ આપવામાં આવશે.હરણી ઍરપૉર્ટ બન્યા બાદ કેટલીક ખુલ્લી જગ્યામાંથી ઍરપૉર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે . જે જગ્યા શોધી કબૂતરની એન્ટ્રી બંધ કરાઇ છે. પરંતુ તેમને બહાર કાઢી શકાતાં નથી.અંદાજે ૨૫ મીટર ઉપર રહેતાં કબૂતરને પકડવાં પડકાર સમાન છે. કબૂતર ગમે ત્યાં ચરકે અને ગંદકી કરે છે. અવાજ કરે છે. જેથી ઍરપૉર્ટ ઓથોરીરિ પરેશાન છે.
જો શહેરમાં કોઇને કબૂતર પકડતાં આવડતું હોય તો ઍરપૉર્ટ ઓથોરિટીની મદદ કરવા જણાવાયું છે.આ અંગે ઍરપૉર્ટ ડાયરેક્ટર ચરણસિંહે એક નિવેદનમાં જણાવ્યું કે ’અમે કબૂતરને મારવામાં કે ક્રૂરતાથી પકડવામાં માનતા નથી. જેથી યોગ્ય ઉકેલ અથવા જાણકારની મદદ શોધીએ છીએ. ગંદકીનો મુખ્ય પ્રશ્ન છે. કબૂતર ઊંચાઇ પર છે. જેથી કેટલાક લોકો આવીને પરત જાય છે. અમે એક કબૂતરના રૂ. ૧૦૦૦ ચૂકવવા તૈયાર છીએ.’વડોદરા ઍરપૉર્ટની જેમ જ ચેન્નાઈ ઍરપૉર્ટમાં આ પ્રકારનો ત્રાસ હતો. ચેન્નાઈ ઍરપૉર્ટે કબૂતરોને પકડવામાં સફળતા મેળવી હતી તેથી વડોદરાના ઍરપૉર્ટ મેનૅજમૅન્ટ દ્વારા ચેન્નાઈ ઍરપૉર્ટ ઑથોરિટીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.
બેંગ્લુરૂ તા.૬
બેંગલુરુના એક ઇજનેરને ઓનલાઇન પીઝા મંગાવવાનું ભારે પડ્યું હતું. ઓનલાઇન પીઝા મંગાવતી વખતે એ.વી. શેખ નામનો યુવક છેતરપિંડીની શિકાર બની ગયો હતો. યુવકે મંગાવેલા પીઝા પણ આવ્યા ન હતા અને તેના બેંક ખાતામાંથી ૯૫ હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. યુવક સાથે એવી જ રીતથી છેતરપિંડી કરવામાં આવી હતી જેવા બનાવો છેલ્લા થોડા દિવસોમાં અન્ય જગ્યાએથી સામે આવ્યા છે. તમે પણ આવી છેતરપિંડીનો ભોગ ન બનો તો માટે તમારે આ ન્યૂઝ જાણી લેવા જરૂરી છે.બેંગલુરુના કોરમંગલાના એન.વી.શેખ નામવા યુવકે ફૂડ ડિલિવરી એપ્લિકેશનની માધ્યમથી પ્રથમ ડિસેમ્બરના રોજ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. કલાક સુધી ઓર્ડર ન આવતા યુવકે ફૂડ માર્ટના કસ્ટમર કેરને ફોન કર્યો હતો. યુવકને સામા પક્ષથી જવાબ આપવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટે તમારો ઓર્ડર હજુ સુધી સ્વીકાર્યો નથી. આથી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે. જે બાદમાં સામે બેઠેલા વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે થોડીવારમાં તમારા મોબાઇલ પર એક એસએમએસ મળશે. મોબાઇલમાં મળેલી લિંક પર ક્લિક કર્યા બાદ તેને તેના પૈસા રિફંડ આપી દેવામાં આવશે.મદિવાલા પોલીસે જણાવ્યું કે, યુવકે કસ્ટમર કેરના કર્મીએ કહ્યા પ્રમાણે કર્યું હતું. મોબાઇલમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ તે ફિશિંગનો શિકાર બની ગયો હતો. જે બાદમાં ઠગોએ તેના બેંકની માહિતી મેળવી લીધી હતી અને તેમાંથી ૯૫ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે યુવકે મદિવાલા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવી પણ માહિતી મળી છે કે પીડિત યુવકે તેની કેન્સર પીડિત માતાની સારવાર માટે પૈસા એકઠા કર્યા હતા.આ મામલે જ્યારે ફૂડ ડિલિવરી કંપની સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપની ફક્ત ઇ-મેલ અને ચેટિંગમાં જ ગ્રાહકો સાથે સંપર્ક કરે છે. અમે કોઈ જ કોલિંગ(ફોન પર મદદ) સેવા નથી આપતા. ફૂડ ડિલિવરી કંપનીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "અમે અમારા ગ્રાહકોની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે અમારા માનવંતા ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે કોઈ સાથે તમારા બેંકની વિગતો શેર ન કરો." નવેમ્બર મહિનામાં બેંગુલુરુ ખાતે રહેતા એક અન્ય વ્યક્તિએ પણ આવી જ રીતે ૮૫ હજાર રૂપિયા ગુમાવ્યા હતા.ઓનલાઇન ફૂડ મંગાવ્યા બાદ ઓર્ડર ન આવવાના કેસમાં ગ્રાહકો ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી કંપનીના નંબરો શોધતા હોય છે. ઘણી વખતે ઓનલાઇન છેતરપિંડી કરતા ઠગો ઇન્ટરનેટ પર જે તે કંપનીના ભળતા નામ સાથે કસ્ટમર કેર નંબર મૂકી દેતા હોય છે. કોઈ ગ્રાહક જ્યારે આ નંબર પર ફોન કરે છે ત્યારે તેમને એક લિંક મોકલીને બેંકની વિગતો ભરવાનું કહેવામાં આવે છે. ગ્રાહકો રિફંડ મેળવવાના ચક્કરમાં માહિતી આપી દેતા હોય છે અને ઠગાઈનો ભોગ બનતા હોય છે.
ગાંધીનગર તા.૬
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એક થી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવાયેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવેલ ન હતું.આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો થતા તેઓએ યુવાનોને સરકારી સેવામાં તક મળે એ માટે આવા નિયમોમાંથી છૂટછાટ આપીને ગૃહ વિભાગ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં ખાસ કિસ્સામાં આ વેઇટીંગ લીસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે.પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલ પરીક્ષામાં વિવિધ સંવર્ગમાં જે ભરતીઓ થઇ છે તેમાં યુવાનો ઘણી વાર હાજર થતા નથી તથા અન્ય જગ્યાએ નિમણૂક થતાં પણ નોકરી છોડીને જતા રહેતા હોય છે.તેમજ ઉમેદવારોની વય મર્યાદા પણ પૂરી થઇ જતી હોઇ, તેવા ઉમેદવારોને પણ તક મળે તે આશયથી આવી ખાલી પડેલ જગ્યાઓ ભરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી - ૨૦૧૯માં લેવામાં આવેલ પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવશે.મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તેમજ લોકરક્ષકમાં પણ ચાલુ વર્ષમાં ૮,૧૩૫ યુવાનોને નોકરીની તકો પૂરી પાડી જિલ્લા ફાળવણી કરી દેવામાં આવી છે.તેમજ, ૧,૫૭૮ જેટલી સામાન્ય સંવર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટેની દસ્તાવેજ ચકાસણી અને અન્ય કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી ટુંક સમયમાં તેઓનું પણ પરિણામ પ્રસિધ્ધ કરી જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.
07:08 PM | December 6
ગાંધીનગર તા.૬
બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં અનેક ગેરરિતીઓ થતી હોવાના આક્ષેપ સાથે ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે.
ગઇકાલે સતત બીજા દિવસે રાત્રે પણ તમામ યુવક અને યુવતી ઉમેદવારો ઠંડીમાં પણ રસ્તા ઉપર બેસી રહ્યા હતા. તેમની સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ બેઠા હતા.ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીએ સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે, ભૂખ્યા તરસ્યા રોડ પર બેઠેલા ઉમેદવારો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવી. જોકે કોંગ્રેસ દ્વારા પણ આ ઉમેદવારો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.મોડી રાત્રે પણ ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી હતી કે, ગમે તે થાય આ સંદર્ભમાં સરકાર સામે લડી લેવા માં આવશે અને પીછેહટ કરવામાં નહીં આવે ઉમેદવારોના બની ગયેલા યુવરાજસિંહ જાડેજા સાથે પ્રદિપસિંહ જાડેજા ની મીટીંગ થયા બાદ તેઓ આંદોલનમાંથી થઈ ગયા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર અન્ય ઉમેદવારોને પણ રસ્તા પરથી ઉઠી જવાની સમજાવટ કરી રહ્યા છે.આ અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવે છે કે, ઉમેદવારોના આગેવાનો સાથે સરકારે ચર્ચા કરી છે અને તેમની લાગણીઓને સાંભળી છે. તેમની સાથે મુલાકાત થયા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં તેનો અહેવાલ નહીં આવે ત્યાં સુધી પરિણામ જાહેર કરવામાં નહીં આવે. હવે મોટાભાગના ઉમેદવારો દ્વારા આંદોલન સમેટી લેવાયું છે અને તેઓ રોડ પરથી ઉભા થઇ ગયા છે. હાલમાં જે લોકો બેઠા છે તેમાં કોંગ્રેસના લોકો વધુ છે અને કેટલાક ઉમેદવારો છે.
નવીદિલ્હી તા.૬
એર ઈન્ડિયાને ગત વર્ષે(૨૦૧૮-૧૯)માં ૮,૫૫૬.૩૫ કરોડ રૂપિયાનું નુકસાન(પ્રોવિઝનલ) થયું. તે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે. વિમાનોના ઓછા ઉપયોગ અને હવાઈ ઈંધણની ઉંચી કિંમતોના કારણથી એરલાઈનને નુકસાન થયું.
પાકિસ્તાનની એરસ્પેસ બંધ રહેવા દરમિયાન રોજ લગભગ ૩ કરોડથી ૪ કરોડ રૂપિયાનું નુકસાન થવાને કારણે પણ લોસ વધ્યો. ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે લોકસભામાં એર ઈન્ડિયાના આંકડાની માહિતી આપી.
એરલાઈનને ૨૦૧૭-૧૮માં ૫,૩૪૮.૧૮નું નુકસાન થયું હતું. ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સ સાથે મર્જર બાદ એર ઈન્ડિયા એક વાર ફરી નફામાં ન રહી. છેલ્લા દસ વર્ષમાં ૬૯,૫૭૫.૬૪નું નુકસાન સહન કરી ચુકી છે. પુરીએ જણાવ્યું કે એર ઈન્ડિયાના નુકસાન અને લોનની સ્થિતિને જોતા ૨૦૧૨માં તત્કાલીન સરકારે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રિવાઈવલ પેકેજ મંજૂર કર્યું હતું. ૨૦૧૧-૧૨થી અત્યાર સુધીમાં એરલાઈનને ૩૦,૫૨૦.૨૧ કરોડ રૂપિયા મળી ચુક્યા છે.
એર ઈન્ડિયા પર કુલ ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. સરકાર એરલાઈનને વેચવાની કોશિશમાં જોડાઈ છે. ગત વર્ષે ૭૬ ટકા હિસ્સો વેચવાની કોશિશ નિષ્ફળ રહી હતી. આ વખતે સ્ટ્રેટેજી બનાવીને બિડિંગના નિયમ સરળ કરવામાં આવ્યા છે. ઉડ્ડયન મંત્રીએ ગત સપ્તાહે કહ્યું હતું કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ ન થયું તો તેનું સંચાલન મુશ્કેલ થઈ જશે.
નવીદિલ્હી તા.૬
વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ આઇપીઓ મારફતે રૂપિયા ૨,૫૬૦ કરોડ ડોલર (૧.૮૨ લાખ કરોડ રૂપિયા) એકત્રિત કર્યા છે. તે વિશ્વનું સૌથી મોટુ પ્રારંભિક જાહેર ભરણું છે. અગાઉ ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબા આ રેકોર્ડ ધરાવતી હતી. અરામકો સાઉદી અરબના શેરબજારમાં લિસ્ટીંગ બાદ એપલને પાછળ છોડી વિશ્વની સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી લિસ્ટેડ કંપની બની જશે. અરામકોએ આઇપીઓ પ્રાઈઝ ૮.૫૩ ડોલર નક્કી કરી હતી. આ કિંમત પ્રમાણે અરામકોએ ૨૦ હજાર કરોડનુ શેર મૂલ્ય ૧.૭૦ લાખ કરોડ ડોલર (૧૨૧ લાખ કરોડ રૂપિયા) થાય છે. એપલનું માર્કેટ કેપ ૧.૧૮ લાખ કરોડ ડોલર (૮૪ લાખ કરોડ રૂપિયા) છે.અરામકો સાઉદી અરબની સરકારી કંપની છે. ગયા મહિને ૧.૫ ટકા શેર વેચાણ માટે આઇપીઓ રજૂ કર્યો હતો. પ્રથમ વખત વર્ષ ૨૦૧૬માં આઇપીઓ રજૂ કરવાની યોજના રજૂ કરી હતી. પરંતુ વેલ્યુએશન વધારવાના પ્રયાસમાં સતત તેમા વિલંબ થતો હતો. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અરામકોનું વેલ્યુએશન ૨ લાખ કરોડ ડોલર (૧૪૨ લાખ કરોડ રૂપિયા) આંકલન કર્યું હતું.અરામકો નફાની દ્રષ્ટીએ પણ સૌથી મોટી કંપની છે. ગત વર્ષ ૧૧,૧૦૦ કરોડ ડોલરનો નફો થયો હતો. તે એપલના વર્ષિક નફા કરતા ૫૦ ટકા વધારે છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપલને કુલ ૫,૫૨૫ કરોડ ડોલર નફો થયો હતો. એપલનું નાણાકીય વર્ષ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં એપલ વિશ્વની સૌથી વધુ નફો કરતી કંપની છે. અરામકોએ આ વર્ષના પ્રથમ ૯ મહિના (જાન્યુઆરી-સપ્ટેમ્બર)માં જ રૂપિયા ૬,૮૦૦ કરોડ ડોલરનો નફો કર્યો હતો.
સાઉદી અરબ અર્થવ્યવસ્થાની ઓઈલ પરની નિર્ભરતાને ઓછી કરવા માગે છે.વિશ્વના કુલ ક્રુડ ઉત્પાદનના ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬ના અહેવાલ પ્રમાણે કંપની પાસે રૂપિયા ૨૬,૦૮૦ કરોડ બેરલ ઓઈલ ભંડોળ હતો. અમેરિકી ઓઈલ કંપની એક્સોન મોબિલ પાસે ફક્ત ૨૦૦૦ કરોડ બેરલ ઓઈલ રિઝર્વ હતું. એક્સોન મોબિલ વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ ઓઈલ કંપની છે. વર્ષ ૨૦૧૮માં તેનો નફો રૂપિયા ૨,૦૮૪ કરોડ રહ્યો હતો. ઓઈલની કિંમતમાં ઘટાડો થતા, જળવાયુ પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ જોખમો વગેરેને જોતા સાઉદી અરબની અર્થવ્યવસ્થાની ઓઈલ પરની નિર્ભરતા ઓછી કરવા માગે છે. માટે તેલ કંપનીમાં શેર વેચાણ બીજા ક્ષેત્રોમાં મૂડી લગાવી શકાશે.
નવીદિલ્હી તા.૬
કાંદાના આસમાને પહોંચી ગયેલા ભાવ છેલ્લા અમુક મહિનાઓથી ભારતવાસીઓને રડાવી રહ્યા છે ત્યાં ખાદ્યતેલના ભાવ પણ ઉછળવાનું શરૂ થઈ ગયું છે.મલેશિયા અને ઈન્ડોનેશિયામાં બાયો-ફ્યુઅલ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એને કારણે ત્યાં પામ તેલનો વપરાશ વધી ગયો છે અને એને કારણે એના ભાવ વધી ગયા છે.ભારત આ તેલનું મોટું આયાતકાર છે તેથી એની અસર ભારત ઉપર પણ થશે અને આખરે ગ્રાહકોને માથે બોજો આવશે.વધુમાં, ભારતમાં આ વખતે ભારે વરસાદ પડ્યો હોવાથી તેલનું ઉત્પાદન ઓછું થયું. આમ, દેશમાં તેલના વપરાશકારોની તકલીફ વધે એવી સંભાવના છે.છેલ્લા બે મહિનામાં ક્રૂડ પામ ઓઈલના ભાવમાં ૨૬ ટકાનો વધારો થયો છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારે વરસાદે ખરીફ મોસમના તેલિબિયાં, ખાસ કરીને સોયાબીનના પાકને નુકસાન પહોંચાડ્યું છે. હાલની રવિ મોસમમાં વાવણીનું પ્રમાણ ધીમું રહ્યું છે. તેથી સ્થાનિક બજારમાં તેલ અને તેલિબિયાંનાં ભાવ વધ્યા છે.ભારત વિશ્વમાં ખાદ્યતેલની સૌથી વધારે આયાત કરનારો દેશ છે. ૨૦૧૯-૧૯ની વીતી ગયેલી મોસમમાં ભારતે ૧૫૫ લાખ ટન વનસ્પતિ તેલની આયાત કરી હતી. જેમાં ૧૪૯.૧૩ લાખ ટન તો ખાદ્ય તેલ હતું.
નવીદિલ્હી તા.૬
ભારતે ફ્રાન્સને આવતા વર્ષે મે મહિનામાં આવતા ૪ રાફેલ લડાકુ વિમાનો પર મિટિઓર મિસાઇલો સોંપવા જણાવ્યું છે. હવાથી હવામાં માર કરતી આ મિસાઇલ ૧૨૦થી ૧૫૦ કિલોમીટર દૂરના લક્ષ્યોને પછાડી શકે છે. આ મિસાઇલ એટલી જીવલેણ છે કે તેને ‘નો સ્કેપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રફાલમાં આ મિસાઇલ તહેનાત કરીને ભારત તેના હરીફ દેશો પાકિસ્તાન અને ચીન સામે હવાઈ યુદ્ધમાં નિર્ણાયક ધાર મેળવી શકશે. આના માધ્યમથી ભારત કોઈપણ હુમલાનો નાશ કરવામાં સમર્થ હશે.આ મિસાઇલ પાકિસ્તાનની એઆઈએમ -૧૨૦ સીથી આગળ નીકળી જશે, જેમાં ૧૦૦ કિ.મી. સુધીના લક્ષ્યો પર ત્રાટકવાની ક્ષમતા છે.
બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાને ભારતીય સીમા પર મોકલવામાં આવેલા તેના એફ -૧૬ જેટ પર આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.મીટિઅર મિસાઇલોને બીવીઆર એટલે કે વિઝ્યુઅલ રેન્ડ મિસાઇલથી પણ આગળ કહેવામાં આવે છે. શરૂઆતમાં તે ૨૦૨૦ના અંત સુધીમાં આવવાની હતી. પરંતુ ભારતે ફ્રાન્સને મે ૨૦૨૦માં ૪ રાફેલ જેટ સાથે સોંપવા કહ્યું છે.આ બિયોન્ડ વિઝ્યુઅલ રેંજ, હવાથી હવામાં માર કરતી આ મિસાઇલની આગામી કૃતિ માટે બનાવવામાં આવી છે. તે અત્યાર સુધીની સૌથી આધુનિક અને ઘાતક મિસાઇલોમાંની એક માનવામાં આવે છે.
આ મિસાઇલ કોઈપણ હવામાન અને કોઈપણ પ્રકારના લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. ૧૯૦ કિલો અને ૩.૭ મીટર લાંબી આ મિસાઇલ એડવાન્સ રડાર સિસ્ટમથી સજ્જ છે.
07:00 PM | December 6
નવીદિલ્હી તા.૬
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપીઓનું એન્કાઉન્ટર થયા બાદ દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. સ્વાતિએ કહ્યું કે કોર્ટે ૬ મહિનાની અંદર બળાત્કાર કરનારાઓને ફાંસી આપવી જોઇએ. તેમણે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો કદાચ દેશની પોલીસ આ મામલે જે બન્યું છે તે કરવાનું શરૂ કરશે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે જે બન્યું તે સાચું હતું કારણ કે ઓછામાં ઓછું હવે આ લોકો સરકારી મહેમાનો બનીને નિર્ભયા જેવા બળાત્કારના કેસમાં આરોપી રહ્યાં તેમ નહીં રહે.
યાદ રહે, સ્વાતિ માલીવાલ ૬ મહિનાની અંદર બળાત્કારીઓને સજાની ખાતરી આપવા સહિતની અનેક માંગણીઓ સાથે આ દિવસોમાં ભૂખ હડતાલ પર બેઠાં છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે વહેલી સવારે ૩ વાગ્યે તેલંગાણા બળાત્કાર-હત્યા કેસના તમામ આરોપીઓને કબૂલાત આપી હતી. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તમામ આરોપીઓ માર્યા ગયાં છે
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ પોલીસે આ ચારેય આરોપીઓને ‘ગુનાના સ્થળે’ રીકન્સ્ટ્રકટિવ તપાસ માટે લઈ ગયા હતા. પરંતુ તેમાંથી એક આરોપીએ પોલીસ કર્મચારીનું હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો આ આરોપી ભાગી ગયો હોત તો મોટો હંગામો થયો હોત, તેથી પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને આ ચારેય આરોપીઓ કાઉન્ટર ફાયરિંગમાં માર્યાં ગયા હતાં. માનવામાં આવે છે કે પોલીસ કમિશનર આ મામલે સંપૂર્ણ માહિતી સંવાદદાતાઓને આપી શકે છે.
આ સમાચાર ફેલાતાં જ દેશભરના વિવિધ જાણીતાં અને સંલગ્ન લોકો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી હતી.મારી દીકરીનો આત્મા આજે શાંતિ પામ્યો હશેઃ હેદરાબાદ દુષ્કર્મપીડિતા ડોક્ટરના પિતા
અત્યંત ખુશ, ન્યાય અપાયોઃ તેલંગણા બળાત્કારના આરોપીની હત્યા બાદ નિર્ભયાની માતા. આપને જણાવીએ કે ગૃહમંત્રાલયે આ કેસના આરોપી વિનય શર્માની દયા અરજી નકારવાની ભલામણ સાથે રાષ્ટ્રપતિને મોકલી આપી છે.
નાગરિકોને વિશ્વાસ હોવો જોઇએ કે ગુનેગારોનો ન્યાયિક પ્રણાલી દ્વારા અંત લવાશેઃ તેલંગાણા એન્કાઉન્ટર અંગે કુમારી શૈલજા, કોંગ્રેસ
આ પ્રકારના અપરાધીઓ કલંક છે. જેમનાથી દેશ, ધર્મ, સંસ્કૃતિ બદનામ થાય છે.. આ લોકો સાથે અને જે આતંકીઓ છે તેમની સાથે સ્થળ પર જ પોલિસ અને સેનાએ આવી કાર્યવાહી કરવી જોઇએ. જે ઘટનાઓમાં સંદેહ હોય તેને કોર્ટમાં લઇ જવી જોઇએઃ બાબા રામદેવ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલઃ પ્રકાશમાં આવેલા આવા બળાત્કારના કેસોથી લોકો ઉશ્કેરાઈ જાય કે ગુસ્સે થાય છે તે ઉન્નાવ હોય કે હૈદરાબાદ, તેથી લોકો એન્કાઉન્ટર પર ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
વિગતો બહાર ન આવે ત્યાં સુધી આપણે નિંદા કરવા દોડી ન જોઈએઃ તેલંગણા એન્કાઉન્ટર પર શશી થરૂર
અમે હંમેશા તેમના માટે મૃત્યુ દંડની માગ કરી હતી, અહીં પોલીસે શ્રેષ્ઠ ન્યાય આપ્યો છે, જોકે મને ખબર નથી કે આ એન્કાઉન્ટરના સંજોગોમાં શું બન્યું હતુંઃ રેખા શર્મા,તેલંગાણા એન્કાઉન્ટર પર નેશનલ કમિશન ફોર વુમન
નવીદિલ્હી તા.૬
દેશની ટેલિકોમ કંપનીઓ ગળાકાપ સ્પર્ધાના દોરમાં જંગી ખોટ કરી રહી હોવાથી હવે ગ્રાહકો પર વધુ કોલ ચાર્જીસ લાદવાનું શરૂ કર્યું છે.
વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ સહિના ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ખોટના ખાડામાં છે. વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે, જો કંપનીએ માંગેલી મદદ સરકાર નહીં આપે તો કંપનીના પાટિયા પડી જશે.
બિરલાના મતે સરકાર તરફથી રાહતના અભાવે કંપની ચલાવી શક્ય નહીં બને અને તેને બંધ કરી દેવી પડશે. તેમણે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં આ વાત જણાવી હતી.
બિરલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત નથી આપવામાં આવતી તો તેમનું જૂથ વોડાફોન આઈડિયામાં કોઈ રોકાણ નહીં કરશે. સારા નાણાં પણ ખરાબ નાણાંને અનુસરશે તેવું માનવામાં કોઈ તર્ક નથી. જો સરકાર તરફથી કંપનીને કોઈ રાહત નથી મળતી તો તેમણએ નાદારીનો વિકલ્પ અપનાવવો પડશે.
કોલકાતા તા.૬
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે નેશનલ રજિસ્ટ્ર ઓફ સિટિઝન્સ અને સિટિઝન એમેન્ડમેન્ટ બિલ એક જ સિક્કાની બે બાજુ છે. તૃણણૂલ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે અમે અંત સુધી આનો વિરોધ કરવાનું ચાલુ રાખીશું.
કોલકાતામાં પાર્ટીના એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ જણાવ્યું કે કેન્દ્રે આર્થિક મંદી પરથી લોકોનું ધ્યાન બીજીતરફ દોરવા એનઆરસી અને નાગરિકતા બિલ જેવા મુદ્દા ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ અગાઉ પણ પોતાના ભાષણમાં જણાવ્યું છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં એનઆરસીનો અમલ કોઈ કાળે નહીં થવા દે.
મમતા બેનરજીએ વધુમાં જણાવ્યું કે, તમે દરેક સમુદાયને નાગરિકતા આપો છો તો અમે સ્વીકારીશું. પરંતુ જો ધર્મના આધારે તમે ભેદભાવ કરશો તો અમે તેનો વિરોધ કરીશું. લોકસભા અને રાજ્યસભામાં સરકાર પાસે બહુમતિ છે માટે તમે નાગરિકતા બિલ પસાર કરાવી શકશે પરંતુ અમે તેને નહીં સ્વિકારીએ અને છેલ્લે સુધી લડતા રહીશું.
નોંધનીય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે હવે તેઓ ૨૦૨૪માં મત માંગવા ત્યારે જ આવશે જ્યારે તેઓ સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારે આસામમાં એનઆરસી લાગુ કર્યું છે અને તેનો અમલ સમગ્ર દેશમાં કરવાની યોજના હોવાનું સરકારના મંત્રીઓ પણ અનેક વખત જાહેરમાં જણાવી રહ્યા છે.
હાવડા તા.૬
પશ્ચિમ બંગાળમાં એક નવ મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુરની બડગ્રામ પંચાયતની છે. અહીં એક વ્યક્તિએ પડોશમાં રહેતી પોતાની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યો છે. બાળકીના પરિવારે દુષ્કર્મી કાકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરતા આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાળકીના ઘરની પાડોશમાં જ રહેતો હતો. દુષ્કર્મ ગુજારનાર આરોપી સંબંધમાં બાળકીના કાકા થાય છે. બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આરોપી બપોરે ઘરમાં આવ્યો હતો અને બાળકીને રમકડું અપાવવા માટે લઈ જવાની વાત કરીને પોતાની સાથે લઈ ગયો હતો.
થોડા સમય બાદ જ્યારે બાળકી ઘરે પહોંચી અને તે રડી રહી હતી તો પરિવારે તેને શાંત રખાવવાનો પ્રયત્ન કરતા ખબર પડી કે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નિકળી રહ્યું હતું.ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનોએ શ્યામપુર પોલીસ સ્ટેશનમાં બાળકી પર દુષ્કર્મ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બાળકીને ઘરે મુકીને આરોપી નાસી છૂટ્યો હતો પરંતુ આખરે પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીની ઓળખ અનૂપ પ્રમાણિક તરીકે કરી છે. પોલીસે અનૂપ વિરુદ્ધ આઈપીસી અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને કેસ દાખલ કર્યો છે.
રાજકોટ, તા.૬
રાજકોટ ન્યુ સાગર સોસાયટીમાં રહેતા છગનભાઈ રામજીભાઈ ઠુમ્મર પોતાના જીજે૦૩એએસ-૧૪૩૬ નંબરનું મોટર સાયકલ લઈ લીલી સાજડીયા રોડ પર જતા હતા ત્યારે રાજસમઢીયા પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ચાલુ સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંધ છવાઈ રહ્યો છે.
ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનાં પી.એસ.આઈ. આર.વી.કડછા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી, તા.૬
મોરબી પાસે રફાળેશ્વરમાં રહેતા પ્રૌઢા વાંકાનેર-મોરબી હાઈવે પર ચાલીને જતા હતા ત્યારે સામેવાળા બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાહદારી પ્રૌઢાને મોરબી બાદ અત્રે સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી પાસે રફાળેશ્વરમાં રહેતા લીલાબેન દેવાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના પ્રૌઢા ગત સાંજે પગપાળા વાંકાનેરમો રબી હાઈવે પર જતા હતા ત્યારે સામેવાળા જીજે૩એચએલ-૭૬૧૫ નંબરના બાઈક ચાલકે લીલાબેન પરમારને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા.
પ્રૌઢાને ગંભીર હાલતમાં મોરબી બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે લીલાબેનને મૃત જાહેર કર્યા હતા. પ્રૌઢાના આકસ્મીક મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ રહ્યો છે. જ્યારે પોલીસે જરૂરી કાગડીયા કરી મૃતદેહ પોસ્ટ મોર્ટસ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.